કમલેશ અંકલ વિશે
મારા પપ્પા અને કમલેશ અંકલ નાનપણ ના મિત્રો બંને બેસ્ટ ફ્રેન્ડ કમ ભાઈ કહી શકીએે. એ બંને નાનપણથી જ એકજ શાળા માં ભણેલા અને કૉલેજ ની ડિગ્રી પણ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી માં સાથે કોમર્સ વિષય સાથે જ …… બંનેની ઑફિસ પણ એક જ અને બંને સાથે જ ઑફિસમાં જાય બંને ના લગ્ન પણ એકજ માંડવે થયેલા એક જ મંડપ માં હો બંને ની પત્ની અલગ અલગ હો પપ્પા ના મારી મમ્મી સાથે અને કમલેશ અંકલ ના પદમાં આન્ટી સાથે……
પપ્પા ના બેસ્ટ ફ્રેન્ડ કમ ભાઈ હોવાથી કમલેશ અંકલ અમારા ઘર ના સભ્ય જ કહેવાય આમતો એમને પણ આઠ વર્ષ નો એક છોકરો છે જે ને હું દર રક્ષાબંધન ના દિવસે રાખડી બાંધું છું અને હા તેનું નામ કિશન છે
હું નાની હતી ત્યારથી દરરોજ કમલેશ અંકલ અમારા ઘરે રેગ્યુલર આવતા ઓફિસમાં ના જવાનું હોય તો પણ ખાસ મને મળવા તો તેઓ ખાસ આવે અને મારા માટે મોટી ચોકલેટ લાવે પપ્પા મને ઘણી વાર કહે કે તે મારા કરતાં મોટા છે અને એટલે મારે એમને પગે લાગવું જોઈએ અને જ્યારે પણ હું નીચે વળીને તેમને પગે લાગુ ત્યારે મારા બરડા માં તેઓ ત્રણ ચાર વખત હાથ ફેરવતા મને એમનું એ રીતે હાથ ફેરવવું જરાય પણ પસંદ ન હતું..
હું જ્યારે નાની હતી ત્યારે તે આવતા પહેલ મને તેડી લેતા અને કહેતા……. અરે વાહ! આજે તો મારી ઢીંગલી વધારે સુંદર લાગે છે અને પછી તે મારા ગાલ અને માથા પર ચુંબન કરતા જે ત્યારે પણ મને ના ગમતું હાલ પણ હું જ્યારે તેમને પગે લાગુ ત્યારે તેઓ તેમની ખરાબ નિયત થી જ મારા પીઠ પર ના ભાગ પર બે થી ત્રણ વખત તો હાથ ફેરવેજ મને તેમની આખો માં મારા માટે કંઈક અલગ અને વિચિત્ર ભાવ દેખાતો અને મેં એક વખત પપ્પાને કહેલું પણ ખરા કે અંકલ નું આવું વર્તન મને નહિ પસંદ પણ પપ્પાએ કહેલું કે એમને છોકરી નથી ને એટલે એ મને એમની દિકરી માની ને વ્હાલ કરે છે મેં મમ્મી ને પણ ઘણી વાર કહેવાનો પ્રયત્ન કરેલો કે મને અંકલ નું વર્તન નહિ પસંદ પણ તેની પાસે મારી માટે સમય હોય તો હું તેને કહું ને…. જ્યારે પણ અંકલ મારી સાથે ખોટા અડપલાં કરતા ત્યારે રાતે હું છત પર બેસી ને રડી લેતી હું મનથી ખૂબ જ નબળી છું કોઈ ને કાઈ કહી ના શકું બસ ઉપર ચડી ને રડી લેવાનું……..
વર્તમાનમાં
પપ્પા મમ્મી ને બુમ પાડે છે કે હમણાં જ કમલેશ અંકલ નો મેસેજ આવ્યો કે તે લોકો ઘરે પહોંચવા આવ્યા છે …………”અરે..!……નિત્યા ની મમ્મી…..ક્યાં ગઈ…..શું….. કરે છે….જલ્દી ચા મુક…એ લોકો આવતા જ હશે અને વધારે સમય નથી એ લોકો આવે એ પહેલાં જલ્દીથી ચા તૈયાર કર………”
પપ્પાનો અવાજ સાંભળી ને મમ્મી તેની સાડી સરખી કરતા કરતા મારા રૂમમાં આવી હું ચોપડી લઈ ને બેઠી હતી…ત્યાં મમ્મીએ કહ્યું…” નિત્યા જા ને બેટા જલ્દી થી બે કપ ચા બનાવને…….મારે આ સાડી ની પાટલી સરખી કરવી પડશે…..”
