Categories
Novels

Never Loved : Back to Past – 2

પાછળના ભાગમાં……..
“અરે ના ના…  સારી જ લાગે છે…  સારી નહિ બહુ સારી લાગે છે. ” અવી થોથવાઇને બોલ્યો. ત્યાં હાજર બધા જ અવીના તિમુરાઇ ગયેલા અવાજ પર હસી પડ્યા. ત્યાર પછી બધા રાજકોટ જવા માટે રવાના થયા.

આ સમયે તો સારી પણ ગાડીમાં હતા. તે ગાડીની ધીમી ગતિ જોઈને બોલી. “ગાડી કેમ ધીમે ચલાવે છે. થોડી સ્પીડ વધાર તો જલદી પહોંચી જઈશું. ” તેની વાત અવી ઉડાવતા બોલ્યો. “મને મન પડે એમ ગાડી ચલાવું તારે જલ્દી પહોંચવું હોય તો પ્લેનમાં ચાલી જા…  ” અવીની વાતથી સારી ગુસ્સામાં ભરાય ગઈ પણ અવનીના મુખમંડલ પર રહેલા હોઠ તરત ફરકી ગયા.

હવે આગળ……..

“જદલી ચલાવો તો મારુ પિયર વહેલું આવી જશે. ” અવની ટહુકી.

“તારુ પિયર છે પણ મારુ તો સાસરું છે ને ?? અને સાસરે જવાની ઉતાવળ કોને હોય ??? ” અવી હસતા બોલ્યો. “ફિલહાલ ગાડી મારા હાથમાં છે અને હું મારા સાસરે જાવ છું તો ગાડી ધીમે જ ચાલવાની. ” અવની મોં ફુલાવતા બોલી. “બહુ સારું”.

ગુજરાતની બોર્ડરમાં દાખલ થતા જ ત્રણ કાળા કલરની હોન્ડાસીટી અવી પાછળ આવવા લાગી. અવીની નજર સતત ત્યાં જ હતી જયારે બાકીના બધા રેડિયોમાં ચાલતા ગીતના તાલમાં તલ્લીન થઇ ગયા હતા. પરી અને માહી વચ્ચે એ જૂનું સારા ગીત બાબતે જગડો ચાલતો હતો. સારી બંનેને સંભાળી રહી હતી. અવની ચોરી છુપે અવી ને જોઇ લેતી. પછી તરત પોતાની નજર ફેરવી લેતી.

તે જાણતી હતી આજે બંને વચ્ચે કદાચ અંતર આવી શકે એમ હતુ કેમકે અવી માટે તેની મરજી વગર કઇ પણ પગલું ભરતા તે ગુસ્સે થઇ જતો. અવની લાગણીના પ્રવાહમાં બંધાઇ ચૂકી હતી. નીલાએ તેને તાન્યા કરતા પણ વઘુ સાચવી હતી. નીલા હંમેશા કહેતી કે અવી એક દિવસ પાછો આવી જશે. બીજા બધા અવી ને ભુલીને આગળ વધવા સલાહ કરતા જ્યારે નિલા તેને સલાહ ન કરતી પણ તેને માનસિક અશ્રો જરૂર આપતી.

અવીની ઘણી લખેલી ચોપડી હજુ પણ તેના રૂમમાં હાજર હતાં. જ્યારે પણ તેને અવીની યાદ આવતી ત્યારે તે અહી તેના જ રૂમમાં તેના જ ડેસ્ક પર બેસી ને વાચતી. ઘણી મોટી વાર્તા તો તેને ક્યારેય પ્રકાશિત જ નહતી કરી એમ જ લખેલી અહી પડી હતી. બધી વાર્તામાં તેનો પ્રેમ સાફ સાફ ઝલક્તો હતો. તેને ઘણી વાર કોશિશ કરી લખવાની પણ કયારેય લખી ન શકતી.

એ સિવાય તેને બીજી પણ ઘણ વાર્તા વાંચી પણ અવી નુ લખાણ સાવ અલગ જ પડતું. એવું ન હતુ કે તે ખૂબ સારું લખતો પણ તેના જેવું લખાણ અત્યાર સુધી તેને બીજી કોઈ વાર્તામાં ન હતુ વાચ્યું. જાણે વાર્તાનો એક એક પળ તેને ખાસ રીતે લખ્યો હોય એવું લાગતું.

