કેટલુંય વિચાર્યું તોય ન મળી ખોવાયેલી કડી; લાગે છે આજ પાનખર ફરી ભૂલી પડી!
લીલાછમ ઝાડવાંને અનેરી પીળાશ અડી, જાણે પાનખરના સ્વાગતની પેરવી જડી,
કોણ જાણે વસંતના વાયરાની શું આફત નડી, એણે પાંદડાંઓથી ભરી મારા મનરૂપી કેડી,
આજે કાળે એવી કરુણ ઘટના ઘડી, ઘરડા પાન જોઇ ધરા બોલી,”પોતાના અંગને કોઈ તરછોડે થોડી!”
અરસા બાદ અંતે વસંતના કિસ્સાની વાળી ગડી, લાગે છે આજ ફરી પાનખર ભૂલી પડી!
-હેત્વી “ધરા”