
સ્વાગત
હું “અમલ” એક “લેખક” તરીકે “પ્રથમ”વાર “જાહેર સાહિત્ય જગત”માં પ્રવેશ્યો છું. “જાહેર” એટલા માટે કહ્યું કે અત્યારે સુધી હું માત્ર “અંગત” “લેખક” હતો. પણ “કોઈક”ની “સલાહ”નો “અમલ” કર્યો તેથી “અમલ” બનીને આપની સમક્ષ હાજર થયો છું.
આ નવલકથા મારી લખેલી અંગત “સાત પેઢી” માંથી લખવામાં આવી છે. કે જે હવે “અમલ”માં પરિમાણી છે. મને પહેલાથી જ વાંચવાનો શોખ હતો. વાંચી વાંચીને હું ઘણું શીખ્યો. અને ઘણું લખ્યું. પણ બધું “અંગત” જ લખ્યું. પ્રથમવાર મારી લખેલી “સાત પેઢી”માંથી નાનો અમથો “ટુકડો” તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. ડર લાગે છે કે ક્યાંક મારુ મજાક ન બની જાય. જે કથા મે હોંશે હોંશે “પુરા 8” વર્ષ સુધી લખી તેની મજાક ન બની જાય. એટલા માટે જ એક નાનો “ટુકડો” પ્રકાશિત કરવા જઈ રહ્યો છું.
વાર્તા વિષે કહું તો એક “પ્રેમકથા” છે. સંઘર્ષ અને સંતવાણી વચ્ચે પાંગરતો પ્રેમ. સંઘર્ષ “પ્રેમ”ની દુનિયામાં જૂનો “ખેલાડી” જયારે “સંતવાણી” માટે “પ્રથમ પ્રેમ”. ગુલાબના છોડમાં ખીલેલું ગુલાબ જેવું ક્યારામાં શોભતું હોય તેમ દરેક માણસના જીવનમાં તેનો “પ્રથમ પ્રેમ” શોભતો હોય. પ્રેમ કરવાનો નથી હોતો, તે બસ થઇ જાય છે. ક્યારેક પ્રેમ હારે છે તો ક્યારેક જીતે છે. કઈ કહી ન શકાય. કેમકે “પ્રેમ” માણસના જીવનમાં એ છોડ છે જેને સતત “માવજત”ની જરૂર પડે. જો સરખી માવજત કે ધ્યાન દેવાં ન આવે તો તે “પ્રેમ” કરમાઈ જાય છે.
પણ “સંતવાણી”નો પ્રેમ હંમેશા ખીલતો રહે છે. સામે “સંઘર્ષ” પોતાના જીવન સાથે “સંઘર્ષ” કરીને તે “પ્રેમની” માવજત કરતો રહે છે. વાર્તામાં કોઈ “વિલન” નથી. માત્ર “મિલન” છે. બે હૈયા કે જેને એકબીજા વગર કશુ દેખાતું જ નથી. દુનિયાની લીલાથી દૂર બસ પોતાનામાં જ રચ્યાપચ્યા રહે છે. ક્યારેક સુખ આવે તો ક્યારેક દુઃખ. બસ ચાલ્યા કરશે આ સફર વાર્તાના અંત સુધી.
વાર્તા શરૂ કરતા પહેલા તે “દિવા”ને મારી આત્માના “વંદન”. “ભયાનક” “વાવાજોડું બનીને મારી અંદર રહેલા “કલ્પનારૂપી” દરિયામાં “ભૂચાલ” મચાવા બદલ ખુબ ખુબ આભાર. “અજાણ્યા” થઈને “મનથી” “જાણ્યા” થયા અને “અમલ” ને “સાહિત્ય જગત”માં “પા પા પગલી” કરાવી તેથી મારી “નજર” ઘણે “ઉંચે” “બિરાજ્યા” છો.
આ “અમલ” આજીવન “દિવા”ની સલાહનો “અમલ” કરતો રહેશે તે મારુ “વચન”.
️
️
️
નોંધ – વાર્તમાં થયેલી ભૂલોને બને તેમ સુધારવાની કોશિશ કરી છે. વાર્તા પહેલા સમગ્ર ભાગમાં હતી. પણ હવે ટુકડામાં રજૂ થશે. “નિરાંતનુ વાંચન આનંદ ઉપજાવે”
ચાલો સફર.. શરૂ કરીએ…
વર્તમાન
સટાક!!!!!
સંઘર્ષ, એક ઝટકા સાથે બેડ પર બેઠો થયો, સાથે જ ખોળામાં પડેલ લેપટોપ દૂર ફંગોળાય ગયું.
બાજુમાં પડેલા પાણીના જગમાંથી પાણી પીધું, થોડો સ્વસ્થ થઈને ઘડિયાળમાં નજર કરી, વહેલી સવારના ૪ વાગ્યા હતા. કપાળ ઉપર વળેલા પરસેવાને લૂછીને ઉભો થયો, લેપટોપ તો હવે તૂટી ગયું હતું છતાં કઈ પણ અફસોસ વગર તેને બાજુ હડસેલી બારી પાસે આવીને બહાર નજર કરી. ન્યુ યોર્ક શહેર હજુ દોડી રહ્યું હતું.