મમ્મી ની વાત સાંભળીને મેં તરત જ કહ્યું”ના મમ્મી મારે લખવાનું છે હું ચા નઈ બનાવું તું તારી રીતે મેનેજ કરી લે”,
મારી ના સાંભળી ને મમ્મી એ મને બટર લગાડવાનું સ્ટાર્ટ કરતા વ્હાલથી કહ્યું “નિત્યા મારી વ્હાલી દિકરી , તું તો કેટલી સારી છે હમેંશા મારી બધી વાત માને અને…….
મમ્મી વધારે માખણ ચોપડે એની પેલાં જ તેને અટકાવતા મેં કહ્યું…” બસ! બસ! હવે બહુ થયું માખણ જાઉં છું ચા બનાવવા એ પણ ખાસ મારા પદમાં આન્ટી માટે…”
મમ્મી મારા રૂમમાં જ તેની સાડી સરખી કરતી હતી અને મેં કિચનમાં ગેસ પર તપેલીમાં ચા મૂકી પણ જ્યાં સુધી ચા ઉકળી ને તૈયાર થાય ત્યાં સુધી હું તમને કમલેશ અંકલ ના વાઈફ પદમાં આન્ટી વિશે થોડી માહિતી આપું
પદમાં આન્ટી એટલે આમ તો મારી મમ્મી જેવા જ મારા માટે જ્યારે મમ્મી મને મારી પસંદગી ના કપડાં કે કોઈ પણ વસ્તુ ના લેવડાવે ત્યારે પદમાં આન્ટી મને તે બધું જ અપાવે અને મમ્મી ને કે પણ ખરા કે હું કિશન ની બેન એટલે એમની પણ દિકરી જ થાઉં ને! તેમનો સ્વભાવ ખૂબ જ માયાળુ છે
મારા પદમાં આન્ટી દેખવમાં વાઈટ છે અને અને શરીર માં મધ્યમ બાંધા ને છે અમારા શહેર ની કોલેજ માં મનોવિજ્ઞાન વિષય ના બેસ્ટ અને એકમાત્ર પ્રોફેસર એટલે મારા ડો.પદમાં આન્ટી એમને મનોવિજ્ઞાન વિષય સાથે પી.એચ.ડી. કરેલી એટલે તેઓ માનવ મન ને બહુ સારી રીતે પારખી શકે..
પદમાં આન્ટી અને તેમના સ્વભાવ વિશે જેટલું કહીએ તેટલું ઓછું પડે પણ મારી ચા ઉકળી ને તૈયાર થઈ ગઈ છે અને બહાર આવેલી ગાડી ના અવાજ પરથી લાગે છે કે અંકલ અને આન્ટી ઘરે આવી ગયા તો હું ચા નું મમ્મી ને કહી ને આવું….☺☺☺☺☺
હું દોડતી દોડતી મારા રૂમમાં ગઈ જ્યાં મમ્મી તેની સાડી સરખી કરતી હતી….ત્યાં જઈને મેં કહ્યું “મમ્મી ચા બની ગઈ છે તું આપી આવજે અને આ શું તે હજુ સુધી સાડી સરખી નથી કરી તું શું કરે છે મમ્મી જલ્દી કર તમારે જવાનું પણ છે ને મારી વાત સાંભળીને મમ્મીએ જવાબ માં કહ્યું
“પ્લીશ તું જ ચા આપી આવને પહેલા પાણી આપજે અને પછી ચા આપજે ને ત્યાં સુધી હું આ સાડી પહેરી લઈશ…..”
મારી કમલેશ અંકલ ની સામે જવાની બિલકુલ ઈચ્છા ન હતી પણ મમ્મી ના લીધે હું તેમની સામે પ્લેટમાં પાણી ના બે ગ્લાસ લઈને બેઠકરૂમ માં ગઈ . અંકલ અને આન્ટી સોફા પર બેઠા હતા આન્ટી એ યલો કલરની અને ગ્રીન કલરના પાલવ વાળી કાંજીવરમ ની સુંદર સાડી પહેરી હતી અને તેમના ગળા માં રહેલો ગોલ્ડ નેકલેશ તેમની સુંદરતામાં ચાર ગણો વધારો કરતા હતા.મેં આન્ટી અને અંકલ ને પાણી આપ્યું અને આન્ટી ને કહ્યું……
” hello , how are you …………..આન્ટી…….
