Categories
Short Story

અંતરમન

સૂર્યની કિરણો દરિયાના લહેરાતા મોજાઓને અથડાઈને પરાવર્તિત થઈ રહ્યા હતા અને એના તેજમય લીસોટા દરિયા કિનારાની રેતીને સોનાની જેમ ચમકાવી રહ્યા હતા. પણ આ રેતીને સૂરજના સોનેરી કિરણોથી વધારે અમૂલ્ય બનાવી રહ્યા હતા તે સમયે તેમાં હવાની જેમ રેલાઈ રહેલ ચાર કદમો અને તેનાથી રચાઈ રહેલ ભીની ભીની નિશાનીઓ.

એકબીજામાં ખોવાયેલ બે ઓળાઓ જાણે દુનિયાથી સંપૂર્ણ બેખબર ખુદની મસ્તીમાં ગળાડૂબ હતા. બે મજબૂત હાથોમાં બે સુંદર કોમળ હથેળીઓ ક્યારેક ઝીલાતી તો ક્યારેક સંગીતના સૂરોની જેમ અહી તહી એકબીજાને અડપલાં કરતી ગુંજી રહી હતી. આખરે બંને પ્રેમની સંતાકૂકડી રમી થાકી દરિયાની રેતીમાં ઢળી પડ્યા. અને પોતાના પ્રેમીની છાતીમાં સમાતી એની પ્રેમિકા આંખો બંધ કરી ઘડીભર બધું ભૂલાવીને પોતાના પ્રિયતમની ધડકન સાંભળવામાં મગ્ન થઈ રહી અને એક નાનકડું અશ્રુ બિંદુ એની આંખોમાંથી સરી પડ્યું.બે પ્રેમીઓના અદભુત પ્રેમનો સાક્ષી સૂરજ જાણે હળવે હળવે દરિયામાં ડૂબી રહ્યો હતો.


અચાનક એની આંખો ખુલી ગઈ અને જોયું તો વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું, ઘડીભર પહેલા છવાયેલ રોશનીની જગ્યાએ ઘોર અંધારું છવાઈ ગયું હતું. શાંત રમણીય દરિયાએ હવે જાણે રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. એની ડરથી ભયભીત આંખોમાં આં અંધારું ખુબજ બિહામણું લાગી રહ્યું હતું. તે સફાળી ઊભી થઈ ગઈ, પણ આ શું? આસપાસ ક્યાંય તે દેખાયો નહિ. હજુ હમણાં તો એના આલિંગનમાં મગ્ન પોતે એની ધડકન સંભાળી રહી હતી અને આં અચાનક હવે પોતે એકલી પડી ગઈ હતી અને આ દરિયો આં ઘેરાયેલ અંધારું જાણે ધીરે ધીરે એને ઘેરી રહ્યું હતું.

ત્યાજ દૂરથી આવતા હસી કિલકારીઓના પડઘા એના કાનોમાં પડઘાઈ રહ્યા. તે અવાજ તરફ પોતાની નજર દોડાવી રહી પણ એની આંખોમાં ખુબજ શ્રમ પડી રહ્યો હતો. ત્યાજ તે તરફ કોઈ પ્રકાશપુંજ ઉભરાઈ આવ્યો જેનાથી એની આંખો ક્ષણવાર તો અંજાઈ ગઈ, થોડી પળ બાદ તે પ્રકાશપુંજ જાણે એની તરફ ધીરે ધીરે આવતો લાગ્યો. જેવો તે પાસે આવ્યો તેને આવા ઝંઝાવાત વચ્ચે પણ જાણે એક અજીબ સુકુન મહેસૂસ થયું. તે પ્રકાશના પૂંજમાં પોતાના પ્રેમને જોઈ એના ચેહરા ઉપર એક શાંતિ છવાઈ ગઈ. તે પોતાના હાથ ફેલાવી એને પોતાની બાંહોમાં ભરવા ગઈ પણ આ શું….પોતાના પ્રેમીની આજુ બાજુ ઘણાબધા ચેહરા ઉભરી આવ્યા અને પોતાના પ્રેમીને ખેંચીને પાછો પોતાનાથી દૂર અને વધુ દૂર લઈ જઈ રહ્યા અને તેનો.પ્રેમ પણ જાણે તેને અણદેખી કરી પોતાના અન્ય સાથીઓ સાથે આનંદ પ્રમોદ કરતો દૂર થઈ રહ્યો. અને પોતે દરિયામાં અંદર અને અંદર તરફ ખેંચાઇ રહી. દૂર જતા પ્રેમીને પોતે બોલાવવા મથી રહી પણ એનો અવાજ જાણે ગળામાં જ અટકી રહ્યો હતો, ઘણા પ્રયત્ન કરવા છતાં લાચાર બેબસ બની રહી હતી અને ધીરે ધીરે દરિયામાં સમાઈ રહી હતી.

ત્યાજ ધીરે ધીરે પોતાના કપાળમાં અને વાળમાં હળવેકથી ફરતી આંગળીઓના સ્પર્શથી તેનું અચેતન મન ફરી ચેતના તરફ વળી રહ્યું. એના મધુર શબ્દો જાણે એના કાનોમાં રેલાઈ રહ્યા…


I am still here for you❣

Sweetie?❣

I love you my sweetheart…?

અને સ્વપ્નમાથી જાગતાં તેને જાણે પોતાના અંતરમન માં થોડા સમયથી ચાલી રહેલ ગડમથલ નો જવાબ મળી જતા તે પોતાના પ્રેમીમાં એકાકાર થઈ ગઈ, હવે એના મનમાં પોતાના પ્રેમ બાબતે કોઈ સવાલ નહોતા રહ્યા, રહ્યો હતો ફક્ત પ્રેમ અને અખૂટ વિશ્વાસ…


✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)
https://www.digitalstory.in/

Categories
Poetry Short Story social

Mahabharat?

પાંચ હજાર વર્ષ પહેલા થયુ’તું એમ કહેવાય છે,
હવે તો દર પાંચ વર્ષે મહાભારત થાય છે.

હવે ક્યાં કૌરવો કે પાંડવો ની વાત છે,
અહીં તો આ બધાની એક જ નાત છે.

કોણ ભિષ્મ, કોણ દ્રોણ ને ક્યાં કૃષ્ણની રાહ છે?
ઘડીમાં રંગ બદલતા કાચિંડાની અહીં ભરમાર છે.

હવે ક્યાં ગુરુ ખાતર અંગૂઠો કપાય છે ?
ગાદી ખાતર ગુરુ ને જ રસ્તા માંથી કઢાય છે.

ભિષ્મની પ્રતિજ્ઞા હજુ આજેય સંભળાય છે,
વચનો બધા હવે ભાષણ પૂરતાં જ પળાય છે.

ધર્મ કે અધર્મની હવે ક્યા આ લડાઈ છે?
કોણ કોને ઉલ્લુ બનાવે તેની હરીફાઈ છે.

દ્રૌપદીની ચીસ બહેરા કાને જઇ અથડાય છે,
અહીં તો ખેંચવાની શરતે જ ચીર પુરાય છે.

સાતમા કોઠા સુધી ક્યાં કોઈથી જવાય છે?
અભિમન્યુ બધા પહેલે કોઠે જ હણાય છે.

વરદાન લેવા ક્યાં ભગવાન પાસે જવાય છે ?
હવે તો વોટ દાન લેવા જ મંદિર જવાય છે.

શીખંડીના મહોરા પહેરી નિકળ્યા છે બધા,
અસલી ચહેરો કોઇનો ક્યાં ઓળખાય છે?

શંખ, ચક્ર, ગાંડીવ ને ગદા ક્યાં વપરાય છે?
હવે તો શબ્દોથી જ યુધ્ધ બધા ખેલાય છે.

કર્ણ ની જેમ હવે ક્યાં દાન અપાય છે  ?
હવે તો પ્રજા પાસેથી દાન લેવાય છે.

ખબર નહીં ક્યારે બનશે આપણું સતનું ભારત?
બાકી અહીં તો ચાલે જ છે ‘મતનું મહાભારત’.

– મારા મિત્ર એ લખેલ 6?

Categories
Short Story

Not a right time!!!

Categories
Short Story

પિતા….. !

રડાવી સૌને ચાલી દિકરી સાસરિયે,
આંખ નમ ખુશીથી વરસતી…..
હૈયે હરખ ના માય
પિતા ઘર છોડી ચાલી સાસરિયે
હાથ પકડી હમસફર….

    પિતાના પ્રેમ ભર્યા ધ્રૂજતા હાથે, જિંદગીભર ખુશીની દુઆ કરતા કાળજાના કટકાને ભર્યા નયને વિદાઈ આપી. ” મારી દિકરીની ખુશીને કોઈની નજર ના લાગે. હવેથી દિકરી તારું ઘર તારું સાસરયુ…… ” બોલતા ફરી હારી ગયો એ મર્દ….. ગાડીમાં બેસી વળાવી લાડલી…..

વર્ષો પછી એ વધતી ઉંમરે ઘરડી અનુભવી આંખો રડી તો નહી પણ ……

      દિકરીની ભરી આંખો જોઈ ફરી એ ધ્રૂજતો હાથ લોખંડી બની ગયો … ” ચિંતા ના કર દિકરા, હું બેઠો છું ને! લડી લઈશું….. ચલ ઉઠ….. તું મારી દિકરી બની હારી ના શકે. તારે લડવું પડશે. તારા હક માટે અવાજ ઉઠાવ…. સત્યનો જ જય થાય છે. ” આજે ફરી દિકરીના માથે હાથ મૂકી આશીર્વાદ આપી, તેનામાં જુસ્સો ભરતા ગાડીને ભગાવી…… કોર્ટના દરવાજે…… !

    ————*******————-

Categories
Short Story

એક છાનું આંસુ

શહેરની વચ્ચે આવેલ “સુધા ભુવન” સુંદર ઝળહળતી રોશની અને ફૂલો થી સજાવેલ છે. ચારે તરફ ખુશીઓ છવાયેલ છે. આખું ઘર મહેમાનોના શોરબકોર થી ધમધમી રહ્યું છે. શરણાઈઓનાં મધૂર સંગીતથી આખું વાતાવરણ ગુંજી રહ્યું છે. ક્યાંક સ્ત્રીઓ મધુર ગીતોના તાલે નાચી રહી છે તો ક્યાંક પુરુષોના ઠઠ્ઠા મશ્કરી સંભળાઈ રહ્યા છે. નાના ભૂલકાંની કિલકારીઓ તો ક્યાંક યુવાનોના હાસ્યની છોળો ઉછળી રહી છે.

