પાછળના ભાગમાં…….
બધા સૈનિકો.. પોતાની પાસે રાખેલી છરીથી સિંહ અને સિંહણના મરેલા શરીરને કાપી કાપીને ખાવા લાગે છે.. પેલા નાના નાના બચ્ચઓને તો બધા ખેંચી ખેંચીને ફાડી ખાય છે. લોરિન આ બધું જોતા આગળ વધી જાય છે. તેને પોતાના ઉપર જ ગુસ્સે આવે છે કેમકે પોતે શાકાહારી હતો. તે ફાળ અને શાકભાજી ખાઈને જ જીવતો.. તેને ક્યારેય માસ નહતું ખાધું. તેને ભૂખ પણ એટલી જ લાગી હતી. છતાં ધુંઆફુંઆ થઈને આગેકૂચ ચાલુ રાખે છે.
હવે આગળ……..
રસ્તાના આવતા તમામ જંગલી પ્રાણીઓને આ સેના ફાડી ખાય છે. કુદરત પણ પક્ષીઓની કલરવમાં જાણે રડી રહ્યું હતું. તેને પણ આજે અફસોસ થતો હશે માણસની નિર્માણ માટે.
બીજી તરફ બ્રમ્હાદ સૂરજની પહેલી કિરણ સાથે સેના પાછળ નીકળે છે. તેને પોતાની સેના ઉપર પૂરો ભરોસો હતો કે પોતે પહોંચશે તે પહેલા જ સેનાએ આખા રાજ્યને સર કરી લીધું હશે અને ત્યાંની આવામ કપાઈને ખવાય ગઈ હશે. તે પોતાના જનમ સાથે એવા ચેરીન નામના ઘોડા ઉપર સવાર થઈને નીકળી પડે છે.
જે પણ જંગલમાં પ્રવેશે છે. જમીન પરના છોડવાઓ પોતાની સેનાના પગે પીસાય ગયેલા હોય છે. ઝાડવાના થળ કોતરાઈ ગયા હોય છે. ઠેક ઠેકાણે માસના લોચા અને પ્રાણીઓના હાંડકા પડ્યા હતા. અચાનક તેના કાને હલકો એવો અવાજ સંભળાય છે… તેને અવાજની દિશામાં નજર ફેરવી.. અને ઘોડાને તે દિશામાં વાળ્યો. ઝાડવાના થાળમાં ઘૂસીને સિંહનું એક બચ્ચું રડી રહ્યું હતું.
“મારા નસીબનું મને મળી જ જાય.. ” બ્રમ્હાદ નીચે ઊતરીને તેને બહાર ખેંચીને હવામાં ઉછાળતા હસવા લાગ્યો. હજુ તે બચ્ચાને માટે તે પહેલા જ ચેરીન મોટે મોટેથી ઉછળીને અવાજ કરવા લાગે છે… બ્રમ્હાદ તેને ચકિત નજરે જોવે છે… “છોડી દવ ? એમ ?” તે નજીક આવીને પૂછે છે. જવાબમાં ચેરીન ડોક ઝુકાવીને અને પગ બેવડો વાળીને હા કહે છે…
બ્રમ્હાદને ઘણું આશ્ચર્ય થાય છે.. કેમકે તેને ક્યારેય પોતાને કોઈને મારતા ન હતો રોક્યો. આમ તો ક્યારેય કોઈ બાબત માટે ન હતો રોક્યો.. ” ખરેખર.. હું આને છોડી દવ.. ?” બ્રમ્હાદએ ફરી પૂછ્યું… ચેરીને બીજી વાર હા કહ્યું… “ખુશ…. ” તે બચ્ચાને છોડીને તેને લાત મારીને બોલ્યો.. બચ્ચું તેના માં બાપના માસના ટુકડા પાસે ફેંકાય ગયું.. અને જઈને ખાવા લાગ્યું.. બિચારું તે પોતે પણ ન હતું જાણતું કે જે આજે તેનુ ભોજન છે તે ક્યારેક તેના માં બાપ અને ભાઈ બહેન હતા…
બ્રમ્હાદ ત્યાંથી ફરી ચેરીન ઉપર સવાર થઈને નીકળી પડ્યો.. રસ્તામાં એક ઝરણામાંથી પાણી ભર્યું અને પહોંચ્યો તે રાજ્યમાં.. સુરજ ઢળવા પર હતો…. આખું આકાશ કેસરી રંગની ચાદરથી ઢંકાયેલું હતું…
રાજ્યમાં આમ તેમ માણસોના ચીરફાડ કરેલી લાશ રઝળતી હતી.. માટીના મકાનો તૂટેલી હાલતમાં હતા… અમુક જગ્યાએથી સ્ત્રીઓની મોટી મોટી ચીસો સંભળાય રહી હતી. તે સ્ત્રીઓ આજે બ્રમ્હાદની સેનાનું પેટનું અને વાસનાનું ભોજન હતી. રસ્તામાં પુરુષોના ધળથી અલગ મસ્તકો રજળતા હતા.. અમુકની આંખોમાં તેની સેના દ્વારા નકસી કામ કરાયું હતું…
આજુ બાજુની પરિસ્થિતિ નિહાળતો બ્રમ્હાદ રાજ્યના વ્યવહારુ એટલે કે રાજાના રાજમહેલ સામે ઉભો રહ્યો. રાજા અને રહીને તો બધા ક્યારના ફાડીને ખાઈ ગયા હતા. પણ તેમની બે કુંવારી દીકરીઓને લોરીને ખાસ બ્રમ્હાદ માટે બચાવીને રાખી હતી. બન્નેને બાંધી દીધેલી હતી. લોરિન તરત દોડતો આવ્યો… “લોર્ડ તમારા માટે ખાસ… બચાવી રાખી છે.. “
બ્રમ્હાદએ તેની સામે જોયું… આજુ બાજુ નજર ફેરવી બધા જ દરીંદા જેવા લગતા સેનિકો બસ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેના રાજાનો સંકેત મળે અને બન્નેને ચૂંથી ખાય… પણ બ્રમ્હાદ ફરી તે બન્ને સામે જોવા લાગ્યો.. એક તો તંદ્રાવસ્થામાં હતી જયારે બીજી ખુબ રડી રહી હતી… તે નીચે ઉતર્યો. બન્ને પાસે ગયો..
વધુ આવતા અંકે……..
આગળના અપડેટ મેળવવા માટે મને follow કરી શકો છો. આભાર ?
?
મારી બીજી નવલકથા,Social Love (લાઈવ)Never Loved Season 1 (સંપૂર્ણ)Never Loved Season 2 (લાઈવ)અતિરેક (સંપુર્ણ)કરુણ અંત (સંપુર્ણ)કશ્મકશ – વિંધયેલો પ્રેમ (લાઈવ)આ બધી વાર્તા digitalstory.in પર વહેલી પ્રકાશિત કરવામાં આવે છે.
Telegram channel : GujjuvartaWebsite : www.digitalstory.inPublic Profile : AuthorJaymin
નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લેખકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.
અમલ