ખોવાયેલ પ્રેમ

lost love

અને નાનકડી મીરા પાણીની આખી ડોલ આંગણાંમાં સુતા માધવ ઉપર નાખી ને દોડી. કોઈ ગહેરા સપનામાંથી જાગતા માધવ એ દૂર જતી મીરાને જોઈને એણે મીરા પાછળ દોટ મૂકી.
ઉભીરે મિરાડી આજે તો તારી ખેર નથી.
મીરા ઠેંગો બતાવીને ઝડપથી પોતાના ઘરે પેસી ગઈ અને પોતાની માતા ને વળગી પડી.

માધવ પણ એની પાછળ દોડ્યો અને મીરાના ઘરે પગ મૂકતા જ મીરાની માતાને ફરિયાદ કરતાં કહ્યું જુઓને કાશી માં આ મિરાડી આજે પણ મને સુવા નઈ દીધો. એને સમજાઈ દેજો મને આમ પરેશાનના કરે, આજે તો કરશન કાકાને સાંજે આવે એટલે તને બરાબરની ધોલપટલ કારાવું જો, માધવ એ ગુસ્સાથી મીરા સામે જોતા કહ્યું.

જાજા હવે ધોલ્પટલ વાળી ના જોઈ હોય તો, સમય જો નિશાળે જવાનો વખત થયોને આ લાડ સાહેબ હજુ ઊંઘે છે, જા હવે અને તૈયાર થઈજા નઈ તો શાળા એ મોડા પડીશ તો રમેશ માસ્ટરના હાથ નો માર ખાઇસ. મીરા ની માં બંનેને આમ ઝગડતા જોઈ રહી ને હસતા બોલી પડી અરે બેઉ ઝગડો બંદ કરો ને તૈયાર થાઓ નિશાળ જવા. માધવ પગ પછાડતો મીરા ના ઘર ની બહાર નીકળી ગયો.

તો મિત્રો આ હતા આપડી વાર્તાના મુખ્ય પાત્રો મીરા અને માધવ. દરિયા કિનારે વસેલા નાનકડા ગામમાં આ નાનકડા બાળપણના ભેરુ આસપાસના ઘર માં રહેતા હતા. બંનેની ઉંમર હજી નાની હતી, પ્રેમ કે મિત્રતાનો અર્થ સમજવા બઉ નાના હતા, આખો દિવસ બેઉ આમ જ ઝગડતા રહેતાં પણ એક બીજા વિના રહી પણ ના શકતા. બંને ની આવી નિર્દોષ મિત્રતા જોઈ બેઉ ના માતા પીતાં ની આંખો ઠરતી.

મીરા ને માધવ બેઉ એક બીજાનો પર્યાય બની રહેતા. શાળા હોય કે ઘર, મંદિર હોય કે ગામ ની ભાગોળ બેઉ સાથે ને સાથે જ જોવા મળે. બંનેના પીતા માછીમાર હતા અને મિત્રો પણ.
બંને પરિવાર હળી મળી ને આનંદ થી દિવસો પસાર કરી રહ્યું હતું.

માધવ અને મીરા પણ હસતા રમતા, રડતા ઝગડતા બાળપણ વિતાવી રહ્યા હતા. ગામમાં પણ બંનેની મિત્રતાની વાતો થતી. આમ જ સમય પસાર થતો ગયો. હસતા ખેલતા આ પરિવાર ને કુદરતની જાણે નજર લાગવાની હતી.

ડિસેમ્બર નો સમય હતો, બેઉના પિતા દરિયો ખેડવા ગયા હતા, માધવના મામાં શહેરથી આવ્યા હતા, એમને માધવ ને થોડા દિવસ પોતાની પાસે લઇ જવા કહ્યું, માધવ એ શહેર માં જવાની ઘણા સમય થી ઈચ્છા હતી, એ તરત તૈયાર થઈ ગયો, એ દોડી ને મીરાને આ સમાચાર આપવા પોંચી ગયો.

એ મીરાડી હું તો ઉપડ્યો શહેર માં, મારા મામા ને ત્યાં, તારે હારું શું લાવું બોલ. આ સાંભળી ને મીરાં ઉદાસ થઈ ગઈ.
અરે ગાંડી તું કેમ ઉદાસ થાય છે હું થોડા વખત માટે જ જવું છું, હમેંશા થોડી જવાનો, અને મને પણ ત્યાં ઝઘડવા માટે કોણ મળવાનું હું તો આ ગયો ને આ આયો. બસ થોડા દિવસો નો જ સવાલ છે.