સંઘર્ષ પણ એ લોકો માનો એક, રાજકોટના સારા એવા પરિવારમાંથી આવતો એક ખુબ જ ગંભીર છોકરો. કોઈ સાથે વધુ બોલવું તેનો સ્વભાવ નહિ. કામથી કામ રાખવું, પણ હા, કોઈ નો ક્યારેય ગેરલાભ ન ઉઠાવવો, બનતા સુધી મદદ કરવી પણ પડદા પાછળ રહીને. ક્યારેય પોતાની લાગણીને વ્યક્ત ન કરતો. સ્વભાવે સરળ અને ખુબ દયાળુ, દિલનો સાફ, મનમાં ક્યારેય કોઈ પ્રત્યે નફરત નહિ, અને “પ્રેમ” હા પ્રેમ છે પણ પાસે નથી. કોઈને મદદની જરૂર હોય તો બનતા સુધી કોશિશ કરતો પણ પડદા પાછળ રહીને.
ભણતર માં સામાન્ય, ભણવા કરતા “અનુભવ” પર વધુ વિશ્વાસ. ભણતર પ્રમાણે એક એન્જીનીર. પણ તે બસ માં બાપના સપનાઓને પુરા કરવા માટે ભણ્યો. પોતાની ઈચ્છાને ક્યારેય ધ્યાનમાં ન રાખીને પરિવારને ખુશ રાખવામાં પોતાની જાત ઘસી નાખી. ઘણી લાગણીઓ વહાવી હતી. પોતાની લાગણીઓને “અંતિમ છેડો” મળ્યો પણ ખોઈ બેઠો.
બારી બહાર રસ્તા પર એક મહિલા પોતાના બાળકને લઈને જતી જોય રહેલા સંઘર્ષને પણ પોતાની મમ્મી યાદ આવી ગઈ. ઘડિયાળમાં જોયું ૫ વાગ્યા હતા. ફોને લઇ ને ઘરે કોલ કર્યો. કોઈ એ ઉપાડ્યો નહિ. થોડા ગુસ્સા સાથે ફોનને બેડ પર પટકીને કિચનમાં જઈને ચા બનાવ લાગ્યો. “આ મમ્મી પણ કયારેય ફોન સાથે ન રાખે, હું જવાબ ન આપું તો તરત સંભળાવી દે. તો પોતે પણ ક્યારેક જવાબ નથી દેતી, એવું તો તેને વિચાર જ નહિ આવતો હોય??” પોતાની સાથે જ વાત કરી રહેલા સંઘર્ષની તંદ્રા, ફોનની રિંગથી તૂટી ગઈ. ફોને હાથમાં લેતા જ એક સ્મિત આવી ગયું. છતાં થોડો કડક થઇને ફોને ઉઠાવ્યો.
સંઘર્ષ: તને કેટલી વાર કેહવું કે, ફોને સાથે રાખતી જા, મને પસંદ નથી તું જવાબ ન આપે તો મને ચિંતા થાય. “સહેજ નરમ થઈને બોલ્યો”
બિંદિયા: “એટલી જ ચિંતા થતી હોય તો, એક વાર અહીં આવીને મળી જા. તને જોયો તેને ૩ વર્ષ વીતી ગયા. રોજ કહું છું, પણ તું માનતો નથી. તારા પપ્પાને તો બસ તું આગળ વધે એમાં જ રસ, પણ એક માં ની મમતાનું શું?”. બોલતા બોલતા ગળે ડૂમો ભરાઈ આવ્યો છતાં થોડા સ્વસ્થ થઈને ફરી બોલ્યા, “તું આવીશ તો મને ગમશે, તને ખુબ યાદ કરું છું. કાલે નિધી ઘરે આવી હતી કાના ને લઈને. અને ઢીંગલી તો બોલતી હતી કે મારે મામાને મળવું છે, ક્યારે આવશે. એની સાથે વાત કરવી છે. ક્યાં ગયા છે, કેમ દેખાતા નથી, બોલ એને શું તારીખ આપું?? તારા બીઝી સેડયુઅલ માં થોડો ટાઈમ હોય તો તેની એપોઇન્ટમેન્ટ ગોઠવી દેને!!!!.”
સંઘર્ષ: બસ મમ્મી, આ શું માંડ્યું છે, ઘરનાને મળવા માટે મારે એપોઇન્ટમેન્ટમાં નામ લખવું પડે એટલો મોટો હું નથી થયો. પણ તું જાણે છે ને કે માર્કેટમાં અત્યારે કેટલી ખરાબ સ્થિતિ ચાલે છે. હું નીકળી શકું એમ નથી. “તે થોડી વિનંતીના સ્વરમાં બોલ્યો”.
“માર્કેટ વળી આ શું માંડ્યું છે? તને ખબર નથી પડતી કે મમ્મી ક્યારની તારી રાહ જોવે છે, તને મળવા માંગે છે. તું સાવ આવો હોઈશ મેં કલ્પના પણ નહતી કરી. “અવાજ સાંભળીને સંઘર્ષ થોડો ચમક્યો પણ થોડો સ્વસ્થ થઇ ખાલી એટલું જ બોલી શક્યો” “નિધી”
નિધી: હા હું!!! આટલો પૈસા પાછળ શું વળગ્યો છો, આખો પરિવાર તને કેટલો પ્રેમ કરે છે. તને કેટલો યાદ કરે છે, પણ નઈ, ભાઈ ને તો પૈસા જ વાહલા છે. તારા જીજાજી ને કહ્યું કે તું સાવ પૈસા પાછળ ગાંડો થઇ ગયો છે. તે પણ તારા પક્ષમાં બોલ્યા કે, ના “હાર્ડી” આવું ન કરે, તેને અત્યારે કોઈનો સાથ નથી ગમતો. તેને એકલા રેહવું છે. થોડો ફ્રેશ થશે એટલે સામે ચાલીને આવી જશે, તું ચિંતા ન કર.” હવે તારા જીજાજીને કોણ સમજાવે ૩ વર્ષ થવા આવ્યા. છતાં પણ તું નથી આવ્યો. હવે તો છોડ બધું. મોટા ભાઈની તો તને ખબર જ છે. બાયુંની પાછળ ઘેલા લોકોને પણ શરમાવે એવો થઇ ગયો છે. ભગવાન ન કરે કાલે મમ્મી પાપા માંથી કોઈકને કઈ થયું તો તેનું અંગત કોણ છે અહીં, “નિધી રડમસ અવાજે બોલી”.
