Categories
Poetry

આજે અચાનક એવી હું….

?આજે અચાનક હવાની લહેરખીમાં, એવી હું દેખાઈ,
ધૂંધળી ધૂંધળી બાળપણની યાદોમાં, એવી હું ખોવાઈ…

આજે ફૂલોથી મહેકતા ઉપવનમાં, એવી હું રોપાઇ,
સ્પર્શીને જોવું જરાક દિલમાં, એવી હું મૂંઝાઈ…

આજે ફરી એજ પ્રાંગણમાં, એવી હું ડોકાઈ,
શાળાના પ્રથમ નટખટ પગથિયે, એવી હું રોકાઈ…

આજે ક્લાસની છેલ્લી બેંચમાં, એવી હું સર્જાઈ,
જીવનભરની મળેલ સૌગાદ દોસ્તીમાં, એવી હું અંજાઇ…

આજે ચોક પાટીના ચિતરડામાં, એવી હું રંગાઈ,
ઘડીભર નિર્દોષ મારા બાળપણમાં, એવી હું છુપાઈ…?✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)
https://www.digitalstory.in/

Categories
Poetry

પાનખર ભૂલી પડી..!

કેટલુંય વિચાર્યું તોય ન મળી ખોવાયેલી કડી; લાગે છે આજ પાનખર ફરી ભૂલી પડી!

લીલાછમ ઝાડવાંને અનેરી પીળાશ અડી, જાણે પાનખરના સ્વાગતની પેરવી જડી,

કોણ જાણે વસંતના વાયરાની શું આફત નડી, એણે પાંદડાંઓથી ભરી મારા મનરૂપી કેડી,

આજે કાળે એવી કરુણ ઘટના ઘડી, ઘરડા પાન જોઇ ધરા બોલી,”પોતાના અંગને કોઈ તરછોડે થોડી!”

અરસા બાદ અંતે વસંતના કિસ્સાની વાળી ગડી, લાગે છે આજ ફરી પાનખર ભૂલી પડી!

-હેત્વી “ધરા”

Categories
Poetry

वो सितारा

?वो रात बहोत खुशनसीब थी
जब वो सितारा मेरे आंगन में आकर गिरा।

मेरी आंखों में सुहाने ख्वाब सजा गया,
जब वो सितारा मेरी नींदों में आकर ठहरा।

मेरी खोई मुस्कान को वापस कर गया,
जब वो सितारा मेरे होठों पर आकर रुका।

मेरी गलियों को फूलो से सजा गया,
जब वो सितारा मेरे कदमों में आकर बिखरा।

मेरी लटो को चेहरे पर बिखरा गया,
जब वो सितारा मेरी ज़ुल्फो में आकर उलझा।

मेरी चूनर में सिलवटे दे गया,
जब वो सितारा मेरे दामन में आकर बिछा।

मेरी रूह में अपनी खुशबू भर गया,
जब वो सितारा मेरी बांहों में आकर सिमटा।

वो रात बहुत खुशनसीब थी
जब वो सितारा मेरे आंगन में आकर गिरा।?

✍️ धृति मेहता (असमंजस)
https://www.digitalstory.in/

Categories
Poetry

“મહેંક જીંદગી”

ઉડવું છે આકાશે આજ એક પતંગગિયું બની,
ભરવી છે બાહોમાં આજ વહેતી હવા બધી,

વહેવું છે ગગને આજ તેજ સમીરણ બની,
બનવું છે લહેર આજ મહેકતી જગ તણી,

દોડવું છે ધરા આજ ખળખળ રેવા બની,
પહોંચવું છે સમંદર આજ તારી ગહેરાઈ સુધી,

મહેકવું છે બગીચે આજ એક કળી બની,
રહેવું છે પ્રકૃતિ આજ તારો હિસ્સો બની,

ચીરવો છે અંધકાર આજ જ્યોત બની,
બુઝાવો છે તિમિર આજ રોશની બની.

Categories
Poetry social

Mr. Share bajar✒️

શેરબજારની લાક્ષણીકતા ~ ચંદ્રકાંત ગાલા

જો ‘ખરીદશો’ તો ‘ઘટશે’
જો ‘વેચશો’ તો ‘વધશે’
જો ‘સ્ટોપલોશ’ રાખશો તો ‘પાસ’ થશે…
જો ‘પ્રોફીટબુક’ કરશો તો ‘અફશોશ’ થશે…
જો ‘લોસ’ બુક કરશો તો ‘પસ્તાવો’ થશે….
જો કંઇ જ નહી કરો તો હું જ રહી ગયાની લાગણી થશે……

તો કરવુ શુ ? ? ?
શેરબજાર એટલે ‘અંધારામાં ભૂસકો’ મારવાની કળા.
અહીં વાયર ઉપર એક કાગડો બેસે એટલે બધા કાગડાઓ બેસી જાય.
અને……
એક કાગડો ઉડે એટલે બધા કાગડાઓ ઉડી જાય.

શેરબજારના લોકો આને ‘વક્કર’ કહે છે.

અહીં છીંક કોઈ ખાય અને તાવ બીજાને આવે છે.

*અહીં બુધ્ધિશાળીઓ પૈસા મૂકે છે અને મૂર્ખાઓ કમાઇ જાય છે.*
અહી કામ ‘કરનારા’ કરતાં ‘સલાહકારો’ વધારે છે.

મુકેશ અંબાણી કરતાં રીલાયન્સ વિષે વધારે જાણકારી અને ચિંતા તેના 5 શેર લેનારા રાખે છે.

*શેરબજારની વ્યાખ્યા*
શેરબજાર એ એક એવું ‘માધ્યમ’ છે.
જે ખુબ ‘અઘીરા’ લોકોનાં ‘નાણાં’, ખૂબ જ ‘ઘીરજવાન’ લોકોનાં ‘ખાતામાં ટા્ન્સફર કરી આપે છે.

Categories
Poetry Short Story social

Mahabharat?

પાંચ હજાર વર્ષ પહેલા થયુ’તું એમ કહેવાય છે,
હવે તો દર પાંચ વર્ષે મહાભારત થાય છે.

હવે ક્યાં કૌરવો કે પાંડવો ની વાત છે,
અહીં તો આ બધાની એક જ નાત છે.

કોણ ભિષ્મ, કોણ દ્રોણ ને ક્યાં કૃષ્ણની રાહ છે?
ઘડીમાં રંગ બદલતા કાચિંડાની અહીં ભરમાર છે.

હવે ક્યાં ગુરુ ખાતર અંગૂઠો કપાય છે ?
ગાદી ખાતર ગુરુ ને જ રસ્તા માંથી કઢાય છે.

ભિષ્મની પ્રતિજ્ઞા હજુ આજેય સંભળાય છે,
વચનો બધા હવે ભાષણ પૂરતાં જ પળાય છે.

ધર્મ કે અધર્મની હવે ક્યા આ લડાઈ છે?
કોણ કોને ઉલ્લુ બનાવે તેની હરીફાઈ છે.

દ્રૌપદીની ચીસ બહેરા કાને જઇ અથડાય છે,
અહીં તો ખેંચવાની શરતે જ ચીર પુરાય છે.

સાતમા કોઠા સુધી ક્યાં કોઈથી જવાય છે?
અભિમન્યુ બધા પહેલે કોઠે જ હણાય છે.

વરદાન લેવા ક્યાં ભગવાન પાસે જવાય છે ?
હવે તો વોટ દાન લેવા જ મંદિર જવાય છે.

શીખંડીના મહોરા પહેરી નિકળ્યા છે બધા,
અસલી ચહેરો કોઇનો ક્યાં ઓળખાય છે?

શંખ, ચક્ર, ગાંડીવ ને ગદા ક્યાં વપરાય છે?
હવે તો શબ્દોથી જ યુધ્ધ બધા ખેલાય છે.

કર્ણ ની જેમ હવે ક્યાં દાન અપાય છે  ?
હવે તો પ્રજા પાસેથી દાન લેવાય છે.

ખબર નહીં ક્યારે બનશે આપણું સતનું ભારત?
બાકી અહીં તો ચાલે જ છે ‘મતનું મહાભારત’.

– મારા મિત્ર એ લખેલ 6?

Categories
Poetry

સ્પર્શ

કરું આંખો થકી સ્પર્શ તને, કે સ્પર્શ કરું મારા આંસુ થકી,
કરું હોઠો થકી સ્પર્શ તને, કે સ્પર્શ કરું મારા શબ્દો થકી…

કરું પ્રેમ થકી સ્પર્શ તને, કે સ્પર્શ કરું મારા દર્દ થકી,
કરું તન થકી સ્પર્શ તને, કે સ્પર્શ કરું મારા આતમ થકી…

✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Poetry

તું ચાલ….

સમય સાથે કદમ મિલાવી તું દોડ, 
      દોડી ના શકે તો પગલું ભર
                        પણ તું ચાલ…..
      થાકી ગયો તો ધીમે ધીમે ચાલ,
      પગ નથી તો ઢસડાઇને ચાલ,
                         પણ તું ચાલ……
      આંખો નથી તો ભટકાતો ચાલ,
      હાથ નથી તો હિંમતથી ચાલ,
                          પણ તું ચાલ…..
      ચાલતું રહેવું તારું કર્મ છે
      હારી ગયો બધું છતાં,
                            પણ તું ચાલ….
    જિંદગી તારા વગર અટકતી નથી,
     હાથ પગ નથી તો પેટે સરક,
                          પણ તું ચાલ……
     સમય કોઈની રાહ જોતો નથી,
    વારંવાર હાર, ફરી ફરી હાર,
                          પણ તું ચાલ…..
  ભીડમાં તું ખોવાઈ જઈશ,
  કોઈ સાથે નહી તો તું એકલો
                         પણ તું ચાલ…..
   ક્યાંક તો મંજિલ મળશે દોસ્ત,
   રોશની નથી ક્યાંય, છતાં અંધારાને ચીરીને,
                          પણ તું ચાલ…….
   
   

Categories
Poetry

કૈસા એ ઈસ્ક

” દિલ મેરા દેખો, ના મેરી હેસિયત દેખો…. ખબર છે આ જ હતું એ સોન્ગ્સ જેના પર આપણે ડાન્સ કરેલો….”

“હા પણ હવે મને આવી બાબતોમાં કોઈ જ રુચિ નથી ” બોલતા અદિતિનો ગોરો ચહેરો લાલ ઘુમ થઈ ગયો.

” એ જોગમાયા હું ક્યાં પ્રેમની વાત કરું છું? આતો યાદ કરું છું….સારી યાદો યાદ કરવાથી ખુશી મળે, અને આપણે ક્યાં કઈ ખોટું કર્યું છે તો વગર કારણે ગુસ્સો કરે છે? “

” જવાદે એ બધું ચલ આપણે કોઈ પ્લાનિંગ કરીએ જ્યાં કોલેજના સૌ મિત્રો સાથે મળી એક દિવસ એન્જોય કરીએ. બોલ શું કહેવું છે તારું? “

” સારો જ વિચાર છે આપણે આપણા ફ્રેન્ડ સાથે વાત કરીએ….બધા એકબીજા સાથે જોડાયેલા જ હશે. તો બધા સાથે મળીએ ક્યાંક………..બરાબર ” બોલતા રાજન ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો એની આદત પ્રમાણે. ” કોલેજનો એ છેલ્લો દિવસ…..બધા લાસ્ટ ટાઈમ એ પાર્ટીમાં બહુ મજા કરેલી અને ત્યાં જ અદિતિ….. ” આગળ વિચારો કરે તે પહેલા જ અદિતિ બોલી….

” જો અભય ના આવવો જોઈએ…”
” પણ કેમ? ” અચાનક જ વિચારોમાંથી ઝબકી રાજન બોલ્યો.

” બસ…..મને એને જોઈ પ્રેમ થઈ જાય છે એટલે…. ખબર છે છતાં પૂછે છે. મને લાગે…. સાંભળીવાનો થયો છે મારાં મોઢાની ” ગુસ્સો કરતા અદિતિ બોલી.

” કેટલો ગુસ્સો કરે છે પાગલ…. ” હસતા રાજન બોલ્યો.
” બસ હવે પતિદેવ વાતો મુકો અને કોઈ પ્લાનિંગ કરો. “

” હા, યાર મને બહુ ઈચ્છા થઈ છે બધાને મળવાની….ચલ કંઈક કરીએ….” બોલતા રાજન બહાર જતો રહ્યો.

બહાર હિંચકા પર બેસી એ બધાને ગ્રુપમાં મેસેજ કરી ક્યારે મળવું એ નક્કી કરી રહ્યો હતો. બધા બે વર્ષમાં પોતપોતાની લાઈફમાં સેટ થઈ ગયા હતા. પણ હજુ સ્વભાવે એવાને એવા જ હતા. જિંદગીનો આ કોલેજનો સમય બહુ મસ્ત હોય છે પણ દરેક સમયની કિંમત તેના વહી ગયા પછી જ થાય છે. અહીં સૌએ મળવા નક્કી કર્યો એક સ્પેશ્યલ ડે….અને બધા સાથે મળી રાજને અદિતિ માટે બર્થડે પાર્ટી પણ એના તરફથી પ્લાન  કરી.