અચાનક તે ત્રણ ગાડી માંથી એક ગાડી ઓવર ટેક કરીને આગળ થઇ. ઓવર ટેક ઘણું અસામાન્ય હતુ. કેમકે ગાડી રોંગ લેન પર ચાલીને અવીનિ બાજુમાંથી ખૂબ નજીકથી નીકળી ગઇ હતી. ગાડીમાં બેઠેલા બધાનું ધ્યાન તે તરફ ગયું.

અવી માટે નવું ન હતું પણ અતયારે બધા તેની સાથે હોય તેને આગળ જનારી ગાડીનો ટેક ઓવર કરીને સડસડાટ ભગાવી. રસ્તો એક દમ નવો બનેલો હોવાથી ગાડી આરામથી પોતાની મહત્તમ ગતિથી દોડવા લાગી. જોત જોતામાં ગાડી 230 પ્રતિ કલાકે પહોંચી ગઈ. અવની અને પરીને આ ગતિ શરીરમાં અનુભવાતી હતી. તેને અવી સામે જોયું પણ અવીનું ધ્યાન પાછળ આવતી ગાડી તરફ હતું. “સીટબેલ્ટ..  ” તેને ઇસારેથી જ અવની સામે જોયા વગર કહ્યું.

પાછળ ગાડી પણ નજીક આવી રહી હતી. અવીને પોતાની સીટ નીચેથી લોડ કરેલી પિસ્તોલ કાઢી. અવનીનો જીવ અધર થઇ ગયો. “અવી…  ” તેના શબ્દો અવીએ પિસ્તોલને પોતાના હોઠ ઉપર રાખીને જ અટકાવી દીધા. “માહી…  પગ ભરાવી દેજે સીટમાં…  હમણાં હૅન્ડબ્રેક મારીશ…  ” માહીએ તરત પગને મજબુતીથી બન્ને સીટમાં ભરાવ્યા. પરી અને સરી એ સીટબેલ્ટ પકડી લીધા. અવની હજુ અવીના આ રૂપને જોઈને ડરી ગઈ હતી. એક હાથમાં ગન અને તે હાથેથી પકડેલું સ્ટિયરિંગ…  એક હાથ હેન્ડબ્રેક પર…  તણાયેલું અવીનું કપાળ… 

બે આચકા લાગ્યા અને ત્રીજા આચકે ગાડીના વહીલ ઘસાવાનો અવાજ આવ્યો. પાછળથી આવતી ત્રણ ગાડી માંથી બે ગાડી સ્ટિયરિંગને નિયંત્રણમાં રાખવા નિષ્ફળ રહી. તેથી તરત રોડ ઉપરથી ઉતરી ગઈ. ત્રીજી ગાડી અસંતુલિત રીતે માંડ માંડ અવીની ગાડીને તારવી આગળ ઉભી રહી. અવીની ગાડી એક દમ ઉભી રહી ગઇ.

દરવાજા લોક કરીને તે બહાર આવ્યો. રસ્તા પર આવતા જતા બધા લોકો અવીને જોઈ પોતાની ગાડીની ગતિ વધારતા ત્યારથી દૂર જઈ રહ્યા હતા. કેમકે આવી રીતે જાહેરમાં હાથમાં પિસ્તોલ લઇને ચાલી રહેલો અવી બધાના મનમાં ડર ઉપજાવી રહ્યો હતો.

અવી પિસ્તોલનું લોડિંગ ચેક કરતો આગળ ચાલી રહ્યો હતો. બધા જ તેને જોઈ રહ્યા હતા પણ તેની નજર બસ આગળની ઉભી રહેલી ગાડી પર હતી. અવની બધું સમજવા મથી રહી હતી. એટલામાં જ એક જોરદાર ગોળી છૂટવાનો અવાજ આવ્યો. અવની હજુ પણ કઈ પ્રતિક્રિયા આપી નહતી શકતી. આગળ ઉભેલી હોન્ડાસીટીનું પાછળનું એક વહીલ પંચર થઇ ગયું હતું. “બોલ… કઈ તકલીફ છે ??” અવી તે ગાડીનો દરવાજો ખોલતા ગુસ્સામાં બોલ્યો. અંદર બે પુરુષો પણ અવી સામે પિસ્તોલ બતાવીને બેઠા હતા.

“અમે તને નુકસાન પહોંચાડવા નથી આવ્યા.” ડ્રાઈવરે પિસ્તોલને અવી તરફ રાખીને કહ્યું.

