Categories
Novels

Social Love (ભાગ – 6)

પાછળના ભાગમાં……

રોહિણી : ઠીક ઠીક…  કઈ નવીન ન હતું.. 

અહમ : પરિણામ ખરાબ આવ્યું ?

રોહિણી : ના પરિણામ ખરાબ નથી આવ્યું પણ જોય તેવું ન હતું.

અહમ : શુ ગ્રેડ છે ?

રોહિણી : 9.49 છે… 

અહમનો મગજ ખસી ગયો…  “અહીં 3. 70 લઈને પણ મોજમાં છું ને તું..  “

રોહિણી : પણ ઓછા છે..  મેં તો બધું કંપ્લીટ જ લખ્યું હતું.. 

અહમ : જો મને આ ઈન્સલ્ટ જેવું થાય છે…  તું પરિણામની વાત ન કર.. 

રોહિણી : અરે તે પૂછ્યું એટલે મેં જવાબ આપ્યો.. 

અહમ : ઠીક છે તે વાત છોડી દે..  ” તેને એક નિસાસો નાખતા કહ્યું.

રોહિણી : તું મને મળતો કેમ નથી…  હું તારી જ કોલેજમાં છું.. 

અહમ : મને ખબર ન હતી… આમ પણ મને ન ગમે…  હું છોકરીઓ સાથે કમ્ફર્ટ નથી રહેતો… 

રોહિણી : પણ એમાં શુ થઇ ગયું. કોઈ તને ખાજાસે નહિ.. 

અહમ : ખીજાય કોણ ? કોઈ નામ તો લે મારુ… 

રોહિણી : હા તો પછી શુ વાંધો છે… 

અહમ : કહ્યુંને મને કમ્ફર્ટ નથી લગતું… 

રોહિણી : અરે એક વાર મળવામાં તારુ શુ જવાનું… 

અહમ : ઠીક છે..  જોઈએ.. 

રોહિણી : જોવું કઈ નથી..  મળવાનું ફાઇનલ..   તારો નમ્બર મોકલ..  ” તેના ચહેરા પર લાલી છવાય ગઈ.

હવે આગળ……..

અહમ : ના..  હું મારા નંબર કોઈને નથી આપતો..   ” તેની વાતથી રોહિણીના મોતિયા મારી ગયા છતાં સહેજ હિંમત કરીને બોલી. “આપને..  હું તને પરેશાન નહિ કરુ બસ..  પ્રોમિસ..  ” રોહિણી સામે પડતું મૂકીને અહમએ પોતાના નંબર મોકલ્યા. હજુ તે બીજો મેસેજ ટાઈપ કરે તે પહેલા જ તેની સ્ક્રીન પર અજાણ્યા નંબરનું બ્લિન્ક થયું. તેને કોલ ઉપાડ્યો.

રોહિણી : આ મારો નંબર છે..  સેવ કરી લેજે..  ” તે પોતાની આંખો પર હાથ રાખીને બેડ પર સુતા સુતા શરમાઈને બોલી રહી હતી. “હા…  ” સંભળાતાની સાથે જ કોલ કપાય ગયો. છતાં રોહિણી ફોનને કાને રાખીને સૂતી રહી.

બીજી તરફ બિનલ અહમને જમવા ઢસડી ગઈ. તેને પહેલી વાર રોહિણીનો અવાજ સાંભળ્યો હતો. તેના ભણકારા હજુ પણ તેને સંભળાઈ રહ્યા હતા. રોહિણીને પણ એ જ એહ્સાસ થઇ રહ્યો હતો. જોકે આવું પહેલા પણ થઇ ચૂક્યું હતું પણ આ સમયે તેને પહેલી વાર અહમનો અવાજ સાંભળ્યો હોય તે વધુ લાગણીમાં ડુબી રહી હતી.

બીજે દિવસે સવારે રોહિણી ઉઠીને પોતાની એક સેલ્ફી અહમને મોકલે છે. અહમ સવારમાં નાસ્તો કરીને પોતાનો ફોન હાથમાં લે છે. રોહિણીનો આવેલો ફોટો જોઈને અહમ તેની સુંદરતા પર વારી જાય છે. પણ તે કઈ જવાબ નથી આપતો. એમ જ ફોટાને મન ભરીને જોઈને પોતાના કામમાં લાગી જાય છે.

આ તરફ રોહિણી પણ દિનચર્યામાં વ્યસ્ત થઇ જાય છે. આમ તો તેના મનમાં સતત અહમ ફરી રહ્યો હતો. પણ તે સામેથી અહમને મેસેજ કરવા ન હતી માંગતી કેમકે બની શકે કે અહમને ન ગમે અને તે બન્ને વચ્ચે ફરી બોલાચાલી થાય. તેથી તે બસ રાહ જોવાનું નક્કી કરીને ઘરમાં ચાંદની સાથે સમય વિતાવે છે.

વેકેશન હોવાથી ચાંદની બહાર જવાનું કહે છે. પણ રોહિણી ના પડી દે છે. બીજી તરફ બિનલ બપોરે જમીને હરિવતને મળવા જાય છે. તે સહેજ ડરેલી હોય છે પણ છતાં અહમ માટે તે હિમ્મત કરીને તેના રૂમમાં પ્રવેશે છે.

બિનલ : બાપુ..  મારે એક વાત કરવી છે.. 

હરીવત : અરે બેટા શુ થયું..  તારે મને વાત કરવા પરવાનગીની જરૂર કેમ પડવા લાગી.