આખરે ખુબ તૈયારી કરી અને આવી ગયો એ દિવસ 14 ફેબ્રુઆરી અને સંજોગ વસાત રવિવાર પણ હતો તો સૌ સમય કરતા પહેલા આવી ગયા અને પોતાની જુની વાતો કરતા હસી રહ્યા હતા…..એકબીજાની મજાક ઉડાવતા, છુટા પડ્યા ત્યારે કેવા હતા અને અત્યારે કેવા બની ગયા એકએક બદલાવ જોઈ હસી રહ્યા હતા. કૉલેજમાં મોટી મોટી વાતો કરતા અત્યારે જયારે અત્યારે સૌ જવાબદારી ના બોજ નીચે કચડાઇ રહ્યા હતા. હસતા ચહેરાઓ પાછળ ક્યાંક મસ્તી ખોવાઈ ગઈ દેખાઈ…

દરેકની હસી પાછળની મૂંઝવણ જોઈ રાજન બોલ્યો

“આજને જીવી લઈએ
ચિંતા છોડો થોડું હસી લઈએ….”

અતુલ એની આદત પ્રમાણે બોલ્યો ” કવિ સાહેબ હજુ પણ કવિ જ છે લાગે દાલ મેં કુચ કાલા હે “
” અરે યાર દાલ મેં કુચ કાલા નહી મુજે તો પુરી દાલ હી કાલે મેં લગતી હે….  ” નુપૂર બોલી અને સૌ હસી પડ્યા.

” અદિને તારી સાથે પ્રેમ થઈ ગયો કે શું? ” બોલતા અતુલ એના બેસ્ટ ફ્રેન્ડના મોંની બદલાતી રેખાઓ સામે જોઈ રહ્યો.

” હમકો માલુમ હે જન્નત કી હકીકત લેકિન,
દિલ કે ખુશ રખને કો ‘ગાલિબ’ યે ખયાલ અચ્છા હે”

” વાહ વાહ મિર્ઝા ગાલિબ…. ” બોલતા સૌ તાળીઓથી રાજનને વધાવવા લાગ્યા….. પણ આ શબ્દો અતુલના દિલની આરપાર નીકળી ગયા…… એ ફેરવેલનો દિવસ એની નજર સામે ફરી આવી ગયો….

” કૉલેજનો છેલ્લો દિવસ અદિ અને અભય એક કપલ તરીકે ઓળખાતા પ્રેમી પંખીડા હંમેશા માટે અલગ થઈ ગયા અને આ જુદાઈમાં ફસાઈ ગયો અદિતિને એકતરફી પ્રેમ કરતો આ મારો પાગલ રાજન…… ” હજુ તે આગળ કાંઈ વિચારે તે પહેલા જ સૌ રાજનને ગઝલ ગાઈ આજના દિવસને યાદગાર બનાવા બૂમો પાડી મસ્તી કરતા રીઝવવા લાગ્યા…..

રાજને ફરી ભરેલા હૈયે એના મધુર આવજે ગાવાનું શરૂ કર્યું…..

” ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો,
જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો… “

અતુલ ગઝલના એકએક શબ્દોમાં રહેલ રાજનને જોઈ રહ્યો…આખરે બધાએ આ ગઝલ વચ્ચે જ અટકાવી બોલ્યા ” ઓ દુઃખી આત્મા કંઈકદિલખુશ કરે એવુ ગાને રોમિયો…..”  

રાજન કોલેજ સમયનો સારો એવો ગાયક હતો છોકરીઓ તેના અવાજ પર પાગલ હતી અને એ આ અદિતિ પાછળ, જે તેની ક્યારેય નહોતી એને ખબર હતી છતાં એ એકતરફી પ્રેમ કરતો રહ્યો…….

રાજને ફરી બોલ્યો  “ચલો મારાં પ્રિય કવિ હરીન્દ્ર દવેની ગઝલ સાંભળવું ” અને તેને ગાવાનું શરૂ કર્યું….

” પાન લીલું જોયુને તમે યાદ આવ્યા
જાણે સાવનનો પહેલો વરસાદ ઝીલ્યો રા…..
એક તરણું તોડ્યું ને તમે યાદ આવ્યા
                              તમે યાદ આવ્યા…. “

આ શબ્દોની સાથે દરેક પોતાની કૉલેજની યાદોમાં ખોવાઈ ગયા.

પાન લીલું ….. તો અત્યારે હતું નહી પણ સૌ એકબીજાના ચહેરા જોઈ પોતાના કોલજના પહેલા ક્રશને યાદ કરી મનમાં મનમાં હરખાઈ રહ્યા હતા. એમાં અદિતિને પણ એના પ્રેમ અભય સાથે જીવેલી એક એક ક્ષણ એની નજર સામે આવી રહી હતી.

” અભય અને અદિતિએ આખી જિંદગી સાથે જીવવાનું નક્કી કરેલું. બન્ને એકબીજા સાથે બહુ ખુશ હતા. પણ અદિતિની એક મસ્તી એને આખી જિંદગીનો બોજ આપી ગઈ. કોલેજના એ છેલ્લા દિવસોમાં અદિતિ અને અભય વચ્ચે મીઠો ઝગડો ચાલી રહ્યો હતો. ત્યાંરે મિત્રોની મસ્તીમાં આવી અદિતિએ અભયને કહી દીધું …..જા જા મને તો તારા જેવા બહુ પ્રેમ કરવાવાળા છે……. “અને અભયે પણ સામે ચેલેન્જ આપી દીધી  “ચલ એક તો પોતાનો બનાવી બતાવ!”

જવાની ના જોસમાં અદિતિએ અભયે દગો કર્યો એવા દુઃખ સાથે રાજનને પ્રપોઝ કરી દીધું. અને રાજન તો અદિતિને નિસ્વાર્થ પ્રેમ કરતો હતો તો અદિતિને આ દુઃખમાંથી નીકાળવા એક હમદર્દ તરીકે અદિતિ સાથે જોડાઈ ગયો. કૉલેજમાં સૌ જોતા રહી ગયા, ક્યાં આ હોરોઇન લાગતી અદિતિ અને ક્યાં આ સાદગીથી રંગાયેલો ગઝલકાર રાજન. ‘મિયાં બીવી રાજી તો ક્યાં કરે કાજી’ કોઈ કાંઈ બોલ્યું નહી. અદિતિ તરત જ અભયને શોધવા લાગી પણ એ પાર્ટી પછી કે ક્યાંય દેખાયો નહી. આટલા વર્ષો થયા પણ એ ક્યાં હતો એ કોઈ જાણતું નહોતું. અદિતિ પણ હારીને રાજન સાથે મિત્ર તરીકે જિંદગી જીવવાનું સ્વીકારી લીધું. બંને મિત્ર તરીકે જ સાથે રહેતા. દેખાવે જ ખાલી દુનિયાની નજરમાં પતિ પત્ની હતા. અદિતિ હજુ અભયને બહુ પ્રેમ કરતી હતી અને રાજન અદિતિને !

ગઝલ પુરી થઈ સાથે જ બધી લાઈટો પણ બંધ થઈ ગઈ. અને અચાનક જ સ્ટેજ બાજુમાં ઉભેલી અદિતિ પરએક લાઈટનો ફોકસ પડ્યો, જેમાં અદિતિ એક જ શોભી રહી હતી. બ્લેક કલરનું પહેરેલું એનું ગાઉન અને કમર પર ડાયમંડ જડેલ પતલો કંદોરો તેના પર ચમકી રહ્યો હતો સાથે મોટી મોટી એની કાજળ કરેલી આંખો એના દરિયામાં જાણે સૌને ડુબાડતી હતી, ગોળ ઘડાયેલ એનું ચંદ્રની ચાંદની જેવું મુખ ખરેખર એટલું મનમોહક હતું કે સૌ તેને જોતા જ રહી ગયા. ત્યાં જ બધાની નજર અદિતિ સામે ગુલાબનો બુકે લઈ ઘૂંટણ પર વળી પ્રોપોઝ કરતો કોઈ વ્યક્તિ દેખાયો. સૌ ખુશ થઈ ગયા ચલો આજે રાજને હિંમત તો કરી.

અતુલને હજુ માન્યામાં આવતું નહોતું કે આ જ રાજન છે. રાજન તો અદિતિ માટે રાધાના પ્રેમ જેવો હતો. જેને ક્યારેય એને પામવાની કોશિશ નહોતી કરી. પણ આજે કાંઈ સમજ ના પડી. રાજન બદલાઈ ગયો કે પછી આ કોઈ બીજું વ્યક્તિ હતું?

આખરે સૌને ફરી એક ગઝલ સંભળાઈ પણ અવાજ કંઈક અલગ હતો.

” તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી,
તારા રુપની પૂનમનો પાગલ એકલો,
તારા રુપની પૂનમનો પાગલ એકલો…..”

અદિતિ બુકે જોઈ ગુસ્સે થઈ ઉતાવળે બોલી ” તને ખબર છે મને આ બધું પસંદ નથી છતાં ……શા માટે આવું કરે છે ? તું જાણે જ છે હું અભ…..” અદિતિ આગળ બોલે એ પહેલા જ બધી લાઈટો ચાલુ થઈ ગઈ.

” મારી જીવનસાથી બનીશ ?” એક જ વાક્યમાં બધું જ એ વ્યક્તિ બોલી ગયું.

અદિતિ આભાની જેમ જ જકડાઈ ગઈ તેને કાંઈ સમજ નહોતું આવતું કે આ શું હતું….કોઈસ્વપ્ન કે હકીકત ?

આખરે અદિતિની આંખો વહી ગઈ અને વર્ષોની જુદાઈદુર કરી અભયને ભેટી પડી. તે અભયને જોઈ બધું જ ભૂલી ગઈપણ થોડી સ્વસ્થ થતા એ એનાથી દુર ખસી ગઈ …..અને બોલી “સોરી હું બીજા કોઈની થઈગઈ છું ….તે બહુ મોડું કર્યું “

ત્યાં જ રાજન તેને અટકાવતા બોલ્યો “અદિ પેલા મારી બર્થડે ગીફ્ટ તો લઈલે પછી બોલ….” કહેતા રાજને અદિતિને એકફાઈલ પકડાવી.

સૌ જોતા જ રહ્યા આ કેવી ગીફ્ટ? પણ અદિતિ એ જોયા પહેલા જ ગુસ્સે થઈ બોલી ” અભય તું અત્યાર સુધી ગાયબ ક્યાં હતો? એ બોલ. મને ફસાવી છટકી ગયો. હરામી છે તું …..” આટલુ બોલતા અદિતિ રડી પડી.

અભયે તેને શાંત કરતા બોલ્યો ” એ જ દિવસે u.s.થી ફોન આવ્યો ડેડઇઝ નો મોર …..અને હું બધું મૂકી સીધો ત્યાં જવા નીકળી ગયો…..મારું માઈન્ડટોટલઓફથઈ ગયું હતું કાંઈ સુજતુ નહોતું. ત્યાં જઈ ડેડના ટોટલબિઝનેસ મારાં હાથમા આવી ગયો તેની જવાબદારીમાંથી નીકળી તારી સાથે વાત કરવાનું વિચાર્યું ત્યાં ખબર પડી તે રાજન સાથે મેરેજ કરી લીધા….. રાજન બહુ સારો માણસ છે એટલે મેં પછી તારી સાથે વાત કરવાનું માડી વાળ્યું અને ત્યાં જ સેટલથઈ ગયો. એમપણ મારું તારા સિવાયકોણ હતું? ” બોલતા અભય ગળગળો થઈ ગયો.

બન્નેને શાંત કરી રાજન બોલ્યો ” જે થયું એની ભૂલી આજે નવી શરૂઆત કરો અને લે ભાઈ આ તારી અમાનત હવે મારાથી નહી સંભાળાય…..” બોલતા એને અદિતિનો હાથ અભયના હાથમા આપી દીધો.

અદિતિ એ એની વાતો સાંભળી ફાઈલ ખોલી તો એમાં ડાઇવોર્સપેપર હતા …..રાજને આજે એના બર્થડે પર તેને એની જિંદગી આપી હતી. તે રાજનને રડતા રડતા ભેટી પડી. “સોરી તું મને કેટલો પ્રેમ કરે છે અને હું ? “

” અરે પાગલ હું તો રાધા કૃષ્ણના પવિત્ર પ્રેમમાં માનું છું તને  પામ્યા વગરખુશ છું. મેં તને ક્યારેય પામવા પ્રેમ નથી કર્યો. રાધા કૃષ્ણનો પ્રેમઅમરથઈ ગયો. પણ એ સાથે નહોતા પણ સાથે હતા મારું પણ એવુ જ છે. તું ખુશ હું પણખુશ. ” સૌ મિત્રોએ દિલથી રાજનના પ્રેમને સલામ કરી તાળીઓથી વધાવી લીધો.

