Categories
Novels

કશ્મકશ – 17

પાછળના ભાગમાં……..

થોડીવાર પછી અસીને ઘરે ડ્રોપ કરીને અવી નવા પાસે પહોંચ્યો… ” બહુ જલ્દી સમય મળી ગયો તને..  “. નવો અવીને આવકારતા બોલ્યો. અવી પણ તેને ઉષ્માભેર વળગી પડ્યો…  “ચલ તને કંઈક બતાવું…  ” નવો તેને સ્ટડીરૂમમાં લઈ ગયો.

“આ બે લોકોને તું ઓળખે છે ?? ” ડ્રોવરમાંથી બે ફોટો કાઢતા નવો પ્રશ્નાર્થ નજરે અવી સામે જોવા લાગ્યો.

“ના…  કેમ શુ થયું…  ” અવી ફોટાનું ચહેરાનું નિરીક્ષણ કરતા બોલ્યો.

“તું જયારે tc ને ઘરે છોડવા આવ્યો ત્યારે આ બન્ને તમારો પીછો કરવા માટે બહાર આવ્યા.. ” નવો અદબ વાળીને બોલ્યો…

“તને કેમ ખબર ?? ” અવીએ સામે પ્રશ્ન કર્યો… 

હવે આગળ……..

“મેં તારી સેફટી માટે 20 માણસો તારી પાછળ ગોઠવેલા છે…  આ બન્ને આપણા ઘરના ગાર્ડનમાં ગ્રાઉન્ડ રૂમના દરવાજેથી તારી ઉપર નજર રાખતા હતા…  ત્યાં tc આવી..  તમે સાથે ટાઈમ સ્પેન્ટ કર્યો..  બાદમાં જયારે તું tc ને છોડવા અહીં આવ્યોને ત્યારે આ બન્નેને મારા માણસોએ પકડી પડ્યા. ” નવો ફટાફટ બધું બોલી ગયો.

“કમાલ છે આ લોકોએ મને કઇ કર્યું નહિ… ” અવી કંઈક વિચારીને બોલ્યો.. 

“કર્યું ને..  આ જો..  ” નવાએ ફોન કાઢીને એક વિડીયો બતાવ્યો…  જેમાં તેની tc સાથેનો કપલ ડાન્સ સૂટ કરેલો હતો.

“મતલબ…  આ લોકો બસ વિડીયો બનાવા જ આવ્યા હતા ?? ” અવીને નવાઈ લાગી…  “PMC ના લોકો હશે કદાચ ”  તેને વધુમાં ઉમેર્યું… 

“ના…  pmc ના તો ન હોય…  પણ તેના ગ્રુપમાંથી હોઈ શકે…  મને તેની પાક્કી ખાતરી છે…  અને બોલજાવોન પાસે 3 માણસોની લાશ મળી છે…  તેમાંથી બે PMC ના માણસો હતા તે કન્ફર્મ થયું છે..  ” નવાએ બીજા ત્રણ ફોટો ફોનમાં બતાવતા કહ્યું..  “આ લોકોને કોને માર્યા તે વિચારવા જેવું છે…  “

એટલામાં tc રૂમમાં દાખલ થઇને બોલી…  “ચા પાણી પીવાના છે કે..  નહિ “

“મારી ઇચ્છા નહિ…  આને પીવડાવ…  ” નવો ફોટા ડ્રોવરમાં મુકતા બોલ્યો…  અવીએ tc ને જવાનો ઈશારો કર્યો એટલે તે ચાલી ગઈ…  ” શું થયું તને… કઇ ટેન્સન છે.”

“આમાં tc ના જીવને જોખમ છે…  મને બીજી ચિંતા નથી…  તમે બન્ને જે કરો તેથી મને મતલબ નથી…  બસ tc ને કઇ ન થવું જોઈએ…  ” નવો દુઃખી થઈને બોલ્યો.

“નવા.. અમને બન્નેને કઇ નથી થવાનું… મને જોઈને tc સહેજ અપસેટ થઇ ગઈ હતી. બીજુ કઇ ન વિચારતો… મારા આવવાથી તે થોડી અગ્રેસિવ થઇ છે બસ..  પણ મેં તેને રાતે સમજાવી હતી. હું પણ હવે અસીને ચાહું છું…  મને ખબર છે હજારો વિચાર મનમાં ભમ્યા કરે પણ મારા ઉપર ભરોસો રાખજે…   ” અવી તેને સમજાવતા બોલ્યો.

