
અરે, વાંદરા ભૂતડા…મારા મેસેજનો જવાબ કેમ નથી આપતો, જો તો ખરા મે કેટલા મેસેજ કર્યા. તને ભાન પડે છે કે નઈ, હું ક્યારની તારી રાહ જોઉં છું.વિહાને જેવો ફોન ઉપાડ્યો સામે છેડેથી ચાંદની ધોધમાર વર્ષી પડી.
અરે મારી નક્ચડી ભૂતડી, રૂકતો ખરી, હમેશા એક્સપ્રેસની જેમ ચડી આવે છે. મારી વાત સાંભળતો ખરી.તું મને બોલવાનો ક્યારે મોકો પણ નાં આપે અને પછી કહેશે તું કેમ કઈં બોલતો નથી, વિહાન ખડખડાટ હસતા બોલ્યો.
નાનપણના દોસ્તો વિહાન અને ચાંદની, બંને વચ્ચે ચાલી રહેલ આં મીઠી રકઝકમાં ગળાડૂબ મેહ વર્ષી રહ્યો હતો.
દેખ વિહાન મને ગુસ્સો ના અપાવ, આમપણ મારું મગજ છટકેલું છે. અને તું તારી ગર્લફ્રેન્ડસ માથી ઊંચો આવે પછી મારી વાત સાંભાળજે હવે. હું ફોન મુકું છું મારો.
વિહાન મુસ્કુરાઈને બોલ્યો, અરે ચાંદ મને બોલવા તો દે, મારી વાત સાંભળતી જા, હું જો ટેરેસ પર ઉભો વરસાદની મોજ માણી રહયો છું, એટલે મોબાઇલ પોકેટમાં હોવાથી તારા મેસેજની ખબરના પડી, હવે મૂંગી મર અને જો સાંભળ અને અનુભવ આં અનેરી ક્ષણો…
ઝરમર ઝરમર વરસતા વરસાદની ઝીણી ઝીણી ફોરો દેખ કેવી ભીંજવી જાય છે. એ માટીની ભીની સોડમ, એ તમરા નાં મીઠા લાગતાં સુમધુર સંગીત… જો આસમાનમાં વાદળોની વચ્ચે સંતાઈને બહાર નીકળતો ચાંદ..કેટલું અનુપમ સોંદર્ય છે આં પ્રકૃતિનું, વિહાન વરસાદના એકેક એહસાસને અનુભવતા પોતાની આંખો બંધ કરતા બોલ્યો.
અને હું જો, દોડીને મારા બંને હાથોને ફેલાવી એને મારાં માં સમાવી લઉં જાણે એ એકેક બારિશના બુંદને, ચાંદની આંખો બંધ કરી જાણે ત્યાં હોય એમ અનુભવતા બોલી.
અને એ ફેલાયેલ બાંહોમાં કોઈ આવીને ધીરેથી સમાઈ જાય…વિહાનનાં શબ્દો સરી પડ્યા..
અને સાથેજ આકાશમાં થતાં વીજળીના ચમકારા, મોબાઇલ ના બે છેડે રહેલ વિહાન અને ચાંદનીના દિલમાં પ્રેમનો ચમકારો ઉતારી ગયો.
??વરસતા વરસાદની બુંદ થકી, હૈયા ભીંજાઈ ગયા,
એના પ્રેમની તરસ રૂપી, એહસાસ છોડી ગયા..??
**************
ધ્રુતિ મહેતા (અસમંજસ)