મીરા આ સાંભળીને રડી પડી, એનો ભેરુ એને છોડી પહેલી વાર ક્યાંક જઈ રહ્યો હતો. માધવ બોલ્યો ચાલ જો તારો હાથ આપ, મીરા રડતી રડતી પોતાનો હાથ માધવને આપ્યો.
માધવ એ મીરા ના હાથ માં એક લોકેટ આપતા બોલ્યું લે આ મારા વતી તમે જનમ દિવસ ની ભેટ, હસતા હસતા
મીરા એ લોકેટ જોતા બોલી અરે વાહ તને યાદ હતું. હું એમાં આપડા બેઉ નો ફોટો લગાઇસ. અરે તું ખ્હોલ તો ખરી, મીરા એ લોકેટ ખોલતા જોયું એમાં પહેલેથી જ બંને ના ફોટા હતા.
માધવ એ લોકેટ મીરાના ગળા માં રહેલા ચેઇન માં લોકેટ ભરાઈ મીરા ને પહેરાઈ દીધું. એ દિવસે બંને જણા દરિયા કિનારે મોડા સુધી બેસી વાતો કરતા રહ્યા.

બીજા દિવસે સવારમાં જ માધવ મામા સાથે શહેર જવા નીકળી ગયો. મીરા એકલી પડી ગઈ, રોજ માધવની રાહ જોતી દરિયા કિનારે બેસી રહેતી. મીરા ના પીતા પણ દરિયો ખેડીને આવ્યા નતા, હવે થોડા દિવસોમાં માધવ આવાનો હતો, પણ કુદરતને કઈ બીજું મંજૂર હતું.

એ ગોઝારા દિવસે મીરા દરિયા કિનારે બેઠી હતી, દરિયો જાણે રોજ કરતા વધુ શાંત લાગતો હતો, મીરા પોતાના ખાયાલોમાં ખોવાયેલી હતી અને ત્યાં જ ભાગ દોડ મચી ગઈ, લોકો આમ તેમ દોડવા લાગ્યા, હજું મીરા કઈં સમજે એ પહેલા માધવની માં મીરા ને ઊંચકી દોડવા લાગી. મીરા એ પાછળ જોયું તો દરિયામાંથી મોટું મોજુ ગામ તરફ ધસી રહ્યું હતું, એ મોજુ એટલું વિશાળ હતું કે નાનકડી મીરા ની આંખોં એની વિશાળતા ને આંબવા ટુંકી પડતી હતી. મીરાં હવે રડવા લાગી હતી ને માધવની માં ને વળગી રહી ને આંખો બંદ કરી દીધી.

ત્યાર પછી શું થયું એ મીરાને કંઇજ ભાન ના રહ્યું, સુનામીના મોજાએ પુરા ગામને તબાહ કરી દીધું.
મીરાએ જ્યારે પોતાની આંખો ખોલી ત્યારે એની નાનકડી દુનિયા બરબાદ થઈ ગઈ હતી. ચારો તરફ તબાહી મચી ગઇ હતી, ક્યાંય જમીન કે મકાનોનું નામો નિશાન નહોતું બસ હતું તો બધે પાણી જ પાણી, નાનકડી મીરા સમજી ના શકી કે આ શું થઈ ગયું. એ પોતાનું ઘર અને માતા ને ગોતવા લાગી પણ કંઇજ હાથ ના આવ્યું. માધવ ની માં નો પણ ક્યાંય પતો નહોતો.
મીરા રડી રડી ને એક લાકડાના ટુકડા પર બેસી રહી, બચેલા લોકો હવે પોતાની જાત ને સાંભળી બીજા ની મદદ કરવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા દરિયા માં માછી મારી કરવા ગએલાં લોકો માંથી પણ કોઈ નથી બચ્યું.

કેટલાક સ્વયમ સેવકોની નજર રડી રહી મીરા પર પડી. લોકો એ એને રેસ્ક્યુ કેમ્પ માં લઇ ગયા. ક્યાંય મીરા કે માધવની માતાના નામ નિશાન નહોતા. શહેરમાંથી આવેલા એક એનજીઓ ચલાવતા કપલ ને નાનકડી મીરા બહુ ગમી ગઈ, એમને મીરાને દત્તક લઇને શહેરમાં લઇ ગયા.