બધી ખુશીઓનું એકમાત્ર કારણ આં ઘરના એકમાત્ર પુત્ર આકાશના લેવાયેલા લગ્ન હતાં. એક દિવસ બાદ આકાશના લગ્ન હતાં અને એની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી હતી. અને એના પ્રસંગ રૂપે આજે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેનો આનંદ બધા માણી રહ્યા હતા.
બધાની વચ્ચે આકાશ ધુઆપૂઆ થઈ ને આમથી તેમ ફરી રહ્યો હતો, જાણે ખૂબ જ ગુસ્સે હતો. એની નજર ઘડીક હાથમાં રહેલ ઘડિયાળ માં તો ઘડીક અહી તહી મંડાયેલ હતી, જાણે કોઇની આવવાની ખૂબ બેસબરી થી રાહ જોઈ રહ્યો હોય.

“અરે આ વરરાજા કેમ આટલા ગુસ્સામાં ફરે છે? કોઈ સ્પેશ્યિલ વ્યક્તિની રાહ જોવાય છે કે શું?” બોલતા આકાશના મિત્રો આકાશને ખીજવવા લાગ્યા.

“જુઓને યાર, આજના પરફોર્મન્સનો સમય થઇ જવા આવ્યો છે, અને આ અક્ષુડી નો કોઈ અત્તોપત્તો નથી, મહારાણી ખબર નાઈ ક્યારે પધારશે?” , અધીરાઈથી બોલતા આકાશ ની નજરો હજુ પણ ચારે તરફ ફરી રહી હતી.

“અચ્છા, તો આમ વાત છે, સાલા હવેતો લગ્ન થવાના કાલે, સુધરી જા, આમ ગુસ્સે થવાનું છોડી દે. તારે ક્યારે આકાંક્ષા વગર ચાલતું પણ નથી અને એના પર દરેક બાબતે ઝઘડવાનું પણ ખરું જ.” આકાશ નો મિત્ર રાહિલ આટલું બોલ્યો ત્યાજ….

હવાની એક લહેરખીની સાથે વાતાવરણમાં જાણે અપ્રતિમ ખુશ્બુ ફેલાઈ ગઈ. જાણે કોઈ આભાસ થતો હોય એમ આકાશનું ધ્યાન દરવાજા તરફ જતાં જ એની નજરો ત્યાજ અપલક સ્થિર થઈ ગઈ. ત્યાં દરવાજા પર ખુબજ સુંદર યુવતી ઊભી હતી. હવામાં લહેરાતા એના કાળા ભૂખરા કમર સુધી પહોંચતા વાંકડિયા વાળ, થોડી લટો એની આંખો પર અને ગાલ પર આમથી તેમ હવાના રૂખ મુજબ ઉડી રહી હતી. કપાળ પર લગાવેલ લાલ રંગની બિંદી, કાજલ લગાવેલ સુંદર કથ્થઈ આંખો, પરવાળા જેવા ઘેરા ગુલાબી રંગના હોઠ, હાથો માં કાચની રંગબેરંગી ચૂડીઓ, ગુલાબી અને મોરપીંછ રંગની ચણીયાચોળી, જાણે કુદરતનું બેનમૂન સૌંદર્ય આજે ઘરના દરવાજા પર સાક્ષાત દેવી પ્રગટ થઈ હતી.

ઘડીભર આકાશ જાણે બધુજ ભૂલી તે યુવતીમાં ખોવાઈ ગયો.આખરે એજ જાણીતો અણસાર આવતા આકાશ જાણે ગહેરી ઊંઘમાંથી જાગ્યો હોય એમ ઝડપભેર તે યુવતી પાસે જઈ એનો કાન ખેંચી લીધો,તે સાથેજ તે યુવતીના મોમાંથી એક ચીખ નીકળી ગઈ, પણ જાણે આકાશને તેની કોઈ દરકાર કર્યા વિના વધારે જોરથી એના બંને કાન ખેંચતા બોલ્યો,
“ચિબાવલી ક્યારની તારી રાહ જોઉં છું હું. ક્યા હતી તું? તને ખબર નથી પડતી આપણા પરફોર્મન્સ નો સમય થઈ જવા આવ્યો છે અને આ મહારાણી હવે પ્રગટ થઈ રહ્યા છે. તને સમજ માં નહિ આવે, જો હું કેટલો નર્વસ છું અને ઉપરથી તું ગાયબ હતી, મારે આજનું પરફોર્મન્સ એકદમ ક્લાસિક જોઈએ.”

“બાપરે, ધીરો પડ જરા, અને મને પણ બોલવાનો ચાન્સ આપીશ કે નહિ તું? અને દૂર રે મારાથી, કેટલી મેહનત થી આજે તૈયાર થઈ છું, તું મારા કપડા બગાડી મૂકીશ.” અને આકાશને એક ધીરો ધક્કો લગાવી તે યુવતી થોડો ગુસ્સો તો થોડું હાસ્ય રેલાવી રહી.

“અરે, જુઓ તો, જોઈ મોટી તૈયાર થવા વાળી, એકદમ સર્કસ ના જોકર જેવી લાગે છે, અક્ષુડી….”, આકાશ જાણી જોઈને એને વધારે ગુસ્સો અપાવતા હસવા લાગ્યો.

“અક્ષુડી નહિ, અક્ષિતા નામ છે મારુ સમજ્યો, વાંદરા તું મારું નામ હમેશા બગાડે છે”. પોતાની આવી મજાકથી થોડી ઝંખવાતી ઉદાસ થતી અક્ષિતા ને જોઈ આકાશને પોતે વધુ પડતી મસ્તી કર્યાનો એહસાસ થતા, ઇશારાથી જ પોતાના બંને કાન પકડી માફી માંગવાનો ઈશારો કરતા ભોળી સૂરત કરતો અક્ષિતાની સામે જોઈ રહ્યો.

“યાર તું તો ગુસ્સે થઈ ગઈ, માફ કરી દે મને, પ્લીઝ. અને હા આજે સૂરજ ક્યાં ઊગ્યો છે, તું આટલી સુંદર લાગે છે મને આજે ખબર પડી, બંદા તો તને જોઈ ઘાયલ થઈ ગયા આજે. પણ મને તો મારી લડતી ઝઘડતી રફ એન્ડ ટફ અક્ષુડી જ ગમે છે, આં સુંદર બલાનું ભૂત એને ક્યાંથી વળગી ગયું.” બોલતા જ આકાશની નજરો ફરીથી નખશિખ સુંદરતાની મૂરત સમી અક્ષિતા ઉપર સ્થિર થઈ ગઈ. અને બંનેની આંખો એકબીજાંની આંખોમાં જાણે ડૂબી ગઈ.

પોતાની સુંદરતાના વખાણ સૌ પ્રથમ વાર આકાશના મોએ સંભાળતા અક્ષિતા ક્ષણભર શરમાઈ ગઈ અને તે સાથે જ આકાશના દિલમાં જાણે સૌ પ્રથમ વાર કઈ ખળભળી ઉઠ્યું.

“અરે તમે બંને આમ ઝઘડ્યા જ કરશો કે પ્રોગ્રામ સ્ટાર્ટ કરશો? લાગે છે આં વરરાજાને કાલે ઘોડીએ ચડવાની જરા પણ ઈચ્છા નથી?” આકાશના મિત્રની દખલગીરીથી બંનેની તંદ્રા ઉડી અને સાથે જ બંને પાછા વર્તમાનમાં આવી ચડ્યા.

અક્ષિતા અને આકાશ નાનપણના મિત્રો, બંને એકબીજાના જીગરજાન હતા, લડે ઝગડે પણ એટલુજ અને પાછું એકબીજા વગર ચાલે પણ નહિ. હંમેશા સાથે જ હોય, સ્કૂલ થી લઇ કોલેજ પણ બંને એ સાથે જ કરી હતી. અક્ષિતા હમેશા ટોમ બોય જેવા લુક અપ માં જ રહેતી, આકાશ સાથે રહીને એના મિત્રો પણ છોકરાઓ જ હતા મોટા ભાગે.

આજે સંગીતનો સંપૂર્ણ કાર્યક્રમ ખુબજ સુંદર રીતે ખતમ થયો, આખા કાર્યક્રમ માં અક્ષીતા જાણે છવાઈ ગઇ હતી, જાણે આખા કાર્યક્રમ ની હાર્દ બની હતી આજે તે.

આખરે આજે આકાશના લગ્નનો દિવસ આવી ગયો, વરરાજાના લૂકઅપ માં આજે તે ખુબજ મનોહર લાગી રહ્યો હતો. લગ્ન મંડપમાં બેસેલો આકાશ એની દિલની મહારાણી ની પધરામણી ની ઘડીઓ ગણી રહ્યો હતો. અને ગોરમહારાજ ના કન્યા પધરાવો સાવધાનના નાદ સાથેજ આકાશની ધડકનો જાણે તેજ થઈ ગઈ. આખરે આજે એની જીવન સંગિની હમેશા માટે એના જીવનમાં પ્રવેશવા જઇ રહી હતી. આકાશની નજર માયરામાં આવતી અંજલિ ઉપર પડી, ક્રીમ, મરૂન અને ગ્રીન કલરના પાનેતરમાં એની થનાર પત્ની ખુબજ અદભુત લાગી રહી હતી. ધીમે પગલે આવીને અંજલિ એની સામે બેસી ગઈ, રોજ પ્રેમથી એકબીજાને મળતા તે આજે એકબીજા સામે જોતા પણ જાણે શરમાઈ રહ્યા હતા. લગ્ન માટેની એરેંજ મીટીંગથી લગ્નની વેદી સુધી પહોંચ્યા બાદ બંનેના હૃદયમાં જાણે અલગ અનુભૂતિ ઉદ્ભવી રહી હતી આજે. આખરે ગોરમહારાજે હસ્તમેળાપ કરાવતા જ અંજલિની આંખમાંથી ખુશીનું એક આંસુ સરી પડ્યું જે આકાશની નજરોમાં આવતા તેણે પોતાની અર્ધાંગિનીનો હાથ હળવેકથી દબાવતા બંને નવદંપતી એક બીજાને પ્રેમભરી નજરે નિહાળી રહ્યા.