સંઘર્ષ: ચૂપ કર મંદબુદ્ધિ, તને કેટલી વાર કહ્યું છે કે આવું ન બોલતી. કેમ તને સમજ નથી પડતી? ૨ બાળકો ની માં થઇ પણ મગજ નામ ની વસ્તુ જ નથી. “તે ગુસ્સામાં રીતસર તાડૂક્યો”. નિધી નું ડૂસકું નીકળી ગયું. અવાજ આવતા જ સંઘર્ષને ભાન થયું ને થોડો નિઃશાસો નાખતા આગળ બોલ્યો. “કેમ, આવું બોલે છે? તને ખબર છેને મને આવું સાંભળવું જરાય નથી ગમતું!!”
નિધી: ” ભઈલું, પ્લીઝ આવી જાને, બધા તને બહુ યાદ કરી છીએ. ઢીંગલી તો રોજ તને યાદ કરે, કાનો હમણાં મામા મામા બોલતા શીખ્યો છે. મમ્મી પાપા ની તો શું વાત કરું તને જોવા કેટલા તરસે છે. તારા જીજા પણ ૩ વર્ષ થી આ ઘરમાં પગલાં નથી પડ્યા, અને હમેશા કહ્યા કરે “હાર્ડી, વગર માજા નહિ, તે આવશે પછી જ મારા સાસરામાં પગ મુકીશ”. મને હંમેશા ઘરના ગેટ પાસે ઉતારીને ચાલ્યા જાય.” રડતા રડતા એટલું બોલી શકી.
બિંદિયાઅત્યાર સુધી ચૂપ હતી પણ દીકરીને રડતા જોઈને બોલવાનું રોકીના શકી, અને રડમસ અવાજે બોલી, “બીજાની ભૂલની સજા અમને ન કરીશ દીકરા, હું બધું જાણું છું. છતાં, બસ એક વાર અમને મળી જા પછી આજીવન તને ક્યારે દબાણ નહિ કરીએ બસ!!!”.
આ બાજુ, સંઘર્ષ હવે ઢીલો પડી ગયો હતો, શું બોલવું શું કેહવું કઈ સમજ નહતી પડતી. નિધી થોડી સ્વસ્થ થઇ ને બોલી, “ભઈલું, પ્રેમ તે કર્યો છે અને સજા આખો પરિવાર ભોગવે છે. તું નાહકની સજા ખુદને આપી રહ્યો છે. અને બધા પાછળ પાછળ હેરાન થાય છે. થોડું સમજને પ્લીઝ”
સંઘર્ષ થોડી વાર પછી સ્વસ્થ થયો પણ થોડા કડક અવાજે બોલ્યો. “સારું સારું અત્યારે ત્યાં આવી શકાય તેમ નથી. તું ત્યાં આવી છો તો થોડા દિવસ તો રેહવાની ને? તો પછી એક કામ કર, તું જયારે નીકળવાની હોઈ ત્યારે ૪ દિવસ પેહલા મને જણાવી દેજે, જતા પહેલા મમ્મી પપ્પાનો સમાન પેક કરાવીને જ જજે”. સંઘર્ષે હુકુમ કર્યો અને કંઈપણ સાંભળ્યા વિના ફોને કટ કરી નાખ્યો.
આ બાજુ બિંદિયા અને નિધી તો અવાચક થઈને એક બીજાની સામે જોતા રહ્યા. અંકિત પોતાનો પૂજાપાઠ પુરા કરીને હોલમાં આવ્યો. જોયું તો બંને માં દીકરી એક બીજાને શુન્યમસ્ક નજરે નિહાળી રહ્યા હતા. શું બન્યું એ જાણવા માટે તે બોલ્યો. “શું થયું છે? કેમ આજે ઘરમાં શાંતિ છે. આટલી શાંતિ તો ક્યારેય જોય નથી મેં!!!”
બિંદિયા સમસમી ગઈ, જોર થી તાડુકી. “તમે તો ક્યારેય મારા થયા નહિ, આ છોકરાઓ હતા, પણ તેના ઉપર સફળતાનો તાજ પહેરાવીને તેમને પણ મારાથી દૂર કરી દીધા, બહુ ખુશ હશો નઈ તમે તો આજે… આજે મારુ કહી શકાય એવું મારી બાજુમાં કોઈ નથી” અને તે ડૂસકે ડૂસકે રડવા લાગી.
અંકિત પરિસ્થિતિથી અજાણ હતો, અને આ તેના થી શું થઇ ગયું?? થોડું વિચારીને બોલ્યો. “નિધી, બેટા શું થયું મને કંઈક જણાવ નહીંતર આ તારી માં આજે ચંડી બનીને ઘર માથે ઉપાડી લેશે.”
નિધી: “પાપા સંઘર્ષ સાથે વાત કરી, તેને અહીં બોલાવતા હતા પણ તે તૈયાર ન થયો, સામે કહ્યું કે તમારે ત્યાં જવાનું છે”. નિધી સહેજ નજર ચોરીને બોલી.
