કેમ કહું કે મનની શું વ્યથા છે,
આખરે જીવનની આ જ કથા છે.
અખૂટ ઘેલછાઓથી ભરેલો આ જીવ હજી તો કાચો છે,
આજ-કાલ માણસાઈનો સંબંધ પણ ક્યાં સાચો છે!
વિકટ સમયે “સગા-વ્હાલા” ની આશ રાખી શક્યા,
કોઈના માટે સ્નેહ, સમજણના પર્યાય ન બની શક્યા.
અન્યના વિશ્વાસ, પ્રેમને રમકડાં બનાવે,
ખુદના અનુભવથી પણ ક્યાં સમજણ આવે!
ઈર્ષ્યા, અદેખાઈમાં આ માનવ પોતાને જ ભૂલે,
પરિસ્થિતિ, લાચારીથી કાળનાં ચક્રમાં ઘૂમે!
લાગણી માટે તરસે છતાં ભ્રષ્ટાચાર વરસાવે,
ઈશ્વરનું “શ્રેષ્ઠ સર્જન” કેમ અરાજકતા ફેલાવે?!!
-હેત્વી “ધરા”
4 replies on “માનવ રૂપે દાનવ…!”
ઇશ્વર નું શ્રેષ્ઠ સર્જન જ આજે ઇશ્વરના બીજા સર્જનનો વિનાશ કરી રહી છે..
જી હા, એકદમ સાચું કહ્યું..
Awesome!
Thank you very much ☺️