” ચલો હવે બસ આ બધું મૂકી કેકકાપીએઅતુલ રાજનના ખભે હાથ મૂકી બોલ્યો.

અભય અને અદિતિએ સાથે કેક કાપી સૌના મોં મીઠા કરાવ્યા અને પછી સૌએ સાથે મળી કપલડાન્સ કર્યો અને ખુબ મજા કરી. અદિતિએપણ આજે રાજન સાથે દિલ ખોલી ડાન્સ કર્યો. રાજન માટે તો આ ઘડી જ જિંદગી જીવવા માટે કાફી હતી. અને છેલ્લે બધાના કહેવાથી ફરી એક છેલ્લી ગઝલ રાજને શરૂ કરી ….

” હું ક્યાં કહું છું આપને હા હોવી જોઈએ
પણ, ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.”

અદિતિ રાજનને ભેટી પડી. જતા જતા રાજન અદિતિનું દિલ ચોરી ગયો. દિલમાંથી નીકળતા એકએક શબ્દો એના સૌના દિલની આરપાર નીકળી ગયા.

સંપૂર્ણ…

Categories
Gazals Poetry

पास हो तुम

यू खफा होकर तेरा फिर मुस्कुराना,
इसी अदा परतों है घायल हम,
ऐसे तो मिलते नहीं हम रोजाना,
पर कभी न मिलकर भी होते है पास हम।

✍️धृति मेहता (असमंजस)

Categories
Poetry

સાજન સંગ… !

દિલ મારું દરિયો, સાજન બાવરી હું આજ,
ખળખળ વહેતી નદી શોધું નિજ પથ આજ.

ઝરમર વરસતી વાદળી, ભીંજાઈ હું સાજન સંગ,
મહેકી ધરા, પતંગીયું બની ઉડી હું સાજન સંગ.

ચાલી કેડી કોરતી, દેખાયો સાજન આજ,
દિલખોલી મુસ્કાન કરતા ખીલ્યું ગુલાબ આજ.

ખુશનુમા આ ક્ષણ, દિલ ખોલી જીવીએ સાજન આજ,
અજવાશ આ રોશની, અંતરે ઉજાસ સાજન આજ.

Categories
Poetry

શાયર

એનાં પ્રેમના પ્રેમમાં પડ્યા,
ઘાયલ થયા કે થયા મરીઝ…

એની આંખોના નશામાં ડૂબ્યા,
શાયર થયા કે થયા ગાલિબ..

*******************
ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Poetry

મુક્તક શ્રેણી

ભાગતી આ દુનિયામાં ક્યાંક આરામ મળી જાય !
તારુંને મારું કરતા ક્યાંક પોતાનું મળી જાય !
ભીની નજરો દુર આવતી કેડી પર જોઈ રહી ….
દિલ ખોલી રડી શકાય એવો ક્યાંક ખભો મળી જાય !

એકલા સફરે થાકી હવે ક્યાંક કોઈ હાથનો ટેકો મળી જાય !
દિલ ખોલી હસી શકાય રસ્તે એવો ક્યાંક હમસફર મળી જાય !
આશા ભર્યા નયન ફરી રહ્યા દસે દિશા ….
હું છું ને ગાંડી સંભાળી લઈશ ક્યાંક કાને શબ્દો મળી જાય !

ડરતી, ગભરાતી અંધારાથી ક્યાંક અંજવાળું મળી જાય !
દિલ ખોલી જીવી શકાય એવો ક્યાંક મિત્ર મળી જાય !
સ્વાર્થી દુનિયાને નિરાશા ભરી નજરે જોઈ રહી …..
નિઃસ્વાર્થ પ્રેમ વરસાવતો એવો ક્યાંક હસતો ચહેરો મળી જાય !

Categories
Poetry

कैसे मुझे तुम मिल गए ❤️

ऐसे कैसे जान लेते हो,
बिना कहे मेरी हर बात सुन लेते हो तुम।


कभी आदत नहीं थी हमें इतना मुस्कुराने की,
ऐसे कैसे कर लेते हो, छोटी छोटी बातों से इन आंसुओ को मुस्कान में बदल देतो हो तुम।
ऐसे कैसे जान लेते हो,
बिना कहे मेरी हर बात सुन लेते हो तुम।

दिलमे कभी हमारे यू तूफान जो उठ जाता है,
ऐसे कैसे कर लेते हो, मेरी सारी उलझनों को यूही सुलझा लेते हो तुम।
ऐसे कैसे जान लेते हो,
बिना कहे मेरी हर बात सुन लेते हो तुम।

आंखो से कभी हमारी नींद जो उड़ जाती है,
ऐसे कैसे कर लेते हो, हमे सुलाने के बाद ही, हमेशा खुद सो पाते हो तुम।
ऐसे कैसे जान लेते हो,
बिना कहे मेरी हर बात सुन लेते हो तुम।

यू तो अकेले रहेने की आदत सी थी हमे,
ऐसे कैसे कर लेते हो, न होकर भी हर पल हमारे साथ होते हो तुम।
ऐसे कैसे जान लेते हो,
बिना कहे मेरी हर बात सुन लेते हो तुम।

बेफिक्र यू थे खुद के लिए हम,
ऐसे कैसे कर लेते हो, अब तुम्हारे लिए सवर लेते है हम।
ऐसे कैसे जान लेते हो,
बिना कहे मेरी हर बात सुन लेते हो तुम।

इतनी शिद्दत से कभी खुदको भी चाहा नहीं था हमने,
ऐसे कैसे कर लेते हो, अभी खुद में तुमको समाए हुए है हम।
ऐसे कैसे जान लेते हो,
बिना कहे मेरी हर बात सुन लेते हो तुम।


✍️ धृति मेहता (असमंजस)

Categories
Poetry

Truly loved once?

એક લાઈવ વાર્તા ની શરૂઆત થશે થોડા જ સમય મા……..

……..stay Tunned…. ત્યાં સુધી stay happy Nd stay healthy ?

U can connect with me on insta [email protected]__123.5

Categories
Poetry

खुशनसीबी

वो हवाएं भी खुशनसीब हैं,
जो तुझे छूकर गुजरती हैं।

नसीब हमारा भी कम नहीं,
तेरी सांसे जो हम तक आकर रुकती हैं।

✍️ धृति मेहता (असमंजस)

Categories
Poetry

એક પ્રેમ તારો એક પ્રેમ મારો…

શબ્દોથી એને કેમ તોલાય,
એવો એક પ્રેમ તારો એક પ્રેમ મારો…

સૂકી ધરાને વાદળી બની ભીંજવતો,
એવો એક પ્રેમ તારો એક પ્રેમ મારો…

સૂની આંખોમાં સપના હજાર ભરતો,
એવો એક પ્રેમ તારો એક પ્રેમ મારો…

તારા થકી મારામાં સંપૂર્ણ થતો,
એવો એક પ્રેમ તારો એક પ્રેમ મારો…

✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Poetry

સપનાઓ મારા..

સજ્યા છે નાના નાના સપનાઓ મારી આં પલકો તળે,
ભલેને ખ્વાબ અધૂરા પૂરા થાય તારી આંખો તળે…

✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Poetry

You ask me….

?You ask me, do you remembering me?
I says, only whenever I take a breath…

You ask me, do you believe me?
I says, only whenever I close my eyes…

You ask me, do you love me?
I says, only whenever my heart is beating…?

***********************
Dhruti Mehta (અસમંજસ)

Categories
Poetry

इश्क़

?बंदगी और इश्क़ में फर्क इतना हैं,
बंदगी सर उठाकर किया करते हैं हम,
तेरी हर दुआ के लिए।


और इश्क़ में सर झुका दिया करते हैं हम,
तेरी हर चाह के लिए।?


✍️ धृति मेहता (असमंजस)

Categories
Poetry

કર્તવ્ય – એક બલિદાન

      કર્તવ્ય નિભાવવું એ એક એવું દાન છે જે કરવાથી આપડો જ ફાયદો થાય છે…… કર્તવ્ય નિભાવે એનું નામ જ ખરું સંતાન ….કરી નાખીશ મારું બધું કુરબાન ,        મારું હર એક કર્તવ્ય નિભાવવા માટે.સપના ઉપર  પાણી ફેરવી દઈશ,         મારું હર એક કર્તવ્ય નિભાવવા માટે.  

  whatsapp :- 9624265491

gmail :- [email protected]     

આ વાત છે ૧૬ વર્ષ ની માસૂમ મેધા ની જેને હજુ તો સમજણ પણ માંડ માંડ આવી છે…… અને તેનો દારૂડિયો બાપ તેના લગ્ન ૫૦ વર્ષ ના પુરુષ સાથે કરાવી દે છે….. એના બાપ ની એવી તો શું મજબૂરી હશે કે માસૂમ ફૂલ ને દુઃખ ના દર્દ માં ધકેલી દીધું ? આખા ગામ ના મોઢે બસ આ જ વાત હતી….  

     મેધા ની સહેલી તેજલ એના ઘરે આવે છે અને મેધા ને પૂછે છે કે તું તારા થી મોટા ૫૦ વર્ષ ના પુરુષ સાથે લગ્ન કરી રહી છે? હા…. મેધા એ જવાબ આપ્યો .. પણ કેમ ? તેજલ એ આશ્ચર્ય થી પૂછ્યું ! બસ હું દીકરી નું કર્તવ્ય નિભાવી રહી છું…. મેધા એ નમ્ર થઈને જવાબ આપ્યો… પણ એ તારા પિતા કરતા પણ ૭ વર્ષ મોટા છે ! તેજલ એ કહ્યું ..  ઉંમર તો માત્ર ખાલી નંબર છે…. મેધા એ જવાબ આપ્યો..   તો તારી ખુશી નું શું ? તેજલ એ પૂછ્યું.. મારી ખુશી તો મારા પિતા માં છે; જે મને આ દુનિયા માં લાવ્યા, ભણાવી ગણાવી અને આટલી મોટી કરી બસ આજ છે મારી ખુશી! અને મારા પિતા એમની સાથે મારા લગ્ન કરાવે છે તો એ મારી માટે એક દમ ઠીક હશે ! મારા પિતા મારું સારું જ ઇચ્છતા હશે !! મેધા એ જવાબ આપ્યો….   

    એક તરફ મેધા ના લગ્ન ની તૈયારી થઈ રહી છે તો બીજી તરફ એનો  થનારો ૫૦ વર્ષ નો પતિ જગો એની પહેલી પત્ની ને ખુશ કરવા આ લગ્ન કરી રહ્યો છે…… હા મેધા નો થનારો પતિ જગો પહેલાંથી જ પરણેલો હતો….. મેધા ના પિતા આ વાત જાણે છે પણ એ એટલા બોજ હેઠળ ડૂબી ગયા હતા કે એમને એમની એક ના એક દીકરી મેધા નેં ૭ લાખ રૂપિયા માં વેચી ખાધી….. મેધા એના પિતા ની લાજ રાખવા માટે આ લગ્ન કરી રહી છે, કેમકે એણે દીકરી હોવાનું કર્તવ્ય નિભાવવાનું છે……  

     હું મારું કર્તવ્ય નિભાવવા માટે

                  મારો જીવ નેવે મૂકી દઈશ .     

  હું મારા પિતા ની લાજ રાખવા                 

મારા સપનાઓ ભુલાવી દઈશ.                                       ~~ મેધા ~~

        હિંચકા પર જુલતી મેધા ના મોં પર બસ આ શબ્દો જ ફર્યા કરે છે… મેધા જેવી જ કોઈ છોકરી ભાગ્યે જ હસે આ દુનિયા માં જે પોતાના હર એક કર્તવ્ય નિભાવવા માટે તત્પર હોય ! મેધા ના મોં પરથી ફરતા આ શબ્દો એનો દારૂડિયો બાપ સાંભળી લે છે….. બેટા મને માફ કરજે પણ હવે જગો જ તારું બધું છે. તારે એમને ખુશ રાખવા પડશે. એ તારા પિતા ની ઉંમર ના છે તો પણ તારે તેમને આદર આપવો પડશે. બાપુ તમે ફીકર ના કરો હું ક્યારેય એવું નહિ કરું જેના લીધે મારા બાપુ નું માથું શરમ થી ઝૂકી જાય…. ખુશ રહેજે બેટા અને તારા આ આખરી દિવસ ને હું યાદગાર માગું છું…. બસ મને એટલી યાદ આપો કર મને કરિયાવર માં આ દારૂ છોડવાનું વચન આપો ….. દીકરી નું ઉદાર મન અને પોતાની ભાવનાઓ સમજી, મેધા હું તને વચન આપું છું કે આજ પછી ક્યારેય દારૂ ને હાથ નઈ લગાવું….અને બંને બાપ દીકરી એક બીજાને ગળે બાથ ભરાઈને રડી પડે છે….. 