અંકિત: અમારાથી આટલી મોટી મુસાફરી ન થાય મારે કઈ ત્યાં નથી જવું. તેને ટાઈમ મળશે એટલે આવી જશે એટલી પણ શું ઉતાવળ છે તમને સંઘર્ષને અહીં બોલવાની? રહેવા દેને તેને ત્યાં. કેટલો મોટો માણસ બની ગયો છે ખબર છે ને તને? આજે જ ન્યૂઝ પેપર માં તેનું કંઈક આર્ટિકલ છપાણું છે, તે વાંચ્યું નથી??
બિંદિયાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. “એટલે શું હે?? જરા બાપ થાવ તો સારું, છોકરો છતે માં બાપે ત્યાં એકલો પોતાના દુઃખ સાથે જજુમી રહ્યો છે. તેના મનમાં કેટલી પીડા હશે. તમે શું જાણો?? કોઈ દિવસ બાપ થયા હોય તો ખબર પડે ને??”
કોઈ કશુ બોલતું નથી બધા ચુપચાપ બેઠા હતા. આખરે નિધી બોલી, “પાપા ડિપ્રેશન નામ ની એક બીમારી છે. જેને કેન્સર કરતા પણ વધુ ખરાબ ગણવામાં આવે છે. આપણો સંઘર્ષ તે બીમારી સાથે એકલો લડી રહ્યો છે. સમય હજુ વધુ નથી થયો. તમને નથી લાગતું કે ત્યારે તેને આપણી સાથે હોવું જોઈએ??”
અંકિતની આંખો પહોળી થાય ગઈ. પોતાના છોકરાને તેના સપનામાં આગળ વધવામાં મદદ કરતા કરતા પોતાને આજે પછતાવો થઇ રહ્યો હતો. તેની તબિયતની દરકાર પણ ન લીધી?, શું કરવું એ વિચારતો વિચારતો સોફા પર બેઠો. કંઈક વિહારીને તેને અહમને (જમાઈ) ફોન કર્યો.
આ બાજુ અહમ કેલેન્ડર જોઈ રહ્યો હતો ૨૧ દિવસની રજા, ૯ ક્રેડિડ લિવ, કુલ મળીને ૩૦ દિવસ થતા હતા. તેને ફોન કાઢ્યો અને એક મેસેજ કરી દિધો.
બીજી બાજુ નિધિને કોલ આવ્યો અહમનો. “સાંજે આવું છું તને લેવા. ઘરે જઈને પેકિંગ કરવાનું છે. બધા સાથે નીકળીશુ” ને ફોન કટ થઇ ગયો. હજુ કઈ સમજ પડે એ પેહલા અંકિત બોલ્યો. “તૈયાર થાય જાવ બંને, થોડી ખરીદી કરી આવો, અને સંઘર્ષ ને મેસેજ કરી દે ૭ દિવસ પછીની ટિકિટ બુક કરાવી નાંખે, સાંજે અહમ આવશે, એ તને લઇ જશે તું તારું પેકિંગ કરીને આવી જજે પછી અહીંનું પેકીંગ કરીશુ” અંકિત ઉભા થઇ ને રૂમ માં ચાલ્યા ગયો.
શું બની રહ્યું બંને માં દીકરી માંથી કોઈ કઈ ખબર ન પડી. બિંદિયા ઉભા થઈને આખો લૂછતાં પોતાના રૂમમાં ગઈ. અંકિત બાલ્કની ઉભો હતો. આંખો માં આંસુ હતા તેથી બધું થોડું ધૂંધળું દેખાઈ રહ્યું હતું. બિંદિયા પણ તેમની બાજુમાં આવીને ઉભી રહી. પતિને આજે પહેલીવાર નિસ્તેજ જોયો હતો. પોતાનાથી ડૂસકો નીકળી ગયું. અંકિત બોલ્યો. “સંતાનોને વળગીને ન રેહવાય, સંતાનો ભલે આપણા છે પણ તે પોતે એક જીવ છે આ દુનિયામાં તેમને પુરી સ્વતંત્રતા હોવી જોઈએ પોતાની રીતે જીવન જીવવાની”
બિંદિયાથી રહેવાયું નહિ, તે રડી પડી. “હું રૂઢિચુસ્ત પરિવારમાંથી આવું છું. અમારે ત્યાં એવું નથી હોતું. અમે ત્યાં બધા એકબીજાથી બંધાઈને જ રહેતા હોઈએ છીએ. તમારી જેમ અમારે ત્યાં પણ સંતાનોની ખુશી સર્વોપરી હોય પણ અમારી નજર સામે, નજર થી દૂર નહિ” થોડું અટકીને આગળ બોલી. “ખુશ તો હું પણ છું કે તમારો દીકરો આટલી નામના મેળવી રહ્યો છે. તમારું નામ રોશન કરે છે, પણ આ એક માં છે ને સંતાનોને અંદર થી જાણતી હોય છે. તે અત્યારે સફળ તો છે પણ તમે તમારી નજરે જોઈ લેજો. તે આ સફળતા નહિ કંઈક બીજું જ ઝંખે છે. મેં તેની આંખો તે જોયું છે, જે તમે ક્યારેય નથી જોયું એટલે મને હવે તેને એકલો મુકવાનું મન નથી થતું. તેને અહીં લઇ આવો બસ આ મારી પ્રથમ કે આખરી ઈચ્છા ગમે તે ગણો. હું તેને આમ પળ પળ મરતાં નથી જોઈ શકતી”.