આજ સમયે એક છાનું આંસુ અક્ષિતાની આંખમાં સરી રહ્યું હતું, દર્દનું તે આંસુ પોંછતા અક્ષિતા ખુશીનું પહેરણ ઓઢી નવપરણિત યુગલ પર પુષ્પવર્ષા કરી રહી, તે કોઈની નજરે ન ચડ્યું.

?તારી ખુશીઓથી બધા જખ્મ ભરી ગયું,
એક છાનું આંસુ આમ જ સરી ગયું….?

✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Short Story

ડિગ્રી

માર્કશીટ અને સર્ટિફિકેટનો ઢગલો ફેલાવી વચ્ચે બેસી અમી જુની યાદો યાદ કરતા ગોઠવી રહી હતી. બધું ભણતર મહેનત અને ખર્ચો આજે વ્યર્થ લાગ્યું…… પાગલની જેમ પહેલો નંબર લાવવા મથતી, પહેલા નંબરની અભિનંદન લખેલી માર્કશીટ જોઈ ખુશ થતી દોડી ઘેર જતી, આખા મહોલ્લામાં બતાવતી, સૌ પેંડા માંગતા…. ગર્વ થતો કંઈક કર્યાનો….. પણ ખબર નહોતી આ બધી ડિગ્રી આખરે એક દિવસ માળીયે જ ચડી જશે.

લગ્ન કર્યા. પુસ્તકો છૂટ્યા, બાળકોની માર્કશીટમાં ખુશ થતા થઈ ગઈ. મારું બધું પોટલાંમાં બંધાઈ માળીયે ચડી ગયું. સપના સાથે આ માર્કશીટ પણ……! જો દરેક સ્ત્રીએ આજ કરવાનું છે તો આ બધી ભણવાની જફા શું કરવા કરવી? અભણ મમ્મી મારાથી પણ સારુ ઘરનું મેનેજમેન્ટ કરે જ છે. ખોટા વર્ષો બગાડ્યા ભણવામાં…. અફસોસ કરતા ફરી બધું સંકેલી માળીયે ભારે મન સાથે ચડાવી, ઘર સફાઈમાં લાગી ગઈ.

જિંદગી એમ જ મસ્ત ચાલી રહી હતી ત્યાં અચાનક એક કાર એક્સીડેન્ટમાં આશિષ પથારીવસ થઈ ગયો…. હોસ્પિટલનો ખર્ચો, બાળકોની ફી અને ઘરના ખર્ચા પુરા કરવા અઘરા થઈ ગયા, ઘરનો બોજ પોતાના ખભે આવતા….. આખરે અમી હિંમત કરી બોલી ” હું જોબ કરું?”

પરિસ્થિતિવસ ઘરેથી પરમિશન મળી ગઈ….. આજે વર્ષો પછી ફરી એ જ ફાઈલ એજ ડિગ્રી સર્ટિફિકેટ અચરજ સાથે જોઈ રહી, એક લાગણી સાથે મનમાં અસંખ્ય પ્રશ્ન ભરી નજરે ડિગ્રી સર્ટિફિકેટ જોતા વિચારોમાં ખોવાઈ ગઈ. ” જો ના ભણી હોત? જો આ ડિગ્રી ના હોત તો?………

***********

Categories
Short Story

ભાઈ માઁ

પ્રિય ભાઈ માઁ,
સાદર પ્રણામ.

તમને જ્યારે મારો આ પત્ર મળશે, ત્યારે હું તમારાથી ઘણી દૂર ચાલી ગઈ હોઈશ, મારી એક સપનાની દુનિયામાં, મારા પ્રેમની દુનિયામાં.

સાચું કહું તમને છોડીને જવાની ઇચ્છા નથી થતી. પણ શું કરું દિલના હાથો મજબૂર છું, વિનય તમને જરા પણ પસંદ નથી, ખબર નથી કેમ? પણ એનામાં મારું હૃદય વસી ગયું છે, તમે જો મારી ધડકન છો, તો એ મારો શ્વાસ બની ગયો છે.

આજે હું ખૂબ કશ્મકશમાં આ ડગલુ ભરી રહી છું કેમકે તમે કોઈપણ સંજોગોમાં વિનય અને મારા લગ્ન માટે માનવા તૈયાર નથી અને હું વિનય વગર હવે નહીં જીવી શકું.

આ મા-બાપ વગરની બહેનને તમે એક દીકરીથી પણ વિશેષ ઉછેરી છે માટે જ હું તમને હંમેશા ભાઈ માઁ કહીને જ બોલાવું છું, તમારો મારા પ્રતિ અઢળક પ્રેમ મને હવે ક્યારેક ગૂંગળામણ આપે છે. મને મુક્ત ગગનમાં વિહારવાની પાબંધી આપે છે માટે તમને દુઃખી હૃદયથી છોડી જઈ રહી છું, બની શકે તો મને માફ કરશો અને હા તમારી તબિયતનું ધ્યાન આપશો. તમને  વિનંતી કરું છું કે મારા સંસાર માં ક્યારે તમારી દખલ કરતા નહિ.

———————–
એ જ તમારી લાડલી
શ્રુતિ

શ્રવણ છેલ્લા પાંચ વર્ષોથી પોતાની લાડલી બહેને લખેલો આ પત્ર હજારો વખત વાંચી ચૂક્યો હતો.

આજે એ જ બહેન નો જન્મદિવસ હોવાથી પોતાના માતા પિતાની છબી આગળ ફરીથી એ જ પત્ર વાંચતો શ્રવણ ભૂતકાળનો એ દિવસ યાદ કરી રહ્યો, જ્યારે એની માતાએ છેલ્લા શ્વાસ લેતા સમયે નાનકડી બે વર્ષની બહેનનો હાથ દસ વર્ષના શ્રવણના હાથમાં આપતા કહ્યું હતું, દીકરા આ અમૂલ્ય જણસ તને સોંપીને જાઉં છું તેનું જાન થી પણ વધારે જતન કરજે. તેના પિતાનું અવસાન તો 1 વર્ષ પહેલા જ થઈ ગયું હતું.

માતા પછી શ્રવણે જ પોતાની નાનકડી ઢીંગલી નો ઉછેર માતાથી પણ વિશેષ પ્રેમપૂર્વક કર્યો હતો, શ્રાવણ નું જીવન હવે માત્ર એની બહેનની આસપાસ જ સીમિત રહી ગયું હતું એટલે જ ક્યારે એ બહેન મોટી થઈ ગઈ એનું ને ભાન ત્યારે જ થયું જ્યારે એની બહેન પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવા માંગે છે તેમ એક દિવસ શ્રવણને આવી કહ્યું.

પણ શ્રવણ ને વિનય કોઈપણ રીતે પોતાની બહેનના યોગ્ય ના લાગતા એણે લગ્ન માટે ચોખ્ખી ના પાડી, અને એક દિવસ પોતાની જાનથી પણ વહાલી બહેન, એને કોઈ પણ પરવા કર્યા વગર છોડીને ચાલી ગઈ, અને એના ગયા પછી ક્યારે પણ એણે પોતાના ભાઈ માઁ સામે પાછા ફરી કદી ના જોયું.

આંખોમાં છવાયેલા આંસુ ના અંધારા ને લૂછતો શ્રવણ પોતાના માતા-પિતા સમક્ષ આજે બહેનના જન્મદિવસ માટે શુભકામના કરતો બોલી ઊઠે છે, માઁ પાપા હું કઈ જગ્યા વામણો સાબિત થયો? મારી બહેનના ઉછેરમાં મારાથી શું કમી રહી ગઈ? તમે કેમ મને છોડીને જતા રહ્યા, હું આપણી દીકરીનું ધ્યાન ના રાખી શક્યો, કોને જઈને મારા દિલના ઘાવ કહું? મારી લાડલી જ્યાં પણ હોય ત્યાં, એના આ ભાઈ માઁ ના આશીર્વાદ સદાય એની સાથે રહે, જન્મદિન મુબારક મારી લાડલી, બોલતા જ શ્રવણ ની આંખો વરસી પડી.

ત્યાં શ્રવણના મોબાઇલની રિંગ વાગતા શ્રવણ આંસુ લુંછતો વર્તમાનમાં આવે છે, ફોન ઉપાડી સામેવાળાની વાત સાંભળતા જ શ્રવણ નું હૃદય જાણે થંભી ગયું, પાછળ પડેલી ખુરશીમાં બેસવા જતા એ જમીન પર ફસડાઇ પડ્યો એ સાથે એનો મોબાઈલ પણ નીચે પડી ગયો,  મોબાઈલ માં સામે છેડેથી અવાજ પડઘાઈ રહ્યો, સાંભળો છો ને શ્રવણભાઈ તમારી બહેન શ્રુતિ એ સાસરિયાઓના ત્રાસથી આગ ચાપી આત્મહત્યા કરી છે.

આ સાથે જ એક ભાઈ માઁ એ પોતાના દિલના ધબકારા ગુમાવી દીધા. ?

ભાઈ ને વહાલી એની બહેના,
બંધન મા અમિ પામતા વિર અને બહેના,
એક એક રુદન પણ હૈયે વસે એ ભાઈ બહેના,
એક સૂતર ના તાંતણે આંખુ  જીવન ઠંડક પ્રસરે એ ભાઈ બહેના…

✍️ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Short Story

કહી તો હોગા હિ ?

Categories
Short Story

લંચ બોક્સ

બેટા સ્મિત આજે પાછું લંચ બોક્સ ભરેલું પાછું લઇ આવ્યો? સ્મિતના સ્કૂલ બેગમાંથી એનું લંચ બોક્સ નીકળતા નેહા એ બૂમ પાડી.

