Categories
Novels

બ્રમ્હાદ- The Warrior of Ancient History

  1. બ્રમ્હાદ- The Warrior of Ancient History
  2. બ્રમ્હાદ- The Warrior of Ancient History – 2
  3. બ્રમ્હાદ- The Warrior of Ancient History – 3

લોર્ડ, સેના તૈયાર છે…  તમે પરવાનગી આપો તો આક્રમણ કરીએ…  ” સેનાપતિ લોરિન…  ઉતાવળે તંબુમાં આવતા બોલ્યો…  બહાર હજારોની સંખ્યામાં નિર્દયી સૈનિકો રાડારાડી કરી રહ્યા હતા. કોણ જાણે દરેક સૈનિકે કેટલા ખૂન કર્યાં હશે..  અને કેટલા હારી ગયેલા બંધકોને સેકીને ખાઈ ગયા હશે. તેમની નસમાં માણસોનું જ લોહી ફરી રહ્યું હતું. પણ હતા એ બધા રાક્ષસ જેવા.

જેમના માટે માનવજાત એટલે કીડા મકોડા…  લોર્ડ તે બધું સાંભળી રહ્યો હતો. તેને વર્ષો પહેલા આ ચિચિયારી કરતા હેવાન વચ્ચે સમય વિતાવ્યો હતો. લોર્ડ એટલે કે એવો કાતિલ માણસ કે તેના માટે ગાદી મહત્વની ન હતી. પણ લોકોનું લોહી હતું. રસ્તામાં આવતા બધા જ રાજ્યો, જંગલ, માણસ વસતી ઝાપટી લેતો. કશુ ન છોડતો. ગમે તે આવે મારીને આગળ વધી જવું. કદાચ તે સમયમાં નર્કમાં વસતા રાક્ષસોને પણ સારો કહેવડાવે એવો અગોચરો માણસ. તેનુ નામ બ્રમ્હાદ હતું. 


તેને એક ઊંડો શ્વાસ લીધો…  અને પૂછ્યું..  ” બેલટીકની સેના કેટલે દૂર છે…  ?”  તેની વાત સાંભળીને લોરીને નકશા સામે જોયું..  ” એક દિવસ…  ચાલીને..  ” તે સમયે અંતર માપવા માટે કોઈ નામ ન હતા. ચાલતા અને દોડતા જેટલો સમય લાગે તેને અંતર તરીકે વર્ણવતા..  
“દોડીને…  ?” બ્રમ્હાદએ નકશા પર નજર કરીને પૂછ્યું..  “પોણો દિવસ..  ” લોરિન ડરીને બોલ્યો..  “કેમ..  ” બ્રમ્હાદ તમતમી ગયો..  
થોડો ચઢાણ વાળો વિસ્તાર છે..  લોર્ડ..  ” લોરિન બે ડગલાં પાછળ ખસી ગયો…  તે તેના રાજાને ઓળખતો હતો. તે આખી સેનાનો કેટલામો સેનાપતિ હતો તે પોતે પણ નહતો જાણતો.
“અડધો દિવસ…  ” બ્રમ્હાદ લાકડાના ગોઠવેલા ટેબલને લાત મારતા બોલ્યો..  તેના બોલતા જ લોરિન ઝડપથી બહાર નીકળી ગયો…  અને તેની નીચેના 4 ટુકડી સેનાપતિઓને જણાવી દીધું…  તે બ્રમ્હાદને ઓળખતો હતો. ગમે ત્યારે દિવસની સૂચના મળતી એટલે આક્રમણ જ કરવાનું હોય…  ટુકડી સેનાપતિને સૂચના મળતા જ દે બધા હડકાયા કૂતરાની જેમ ભાગ્યા.. 
તેમનું ભાગવું સ્વાભાવિક હતું…  ગરમા ગરમ બંધકોના શરીરથી બનેલું ભોજન જો મળવાનું હતું..  સાથે તે રાજ્યની બધી સ્ત્રીઓને ચૂંથવા પણ મળવાનું હતું. 


સૂચના મળી…  બધા રીતસર ભૂખ્યા કૂતરાની જેમ ભાગ્યા. તે સાથે જ લોરિન પણ ઘોડે સવાર થઈને ચાલ્યો. દિવસ થવાને હજુ થોડી વાર હતી પણ સવાર થઇ ગઈ હતી. બસ કિરણો ધારતી પર ન હતા પહોંચ્યા. આકાશી ભૂરો કલર વાતાવરણને અતિ મોહક બનાવી રહ્યું હતું. બધા લોકો પહાડી પરથી કૂદી કૂદીને જંગલના પ્રવેશી રહ્યા હતા. જંગલના પ્રાણીઓ આટલી જનમેદની જોઈને નાસીપાસ થઇ રહ્યા હતા. એટલામાં લોરિન સામે બે સિંહ અને 4 સિંહણનું ટોળું દેખાયું..  સાથે 5 નાના નાના બચ્ચા પણ હતા. 


જમીન ધ્રુજી રહી હતી. તે સિંહ અને સિંહણો પણ ભાગવા લાગ્યા. પણ આ ક્રૂર સેના…  પોતાના ભાલા ફેંકીને તેમને વીંધી નાખે છે..  તેમના બચ્ચા બિચારા જમીન પર બેસી જાય છે..  તે ધીમા અવાજે પોતાના માં બાપને પોકારી રહ્યા હતા. પણ અફસોસ તેમાંથી કોઈ જીવતું ન હતું. સેના તે ટોળીની નજીક જાય છે….  

બધા સૈનિકો..  પોતાની પાસે રાખેલી છરીથી સિંહ અને સિંહણના મરેલા શરીરને કાપી કાપીને ખાવા લાગે છે..  પેલા નાના નાના બચ્ચઓને તો બધા ખેંચી ખેંચીને ફાડી ખાય છે. લોરિન આ બધું જોતા આગળ વધી જાય છે. તેને પોતાના ઉપર જ ગુસ્સે આવે છે કેમકે પોતે શાકાહારી હતો. તે ફાળ અને શાકભાજી ખાઈને જ જીવતો..  તેને ક્યારેય માસ નહતું ખાધું. તેને ભૂખ પણ એટલી જ લાગી હતી. છતાં ધુંઆફુંઆ થઈને આગેકૂચ ચાલુ રાખે છે. 

વધુ આવતા અંકે……..
આગળના અપડેટ મેળવવા માટે મને follow કરી શકો છો. આભાર ?????
મારી બીજી નવલકથા,Social Love (લાઈવ)Never Loved Season 1 (સંપૂર્ણ)Never Loved Season 2 (લાઈવ)અતિરેક (સંપુર્ણ)કરુણ અંત (સંપુર્ણ)કશ્મકશ – વિંધયેલો પ્રેમ (લાઈવ)આ બધી વાર્તા digitalstory.in પર વહેલી પ્રકાશિત કરવામાં આવે છે.
Telegram channel : GujjuvartaWebsite : www.digitalstory.inPublic Profile : AuthorJaymin
નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લેખકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.
અમલ

error: Content is protected !!