Lifemate ?

Lifemate

પ્રતીકના વધારે પડતાં આગ્રહને કારણે દેવલ આજે તેના જૂના મિત્રોને મળવા તૈયાર થાય છે.દેવલ,પ્રતિક,મિહન,રોહન,આયુષ અને દેવ કેટલીક ખાવા-પીવાની વસ્તુઓ લઈને દરિયાકિનારે બેઠા હતા.
         
         મસ્તી-મજાકની વાતો કરતાં-કરતાં રોહન કહે છે,દેવલભાઈ ને તો હમણાં સમય જ નહિ રહેતો….તુ ભલે કહે કે કામમાં વ્યસ્ત રહે છે પણ મને તો કોઈ છોકરીનું ચક્કર લાગે છે. ત્યાં જ દેવ તેની વાતમાં સૂર પુરાવતા બોલે છે,હા યાર! નહીંતર સ્કૂલમાં કેવો હતો અને અત્યારે જો!! એકદમ બદલાય ગયો છે.આ વાત દેવલની ચિંતા અને થાક માં વધારો કરે છે.

         દેવલ એક અગત્યનુ કામનુ બહાનુ બતાવીને હમણાં આવું કહેતો થોડો દુર જઈને બેસે છે.

       પવન ની ધીમી લહેરો અને નિર્મલ પાણીની સરગમની સાથે સૂર્યના આચ્છા કિરણોમા એકાંત ને માણી રહેલી યુક્તિ, દરિયા કિનારે ચાલી રહી હતી. ચાલતા-ચાલતા સૂક્ષ્મનીરીક્ષણની આદત ધરાવતી યુક્તિએ દેવલ નું આ વર્તન અને તેના બદલાયેલા હાવ-ભાવ નીરખ્યા.યુક્તિનુ અવલોકન તેને કહી રહ્યું હતું કે કદાચ શાંત સ્વભાવનો આ યુવાન જીવનની ભાગ-દોડથી બહુ કંટાળ્યો છે અથવા તો કોઈ પરિસ્થિતિને કારણે ચિંતામાં હોય શકે.

          સામાન્ય રીતે યુક્તિ કોઈ અજાણ વ્યક્તિ સાથે સામેથી વાતો કરતી નહિ, પણ અત્યારે તેના મનમાં ઘણાં બધા પ્રશ્નો થઇ રહ્યા હતા.
        
         મદદ ના હેતુ થી યુક્તિ દેવલ પાસે જઈને પુછે છે, હું અહિયાં બેસી શકું?

દેવલ ના હા કેહવાથી યુક્તિ થૅન્ક યુ કહીને બાજુમા બેસે છે.

       બે મિનિટ ના મૌન પછી યુક્તિ વાતચીત શરુ કરવાનો પ્રયત્ન કરે છે.

Hello, I am Yukti Thakkar.

Hi,Deval Pathak.

યુક્તિ: May I able to know the reason of your stress?
      એટલે આમ પોતાના મન ની વાત અજાણ્યા વ્યક્તિને કહેવાથી કદાચ મનમાં રહેલો ભાર ઓછો થઇ શકે.

  દેવલ થોડું વિચારી વાત શરુ કરે છે, બે વર્ષ પહેલ એક મિત્ર સાથે મે પબ્લિકેશન કંપની શરુ કરી. ધીમે-ધીમે કામ ચાલતું હતું. છ મહિના પહેલા અનામિકા લેખિકાનું એક પુસ્તક ‘Inside the cover page’ પબ્લિશ કરવાથી અમારી કંપની નુ નામ થયું. કંપની ના સદભાગ્યે એ લેખિકા નું બીજુ એક પુસ્તક આવતા અઠવાડિયે પબ્લિશ કરાશે. પરન્તુ મારા ખરાબ નસીબે પહેલા પુસ્તક વિમોચન વખતે કોઈ કારણે હું બહારગામ હતો.તેથી મને અનુભવ નથી કારણ કે પહેલા અમે નાના-મોટા મેગઝીન જ પ્રકાશિત કરેલા.
          હવે ત્રણ દિવસ પહેલા મારો એ મિત્ર અચાનક જ બધું છોડીને લન્ડન જતો રહ્યો. આ બધું હું એકલો કઈ રીતે સંભાળીશ એ મને ખબર નથી. તદુપરાંત પ્રખ્યાત લેખિકાને તેની ઓળખ છૂપી રાખવાની છે, એટલે નો મીડિયા, નો ફોટોગ્રાફર એનું કડક બંદોબસ્ત કરવાનું. એટલે જ મને બહુ ચિંતા થાય છે.

