મિલન

milan

પલક ઓ…પલક.. જલ્દીથી તૈયાર થા.. આપણી બસ આવી જશે.. કાલે પણ બસ ચૂકી ગયા હતા.. અને કોલેજ  ન જવાયું..” ” હા બસ બે મિનિટ મીરા..”  ” આ તારી બે મિનિટ રોજ થતી જ નથી..”મીરા નકલી ગુસ્સો ફરી પગ પછાડતી હતી ત્યાં જ પલક તૈયાર થઈને બહાર આવી…

પલક અને મીરાં બંને ખાસ પહેલી હતી.. બંને રતનપુર નામના એક નાના ગામમાં પાસપાસે જ રહેતી હતી.. ગામમાં કોલેજ ન હોવાથી બાજુના શહેરમાં રોજ બસ માં  અપડાઉન કરતી ..

પલક દેખાવે ખૂબ જ સુંદર હતી.. અને તેના રેશમી કાળા લાંબા વાળ તેની સુંદરતાને ચાર ચાંદ લગાવી દેતા.. સાદા કપડામાં  પણ તેનું  રૂપ નિખરી ઉઠતું..

પલક અને મીરા નું આ કોલેજનું છેલ્લું વર્ષ હતું… ત્રણ વર્ષથી રોજ સાથે જ અપડાઉન કરતા હોવાથી હવે તો બસના ડ્રાઇવર અને કંડકટર પણ બંનેને ખૂબ સારી રીતે ઓળખતા કોઈ દિવસ બંનેને આવવામાં થોડો વહેલા મોડું થાય તો ચા પીવાના બહાને ડ્રાઈવર બસને રોકી રાખતા એમ પણ ગામ એટલું નાનું હતું કે ગામમાં એક જ બસ સવારે અને સાંજે આવતી અને આ  બસ માં મોટા ભાગના આસપાસના ગામમાંથી કોલેજ જવા વાળા યુવાન-યુવતીઓ જ હતા..

પલક અને મીરા બંને રોજ એક જ સીટ માં  બેસે અને બસમાં બેસી તરત જ કોઈ નોવેલ લઈ વાંચવા બેસી જતી.. કોલેજ  આવે ત્યાં સુધી બંનેનું બસ આજ કામ.. ના તો  આગળ પાછળ જોવું કે ન બીજા કોઈ જોડે વાત… ક્યારેક પલક મીરા ને ચીડવતી કેમકે મીરા ની સગાઈ થઈ ગઈ હતી.. અને આજ વર્ષે તેના લગ્ન હતા…

“મીરા આજકાલ તું તારા પિયુના સપનાઓમાં ખોવાયેલી જ રહે છે મારી વાતો તને સંભળાતી નથી ..નોવેલ વાંચવાનો તો ફક્ત બહાનું છે..નોવેલ માં મોઢું કરી  બેસે છે.. મને ખબર છે ક્યારની તેના વિચારોમાં ખોવાઈ ગઈ છે.. બોલ જરા શું વિચારે છે..”

પલકની વાત સાંભળી મીરા શરમાઈ ગઈ..મીરા  દેખાવમાં શ્યામ હતી ..પણ ખૂબ જ નમણી અને સુંદર દેખાતી હતી..આવી જ રીતે મજાક મસ્તી કરતી રહેતી.. ત્યાં ક્યાંરે કોલેજ આવી જાય તેની  ખબર ન રહેતી.. બંને એ વાતથી અજાણ હતી  કે ઘણા દિવસોથી કોઈ તેમની આ વાતો સાંભળે છે અને નીરખી નીરખી તેમને જોવે છે..

એક વખત બન્યું એવું કે..

મીરા તેની માતાની તબિયત સારી ન હોવાથી કોલેજ ન ગઈ..
તે દિવસે પલક એકલી જ કોલેજ જવા માટે નીકળી ગામના પાદર પહોંચી.. તો બસ પહેલેથી જ આવીને પડી હતી.. પલક જોયું તો આખી બસ ફુલ હતી ..એક જ સીટ ખાલી હતી.. જેમાં એક યુવાન બેઠો હતો. જાણે તેની જગ્યા રાખીને બેઠો હોય…

થોડીવાર પલકે આમતેમ જોયું.. બેસવાનુ મન નહોતું થતું.. પરંતુ જગ્યા ન હોવાથી, કચવાતા મને તે યુવાન ની બાજુમાં બેસી ગઈ..પલક તેની નોવેલ ખોલી વાચવા બેસી ગઈ… તેણે યુવક ની સામે જોયું પણ નહિ….