“અવી… જો મારી વાત સાંભળ…  હું તને બધા હક આપું છું…  સમાજની મને રતીભર બીક નથી…  પણ tc ને જો કઇ થઇ ગયું ને તો..  હું તને જીવતે જીવતો દળી નાખીસ…   ” તે ફર્શ પર પલાંઠી વાળીને તણાયેલા અવાજે બેસતા બોલ્યો… 

“એક થપ્પડ ખઈશને તો બધું ઠેકાણે આવી જશે…  સમજ્યો..  બઉ આવી હક વાળી..  ઉભો થા અને ચલ ચા પીવા…  ” અવી તેને બાઝુએથી પકડીને ઉભો કરતા ગુસ્સામાં બોલ્યો… 

“અવી…  મારી tc ને કઇ ન થવા દેતો…  હું જીવી નહિ શકું..  ” નવો પોતાની બાઝુ છોડાવતા તૂટક અવાજે બોલ્યો…

“તે કહ્યું ને… એટલે બધું આવી ગયું…  tc ને કઇ નહિ થાય..  બસ તું મારા પર ભરોસો રાખજે…  તારી જરૂર પડશે મારે આગળ જતા..  ” અવી તેની પીઠ પસારતા બોલ્યો. પણ નવા એ કઇ જવાબ ન દીધો…  બહાર ઉભેલી tc બન્નેની વાત સાંભળતી ભીની આંખે ચાલી ગઈ… 

“ચલને…  આમ દુઃખી શુ ફરે છે…  કહ્યું ને..  tc ને કઇ નહિ થાય..  ” અવી તેને ખેંચીને બહાર લાવ્યો. બન્ને સોફા પર બેઠા…  tc એ બન્નેને ચા આપી.

“Tc…  તું હમણાં બહાર ન નીકળીશ જ્યાં સુધી મારી pmc સાથે મિટિંગ ન થાય…  ” અવી ચાની ચુસ્કી લેતા બોલ્યો… 
“મારે કામ કરવા કે નહિ…  તેના લીધે મારે ઘરમાં ભરાઈને રહેવાનું…  ” tc ગુસ્સામાં તમતમી ગઈ.
“Tc સમજને…  પ્લીઝ…  અવીની મિટિંગ થવા દેને…  ” નવો આજીજી કરતા બોલ્યો. અવી tc સામે લાલ આંખ કરીને બોલ્યો…  “તું જાણે છેને કે, મને ના સાંભળવાની આદત નથી…  “

“જલ્દી કર તારે જે કરવું હોય તે…  મારુ ટેન્ડર પાસ થશે એટલે મારે બહાર નીકળવું જ પડસે…  ” tc મન મારીને બોલી.

“મારા કોન્ટ્રાકટનું શુ થયું. ” અવી હાથના ઈશારે tc સામે જોઈને પૂછવા લાગ્યો.

“તે બે દિવસમાં હું કરી આપીશ…  તું સાઈટ ચેક કરીને જોઈ લેજે…  પછી જોઈતી વસ્તુનું લિસ્ટ મોકલી દેજે..  ” નવો બોલ્યો. એટલે અવી તેની સામે જોઈને હસવા લાગ્યો.

તે લિસ્ટનું કામ પછી પહેલા મારે pmc સાથે મિટિંગ કરવી પડશે. ” અવી પોતાના હાથ ચોળતા બોલ્યો.

“અવી, તારી પાછળ બીજા કોઈ લોકો લાગેલા છે ?? મતલબ તારી સેફટી માટે ?? ” નવો પોતાના ફોનમાં કંઈક ફોટા બતાવતા બોલ્યો.

“ના મને કઇ જાણ નથી. કેમકે હું તમારા સિવાય કોઈ લોકોને નથી મળ્યો. ” નવાની વાતથી અવી સફાળો થઇ ગયો.

“તારી પાછળ ઘણા છે…  સમજી વિચારીને રખડજે… મારા માણસો પાસે પાક્કા પ્રુફ છે…  તારી પાછળ કોઈક અલગ જ પ્રકારના લોકો લાગેલા છે. ” નવો તેને ચેતવતા બોલ્યો.

“અલગ પ્રકાર એટલે ?? કઇ સમજાયું નહિ. ” અવી નવા સામે જીણી આંખ કરતા બોલ્યો.

“મતલબ તે લોકો પબ્લિકમાં ખુલ્લમખુલા ગન લઈને તારી પાછળ પડેલા છે…  મતલબ લાઇસન્સ વાળી ગન હોય તો જ એમ રખડે ને !!!! ” નવો બીજા અમુક ફોટા બતાવતા બોલ્યો.

“બે..  ખણખોદ આ બ્યુરો વાળા લોકો હશે….  ” અવી નવાને ટાપલી મારતા બોલ્યો. ” પણ બ્યુરો વાળા તો તને પકડવા આવે ને…  આ લોકો તારી સેફટી માટે તારી પાછળ લાગ્યા છે…  ” ફોનમાં ગેમ રમતી tc દોઢ ડાહ્યી થઈને બોલી.

“તું તારી ગેમ રમને… અહીં ડબકા મારવા આવે છે..  ” અવીએ ટીપોઈને લાત મારી એટલે તે tc ના પગ તરફ ભાગી. Tc એ તરત પોતાના પગ ઉચ્ચ લઈ લીધા. “મારી ટીપોઈને કઇ થયું હોતને તો તારુ જબડું બીજીવાર ભાંગી નાખત..   ” tc ગુસ્સે થઈને બોલી પણ નવાએ ઈશારો કરીને શાંત રહેવા કહ્યું.