      સતત દેવલની સામે જોઇને સાંભળી રહેલી યુક્તિએ પોતાની નજર ફેરવીને ડુબતા સુરજ ઉપર ટેકવી.

   દેવલ થોડું અટકીને પાછું બોલ્યો,એ લેખિકાને મેં જોઈ પણ નથી. એમના વિષે કંઈ જ ખબર નથી અને આમ પણ વાંચવાનો શોખ કોને કહેવાય એ જાણતો નથી. એટલે કદાચ મારી માટે આ વધારે અઘરું થઇ રહ્યું છે.

       જો દેવલ સારી તકો ડુબતા સૂર્ય જેવી હોય છે.ડૂબતા સૂર્યને તો તમે જોઈ જ રહ્યા છો! ધીમે-ધીમે ડૂબતો સૂર્ય ખરેખર તો ઘણો જલ્દી અદ્રશ્ય થાય છે.હવે તમે સૂર્યાસ્ત જોવા ગયા અને એક મિનિટે તમે કહો કે સૂર્યના આ આછા કિરણૉના કારણે મને સરખુ દેખાતુ નથી. અને આંખ ઉપર હાથ રાખતા કશું જોવા ન મળે, ન સુરજ કે ન કિરણો. એ જ રીતે તમારી કંપની માટે આ તક લાભદાયક હોય તો, હું એકલો કેમ સંભાળીશ એ વિચારવાને બદલે થોડો તડકો સહન કરીને એટલે કે થોડી હિંમત રાખીને સૂરજને જોવાનો આનંદ લો.

         મારો અનુભવ છે કે જયારે તમે પહેલી વખત કોઈ કાર્ય કરો છો ત્યારે તમે દરેક રીતે વિચારો છો એટલે એનું પરિણામ હંમેશા સંતોષકારક જ હશે.

      યુક્તિના આવા સહકાર અને સમજણથી દેવલ થોડો રિલેક્સ થઇ કહે છે, હા, તમારી સલાહ અને ઉદાહરણથી લાગે છે કે હવે મારામાં પૂરતી હિંમત આવી ગઈ છે. હકારાત્મક વિચારતા તો મને આવડી જ ગયું.
         મને ખબર છે, આવા સહકાર માટે આ શબ્દો ખુબ ઓછા પડે પણ છતાંય Thank you very much.

   યુક્તિ: મેં તો ફક્ત મારા વિચારો તમને જણાવ્યા and it’s my pleasure.

    મિસ યુક્તિ, એ પુસ્તકવિમોચન પછી મારે તમને મળવું હોય તો…..
            I mean your contact number?

     યુક્તિ: એ નસીબ ઉપર છોડીએ.
               જોઈએ કે બીજીવાર મળશું કે નહિ…!

    અને દેવલ જતાં-જતાં મનોમંથન કરતી યુક્તિને જોઈ રહે છે.

        
          એક અઠવાડિયા પછી એ દિવસ આવી ગયો હતો કે જેની રાહ હવે દેવલ જોતો હતો.
          ઓફિસમાં બધા લોકો આવી ગયા હતા. હવે માત્ર લેખિકાની રાહ હતી. ત્યાં કોઈ ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી ન કરે એની કડક તૈયારી કરવામાં આવી હતી. યુક્તિને મળ્યા પછી દેવલ ને ચિંતા તો ન હતી.

    દેવલ જોશ સાથે પૂછે છે, શું બધા તૈયાર છે?

         હોલ યસના અવાજ સાથે ગુંજે છે.

        દેવલ બીજા બે લોકો સાથે અનામિકા અને તેની સાથે આવેલા એક વ્યક્તિના સ્વાગત માટે મુખ્ય દરવાજા સુધી જાય છે.

        સામેનું દ્રશ્ય જોતા દેવલ ની આંખો પહોળી થઇ જાય છે. ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ધરાવતી એ યુવતી બ્લેક સાડી, લાલ બિંદી તથા છૂટ્ટા વાળ એકદમ ભારતીય લાગતી હતી.

