Categories
Novels

કશ્મકશ (ભાગ -14)

પાછળના ભાગમાં……..

“પણ મોરબી બાજુની છું તે કેમ ખબર પડી…  ” તેને અવીનું ધ્યાન પોતાના તરફ દોરવા પોતાનો ફોન ટેબલ પર સહેજ અવાજ કરીને મુક્યો… 

“અંધારામાં તિર માર્યું…  ” તેના આવા વર્તનથી તેને પોતાનો ફોન ખુસ્સામાં મૂકી દીધો.
“અરે…  તમે શુ જોબ કરો છો ?? ” તેને કાઉન્ટર ઉપર બે ચાનો ઓર્ડર આપ્યો…  અવીને નવાઈ લાગી…  એટલે બોલ્યો..  “બ્રેક તો પૂરો થવા આવ્યો.  “

“હમ્મ, મારે ફ્રી ટાઈમ છે…  હવે એક જ લેક્ચર છે છેલ્લો..  3 વાગ્યા પછીનો…  તમારે પણ ફ્રી જ હશે…  ” તેને હસીને કહ્યું…  “જોબ શુ કરો છો..  ” તેને ફરી પોતાનો પ્રશ્ન પૂછ્યો..

હવે આગળ……..

“હું તો આજે આવ્યો છું…  ખ્યાલ નથી… અને હું જોબ નથી કરતો..  ઘરનો બિઝનેસ છે…  ” અવી જાણી ગયો હતો કે.. આ આઝાદ પંછી છે…  “તમારું નામ શુ છે…  ” તેને વાતમાં છૂટો દોર મેળવતા વધુમાં પૂછ્યું… 

“સલોની…  ” તેને હસીને કહ્યું…  અવી તેના દરેક હાવભાવને નીરખી રહ્યો હતો…  “પેલી સાત ફેરે વળી ને !!! ” અવી મજાકમાં બોલ્યો..  સલોની હસીને સામે જોવા લાગી…  પણ કઇ જવાબ ન આપ્યો.. 

“તે સહેજ શ્યામ હતી…  પણ તમે તો સરસ સફેદ છો…  અને સ્કિન પણ ખુબ મુલાયમ છે…  ” અવી પોતાના અંદાજમાં ધીમે ધીમે સલોની પોતાના તરફ વધુ ઢાળતા બોલ્યો…  અને હસવા લાગ્યો…  પોતાના વખાણ કઇ છોકરીને ન ગમે…  તે અવી જાણતો હતો… વળી સલોની પરણેલી હતી..  પણ હજુ તેના વિશે વધુ જાણીને જ તેને પોતાની તરફ ખેંચી શકાય… 

“થેન્ક્સ..  તમારે શુ બિઝનેસ છે…  ” તેને પોતાના ગાલ બન્ને હાથ વડે દબાવતા પૂછ્યું….  ” નવી કંસ્ટ્રક્ટ થતી બિલ્ડીંગ અને શૉરૂમમાં કુલિંગ સિસ્ટમનું ફિટિંગ કરુ છું…  ” અવીને અચાનક એક ચમકારો થયો અને પોતાનો ફોન કાઢીને તેને “શોરૂમ” શબ્દ પોતાની નોટમાં ઉમેરીને વળી સલોની સામે નજર કરીને હસતા બોલ્યો…  “તમે અહીં એકલા રહો છો કે ફેમેલી સાથે ?? “

“તે બધા મોરબી છે.. હું અહીં એકલી જ રહું છું…  હસબન્ડ ક્યારેક ક્યારેક અહીં આવે…  નહિતર હું રજામાં ક્યારેક મોરબી જઈ આવું.  ” તેને ઉતાવળમાં કહ્યું… અવી ખાસ્સું બધું સમજી ગયો હતો..  “નહીંતર…  મતલબ..  ” તેને શબ્દ પકડીને તરત કહ્યું… 

“અરે..  મતલબ..  તેમને સમય ન હોય તો હું રજા ગાળવા ચાલી જાવ એમ…  ”  તેને હસીને કહ્યું અને તેની પાસે ચા લઈને આવેલી જાડી બાઈની ટ્રે માંથી બે ચાની પ્યાલી લઈને અવી સામે રાખી…  “તમારા હસબંડ શુ કરે છે..  ” અવી હવે સંપૂર્ણ પોતાના ફ્લર્ટિંગના અંદાજમાં લુચ્ચું હસતા બોલ્યો… 

“મારા સસરા અને મારા કાકાજી વચ્ચે પાર્ટનરશીપમાં ટાઇલ્સની બે ફેક્ટરી છે…  તે બસ કંપની સંભાળે છે…  ” તેનુ મોં બગાડીને જવાબ આપ્યો.. 