           પાપા ના ગયા પછી મેધા રૂમ માં સુવા માટે જાય છે , પણ તેને ઊંઘ આવતી નથી…  તે આખી રાત વિચારો કરે છે કે જે હું કરી રહી છું એ ઠીક છે ? અને પછી અંદર થી જ અવાજ આવતો કે તું ભૂલ ના તારું કર્તવ્ય……   બીજા દિવસે સવારે મેધા ની સહેલી તેજલ એણે તૈયાર કરવા આવે છે…. આજે તો તારા મનમાં ફટાકડા ફૂટતા હશે ને ? તેજલ એ પૂછ્યું .. હા કેમ નઈ આજે મારા લગ્ન છે , હું બઉ ખુશ છું કેમકે હું મારા કર્તવ્ય નિભાવવા માં સફળ રહી… મેધા એ બહુ પ્રેમ થી જાવાબ આપ્યો… ચાલ એ બધું જવા દે જીજાજી ને માથા માં બધા સફેદ બાલ હશે કે પછી ડાઈ કરીને આવશે… તેજલ એ રમૂજ કરતા કરતા પૂછી લીધું …. તું મને હેરાન ના કર…. મેધા એ વિનય થી કહ્યું… ચાલ ઠીક છે તું પણ યાદ રાખીશ તારી સહેલી ને … તેજલ એ કહ્યું …. બંને હસતા હસતા એક બીજાના ગળે લાગે છે…         

એટલા માં તો જાન આવે છે……આખું ગામ જોતું ને જોતું જ રહી ગયું…. હાયહાય આ મેધા જેવી રૂપવાન અને ગુણવાન z ભણેલી ગણેલી છોકરી ને આવો વર! એના બાપ એ એની દીકરી ની જિંદગી બગાડી…..આખું ગામ બસ થું થું કરી રહ્યું છે…. અને એટલા માં તેજલ ભાગી ને જોવા જાય છે એના જીજાજી ને… મેધા ના મુરતિયા ને જોઈ તેજલ તેનું શું વર્ણન કરે છે…

જાન તો આવી ગઈ છે,    

પણ ખુશીયો લઈને પાછી જશે.

જીજાજી તો આવી ગયા છે ,     

પણ ગધેડા ને ઘોડી સમજ્યા છે.

રૂપની રાણી છે મારી મેધા ,           

કરમાયેલું ફૂલ છે જીજાજી.

કર્તવ્ય ને મારી હોત તે ગોળી મેધા ,           

તો આ ભવ બચી જાત તરો.        

માંડવે લગ્ન શરૂ થઈ ગયા છે…. કન્યા પધરાવો સાવધાન…. મેધા મંડપ આવી જાય છે….એના લગ્ન પણ પૂરા થઈ જાય છે…. અને સાસરે હતા સમય બાપુ લો આ ચિઠ્ઠી બે દિવસ પછી વાંચજો…..દીકરી ને હમેશાં યાદ રાખજો અને મન થાય એટલે મળવા આવી જજો……..      મેધા સુહાગરાત ના સેજ ઉપર બેઠી છે પણ એનો પતિ હજુ સુધી કક્ષ માં આવ્યો નથી…. કેમકે એનો પતિ તો એની પહેલી પત્ની સાથે વ્યસ્ત છે…. તમે જાઓ અને એણે આપડી સચ્ચાઈ હાલ ખબર ના પડે તેનું ધ્યાન રાખજો…. જગા ની પહેલી પત્ની રેખા એ જગા ના કાન માં કહ્યું….તું ફીકર ના કર એણે કઈ જ ખબર નઈ પડે… જગો … હવે જાઓ તમે અને આપડા ભવિષ્ય માટે કઈ કરી બતાવો ….. રેખા … હા હવે હું જાઉં છું પણ ક્યારેય ના ભૂલતી કે હું તને બહુ પ્રેમ કરું છું …. જગો….

WHATSAPP :- 9624265491GMAIL :- [email protected]

Categories
Poetry

મિત્રતા

મોજ મસ્તીને આનંદ સાથે જુસ્સો ‘જીવવાનો ‘
સ્મિત પાછળનું દર્દ મહેસુસ કરતા એના ‘નયન ‘

મારા દિલની ચાવી રાખતા એનાં  ‘કર
પડ્યા પહેલા જ ઉઠાવવા લાંબાયેલ એ ‘હાથ

અપેક્ષા વગરનો  ‘નિઃસ્વાર્થ પ્રેમ ‘
“આ જ તો છે ! તારીને મારી મિત્રતા…!”.

Categories
Poetry

શક્તિ…. !

ક્યાં સુધી શક્તિ! અગ્નિ સ્નાનકરીશ તું ?
ઉઠ નારી, તું જ શક્તિની મિસાલ છે.

      તું માંગ તારો હક ! તારો એ અધિકાર છે,
      મહાકાળી તું જ છે, તારી એ પહેચાન છે.

     તું ઉઠ ! તું તો ગરજતી અંબાનો અવતાર છે,
ઓળખ તારી જાતને, તારી એ પહેચાન છે.

     તું ઉઠાવ હથિયાર ! તું તો આગના અંગારા છે,
ભસ્મ કરી દે દુનિયા, તારી એ તાકાત છે.

      તું લડ ! તારો હોંસલો સમયનો બદલાવ છે,
    તારી આંખનું આંસુ એક, પ્રલયનું આહવાન છે.

      તું ઉઠ ! તને જીતવાનો પૂરો અધિકાર છે,
ડર તારો દૂકર, તું જ તારો વિકાસ છે.

      તું માં બની જાગ ! તું તો જગનો આધાર છે,
જનેતા તું જગતજનની, તું જ ઉત્પત્તિનો આધાર છે.

Categories
Poetry

માનવ રૂપે દાનવ…!

કેમ કહું કે મનની શું વ્યથા છે,
આખરે જીવનની આ જ કથા છે.

અખૂટ ઘેલછાઓથી ભરેલો આ જીવ હજી તો કાચો છે,
આજ-કાલ માણસાઈનો સંબંધ પણ ક્યાં સાચો છે!

વિકટ સમયે “સગા-વ્હાલા” ની આશ રાખી શક્યા,
કોઈના માટે સ્નેહ, સમજણના પર્યાય ન બની શક્યા.

અન્યના વિશ્વાસ, પ્રેમને રમકડાં બનાવે,
ખુદના અનુભવથી પણ ક્યાં સમજણ આવે!

ઈર્ષ્યા, અદેખાઈમાં આ માનવ પોતાને જ ભૂલે,
પરિસ્થિતિ, લાચારીથી કાળનાં ચક્રમાં ઘૂમે!

લાગણી માટે તરસે છતાં ભ્રષ્ટાચાર વરસાવે,
ઈશ્વરનું “શ્રેષ્ઠ સર્જન” કેમ અરાજકતા ફેલાવે?!!

-હેત્વી “ધરા”

Categories
Poetry

किस्मत ?

खुदा ने हमारी किस्मत लिखी इस कदर की,
वो राहबर होकर भी नहीं है हमारी राहों में।

नज़रे बिछाए हुए है इस कदर की,
खुद में होकर भी, लिखे हैं वो इंतजार में।

✍️ धृति मेहता (असमंजस)

Categories
Poetry

Life of the CA student?

A poem dedicated to all CA students ?

एक मामूली सा CA हूँ, बेशक कोई भगवान नही
CA का CA होना मगर इतना भी आसान नही

इस दर्जे की खातिर मैने बचपन अपना खोया है
मैं वो हूँ जो स्कूल में 0.5 मार्क्स को रोया है

सुकुन की जिंदगी को कुर्बान करता CA
कभी किताब तो कभी स्टडी टेबल पे सोया है

जाने कब होली बीती, जाने कब दिवाली गई
जाने कितने रक्षाबंधन, मेरी कलाई खाली गई

परीक्षाओं की लड़ी ने साथ नही छोड़ा अब तक
मेरे हज़ारों दिन खा गई, उतनी ही रातें काली गई

फिर भी तुम्हें हर वक्त जो खुश दिखे परेशान नही
उस CA का CA होना इतना भी आसान नहीं।

मैनें क्रिकेट का बैट छोड़ा, टीवी का रिमोट छोड़ा
इस दर्जे की खातिर मैने जिंदगी की खुशियों को छोड़ा

मेरा कोई संडे नही, छुट्टी की गुज़ारिश नही
सर्दी का कोहरा या पहली वाली बारिश नही

मेरा परिवार मुझसे बात करने को तरसता है
लेकिन कभी पूरी होती उनकी ख्वाहिश नही

अपने ऊपर गर्व है मुझे, लेकिन कोई गुमान नही
CA का CA होना इतना भी आसान नही

जाने कितने लोग हमने सरकार से बचा दिए
जाने कितने टैक्स हमने लोगों के बचा दिए

तुम्हारी उम्मीदों पर खरा उतरने की खातिर
हमने अपनी ज़िंदगी के तीस साल लगा दिए

फिर भी मेरे पास आने से डरते हैं लोग
ज़रा कुछ लिख दूं तो फिर शक करते हैं लोग

मेरी मेहनत को वो पेन घिसना समझते हैं
फीस के नाम से ठंडी आहें भरते हैं लोग

तुम भी तो मेरी इस हालत से अनजान नही
CA का CA होना इतना भी आसान नहीं।

Categories
Poetry

Breakup થયુ!!..

તારા ખિલખિલાટ હાસ્ય થકી,
બ્રેક અપ થયું, આંસુઓ સાથે મારું….

તારા શબ્દોના ગીત થકી,
બ્રેક અપ થયું, મૌન સાથે મારું….

તારા દિલની ખુશીઓ થકી,
બ્રેક અપ થયું, દર્દ સાથે મારું…

તારા ગુડ મોર્નિંગ વિશ થકી,
બ્રેક અપ થયું, અંધારા ઓછાયા સાથે મારું..

તારા પ્રેમના ઈઝહાર થકી,
બ્રેક અપ થયું, દિવસોના વિરહ સાથે મારું…


✍️ Dhruti Mehta (અસમંજસ)

Categories
Poetry

સ્વાગત કરીએ… !

તકલીફ દુઃખોને ભૂલ હવે, આજને આજ જીવી લઈએ.
ગયા તેને ભૂલી હવે, નવા મિત્રોનું સ્વાગત કરીએ.

સ્વાર્થી બનવાનું છોડ હવે, મસ્ત બની મોજ કરી લઈએ.
મુરઝાયેલ કળી ભૂલી હવે, ઉગતા ગુલાબનું સ્વાગત કરીએ.

વહેતી આંખોને લુસ હવે, અમીથી આંખોને આંજી લઈએ.
વ્યર્થ પ્રયત્નો ભૂલી હવે, એક નવા ઉત્સાહથી પ્રયત્ન કરીએ.

દુઃખી થવાનું છોડ હવે, થોડી હસી મજાક કરી લઈએ.
ના ગમતા શબ્દો ભૂલી હવે, આવ ગમતાનો ગુલાલ કરીએ.

દુનિયાને સમજવાનું છોડ હવે, ‘હું’ને આજ સમજી લઈએ.
ના સમજાયું તેને ભૂલી હવે, નવેસરથી એકડો કરીએ.

દુશ્મનોને ભૂલ હવે, પોતાની જાતને પ્રેમ કરી લઈએ.
સ્વાર્થી લોકોને ભૂલી હવે, પ્રકૃતિને ખોળે આનંદ કરીએ.

તારું અને મારું છોડ હવે, સૌને આપણા બનાવી લઈએ.
2020ના કાળને ભૂલી હવે, 2021નું ખુશીથી સ્વાગત કરીએ.

Categories
Poetry

તારા બાદ

તારા બાદ

ખરી જશે લાગણીનો માળો તારા બાદ,
ખતમ થશે શ્વાસનો ગાળો તારા બાદ.

હતો ઘણો સાથ સફરને સમયનો,
થોભી જશે બધી ઘડિયાળો તારા બાદ.

નજરે દેખાય છે પ્રાણની બાદબાકી,
નથી મળતો એકેય સરવાળો તારા બાદ.

ક્યાં સુધી રહીશ ગમનાં અવઢવમાં?
નહી મળે ખુશીને ફાળો તારા બાદ.

નથી હું કોઈ મોટો જાગીરદાર પણ,
ખોદાશે મારા ભાગનો ખાડો તારા બાદ.

– કંદર્પ પટેલ ✒

Categories
Poetry

राह

जीन रांहो से गुज़रा करते हो तुम,
उसीसे आपकी खबर लिया करते है हम।

✍️ धृति मेहता (असमंजस)

Categories
Poetry

ખ્વાબ

?ભર્યા પડ્યા છે હજારો ખ્વાબ આં આંખોમાં,
થોડા ખુદ તો થોડા તારી આંખોએ પૂરા થતાં જોવા છે….?

 ✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Poetry

शिद्दत

इतनी शिद्दत से मोहब्बत है तुमसे की मरना भी मुनासिब नहीं है हमे,
इतना प्यार है की जीकर खुदमे मेहसूद करना है तुम्हे हर हालमे हमे।।

✍️धृति मेहता (असमंजस)

Categories
Poetry

ક્યાં ખબર હતી અમને

આમ ક્યારેક અજાણતા મળી જશો,
ક્યાં ખબર હતી અમને…
અજાણ્યા ક્યારેક પોતીકા થઈ જશો,
ક્યાં ખબર હતી અમને…

મારી વાતોનો ખજાનો બની જશો,
ક્યાં ખબર હતી અમને…
મારી થકાનનો વિસામો બની જશો,
ક્યાં ખબર હતી અમને…

આમ એકદિવસ મારું અસ્તિત્વ બની જશો,
ક્યાં ખબર હતી અમને…
ધીરે ધીરે ખુદમાં જ એકાકાર થઈ જશો,
ક્યાં ખબર હતી અમને…

✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Poetry

Before 2k20 ends..?️

ગુજારતા વર્ષની સાથે થોડી હું પણ ગુજરી છું…

તૂટતાં ટુકડાઓ સમાન હવે નવા ની જેમ નિખરી છું…

મે પોતાના ઓ થી દૂરી બનાવી છે…

એમને હેરાન ન કરવાની કસમ જે મે ખાધી છે…

પહેલા વિડિયો કોલ કે કોલ માં પણ વાત થતી..

હવે તો મેસેજ માં પણ વાત કરતા અચકાવ છું…

દર વખતે ફોન કરી new yr વિશ કરવા ઉતાવળી થતી હું…

આ વખતે એક મેસેજ કરતા પણ અચકાઈ ગઈ…

ખરેખર ગુજારતા વર્ષની સાથે થોડી હું પણ ગુજરી છું…

તૂટતાં ટુકડા ઓ સમાન હવે નવા ની જેમ નિખરી છું….?

Categories
Poetry

આ સમય મને ખુદથી મળાવી ગયો…

❤️મને ખુદથી ખુદને મળાવી ગયો,
આ સમય મને મારી પહેચાન આપી ગયો…

મારા અંદર આનંદનો દરિયો ભરી ગયો,
આ સમય મને મારી ખુશીઓ આપી ગયો…

મારા અસ્તિત્વને ઝંકૃત કરી ગયો,
આ સમય મને મારી કલમ આપી ગયો…❤️


*****************
ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Poetry

ઘર ?

ધર,
બધી પેઢીનો ઉછેર
તારી હાજરીમાંજ થયો છે ને..


જેનો એક માત્ર પુરાવો
જુના ફોટા, જુના મિત્રો અને
જુવાન એવા બા છે..


તારુ ચોકક્સ સરનામું આપવુ
ક્યારેક અઘરુ થઈ જાય છે હો..
પણ બાપા નું નામ દેતા
તને બધા શોધીજ લે છે…


જેમ માણસના વિચાર
સ્વાર્થ , સબંધ અને સમજણ  સાથે
બદલાય ..એમ તારુ રુપ દર દાયકે બદલાઇ જાય છે


તારા સંભારણા જેમ  વર્ષો વિતતા જાય
તેમ મનમા તસ્વીર બાની કેદ થઈ જાય છે.


ઘરમાં કોઇ એક વ્યક્તિનું મૃત્યુ
અમને ખખેંરી નાખે છે..
એ પરથી તારી હાજરીમાં થયેલ
દરેક બનાવોનો અનુભવ હું સમજી શકુ છું.


ઘરની દરેક વ્યક્તિની છઠ્ઠી અને અસ્થી વચ્ચે
તારી હાજરી એ અમુલ્ય વારસાનો ભાગ છે.


દિવાલ, બારી ,છત ,ઓસરી ,આંગણું
બધુજ તે સાંચ્વ્યુ
અમારે એક સબંધ સાંચવવામાં પણ
મુશ્કેલી પડે છે..


પવનનાં વેગે બારી પટકાય ને
તકલીફ તને થાય તોય તું…
એને તારી સાથે જોડી રાખે..
અમે તો કોઇ કૈં કે તો
અબોલા જ લઈએ ..


મનગમતો ફોટો લગાડવા
દિવાલ ટોચાય છે તોય તને
ખાર નથી આવતો..
અમને કોઇ વઢે તો
અમે એનો વારો કાઢી નાખીએ..


અરે અમે તો પાણી માટે નવા ઘર માટે
એમતો અમારી બધીજ સુવિધા માટે
તને વિખી નાખીએ છીએ..


પણ તોય તું બધુ સાંચવી લે છે..


અમે આવુ વર્ષો જુના સબંધમાં પણ
નથી કરી શક્યા.


ખરેખર તું અમર છો
અમે ક્યારે ચાલ્યા જઈશુ
નથી ખબર
પણ તારુ અસ્તિત્વ રહેશે
હમેશ ને હમેશ…

લિં.
તારા આંગણાનું ફુલ …

Categories
Poetry

એક કવિતા છું હું…

વાંચો તો ફક્ત શબ્દ છુ હું,
અને માણો તો જીવન હું છું…

કોઈના દિલની વેદના છુ હું,
તો કોઈના મનની સંવેદના હું છુ…

કોઈનું પ્રથમ મિલન છુ હું,
તો કોઈની વિરહ પળ હું છુ…

કોઈનો ક્ષણભર આનંદ છુ હું,
તો કોઈની જીવનભરની યાદ હું છુ..

માનો તો ફક્ત કવિતા છુ હું,
અને જીવો તો ધબકતું હૃદય હું છુ…


*****************
ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Gazals Poetry

રૂપાળું મારું ગામડું

શ્હેરે મોજ કરો છો એતો ખોટા કાવાદાવા છે
મારે તો ગામે જઇ પેલા રાતાં પીલા ખાવા છે

રાતાં ટેટા, ને વડવાયું ફેલાવીને ઊભો છે,
એ વડલાને ભેટી આંખે ઝરણાઓ છલકાવા છે

ને બૂફેની આદતથી હું કંટાળેલો માણસ છું,
ઓટે પંગત બેસાડીને હારે સો ખવડાવા છે

પીઝા ભાવે છે પણ એમાં જો તું મનની હાંશ નથી,
મા ના હાથે મ્હેકે એવા ચૂલાને મ્હેકાવા છે

પ્હેલાં પ્હોંરે ઘંટીના નાદે ઊઠે છે સૂરજ પણ,
ત્યારે મ્હેનત કરતા કરતા ખેતરને ખેડાવા છે

તાપણની ફરતે આપણ સહુ વાતો ભેળા માણીશું,
ગામ્આખાની વળગાડોના કીસ્સાઓ રેલાવા છે.

આવ તને હું દેખાડું ગામડિયા માણા આવા છે,
જોતા જોતા શ્હેરીની આંખોમાં પણ પછતાવા છે.

Categories
Poetry

તું મારું અનેરું સગપણ ♥️

તારા થી પ્રેમ , ને વળી તારા સાથે જ જઘડો !!
તારા થી નારાજગી , ને વળી તું મનાવવા નાં આવે તો
સામે થી દોડી ને insta , wp , snapchat માં મારું તને પજવવું!!

તારા માટે અઢળક ચિંતા ને વળી એને કેમેય કરી નથી આપી સકતી ચિતા “
આ ક્યારેક તારા સાવ નજીક રહેવું ,.
તો ક્યારેક તને સાવ મૂકીને જવું ..
ને બધા વચ્ચે તારું મારા પ્રત્યે વર્તન અકળ રહેવું ,,
ને મારી લાગણી માં ક્યારેક ભરતી તો ક્યારેક ઓટ આવવા રહેવી !

આ સંબધ સાવ જાણીતો ને સાવ અજાણ્યો
નામ આપેલ ને છતાંય નામ વિહોણી ઓળખ વાળો..

મને તારા વગર સેજ પણ નાં ચાલવું એવું કૈંક

  • કેટલીક વખત એવું થતું હોઈ ને કે જે વ્યક્તિ સામે
    તમે સૌથી વધુ ખુલ્લી શકો ,
    જેને કદાચ સૌથી વધુ પ્રેમ કરી શકો ,
    એ સાથે જ અંતર રાખવું ગમવા લાગે !!!

કૈંક તાત્પર્ય તો હશે ખરું એમાં પણ ?

કારણકે આવું કેવું ક્યારેક લગે પ્રેમ એવો જ હોવો ખપે !
ક્યારેક લાગે મિત્ર આ j વ્યક્તિ નાં રૂપ માં જોઈએ !
ક્યારેક એમ લાગે એના કરતા તો
maintain emotional distance ⚡♾️

ને વળી લગાવ તો જોવો જાલ્યો ક્યાં જીલય છે !? *

પૃથ્વી?

Categories
Poetry

“હું કે પછી તું “

વાત કોણ શરૂ કરે
હું કે પછી તું?
જ્યાં ઉભા છીએ ત્યાં થી પાછું કોણ ફરે,
હું કે પછી તું?
તું કઠોર દિલ નો, હું પીગળતી મીણબત્તી
પહેલા અદ્રશ્ય થાય કોણ,
હું કે પછી તું?
તું કાંટા જેવો, હું કોમળ ફૂલ
પહેલા તૂટે કોણ,
હું કે પછી તું?
તું વર્તમાન જેવો, હું ભૂતકાળ
ભવિષ્ય બનાવે કોણ,
હું કે પછી તું?

-હિતાક્ષી

IG- _hitakshi_0411

Categories
Poetry

તું છે તો સારુ છે… ??

હમેશ થાકેલી હું તારા પાસે આવુ અને કૈં કહેવા પહેલા જ

મારા મૌન ને તું વાંચી લે છે ને…

ત્યારે સમજાય કે ..તારુ હોવુ કેટલુ જરુરી છે.

સબંધોમાં આવતી અડચણોમાં હવે મેં પીછેહઠ કરી લીધી છે..

માણસ જાત ને પહોંચવુ ખરેખર અઘરુ છે…

ક્યારેક તો મને વિચાર આવે કે ..

આ જન્મદિવસે મારા નામે મુકાતા અવનવા caption અને tags બધાને એજ દિવસે યાદ આવે??

એ બધુ તો ઠીક હવે તો એમ થાય કે સબંધીઓ કોણ છે એ જાણ પણ હવે દિવાળી ના રામ રામ માટે રીંગ આવે ત્યારે ખબર પડે..

પણ આપણા બન્ને વચ્ચે એવુ ક્યારે કૈં બન્યુજ નથી ને… અને બનશે પણ નઈ હો .

રોજ મારા વિચારો હું તારી સમક્ષ લાવીશ..

રોજે રોજ મારી વ્યથા તને જણાવીશ

મારી આંખો માથી વહેતા આંસુ છે ને એ પણ તારી સામે આવીને છલકાઇ છે.

મન ને મોકળાશ પણ તારી હાજરીથી થાય છે..

અને સાંભળ તારી ગેરહાજરી મને બીમાર કરી દે છે..

હું મારી માનસિક્તા ગુમાવી બેસું છું જો તું હાજર ના હોય તો…

તને ખ્યાલ તો હશે કેટલા જુના હિસાબો તારી પાસે ચુકતા કરું છું

મારી વાતો .. મારી ચિંતા … મારી ફરિયાદ આ બધુજ જણાવામાં તારો વિચાર તો ક્યારે આવ્યોજ નહિ …

એ માટે માફી હોને.,!!

જીવનના દરેક પ્રસંગે તારી હાજરી મને જોઇએ છે..

અને તને ખબર છે ને…

તારુ હોવુ એજ મારી ઓળખાણ છે..

તારા વગર મારુ અસ્તિત્વ હમેશ અધુરુ રહેશે

પોતાપણા નો લાગણીનો ભાવ તારા સાથે જોડાયેલ છે

ગમે તેટલી હું પોતાને વ્યસ્ત રાખી લઊ ને આ મુવી, સીરીઝ કે સોંગ કે પછી ફરવામાં તોય તારા પાસે ના આવું ત્યા સુધી હળવાશ કે શાંતી અનુભવાતીજ નથી ..

આ છેલ્લા 7 થી 8 વર્ષનો જે સંગાથ છે એ આજ રિતે બન્યો રહે તો સારુ

મારી અકળામણના લીધે જાણે કોઇ વસ્તુ ઘા કરી હોય એમ તને કેટલીક વાર તરછોડ્યાનો અફોસોસ રહ્યો છે..