બિનલ : બાપુ ભઈલું ફેઈલ થયો તેમાં તેનો વાંક ન હતો…  તેને સરખું ભણાવામાં ન હતું આવ્યું. ” તે હિમ્મત કરીને બોલી ગઈ. હરીવત તેની વાત સાંભળીને હસવા લાગે છે…  પછી પ્રેમથી કહે છે..  ” તને અહમે કહ્યું ને !!?? “

બિનલ : હા બાપુ…  પણ તે મારી પાસે ખોટું ન બોલે..  તમે તપાસ કરાવી લો ને…  મને ભઈલું પર વિશ્વાસ છે..  વળી તેની સાથે એ વિષયમાં બીજા ઘણા વિદ્યાર્થી ફેઈલ થયા છે.

હરિવત : સારું બસ હું તપાસ કરી લઈશ..  ” તેની વાત સાંભળીને બિનલને રાહત થઇ. તે ખીલખીલાટ કરતી અહમ પાસે ચાલી ગઈ. આજે અહમ કઈ ખોવાયેલો હતો. “કેમ જવાબ નથી દેતો…  ” શબ્દો સાથે અહમની પીઠ પર જોરદાર મુક્કો પડ્યો. તે બાંકડા પરથી પડી ગયો. “કેટલી વારથી બોલાવું છું…  પણ નઈ ભાઈ તો પોતાની દુનિયાના મસ્ત. ” તેને અહમને કાન પકડીને ઉભો કર્યો.

અહમ : અરે મારુ ધ્યાન ન હતું…  હું થોડો..  ” બિનલ કાન દબાવી રહી હતી તેથી તે આગળ બોલી ન શક્યો. તેને મહામેહનતે પોતાનો કાન છોડાવ્યો.

અહમ : લાગે છે… 
બિનલ : હું કેટલી વારથી ચીસો પડું છું એ ના લાગી ?

અહમ : હું વિચારતો હતો..
બિનલ : જે પણ વિચારતો હોય…  હવે છોડી દે..  મેં બાપુ સાથે વાત કરી લીધી છે… 
અહમ : તું ચમચાગીરી કરવાનું બંધ કર..  બાપુ પછી મારા વિશે કેવું વિચારે… 
બિનલ : જે વિચારે છે તે તું વિચારે છે…  બાપુ તો કઈ ન બોલ્યા તેમને મને તપાસ કરવાનું કહ્યું છે…  ” તે રુઆબમાં બોલી.

અહમ : જે હોય તે..  હવે આ બાબતે બાપુ પાસે કઈ વાત ન કરીશ..  હું જોઈ લઈશ.. 

બિનલ : ઠીક હવે…  અને મને કહે કે તું ક્યાં ખોવાયેલો હતો..  આજ સવારનો મને મળ્યો જ નથી..  અતયારે પણ સામ નથી જોતો..  ” નજર ચોરતા અહમના ગાલ ખેંચીને ચહેરો પોતાની તરફ કર્યો. અહમ તરફ નીચું જોઈ ગયો. તેને પોતાને પણ ખબર નહતી પડતી કે આ શુ થઇ રહ્યું છે.

બિનલ : છોકરી ? છોકરીના ચક્કરમાં છો ? સાચું બોલજે..  નહિતર હું તારી જોડે નહિ બોલું.. 

અહમ : ચક્કર જેવું નથી.. બસ હું તે મને…  તે મને મળવા માંગે છે.. 
બિનલ : તો તું ના પાડીને હવે પછતાય છે એમ ??
અહમ : અરે મેં હા પાડી છે…  પણ મને..  મારે..  ” અહમનું ગેંગેફેંફે થઇ ગયું. બિનલ હસતા તેની વાત પુરી કરતા બોલી..  “પણ તને શરમ આવે છે એવું જ ને..  “

અહમ બાંકડા પર પથરાઈ ગયો. તેની પાસે કઈ જવાબ જ ન હતો. બિનલ તેની બાજુમાં બેસી. “શરમ તો તેને આવશે..  તું તો છોકરો છો..  તારે ન શરમાવાનું હોય…  મરદ બન..  “

અહમ : તો આ મરદ ઉપર બે પૂછડાં છે ? ” તેને પોતાના ચહેરા પર ઈશારો કરતા કહ્યું. બિનલ હસીને ઢગલો થઇ ગઈ. ” તું નઈ સમજે… મને કેટલી બધી શરમ આવે…  “

બિનલ : અચ્છા..  તને શુ શરમ આવશે ?
અહમ : મને છોકરી સાથે વાત કરતા નથી આવડતું… કંઈક ન બોલવાનું બોલી ગયો તો મારુ મજાક બની જશે બસ એટલે જ શરમ આવે છે… 

વધુ આવતા અંકે……..

આગળના અપડેટ મેળવવા માટે મને follow કરી શકો છો. આભાર 

મારી બીજી નવલકથા,
Never Loved Season 1 (સંપૂર્ણ)
Never Loved Season 2 (લાઈવ)
અતિરેક (સંપુર્ણ)
કરુણ અંત (સંપુર્ણ)
કશ્મકશ – વિંધયેલો પ્રેમ (લાઈવ)
આ બધી વાર્તા digitalstory.in પર વહેલી પ્રકાશિત કરવામાં આવે છે.

Telegram : TheSoulAmal
Website : www.digitalstory.in
Public Profile : AuthorJaymin

નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લેખકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.inઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.

અમલ

One reply on “Social Love (ભાગ – 6)”

Comments are closed.

error: Content is protected !!