Categories
Novels

Social Love – 4

પાછળના ભાગમાં……..

“પપ્પા, અતયારે તે નખરા બોલે છે… તેને નખરા પસંદ નથી, પણ તેજસ કાકાની બિનલના તો કેટલા નખરા ઉપડે જોવો છોને તમે..  ” નીરુ અહમની ખેંચતા વધુ બોલ્યો.

“તે તો અહમની ઢીંગલી છે…  બહેન તો ધોકાવી નાખે..  ત્યાં ન બોલાય કઈ.. ” હરિવત ખળખળાટ હસી પડ્યો. સાથે નીરુ પણ અહમ સામે દાંત બતાવા લાગ્યો. અહમ ઠંડા સ્વરે બોલ્યો…  ” મારી સગી બહેન નથી..  એટલે તેના નખરા સહન કરવા પડે છે…  ” હરિવત તેની વાત સાંભળીને તેના માથા પર હાથ ફેરવતા બોલ્યો. “સગી નથી તો કઈ નહિ…  તેના કરતા પણ સવાયી આપી છે ને ભગવાને…  વળી તે નનકી તારુ ધ્યાન કેટલું રાખે છે…  “

હવે આગળ……..

નીરુ તેના ખભે હાથ મુકતા બોલ્યો…  ” તું જયારે જમે નહીંને ત્યારે… આખા આશ્રમમાં નનકી એક જ છે જે તને પરાણે જમાડે છે…  અને તું પણ તેનો માર ખાતા ખાતા જમી લે છે…  કોઈને નઈ…  તને એકને જ રાખડી બાંધે છે તે ચાંપલી…  મને તો હળતુત કરી મૂકે..  “

બન્નેની વાત સાંભળીને અહમ અચાનક હરિવત સામે જોઈને બોલ્યો. ” તમે કેમ તેને અહીં ભણવા ન મોકલી..  તેને પણ અહીં 11મુ 12મુ કરવું હતું..  “

હરિવત : તે હજુ નાની છે અહમ..  તેને આમ એકલા આ દુનિયામાં છોડી ન શકાય… 

અહમ : પણ હું છું ને અહીં.. 

હરીવત : તું તારામાં ધ્યાન આપીશ કે તેનુ ધ્યાન રાખીશ..  તેને થોડી મોટી થવા દે…  પછી વિચારીએ.. 

ત્યાર બાદ હરિવત અને નીરુ અહમને હોસ્ટેલમાં છોડીને વળી જૂનાગઢ માટે નીકળી ગયા. બીજી બાજુ રોહિણી અહમનું પ્રોફાઈલ ખોલીને નવી નવી પોસ્ટ ચેક કરી રહી હતી. તેને મેસેજ કરવાનું વિચાર્યું પણ ફરી તેને અહમનું ખરાબ વર્તન યાદ આવી જતા માંડી વાળ્યું.

આખરે અહમનો અને રોહિણીનો બન્નેની કોલેજનો પહેલો દિવસ આવી ગયો. બન્ને એ વાતથી તદ્દન અજાણ હતા કે પોતે એક જ કોલેજમાં છે. રોહિણીની બે ફ્રેન્ડ પણ તે જ કોલેજમાં હતી. પણ તે BBA સેપરેટ કરી રહી હતી. જયારે પોતે ઇન્ટીગ્રેડટેડ કોર્સમાં હતી. તેથી તે પોતાની ફ્રેન્ડથી અલગ ક્લાસમાં હતી.

અહમ પોતાના પિતાએ આપેલી નવી 4G શાઈનિંગ બ્લેક એક્ટિવા લઈને કોલેજે પહોંચ્યો. જયારે રોહિણીને તેના મમ્મી પપ્પા પહેલી વાર છોડવા આવ્યા હતા. કોલેજનો માહોલ ઘણો ખુશનુમા હતો. બધા સિનિયર વિદ્યાર્થીઓ નવા નવા આવેલા જુનિયરને નિહાળતા હતા. આખરે તો તે લોકોને પણ બકરો શોધવાનું કામ હતું. કેમકે તે પોતે પણ નવા હતા ત્યારે પોતાના સિનિયરના રેગિંગનો ભોગ બનેલા હતા.