મારા સવાલનો જવાબ આપતા આન્ટી એ કહ્યું ” i am also fine dear ….. where. is your mom dear ?
આન્ટી ના સવાલ નો જવાબ આપતા મેં કહ્યું “,મમ્મી મારા રૂમમાં છે આન્ટી”
મારી વાત સાંભળી ને આન્ટી એ કહ્યું અંકલ ને કહ્યું “હું નિત્યા ની મમ્મી ને મળી ને આવું….”
પદમાં આન્ટી ને રૂમમાં આવતા જોઈ ને મમ્મી બોલી ” આવો ! આવો પદમાં બેન આજે તો ખૂબ જ સુંદર લાગી રહ્યા છો…..”
મમ્મી ની સામે થોડુંક શરમાઈ ને પદમાં આન્ટી એ કહ્યું ” એવું કાંઈ નથી પણ તમે હજુ સુધી કેમ તૈયાર નથી થયાં હું કાંઈ મદદ કરું…..”
આન્ટી બોલતા હતા ત્યારે જ હું ચા લઈ ને રૂમમાં આવી મેં આન્ટી ના હાથ માં ચા આપતા કહ્યું ” આન્ટી તમે જ મમ્મી ને સમજાવો કયારની આ સાડી ની પાટલી સરખી કરે છે પણ નથી સારી આવતી તો પણ બીજી સાડી નથી પહેરતી અને મેં તો મમ્મી ને કીધું પણ ખરા કે ડ્રેસ પહેરી લે પપ્પા નહિ બોલે પણ મારી વાત સાંભળે તો ને તમે જ સમજાવો.”
મારી વાત સાંભળી ને આન્ટી ના જોવે એ રીતે મમ્મી મારી સામે આંખો મોટી કરીને બોલી : નિત્યા જા આ ચા નો કપ કિચનમાં રાખી આપ “
હું મમ્મી ની વાત માની ને કિચન માં ગઈ અને જ્યાં સુધી કિચનમાં થી મારા રૂમમાં આવી ત્યાં સુધી મમ્મી તૈયાર હતી હું તો મમ્મી ને આમ પાંચ મિનિટ માં તૈયાર જોઈ ને ચોંકી ગઈ ત્યારે મમ્મી એ મને પદમાં આન્ટી ના હાથ નો જાદુ ઈશારા થી સમજાવ્યો. મમ્મી આજે લાલ કલર ની ગોલ્ડન ડિજાઇન વાળી સાડી માં નવી નવેલી દુલહન જેવી લાગતી હતી.
મમ્મી અને પદમાં આન્ટી તૈયાર થઈ ને રૂમની બહાર આવ્યા ત્યારે કમલેશ અંકલ ઓલરેડી ગાડી માં જ બહાર રાહ જોતા હતા તેવું પપ્પાએ કહ્યું અને પછી મમ્મી ,પપ્પા અને પદમાં આન્ટી પણ બહાર નીકળ્યા અને ગાડી માં બેઠા . મમ્મી ગાડી માં બેસે તેની પહેલા તેને મને કહ્યું કે મારે ઘર નું બરાબર ધ્યાન રાખવાનું છે મેં પણ મમ્મી જોડે ફોન માંગ્યો પણ મમ્મી એ કહ્યું કે અસાઈમેન્ટ લખવામાં ધ્યાન આપો એમને બાય કહી ને હું ઘર માં આવી ને મેં ઘર નો દરવાજો બંધ કર્યો ત્યારે ઘડિયાળ માં સાડા નવ ને પાંચ થયા હતા.
હું હાલ ઘર માં એકલી હતી . મમ્મી અને પપ્પા હાલ જ નીકળ્યા હતા એટલે તેઓ બાર વાગ્યા પેલાં તો નહીં જ આવે આ વાત ની મને ખાતરી હતી એટલે મેં ટી.વી. ચાલુ કર્યું. થોડી વાર ચેનલો બદલ્યા પછી zing ચેનલ પર પ્યાર તુને ક્યાં કિયા આવતું હતું જે લગભગ દરેક ગર્લસને બહુ જ ગમે right ને ગર્લસ……..
