પાછળના ભાગમાં……..
“તેને જણાવજે કે… અવી અહીં આવ્યો છે.. ” અવી હાથ ઉંચો કરીને તે કેબીન તરફ ચાલવા લાગ્યો. કેબીનનો દરવાજો ખોલીને સીધો અંદર દાખલ થયો… પરમચંદ અવીને આમ સામે જોઈને તરત ખુરસી ઉપરથી ઉભો થઇ ગયો…
“અરે બેસ બેસ… પરમિયા… હું કઇ ઓફિસર થોડો છુ ?? ” તેને હસતા હસતા ખુરસી પર બેસતા પિસ્તોલને ડેસ્ક પર રાખી.
“સાંભળ્યું છે કે તું મારી પાછળ માણસો લગાવ્યા છે… ” તેને શાંતિથી પરમચંદ સામે નજર કરી. પરમચંદની દાંત પીસી રહ્યો હતો. “બે.. ખણખોદ… ” હજુ અવી પોતાના જ શબ્દો પુરા કરે તે પહેલા જ ઉભા થઈને પરમચંદના વાળ ખેંચીને તેના કપાળ ડેસ્ક પર પછાડ્યું અને પિસ્તોલનું નાળચું તેના એક સાઈડના કાન ઉપર રાખીને ફાયરિંગ કર્યું… નજીવા અવાજ સાથે પિસ્તોલની ગોળી પરમચંદના કાન સોંસરવી નીકળી ગઈ…
હવે આગળ……..
પરમચંદ અસહ્ય દુખાવાથી પીડાઈને તડફડિયા મારવા લાગ્યો પણ અવીની પકડ એટલી મજબૂત હતી કે તે પોતાનું કપાળ સુદ્ધા ડેસ્ક પરથી ખસેડી ન શક્યો… તેની ચીસો સાંભળીને તે માળના બધા જ લોકો ઓફિસમાં દોડી આવ્યા. બે માણસો અવી તરફ આગળ વધ્યા પણ અવીએ ઈશારો કરીને બન્નેને ચેતવી દીધા. પરમચંદ વધુ દુખાવો સહન ન કરી શકતા આખરે ત્યાં જ બેભાન થઇ ગયો… અવીએ તેને પડતો મુક્યો અને સાઇલેન્સર પર લાગેલા પરમચંદના લોહીને તેના જ શર્ટ પર લૂછીને ડેસ્ક પર બેઠો…
“અહીં એક વ્યક્તિને ગોળી લાગી છે… તમે જલ્દી આવી. ” અવીએ કોલ કરીને એમ્યુલન્સને બોલાવીને થોડીવાર બેસ્યા પછી કવરેજ રૂમમાં ગયો. બધી સીડી કાઢીને રેકોર્ડ ફોર્મેટ કરીને ત્યાંથી નીકળી ગયો… ગાડીને ઝડપથી હંકારીને નવસારી હાઇવે પર ચઢાવી. તેની નજર સતત આજુબાજુ ફરી રહી હતી. પણ તેના આશ્ચર્ય વચ્ચે તે સહીસલામત પોતાના ઘરે પહોંચી ગયો.
ઘરમાં જઈને તેને બીલી પગે આખા ઘરની તપાસ કરી જોઈ. પણ કઇ વાંધાજનક ન લગતા તેને આરામથી સોફા પર બેઠા બેઠા સેથને કોલ જોડ્યો. સામેથી ફોન તરત જ ઉપડી ગયો… “5 મિનિટ ચાલુ રાખ… ” સામેથી ઉતાવળો અવાજ આવ્યો એટલે તેને ફોન કાને લગાડી રાખ્યો. ત્યાં સામે છેડે હાહાકાર મચેલો હતો. અવી જાણતો હતો. આ બધું તેના માટે જાણીતું હતું.
થોડીવાર પછી સામેથી ફરી સેથનો અવાજ આવ્યો… “બધું ઠીક ? “
અવી : હમ્મ.. આમ તો ઠીક છે… પણ હમણાં ઘણા વચ્ચે ફાયરિંગ કરીને આવ્યો છું.
સેથ : પબ્લિકમાં કે ઇન્ટોલમાં ??
અવી : ઇન્ટોલમાં..
સેથ : વાંધો નહિ સંભાળી લઈશ.. બીજુ કઇ ?
અવી : મારી પાછળ એજન્સીના માણસો લાગેલા છે… ખબર હોય તો જણાવોને કઇ એજન્સી છે… ” તેને કડક શબ્દમાં કહ્યું.
સેથ : મને કઇ ખબર નથી… પણ તપાસ કરી જોવ.. ” અવીના શબ્દો સાંભળીને તેને અચકાતા કહ્યું.
અવી : કલાકમાં જણાવો… બાકી મારે રૂબરૂ આવવું પડશે… ” અવી ગુસ્સામાં કોલ કાપતા બોલ્યો. તે પોતાના રૂમમાં જઈને બેડ પર આડો પડ્યો. સેથ એટલે ઘણો મોટો માણસ… તેના તોલે કદાચ કોઈ ન આવી શકે. અવીની સૌથી નજીકનો. તેના વિશે માત્ર અવી અને બાલો જ જાણતા હતા.