આ સાંભળી આઠ વર્ષનો સ્મિત એના રૂમ માં ભાગી ગયો, મમ્મીની આ રોજ રોજ ની લંચ બોક્સ નીં માથાકૂટ માથી બચવાજ સ્તો.

અરે ઊભો રે આજે તો તારે મારુ સાંભળવું જ પડશે, રોજ રોજ તારો આ લંચ બોક્સ ભરેલો પાછો આવે છે, હે ભગવાન શું કરું આ છોકરાનું હવે, ક્યારે એ સરખું ખાતા શીખશે, બોલતા નેહા સ્મિતના રૂમમાં જાય છે.

નેહા: બેટા સ્મિત તું લંચ બોક્સ ખાતો કેમ નથી, એકતો હું આટલું વહેલા ઊઠી તારા માટે લંચ બનવું છું અને એક તું એમ ને એમ પાછું લઇ આવે છે.

સ્મિત નેહા ને ગળે વળગીને બોલી ઊઠે છે મમ્મા પણ હું શું કરું આ રોટી ને સબ્જી ખાઈ ખાઈ ને બિચારો આ નાનો બાળક કંટાળી ગયો, તું યાર કોઈ ન્યૂ ન્યૂ વેરાયટી આપને  જેમ કે પીઝા, સેન્ડવિચ, મંચુરિયન, મેગી…
બસ બસ હવે પછી તું જ કે છે મમ્મા જંકફુડ સ્કૂલ માં અલોવ નથી, બદમાશ બધા બહાના છે તારા, લાસ્ટ ફ્રાયડે તો તને સેન્ડવિચ આપી હતી એ પણ પાછો લાવ્યો હતો હવે બોલ, પણ મમ્મા તું પીનટ બટર લગાવી ને આપે તો કોણ ખાય, છી યાક…કરતો સ્મિત ભાગવા લાગ્યો.

ઉભોરે યાક વાળી આજે તારા પપ્પાને આવવા દે, જો પછી તારું યાક કેવું બહાર નીકળી જાય છે, કરતી નેહા એને પકડવા દોડી.
મજાક મસ્તી કરતા બેઉ માં દીકરો સોફા પર આવી ને બેઠા, સ્મિત એ ફટાક કરતું રિમોટ ઉઠાવ્યું ને એની કાર્ટૂન ચેનલ સ્ટાર્ટ કરી. એમાં ચાલતી સ્ટોરી જોઈ નેહા ને સરસ વિચાર આવે છે.

રાતના સ્મિત ને સુવડાવી વખતે નેહા વાત નીકળતા બોલે છે, બેટું આજે તે જે કાર્ટૂન જોયું એમાં ભીમના દોસ્તને કેવી ભૂખ લાગી હતી પણ એની પાસે ખાવા માટે કંઇજ નહોતું, તો બેટા જોયું આપડી પાસે કેવી સરસ સરસ ખાવાની ચીજો હોય છે છતાં આપડા ને એ પસંદ નથી આવતું અને તું લંચ બોક્સ પાછું લાવે છે એ ફેંકી દેવું પડે છે, જ્યારે આ દુનિયામાં ઘણા લોકો પાસે તો જમવાનું પણ ઓપ્શન નથી હોતું. બેટા આપડે જમવાનો બગાડ ના કરવો જોઈએ અને બધું ખાતા શીખવું જોઈએ.

સ્મિત જાણે મમ્મી ની વાત સમજી ગયો હોય એમ મમ્મી ને એક સરસ પપ્પી કરી કહે છે ઓકે મમ્મા હવે હું બધુંજ ખાઇશ. પણ એતો કે કાલે મને લંચ બોક્સ માં શું આપીશ??
અને સ્મિત અને નેહા બંને હસી પડે છે.

બીજા દિવસ થી જાણે જાદુ થયું હોય એમ સ્મિત હવે રોજ ટિફિન ખતમ કરી ને લાવવા લાગ્યો, નેહા ખુશ થઈ ગઈ અને વિચારવા લાગી હાશ આખરે મારો દીકરો લંચ બોક્સ ફિનિશ કરવા લાગ્યો. ચાલો મારી વાતની કોઈ તો અસર થઈ.

ધીરે ધીરે સ્મિત લંચ બોક્સ વધુ ભરી લઇ જવા લાગ્યો, શરૂઆતમાં નેહા ખુશ થઈ કે સ્મિત હવે વધુ ખાતા શીખી ગયો, પણ ધીરે ધીરે એને લાગવા લાગ્યું જરૂર કઈં અલગ વાત છે, કેમ કે સ્મિત જે ઘરે નહોતો જમતો એ જ ખાવાનું સ્કૂલ માં ફિનિશ કરી લાવતો, એન્ડ ઘર કરતા સ્કૂલમા એનો ખોરાક વધુ રહેતો. ક્યાંક સ્મિત લંચ બોક્સની જમવાનું બહાર ક્યાંક ફેંકી તો નથી દેતો ને, નેહા વિચારતી.

અને એક દિવસે નેહા એ વહાલ થી સ્મિત ને પોતાની પાસે બેસાડી એનું કારણ પૂછી જ લીધું.
ગભરાતા ગભરાતા સ્મિત બોલ્યો, મમ્મા તું ગુસ્સે તો નઈ થાયને તો કહું.

નેહા: અરે બેટા હું નઈ લડું તને તું બોલ તો ખરો.

સ્મિત: મમ્મા મારા ક્લાસ માં મારી બાજુમાં જે છોકરો બેસે છે એ ઘણી વાર લંચ બોક્સ નથી લાવતો, અને લાવે ત્યારે એક જ વસ્તુ લાવે બ્રેડ, મેમ એને રોજ લડે ખાલી બ્રેડ લાવા માટે પણ એને કોઈ અસર ન થાય બસ રડવા લાગે, ક્લાસ ના બીજા બાળકો પણ એટલાં માટે એની સાથે લંચ બ્રેક માં ના બેસે. પણ તે મને પેલા દિવસે સમજાયું હતું ને કેટલા લોકો પાસે જમવા પણ નથી હોતું, પછી મને વિચાર આવ્યો મારા એ ફ્રેન્ડ ને પણ એવું કંઇક કારણ તો નથી ને?
એટલે બીજા દિવસે જ્યારે લંચ બ્રેક પડ્યો મે પેલી વાર એની સાથે બેસી વાત કરી, અને જાણ્યું કે એની મમ્મી આ દુનિયામાં નથી અને એના પાપા એને રોજ બ્રેડ જ આપી શકે છે કેમ કે એમની પરિસ્થિતિ બહુ સારી નથી કે રોજ નવું નવું લાવી શકે ક્યારેક એમની પાસે પુરતું જમવા પણ નથી મળતું. ત્યાર પછી મે નક્કી કર્યું કે હું રોજ મારુ લંચ બોક્સ  મારા એ નવા દોસ્ત સાથે શેર કરીને ખાઇશ. અને એટલેજ હું રોજ વધુ જમવાનું લઇ જતો.

અને સ્મિત ની વાત સાંભળી નેહા પોતાનાં નાનકડા પણ સમજદાર દીકરા પર મોહી પડી અને બોલી બેટા કાલથી તું બે લંચ બોક્સ લઇ જજે.તો આ હતો સ્મિત ના લંચ બોક્સ નો રાઝ.
પણ વાંચક મિત્રો મારી એ રચના લખવા પાછળ બે કારણો છે.

એક એ કે તમારા બાળકો ના સંસ્કારોનું સિંચન તમારા પોતાના હાથો માં છે, સારા અને નરસા કામો વચ્ચેના તફાવતને સમજી શકે એ લાયક બનવાનું કામ તમારાં બસ માં જરૂર છે, તમારા બાળકોને એક સારા સંવેદનશીલ માણસ બનાવો કેમ કે આજ ના નાના બાળકો કાલનું સોનેરી ભવિષ્ય બનાવી શકે.

બીજું કારણ એ છે કે આજે જ્યારે પુરી દુનીયા કોરોના નામના વાઈરસ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે આપણે માનવતા ના ભૂલવી જોઈએ અને આપડી આસપાસ ના જરૂરિયાત લાયક લોકોની મદદ કરવી જોઈએ. આ મુસીબત ના સમય માં ઘણા લોકો એવા છે જેમને પુરતું ખાવાનું પણ નથી મળતું, આગળ આવી એમને મદદ કરો.

✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Short Story

ચકાચોંધ

અહી હું આજની પેઢીના યુવાનોને ઉદ્દેશી ને કહેવા માંગુ છું કે મિત્રો ઝડપી પૈસા કમાવા અને મોટું નામ બનાવાના ચક્કરમાં પોતાની જિંદગી હોડમાં ના મૂકશો. તમારા વતન ને ક્યારે ભૂલશો નહિ અને શહેરની મોહમાયા માં ફસાઈ તમારા માતા પિતા અને વતનને ના તરછોડશો. તમારામાં આવડત હશે તો ત્યાં રહી પણ સુખી રહી શકશો,મોટા મોટા શહેરો ની ચકાચોંધ ની આંધળી દોટમાં ના જોડાશો.

***********************************


એવોર્ડનીં એ સમીશાંજમાં રોશનીના ઝગમગાટ વચ્ચે તમામ બોલિવૂડના સિતારાઓ બેસ્ટ એક્ટર ઓફ ધ યર માટે કોનું નામ લેવામાં આવશે એ ધડકતા હૈયે સ્ટેજ સામે ઇન્તેજારી થી જોઈ રહ્યા હતા.

એન્ડ ધ એવોર્ડ ગોઝ ટુ વન એન્ડ ઓન્લી મિસ્ટર “રોનક કુમાર”,  અને કેમેરા નું ફોકસ ઔડીએન્સ ની વચ્ચે બેઠેલા રોનક પર જાય છે. બોલિવૂડ ના તમામ સિતારાઓ ની નજર નવા આવેલા એ ઉભરતા કલાકાર પર જાય છે, અને તાળીઓના ગડગડાટ થી એને વધાવી લે છે.

રોનક હરખના આંશુ સાથે સ્ટેજ પર એવોર્ડ સ્વીકારવા જતો હોય છે ત્યાંજ, એનું બેલેન્સ જાય છે અને એ પડી જાય છે. અને ત્યાં જ રોનકનું સ્વપ્ન તૂટી જાય છે અને એની આંખો ખુલી જાય છે.