મને પણ આવા એપિસોડ જોવા બહુ ગમેં એટલે દસ મિનિટ સુધી તો મેં ટી.વી.ધ્યાનથી જોયું પણ પછી થોડી વાર રહી ને મને મનમાં વિચાર આવ્યો કે સાચે જ શું અત્યારે મારે ટી.વી જોવાય . શું હું ટી.વી જોવા માટે ઘરે રહી હતી આવા વિચારો ના લીધે મેં તરત જ ટી.વી બંધ કર્યું અને હું મારા રૂમમાં ગઈ ચોપડા બેઠક રૂમના સોફા પર મુક્યા અને હું કિચન માં પાણી પીવા ગઈ . પાણી પી ને મેં લખવાનું સ્ટાર્ટ કર્યું….
હું લખતી હતી અને મેં ત્રણ question લખ્યા અને મને તો ઊંઘ આવવાની ચાલુ થઈ ગઈ . મેં ઘડિયાળ માં જોયું તો સવા દસ વાગ્યા હતા હજુ તો મારે ઘણો સમય જાગવાનું હતું . એટલે હું કિચનમાં ગઈ અને પદમાં આન્ટી માટે મેં જ્યારે ચા બનાવેલો ત્યારે વધારે જ બનાવ્યો તો તે ચા પીધી અને ફરીથી લખવાનું મેં શરૂ કર્યું.
બધું સરસ લખાઈ રહ્યું હતું.હવે તો મને ઊંઘ અને આળસ પણ નતી થતી. હું લખતી હતી ત્યાં જ કોઈએ ડોરબેલ વગાડી મેં ઘડિયાળ માં જોયું તો રાત ના અગિયાર વાગ્યા હતા.મેં મનમાં વિચાર્યું કે મમ્મી અને પપ્પાએ તો બાર વાગ્યા પછી જ આવવાનું કહ્યું તું તો અત્યારે આટલા મોડા દરવાજે કોણ હશે? મેં દરવાજા પાસે રહેલા નાનકડા કાચ માંથી બહાર જોવાનો પ્રયત્ન કર્યો અને બહાર ઉભેલી વ્યક્તિ નો ચહેરો જોતા જ મારા પગ નીચે થઈ જમીન સરકી ગઈ કેમ કે બહાર કમલેશ અંકલ હતા. તે આટલી મોડી રાત્રે કેમ ઘરે આવ્યા હશે? હું મનમાં મારી જાત ને પૂછું તે પહેલાં જ ફરીથી ડોરબેલ વાગી.
મને આ સમયે દરવાજો ખોલવાનું ઠીક ના લાગ્યું પણ અંકલ સતત ડોરબેલ વગાડે જ જતા હતા તોય દસ મિનિટ સુધી મેં દરવાજો ના ખોલ્યો પણ પછી મને લાગ્યું કે કદાચ તેમને સાચે જ કોઈ વસ્તુ જોઈતી હોય અને પપ્પાએ જ એમને મોકલ્યા હોય તો. એટલે હું મારા રૂમમાં ગઈ મેં મારી જૂની નાઇટી ચેન્જ કરી અને વ્યવસ્થિત કપડાં પહેર્યા . હું રૂમની બહાર આવી અને મેં ડરતા ડરતા દરવાજો ખોલ્યો…….
મેં જેવો દરવાજો ખોલ્યો કે તરત જ કમલેશ અંકલ ઘર માં આવી ગયા અને મને પૂછ્યું…..
“દરવાજો ખોલતા આટલી વાર કેમ લાગી?…….”
મેં ડરતા ડરતા કહ્યું “હું સુઈ ગઈ તી અંકલ એટલે વાર લાગી ( હા હું જાગતી હતી પણ મને અંકલ ની એટલી બધી બીક લાગતી હતી ને એટલે હું ખોટું બોલી)
અંકલે સોફા પર પડેલા મારા ચોપડા જોયા અને તે પણ સોફા પર જઈને બેઠા ….. અને મારી બુક્સ જોવા લાગ્યા ….
મને ખુબ જ ડર લાગતો હતો તોય મેં હિંમત ભેગી કરીને ધ્રુજતા ધ્રુજતા પૂછ્યું ……” અંકલ કાંઈ કામ હતું કેમ તમે એકલાજ આવ્યા અને મમ્મી,પપ્પા અને આન્ટી ક્યાં છે તેઓ કયારે આવશે?….”