નવા માં બાપના પ્રેમ થી ધીરે ધીરે મીરા સદમાંમાંથી બહાર આવવા લાગી અને પોતાના માં બાપ ને ભૂલી નવા માં બાપ સાથે હળી ભળી ગઈ. બસ એ માધવને ના ભૂલી શકી.
રોજ ગળામા રહેલા લોકેટ પકડી એ બેસી રહેતી. નાનપણ માં એ ભેરુ ને મીરા ક્યારેય ના ભૂલી શકી.

બીજી બાજુ માધવ મામા ને ત્યાં શહેરમાં હતો ને સુનામીના કહેર ની ખબર આવી, માધવના માં બાપની પણ કોઈ જ ખબર નહોતી, માધવ ના મામા એ માધવ ને પોતાની પાસે જ રાખી લીધો.માધવ માનવા તૈયાર નહોતો કે એની સાથી મીરાં હવે આ દુનિયામાં નથી. એ દિવસ રાત મીરા ને યાદ કરી રહ્યો.

બસ સમય વીતવા લાગ્યો અને આપડી કહાનીના નાના બાળ સાથી મોટા થવા લાગ્યા. બંને વિચારતા કે ક્યારેક તો પોતાના નાનપણના સાથી ને જરૂર મળશે. એ આશામાં દિવસો વીતવા  લાગ્યા.

10 વર્ષો ના સમય બાદ……

નાનપણના બંને ભેરુ હવે યુવાની માં પ્રવેશી ગયા હતા. મીરા 18 વર્ષની મુગ્ધ સુંદર યુવતી અને માધવ 20 વર્ષ નો નવજવાંન હેન્ડસમ યુવાન.

મીરાના માતા પીતા એ મીરા નું એડમિશન શહેર ની મોટી કૉલેજમાં કરાવ્યું. મીરા નો કૉલેજમાં આજે ફર્સ્ટ ડે હતો. અને પહેલા જ દિવસે મીરાને લેટ થઇ ગયું. મીરા એના હોન્ડા સિટી કાર જલ્દી જલ્દી પાર્ક કરવા જતા પાછળ આવી રહેલા એક યુવાનની બાઇક સાથે અથડાય દે છે.

મીરાં કારની બહાર નીકળી પેલા યુવાનને ઊભો કરે છે અને ત્યાંજ બંનેની નજર મળતા એક અલગ એહસાસ થાય છે. બંને જણા એક બીજાને દુનિયાનુ ભાન ભૂલી બસ એકબીજાને તાક્યા કરે છે, ત્યાંજ બાઇક અને કાર ની ટક્કર જોતા બીજા કૉલેજ સ્ટુડન્ટ્સ ભેગા થઈ જાય છે એનો ખ્યાલ આવતા બંનેઆ દુનિયામાં પાછા આવે છે. એ છોકરા ને નાનકડી ઇજા થઇ હોય છે અને એનું બાઇક સલામત હોય છે. મીરા એને સોરી કહે છે, પેલો છોકરો અરે ઠીક છે કઈ વાંધો નહિ એમ કહી ને ત્યાં થી નીકળી જાય છે.
મીરા ક્યાંય સુધી એ છોકરાને જતા જોઈ રહે છે, ત્યાંજ એને ખયાલ આવે છે કે એનું નામ પૂછવાનું તો રહી જ ગયું.
મીરા ને ક્લાસ દરમિયાન બસ પાર્કિંગ મા અથડાયેલા છોકરાનો જ ચહેરો યાદ આવતો હતો જાણે શું હતું એની આંખો માં જે મીરા ને એની તરફ ખેંચી રહ્યું હતું.

આ બાજુ એ યુવાનને પણ ક્લાસ માં ધ્યાન નથી લાગતું એને બસ પેલી યુવતીના જ વિચારો આવ્યા કરે છે, એનોં ચહેરો એના સામેથી ખસતો જ નથી.
અરે માધવ…. ક્યાં ખોવાઈ ગયો યાર, સાંભળતા જ એ મીરા ના વિચારો માંથી બહાર આવે છે.
વરસોથી બિછડેલા બેઉં મિત્રો આવી રીતે મળે છે પણ એકબીજાને ઓળખી નથી શકતા.