બાલો વ્યવસાયે ડોક્ટર હતો. પણ બન્નેએ ઘણા કામ સાથે કર્યાં હતા. અવી ક્યારેય ખોટું ન કરતો. સેથ પણ ક્યારેય ખોટું ન કરતો. સામાન્ય પબ્લિકને પોતાના થકી ક્યારેય નુકસાન ન પહોંચવું જોઈએ તે હંમેશા ગાંઠ વાળીને જ બધા કામ કરતો. અવી પણ મનનો ચોખ્ખો હતો.
બાલો એટલે બળવંત મેઘા… બાલો.. બંનેથી તદ્દન વિરુદ્ધ. તેને બસ પૈસાની ભૂખ હતી. પૈસા માટે કોઈને પણ મારી નાખતો. સેથ પાસે પહેલા બાલો જ હતો. એટલે બાલો હંમેશા સચવાઈ જતો. પણ જ્યાંથી પોરબંદર સેથની મુલાકત અવી સાથે થઇ હતી ત્યારથી તેની પાસે નાના મોટા કામ કરાવતો. સેથ ધીમે ધીમે અવીને ઓળખતો થયો ત્યારે ખબર પડી કે અવી હૃદયએ ઘણો કોમળ હતો.
તેનુ વ્યક્તિત્વ કુમળું હતું… જયારે જે પણ કઇ કરતો ત્યારે ખુન્નસથી કરતો. અવીનું કામ સારું લગતા તેને અવીને સુરત બોલાવી લીધો હતો. ત્યારે બાલાને છુટ્ટો દોર મળી ગયો. આમ પણ સેથને બાલાનો વ્યવહાર જરા પણ ન હતો ગમતો. તેથી તેને પડતો મૂકી દીધો.
અવી વ્યક્તિત્વથી સેથની ઘણો નજીક ચાલ્યો ગયો હતો. બન્ને સાથે મળીને કામ કરતા. સેથની ઉપર અતિ મોટા માથાઓ હતા. બન્નેનો એક જ મંત્ર… ગમે તે કરવાનું.. પણ એક સામાન્ય માણસની હાયું નહિ લેવાની. સેથની પહોંચ ઘણી જ ઉપર સુધી હતી. ગમે તેમ પોતાના અને અવીના કામને હંમેશા દબાવીને જ ચાલતો. પોતે જગજાહેર હતો પણ અવીને હંમેશા પડદા પાછળ રાખ્યો હતો. કેમકે અવી હજુ ઘણો નાનો હતો. વળી કામ કરવાની શરત પણ એવી હતી કે ક્યાંય પણ કોઈ દિવસ તે ક્યારેય સામે નહિ આવે… સેથે બધું સ્વીકારી લીધું હતું.
મોટી મોટી પાર્ટી સેથ પાસે કામ લઈને આવતી અને તે કામ સેઠ અવી ને આપતો. બદલામાં તેને અમુક રકમ કમિશનમાં મળી રહેતી. જોકે અવી એ ક્યારેય સામેથી પૈસા નહતા માગ્યા પણ સેથ ખુશીથી પૈસા આપતો. જોત જોતામાં અવિનું નામ ઘણા લોકોના હોઠ પર વહેતું થયું. અમુક પાર્ટી સીધી અવી પાસે જ આવવા લાગી.
બાલા સાથે પણ આવું થયું હતું. બાલો સત્તાની આડમાં ભાન ભૂલી ગયો હતો. પણ અવી એવો ન હતો. તેને પોતાની છબી સારી જાળવી રાખી હતી. વળી તે અવળા કામ ક્યારેય હાથમાં નહતો લેતો. અને કોઇ કામ કર્યા પહેલા સેથને જરૂર પૂછી જોતો.
કોલ આવતા અવી તન્દ્રા માંથી જાગ્યો… “કઇ ખબર નથી પડતી… તારી પાછળ કોણ છે તે પેગરું નથી મળતું. ” સેથ થોડો અચકાતો બોલ્યો.
“ઠીક છે હવે હું મારી જાતે શોધી લઈશ… ” અવી ગુસ્સામાં બોલ્યો.
“બેટા.. સમજી વિચારીને.. ઉતાવળમાં કઇ અવળા પગલાં ન ભરીશ.. અતયારે આરામ કર… હું હજુ એક કોશિશ કરી જોવ.. ” સેથ પ્રેમથી બોલ્યો.
“ઠીક છે કરો.. પણ મને કોઈની દેખરેખમાં રહેવું પસંદ નથી… ” અવીએ કોલ કાપીને ઘડિયાળ સામે નજર કરી. 4 વાગવા આવ્યા હતા. તે નવસારીથી નીકળીને ફરી tc ના ઘરે પહોંચ્યો.
“ખતરનાખ… ” tc અવીને ઘરમાં પ્રવેશતા જોઈને સીધી તેને જઈને લપકી પડી. ” દૂર ખસને… મગજ ઠકાણે નથી.. ” તેને tc ને જાટકી નાખી… આ બધું હોલમાં બેઠેલો નવો નિહાળી રહ્યો હતો. Tc ગુસ્સામાં અવીને પેટમાં મુક્કો મારીને ચાલી ગઈ. પણ અવી જેમનો તેમ કઇ ફેર ન પડતો હોય તેમ નવા પાસે આવીને બેઠો.