“મારી મરજી વગર કોઈ મારી પાછળ ફરેને!!! તે પણ મને નથી ગમતું. ” અવીએ સેફટી લોક ખોલીને તેમને ડરાવવા રોડ પર વધુ એક વખત ફાયરિંગ કર્યું.

“ભાઇ.. અમને જવા દે…  આગળથી ધ્યાન રાખીશુ…  ” ફાયરિંગના અવાજથી ડ્રાઇવરના હાથમાંથી પિસ્તોલ છટકી ગઈ, તે ગભરાઈને બોલ્યો. અવીએ પિસ્તોલને ઉઠાવીને ધ્યાનથી જોઈ. “આ સરકારી ગલકું ક્યાંથી આવ્યું તારી પાસે ?? ” કઈ જવાબ ન મળતા અવી છંછેડાઈને બોલ્યો. “બોલ, નહિતર અહીં જ પોરવી દઈશ…  ” તેને ટ્રિગર પર આંગળી ટાઇટ કરી.

“અ… અ.. અમે…  સેન્ટ્રલ બ્યુરોમાંથી આવ્યા છીએ…  ” બીજો માણસ કે જે પચાસ વટાવી ચુકેલો હતો તે ડરીને પોતાનું આઈડી કાર્ડ બતાવતા બોલ્યો. અવીએ ચેક કર્યું. પછી પિસ્તોલને પોતાની પાસે રાખી લીધી અને કાર્ડને ગાડીમાં ફેંકતા કહ્યું. “રાજકોટ જાવ છું…  મારા સાસરે…  તું જે હોય તે…  અને જેને મોકલ્યો હોય..  મારે કઈ લેવા દેવા નથી…  હું બસ ગેધરિંગ માટે જાવ છું… બીજા કોઇ પાછળ લાગેલા હોય તો તેને જણાવી દેજે કે હવે મને કોઇ પાછળ દેખાયું તો જીવતો નહિ મૂકું. મને કોઇ કાયદો નથી નડતો સમજાઈ ગયું? ” તે પિસ્તોલ બતાવતા બોલ્યો. પેલા બંને માણસોએ હકારમાં માથું ધુણાવ્યું એટલે તે ગાડીનો દરવાજો બંધ કરીને પોતાની ગાડી તરફ ઘસી ગયો.

તે ચુપચાપ ગાડી ચાલુ કરીને ચલાવા લાગ્યો. અવની પ્રશ્નાર્થ નજરે તેને નિહાળી રહી હતી. પાછળ માહી સરી અને પરી તો ડરીને સંકોચાઈને બેઠા હતા. ગાડી રાજકોટમાં પ્રવેશી. “મારુ રાજકોટ હવે જાગ્યું છે…  ” તેને પોતાની બારીનો કાચ ખોલીને એક ઊંડો શ્વાસ લેતા કહ્યું. કેટલો સમય વિતી ગયો હતો રાજકોટમાં આવ્યાને. જન્માષ્ટમીના તહેવારને લીધે મ્યુન્સિપલ કોર્પોરેશનએ આખા રાજકોટને ટમટમતી લાઈટોથી શણગાર્યું હતું.

ગાડી પાઠક સ્કૂલના ખૂણે ઉભી રહી. “મમ્મીને કહી દે…  આપણે પહોંચી ગયા છી. ” અવીની વાત સાંભળીને અવની થોડી ગભરાઈ ગઈ. કેમકે અવીની સામે જ નીલાને ફોન કરવાનો હતો.

વધુ આવતા અંકે……..

મારી બીજીવાર, વાંચી શકો છે અને ભવિષ્યમાં વધુ વાર્તા વાચવા માટે મને ફોલો કરી શકો છો.
કશ્મકશ (લાઈવ) (આ વાર્તામાં રહેલા અવીનો લોહિયાળ ભૂતકાળ)
Social Love (લાઈવ)
કરુણ અંત (the two legendary mind) (સંપૂર્ણ)
અતિરેક (સંપુર્ણ)

Telegram : TheSoulAmal
Website : www.digitalstory.in (બધી વાર્તા સમય પહેલાં વાંચવા માટે મુલાકાત લો)
Public Profile : AuthorJaymin

નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લોકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.

અમલ
www.digitalstory.in

6 replies on “Never Loved : Back to Past – 2”

વાહ કાર વાળો એકદમ દિલધડક સીન વર્ણવ્યો છે..??

Comments are closed.

error: Content is protected !!