અંકિત અકળાયને બોલ્યો. “મારો એકનો થોડો છે તારો પણ છે ને. અને આ પ્રથમ ને આખરી ઈચ્છા, આ બધું શું છે હે? તને ખબર છે મેં તને આજ સુધી કોઈ દિવસ કઈ કહ્યું નથી. તને જે ઠીક લાગે એ તને કરવા દીધું છે. કોઈ રોક ટોક વગર. કેમ કે હું તારી સ્વતંત્રતા છીનવામાં નથી માનતો. હા એવું નથી કે મને તારા પ્રત્યે કઈ લાગણી નથી. પણ સાચું કહું તો લાગણી દર્શાવતા મને કોઈ દિવસ ફાવ્યું નહિ. બાકી તારી ચિંતા મને હંમેશા થતી હોય. તે મારા ઘર માટે ઘણું કર્યું છે. બધાને એક રાખવામાં તારી ભૂમિકા મુખ્ય હતી, હા એ વાત અલગ છે કે તને કોઈ દિવસ આવું કહ્યું નથી. છોકરા તારા થી દૂર થતા હોય એમાં મને મજા જરા પણ નથી આવી. હું બસ એમ વિચારતો કે તને ધીરે ધીરે બધી આદત પડી જશે. એટલા વષો થયા છતાં પણ તને એ આદત નથી પડી. આમ વાંક તારો નથી. પણ તારા લોહીમાં જ એટલો પ્રેમ છે કે તું કોઈ દિવસ કઈ સ્વીકારવા તૈયાર જ ન થઇ.”
બિંદિયા તો જોઈ રહી, આજે પહેલીવાર અંકિત આવી રીતે વાત કરતો હતો. વર્ષોથી બનેલી એ દીવાલ જાણે તૂટતી હોઈ એવો એહસાસ થઇ આવ્યો. જાતે દુઃખી થઈને તેને પોતાના જીવનનો સારો એવો મોટો સમય વહાવી દીધો હતો એમ વિચારીને કે આ વ્યક્તિને મારા પ્રત્યે કોઈ લાગણી જ ન હતી. પણ આજે તેને એહસાસ થાય છે કે સાચે આ વ્યક્તિ મારા પ્રત્યે ઘણી લાગણી હતી. સંઘર્ષ પણ તેના પપ્પા પર જ ગયો છે. ત્યાં અંકિતે ખોંખારો ખાધો ને બિંદિયા વિચારોની વમળમાંથી બહાર આવી.
અંકિત:. “મને એ છોકરી વિશે જણાવ, શું નામ છે તેનું, શું થયું હતું એ સમયે. મને થોડો અંદાજો ત્યારે આવ્યો હતો પણ સંઘર્ષની ઉમર પ્રમાણે તેને સાચો પ્રેમ થાય તે હું માનવ તૈયાર નહતો, એટલે મેં એ વાત માં કઈ ખાસ ધ્યાન ન આપ્યું”. પછી થોડા ગુસ્સામાં હાથ ચોળતા બોલ્યા. “અને જો તે છોકરી નો કોઈ વાંક હશે તો આ અંકિત વાવાજોડું બનીને તેને તહેસમહેસ કરી નાખશે”.
બિંદિયા પહેલા તો ગભરાઈ ગઈ પણ પછી થોડી સ્વસ્થ થતા બોલી. “આ પ્રેમ પ્રકરણમાં બંને નિર્દોશ છે, કોઈ નો વાંક ન હતો. બસ પરિસ્થતિ જ એવી હતી કે બંને ને ભોગવું પડ્યું” અંકિત થોડો મલકાયો. “પ્રેમ પ્રેકરણ એમ ને”. બિંદિયાને પોતાના શબ્દો પર હસવું આવી ગયું. અને બંને ખડખડાટ હસવા લાગ્યા. પછી અંકિત બોલ્યો. “આપણા છોકરાને કઈ નહિ થાય તું ચિંતા ન કરીશ આપણે બધા સાથે મળીને તેને આ દુઃખરૂપી ખાડીમાંથી હેમખેમ બહાર લાવીસું.”
બિંદિયાના ચેહરા પર રોનક આવી ગઈ તે હરખાતી હરખાતી નિધી પાસે દોડી ગઈ. અને તેના કાને મધ જેવી મધુર વાણી અથડાણી. “મમા મને આમાથી એક કળી કાઢી આપોને મારે પહેરવું છે મને ખુબ જ ગમે છે પ્લીઝ એક કળી કાઢી આપોને” સામે નિધી પ્રત્યુત્તર આપતા બોલી. “ના દિકા મામાનું ફેવરી બ્રેસલેટ છે. તેને નહિ ગમે પ્લીઝ ખોટી જીદ ન કર ને, હું તને આ બ્રેસલેટ કરતા પણ સુંદર લઇ આપીશ પ્લીઝ માની જા” બિંદિયા થોડી અવઢમાં પડીને ત્યાં ઉભી રહી ને બધું જોતી હતી. પાછળથી અંકિત આવીને બોલ્યો. “અરે બેટા ભલે પહેરતી તેને ગમે છે તો ભલે રાખે. અહીં આવ દિકા એક કળી કાઢી આપું”
નિધી થોડી ખચકાટ સાથે બોલી. “પાપા તે સંઘર્ષ નું ફેવરિટ છે. તેને નહિ ગમે. તમને તો તેના ગુસ્સાની ખબર છે ને!!!”
અંકિત: અરે દીકરા તું ચિંતા ન કર. તું જાણે છેને સંઘર્ષને તેને ભાણીથી વધુ કઈ નથી. તેને ગમશે જો ઢીંગલીના ચેહરા પર મીઠી મીઠી મુસ્કાન પોતાના લીધે મળતી હોય તો..