         અને એ યુક્તિ, હા “યુક્તિ” જ તેના રહસ્યમયી સ્મિત દ્વારા દેવલ ને ઘાયલ કરી રહી હતી!!

      ‘Inside the cover page’ નામની પ્રથમ નવલકથા દ્વારા ખુબ પ્રખ્યાત થયેલી અનામિકા યુક્તિ છે, તેની જાણ માત્ર તેના પરિવાર અને આ કંપની ને જ ખબર હતી. યુક્તિ સાથે આવેલ અન્ય યુવતી એ જ યુક્તિને દેવલ ની કંપની નું સૂચન કરેલું.

       કાર્યક્રમ સરસ રીતે પાર પડ્યો એ દરમિયાન સ્વસ્થ વર્તન કરનારો દેવલ હજુ પણ સ્વપ્ન જોઈ રહ્યો હતો. હવે તેની પાસે યુક્તિનો નંબર હતો.મનમાં ચાલતાં વિચારોના યુધ્ધમાંથી માંડ તે યુક્તિને એક મેસેજ કરે છે: meet me today, same time and same place like our first meeting.

       યુક્તિને ગમ્યું કે દેવલ તેને એક અજાણ્યા મિત્ર તરીકે જ મળવા ઈચ્છે છે.

       પ્રથમ મુલાકાતનાં સાક્ષી સૂર્ય, પવનની લહેરો અને ઉછળતા મોજાં આજે બહુ આનંદમાં લાગતા હતા.

        બંને એકબીજાને નિહાળે છે. દેવલ ના હાવ-ભાવ અવર્ણનીય હતા. થોડુંક વિચિત્ર હાસ્ય, આંખોમાં કેટલાય પ્રશ્નો અને જિજ્ઞાસા. જયારે યુક્તિ હંમેશની જેમ જ આંખોમાં સુકૂન અને રહસ્યમયી સ્મિત.

        ત્રણ કલાકની આ મુલાકાતમાં દેવલ ને તેના દરેક સવાલના જવાબ મળી ગયા. એકબીજાને ઓળખવાનો મોકો પણ મળ્યો.

         સમયની સાથે-સાથે દેવલ અને યુક્તિ ખુબ સારા મિત્રો બની ગયા. ઘરે આવવા-જવાનું, બહાર મળવું, નાના-મોટા તહેવાર, કૌટુંબિક પ્રસંગો એકબીજા વગર થાય જ નહિ.

          ક્યારેક યુક્તિ મમ્મીની જેમ દેવલ પર ગુસ્સે થતી, ક્યારેક મોટી બહેનની જેમ સાથ આપતી અને એક દીકરીની જેમ જીદ્દ પણ કરતી, એક મિત્રની જેમ સલાહ-સુચન પણ કરે જ.
       
           દેવલ પણ હંમેશા ભાઈની જેમ યુક્તિને પજવતો અને લાડ પણ લડાવતો, પિતાની જેમ પ્રેમ કરતો અને દીકરાની જેમ મસ્તી પણ કરતો. વળી,મિત્રની જેમ હસાવતો પણ ખરા!!

       Hey!! તમને શું લાગ્યું કે આ વાર્તા પ્રેમના એકરાર કે marriage proposal પર પુરી થશે?! ના યાર… હા એ અલગ વાત છે કે કોઈનો એવો સાથ હોય તો આકર્ષણ થાય પણ દેવલ અને યુક્તિ બંને માનતા હતા કે તે એકબીજા સાથે આજીવન દોસ્ત તરીકે જ રહે એ શ્રેષ્ઠ છે.because every story is not a lovestory!!

       Anyway યુક્તિ અને દેવલ તો Lifemate બન્યા.

      And good fact is that કે યુક્તિના પહેલેથી નક્કી કરેલા લગ્ન ન કરવાના નિર્ણયમાં પણ દેવલે સાથ આપ્યો.

        મને લખવાનો અનુભવ તો નથી પણ લખું છું કંઈક શીખવા માટે,મારા શોખ માટે.આ વાર્તામાં શું સારું લાગ્યું, શું ન ગમ્યું અથવા એ વિષે આપના મંતવ્ય જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!