“લે..  એમાં મોઢું બગાડવાની શુ જરૂર… તમને તમારા હસબન્ડનું કામ પસંદ નથી પડતું લાગતું” અવી નેણ ઉંચો કરીને બોલ્યો…  તેને ખબર પડી ગઈ હતી કે આ મુરઘી પૈસા પાછળ દોડે એવી નથી… 

“અરે એવું તો કઇ નથી…  પણ ક્યારેક બન્ને ભાઈ વચ્ચે ચાલતા વિવાદમાં…  તમે સમજી ગયા ને..  ” તેને વાક્ય અધૂરું જ છોડીને અવી સામે જોઈને સ્માઈલ કરી.

“હમ્મ…  સમજી ગયો..  બિચારા તમારા હસબન્ડ..  ” તેને હસીને કહ્યું સામે સલોની પણ ખળખળાટ હસવા લાગી.

“તમે રાજકોટથી અહીં કેમ આવ્યા…  આ પોસિબલ નથી…  મને લાગે છે કે તમારી ઓળખાણ ઘણી ઉપર સુધી છે…  ” સલોનીના પ્રશ્નથી અવીના મગજમાં ચમકારો થયો…  “હમ્મ…  પાવર..  ઓળખાણ..  “

“ઘણી છે… ” અવીએ ઝૂકીને પોતાનો ચહેરો સલોનીના ચહેરા તરફ લઈ જઈને ધીમેથી કહ્યું…  અને તેના હોઠ સામે સહેજ અટકીને નજર કરી અને સ્મિત ફરકાવતો દૂર થઇ ગયો…  સલોની હજુ તેને નિહાળી રહી હતી…  સામે અવી લુચ્ચું હસી રહ્યો હતો…  દુનિયાની દરેક સ્ત્રીમાં પુરુષની નજર અને અમુક હાવભાવ પારખવાની આવડત સાથે જ જન્મે છે.

“ઓહો…  તો મિસ્ટર અવિનવ..  કેટલે સુધી ઓળખાણ ધરાવો છો..  ” તે અવીના આવા વર્તનથી પીગળી ગઈ. તેને એમ હતું કે તે અવીને પોતાની તરફ ખેંચે છે પણ હકીકતમાં તો તે જાતે જ અવી તરફ ખેંચાતી હતી.. 

“ઊંડે સુધી…  ઘણી ઊંડે સુધી..  ” અવી ચાલાક હતો…  તે પુરે પૂરો સલોનીને ઓગાળી ચુક્યો હતો…  ” અરે…  તમારા નંબર તો આપો..  ક્યારેક કંઈક કામ હોય તો કોન્ટેક્ટ કરવા થાય..  ” તેને ડર્યા વગર પોતાનો ફોન સલોની સામે ધર્યો….

“તમે અહીં ક્યા રહો છો…  ” તે અવીના ફોનમાં હસતા હસતા પોતાના નંબર લખવા લાગી..  “શુ નામ રાખું..  ” તેને અવી સામે ફોનની સ્ક્રીન બતાવતા પૂછ્યું.  “તમને જે સારું લાગે તે રાખી દો…  ” અવીએ આંખ મારતા કહ્યું. સલોનીથી હસી જવાયું…  “સલોની મેમ” અવીએ પ્રેમથી કહ્યું.

“તે નામ માં શુ રાખ્યું છે. બોલો શુ નામથી નંબર સેવ કરુ..  ” નેણ નચાવતા બોલી. “તો તમને ઠીક લાગે તે નામ રાખી દો” અવી હસીને બોલ્યો.

“મને તો બેબી નામથી બોલાવે તે ગમે છે…  બોલો નાખી દવ..  ” સલોની આજુબાજુનું વાતાવરણ ભૂલીને અવીના કાન પાસે જઈને ધીમેથી બોલી.  “બેબી તો મારી પાસે છે…  એક કામ કરો સલુ રાખી દો.  ” અવી પણ તેના કાનમાં ધીમે થી બોલ્યો..  સલોની હસીને દૂર ખસી ગઈ… 

“અરે તું ક્યા રહે છે…  એ કહ્યું નહિ…  ” સલોની પોતાનો સવાલ બીજી વાર પૂછી રહી….  ” વાહ..  તમે છોડી ને તું..  સરસ…  ” અવી આંખ જીણી કરીને બોલ્યો.. 

સલોની : જવાબ નહિ આપે…  તદ્દન ફ્લર્ટિંગ જ કરીશ કે શુ !!! ” સલોની આંખ મારીને બોલી. અવી હસવા લાગ્યો. કેમકે તે છોકરીઓના આવા સ્વભાવથી પરિચિત હતો.  “નવસારી…  ભીડભાડથી દૂર…  શાંત જગ્યા એ..  જ્યાં કોઈ ન હોય..  “

સલોની : મતલબ તું અપડાઉન કરે છે…  ” તેને નવાઈ લાગી.
અવી : હમ્મ…  મને માણસો વધુ પસંદ નથી..  ” અવી ફરી પોતાના મૂળ અંદાજમાં પાછો ફર્યો… 
સલોની : નંબર તો તારો ભારે ખતરનાખ છે..  “તેને અવીના ફોનમાંથી પોતાનો નંબર ડાયલ કર્યો અને પોતાના ફોનની સ્ક્રીન અવીને બતાવતા બોલી.