અરે યાર ક્યાં સુધી મારે આ સપનાની દુનિયામાં રહી એવોર્ડ લેવા પડશે, મારેં બોલિવૂડના ટોચના અભિનેતા બનવા કેટલી રાહ જોવી પડશે?? આ નાનકડા ગામ માં પડ્યો રહીશ તો મારું આ સ્વપ્ન ક્યારેય નહીં પૂરું થાય, દુઃખી થતા રોનક વિચારે છે.

ત્યાં જ રોનક ના પિતા એને પોતાની પાસે બોલાવી કહે છે દીકરા રોનક ચાલ મારી સાથે ખેતરે આજે પાક વાઢવાનો સમય છે જો તું મારી સાથે આવી જાય તો મને મદદ થઈ રહેશે, અને તારે પણ હવે ખેતીવાડી શીખી લેવી પડશે ને બેટા.

ગુજરાત ના નાનકડા અંતરિયાળ ગામ માં રોનક રહેતો હતો, એના પિતાને નાનકડું ખેતર હતું, એમાં થોડો ઘણો મોસમી પાક થતો એમાંથી  એમના પરિવાર નું ગુજરાન ચલાવતા.

રોનક ને નાનકડા ગામ માં રહી ખેતીવાડી કરવાની જરા પણ ખુશી નહોતી, એનેતો માયાનગરી મુંબઇમાં જઈ હીરો બનવું હતું.

રોનક ગુસ્સાથી ઊભો થતાં બોલે છે,  તમને મે કેટલી વાર કહ્યું છે કે મને આ બધામાં કોઈ જ રસ નથી, મારે તમારી જેમ આ ગામડા માં રહી ને ગરીબીમાં નથી સબડવું, હું તો હીરો બનવા જ જનમ્યો છું અને મુંબઈ માં જઈ ને એક દિવસ જરૂર મોટો અભિનેતા બનવાનો, તમને મારા સપનાં ક્યારેય નહીં સમજાય.

અરે દીકરા મુંબઈ એક માયા નગરી છે ત્યાં અપડાજેવા ભોળા લોકો નું કઈ કામ નથી, એની મોહ માયા માં ઘણા યુવાનો હોમાઈ જાય છે. રોનક ના પિતા એને સમજાવતા કહે છે.

હું તમારી જેમ આ ગામડામાં સડવા નથી માંગતો પણ જવાદો તમને ક્યારેય નઈ સમજાય, કહી રોનક ઘરમાંથી નીકળી જાય છે.

તમે ચિંતા ના કરો આપડા દીકરાને એની ભૂલ જરૂર થી સમજાઈ જશે, એ હજુ બાળક છે અને નાદાન પણ, એને દુનિયા હજુ જોઈ નથી એટલે, પણ એક દિવસ એને જરૂર થી તમારી વાત સમજમાં આવશે, રોનક ની માતા રોનક ના પિતાને દિલાસો આપતા કહે છે.

અને એક દિવસ રોનક ઘર છોડી ને મુંબઈ એક મિત્ર પાસે જતો રહે છે. એના માતા પીતા ખૂબ દુખી થાય છે અને દિવસો એકબીજાના સહારે પસાર કરે છે એ આશા માં કે એમનો દીકરો જરૂર પાછો આવશે.

રોનક થોડા દિવસો ઉત્સાહ માં વિતાવે છે, અલગ અલગ ડિરેક્ટર્સ ની ઓફિસો ના ચક્કર લગાવતો રહે છે પણ એની પાસેના પૈસા અને હિંમત ખૂટતા એને નાનકડી હોટેલ માં એક વેઇટર ની જોબ કરવી પડે છે. એને ઘણી વાર માતા પિતા પાસે જવાની ઈચ્છા પણ થાય છે પણ એનો અહંકાર એને રોકી લેછે. જેમ તેમ કરી રોનક પોતાના દિવસો પસાર કરી રહ્યો હોય છે ત્યાં જ…

આખી દુનિયા કોરોના રૂપી મહામારી ના ઝપેટમાં આવી જાય છે, એમાં મુંબઈમા આ વાઈરસ આગની જેમ ફેલાઈ જાય છે, નોકરી ધંધા પડી ભાંગતા રોહન ની જોબ પણ જતી રે છે.
એ જે ચાલી માં રહેતો હતો એ પણ આ વાઈરસ ની ઝપેટ માં આવી જાય છે,  લોક ડાઉન ને કારણે રોનકની પરિસ્થિતિ બહુજ ખરાબ થઈ જાય છે, ખાવાના પણ સાંસા પડવા લાગે છે, ત્યારે રોહન ને પોતાની માતા યાદ આવે છે જે એને પ્રેમ થી દરરોજ સરસ સરસ વાનગીઓ જમાડતી હોય છે ત્યારે રોહન ને એ બધું જમવાનું દેશી લાગતું હોય છે અને અત્યારે મુંબઈ મા બ્રેડ ખાઈ ને ગુજારો કરવો પડે છે.

રોહન ને ત્યારે ખૂબ પસ્તાવો થાય છે, કાશ મે માતા પિતા ની વાત સમજી હોત તો અત્યારે મારી આ હાલત ના હોત.
ગામડામાં ભલે પૈસા ઓછા હતા પણ હું ખુશી અને નિરાંતે થી  મારું જીવન પસાર કરી રહ્યો હોત. શહેર ની હોટેલમાં નોકરની જોબ કરવી એના કરતા ખેતી કામ ઘણું સારું.

પણ હવે બઉ મોડું થઈ ગયું હતું, કોરોના ના કહેરમાં રોહન એવો તો ફસાયો હતો કે લાખો મજદુરો ની જેમ એ પણ પોતાના ઘરે જઈ શકે એમ નહોતો.

અને ત્યાં જ રોહન નો ફોન વાગે છે, ફોનમાં પિતા નું નામ જોતા આજે પહેલીવાર રોહન ખુશ થઈ જાય છે અને ફોન ઉપાડે છે.
થોડી વાર ની શાંતિ પછી એનાં વહાલા પિતા નો અવાજ આવે છે, બેટા રોહન….
ત્યાં જ રોહન બોલી ઊઠે છે પપ્પા તમે સાચા હતા, આ માયા નગરી છે, હું નઈ જીવી શકું અહી, મારું શું થશે અહી, મને તમારી અને મમ્મી ની બહુ યાદ આવે છે.

અને રોહન ના પિતા બોલી ઉઠે છે બેટા તારો સમાન તૈયાર રાખ તારો આ બાપ બેઠો છે હજુ, હું આજે જ તને લેવા નીકળું છું દીકરા.

અને બંનેની આંખોમાંથી અવિરત આંશુ વહેવા લાગે છે બંને, રોહન પિતા થી જોજનો દૂર બેઠા હતો પણ છતાં જાણે પિતા માથા પર વહાલથી હાથ ફેરવતા હોય એમ લાગ્યું.મિત્રો મારી આ રચના એ તમામ લોકો ને સમર્પિત છે જે લૉકડાઉન ના આ માહોલ માં ફસાઈ ગયા છે જે માઇગ્રંત વર્કર છે જે પોતાની કોઈને કોઈ મજબૂરી માં પૈસા કમાવા અને રોજી રોટી કમાવા પોતાનાં કુટુંબ ને ગામ માં છોડી શહેર માં આવ્યા છે અને પોતાના વતન જવા તડપી રહ્યા છે.  ભગવાન કરે અને આ સમય જલ્દી ખતમ થાય અને બધા લોકો સહી સલામત પોતાનાં ઘરે જઈ શકે.


✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Short Story

જિંદગીના મિલેગી દોબારા… !

હાસ …….! આજે જિંદગીના બધા જ કાર્ય હેમખેમ પુરા થઈ ગયા. હવે શાંતિથી જિંદગી જીવીશ ભગવાનનું નામ લઈશ. મનમાંને મનમાં મેહુલભાઈ વિચાર કરતા હરખાઈ રહ્યા હતા. ત્યાં જ અચાનક ભયકંર વાવાઝોડું આવ્યું… તે દોડીને સીડી પર ચડીને ઉપરનો દરવાજો બંધ કરવા જઈ રહ્યા હતા ત્યાં જ ઉતાવળમાં તેમનો પગ લપસી જતા એક એક પગથિયાં પર ગબડતા ગબડતા નીચે આવી પડ્યા. જે ઘર બનાવવા આખી જિંદગી ખર્ચી નાખી તે જ તેમના દુઃખનું કારણ બન્યું…. કોઈ જ હોંશ રહ્યો નહીં. કાયમ માટે આ શરીરની બહાર આવી ગયા. બહાર આવી જોયુ તો તેમના શરીરે તેમનો સાથ છોડી દીધો હતો. આખી જિંદગી જેને શણગાર કરવામાં મથ્યા તે જ ના રહ્યું. બાજુમાં જોયુ તો કોઈ ભયંકર માનવી ઉભો હતો જે તેને લઇ જવા આવ્યો હતો.

” ચલો તમારો સમય પૂરો ….. “
” શું ચલો ….? હજુ મારે બહુ બધા કામ કરવાના બાકી છે ..”

” બધું તો કર્યું, હવે શું બાકી છે ? “
” બાકી છે હજુ “

” તો અત્યાર સુધી શું કર્યું ? “
” અરે બહુ બધું કર્યું. આ ઘર જુઓ, આ ગાડી “સામે દીવાલ પર લટકતી તસ્વીર જોઈ ….જૂની યાદો યાદ કરતા બોલ્યા ” આ દિકરી અને દિકરો મારું ગર્વ છે તેમને ખુબ ભણાવ્યા. બન્નેને સારી નોકરી પર લગાવ્યા, ધામ ધૂમથી લગ્ન કરાવ્યા. તેમના ઘેર પણ દીકરા છે. બધું જ હેમખેમ થઈ ગયું.”

” તો હજુ શું બાકી રહી ગયું?”
” જિંદગી જીવવાની……. ! મેં વિચાર્યું કે બધી જવાબદારી પુરી હવે શાંતિથી જિંદગી જીવીશ પણ ત્યાં તો તમે ….”