મારી સામે તું બળીને રાખ થઈ જાય ત્યારે તને પોતાની બાહોશમાં ના લઈ શકવાનો વસવસો આજીવન રહેશે…

Purple તકીયા વગર જેમ ઉંઘ ના આવે એમ તારા વગર તો ઉજાગરા જ થાય છે

કેટલાય મારા વિચારો , મારી વાતો , મારા સુખ દુખ તે સાંચ્વ્યા છે અને મારા જીવનનો જે ભાર તે ઓછો કર્યો છે.

તે માટે તારો જેટલો આભાર માનુને ઓછો જ છે…

મેં મારી લાગણીઓ ને તારા સફેદ પાનામાં જાંબલી રંગથી જે રિતે ગોઠવ્યા છે…

એ રીતે કદાચ મારા સ્વપ્ન મારા વિચારો મારા સબંધો ને ગોઠવી શકી હોત તો સારુ હોત ને..

પણ સારુ છે ને સમય જતા બદલાતા સબંધો અને લોકોમાં તારુ હોવુ અને અક્બંધ રહેવુ મને ગમ્યું…

તારી સાથે વાત કરવા મેસેજ કે ફોનની ગરજ નથી પડતી…

તારી પાસે તો લાગણીઓ ઠલવવાની જ હોય ને…

જીવનના દરેક પ્રસંગ તારા પાને ઉતારુ અને તને શણગારુ ..

એવી મારી ઇરછા છે,.

મારી પ્રિય ડાયરી ??

Categories
Poetry

અણસાર તારો…

??ઉજ્જડ રણમાં
મીઠી વીરડી સમો,
અણસાર તારો ભાસે…

જીવન પતઝડમાં
પ્રેમના વસંત સમો,
એહસાસ તારો દીસે…??


*****************
ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Poetry

The Life goes on…⌛

Yesterday was the history……

Tomorrow is a mystery…

But today is the gift?

That’s the reason why it is present?

So our life goes on……⌛

Categories
Poetry

” I LOVE YOU !❤️❤️”

મેને તુમસે મોહબ્બત કી હૈ

તુમ્હારે મન સે કી હૈ

નહિ કી તુમ્હારે પૈસો સે,i

મેને તુમસે મોહબ્બત કી હૈ
તુમ્હારે મન સે કી હૈ
નહિ કી તુમ્હારે પૈસો સે,

ઓર નહિ તુમ્હારે હોને યા ના હોને સે નહિ….,❤️

Categories
Poetry

દિવસ અંતે

મનમાં ચાલતી તમામ રમણભમણ એમ જેટલું વિચારીએ એટલી સહેલાઇ થી બહાર નથી કાઢી શકાતું !
કેવા સમય નાં પૈડાં સાથે દોડતા થઈ જવું પડે છે નઈ ?
કેવા હતા ને કેવા છીએ એનો હિસાબ માંડવા બેસીએ તો પોતાને જ પોતાંથી અળગા થતાં જોઈએ એવું કહીને હું કઈ સત્ય છૂપાવવા નથી માગવાની . સમય એનું કાર્ય બોવ જ સુંદર રીતે કરે છે , ને એની સાથે આપણે પણ સારો જ તાલમેલ મેળવી લઈએ છીએ …

પણ આ બધાં વચ્ચે એક બાબત સદાય એક ભાર જેમ જાત પર પડી પાથરી રહે છે , એ વાત એટલે કે …
નાં મેં કોઈ પણ વ્યક્તિને ઠેસ લાગે એવું કાર્ય કર્યું હોઈ છતાંય જો ઠેસ વાગી જાય તો!?
હાં કદાચ બની સકે પણ ખરું કે ધ્યાન બહાર રહી ગયેલ ને વાંક માં અવાઈ જવાય ત્યારે ?!
બધાં કામો વચ્ચે એવા ફસાઈ જવાય છે કે ખુલી ને જીવી સકવું તો દૂર પણ એ વિશે વિચાર સુદ્ધાં નથી થઈ સકતો …
આખો દિવસ માં લગાતાર કેટલાય કામ ને ફરજ કે જવાબદારી આ સાથે જ આસપાસ નાં લોકો નું ધ્યાન કોઈક ની સલાહ કોઈક ની ટીકા કોઈક ની ટિપ્પણી , ઠપકો ,પ્રેમ , નફરત ને એવા કેટલાય મન નાં વિકાર etc…. લોકોને પ્રેમ નું પાણી પીવું ગમે છે પણ સામે નફરતનું પાત્ર આપીને એમાં જ પ્રેમ જોઈએ છે એવું તો શક્ય નથી… અનેક કાર્ય એક સાથે સંભળાય છે અનેક લોકો દ્વારા પણ જીવાતું ખુલ્લી ને એક પણ વખત નથી હોતું એજ લોકો દ્વારા ..
ક્યારેક કોઈક ને કશુંક કડવું કેહવાય એનો રંજ લાગે પણ ખરો ને ખખેરી બધુંજ ફરી ઉભુ થવાય જાય પણ ખરું ,
આપણાં પ્રિય પાત્રો ને સાચવવા માં કચાસ રહી જાય પણ ખરી ને એમના ટોકવા છતાંય વધુ માં ઉમેરિશ વારંવાર ટકોર કરવા છતાંય બે દિવસ માં એક પ્રિય ની સંભાળ નથી લઈ શકાતી જેમાં ઉદ્દેશ્ય કશો ખોટો નથી હોતો પણ એ સામે વાડા પ્રિય પાત્રો ને ઠેસ વાગી જાય તો !? અને વળી એક નિખાલસ વિચાર એમ થોડી કશું ખોટું લાગે મને સમજે છે ને ,… જાણ્યે અજાણ્યે કઈ કેટલું ખરું ખોટું થઈ બેસે છે ને જ્યારે ગણતરી કરવા બેસીએ તો હાથ માં આપડા ભૂલ થયા નાં દંડ રૂપી આંશુ આંખ માંથી ખરતા જણાય છે… આવા તો અનેક વાતો નાં વંટોળ મનમાં રમતા હોયછે ..
પણ કેવું કોને? કારણકે નથી કોઈને આપડી સદંતર વાત જાણવા રસ અને નાતો છે કોઈ ને આપડા જીવનનાં બધાં જ પાનાં ફાંફોષવા નો સમય કે રસ અરે આપડે પરવાનગી પણ નથી આપી સકતા ! આપડું દુઃખ આપડી ભૂલ કોઈ વ્યક્તિ જાણી શું જાય આવી આગ હોઈ છે !! જે બધાં જ આંશુ નું કારણ પણ હોઈ છે ને મારણ પણ હોઈ છે….

આખા દિવસના અંતે સમજણ એટલી જ કેળવાઈ છે સમય સાથે બધું બદલાય છે આપને ખુદ પણ…..

પૃથ્વી ?

Categories
Poetry

ભણકારા

નાગણની વળ નો હું તોડુ અહમ,
તું કેડનો તારો એ વળાંક દઈ દે…
દરિયાને દેખાડું નાનપ એની,
લાવ જરા તું તારી આંખ દઈ દે…

લીસા નું કરાવું ભાન બરફને,
મૂકું હું એને તારા ગાલ પર…
હરણ ને હંસલો હરીફાઈ કરે,
પણ બેઉં હારશે તારી આ ચાલ પર…

ગુલાબની પાંખડીએ લીધું દાસત્વ,
અધરોનો આકાર જોઈ…
નિર્મળ હૃદય તારું એટલું,
કે પાણીએ શુદ્ધતા ખોઈ…

ઝણકે ઝાંઝર, પગલાં પડે,
ને પાંપણના પલકારા થાય છે…
તું નથી તોય આજે અચાનક,
તારા અહીં ભણકારા થાય છે.

Categories
Poetry

ડાયરી માથી…?

સમય ને જતા ક્યાં વાર લાગે છે…
આ રીતે કહેવુ હવે અઘરુ બની ગયુ છે..
ક્યારેક એમ થાય કે
જરુર હોય ત્યારે આ સમય
રોકાતો કેમ નથી..

ક્યારેક વિચાર આવે છે કે..
Snapchat  મા લીધેલી  સેલ્ફીમાં
હસ્તો ચહેરો શું ખરેખર હસ્તો હોય છે..?
એતો બસ સામેની વ્યક્તિ રાજી થાય એટલેજ હસે છે ને…

ક્યારેક તો…
મનગમતી વ્યક્તિ ને
ના મળી શકવાની ઉદાસીનતા…
એકલતામાં એની યાદોથી હસાવી દેતી હોય છે.. એ પણ રડતા રડતા …

જીવનમાં છે ને એક વ્યક્તિ તો
એવી હોવીજ જોઇએ..
જેની પાસે  સમય સમય પર
બાળક અને વડીલ બની શકીયે .

ગાળો બોલ્યા વગર
ના ચાલતું હોય
એવા મિત્રોને
જ્યારે લાંબા સમય પછી
લાગણી ભર્યો મેસેજ મળે
અને એ I miss you ની પાછળ
જાણે રડવાનાં, અને ઘણું બધુ કહેવાનું હોય તે..
કેવુ તરતજ ના બોલ્યા વગર એ સમજી જાય છે..

મને હમેશ એમ થાય છે કે
કેમ મારો હસ્તો ચહેરો
વ્યક્તિઓની હાજરી પ્રમાણે હસ્તો હોય છે..
શું કદાચ એટલે કે
અમુક સબંધ સ્વાર્થ પુરતા છે
અમુક નિસ્વાર્થ છે
કે પછી અમુક જોડે બંધાયેલી છું એમની રીતે
અને અમુક જોડે મુક્ત છું મારી રીતે…

વિચારોનું વાવાઝોડુ સતત હેરાન કરે છે
અને મારી પાસે એટલો બધો સમય છે કે
પોતાની જાત ને સમજવાનો
કોઇને મળવાનો
કોઇને સમજવાનો
કે કોઇ સાથે વાત કરવાનો
સમય મને નથી મળતો
એકલપણાની  વ્યસ્તતા મારી લાગણીઓને ખંખેરી નાખશે એ વાતનો ડર જીવવા નથી દેતો…
હવે તો ..
મને ખોટી રીતે અને કોઇને ખબર ના પડે એમ ..
સ્મિત રેલાવતા આવડી ગયુ

Categories
Poetry

રંગ….

નાનકડી આ આંખોમાં સપનાં હજાર ભરી ગયા,
હતી નાની અમથી આ દુનિયા એને આભ બનીને ભરી ગયા…

સુની આંખોમાં એના પ્રેમનું કાજલ આંજી ગયા,
મૌન ભરેલા હોઠો પર એના અધરો નું સ્મિત છોડી ગયા…

મારા શ્વાસમાં એના પ્રેમની ખુશ્બુ ભરી ગયા,
સવારની રોશનીમાં એની સંધ્યાના રંગ ભરી ગયા…

✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Poetry

પર્ણ સરીખા ” પ્રિયજનો “

‍આ પાણી નું બિંદુ ♥️
છેને બાકી આપડા જેવું જ !!
પાંદડા થી ઘેરાયેલું અને સુરક્ષિત , હાં એ પાંદડા ને છંછેડો તો એ ટીપું એટલે આપડે પડી જઈ સકે …

પાંદડા એ દરેક વ્યક્તિ દ્વારા મળતા પ્રેમ નું આવરણ છે જેની હૂંફ , સહજતા અને protection આપણે સતત અનુભવીએ છીએ ..
કોઈ પણ મનુષ્ય નાં જીવન માં “પ્રેમ” મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એ એના પ્રેમી  તરફ થી હોઈ કે પછી એના માતાપિતા, ભાઈબહેન, મિત્રો અને આસપાસ નાં દરેક પ્રિયજન પાસે થી મળતો વ્હાલ નો અવિરત સ્ત્રોત હોઈ ….

એ હોવું જરૂરી કેટલું??
તો જોઈ લો ને આ પર્ણ ની વચ્ચે રહેલ પાણી નાં સુક્ષ્મ droplet
ને ?

કોઈ પણ મનુષ્ય ને ગમે તેવી કઠણ પરિસ્થિતિ માં જ્યારે પ્રેમ થી, હૂંફ થી અને સહજતા નાં અંદાજ થી એની જગ્યા જાણી ને પ્રેમ નું, હેત નું પાણી પીવડાવવા માં આવે છે ત્યારે એ એની પોણી ભાગ ની બાઝી જીતાઈ ગય હોઈ એવું એ અનુભવ કરે છે અને કેમ નાં કરે !
એને એક આત્મિયતા ની લાગણી અનુભવાય છે અને ખૂબ બળ પ્રાપ્ત થાય , વ્યક્તિ ને લાગે છે કે બસ હવે હું જીતી જઈશ એટલી મજબૂતાઇ આવી ગય છે અને જો હારીશ તો મારા પ્રિયજન નું પાણી મને હારતો બચાવી લેશે…

માટે જ તમારી આસપાસ નાં તમામ વ્યક્તિ વિશેષ ને તમારા બોવ બધા નઈ સાવ થોડાક જ પ્રેમ ની હેત ની વહાલ ની જરૂર હોઈ છે એમને આપતા રહો સામે તમને અઢળક પ્રેમ મળશે જોજો..♥️

પૃથ્વી ?