નિધી હજુ પણ થોડી ગભરામણ અનુભવી રહી હતી. છતાં હિમ્મત કરીને બોલી. “પાપા સંઘર્ષને આ બ્રેસલેટ સંતવાણીએ ભેટમાં આપેલું છે. તેને બહુ જ લગાવ છે. એમ સમજી લો કે તેની એક આત્માનો ટુકડો આ બ્રેસલેટમાં છે, અને આમ પણ સોનાનું છે આટલી નાની ઉંમરે ઢીંગલીને પહેરવું મને યોગ્ય નથી લાગતું”.
અંકિતએ સોફાથી દૂર ઉભેલી બિંદિયા પર નજર કરી, તે તો તરત નીચું જોઈ ગઈ, પછી નિધી તરફ નજર કરી. તે થોડી નજર ચોરતી હતી એટલે અંકિતે સહજ કહ્યું. “તમારે મારી સાથે વાત કરતા ડરવું પડે એવું કોઈ દિવસ મેં કઈ કર્યું નથી. તો આજે કેમ બંને ડરો છો. હું બાપ છું પણ મેં તમને બધા ને હંમેશા સ્વતંત્રતા આપી છે. એક મિત્ર બનીને તમારો સાથ આપ્યો છે તો મહેરબાની કરી ને ડરો નહિ, આગળ બોલ બેટા”
નિધિએ બિંદિયા સામે જોયું, પરવાનગી મળતા બોલી. “સંતવાણી કામ્બલે, સંઘર્ષ જેને પ્રેમ કરતો હતો તે, હ..હ .. હજુ પણ કરે છે. આ બ્રેસલેટ તેણીએ સંઘર્ષને ભેટમાં આપ્યું હતું” હજુ આગળ બોલવા જાય તે પહેલા તો ઢીંગલી તેના નાના ને પ્રશ્ન પૂછી બેઠી. “નાનું આ સંતવાણી કોણ છે? તેને કહોને મને પણ આવું જ બ્રેસલેટ આપે મારા માપ નું”. બિંદિયા અને નિધી તો ડઘાઈ ગયા. પણ અંકિત ગેલમાં આવીને કહ્યું. “અરે તે તો તારા મામી છે બેટા, અને આવું બ્રેસલેટ કેમ આના કરતા પણ ખુબ જ સુંદર બ્રેસલેટ તને આપશે એક દમ નાનું નાનું તારા હાથમાં ફિટ થાય જાય તેવું હોને. હું તેને કહીશ ઓક ઢીંગલી?” ઢીંગલી તો ખુશ થઈને નાનુંને વળગી પડી.
ડ્રાઈવર અંદર આવીને બોલ્યો સર ગાડી તૈયાર છે. અંકિતએ બિંદિયા સામે જોઈને બોલ્યો. “સાંભળ, અત્યરે સંઘર્ષ માટે તેને ગમતી બધી જ વસ્તુ લઇ આવો જાવ. ખાવાથી લઈને પહેરવા ઓઢવાની, શોખની બધી જ વસ્તુ લઇ આવો. એક તાતણું પણ છૂટવું ન જોઈએ. નિધી તારી માં સાથે જા, ઢીંગલી અને કાનો ભલે અહીં રહ્યા હું અને આયા બંનેને સંભાળી લેશુ. તમે નિરાંતે ખરીદી કરો. હજુ એક વાર, એક તાતણું ન છૂટવું જોય બંને યાદ રાખજો.” બિંદિયા તો હરખની ઘેલી થઈને સીધી દોડીને ગાડીમાં ભરાઈ ગઈ. નિધી વિચારતા વિચારતા ગાડીમાં બેઠી. બિંદિયા તરફ નજર કરી.તે આજે મમ્મીના ચહેરાના તેજથી અંજાતી હતી.
રસ્તામાં ચુપકીદી તોડતા બિંદિયા બોલી. “નિધી, આજે ઘણી ખુશ છું. તારા પાપા આખરે બોલ્યા. અને એવું બોલ્યા કે જેને મારી બધી જ લાગણીને એક જ ઝાટકે આજીવન વિસામો આપી દીધો. આજે મને તેમનાથી કોઈ ફરિયાદ નથી. એક સમજફેરના લીધે હું આખી જિંદગી ગોથા ખાતી રહી. અને તારા પાપાએ મને જે બધું કહ્યું તે એક એક શબ્દએ બધા જ ઘાવ ભરી દીધા” પછી બિંદિયા નિધિને બધી વાત કરી. બધું સાંભળીને નિધીના આંખોમાં હરખના આંસુ આવી ગયા.
પછી બંને માં દીકરી ખરીદી કરીને ઘરે આવી. ઘરે કોઈ મહેમાન આવ્યું હતું. અને અહમ પણ બેઠો હતો નિધી તો ઉત્સાહમાં આવી ગઈ. અને સીધી અહમ ની બાજુમાં ઢળી પડી. અંકિતએ કઈ સામાન ન જોતા પૂછ્યું. “સામાન ક્યાં? લાવ્યા કે નહિ?”
બિંદિયા બોલી પાછળ બીજી ગાડી આવે છે. સામાન થોડો વધુ હતોને એટલે કારમાં સમાય તેમ ન હતો. બીજી ગાડી બાંધવી પડી. બધા એકી ટસે જોવા લાગ્યા. સામાન આવ્યો બધા આશ્ચર્યચકિત થઇ ગયા. “એટલો બધો સામાન?” બદલામાં બિંદિયા એટલું જ બોલી. “હા, ૩ વર્ષનું એક સામટું”
અહમએ નિધી સામે ત્રાસી નજર કરી. નિધી થોડી અવઢમાં મુકાય ગઈ અને પછી બોલી. “આપણી એક જ બેગ છે બસ એ પણ ઢીંગલી અને કાના માટે નકરો નાસ્તો” અહમને હાશકારો થયો.