માધવ ત્રીજા વર્ષ માં તો મીરા ફર્સ્ટ યર માં સ્ટડી કરતાં હતાં.
સ્મિત જે મીરાના પિતાના મિત્ર નો દીકરો હતો એ પણ આજ કૉલેજ માં માધવ ના ક્લાસ માંજ સ્ટડી કરતો હતો. સ્મિતને મીરા બહુજ પસંદ હતી, શહેરમાં આવ્યા પછી એજ મીરાનો સારો મિત્ર બન્યો હતો. મીરાં હજુ પણ માધવને મળવાની આશામાં હતી, સ્મિત એના માટે ફક્ત મિત્ર થી વધુ કંઇજ નહોતો.

ક્લાસ ખતમ થયા બાદ સ્મિત મીરા ને ફોન કરી પાર્કિંગમાં મળવા બોલાવે છે. ત્યાંથી બંને કૉલેજ કેઇન્ટીન માં જાય છે.

મીરા તારો આજનો પહેલો દિવસ કેવો રહ્યો કૉલેજ માં? સ્મિત બોલ્યો.
મીરા બોલી અરે યાર જવાદે, કંઇજ ના પૂછ. પહેલા જ દિવસે મારી કાર સાથે અકસ્માત થયો કૉલેજમાં, સારું છે કે એ છોકરાને કે એની બાઇકને કઈ નુકશાન નથી થયું.

ઓહ, તને તો કઈ થયું નથી ને, સ્મિત ચિંતા કરતા બોલ્યો.

અરે નાં ના, જો હું કેવી ફક્કડ છું સહી સલામત.

સ્મિત હળવો થતા બોલ્યો, હા તો સારું છે, કોણ હતો એ છોકરો?

અરે બધું એકદમ જલ્દી બની ગયું હું એનું નામ પણ ના પૂછી શકી, મીરા બોલી.

ઓકે મેડમ ચાલો હવે જઈએ, સ્મિત એની કારની ચાવી રમાડતા બોલ્યો.

ઘરે જતા જ મીરા એની માતા ને ભેટી પડી. એના પપ્પા પણ ઘરે હતા.

મારી લાડકી આવી ગઈ, કેવો રહ્યો દિવસ. અમને તો કોઈ જોતુંજ નથી અને બધું વહાલ મમ્મી ને કેમ? મીરાના પપ્પા ખોટો ગુસ્સો બતાવતા બોલ્યા.
મીરા પપ્પા ને ગળે વળગી બોલી મારા વ્હાલા પપ્પા તમને તો પ્રેમ કરું એટલો ઓછો છે, મને એ ગોઝારા દિવસે તમે બંનેના મળ્યા હોત અને અહી દીકરી બનાવીના લાવ્યા હોત તો મારું શું થતું.

કોણ જાણે મારો બાળપણનો પ્રેમ મારો માધવ ક્યાં હશે? ગળામાં રહેલા પોતાના લોકેટ તરફ જોતા મીરા બોલી.

અરે બેટા ભૂલી જા એને, કોને ખબર એ જીવતો છે કે નઈ અને છે તો એને તું યાદ હોઈશ કે નઈ. સ્મિત કેટલો સારો છોકરો છે, દરેક રીતે તારે યોગ્ય છે, માધવને ભૂલી તું સ્મિતની સાથે લગ્ન કરી લે, તો અમે શાંતિથી આ દુનિયામાંથીં જાઇ શકીએ. અમે હવે ક્યાં સુધી આ દુનિયામાં રહેવાના બેટા, અમારા પછી તારું શું દીકરા? આ દુનિયા છોડતા પહેલા તને યોગ્ય હાથમાં સોંપી ને જઈએ તો અમારા આત્માને શાંતિ મળશે બેટા.

મીરા રડતા રડતા પોતાના રૂમમાં ચાલી ગઈ. માધવ ક્યાં છે તું, હવેતો કેવડો મોટો થઈ ગયો હશે, હું તને કેવીરીતે ઓળખીશ.
પ્લીઝ જલ્દી મળી જા મને, હવે રાહ નથી જોવાતી વધુ. અને એની સામે કૉલેજ માં મળેલા પેલા અજાણ્યા છોકરાનો પાછો નજર સમક્ષ આવી ગયો.