“હાય હું પરાગ .. આજે તમારી સહેલી નથી આવી…”
ના…મને અજાણી વ્યક્તિ સાથે વાત કરવી નથી ગમતી…” પલક બોલી..પલક ની વાત સાંભળી પરાગે કહ્યું..” હું તો તમને ૬ મહિનાથી ઓળખું છું… બસ તમે જ ક્યારેય જોયું નહિ…” પરાગ ની વાત સાંભળી એક પલ માટે પલક ને બવ ગુસ્સો આવ્યો…પણ તે કાઇ બોલી નહિ…પલક નો બદલાયેલો ચહેરો જોઈ પરગે કહ્યું..” પ્લીઝ ખોટું ના લગાવશો હું તો બસ મજાક કરું છું ..ખરેખર તો હું પણ છેલ્લા ૬ મહિના થી આજ બસ માં ઉપડાઉન કરું છું.તમને અને તમારી સહેલી ને રોજ જોવું છું…બસ એટલે જ મજાક કરી..” પલકે પહેલી વાર પરાગ ની સામે જોયું…તેનો ઉતરેલો ચહેરો જોઈ તેને ન ગમ્યું…પોતાને આવું કેમ થાય છે તે વિચાર માં જ કોલેજ નું સ્ટેશન આવી ગયું…

પલક  ઉતરી ગઈ.. પરાગ પણ ઉતર્યો.. કોલેજનું  છેલ્લું સ્ટેશન હોવાથી ઘણી ખરી બસ અહીં જ ખાલી થઈ જતી.. રોજ તો પલક અને મીરા  અહીંયા થી ઓટો  કરી કોલેજ જતા હતા.  પણ આજે મીરા ન હોવાથી પલક વિચારતી હતી કે શું કરું..? ત્યાં જ પરાગ બોલ્યો…” તમને વાંધો ન હોય તો આપણે  શેરિંગ ઓટો કરી લઈએ.. હું પણ નવયુગ કોલેજ માં ભણું છું આ રીતે બંનેના પૈસા પણ બચી જશે…”
થોડું વિચારી પલક બોલી “સારુ..”..

થોડી વાર માં ઓટો  આવી ગઈ.. અને બંને ઓટો માં બેસી ગયા.. આખા રસ્તા પર પરાગ ના ચહેરા પર મંદ મંદ હાસ્ય હતું…પલકને આ હાસ્ય ખુબ જ નિખાલસ લાગ્યું…
કોલેજ  કેમ્પસ આવતા બંને પોતપોતાની રીતે ક્લાસ તરફ નીકળી ગયા…

સાંજે ફરી બંને એ જ બસમાં ભેગા થઈ ગયા ..પલક નું ગામ પેલા આવતું હતું …. બસમાંથી ઊતરતાં પહેલાં પહેલીવાર પલકે.. પરાગ ની સામે નજર મિલાવી મનમોહક હાસ્ય વેર્યું..

પલક ની નજર અને તેનું હાસ્ય પરાગની આંખોમાં જાણે કેદ થઇ ગયું હતું.. આખી રાત તે ઊંઘી ના શક્યો ..હર તરફ તેને પલક નો ચહેરો અને તે જ નજર અને તે જ હાસ્ય દેખાતું હતું… આમ તો છેલ્લા છ મહિનાથી તે રોજ એ જ બસમાં પલક અને તેની સહેલીને જોતો .. ઘણીવાર તેને પલક સાથે વાત કરવાનું મન થતું, પણ ક્યારેય કશું કહ્યું ન હતું… આજે પહેલી વાર આખા દિવસનો સાથ તેને રોમાંચિત કરી રહ્યો હતો.. તે વિચારતો હતો કે કાશ એવું થઈ જાય કે.. આવતીકાલે પણ પલક એકલી જ  કોલેજ આવે.. તો કદાચ તેના મનની વાત પલક ને કહી શકે…

જ્યારે કોઈ પૂરા દિલથી કોઈને ચાહે તો જાણે ભગવાન પણ તેને મિલાવવાની પૂરી કોશિશ કરે છે… આજે પણ કંઈક આવું જ હતું…મીરાની મમ્મીની તબિયત સારી ન હોવાથી આજે પણ તે  કોલેજ આવવાની ન હતી   આજે પણ પલક ના એકલા જવાનું હતું… પલક જલ્દી જલ્દી તૈયાર થઈ… લાલ રંગના સલવાર કમીઝમાં તે સુંદર લાગી રહી હતી..