“સેફટી નહિ..  મને પકડવા જ પાછળ પડ્યા હોવા જોઈએ..  પણ હું હમણાં કઇ કરતો નથી એટલે બસ નજર રાખતા હશે..  ” અવી પોતાની વાત રજૂ કરતા બોલ્યો.

“બની શકે..  પણ આ લોકો લાઇસન્સ વાળી ગન રાખે છે ધ્યાન રાખજે…  એન્કાઉન્ટર પણ કરી નાખશે..  ” નવો તેને સમજાવતા બોલ્યો.

“તને શુ લાગે…  એમ મારુ એન્કાઉન્ટર કરીને મને મારી શકે એમ ? ” અવી ખંધુ હસતા બોલ્યો. “ધ્યાન રાખજે બીજુ તો શુ કહું…  ” નવોએ  અવી પાસે પડતું મુકતા કહ્યું.

“હું અતયારે જ પહેલા pmc ને મળતો આવું…  બસ આજની ન્યુઝ પર નજર રાખજે.  ” અવી હસીને ચાલ્યો ગયો. બધું જાણવા છતાં અવી આ રીતે બહાર જઈ રહ્યો હતો તે જોઈને tc અને નવો એક બીજા સામે જોતા જ રહી ગયા.

અવીની ગાડી એક મોટી કોર્પોરેટ બિલ્ડીંગ પાસે આવીને ઉભી રહી… અવીએ ડેસ્કની નીચેથી પિસ્તોલ કાઢીને તેમાં સાઇલેન્સર ફિટ કરવા લાગ્યો. પિસ્તોલને હાથમાં જ લઈને તે ગાડીને લોક મારીને બિલ્ડિંગની અંદર પ્રવેશ્યો. બાજુમાં ખુલ્લી લિફ્ટમાં ઘુસી ગયો. અંદર જેટલા લોકો હતા તે બધા બહાર ભાગી ગયા.

7th ફ્લોર પર લિફ્ટ ખુલ્લી…  “PMC Developer” સામે નામ વાંચીને અવી તે ઓફિસમાં ઘુસ્યો. ” તમારા શેઠશ્રી ક્યા મળશે” અવીએ રિસેપ્સન પર બેઠેલી છોકરીને પ્રેમથી પૂછ્યું.

છોકરી : સર અપોઇન્મેન્ટ છે..?  ” પેલી છોકરીએ સ્મિત સાથે પૂછ્યું. “જરૂર પડશે હવે ?? ” અવીએ ગન ટેબલ પર બતાવતા કહ્યું. પેલી છોકરીએ ડરીને એક કેબીન તરફ આંગળી બતાવી. અને કોઈકને ફોન કરવા લાગી.. 

“તેને જણાવજે કે…  અવી અહીં આવ્યો છે..  ” અવી હાથ ઉંચો કરીને તે કેબીન તરફ ચાલવા લાગ્યો. કેબીનનો દરવાજો ખોલીને સીધો અંદર દાખલ થયો…  પરમચંદ અવીને આમ સામે જોઈને તરત ખુરસી ઉપરથી ઉભો થઇ ગયો… 

“અરે બેસ બેસ…  પરમિયા…  હું કઇ ઓફિસર થોડો છુ ?? ” તેને હસતા હસતા ખુરસી પર બેસતા પિસ્તોલને ડેસ્ક પર રાખી.

“સાંભળ્યું છે કે તું મારી પાછળ માણસો લગાવ્યા છે…  ” તેને શાંતિથી પરમચંદ સામે નજર કરી. પરમચંદની દાંત પીસી રહ્યો હતો. “બે..  ખણખોદ… ” હજુ અવી પોતાના જ શબ્દો પુરા કરે તે પહેલા જ ઉભા થઈને પરમચંદના વાળ ખેંચીને તેના કપાળ ડેસ્ક પર પછાડ્યું અને  પિસ્તોલનું નાળચું તેના એક સાઈડના કાન ઉપર રાખીને ફાયરિંગ કર્યું… નજીવા અવાજ સાથે પિસ્તોલની ગોળી પરમચંદના કાન સોંસરવી નીકળી ગઈ…

વધુ આવતા અંકે……..

આગળના અપડેટ મેળવવા માટે મને follow કરી શકો છો. આભાર 

મારી બીજી નવલકથા,
બ્રમ્હાદ : The Warrior of Ancient History (brand new live)
Never Loved Season 1 (સંપૂર્ણ)
Never Loved Season 2 (લાઈવ)
અતિરેક (સંપુર્ણ)
કરુણ અંત (સંપુર્ણ)
Social Love (લાઈવ)
આ બધી વાર્તા digitalstory.in પર વહેલી પ્રકાશિત કરવામાં આવે છે.

Telegram : TheSoulAmal
Website : www.digitalstory.in
Public Profile : AuthorJaymin

નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લેખકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.

અમલ

error: Content is protected !!