બિંદિયા સોફા પર બેસતા બોલી “નિધીને કહ્યું હતું ત્યાં ખુબ જ ઠંડી પડે છે કાના અને ઢીંગલી માટે કંઈક લઈલે તો પણ ટસની મસ ન થઇ. અહમ બોલ્યો. “સારું કંઈક તો તે ખરીદીમાં બાકી રાખ્યું” અને ખુશ થઈને નિધી સામે જોવા લાગ્યો.
નિધી જાણતી હતી, તેને કોઈ દિવસ કોઈ વસ્તુ લેવા પર રોકટોક ન હતી. જે માંગે તે હાજર. બસ શરત એટલી, કે બધો જ ખર્ચો અહમ કરવો જોઈએ. પોતાના માં બાપ પાસે ઘણું છે. તેમને પણ દેવાની ઈચ્છા થાય છતાં અહમ કેહતો. “હું અભિમાન નથી કરતો પણ સમજ, આજે તું મારા જીવનમાં મારી સાથી બનીને આવી છો. તો તારી બધી જવાબદારી મારી છે. અને મારો હક છે તે એટલે મારો હક કોઈ છીનવીને જાય તે મને પસંદ નથી”.
નિધી પણ હસીને કેહતી. ” મારી ઈચ્છાઓ તમે પુરી કરો તે બાબતને તમે હક સમજો છો. તે જ બાબત ને મારા મમ્મી પપ્પા પ્રેમ સમજે છે, અને છેલ્લે તે બાબતને મારો નાનો ભાઈ પોતાની જીદ્દ. બસ એટલું ધ્યાન રાખજો કે તમારા બધા વચ્ચે ક્યારેય મારે દુઃખી ન થવું પડે.”
આમ તો અહમ સરકારી નોકરિયાત. લક્ષ્મી સાક્ષાત ઢીંગલીના રૂપમાં અહમના ઘરે અને નિધિની કોખમાંથી જન્મી હતી. ભગવાને વગર માંગ્યે અહમને બધું આપી દીધું હતું. અને છેલ્લે કાનાનો જન્મ. એક સંપૂર્ણ પરિવાર હતો. હા ક્યારેક ક્યારેક સંઘર્ષ અને અહમ વચ્ચે બોલાચાલી થતી, નિધિને કંઈક ને કંઈક આપવા બાબતે. પણ આ વાત ક્યારેય અહમ કે સંઘર્ષ નિધી કે પોતાના મમ્મી પપ્પા સુધી પહોંચવા ન દેતા. કારણ હતું અહમ અને સંઘર્ષ વચ્ચે ગજબનું બોન્ડિંગ. સાળા બનેવી કરતા બંને મિત્રો વધુ. ૮ વર્ષના લગ્ન જીવનમાં ભાગ્યે જ કોઈ વખત ઝગડા થયા હશે. તે પણ બાબત કેવી નિધિને ઘરે મુકવા જવાની. અહમને પોતાના સાસરે જતા શરમ આવતી અને નિધિને આ વાત જરાય ન ગમતી. કેમ કે તેને પોતાના પિયર આ બાબતના લીધે ન જવાતું. સંઘર્ષ તેમાં પણ અહમને સાથ આપતો. અને પોતાની મોટી બહેનને જાતે લઇ આવતો. એટલે જ અહમ અને સંઘર્ષ બંને વચ્ચે બોન્ડિંગ વધુ મજબૂત બન્યું હતું.
અંકિત: “કર્મ, આ બધું મોકલાય જશે ને? કઈ વાંધો તો નહિ આવે ને?” અંકિત કંઈક મૂંઝવણમાં બોલ્યો.
કર્મ: “અરે કાકા, કશુ ચિંતા કરવાની જરૂર નથી, સામાન થોડો વધુ છે, પણ વાંધો નહિ. હું જાતે જ આ બધો સામાન ન્યૂ યોર્ક પહોંચાડી આપીશ. તમે ચિંતા ન કરતા. તમે બસ ખુશ રહો. હું બેઠો હોય ત્યાં મુશ્કેલી હજાર વખત વિચાર કરશે આવવામાં”. બધા ખળખળાટ કરતા હસી પડ્યા.
ન્યૂ યોર્ક
માર્કેટ ચાલુ થવામાં ૧૦ મિનિટની વાર હતી. સંઘર્ષ જાણતો હતો. હવે દુનિયા ઉથલ પાથલ થવા નજીક હતી. કોરોનનો કેર વર્ષવાનો હતો. આજે બધી પોઝિશન સ્ક્વેર ઓફ કરવાની હતી નુકસાની તો નુકસાની પણ બધું વેચી મારવાનું હતું. પોતે પણ જાણતો હતો. જો તે મોટા પ્રમાણમાં સેલિંગ ચાલુ કરશે એટલે બધા જોતરાય જવા ના. અને પોતે ન વહેચે તો પણ બીજા તો વહેંચવાના જ હતા. થોડી નુકસાની સહન કરી શકાય પણ પોતાનો પોર્ટોફોલિયો સાવ તળિયે જાય તે સંઘર્ષને પોસાય તેમ ન હતું.
માર્કેટ ચાલુ થવામાં ૫ મિનિટની વાર હતી. ભારતમાં પોતાના ખાસ મિત્ર એવા વિમર્શને કોલ જોડ્યો.
