પાછળના ભાગમાં……..
“અસી… ” અવી તેની બાજુમાં લગોલગ જઈને તેના કાનમાં બોલ્યો.. બિચારી અસી ઉછળીને દૂર ખસી ગઈ. “અવી… ” તેને અવીના પગમાં જોરથી લાત મારતા કહ્યું. પણ અવીને કઇ ફેર ન પડ્યો.. તે હસતો રહ્યો. ” તારા પપ્પા ક્યા.. ” અવી તેનો ગાલ ખેંચતા બોલ્યો. “તેની ઓફિસમાં હશે… કેમ તેમનું શુ કામ પડ્યું.. ” અસી મોં ફુલાવતા બોલી.
અવી : તું કામ કર.. પતે પછી આવ.. હું ત્યાં હોઈશ.. આમ જો કલાકની વાર છે.. ” તેને ઘડિયાળ બતાવતા કહ્યું. તેને માથું હકારમાં ધુણાવ્યું એટલે અવી ત્યાંથી નીકળી ગયો… શોપની બહાર જઈને રાકેશની ઓફિસ શોધવા લાગ્યો… મહામેહનતે તે ઓફિસ સુધી પહોંચ્યો. “હું આવું… ” તેને સહેજ દરવાજો અધખૂલો કરીને પૂછ્યું… રાકેશ અવીને જોઈને ભોંચક થઇ ગયો…
હવે આગળ……..
રાકેશ : તું અહીં શુ કરે છે… ” તેને ચકિત થઈને પૂછ્યું.. “દરવાજેથી જ જવાબ આપું કે અંદર આવું… ” અવી સહેજ મજાકમાં બોલ્યો. “તારે પૂછવાનું હોય?? એવી ફોર્માલિટીની કઇ જરૂર નથી.. આવી જા અંદર ” તેને કપાળે હાથ દઈને કહ્યું. અવી હસતા હસતા અંદર આવીને ખુરસીમાં બેઠો..
“અસીએ કહ્યું તને અહીં આવવાનું ?? ” રાકેશ સીધો મેઈન ટ્રેક પર આવી ગયો.
અવી : હમ્મ.. ” તેને નિસાસો નાખતા હુંકારમાં માથું ધુણાવ્યું.
રાકેશ : તું તેની જીદ્દ સંતોષવાનું બંધ કર.. નહિતર તે જિદ્દી થઇ જશે. ” તે ચિંતામાં બોલ્યો.
અવી : એ નહિ થવા દવ… આમ પણ મારે થોડું કામ હતું. ” અવી દાંત બતાવતા બોલ્યો. “તારી કોલેજનું શુ કર્યું… અને બિઝનેસનું શુ કરીશ? ” રાકેશ મુંજાઈને બોલ્યો.
અવી : કોલેજનું થઇ ગયું છે… બિઝનેસનું સેટિંગ ચાલે છે… પણ ચિંતા જેવું નથી…. થઇ જશે… ” અવી ઠંડા સ્વરે બોલ્યો.
રાકેશ : હમ્મ… અહીં રહેવાનું ગોઠવી લીધું ? ” તે ડેસ્ક પર બેસતા બોલ્યો.
અવી : નવસારી રહીશ.. જાણીતા છે, તેમની વાડીએ રહીશ.
રાકેશ : અહીં આવી જ ગયો છો તો અમારા ઘરની બાજુમાં ગેસ્ટ હાઉસ છે ત્યાં રહેવાય ને…
અવી : ના.. મારે તમારું ગેસ્ટ નથી બનવું… હું જ્યાં રહું છું તે મસ્ત જગ્યા છે… ” તે દાંત બતાવતા બોલ્યો.
રાકેશ : તને તો મારે ઘરજમાય બનાવીને રાખવો છે… ” રાકેશે મસ્તીમાં તેનો કાન ખેંચતા કહ્યું.
અવી : એવા કઇ શોખ નથી મને… હું ભલો અને મારુ ઘર ભલું… ” તેને પ્રેમથી રાકેશના હાથમાંથી પોતાનો કાન છોડાવતા કહ્યું. મનમાં તો સળગી ગયો હતો પણ અહીં રાકેશને કઇ કહી ન શકાય. બાકી તેની મરજી વગર કોઈ આ રીતે મસ્તી કરી જાય તે જરા પણ પસંદ ન હતું.
રાકેશ : અસી કહેતી હતી કે તમે બન્ને આબુ ફરવા ગયા હતા… ” તેને જીણી આંખ કરીને અવી સામે નજર કરી. અવી સહેજ ચમકી ગયો. “હમ્મ.. ” તેને ટૂંકમાં પતાવ્યું પણ તેની નજર રાકેશ તરફ જ હતી.
“હશે છોડ… બિઝનેસનું કઇ ન થાય તો કહેજે… હું કંઈક હેલ્પ કરીશ.. ઘણા હીરામાં વેપારી મારા ઓળખીતા છે. ” તે ઉભો થઈને ફરી પોતાની ખુરસી પર બેસતા બોલ્યો.