બીજા દિવસે સુંદર તૈયાર થઈ ને મીરા કૉલેજ જવા પોતાનાં રૂમ માંથી નીચે આવે છે ત્યારે એની નજર ડાઇનિંગ ટેબલ પર પડે છે ત્યાં સ્મિત મીરાના પપ્પા સાથે નાસ્તો કરવા બેસેલો હોય છે.
સ્મિત નીચે ઉતરી રહેલ મીરાને જોઈ રહ્યો, બહુ જ સુંદર લાગી રહી આજે મીરા. મીરા પાસે આવતા જ સ્મિત બોલી ઉઠ્યો અરે મીરા ગુડ મોર્નિંગ, ચાલ આજે તને હું કોલેજ લેતો જાઉં, મીરા અને સ્મિત કૉલેજ જવા નીકળે છે, કૉલેજ પહોંચતાંજ મીરાની નજર ગઈ કાલે મળેલા એ છોકરાને શોધવા લાગે છે પણ એ ક્યાંય દેખાતો નથી.
બીજી બાજુ માધવ પણ એ અજાણી છોકરીને શોધવાં પ્રયત્ન કરે છે પરંતુ તે દેખાતી નથી.

ઘણા દિવસો પસાર થઈ જાય છે પરંતુ મીરા અને માધવ નો સામનો થઈ શકતો નથી. બંને ઘણીવાર પાસે પાસે થી પસાર થયા પરંતુ કોઈ ને કોઈ કારણસર મળી ના શક્યા.
અનેં એક દિવસ મીરા ઝડપથી પસાર થઈ રહી હોય છે અને પાછળથી કોઈ એને બોલાવી રહ્યું હોય છે, મીરા જેવી પાછળ છે આગળથી આવતા માધવ સાથે અથડાય જાય છે. મીરા ની  બધી બુક્સ હાથ માંથી પડી જાય છે, મીરા અને માધવ બેઉ નીચા નમી બુક્સ લેવા જાય છે ત્યાં ફરી બંનેના માથા અથડાય છે અને બંને હસી પડે છે. માધવની નજર મીરાના ગળા માં રહેલા લોકેટ પર જવાની જ હોય છે ત્યાંજ માધવ નો ફ્રેન્ડ આવી જાય છે અને એને ખેંચીને લઈ જાય છે.
માધવ દેખાતો બંદ થાય ત્યાં સુધી મીરા એને જોઈ રહે છે.
નસીબ જાણે બનેંની સાથે અજીબ સંતાકૂકડી ની રમત રમી રહ્યું હતું.

બીજા ઘણા દિવસો પસાર થઈ ગયા, માધવને ઘણી વાર મીરા દેખાઈ, એને જોઈ માધવનું મન બેચેન થઈ જતું પણ સ્મિત  હમેંશા મીરા સાથે જોવા મળતો, એ બંનેને  સાથે જોઈ માધવ ક્યારેય મીરાને સામેથી મળવા ના જાઇ શક્યો.

કૉલેજ નું ફર્સ્ટ યર ખતમ થવા આવ્યું હતું, બધા સ્ટુડન્ટ્સ એક્ઝામ ની તૈયારી માં લગીગયા હોય છે. ત્યાંજ મીરાના પપ્પા ની તબિયત ખરાબ થઈ જાય છે, એ મીરાને પોતાની પાસે બોલાવી સમજાવે છે, બેટા હવે હું બઉ સમય આ દુનિયામાં નથી રહેવાનો મને એવું લાગે છે, તું ક્યાં સુધી માધવની રાહ જોઇશ, એને મળવું હોત તો ક્યારનો તને મળી ગયો હોત.તું સ્મિત સાથે લગ્નઃ કરી લે બેટા, મારી આ આખરી ઈચ્છા નઈ પુરી કરે બેટા, તારા લગ્ન કરાવીને આંખો મીંચી દઉં તો સારું નહીતો મારા આત્માને શાંતિ નઈ મળે. મીરા રડવા લાગે છે અને પોતાના વહાલા પપ્પા ને મોહન સાથે લગ્ન કરવાની તૈયારી શરૂ કરવા કહે છે.

એક્ઝામ પતી જાય પછી મીરા અને સ્મિતના લગ્ન નક્કી થાય છે. સ્મિત અને મીરાના ઘરે બધા લોકો બહુ ખુશ હોય છે, બસ મીરા અંદરથી હજુ માધવ મળી જાય એની આશ લગાઇ બેઠી હતી. શું મીરાને એનો માધવ મળશે કે એમના નસીબમાં કંઈ બીજું લખ્યું હતું???