વિમર્શ: બોલો મોટાભાઈ, કાલનો નો કોલ આપો. કમાવાનું છે.
સંઘર્ષ: બધી પોઝિશન માર્કેટ પ્રાઈઝ પર વેચી દેજે. ખરાબ સમય અત્યારથી જ શરૂ થાય છે. હું બધું સ્ક્વેર ઑફ કરવાનો છું. અહીં નું જોઈને ત્યાં પર ભૂકંપ આવશે ચેતીને રહેજે. બધા ને જણાવી દેજે. વાણીને ગમે તેમ કરીને પોઝિશન માંથી કાઢજે. તે ન મને તો તું જાતે બધું વેચી દેજે. તેના નિર્ણયની રાહ ન જોતો.
વિમર્શ: હું એવું નહિ કરી શકું ભાઈ, તને ખબર ને.
સંઘર્ષ: હું તેને સંભાળી લઈશ તું ચિંતા ન કર. હું બેઠો છું ત્યાં સુધી તેને ઉની આંચ પણ નહિ આવા દવ . તારી તો તું ચિંતા કરવાનું જ છોડી દે. મબલખ રૂપિયા છે. તારી ઉપર કોઈ આંગળી ચીંધે એવો કોઈ જનમ્યો નથી. હું કહું છું બસ એટલું કર.
માર્કેટ ચાલુ થયું. જોત જોતામાં સેલિંગ નું એટલું પ્રેસર વધ્યું કે ટોચ પર બેઠેલા બધા શેર ડીસકાઉન્ટ શબ્દને શરમાવે તેવા ભાવે આવી ગયા. સંઘર્ષ તો પોર્ટોફોલિયોની ૫% નુકસાની ખાઈ ને નીકળી ગયો.
ભારત.
વિમર્શએ સંતવાણીને કોલ કર્યો પણ જવાબ ન મળ્યો. વોટ્સઅપ પર ઉપરા ઉપરી મેસેજ નાખવાનું ચાલુ કર્યું.
સંતવાણી USA માર્કેટ જોઈને ડઘાઈ ગઈ. તેના ધબકારા વધવા લાગ્યા. તે સુન્ન થઈને ફસડાય પડી. મનમાં ખરાબ વિચારો શરુ થઇ ગયા. “સાનુ, તું શું કરતો હોઇશ, પ્લીઝ કઈ પણ પગલું ભર્યા પહેલા મારુ વિચારજે. હું હવે વધુ સહન કરી શકું એમ નથી. એક વાર બસ એક વાર મને મોકો દે. મારી ભૂલ હતી એક વાર મને માફ કરી દે. આ ૩ વર્ષ જાણે પળ પળ તારી માફી આપવાનો એહસાસ થતો હતો પણ એક વાર તારા મોઢેથી સાંભળવું છે. પ્લીઝ બસ એક વાર મને મળી લે. હું આજીવન તારી યાદ સહારે જીવી લઈશ બસ એક વાર મને મળી લે.” સંતવાણી રીતસર જમીન પર ફેલાય રહી.
“મેડમ મેડમ, શું થયું મેડમ તમે ઠીક છોને?? ડોક્ટરને બોલવું”. મિસ ગુપ્તા દોડીને આવી અને સંતવાણીને આધાર આપીને સોફા પર બેસાડી. ડોક્ટરને કોલ કરીને પાણી લઈન તેને આપ્યું. થોડા દૂર જઈને સંતવાણીના ઘરે તેની મમ્મીને કોલ કરીને બધી વિગતો વિગતની જાણ કરી. મિસ ગુપ્તાનો કોલ આવ્યો એ પેહલા સુજાતાને વિમર્શનો કોલ પહેલાથી જ આવી ગયો હતો. સુજાતા તરત ગાડી લઈને પોતાની દીકરીની ઓફિસ પર જઈ ચઢી. દીકરીની આવી હાલત જોઈને તેનાથી સહન ન થયું. પોતાની સોડમાં સંતાડીને એક માંની મમતાનું ઝરણું આંસુ બનીને પોતાની વહાલસોઈ દીકરી પર વર્ષવા લાગ્યું. આમ પણ સંતવાણીનું આ દુનિયામાં હતું પણ કોણ?, બંને જ હતા એક બીજા માટે.
તને પપ્પા કાર એક્સીડંટમાં પરલોક સિધાર્ય હતા. જ્વેલરીનો મોટો એવો શૉ રૂમ હતો અમદાવાદમાં અને સારી એવી શાખ પણ હતી. MBA માં એડમિસન મળ્યું હજુ ત્યાં તો આ બિઝનેસની જવાબદારી આવી ચઢી. સુજાતા વધુ ભણેલી ન હતી એટલે આ કામ તેને ફાવે તેમ ન હતું. એટલે બધું સંતવાણી પર આવી ગયું. બાપ ની હોશિયારી અને ધંધાની સુજ્બુજ સંતવાણીનો વારસામાં મળી હતી. પણ પ્રશ્ન હતો હું ધ્યાન રાખીશ તો ભણાશે કઈ રીતે?
આ વાર્તામાં મે હાલની પરિસ્થિતિને વર્ણવી છે. વાર્તા ઘણી હદ સુધી બદલાય ગઈ છે. કેમકે તમને વાંચવામાં રસ પડે. વાર્તા મે પહેલા લખેલી જ હતી. પણ આખો ભાગ વાંચવા માટે તમારે 4 4 કલાક જોય. એટલે વિચાર્યું કે નાના નાના ભાગ બનાવીને પ્રકાશિત કરુ. ચાલો ફરી સફરે…
Please share your to loved once and your friends. know their feelings about you. 🙂