Categories
Poetry

આજે અચાનક એવી હું….

?આજે અચાનક હવાની લહેરખીમાં, એવી હું દેખાઈ,
ધૂંધળી ધૂંધળી બાળપણની યાદોમાં, એવી હું ખોવાઈ…

આજે ફૂલોથી મહેકતા ઉપવનમાં, એવી હું રોપાઇ,
સ્પર્શીને જોવું જરાક દિલમાં, એવી હું મૂંઝાઈ…

આજે ફરી એજ પ્રાંગણમાં, એવી હું ડોકાઈ,
શાળાના પ્રથમ નટખટ પગથિયે, એવી હું રોકાઈ…

આજે ક્લાસની છેલ્લી બેંચમાં, એવી હું સર્જાઈ,
જીવનભરની મળેલ સૌગાદ દોસ્તીમાં, એવી હું અંજાઇ…

આજે ચોક પાટીના ચિતરડામાં, એવી હું રંગાઈ,
ઘડીભર નિર્દોષ મારા બાળપણમાં, એવી હું છુપાઈ…?



✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)
https://www.digitalstory.in/

Dhruti Mehta "અસમંજસ"

By Dhruti Mehta "અસમંજસ"

વ્યાયસાયથી હું સોફ્ટવેર એન્જિનિયર છું પણ લેખન હવે મારા અસ્તિત્વ સાથે જોડાયેલ છે...લખું છું કેમકે મને એમાં અનહદ શાંતિ અને સુકુન મળે છે...

One reply on “આજે અચાનક એવી હું….”

Comments are closed.

error: Content is protected !!