સ્મિત એમના બધા મિત્રો ને લગ્નનું આમંત્રણ આપે છે, માધવ એના ક્લાસમાં ભણતો હોવાથી એને પણ લગ્નનું નિમંત્રણ મળે છે, કંકોત્રીમાં મીરા નું નામ વાંચીને ઘડીભર માધવ ને વિચાર આવે છે કે ક્યાં આ મારી મીરા તો નથી? પણ પાછું વિચારે છે મીરા અહીં ક્યાંથી હોય, આ માત્ર મારો વહેમ છે, અને થોડાં દિવસમા એનાં લગ્ન પણ છે, મારે હવે એનાં વિશે ના વિચારવું જોઈએ.

કૉલેજમાં એક્ઝામ ખતમ થઈ જાય છે અને મીરાના લગ્નને બે દિવસ જ બાકી રહ્યા હતા. મીરા એની મિત્ર સાથે લગ્નના પાનેતર ની ટ્રાયલ લેવા માર્કેટ માં જાય છે. ત્યાં ટ્રાયલ કરતાં કરતા મીરાના ચેઇન નું લોક ખુલી જાય છે અને એની ચેઇન પડી જવાની જ તૈયારી માં હોયછે પણ મીરા ને ધ્યાન માં નથી આવતું. શોપિંગ કરી શોપની બહાર ઉતાવળે આવતા જ મીરા કોઈની સાથે અથડાય છે. અને એ માણસની શોપિંગ બેગમાં મીરાની ચેઇન સરકી પડે છે. એ માણસ પોતાની જાતને સંભાળી ઊભો થાય એન્ડ મીરા અને એ બંને એકબીજાને જોવે ત્યાંજ મીરાનો ફોન આવે છે અને મીરા ફોન કરતા ચાલવા લાગે છે, એ માણસ બીજું કોઈ નઈ માધવ જ હતો.

માધવ ઊભો થાય છે અને દૂર જતી એ યુવતી ને જોઈ રહે છે, જેવી મીરા કાર માં બેસવા જાય છે માધવ ને એનો ચહેરો દેખાય છે અને માધવ મીરાને જતી જોઈ રહે છે.

માધવ ઘરે જઈને પોતાની શોપિંગ બેગ મૂકીને સીધો બેડ પર લંબાવે છે, અને મીરાના ખયાલ માં ખોવાઈ જાય છે, મીરાની કંકોત્રી હાથમાં લઈને વિચારે છે શું આ મારી મીરા છે કે બીજુંકોઈ? મને એને જોઇને કેમ અલગ લગાવ થાય છે?
મીરા ક્યાં છે તું? વિચારોમાં માધવ ની આંખ ક્યારે લાગી ગઈ ખબર જ ના પડી, અને જ્યારે માધવ ની આંખ ખુલી છે સવાર થઈ ગઈ હોય છે.

આજે મીરા અને સ્મિતના લગ્ન હોય છે. માધવનીં ત્યાં જવાની બિલકુલ ઈચ્છા નહોતી, પણ એ એકવાર મીરાને જોવા માંગતો હતો, માધવ લગ્ન મા જવા તૈયાર થાય છે, જેવો એ ઘરની બહાર નીકળે છે એને યાદ આવે છે કે હું મીરા અને સ્મિત ને લગ્ન ગિફ્ટ આપવા માટે લાવ્યો હતો એ તો રહીજ ગઈ. માધવ ઝડપથી ઘરમાં જાય છે અને કાલે લાવેલી શોપિંગ બેગ લેવા આગળ વધે છે, ત્યાંજ………

બીજી તરફ મીરા ઘરે મીરાના લગ્ન ની ચોળી સજાઈ ગઈ હોય છે, અને મીરા શોળ શણગાર સજી રહી હોય છે, પાનેતરમાં મીરાં બહુ જ સુંદર લાગી રહી હતી. પણ મીરા હજુ પણ પોતાના બાળપણ ના સાથી માધવ ના જ વિચારોમાં ખોવાઈ હતી.

માધવ જેવો શોપિંગ બેગ લેવા જાય છે ત્યાંજ એની નજર બેગમા રહેલા ચેઇન પર પડે છે, માધવ ચેઇન હાથમાં લઈને વિચારે છે આ મારી તો નથી, ત્યાંજ એને ગઇકાલ મીરાને અથડાવાની ઘટના યાદ આવે છે, માધવ વિચારે છે આ જરૂર મીરાની જ હશે. ચેઇન ધ્યાન થી જોતા એની નજર ચેઇન માં રહેલ લોકેટ પર પડી અને માધવ ચોંકી ઉઠ્યો.