અહમ દેખાવે જ પચ્છદંડ હોય એક પણ સિનિયરે તેને વતાવ્યો નહિ. જયારે રોહિણી સ્વર્ગમાંથી મોકલેલી પરી જેવી લાગતી હોવાથી સિનિયર રેગિંગ ભૂલી તેના રૂપનું રસપાન કરવા લાગ્યા હતા.

અહમ સ્વભાવે અભિમાની ખરો પણ મગજથી ઘણો જ શાંત હતો. તેના મિલનસાર વ્યક્તિત્વના લીધે વર્ગમાં ઘણા મિત્રો બનાવી લીધા જતા. તેના દેખાવના કારણે તેના વર્ગની ઘણી છોકરીઓ કોલેજના શરૂઆતના દિવસોમાં જ ફિદા થઇ ગઈ હતી. પણ અહમ છોકરીઓ સાથે કામ પૂરતી જ વાત કરતો. વધુમાં તે પોતાના મિત્ર વર્તુળમાં જ રચ્યો પચ્યો રહેતો.

બીજી બાજુ રોહિણીથી બીજા છોકરાઓ અને છોકરીઓ દૂર રહેતા કેમકે તે બધાને પોતાના આઈક્યૂ લેવલથી નીચા ગણતી. અને હકીકતમાં પણ એવું જ હતું. પહેલાની જેમ આ વર્ગમાં પણ તેનો આઈક્યૂ લેવલ સૌથી ઉંચો હતો. વળી અભિમાન પણ ખરુ જ. છોકરાઓની નજર હંમેશા રોહિણીની સુંદરતા પર રહેતી. પણ તે કોઈને રિસ્પોન્સ નહતી આપતી.

એવામાં કોલેજના ફ્રેશર માટે એક કાર્યક્રમનુ આયોજન થયું. જેમાં અલગ અલગ સ્પર્ધા રાખવામાં આવી. અહમએ વક્તવ્ય સ્પર્ધામાં પોતાનું નામ નોંધાવ્યું જયારે રોહિણીએ પોતાનું નામ પ્રશ્નાવલી સ્પર્ધામાં નોંધાવ્યું. મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના કમિશનર અને અહમના પિતા હરિવતને બોલાવવામાં આવ્યા.

વધુ પડતી કોલેજોમાં પાર્ટી અને બીજા બધા નાચ ગાન થતા હતા. જયારે આ કોલેજમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કદાચ એટલે જ આખા ગુજરાતમાં આ કોલેજ વધુ વખણાતી. કેમકે અહીંથી ભણેલા વિધાર્થીઓ ઉચ્ચ કક્ષાના ગણાતા.

સમારંભના શરૂઆતમાં રોહિણી, અહમને મુખ્ય અતિથિની બાજુમાં જોઈને આઘાતમાં મુકાય ગઈ. તેને તરત ચાંદનીને કહ્યું. “મમ્મી જો..  આ પેલો છોકરો..  મને બ્લોક કરી નાખી હતી. “

દેવરાજ ચાંદની સામે જોવા લાગ્યો. “આ છોકરીનું કંઈકને કંઈક હોય જ છે…  જ્યાં ત્યાં ઝગડા જ કરતી રહેતી હોય…  ” ચાંદની કપાળે હાથ દઈને બોલી. દેવરાજે રોહિણી સામે નજર કરી. તે સહેજ અચકાઈને બોલી. “તે મારી સાથે સરખી વાત નતો કરતો એટલે..  હું મને ગુસ્સો આવ્યો…  “

દેવરાજ : તને ખબર છે તે છોકરો કોણ છે ?? ” દેવરાજ તેને પૂછવા લાગ્યો. બદલામાં રોહિણી અહમ સામે જોઈને બોલી..  “અહમ નામ છે તેનુ..  અહમ સાધુ ” ચાંદની તેના જવાબ પર ખળખળાટ હસી પડી.

દેવરાજ : બાજુમાં જે ઉભા છે તેના પપ્પા છે..  જૂનાગઢમાં બહુ મોટા મહંત છે…  ખબર છે ? ” તેને હરિવત સામે જોઈને કહ્યું. ચાંદની પણ અહમ અને હરીવત સામે જોવા લાગી. પણ રોહિણીનું મોં બગડી ગયું. તેને પોતાના ફોનમાં ફેસબુક ખોલીને અહમને મેસેજ છોડ્યો. ” ઇડિયટ…  ” પછી ફોન મૂકીને બેસી રહી.

