પાછળના ભાગમાં……..
આજુ બાજુની પરિસ્થિતિ નિહાળતો બ્રમ્હાદ રાજ્યના વ્યવહારુ એટલે કે રાજાના રાજમહેલ સામે ઉભો રહ્યો. રાજા અને રહીને તો બધા ક્યારના ફાડીને ખાઈ ગયા હતા. પણ તેમની બે કુંવારી દીકરીઓને લોરીને ખાસ બ્રમ્હાદ માટે બચાવીને રાખી હતી. બન્નેને બાંધી દીધેલી હતી. લોરિન તરત દોડતો આવ્યો… “લોર્ડ તમારા માટે ખાસ… બચાવી રાખી છે.. “
બ્રમ્હાદએ તેની સામે જોયું… આજુ બાજુ નજર ફેરવી બધા જ દરીંદા જેવા લગતા સેનિકો બસ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેના રાજાનો સંકેત મળે અને બન્નેને ચૂંથી ખાય… પણ બ્રમ્હાદ ફરી તે બન્ને સામે જોવા લાગ્યો.. એક તો તંદ્રાવસ્થામાં હતી જયારે બીજી ખુબ રડી રહી હતી… તે નીચે ઉતર્યો. બન્ને પાસે ગયો..
હવે આગળ……..
જે રાજકુમારી ભાનમાં હતી તે બ્રમ્હાદને જોઈને સંકોચાય ગઈ. ચેરીન તેની પાસે અવીએ ઉભો રહયો. “શુ નામ છે તારુ… ” બ્રમ્હાદ પલાંઠી વાળીને બેસી ગયો.
“મિશેલ… ” તે ગભરાઈને બોલી.. બ્રમ્હાદએ પેલી બેભાન રાજકુમારી સામે જોયું… “એન્જલા… ” પેલી દબાયેલા સવારે બ્રમ્હાદની નજરને પારખીને બોલી…
“રાજા નથી.. રાજ્ય નથી.. હવે તો કદાચ પ્રજા પણ નહિ હોય… તારી પાસે કઈ જીવવાનું કારણ છે.. ? ” બ્રમ્હાદ પોતાની તલવારની ધાર પર અંગુઠો ફેરવતા બોલ્યો.. પેલી જોર જોરથી રડવા લાગી… હજુ તે તલવાર ઉગામે એ પહેલા જ ચેરીન પગ પછાડવા લાગ્યો.. આ સમયે બ્રમ્હાદ ખરેખર વિચારમાં પડી ગયો… તેને કશુ સમજાતું ન હતું. કે આજે ચેરીન કેમ આમ કરે છે…
બ્રમ્હાદ : ભાઈ… તને મજા તો છે ને !!!
ચેરીન હકારમાં માથું ઝુકાવા લાગ્યો… તેને આમ જોઈને બ્રમ્હાદ ગુસ્સામાં બોલ્યો.. “લોરિન… બન્નેને બંદી બનાવી લે… આપણી સાથે જ આવશે.. ” બધા ફુસ ફુસ કરવા લાગ્યા… તે સાંભળીને બ્રમ્હાદ તલવાર ઉઠાવીને બોલ્યો.. ” આજથી આ બન્ને મારી મિલકત છે… કોઈએ વિચારમાં તો શુ… સપનામાં પણ આ બન્ને વિશે વિચાર્યું તો.. પરિણામ સારું નહીં આવે.. ” બધા ચૂપ થઇ ગયા…
“મિશેલ તારો ખંડ ક્યાં છે… મને બતાવીશ નહીં ? ” બ્રમ્હાદ ખંધુ હસ્યો.. એટલામાં એન્જલા.. ભાનમાં આવીને પોક મૂકીને રડવા લાગી. મિશેલ તેને ઉભી કરીને ચાલવા લાગી… ” લોરિન.. બધાને કહી દે.. થોડા દિવસ આપણે અહીં જ રહીશુ… હું ધરાય જાવ પછી નીકળીશુ.. ” તે જોર જોરથી હસતો મિશેલ પાછળ ચાલવા લાગ્યો. એન્જલા ચાલવાની હાલતમાં ન હતી તેથી બ્રમ્હાદએ તેને ખભે ઉપાડી લીધી. મિશેલ કશુ ન બોલી. તે કદાચ જાણી ગઈ હતી કે હવે તેની સાથે શુ થવાનું હતું.
મિશેલ બન્નેને પોતાના ખંડમાં લાવી. બ્રમ્હાદએ એન્જલાને પલંગ પર પટકી અને પોતે મિશેલના સ્નાનગરમાં કપડાં કાઢીને કૂદી પડ્યો. એન્જલા અને મિશેલ બન્ને તેને જોતા રહી ગયો. આખા શરીર પર કોઈ એવો ભાગ ન હતો કે ક્યાં તલવાર લાગ્યાનું નિશાન ન હોય. આખું શરીર યુદ્ધમાં લાગેલા ઘા થી ખરડાયેલું હતું. લાંબા લાંબા વાળ તેને ખુલ્લા કરી નાખેલા. તે શાંતિથી સ્નાનગરમાં જઈને બેસી ગયો.
“માથું ધોઈ દે… ” તેને પ્રેમથી પણ દ્રઢ અવાજે કહ્યું. મિશેલ ડરતા ડરતા તેના ખભા પાસે બેસી ગઈ. તેનો ખભા પર એક ઘાવ હજુ તાજો હતો.
“ડરીશ નહીં… મારા ચેરીનએ પહેલી વાર મારી પાસે કંઈક માંગ્યું છે… તે હું તેને જરૂર આપીશ.. ” બ્રમ્હાદ ઠંડા સ્વરે બોલ્યો. માથામાં ઘણા સમય પછી આ રીતે હાથ ફરવાના લીધે તેની આંખો બંધ થઇ ગઈ. તે ગાઢ ઊંઘમાં સરી પડ્યો. મિશેલ આખરે તેના વાળમાં હાથ ફેરવતા થાકી એટલે થોભી.
“મિશેલ આપણે ભાગી જઈએ.. નહિતર આ રાક્ષસ આપણને પીંખી નાખશે.. ” એન્જલા ધીમા અવાજે તેની પાસે આવીને બોલી.. પણ મિશેલનું ધ્યાન બ્રમ્હાદના ખભા પર તલવાર દ્વારા લાગેલા ઘામાં હતું. એન્જલાએ તેને ઢંઢોળી મૂકી ત્યારે તે ભાનમાં આવી..
એન્જલા : ચાલ જલ્દી આપણે ભાગી જઈએ.. નહિતર આ રાક્ષસ આપણને મારી નાખશે..
મિશેલ : આ માણસ કઈ નહીં કરે મને વિશ્વાશ છે…
વધુ આવતા અંકે……..
આગળના અપડેટ મેળવવા માટે મને follow કરી શકો છો. આભાર
મારી બીજી નવલકથા,
Social Love (લાઈવ)
Never Loved Season 1 (સંપૂર્ણ)
Never Loved Season 2 (લાઈવ)
અતિરેક (સંપુર્ણ)
કરુણ અંત (સંપુર્ણ)
કશ્મકશ – વિંધયેલો પ્રેમ (લાઈવ)
આ બધી વાર્તા digitalstory.in પર વહેલી પ્રકાશિત કરવામાં આવે છે.
Telegram channel : Gujjuvarta
Website : www.digitalstory.in
Public Profile : AuthorJaymin
અમલ