આ તરફ ગોળ મહારાજ મંડપ માં બોલે છે કન્યા પધરાઓ સાવધાન, ચોળી માં પ્રવેશતી મીરા ને સ્મિત જોઈ રહ્યો. સ્વર્ગ ની અપ્સરા લાગી રહીં હતી.

લોકેટ ને જોઈ માધવ ચોંકી જાય છે, અરે આતો મે જ આપેલું લોકેટ છે જે મે મારી મીરાને છુટા પડતી વખતે આપેલું, એ દિવસ અને આ લોકેટ હું કેવીરીતે ભૂલી શકું. લોકેટ ખોલતા જ  એમાં મીરા અને માધવ ના બાળપણ ના ફોટા જોઈ ને માધવ રડી પડે છે. તું જ મારી મીરા છે તું જ, હવે તને મારાથી ક્યારેય દૂર નઈ થવા દઉં મીરા બોલતા માધવ ખુશી થી ઉછાળી પડે છે. ત્યાં જ માધવ ને યાદ આવે છે અરે આજે તો મીરાના લગ્ન છે, મીરા હું આવું છું તને લેવા, મીરા મારી રાહ જોજે પ્લીઝ, બોલતો માધવ પોતાનું બાઇક ઝડપી ભગાઈ મૂકે છે. માધવ ને બસ જલ્દી મીરાની પાસે પહોંચવાની ઉતાવળ હોય છે, મીરાના અને પોતાના બાળપણ ને યાદ કરતો માધવ બને એટલી ઝડપથી બાઇક ચલાઈ રહ્યો હોય છે અને ત્યાં જ એક ટર્ન લેવજતા માધવ ની નજર સામે આવતા ટ્રક પર પડી, અને માધવ કઈ વિચારે તે પહેલાં જ…..

બીજી બાજુ મીરા સપ્તપદી ના ફેરા ફરી રહી હોય છે, મીરાને તો ખબર પણ નહોતી કે એનો માધવ મળી ગયો છે અને એને મળવા આવતા રસ્તા માં જ એનું ભયંકર અકસ્માત થયો છે.

માધવ ની બાઇક ટ્રક સાથે અથડાતા જ માધવ જમીન પર પડી જાય છે અને એનું માથું રોડ સાથે અથડાય છે અને માધવ બેભાન થઈ જાય છે, લોકોની ભીડ જમા થઈ જાય છે અને કોઈ એમ્બ્યુલન્સ બોલાવે છે, માધવને તરત જ શહેર ની હોસ્પિટલ માં લઇ જઇ સારવાર ચાલુ કરી દેવામાં આવે છે, પરંતુ એની હાલત બહુ જ ગંભીર હોય છે.
એક બાજુ મીરાના ગળામાં મંગળસૂત્ર પહેરાઈ રહ્યું હતું તો બીજી બાજુ માધવનું ઓપરેશન થઈ રહ્યું હતું.

બે દિવસ પછી…
મીરા પોતાના પતિ સ્મિત સાથે હનીમૂન કરવા આંતરરાષ્ટીય એરપોર્ટ પર ઉતરે છે..

બીજીબાજુ માધવ ધીરે ધીરે આંખો ખોલે છે, અને સામે ડોક્ટર અને માધવના મામા ઉભેલા હતા…
માધવ જાણે કઈ સમજ ના પડતી હોય એમ કહે છે….

હું કોણ છું અને અહીં મને કોણ લાવ્યું? તમે લોકો કોણ છો??

*************
તો મિત્રો આ વાત હતી બાળપણના વિખૂટા પડેલા મિત્રોની જે એકબીજાની સામે હતા છતાં અનજાન હતા, અને જ્યારે પહેચાન થઈ જાય છે ત્યારે માધવ ની યાદદાસ્ત જ જતી રે છે.
બધાંનો પ્રેમ હમેંશા પૂરો નથી થતો કેટલાક પ્રેમીઓ ને કુદરત ક્યારેય મળવા નથી દેતો. પણ ભલે માધવની યાદદાસ્ત જતી રહી પણ શું એને કયારે મીરા યાદ આવશે? શું માધવને બધું યાદ આવી જશે??

વાંચક મિત્રો  તમારા  પ્રતિભાવ જરૂર થી લખશો.

****************
ધ્રુતિ મહેતા (અસમંજસ)

2 replies on “ખોવાયેલ પ્રેમ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!