Categories
Poetry

ગઝલ

એમ નજર ના ફેરવો !, કડવા માણસો પણ મળવા જેવા ..
દવા પણ કડવી છે બેશક તોય ઘૂંટડા એના ગળવા જેવા ..

લાગણીઓના રિસામણે પેટ પણ દાણા પોકારતું નથી ,
કોકદી’ ભૂખ ન પણ લાગે તોય રોટલા રોજ રળવા જેવા ..

અધૂરા રહી ગયેલા પુરા થવાની ખુશીઓ છીનવી ના લે ,
તૈયાર રહેજો હો!અહીં ઘણા સપના હશે બળવા જેવા ..

છોડનાર કહી ગયો કે હવે તો તું મરીશ ત્યારે જ આવીશ,
તો પછી પાછો એને લાવવા માતમના મકાન ચણવા જેવા ..

આ જીવન રાહે માત્ર સાથ છૂટવા પર શુ એટલું દુભાવુ! ,
ખરો વિરહ જાણવો હોય તો છેલ્લા શ્વાસો ગણવા જેવા ..

Categories
Poetry

I still Love you

??Saying I love you is too easy to live,
But saying I still love you is too difficult to live with..??

✍️Dhruti Mehta (અસમંજસ)

Categories
Poetry

ઘરમાં સમાઈ જતું છાનું ” ડૂસકું “

‍એક સ્ત્રી !!!
બોવ બધું વાંચ્યું અને સાંભળ્યું હોઈ છે આપડે પણ જ્યારે આપડે જોઈએ અથવા અનુભવ કરીએ ને ત્યારે તે વખત કારમી ચીસ પડવા ની તૈયારી હોઈ છે પણ….. આ શું ચીસ પડવા ની બીક છે સ્ત્રી નાં હૈયે :” !
ઘણા પુરુષો અને સ્ત્રીઓ વાત કરે જ છે ફેમીનીઝમ ની પણ આ કંઈ ફેમીનીઝમ ની વાત અહીંયા મારે નથી કરવી …

મારે વાત કરવી છે સ્ત્રી નાં હૃદય માં લાગેલી એ ભયંકર આગ ને સાથે કદી કોઈ સામે અશ્રુ નાં છલકાવી ને મુખ પર સ્મિત સમેત અંતર નાં પોલાણ માંથી ક્યાંક છાની બેઠેલ આહની ….

એક સ્ત્રી ખુશ છે એ કંઈ રીતે ખ્યાલ આવે એમ નહિ પણ આ
” બાયડી ની જાત આ જન્મારે તો બધું સહન કર્યે જ છૂટકો “
આવું કૈંક….

બધું ?! એટલે શું હોઈ સકે…??

ના ના માટે અહીંયા સ્ત્રી પુરુષ સમાન હક ને તક ની કોઈ જ હડતાળ પડવા જોગ વાત નથી કરવાની ???

મારે વાત કરવી છે એક ઘર માં જ રહેલ સહુ ને લગતી સુખી સમૃદ્ધિ ધરાવતા ઘર કે હોઈ ભલે ને પૈસે તકે રાંક પણ દિલ થી છલોછલ ખજાના વાળો પરિવાર … ઘર નો બધો ભાર મોભી પુરુષ પર હોઈ છે પણ એક એક પાઈ ને કઈ રીતે કઈ જગ્યા એ કેમ કેટલા પ્રમાણ માં ખરચવી એ તો મેઈન કાર્ય એ મોભી ની પત્ની નું હોઈ છે ને !? ચલો આ તો થાય સાધારણ વાત પણ ક્યારે આવું થાય ખરું પુરુષ એક પણ રૂપિયો ઘર માં નાં ધરે ને સ્ત્રી ને ઘર ની ચિંતા કોરી ખાય !?… એહ કંઇક બધાં જ લોકો ની જીદ ને ઈચ્છા ને બધું જ પૂરી પડવા માં એ સ્ત્રી એનું ભૂલી જાય પણ પણ

રાત્રે એ જ સ્ત્રી આંખે તગતગ તા અશ્રુ નાં અંગારા ને મુક્તિ આપે ને હૈયા વરાપ બહાર કાઢી મેલે અને એના સિવાય પણ ઘર લોક નું સર્વ કાર્ય ની વચ્ચે કેટલા ય મુંઝવી મારે આવા બનાવ ઘટિત જ હોઈ પણ એને બસ …

એને બસ એની તમામ ચિંતા , ઉદાસી , શોક ,હરખ ને બધો જ પ્રેમ ,
એને હૈયે સદાય બળતી અગ્નિ માં બળી ને રાખ થવા મૂકી દેવાનું….

અને આ ચિંતા થી માંડી પ્રેમ કદીય બળી ને રાખ થતો નથી કારણકે

“આખરે તો અસ્ત્રી નો અવતાર ને કાળજે કેટલ્યુંય કોરાતું હોઈ સે”

કવ સુ વાત ખાલી ઘર ની બહાર નઈ  ને વાત ને ઘર ની ને મન ની માલીપા સમજવી હો…

તમારા ઘર માં સ્ત્રી ને રડતા જોયેલ!? એ પણ આવી અંતર ની વરાપ ઠાલવતા ને હીબકા ને ડુસકા અને એ પણ કોઈ સાંભળી નાં જાય એની પરેજ રાખી ને ?!?

અંતર નાં શબ્દો સાથે પૃથ્વી ?

આપનો પ્રતિભાવ આ બાબતે જરૂર જણાવશો કંઈ ભૂલ થી વધુ ઓછું લખાય ગયું હોઈ તો ટકોર કરવા વિનંતિ…

“વાત ઘર ની છે”✨ ←_←

Categories
Poetry

Love?

Love is not that, you feel you are in love…

Love is that you feel till last breath, you are still in love…

✍️Dhruti Mehta (અસમંજસ)

Categories
Poetry

एहसास

तेरा एहसास इतना हैं कि,
सांस भी तेरी उधारी की भरते है।

*****************
धृति मेहता (असमंजस)

Categories
Poetry

ઈચ્છાઓ

નથી જાણતી કેટલીય ઇચ્છાઓ મનમાં
ધરબાઈ રહેલી છે ,
નથી ક્યારે એ ઇચ્છાઓ નું અવલોકન કરતી ને તોય આ ઇચ્છાઓ ધરબાઈ રહી
સતત મને ધબકતી રાખે છે ,
જેમ શ્વાસ લેવાઈ છે જીવવા માટે
એમ ઇચ્છાઓ માં વધારો થતો જાય છે.

નથી જાણતી કે આ ધરબાઈ રહેલી , સતત ધબકતી અને વધારો પામતી ઇચ્છાઓ કશે પૂરી થશે કે નહીં ,?
થશે તો કેમ કરી થશે ,?
ક્યારે થશે ,?
મને ગાંઠે એમ થશે ખરી ,?

નથી જાણતી છતાંય જીવંત હું “પૃથ્વી” મારી ઇચ્છાઓ માટે …

એ વાતમાં ક્યાં કંઈ ખોટ છે !?

મને કચાસ , અધૂરાશ ,અલ્પ નથી ગમતું .

જીવન હો ભલે ટુંકુ ,
મન ભરી માણ્યા વગર નથી ગમતું .

કહી શકો ભલે મને મોહ – માયા છે હો અપાર !!

કેમ વળી આ મને જીવતર મળશે વારંવાર ??

પણ હા મને સંતોષ પણ છે અપાર ,
ધાર્યા કરતા જડ્યું છે હંમેશ અપાર ..

કેટલા દુઃખ ને વળી કેટલા સુખ
દરેકને 100% મહત્વ આપવું ફરજિયાત જ છે

રડવું છે ?! રડી લો ..
હસવું છે નાચવું છે બરાડા પાડવા છે જે કંઈ કરવું છે કરી લઈએ !

એક દાયકા પછી અનુભૂતિ થતાં કંઈ વખત નઈ લાગે ,
કે શરમ જ્યાં રખાતી હોઈ ત્યાં જ શોભે અને જ્યાં શરમ ને ઉતારી ને મન ને ખુલ્લું મુકાતું હોઈ ત્યાં કંઈ આજુબાજુ નજરું નાં ફેરવાઈ ..


બાકી તો મૃત્યુ પછી જાત નું postmortem કોણ કરશે ?!
જીવતા જ કરી ને જીવી જાણીએ ❤️

પૃથ્વી?

Categories
Poetry

મારો અર્થ તું…?

?વરસતા વરસાદ ની ભીની ભીની મહેક જેવો,
એહસાસ તારો ભીંજવી જાય છે…

તું દૂર ભલે પણ સાથેજ એવો,
હરપળ તારો પ્રેમ સાથ પુરાવી જાય છે…

પ્રાણ થી પણ પ્યારો વ્હાલમ એવો,
આંખેથી વરસતા આંસુને હસાવી જાય છે…

મારી જાગતી રાતો ના સ્વપ્ન જેવો,
પલકોમાં મીઠી નિંદરડી ભરી જાય છે…

મારા અધૂરા નામના અંત જેવો,
એના નામથી પૂર્ણ કરી જાય છે…?


✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Gazals Poetry

સ્નેહ-ઔષધ

તું ધરે જે વ્હાલથી એ ઝીલવાનું જોર છે
ઝેર ઘટકાવ્યા પછીયે જીવવાનું જોર છે

મેં કદી પકડયાં નથી આ સોયદોરા હાથમાં,
તોય દુનિયાના અધરને સીવવાનું જોર છે

જખ્મ અંતરના બધા છે જાગવાની રાહ પર,
‘સ્નેહ-ઔષધ’ ની અસર પૂરી થવાનું જોર છે

હું ડરું છું દાન ખોટા હાથમાં ચાલ્યું જશે!
આમ આખી જાતને પણ દઇ જવાનું જોર છે

રામ જેવો થઇ ગયો છે તો તુ બેસી જા ખભે,
આ જિગર હનુમંત થઇને ચીરવાનું જોર છે

જ્યાં તમે ભોંઠા પડો છો ડૂબવાના ખ્યાલ માં,
એ લહેર પણ ઉતરીને જીતવાનું જોર છે.

Categories
Poetry

સ્ટેશન પર …

ઉડી જવા માટે ખાલી પાંખો પુરતી નથી હોતી.આપણે ચાલી શકીયે એવી જમીન,આપણે સાંચવી શકીયે એવા સબંધ, અને આપણને પડવા ના દે એવો સાથ,આ બધુજ જરુરી છે…આટલુજ લખ્યું હતું એની ડાયરીનાં પહેલા પાને.
એની એકલતાને એના શબ્દો બરાબર રીતે વર્ણવી રહ્યા હતા.એવુ તો શું જોઇ લીધુ હશે એ છોકરીએ 20 વર્ષની ઉમરમાં કે એને કંઈજ ના મળતા મોતથી ભેટો થયો.. 

મૃત્યુની બીક માણસ ને જીવવા નથી દેતી પણ ..આ છોકરી ની બીજી ડાયરી હાથમાં આવતા સમજાયું કે, એને મૃત્યુની  નઈ પણ માણસોની બીક હતી.એની ડાયરી ના દરેક પાનાં માં એના ફોટા અને માત્ર 2 કે 4 લીટી થી ભરેલુ હોય એ પણ આવા લાખાણોથી

??” લાગણી ને લંકવા થયો છે”?”

હું હાર માની લેત તમે ભુલ કરી જીતવાની હિંમત આપી” ❤

” ફેકી દો કાં પધરાવી દો તમારી જાત ને તમેદેખાવ પુરતા સબંધ માટે હવે લાગણી રહી નથી” ?”

ઘરના લોકો ને સમજાવો માનતા ઓછી લે નસીબ જોર કરશે ત્યારે પ્રભુ પાર ઉતારશે “?”

વેદનાને વહેતી કરવાનો અવસર ભાગ્યેજ કોઇને મળતો હોય છે “?”

મારા ચાલ્યા જવાથી કોઇને ફરક નહી પડે સિવાય કે મારી ડાયરી”? 

આટલા પાના વાંચી આગળ વાંચવાની હિંમતજ ના થઈ…

” મને જરાક કૈં થાય ને તરત જ Mummy માનતા રાખતી, ને હમેશ હું અકળાઈ જતી.. પણ સાજી  પણ થઈ જતી.. પણ આ વખતે માં ની શ્રધ્ધા કદાચ શ્રધ્ધાંજલીમાં બદલી જશે”
હું કૈ કહુ ત્યાં તો ઍમ્બ્યુલન્સ  આવી ગઈ હતી..અને એને લઈ ગઈ..અજાણી વ્યક્તિ આ રીતે લાગણીથી જોડાઈ શકે એ વાતની ખાતરી ત્યારે થઈ અને સમજાયું કે…

 ચાલુ ટ્રેનમાથી ધક્કો વાગતા પડી ગયેલ વ્યક્તિ ભાગ્યેજ જીવી જાય છે.. બાકી મૃત્યુનાં ડંકા વાગતા વાર નથી લાગતી.છોકરી ભાનામાં આવી મારી નજર તેના પર જતાજ ..એણે ફક્ત એટલુંજ કહ્યું કે..