” અમે અમારાં સમયે જ આવીયે. તેનું કોઈ મુરત ના હોય, બધા માટે આટલુ કર્યું તો તારા માટે પણ કંઈક કરી લેવું હતું ને ? “
” બધા માટે કર્યું એ મારાં માટે જ હતું …”

” તો શું પ્રશ્ન છે ? “
” જિંદગી જીવવાની બાકી રહી ગઈ. માનવ ધર્મ રહી ગયો, પૈસા પાછળ ભાગતો કોઈને મદદ ના કરી શક્યો, ભગવાનનું નામ પણ લેવાનું છે હજુ ……. વિચાર્યું હવે શાંતિથી ભગવાનનું નામ લઈશ.”

” હવે તો કઈ ના થાય, ચલો ……. તમારો સમય પૂરો.” બોલતા યમદૂતે તેનો હાથ પકડ્યો.
” હજુ જીવવાનું છે મારે હું નહિં આવું, છોડી દો મને ” બોલતા તેમનો હાથ છોડાવવા તેમની બધી જ તાકાત લગાવી રહ્યા પણ કંઈ જ કરી ના શક્યા, સામે યમદૂત પણ ભયંકર ગુસ્સો કરતા તેમને ખેંચી જવા લાગ્યો.

હવે કોઈ રસ્તો ના દેખાતા મેહુલ ભાઈ બૂમો પાડવા લાગ્યા. બચાવો ……! બચાવો ……! “

તેમના શરીર પાસે તેમના બધા લોકો હતા પણ અત્યારે તેમને કોઈ જ સાંભળી રહ્યું નહતું. તેમની વેદનાનો પાર ના રહ્યો …… !

યમદૂત ભયંકર હાસ્ય સાથે બોલ્યો ” શરીરના સાથી શરીર સુધી જ સાથ નિભાવે, કોઈ નહીં આવે તારી મદદ કરવા. તારું કરેલું તું ભોગવ …! “

આ સાંભળતા તો ડરેલા મેહુલ ભાઈ વધારે ડરી ગયા …… મોં પર ગભરાટના કારણે પરસેવો વળી ગયો. આખી જિંદગી વટથી જીવ્યા પણ અત્યારે રડી પડ્યા, પેલાના પગ પકડી થોડો સમય આપવા વિનંતી કરવા લાગ્યા, પણ કાંઈ જ વળ્યું નહીં ….. ખુબ ડરી ગયા ……. અને ઝબકીને ઉઠી ગયા તો જોયુ કેટલું ભયાનક સ્વપ્ન ….? ચાલુ એસીમાં પણ પરસેવે નાહી રહ્યા. આ પરસેવા સાથે આત્મા પણ વાસ્તવિકતાથી તરબતોળ થઈ ગયો. સવાર પાડવાની રાહ જોઈ રહ્યા. ઉઠીને તૈયાર થઈ તરત જ બોલ્યા ” હું મંદિર જાઉં છું …”

ઘરના સૌ તેમની સામે જોઈ રહ્યા. તેમના પત્ની બોલ્યા ” તબિયત તો ઠીક છે ને …? “
” હા …. ચાલ તારે પણ આવવું હોય તો ….?”

” ના. ઘેર કેટલું કામ પડ્યું છે. તમારે પણ દુકાને જવાનું મોડું થશે ….? સાંજે મંદિર જજો. મંદિર ક્યાં ભાગી જવાનું છે? “
” ના મારે તો અત્યારે જ જવુ છે. મંદિર તો ખબર નહીં પણ આપણી જિંદગી ભાગી રહી છે. “

” શું બોલો છો મને કઈ જ ખબર નથી પડતી.”
” કઈ નહીં, એટલું સમજી લે… જીવી લે … ! જિંદગીના મિલેગી દોબારા …. ! કઈ જ સાથે નથી આવવાનું ” બોલતા મેહુલ મંદિર જવા નીકળી ગયો.

ઘરમાં કોઈને કઈ જ ખબર ના પડી અને બધા તેમને જોતા જ રહી ગયા. પણ મેહુલભાઈ જિંદગીની વાસ્તવિકતાને સમજી ગયા.

        જીવી લો જિંદગી ……!
        જિંદગીના મિલેગી દોબારા …. !

Categories
Short Story

વિધિના લેખ…. !

આકાશમાં વરસાદના કડાકા અને વીજળીના ચમકારા તો હતા જ સાથે પવન પણ જયારે મસ્તીએ ચડ્યો હતો…. કાળા વાદળોથી ઘેરાયેલુ આકાશ જયારે કોઈના શોકમાં બેઠું હોય અને એમાં પણ આ વાવાઝોડું ખરેખર ડરાવણુ દ્રશ્ય ઉભું કરી રહ્યું હતું. હવે એમાં  પણ આ નાનકડા ગામમાં ડોક્ટર ક્યાંથી મળે.?

ગામના જાણીતા સરપંચના નાના ભાઈ રસીકભાઇનો સુખી સંપન્ન પરિવાર… અમીર ઘરમાં ગણાના થાય એટલી જમીન જાયદાદ હતી. પણ અત્યારે એમના રૂપિયા કાંઈ જ કામ આવી રહ્યા ન હતા. રસીકભાઇની પત્ની આનંદીબેનને પ્રસુતિની પીડા ઉપડી.. વાતાવરણ જયારે આ સુખી પરિવારની ખુશી ઉપર નજર બગાડી રહ્યું હતું.. ને યમરાજા તો જયારે તેના દરવાજે રાહ જોઈને જ ઉભા હતા..

આનંદીની પીડા સમય જતા વધી રહી હતી.. બહાર હોસ્પિટલ લઇ જઈ શકાય એવી પરિસ્થિતિ હતી નહીં તો ગામના બે ત્રણ બહેનો આવી આનંદીને પીડામાંથી બહાર લાવવા મથી રહ્યા હતા.  પણ કહેવાય છે ” ધાર્યું ધણીનું ( ઉપરવાળાનું ) જ થાય.. “

આનંદીએ એક દેવસુંદરી જેવી બાળકીને જન્મ આપ્યો પણ સાથે તેનું પ્રાણ પંખી ઉડી ગયું. કોઈને કાંઈ ખબર જ ના પડી આ શું થઈ ગયું ??
” રસીકભાઇ દિકરી જન્મી છે પણ… “
” મારાં ઘેર લક્ષ્મી.. ” પાછળનું વાક્ય સાંભળ્યા પહેલા જ રસીકભાઇ ઝૂમી ઉઠ્યા.

” પણ રસીકભાઇ આ કારમુખી જન્મતાની સાથે જ તેની જનેતા આપણી આનંદીને ભરખી ગઈ… ” રડતા રડતા રમીલાભાભી બોલ્યા.
” શું…?? ”  રસિકભાઈ તો જ્યારે આભ તૂટી પડ્યું હોય એમ જકડાઇ ગયા…

“આનંદી હવે આપણી વચ્ચે નથી રહી… “
આ સંભાળી રસીકભાઇને તો શું કરવું એ જ ખબર ના પડી આંખમાંથી આંસુ સરી પડ્યા… દીકરીના જન્મની ખુશી મનાવું કે આનંદીના જવાનો શોક…. મારી દીકરી માં વગરની થઈ ગઈ બોલતા રસીકભાઇ જયારે જિંદગીની બાજી હારી ગયા હોય એમ જમીન પર પછડાઇ, ચૌધારા આંસુએ રડી પડ્યા. બાજુમાં ઉભેલો 4 વર્ષનો દીકરો આરવ બોલ્યો.. ” પપ્પા તમે રોવોસો શું કરવા… ચલો મારી નાની બેનને રમાડીએ… જુઓ તો ખરા કેટલી મસ્ત નાની નાની છે… તેમના હાથ પકડી બોલ્યો.. “

આરવને ક્યાં ખબર હતી કે ભગવાને બહેન આપી મમ્મીને લઇ લીધી… બન્ને ભાઈ બહેન માં વગરના થઈ ગયા. ગામના ઘણા લોકો આ બાળકીને ધિક્કારવા લાગ્યા… પણ રસીકભાઇએ નક્કી કર્યું… હું આ બન્નેને માં અને બાપ બની મોટા કરીશ.. આનંદીનો અને મારો સાથ આટલો જ હશે. જેવી પ્રભુની ઈચ્છા.. પણ આનંદીની ધરોહર હું સાચવીશ… એની અમાનત આ અમારી ખુશી… અને આનંદીના નામ પરથી દીકરીનું નામ રાખ્યું ખુશી.

રસીકભાઇ બન્ને બાળકોને બહુ લાડકોડથી મોટા કરતા હતા.. પણ સૌ તેમને બીજા લગ્ન કરવા દબાણ કરવા લાગ્યા… એકલા બે બાળકોની જવાબદારી, ઘર અને ખેતર બધું ના સંભાળી શકાય. હજુ ઉંમર પણ એટલી મોટી નથી કે બીજા લગ્ન ના કરાય. પણ રસીકભાઇ કોઈનું ના સાંભળે..  એમને ડર હતો બીજી આવે ને મારાં બાળકોને ના રાખે તો?… એના કરતા હું એકલો સારો..

ઘરના બધા સમજાવી થાક્યા પછી આનંદીના ભાઈઓએ જ એમની ઓળખીતી એક છોકરી સાથે લગ્ન કરવા રસીકભાઇને પરાણે તૈયાર કર્યા..

“આ સરસ્વતી અમારી જ બેન છે.. અને અમે અમારાં ભાણેજનું ક્યારેય ખોટું ના કરીયે… ક્યારેય આનંદીની ખોટ નહીં વર્તાય, અમને પણ અમારી બેનને ખોયાનું ઘણું દુઃખ છે પણ આ નિર્દોષ બાળકોનો શું વાંક..?  એમને પણ માંનો પ્રેમ મળવો જોઈએ.. ” કહી મામાંએ ભાણેજ માટે એક મમ્મી લાવી આપી..