“ત્યાં ઓફિસમાં તો કઇ રેકોર્ડ ન મળ્યા… પણ બહારની સાઈડ લાગેલા કેમેરામાં તું દેખાતો હતો…. ત્યાંના અમુક લોકોએ પોલિસ સામે તને ઓળખી પાડ્યો છે… ” નવો અવીના ખભે હાથ મુકતા બોલ્યો.
“મને કઇ ફેર ન પડે… મારે બસ પેલા પાછળ ફરવા વાળા લોકોના ફોટો જોય છે જે તારી પાસે છે… ” અવી પોતાનો ફોન તેના હાથમાં દેતા બોલ્યો. નવાએ બ્લુટુથથી બધા ફોટો અવીના ફોનમાં નાખી દીધા. અવી તે બધા ફોટાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. Tc એ રસોડામાંથી આવીને અવીના હાથમાં ચા પકડાવી. પોતે સોફા પર આડી પડી.
“Pmc છંછેડાયો હશે… ” નવો આદુવાળી ચાની ચુસ્કી લેતા tc સામે જોઈને હસી રહ્યો હતો. “હવે કઇ ભૂલ કરી તો સામે ચાલીને મોતને વહાલું કરશે. ” અવીએ મોં બગાડીને ચા સાઈડમાં મૂકીને tc સામે જોઈને વધુમાં ઉમેર્યું. “સરબત બનાવી લાવી હોય તો પણ સારું હતું… ચામાં આદુ નાખવાથી તને શુ મળવાનું “
“અરે આદુવાળી ચા પીવાય અવી… મજા આવે.. ” tc હસતા બોલી. “છોડ હવે… તને તો આદત છે તારા મન મુજબ ચાલવાની… અને મને પણ આદત છે મારા મન મુજબ ચાલવાની… ” અવી ઉભો થઈને ચાલ્યો ગયો. અસીને તેડીને તેને નવસારી તરફ ગાડી હંકારી. અસી તેને ટગર ટગર જોઈ રહી હતી.
“શુ સામે જોવે છે… આજે મારામાં કંઈક નવીન દેખાય છે ?? ” અવી હસતા બોલ્યો. “કઇ નહિ… બસ એમ જ.. ” અસીએ નજર ફેરવી લીધી. અવીને નવાઈ લાગી પણ કઇ બોલ્યો નહિ. બન્ને અવીએ પોતાના ઘરના દરવાજા સામે ગાડી થોભાવીને અસી સામે નજર કરી.
બંધ આંખોએ અસીના ચહેરા પર આવેલો હાવભાવ અવી વારે વારે સમજવાની કોશિશ કરી રહ્યો હતો. અવી તેની લટને કાન પાછળ ખોસીને કપાળ પર બાઝેલા પાસેવાને નિહાળવા લાગ્યો. આટલી ઠંડકમાં પણ તેને ગરમી થાય તે અવી માટે વધુ અચરજની વાત હતી. અવીને તેના હાથની આંગળીઓમાં પોતાની આંગળીઓ પોરવીને એક ચુંબન તેના હાથ પર કર્યું. અસી ઝબકીને અવી સામે જોવા લાગી.
“મેં તને કહ્યું હતું… મનમાં કઇ ન રાખીશ.. શુ છે બોલ.. ” અવી તેના હાથ પોતાના ગાલ પર રાખીને બોલ્યો… ” કઇ નહિ… બસ એમ જ ચલ અંદર જઈએ… ” તેને હસીને અવીને હળવી ઝાપટ મારતા કહ્યું. બન્ને ઘરમાં પ્રવેશ્યા અસી તો સોફા પર ઢળી પડી પણ અવીને એહ્સાસ થઇ ગયો કે ઘરમાં કોઈક આવ્યું હતું. અસીએ પોતાનો ચહેરો સોફામાં સંતાડેલો જોઈને અવી અવી ધીમે ધીમે આખા ઘરમાં ફરી વાળ્યો પણ તેને કશુ મળી નહતું રહ્યું. તેને સૌથી ઉપર આવેલા રૂમમાં જઈને સેથ ને કોલ કર્યો.
વધુ આવતા અંકે……..
આગળના અપડેટ મેળવવા માટે મને follow કરી શકો છો. આભાર
મારી બીજી નવલકથા,
બ્રમ્હાદ : The Warrior of Ancient History (brand new live)
Never Loved Season 1 (સંપૂર્ણ)
Never Loved Season 2 (લાઈવ)
અતિરેક (સંપુર્ણ)
કરુણ અંત (સંપુર્ણ)
Social Love (લાઈવ)
આ બધી વાર્તા digitalstory.in પર વહેલી પ્રકાશિત કરવામાં આવે છે.
Telegram : TheSoulAmal
Website : www.digitalstory.in
Public Profile : AuthorJaymin
અમલ
One reply on “કશ્મકશ 18”
Nice part ??