“એ તો થઇ જ જશે… છતાં જરૂર પડી તો કહીશ.. ” અવી પ્રેમથી ઉભો થઈને ચાલ્યો ગયો. તે ફરી શોપમાં આવીને દરવાજા પાસે રાખેલી ખુરસી પકડીને બેસી ગયો… લગભગ કલાક જેવો સમય વીત્યા પછી અસીના ઈશારે તે ઉભો થઈને હોસ્પિટલની બહાર નીકળ્યો. “આ તો પેલી tc ની ગાડી છે.. ” અવી બ્લેક કલરની મર્સીડીઝ પાસે આવીને અટક્યો એટલે અસી કતરાઇને બોલી.
“હમ્મ.. ચલ.. હવે તો એમાં જ ફરવાનું છે… ” તેને દરવાજો ખોલ્યો અને અંદર બેસવા ઈશારો કર્યો… એટલે અસી ચુપચાપ બેસી ગઈ. “ક્યા જવું છે… તું કહે ત્યાં લઈ જાવ ” અવીએ અંદર બેસીને પૂછ્યું.
“તારા ઘરે… જ્યાં તે રહેવાનું ચાલુ કર્યું છે.. ” અવીના મીઠા શબ્દોથી અસી એકદમ પીગળીને બોલી. અવીએ સહેજ મલકીને ગાડી નવસારી તરફ હંકારી મૂકી. બન્ને પ્રેમી પંખીડા તે નાની દુનિયામાં પહોંચી ગયા. અસી ત્યાંના બગીચા અને સુંદરતામાં જાણે ખોવાઈ ગઈ.
એકદમ સ્વચ્છ જગ્યા… નાના નાના ક્રમબદ્ધ છોડ મોટો મોટા વૃક્ષોના પ્રાંણગમા ખીલી રહ્યા હતા. જમીન માપસહઃ લીલા ઘાસથી ઢંકાયેલી હતી. આજુબાજુ ઉંચી ઉંચી દીવાલો, સાથે સાથે તે દીવાલ પર લગાવેલા નાના નાના બોક્સ જેમાં રીતસર જાતજાતના પંખીઓના બચ્ચા મધુર સંગીત વગાડી રહ્યા હોત તેવું લાગતું હતું.
“કેટલી સરસ જગ્યા છે… ” અસી ઉછળી પડી… અવી તેને નિહાળીને મંદ મંદ હસી રહ્યો હતો… “અહીં કંઈક અલગ જ મજા આવે છે.. ” તે અવીને નાના બાળકની જેમ વળગી પડી. “આટલી સરસ જગ્યા તને રહેવા કોને આપી ?” તેને ચહેરો ઉંચો કરીને અવી સામે જોઈને પૂછ્યું….
“છોડને.. માલિકથી શુ ફેર પડે… ” અવી તેના કપાળ પર કિસ કરતા બોલ્યો… “tc નું ઘર છે ?? ” તે આંખ જીણી કરીને પૂછવા લાગી. “અરે યાર તું કેમ આવું કરે છે… તને મારા પર ભરોસો ન હોય તેવી ફીલિંગ આવ્યા કરે.. ” એવી તેનો પોતાનાથી દૂર ખસેડીને ચાલવા લાગ્યો. “જો… એવું કશુ નથી… હું બસ એમ જ પૂછતી હતી. ” તેને દોડીને અવીની છાતીમાં છુપાઈને બોલી.
“તારે મનમાં જે હોય તે કેહવાની છૂટ આપી છે તેનો મતલબ એ નથી કે તું ગમે તે બોલ્યા કરે… ” અવી તેના વાળ કસીને ખેંચતા બોલ્યો.. તેનો ચહેરો સહેજ ઉપર થયો કે અવીએ પોતાના હોઠ તેના તેના હોઠ પર ચિપકાવી દીધા… અસીએ પણ સામે તેના વાળને મુઠીમાં ભરી લીધા… “હવે નહિ કહું બસ.. ખુશ” તે સહેજ ઉછળીને અવીની કમરે ચોટી ગઈ.
અવી તેને ઉપાડીને જ દરવાજે પહોંચીને લોક ખોલવા લાગ્યો. અસી તેના ચહેરા પર ઠેક ઠેકાણે ચુમીઓ વર્ષાવી રહી હતી. ઘરમાં પ્રવેશીને અસીને સીધી સોફા પર પટકી દીધી. અસીને હંમેશા અવીનું આ પાગલપન ગમતું. કેમકે આ પળે અવી હંમેશા પોતાના અસલ રૂપમાં આવી જતો. કે જે તે અંદરથી છે. કેમકે સામાન્ય રીતે અવી હંમેશા મેચ્યોર બિહેવ કરતો. આમ પણ તે ઉંમરમાં પોતાનાથી ઘણો મોટો હતો.