સરસ્વતીમાં પણ નામ પ્રમાણે જ ગુણ હતા… અહીં તેનું નામ બદલી ગયું… સૌ આનંદી જ કહેતા. સૌને એટલો પ્રેમ કરતી કે ખુશી અને આરવ પણ ભૂલી ગયા કે આ નવી મમ્મી છે. સરસ્વતીને પણ સૌ એમાં પણ ખાસ આનંદીના પિયરવાળા દીકરીની જેમ જ રાખતા.. વાર તહેવારે સરસ્વતીને તો બે પિયરનો પ્રેમ મળતો થઈ ગયો…. સરસ્વતીએ આવતા જ નક્કી કરેલું કે મારે પોતાનું કોઈ બાળક નહીં હોય. ખુશી અને આરવ જ આજથી મારાં બાળકો છે.. તેના આ નિર્ણયથી સૌના દિલમાં બહુ ઊંચું સ્થાન મેળવી લીધું. સરસ્વતીના આવતા રસીકભાઇનો પરિવાર પૂરો થઈ ગયો.. રસીકભાઇ પણ બાળકોની ચિંતાથી મુક્ત થઈ ગયા કારણકે તેમના કરતા પણ વધારે આનંદી બાળકોને સાચવતી.

હર્યો ભર્યા આ પરિવારમાં સૌ મસ્ત જિંદગી જીવતા હતા… જોત જોતામાં બાળકો મોટા થઈ ગયા. આરવ ભણીને ડોક્ટર બની ગયો અને એક સારી છોકરી સાથે મેરેજ કરી અમદાવાદમાં સેટલ પણ થઈ ગયો. બધાને હવે ચિંતા હતી ખુશીની… બહુ લાડકોડથી ઉછેરેલી… ભણવામાં પણ હોશિયાર અને દેખાવે સુંદર તો હતી જ અને એમાં પણ ઉભરતી જવાની….. સ્વર્ગની કોઈ અપ્સરા હોય એટલી સુંદર લાગતી જયારે કામદેવની રતિ જ કામદેવ માટે આવી હોય.! એનામાં આનંદીએ સંસ્કારનું સિંચન પણ બહુ સારું કરેલું…  ગુણ આપવાના થાય તો સો માંથી એકસો એક આપવા પડે એટલી ગુણથી ભરેલી, સુંદર, સુશીલ, સંસ્કારી અને સમજદાર હતી આ ખુશી…! જે હમેશા ખુશ જ રહેતી. ખુશીને લાયક કામદેવ જેવો છોકરો શોધવો ક્યાંથી ??

સમાજમાં ખુશીની બહુ ચર્ચા થતી… રોજ કેટલાય સારા ઘરના છોકરાઓના માંગા આવતા પણ આમને ખુશી કરતા પણ સારો છોકરો શોધવો હતો. બહુ છોકરા જોયા… બધાની ખુશી માટે હા જ આવતી પણ અહીં તો ખુશી માટે રાજકુમારની શોધ થતી હતી..!

ખુશીના મામાં આજે ફરી એક છોકરાની વાત લઈને આવ્યા. સરસ્વતીના ભાઈ ખોટું ના બતાવે તો વિચાર કર્યા પછી એ છોકરાને એમના ઘેર બોલાવ્યો.. બધી ઔપચારીક વાતો થઈ, ખુશી અને મિહિરને એકાંતમાં વાત પણ કરાવવામાં આવી પછી સૌ છુટા પડ્યા.

મામાં બોલ્યા ” બેટા છોકરો કેવો લાગ્યો..?  કોઈ દબાણ નથી ગમે તો જ હા નહિતર ના પાડી દેવાની… તારી ઈચ્છા જ મહત્વની છે. બીજાનું ના વિચાર.. “

ખુશી કાંઈ બોલ્યા વગર જ શરમાઈને ઉભી રહી. પણ આનંદી બોલી ” જો ભાઈ બધું જ સારું છે.. પણ છોકરો ખુશીની બાજુમાં ઉભો રાખું તો ઝાંખો પડી જાય…ના.. આવું ના ચાલે… મારે તો રાજકુમાર શોધવો છે મારી દીકરી માટે… મારી આ સબંધ માટે ના છે… “

આનંદીની ના સાંભળી કોઈ કાંઈ બોલ્યું નહીં, ખુશી પણ નહીં.. કારણ કે બધા જાણતા હતા આનંદીએ જે ખુશી માટે કર્યું છે તે એની ખુદની માં પણ ના કરી શકત… આનંદીને ખુશીની જિંદગીનો નિર્ણય લેવાની પુરી સ્વતંત્રતા હતી. એના નિર્ણય હમેશા ખુશીના ભલા માટે જ હોતા. ખુશી પણ તેની માં કહે તેમ જ કરતી. બન્ને વચ્ચે એક મિત્ર જેવો સબંધ બની ગયેલો તો ખુશીને કઈ બોલવાની જરૂર જ ના પડતી… મમ્મી બધું જ સાંભળી લેતી. ખુશી તેની જાતને નશીબદાર સમજતી કે જેને જનેતાથી પણ અધિક એવી પાલક માં મળી છે.

કહેવાય છે ને દરેકની જોડી વિધાતાએ બનાવીને જ ઉપરથી મોકલી હોય છે. અહીં પણ ખુશીના જીવનસાથી માટેની શોધ ચાલી રહી હતી. આખા સમાજના છોકરા જોઈ વળ્યાં ક્યાંય ખુશીને લાયક છોકરો મળ્યો નહીં. હવે શું? બધાની ચિંતા વધી રહી હતી. દીકરીથી ઉતરતી કક્ષાનો છોકરો ગમતો નહીં અને ચાડિયાતો મળતો નહીં… પણ ક્યાંક તો હશે જ !  બસ શોધવાનો છે… પણ ક્યાંથી?

દરેક સમયનો એક અંત હોય છે… આજે જયારે ખુશીની આતુરતાનો અંત આવવાનો હતો. સવારથી જ સૌ ખુશ હતા. આજે મામાં બીજો એક છોકરો લઈને આવવાના હતા.. અને ફોનમાં પણ કહેલું કે મિહિર કરતા સારો છે નામ મોહિત છે નામ પ્રમાણે દેખાવ પણ છે… મતલબ ખુશીને યોગ્ય છે.

મોહિતને જોતા જ બધા જોતા રહી ગયા, જયારે ખુશી માટે કામદેવ જ પૃથ્વી પર પધાર્યા ના હોય..! બધા મનથી ખુશ થઈ ગયા.. આજે એમની શોધનો અંત આવતો લાગ્યો. દેખાવમાં સુંદર.. ખુશીથી ઊંચો.. ભરાવદાર મજબૂત બંધાનું શરીર, આંખે ચશ્માં જે તેને વધારે શોભતા હતા. મનથી સૌએ આ સબંધ વધાવી લીધો.. વડીલો દ્વારા ઔપચારીક બધી વાતો થઈ… ખુશી અને મોહિતના મન મળ્યા.. અને સગાઇ નક્કી થઈ.

ધામધૂમથી સગાઇ અને પછી છ મહિના બાદ લગ્ન પણ લેવાયા..ખુશી નશીબદાર હતી લગ્નમાં બે મામેરા આવ્યા.. અને બન્ને મામાં જાણે હરીફાઈમાં ઉતરેલા કોણ સૌથી વધારે મામેરું ભરશે? …આનંદીના ભાઈને એમ કે ભાણીને એવું ના થવું જોઈએ કે મારી માં નથી તો મામાં ઓછું લાવ્યા.. જયારે સરસ્વતીના ભાઈને એમ કે ખુશીને એવુ ના લાગે કે નવી મમ્મીના ભાઈ એટલે ઓછું આપ્યું.. બન્ને તેમનો ભાણી પ્રત્યેનો પ્રેમ દર્શાવી રહ્યા હતા. અને ખુશીને તો સોનાથી મઢી દીધી.. નાનકડા ગામમાં વસ્તી સમાતી ન હતી.. આખુ ગામ મામેરું અને જાન જોવા ઉમટી પડ્યું.  ખુશી અને મોહિત જ્યારે એકબીજા માટે જ બન્યા હતા તે એક થઈ ગયા. બન્ને વચ્ચે સમજદારી વધારે હતી. રૂપ કરતા પણ ગુણમાં બન્ને એકબીજાથી ચાડિયાતા હતા. બન્ને એક બીજાનો સાથ મેળવી બહુ ખુશ હતા.

ખુશીના કંકુ પગલાં થતા મોહિતના ઘરમાં પણ જાણે ખુશી ફેલાઈ ગઈ. મોહિતના ભાઈ મિતને સારી કંપનીમાં જોબ મળી ગઈ અને સારી છોકરી સાથે સગાઇ પણ થઈ ગઈ. ખુશીના સાસુ સસરા ખુશીને દીકરીની જેમ જ રાખતા. ખુશી પણ તેમને સાચવવામાં કોઈ જ કસર ના રાખતી. આખા ઘરમા જયારે સુખ જ સુખ આવી ગયું હતું. મિતના લગ્ન લેવાનું નક્કી થયું. હજુ ખુશીને આવ્યે છ જ મહિના થયા હતા પણ એટલી લાડકી બની ગઈ કે લગ્નની બધી વસ્તુની પસંદગી તેની જ રહેતી, તો જવાબદારી અને કામ પણ વધી ગયું. પણ આ કામમાં ખુશીને મજા આવતી જ્યાં તેને પૂછ્યા વગર કાંઈ જ ન થતું. બહુ સરસ રીતે લગ્નની તૈયારી ચાલતી હતી.

પણ કહેવાય છે ” આ સમય પણ નથી રહેવાનો.. ” એમ કાયમ સુખ કે કાયમ દુઃખ પણ નથી ટકતું… ખુશીને ક્યાં ખબર હતી કે તેની જિંદગીનું આ સુખ ક્ષણ ભંગુર હતું.. અચાનક જ તેની જિંદગીની ખુશીને આગ લાગી જશે. પણ અજાણ ખુશી તો ખુશ હતી.

મોહિત અને ખુશી લગ્નની જોરદાર તૈયારી કરી રહ્યા હતા.. રાત્રે લિસ્ટ બનાવતા અને દિવસે ખરીદી કરતા. મમ્મી પપ્પા ખુશ હતા કે તેમનો  દીકરો અને વહુ ઘરની બધી જવાબદારી સંભાળી રહ્યા હતા.