બસ માં આવી ને જોયુ તો આજે પણ પરાગ તેની જગ્યા રાખી બેઠો હતો.. પલક એક હળવું સ્મિત કરી તેની બાજુમાં બેસી ગઈ… પરાગે એક હળવો નિસાસો નાખ્યો.. પલક ના  સ્મિતે  પરાગના મનમાં કેટલી આશાઓ અને સપનાઓનું  વાવેતર કરી દીધું..પલક ના મન માં પણ પરાગ માટે કૂણી કુંપળો ફૂટી રહી હતી ..પણ બંને માંથી કોઈ કંઈ બોલતું નહતું..

આમ ને આમ થોડા દિવસો પસાર થઈ ગયા…મીરા  હવે લગ્ન ની તૈયારી  ના લીધે સીધી પરિક્ષા આપવા જ આવવાની હતી.. મીરા આવતી ના હોવાથી પરાગ અને પલક બંને સાથે જ બેસતા..પણ વાત ચીત નો દોર હજુ સ્મિત સુધી જ યથાવત હતો…આમ ને આમ એક મહિનો થઈ ગયો..

એક  વખત બન્યું એવું કે…

પલક ક્યારની ગામ ને પાદર આવી ને ઉભી હતી.. પણ બસ હજુ આવી નહોતી…આટલા વર્ષો માં પહેલી વાર એવું બન્યું હતું…પલક વિચારતી હતી કે કદાચ બસ જતી તો નથી રહી ને…પણ ઘડિયાળ માં જોતા જ ખ્યાલ આવ્યો કે આજે તો તે રોજ કરતા વહેલી  છે…અને એમ પણ ડ્રાઇવર કાકા તેની રાહ જોવે છે…આમ ને આમ ઘણો સમય વિતી ગયો.. તેણે વિચાર્યું કદાચ આજે બસ આવશે જ નહિ. મીરા  વગર એકલી કેમ જઈશ…તેના કરતાં ઘરે જતી રહું…

ત્યાંજ એક મોટર સાયકલ નો અવાજ આવ્યો… પલકે પલટી ને જોયું તો  તે બાઇક પર પરાગ હતો ..

“પલક આજે બસ આવવાની નથી   મારા ગામ થી થોડે આગળ એક રસ્તો બને છે ..અને હમણાં વરસાદ ના ઝાપટા ના લીધે વધારે ખરાબ થઇ ગયો છે…..અને એટલે જ મેં મારા એક ભાઈબંધ ની  બાઇક લીધી છે ..કોલેજ જવા માટે…  તારું મન માને તો મારી સાથે આવી શકે છે…”

“તારા પર હવે મને ખુદ થી વધુ વિશ્વાસ છે…” એજ મનમોહક હાસ્ય વેરતા પલક બોલી… બાઇક ના હેન્ડલ ને પકડી પલક બેસી ગઈ…ગામ નો ઉબડ ખાબડ રસ્તો બે પ્રેમ ભર્યા હૈયા ને વારંવાર અથડાવતો હતો…
પલક ની રેશમી વાળ ની લટો વારંવાર પરાગ ના ગાલો ને સ્પર્શતી …પલક ના શરીર ની મીઠી ખુશ્બુ પરાગ ના મન ને મહેંકાવી રહી હતી….    અચાનક બ્રેક વાગતા પલકે પરાગ  ના ખભા ને જોર થી પકડી લીધો.. પરાગ નું દિલ જાણે એક ધડકન ચૂકી ગયું…

અચાનક વરસાદ ચાલુ થઈ ગયો…જાણે કુદરત પણ આ પ્રેમ ના નઝારા ની સાક્ષી બનવા માંગતી હોય…આચનક ધોધમાર વરસાદ ચાલુ થતાં પરાગે ગાડી ઉભી રાખી દીધી…ગાડી ને સાઈડ માં પાર્ક કરી બંને એક વૃક્ષ નીચે ઊભા હતા…

પ્રેમ રસ થી તો બંને પહેલે થી જ ભિંજાયેલ હતા..અને વર્ષા  રાણી એ તન થી પણ ભીંજવી દીધા ..વીજળી નો ગડગડાટ થતા પલક પરાગ ને વળગી પડી… પલક હવે ચૂપ રહેવા માંગતી ન હતી તે બોલી..

પરાગ…”દિલ ની વાત ને ક્યાં સુધી દિલ માં દબાવી રાખીશ…
હું તારી દિલ ની રાણી થવા બેતાબ છું…” ઓહ પલક…
“હું તને ખૂબ ચાહું છું પણ તને ખોવા ના ડર થી કંઈ કહી ના શક્યો..”

પરાગ ..”હું તો ક્યારની તારી થઈ ગઈ છું…જનમો જનમ માટે…”

ફરી પલક ..પરાગ ને  વીંટળાઈ વળી ક્યારેય ના છુટા થવાના કોલ સાથે…

Bhumi joshi .
10/12/2020

One reply on “મિલન”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!