મારા સવાલો સામે અંકલે અટ્ટહાસ્ય કરતા કહ્યું “હમ્મ હવે મૂળ સવાલ પર તું આવી જ ગઈ . તો સાંભળ તારા આન્ટી અને મમ્મી , પપ્પા ત્યાં મન્દિર માં જ છે અને ભજન ગાઈ રહ્યા છે . મને ત્યાં ના ગમ્યું તો થયું તને મળતો આવું આમ પણ આ રાતની તો હું કેટલા વર્ષો થી રાહ જોતો હતો આજે મોકો મળ્યો તો જવા થોડી દેવાય……”
અંકલ બોલતા બોલતા મારી પાસે આવતા હતા હું તેમના નાપાક ઈરાદા સમજી ગઈ મનમાં ભલે હું ખૂબ ડરેલી હતી પણ મેં હિંમત ભેગી કરી ને અંકલ ને કહ્યું…
” દૂર રહો મારાથી અને અબી હાલ જ ઘર ની બહાર નીકળો નહિ તો હું બુમાબુમ કરી ને આખી સોસાયટી ના બધા લોકો ને ભેગા કરીશ પછી તમે પપ્પાની હાજરી માં પણ અહીં આવવા લાયક નહિ રહો “
મારી ધમકી સાંભળી ને અંકલે વળતો જવાબ આપ્યો તેમની હવસભરી ભાષા માં ” મને ખબર હતી નિત્યા તું આટલી જલ્દી મારી વાત નહિ માને એટલે જ આજો મેં ખાસ આજની રાત પસંદ કરી આજે આઠમ છે ક્રિષ્ન જ્ન્મ ની રાત એટલે તમારી નજીક ના કોઈ ઓન પાડોશી ઘરે નથી હું બધાય ને મન્દિર માં મારી આંખે જોઈ ને જ આવ્યો છું….”
મારો ધમકી વાળો પ્રયત્ન નિષ્ફળ ગયો તો મને મનમાં થયું કે હું આજીજી કરું કદાચ આ હેવાન પીગળી જાય એટલે મેં એકદમ રડતાં રડતા કહ્યું “અંકલ પ્લીશ તમે અહીંથી જવો મને બહુ દર લાગે છે ત…..તમે….પપ્પ આવે…..ત્યારે આવજો……ને…..પ્લીશ …જાઓ…..”
હું બે હાથ જોડી ને તેમને આજીજી કરવા લાગી ત્યાં એમને કહ્યું “ના રડવાનું નઈ તને ખબર છે હું તારી આખો માં આંસુ નહિ જોઈ શકતો .ઓકે …….ઓકે….. તારી ઈચ્છા છે ને કે હું જાઉં તો હું જાઉં છું ને તારા બેડરુમમાં……. તું પણ રૂમમાં જલ્દી આવ બસ એક જ કલાક પછી હું તરત જ જતો રહીશ……. i promise………
અંકલ ધીરે ધીરે તેમના અસલી સ્વરૂપ માં આવતા હતા . તેમનો તે અંધારો પડછાયો ધીમે ધીમે મારી તરફ આગળ વધતો હતો…. આ અંધારી રાત ના પડછાયા નો મેં હિંમત થી સામનો કરવાનું નક્કી કર્યું….. મેં મનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે આજે કાંઈ પણ થાય પણ હું આ હવસખોર ને તાબે નહિ થાઉં…. મેં મનમાં કરાટે વિષે વિચાર્યું પણ એતો જે સ્ટેપ આવડતા હતા તે ટી.વી.માં જોયેલા હતા જેની પર હાલ વિશ્વાસ ના મૂકી શકાય મેં મમ્મી ને કહેલું કે મને કરાટે શીખવા જવા દે જો તે દિવસે તેને મને જવા દીધી હોત તો આજે મેં કમલેશ અંકલ ની હાલત ખરાબ કરી નાખી હોત…. પણ હાલ તો મારી હાલત ખરાબ હતી…….
મેં લડવાનું તો નક્કી જ કર્યું જ હતું પણ હું શું કરી શકું……હું એટલું મનમાં વિચારતી હતી પણ કાંઈ પણ કરવા માટે મારે થોડો સમય જોતો હતો એટલે મેં અંકલ ને કહ્યું….. ” હાલ તો હું અબળા છું એટલે તમે જે ઈચ્છો મારી સાથે કરી શકો હું રૂમમાં આવવા તૈયાર છું પણ પા…. મારે પાણી પીવું છે…..