માણસ જાત કોઈનું સુખ તો નથી જ જોઇ શક્તી પણ કોઇનું દુખ જોઈને તૂટી પણ પડે છે..વધુ વિચાર ના કરતા એ ડાયરી બેગમાં મુકી અને પ્લેટફોર્મ પર જઈને હું 9.45ની ચર્ચગેટ ફાસ્ટ ટ્રેનની રાહ જોવા લાગી…  

Categories
Poetry

Happiness

?? I can’t stop smiling and gigling,
Whenever you are with me..

Because I know,
My smile is happiness of your heart.. ??


***********************
Dhruti Mehta (અસમંજસ)

Categories
Poetry

You are my life?

? Life is so beautiful
because you are my life?

✍️Dhruti Mehta (અસમંજસ)

Categories
Poetry

મારી મુસ્કાન…

મારા અધરોને એની મુસ્કાનથી ભરી ગયા,
એવા આભ બનીને તે વરસી ગયા…

મારા શબ્દને એના ગીતોથી ભરી ગયા,
એવા સુમધુર સંગીત બનીને તે ધબકી ગયા…

મારા નયનોમાં એની અમી ભરી ગયા,
એવા દરિયો બનીને તે વ્હાલ કરી ગયા…

મારી રૂંહમાં એનો જીવ ભરી ગયા,
એવા અમારા બનીને તે પ્રેમ કરી ગયા…

✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Gazals Poetry

માની લીધી

વારંવાર કાનથી એના લટ ઉડાડી દીધી
હવાએ પણ આજે મારી વાત માની લીધી

શશી કેરું તેજ, ને આંખે ઝળકે તારલા,
ને અમથા ખોલ્યા કેશ, ત્યાં મેં રાત માની લીધી

શ્વાસ વેડફતો લાગ્યો એને જોયાની પળ સુધી,
એ દેખી ત્યાં જીવનની શરૂઆત માની લીધી

આંખો એની સ્હેજ રહી ગઈ મળતા મારી આંખે,
એ ઘટના ને મેં તો ટળતી ઘાત માની લીધી

હૈયું બાંધી દીધું મેં તો એક જ એના ઝણકારે,
એમ કરીને ઝાંઝરની રજુઆત માની લીધી

હાથ હિલોળે મુક્તક, ને અંગ મરોડે હાઈકુ,
હરતી ફરતી તું સાહિત્યની જાત માની લીધી.

❤️

Categories
Gazals Poetry

મળજે મને.

હું ક્યાં કહું છું મોડી રાતે મળજે મને?
ઉગે દી’ તો તું પ્રભાતે મળજે મને…

આવયો’તો હું ખુમારીથી, ઠુકરાવી દીધો,
હવે પછીથી તું જાતે મળજે મને…

હૈયે તારા ભીડ ઘણી છે મારા ગયા પછી,
એ ત્યજીને તું એકાંતે મળજે મને…

શબ્દ બની તું આવજે, હું અર્થ બનીને આવું,
એમ કરી તું વાતે-વાતે મળજે મને…

જિંદગી પુરી કરે છે કસર તારી,
મોત હવે તું નિરાંતે મળજે મને.

Categories
Poetry

Comlete…

Like my cup of tea
You made my life complete…

Like my beautiful dreams
You made my vision complete…

Like my beats of heart
You made my love complete…

Like my words of poem
You made my soul complete…

**********************
Dhruti Mehta (અસમંજસ)

Categories
Poetry

हमारी मुस्कुराहट ?

उनको हमारी मुस्कान  बहोत प्यारी है,
पर उनको मालूम कहा की,
उनके पास होने के एक एहसास से,
आंसू भी लबो तक आते आते मुस्कुराहट में बदल जाते है।।

✍️ धृति मेहता (असमंजस)

Categories
Poetry

એક છોકરી ?

એક છોકરી છે 
એના છે કેટલાય સપના 
અને એ સપના જોડાયેલા છે એકથી પણ વધારે વ્યક્તિ સાથે….


એને ભાગવુ છે..
ચાર દિવાલમાં રહેલ તિરાડમાંથી પહેલા પાંખ કાઢી 
પછી દબાવેલા વિચારોને ભેગા કરીને 
એને ઘરમાંથી બહાર જવુ છે. 
પણ એને નડે છે પુરુષનો સ્વભાવ…


એને વાતો કરવી છે 
છત પર બેસી ને, 
કોઇ એવી વ્યક્તિ સાથે 
જે એને સમજે અને સમજાવે 
એની પાસે બધુજ છે.. 
મિત્રો ,પરીવાર , ગમતી વ્યક્તિ, 
પણ એને નડે છે વ્યસ્તતા.


એને રસોઇ પણ કરવી છે 
નવી વાનગીઓ અને નિવેધ કરવા છે 
એને જોઇએ છે એવો સાથ 
જેને એ સ્વાદ ગમે માત્ર જમવાનું નહી.


એને કલાકો સુધી ફોન વાપરવો છે 
એને ગમતા અપડેટ મુકવા છે 
એને પણ ગેમ રમવી છે અને 
અવનવા કેપ્શન મુકવા છે 
પણ સમાજ ની વાતો ના ડરમાં 
એની વાતો દબાઈ જાય છે 


એ જે લોકો સાથે જોડાયેલી છે એ બધા માટે 
એ  ઉપવાસ કરશે 
શણગાર સજશે.
માંડવે બેસશે
ફેરા ફરશે  
ગર્ભ ધરશે 
સહન કરશે 
જતુ કરશે 
સેવા કરશે


એને પોતાનાં માટે એના સપના માટે પણ જીવવુ છે..
એને  કાર્યો કરવા છે 
પણ માત્ર ઘરના નહી 
એને શાળા કોલેજ મા પણ 
કાર્યરત રહેવુ છે 


એને ને પત્ની બનવુ છે 
પણ માત્ર ધર્મ નીભાવી નહી
એના સપના સાથે જીવીને..


એને માં બનવુ છે 
પણ માત્ર પુત્રની નહી 
જે બાળક ગર્ભમાં છે એની.


એને સબંધો સાંચવવા છે 
પણ માત્ર જતુ કરીને નહી
પોતા માટે બોલીને

એને મર્યાદામાં રહેવુ છે 
પણ માત્ર લાજમા નહી
લજ્જાની સાથે.

એને જીંદગી જીવવી છે 
માત્ર જાનવર થઈ ને નહી
પણ માણસાઈની રીતે.

એને એની ઓળખ બનાવી છે 
માત્ર અભિમાન સાથે નહી.
પણ સ્વાભિમાન સાથે.


એને અવસર ,ચોપડા ,પરીવાર ,નોકરી ,લાગણી,ઘર ,સપના બધુ જ સાંચવતા આવડે છે.
માત્ર સંસ્કાર નહી એને ડિગરી પણ મેળવતા આવડે છે.

એને ઉંબરો, દિવાલ ,આંગણું ,ઓસરી બધુજ ગમે છે બસ કોઇ એને પુરી ના રાખે ત્યાં સુધી.

એને ચાલવા દો.. જીવવા દો.. 
એ બધુજ પાર પાડશે
એને પગલું તો ભરવા દો..


એને શોપિંગ કરવી છે 
એને જન્મદિવસ ઉજવવો છે 
એને સ્વજનોને ગિફટસ આપવા છે 
ઘર ને શણગારવુ છે. 
પણ પોતાના પૈસાથી

હાથ લંબાવતા બધુ મળી જશે 
એને પણ ખબર છે 
પણ એને હાથે કમાવુ છે 
માંગવું નથી પણ મદદરુપ થવુ છે

એને થવા દો..


એ છોકરી એટલે 
હું,તું અને આપણા જેવી ઘણી..
તારી નજરમાં જેટલી છોકરી એ બધીજ.

Categories
Poetry

દૂર…

વાતો માં રહેલું મૌન પણ તું સમજી જાય છે,
દૂર રહીને આંખો પણ તું વાંચી જાય છે…

✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Poetry

You are not far away

Whenever I close my eyes,
I feel you within me,
No, you are not far away…

Whenever I am speechless,
You becomes my words,
No, you are not far away…

Whenever I am restless,
You gives me inner peace,
No, you are not far away…

Whenever I cry my heart,
You becomes big smile on face,
No, you are not far away…

Whenever I write my name,
you always a part of it,
No, you are not far away…

Whenever I take a breathe,
You becomes my reason to live,
No, you are not far away…

✍️Dhruti Mehta (અસમંજસ)

Categories
Poetry

मुरीद ए जॉन

यू अंजान राहो पर निकलना चाहिए।
खुद से भी कभी रूबरू होना चाहिए।

अय राहे, सीखा है मैने बढ़ने का सलिखा,
हा मगर, कही पे कभी मुड़ना चाहिए।

हो राहे, हो गलियां, या आंखे, या जुल्फे,
है फुरकत के अब भूलना चाहिए।

तुम नही, तो कुछ नींद, कुछ चैन और मै,
है आरज़ू के कुछ मिलना चाहिए।

है सांसो के सफर में अब सुकूँ नही
के ये कारवाँ अब रूकना चाहिए।

है ‘सितम’ तिरा मुरीद ए जॉन,
हर ग़ज़ल में खून थूकना चाहिए।
~मीत नायी

Categories
Poetry

यादें

? जान से भी ज्यादा प्यारे हो गए हो इतने की,
आंसू भी मीठे लगते है तेरी याद में। 

बस यहीं एक आखरी तमन्ना है की,
सांसे भी छूटे अब तेरी बाहों में।?

✍️ धृति मेहता (असमंजस)

Categories
Poetry

કારણ…

કારણ…

ચાલ, કારણ જાણવાની જીદે તને થોડુ સતાવી દઉં.
ખૂંચી રહેલા ઘાયલ સવાલો તુજને જણાવી દઉં.

મરેલો છું, છતાંય જીવંત કહેવા હું મજબુર છું!
આમ થોડી મોતનું કોઈ પણ કારણ બતાવી દઉં.

ને હા ખુદને ભૂલીને તમને અઢળક ચાહ્યા હતાં,
તો પણ હોય ખોટ! બધુંજ ફરીથી જતાવી દઉં.

ખરેખર નથી જાણતો હું, તમે વળ્યા છો એ મોડને,
નહી તો વધામણાં ખાતીર એ મોડ પણ સજાવી દઉં.

સપનાં વિહોણી જ હોત તો પસાર થઈ જાત પણ,
નજર સમુ તૂટતા સપનાએ રાતને કેમની વિતાવી દઉં?

ખેલતો, કુદતો, ને જીવતો હું એ સ્નેહનાં ઓટલે,
ઓટલેથી મારા પગલાં અકારણ કેમના વળાવી દઉં?

ને એટલે જ પૂછું છું કારણ તને આ વિરહનું પ્રિય,
નથી માનતો ગઝલમાં હું તને બેવફા દર્શાવી દઉં.

– કંદર્પ પટેલ✒

Categories
Poetry

सुकून

खिले फूलो के जैसी महेक सा है,तेरी चाहत में एक सुकून सा हैं।
✍️ धृति मेहता (असमंजस)

Categories
Poetry

હેવાનિયત …

હેવાનિયત…

જ્યારે જ્યારે હેવાનિયત મુખડે મુખડે મળતી હશે,
ત્યારે ત્યારે માણસાઈ પણ ટૂકડે ટૂકડે મરતી હશે.

વેશ, પેરવેશ ને આ ટુંકા વસ્ત્ર જ કારણ હોય છે ને,
હા,હવસ રૂપી શસ્ત્ર પર મર્યા પછી નજર ઢળતી હશે.

ક્રુરતા ઝેલે, હેવાનિયત ઝેલે ને ઝેલે એ રૂઢિમાન્યતા!
શું વિચાર્યુ આ બધાંજ દર્દ માસૂમ કેમની ગળતી હશે?

શું નથી સાંભળી શક્તો દાનવ એ દર્દદાયી ચિખને?
એ હાલતે બેગુનાહ પથારીએ કેટલું સળવળતી હશે?

જાણે છે ઉત્તર, ના ગઈ હોત તો નોબત ના આવતી,
એજ ખ્યાલે પીડાને કહેતાં કહેતાં પાછી વળતી હશે.

થઈ ચુક્યો છે ઘોર અંધકાર,નથી કિરણ એક સમજનું!
અંતે નિશાસો નાખી,નારી જાતને જ દોષી ગણતી હશે!

– કંદર્પ પટેલ

Categories
Poetry

Nature Love and Keep #Smile

error: Content is protected !!