જયારે પોતાએ હજુ હમણાં જ જુવાનીમાં પગલાં મંડ્યા હતા. અવી ભલે ગુસ્સેલ સ્વભાવનો હતો. પણ દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાળીને ચાલતો. ગમે તેવી પરિસ્થિતિનો સામે તે ઘણું વિચારીને લડતો. “શું થયું… ” કિસ કરતા અવીની નજર તેના આસું પર પડી. “Carry on… ” તે ફરીથી પોતાના હોઠ અવીના હોઠ પર રાખીને કિસ કરવા લાગી. અવીને કઇ સમજ ન પડી… આમ પણ પ્રણય સમયે લોકો ભાનમાં ઓછા અને આકાશમાં વધુ ઉડતા હોય છે.
“યાર તું જરા જોઈને બચકા ભરીને… ” અસી હાંફતા અવીને પોતાનો ખભો બતાવતા બોલી. અવી કઇ બોલ્યો નહિ બસ હસતો રહ્યો. ” હસે છે શુ… આ લોકોને દેખાય.. ” અસી અવીને ધક્કો મારીને સોફા પરથી ફેંકતા બોલી. ” અરે યાર.. ચાલે.. થોડા દિવસ સ્લીવલેસ ટોપ નહિ પહેરવાના” તેને પોતાનો બચાવ કરતા બોલ્યો. “તું મને છોકરી સમજે છે કે નાસ્તો ?? ” અસી સોફા પર બેઠા બેઠા નીચે પડેલા અવીની છાતી પર ચીંટિયો ભરતા પૂછવા લાગી..
અવી : અતયારે તો મેં નાસ્તો ખાઈ લીધો… ” અવીએ તેને સોફા પરથી ખેંચીને પોતાના પર સુવાડીને ખળખળાટ હતા બોલ્યો. “મારે કંઈક ખાવું હોય તો.. ?? અહીં મળી જશે ?? ” અસી અવીના ગાલ પર જોરદાર તમાચો મારીને ઉભી થતા બોલી. છતાં અવી હસતો જ રહ્યો. તે ચુપચાપ રસોડામાં ભાગી ગઈ. બધી જગ્યા ફફોરતા તેને આખરે મેગીનું જમ્બો પેકેટ હાથમાં આવી ગયું.
“અક્કલ તો ભગવાને આપી નથી ને… ” અવી ફ્રીઝમાંથી ફળ ભરેલું મોટું બાસ્કેટ પ્લેટફોર્મ ઉપર રાખતા બોલ્યો. “અરે વજન વધી જાય… બહુ ફેટ વાળું ન ખવાય.. ” અસી મોં બગાડતા બોલી. “હવે ફેટ વાળી.. ચુપચાપ ખાઈ લે.. ” તેને અસીની ખુલ્લો પીઠમાં જોરથી મુક્કો મારતા કહ્યું. તે આખી ખળભળી ગઈ. “Avi.. never hit me like that… its painful.. ” અસી ચપટી વગાડતા બોલી. અવીને કશો ફેર ન પડ્યો. બે ચાર સફરજન લઈને બેડરૂમમાં ચાલ્યો ગયો.
અસી નુડલ બનાવીને બેડ પર બેઠી. “આ શુ લખે છે… ” અસીને પહેલી વાર અવીને લખતા જોઈને ચકિત થતા પૂછ્યું. ” કઇ નહિ.. બસ એમ જ વાર્તા.. ” તેને પેન બુકમાં રાખીને તેને બાજુના ડ્રોવરમાં રાખી દીધી. અસીએ નુડલ્સ માટે આગ્રહ કર્યો પણ અવીએ ના પડી દીધી. કૂતરાની જેમ નુડલ્સ ચાવતી અસીને જોઈ રહ્યો.
“કેટલી શાંતી છે અહીં.. ” કામ આટોપીને આવેલી અસી અવીને લપકીને સુઈ ગઈ.. “હમ્મ.. ” અવીને તેને પોતાની છાતીમાં સમાવી લીધી. વાતો કરતા બન્ને પંખીડા ઘસઘસાટ ઊંઘી ગયા. બીજે દિવસે સવારે ઉઠીને આવી તેને ઘરે છોડીને કોલેજ માટે નીકળી ગયો.
બીજી તરફ સુરતમાં અવીની હાજરીના પડઘા પડી ચુક્યા હતા. બધા બે નંબરી બિલ્ડરોના મોટો સમૂહમાં અવીને પોતાના રસ્તેથી હટાવાના કાવતરા ઘડાઈ રહ્યા હતા. તેમાં મુખ્ય પરમચંદ સૌથી મોટો વડો હતો…
વધુ આવતા અંકે……..
આગળના અપડેટ મેળવવા માટે મને follow કરી શકો છો. આભાર ?????
મારી બીજી નવલકથા,
Never Loved Season 1 (સંપૂર્ણ)
Never Loved Season 2 (લાઈવ)
અતિરેક (સંપુર્ણ)
કરુણ અંત (સંપુર્ણ)
Social Love (લાઈવ)
આ બધી વાર્તા digitalstory.in પર વહેલી પ્રકાશિત કરવામાં આવે છે.
Telegram : Gujjuvarta
Website : www.digitalstory.in
Public Profile : AuthorJaymin
નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લેખકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.
અમલ
3 replies on “કશ્મકશ – વિંધાયેલો પ્રેમ (ભાગ 15)”
Very nice part
????
Super ????