અંકલે મારી વાત સાંભળીને કહ્યું મારી વાત માની ગઈ એટલે તને પણ મજા આવશે…. સારો નિર્ણય મને તારી પાસથી આજ અપેક્ષા હતી હું બેડરુમમાં રાહ જોવું છું જલ્દી પાણી પી ને આવી જા અને જો કોઈ પણ ચાલાકી કરી છે ને તો યાદ રાખજે …….. (મોટી મોટી આંખો થી હવસભરી નજરે તે બોલ્યા)…
મારી પાસે વધારે સમય ન હતો હું કિચનમાં ગઈ મેં પાણી ની માટલી ની બાજુ માં પડેલો ગેસ જોયો તરત જ મેં તપેલી માં થોડું પાણી લીધું અને ગેસ ચાલુ કર્યો … જ્યાં સુધી પાણી ઉકળે નહિ ત્યાં સુધી મેં અંકલ ને વાતો માં વ્યસ્થ રાખવાનું વિચાર્યું હું કિચનની બહાર નીકળું તે પહેલાં જ તેઓ કિચન ના દરવાજા પર આવી ને ઉભા રહ્યા મેં મારી સમયસૂચકતા વાપરી ને હું તપેલી ની સામે ઉભી રહી અને કહ્યું અંકલ હું બેડરૂમમાં આવું જ છું ચાલો…
અંકલે કહ્યું જો તું સીધી રીતે ના માની હોત તો તને ઢસડી ને લઈ જતા પણ મને આવડે જ છે આજની રાત ની હું કેટલા સમય થી રાહ જોતો હતો તને ખબર છે i love you……… આજે હું મારો પ્રેમ મેળવીશ….
મારે જ્યાં સુધી પાણી ગરમ ના થાય ત્યાં સુધી સમય પસાર કરવાનો હતો એટલે મેં કહ્યું ” અંકલ પ્લીશ. તમારી હવસ ને પવિત્ર પ્રેમ નું નામ તો નામ ના આપો…..
મારી વાત સાંભળીને તેમની આખો લાલ થઈ ગઈ અને તેઓ ગુસ્સાથી બોલ્યા “તું એકવખત મારી સાથે બેડ પર ચાલ પછી તને મારો પ્રેમ બતાવું……..”
હું ખૂબ જ ડરી ગઈ અને મેં કહ્યું ” અંકલ ….. નહિ…… મારી ……. પર …. મહેરબાની કરો……. મેં …બે હાથ જોડ્યા………. અંકલ હું તો તમારી….. દિકરી…… કહેવાઉં……. જો તમારે પણ મારા જેવડી દિકરી હોત તો તમે એની સાથે પણ આવું કર્યું હોત…..
મારા સવાલ સામે અટ્ટહાસ્ય કરતા તે બોલ્યા” જો મારે દિકરી હોત તો….. ને……!….. પણ મારે ક્યાં દિકરી છે જ…… જે હું તારો વિચાર કરૃ……..
“અંકલ નહિ …. હું …. હું પણ તો તમારી દિકરી જેવી જ છું ને…… તમે જાઓ અહીંયાંથી પ્લીશ.”……. મેં રડતાં રડતાં કહ્ય….
“તું ભલે મારી દિકરી જેવી હોય પણ મારી દિકરી તો નથી ને અને આ શું છે ગેસ પર તારી પાછળ આઘી ખસ…….” અંકલ મારી તરફ આવતા આવતા બોલ્યા…
મારો ગરમ પાણી ફેકવાનો પ્લાન ફેલ થઈ ગયો એટલે મેં થોડી હિંમત કરી ને ડરતા ડરતા કહ્યું “આ જુઓ અંકલ મેં પાણી ગરમ કરવા મૂક્યું છે વિચાર્યું તમારા માટે ચાં બનાવું…
મારી વાત અંકલ ને સાચી લાગતા એ એકદમ મારી નજીક આવ્યા મારા ચહેરા ને તેમના કઠણ હાથો માં પકડીને મારી આંખો માં આંખો નાખીને તેઓ બોલ્યા ” જો આ પાણી ચા બનાવવા માટે હોય તો ઠીક છે પણ….. જો મારી સામે કોઈ પણ ચાલાકી કરી છે ……તો તારો જીવ લઈ લેતા પણ મને વાર નહિ લાગે…..”
શું કરશે હવે નિત્યા…? હાર માનશે કે પછી લડશે…..?મળીએ…નવા ભાગ માં