નૈના અને સમીર, બાળપણથી જ સાથે રહ્યા, આજુ બાજુમાં જ ઘર હોવાથી સાથે જ રમતા, ઝગડતા, સ્કૂલ જતા.
બંનેનું બાળપણ વીત્યું ને યૌવન આવ્યું, છતાં એમની દોસ્તી એવી ને એવી જ રહી.
કૉલેજના ત્રણ વર્ષોં પણ એક સાથે જ વિતાવ્યા પણ બંનેમાંથી કોઈ ને એક બીજા પ્રત્યે પ્રેમ ની લાગણી ના થઈ.
અને ત્યાંજ સમીર ને વધુ અભ્યાસ માટે વિદેશ જવા માટે તક મળી, બંને બહુ ખુશ થયા. આજે સમીરને મૂકવા બધા એરપોર્ટ પર આવ્યા હતા, સમીર અને નૈના એકબીજાને આખરી વાર મળી છૂટા પડ્યા, હવે વર્ષો પછી મળવાના હતા.
બંને ધીરે ધીરે વિરૃદ્ધ દિશામાં ચાલવા લાગ્યા, પણ આ શું થઈ રહ્યું હતું બંને ને, દિલ માં કેમ કંઇક ખૂંચી રહ્યું હતું, નાજાને કોઈ લાગણી બંનેના હૃદયમાં ઉમડી આવી, ધડકનો તેજ થવા લાગી, કેમ બંને ને છૂટા પડવાનું મન નહોતું કરતું, એક બીજાને રોકી લઉં કેમ એવું લાગવા લાગ્યું?
બંને ના પગ અટકી ગયા, પાછળ ફરી જોયું તો બંનેની વચ્ચે રહેલો ગેટ ધીરે ધીરે બંદ થઈ રહ્યો હતો, અને અચાનક બંને દોડીને એકબીજાને વળગી પડ્યાં.
આજ તો હતો બંનેના પ્રથમ પ્રેમ નો પ્રથમ અહેસાસ….
✍️ Dhruti Mehta (અસમંજસ)
Categories
પ્રથમ પ્રેમનો પ્રથમ અહેસાસ

One reply on “પ્રથમ પ્રેમનો પ્રથમ અહેસાસ”
વાહ ??