સ્પર્ધામાં અહમે ભાઈ બહેનના સંબંધ વક્તવ્ય આપ્યું. ત્યાં ઉપસ્થિત ઘણા ખારા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. દેવરાજ અને ચાંદની પણ રોહિણી સામે અમુક ક્ષણે ક્ષણે જોય લેતા. તે રડી નહિ પણ તેના ચહેરો ઉદાસ થઇ ગયો હતો…  ત્યાર બાદ અહમ હરિવત સાથે નીકળી ગયો હતો. પછી રોહિણીની પ્રશ્નાવલી સ્પર્ધા શરૂ થઇ તેમાં તે મોટા પ્રમાણમાં પોઇન્ટ મેળવા બદલ પ્રથમ નંબરે આવી. વક્તવ્ય સ્પર્ધામાં અહમ પણ વિજેતા થયો હતો. પણ તેનુ સન્માન બિનલએ ઝીલ્યું હતું.

ધીમે ધીમે સમય વીતતો ગયો. કોલેજનું પ્રથમ સેમેસ્ટર પૂરું થઇ ગયું હતું. રોહિણી પહેલાની જેમ જ પોતાની બ્રાન્ચમાં પ્રથમ આવી હતી. જયારે અહમને પહેલા સેમેન્ટરમાં એક વિષયમાં ફેઈલ થયો હતો. પણ તેને આ પરિણામથી કશો મતલબ ન હતો. બીજી તરફ નીરુ સારા એવા ગુણ સાથે ઉતીર્ણ થયો હતો.

સેમેસ્ટર દરમિયાન રોહિણીએ અહમને ઘણા મેસેજ કર્યાં. સામે અહમ મેસેજ વાંચી લેતો પણ કઈ જવાબ ન હતો દેતો. કોલેજના પ્રથમ સેમેસ્ટરમાં ઘણી છોકરીઓએ અહમ નજીક જવાની કોશિશ કરી પણ અહમે કોઈને યોગ્ય રિસ્પોન્સ ન આપ્યો.  તે બસ પોતાના મિત્રમાં ખોવાયેલો રહેતો. સામે રોહિણી જાણે અજાણે અહમથી જોડાય ચુકી હતી. પણ તેને ક્યારે આ બાબતે અહમને જણાવી ન હતી. અહમ વેકેશનમાં પોતાના ઘરે જૂનાગઢ જવા નીકળ્યો. બીજી તરફ રોહિણી ચાંદની અને દેવરાજ સાથે ભારત યાત્રાએ નીકળી ગઈ.

“પપ્પા નારાજ છે…  સહેજ ધ્યાન રાખજે…  ” અહમ પોતાનો સામાન રૂમમાં મૂકીને હરિવત પાસે જતો હતો પણ વચ્ચે જ નીરુ આવીને તેને સમજાવતા બોલ્યો. થોડીવાર તો અહમ પણ નીરુની વાત સાંભળીને સહેજ ડઘાઈ ગયો. પણ સ્વસ્થ થઈને હરિવત પાસે પહોંચ્યો.

“આવ…  હું વિચારતો હતો કે આજે તો તું મારી સામે નહિ જ આવે..  પણ હિમ્મત તો છે તારામાં..  ” હરિવત મોં બગાડતા બોલ્યો. અહમ ત્યાં જ દરવાજે અટકી ગયો. પછી નીચું જોઈને બોલ્યો. “તે વિષયમાં હું સહેજ પાછળ પડું છું..  પણ આગળ જઈને ક્લિયર કરી નાખીસ. “

વધુ આવતાં અંકે……..

Telegram : TheSoulAmal
Website : www.digitalstory.in (બધી વાર્તા સમય પહેલાં વાંચવા માટે મુલાકાત લો)
Public Profile : AuthorJaymin

નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લોકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.

અમલ

9 replies on “Social Love – 4”

વાહ, પાર્ટ સરસ છે. પણ બહુ જલ્દી ભગાડ્યું..?

Comments are closed.

error: Content is protected !!