“હમ્મ…  માણસ પણ ખતરનાખ છું..  દૂર રહેજો..  ” અવી ભારપૂર્વક બોલ્યો અને પોતાનો ફોન પ્રેમથી સલોનીના હાથમાંથી લઈ લીધો..  તેને એટલી તો ખબર પડી ગઈ હતી કે આ વ્યક્તિને પાવરફુલ લોકોની સંગત ગમે છે…  અને આરામથી તેની સાથે ભળી શકે છે.

“શુ ફર્ક પડવાનો…  નંબર તો હવે અપાય ગયો…  ” સલોની આંખ મારતા બોલી..  ” ઘણું આપી દીધું તે.. ” અવીએ તેના તિર લગાવતા બોલ્યો.

“ચલ હું નીકળું..  મારે થોડું કામ છે..  ” સલોની હસતા હસતા ઉભી થઈને ચાલવા લાગી. અવી પણ ઉભો થઈને કાઉન્ટર પર બિલ ચૂકવીને નીકળી ગયો.
“ક્યારે કરીશ..  ” સલોનીએ ઘડિયાળમાં નજર કરીને પૂછ્યું…  ” હમણાં જ કરીશ… કામ પતાવી લો..  પછી કહેજો..  હું તેડી જઈશ..  ” અવીએ તક ઝડપીને કહ્યું… 
“આજે નહિ…  કાલે..  મળીએ..  રજા છે ને…  ” સલોની ઉતાવળમાં બોલી… ” કાલે તો મારે કામ છે..  કહેતા હોય તો રાતે ફોન કરુ..  ” અવી પોતાની ચા એક જ ઘૂંટમાં પીને બોલ્યો..  “ઠીક છે..  પણ પહેલા મેસેજ કરજે… ” સલોની તરત ચાલી ગઈ…  અવી કાઉન્ટર પર જઈને પૈસા આપીને અસી પાસે જવા નીકળ્યો.

સલોની તેને કોલેજમાં કઇ કઇ રીતે કામ આવી શકે તે બધું વિચારતો અવી… અસીની હોસ્પિટલે જઈ પહોંચ્યો. આમ તેમ આંટા મર્યા બાદ માંડ માંડ તેને હોસ્પિટલનો મેડિકલ શોપ મળ્યો. ત્યાં ત્રણ ચાર લોકો આમ તેમ બોક્સમાંથી દવાના પેકેટ્સ ખાનામાં ગોઠવી રહ્યા હતા. ખૂણામાં અસી એક કાગળ પકડીને બધા ખાના પર નજર કરી રહી હતી.

“અસી… ” અવી તેની બાજુમાં લગોલગ જઈને તેના કાનમાં બોલ્યો..  બિચારી અસી ઉછળીને દૂર ખસી ગઈ. “અવી… ” તેને અવીના પગમાં જોરથી લાત મારતા કહ્યું. પણ અવીને કઇ ફેર ન પડ્યો..  તે હસતો રહ્યો. ” તારા પપ્પા ક્યા..  ” અવી તેનો ગાલ ખેંચતા બોલ્યો. “તેની ઓફિસમાં હશે…  કેમ તેમનું શુ કામ પડ્યું..  ” અસી મોં ફુલાવતા બોલી.

અવી : તું કામ કર..  પતે પછી આવ..  હું ત્યાં હોઈશ..  આમ જો કલાકની વાર છે..  ” તેને ઘડિયાળ બતાવતા કહ્યું. તેને માથું હકારમાં ધુણાવ્યું એટલે અવી ત્યાંથી નીકળી ગયો… શોપની બહાર જઈને રાકેશની ઓફિસ શોધવા લાગ્યો…  મહામેહનતે તે ઓફિસ સુધી પહોંચ્યો. “હું આવું…  ” તેને સહેજ દરવાજો અધખૂલો કરીને પૂછ્યું…  રાકેશ અવીને જોઈને ભોંચક થઇ ગયો… 

વધુ આવતા અંકે……..

આગળના અપડેટ મેળવવા માટે મને follow કરી શકો છો. આભાર 

મારી બીજી નવલકથા,
Never Loved Season 1 (સંપૂર્ણ)
Never Loved Season 2 (લાઈવ)
અતિરેક (સંપુર્ણ)
કરુણ અંત (સંપુર્ણ)
Social Love (લાઈવ)
આ બધી વાર્તા digitalstory.in પર વહેલી પ્રકાશિત કરવામાં આવે છે.

Telegram : TheSoulAmal
Website : www.digitalstory.in
Public Profile : AuthorJaymin

નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લોકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.

અમલ

4 replies on “કશ્મકશ (ભાગ -14)”

Comments are closed.

error: Content is protected !!