એક દિવસ રાત્રે ખુશી અને મોહિતે નક્કી કર્યું કે નજીકમાં રહેતા સગાવહાલાને લગ્નની કંકોત્રી પહોંચાડી દઈએ… રાત્રે એ કામ અને દિવસે ખરીદી બન્ને સાથે થઈ જાય. મમ્મી પપ્પાને વાત કરી. એતો હંમેશા એમની હા માં હા જ કરે એટલો બધો વિશ્વાસ હતો બન્ને પર.

ખુશી અને મોહિત બાઈક લઇ ઘરેથી નીકળ્યા. બન્ને પોતાની મસ્તીમાં વાતો કરતા જઈ રહ્યા હતા. બન્ને એકબીજા સાથે એટલા ખુશ હતા કે હવે દુનિયાના કોઈ જ બીજા સુખની અપેક્ષા નહોતી. સુખના પાટા પર એમની જિંદગીની રેલ દોડી રહી હતી પણ એમને ક્યાં ખબર હતી આ રેલના એક ડબ્બામાં એમનો કાળ પણ ચડી ગયો હતો. કદાચ આજની સવારી એમની છેલ્લી સવારી હતી.

રાતનું અંધારુ આજે કંઈક અલગ જ ડર ઉત્પન્ન કરી રહ્યું હતું. કુતરાઓના રડવાનો અવાજ, ચીબરીની ડરાવની ચીસો.. જયારે  યમરાજની સવારીનું સ્વાગત કરી રહી હતી. પણ આ બન્ને તો વાતોમાં એટલા મસગુલ હતા કે એકબીજા સિવાય ક્યાંય ધ્યાન જ નહોતું,  અને જોતજોતામાં એક ટ્રકનો ડરાઇવ જે નશાની હાલતમાં ટ્રક ચલાવતો હતો તેનું બેલેન્સ જતું રહ્યું અને એક ભયંકર અકસ્માત થઈ ગયો…એક મોટા ભયાનક અવાજ સાથે બાઈક ફેંકાય ગયું અને મોહિત અને ખુશી પણ દૂર દૂર ફેંકાય ગયા… કદાચ એટલા દૂર કે ક્યારેય નહીં મળી શકે. બે સેકન્ડમાં શું બની ગયું આજુબાજુ રસ્તા પરના લોકોને પણ ખબર ના પડી.. તરત બન્નેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પણ મોહિતનું તો માથામાં વાગવાથી કદાચ રોડ પર જ મૃત્યુ થઈ ગયેલું.. ખુશીમાં જીવ હતો.. ડોક્ટરો ખુશીને બચાવવામાં જોડાઈ ગયા. ખબર પડતા જ બન્નેનો પરિવાર હોસ્પિટલ પહોંચી ગયો. રસીકભાઇને  ફરી એકવાર ખુશીના જન્મ સમયની પરિસ્થિતિ યાદ આવી ગઈ…….! આજે ફરીવાર બધા રડી પડ્યા દીકરી બચી ગઈ પણ હજુ ક્યારે હોશમાં આવશે અને કદાચ પગ પર તો ચાલી શકશે કે નહીં એ પણ પ્રશ્ન હતો.. ! તેનો પગ બાઈક નીચે આવી ગયેલો. ડોક્ટરે સલાહ આપી પગમાં ઓપરેશન કરી સળિયા નાખી દઈએ, તો ઉભી થઈ શકશે પણ ખોડ તો કાયમી રહી જશે અને મોહિતને તો આનંદીની જેમ ખોઈ દીધો… આજે દીકરી નાની ઉંમરે વિધવા બની ગઈ. હજુ તો જિંદગી જીવવાની શરૂઆત જ કરી હતી અને દુઃખનો પહાડ તૂટી પડ્યો. આ બાજુ મોહિતના મમ્મી પપ્પા તો આ સાંભળતા જ હોશ ખોઈ બેઠા… જવાન જોધ દિકરો ખોઈ બેઠા…

મોહિતનું સબ ધેર લઇ જઈ અગ્નિસંસ્કાર કર્યા અને આ બાજુ ખુશીનું ઓપરેશન ચાલુ હતું… ડોક્ટરોએ પગનું ઓપરેશન કર્યું પણ હજુ ખુશીના હોશમાં આવ્યા સિવાય કાંઈ કહી નહીં શકાય કારણ કે ખુશીને પણ માથામાં બહુ વાગ્યું હતું… એક ઓપરેશન પછી માથાનું બીજું પણ કરવાનું હતું. મોહિતના ઘેર તો તેના મોતના મરશિયા ગવાતા હતા.. આ બાજુ ખુશી જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી.. રસીકભાઇ અને આનંદીબેન તો દીકરા આરવ સાથે હોસ્પિટલમાં રોકાઈ ગયા… એક એક મિનિટ સો સો વર્ષ જેવી લાગી રહી હતી… હવે ભગવાનને પ્રાર્થના કરવા સિવાય કોઈ રસ્તો હતો.

આનંદી ભગવાન પાસે જઈ રડી પડી કાસ અમને લઇ લીધા હોત તો આમારી દીકરીએ શું બગાડ્યું હતું તારું??  તે આટલી મોટી સજા આપી. રસીકભાઇ અને આનંદી મુશ્કેલીમાં હતા ખુશીને હોશ આવતા જ મોહિતનું પૂછશે તો શું જવાબ આપશું..?

આરવ ઝડપથી આવતા બોલ્યો ” પપ્પા ખુશીને હોશ આવી ગયો છે… ડોક્ટરે કહ્યું છે આપણે તેને મળી શકીયે છીએ પણ તેને માથાનું ઓપરેશન કરવાનું છે તો તેને દુઃખી થવા નથી દેવાની… ખુશ જ રાખવી. “

” એટલે? “
” પપ્પા આપણે મોહિત આ દુનિયામાં નથી એ વાત ખુશીથી છુપાવવી પડશે.. મમ્મી તું ખાસ રોતી નહીં.. અને આ કાળા કપડાં બદલો… નહિતર પહેલો પ્રશ્ન એ જ થશે કેમ કાળા કપડાં પહેર્યા છે.. “

રાજેશભાઈ અને આનંદીબેન આરવ સાથે દિલ પર પથ્થર મૂકી મોં પર હાસ્ય લઇ ખુશી પાસે પહોંચ્યા…
” બેટા હવે કેવું લાગે છે…?  “

” મમ્મી હું સારી છું પણ મોહિતને તો બહુ વાગ્યું નથી ને?  “

આનંદી કાંઈ બોલી ના શકી માંડમાંડ આંસુ રોકી બોલી ” બેટા મોહિતને બહુ નથી વાગ્યું બાજુની રૂમમાં જ છે.. “

” પણ તારી આંખમાં આંસુ કેમ આવી ગયા? “
” બેટા હરખ ના છે… તમે બચી ગયા એટલે… બાકી ડોક્ટરોએ તો આશા જ છોડી દીધી હતી… તું બહુ વિચાર નહીં આરામ કરવાનું ડોક્ટર કહી ગયા છે.. “

” મારાં ઘરના બધા હશે એમને તો બોલાવ.. “
” બેટા અત્યારે જ હમણાં જ મોહિત સૂતો એટલે ઘેર ફ્રેશ થવા ગયા છે… હમણાં મળી લેજે ક્યા કોઈ ભાગી જવાનું છે.. “
આટલુ બોલતા આનંદીનું ગળું સુકાઈ ગયું.. તે બહાર જતી રહી..

” પપ્પા મમ્મી કેમ આજે આવું વર્તન કરે છે… સાચું બોલો શું થયું છે.. “
” બેટા માં હમેશા આવી જ હોય એના પર ધ્યાન ના આપ જલ્દી સાજી થઈ જા.. “

” હા.. હા પપ્પા મને કાંઈ નહીં થાય.. “
ત્યાં ડૉક્ટર આવી બોલ્યા ” બહુ વાતો નહીં… હજુ તારુ એક ઓપરેશન બાકી છે નશો નબળી પડી જશે… આરામ કર.. “

બીજા ઓપરેશનની તૈયારી થઈ તે માટે ખુશીના વાળ કાપવા જરૂરિ હતા.. ખુશીએ ચોખ્ખી ના પાડી… મારાં ઘેર લગ્ન છે હું વાળ નહીં કાપવા દઉં… “
ખુશી ના સાસુ સસરા અને મિત બધા ખુશીને બચાવવા માટે મોહિતને ભૂલી હોસ્પિટલ આવ્યા… દિકરો ગયો વહુને તો બચાવી  લઈએ..

” મમ્મી સમજાવો આમને મિતના લગ્નમાં બોડી કેવી લાગુ… નહીં,  મારે કોઈ ઓપરેશન નથી કરાવવું.. હું સારી જ છું.. ખુશીએ જીદ પકડી… નહીં એટલે નહીં. “

દિલ પર પથ્થર મૂકી સૌ સમજાવી રહ્યા પણ ખુશી કાંઈ સમજવા તૈયાર જ નહોતી.. એટલે મિત બોલ્યો ” ભાભી ઓપરેશન કરાવી લો જયા સુધી તમારા વાળ નહીં મોટા થાય ત્યાં સુધી હું લગ્ન નહીં કરું બસ.. “

” ના.. એવુ થોડું કરાય… મેં કેટલી તૈયારી કરી છે… “
” સારું વીક લાવી દઈશું બસ.. ” મજાક કરતા મિત બોલ્યો…બધાને હસવાનું નાટક કરવું પડ્યું… જોકે અહીં બધા નાટક જ કરી રહ્યા હતા..

” એકવાર મોહિત સાથે વાત કરાવો… હું તેમને પૂછી લઉં.. “
” જો બેટા મોહિત અત્યારે આરામ કરે છે એ પણ તારી જેમ જ તારી જ વાત કરતો હોય છે… એને જ કહ્યું છે તારું ઓપરેશન કરવાનું છે… ઉઠાડું બોલ તું કે તો?  “

” એમને કીધું એટલે બસ.. એમને આરામ કરવા દો પછી લગ્નની બહુ તૈયારી કરવાની છે હજુ.. ” ખુશી બોલે જતી હતી બધા માટે હવે આંસુ રોકવા અશક્ય થઈ ગયા તો બહાર જતા રહ્યા…

ખુશીનું ઓપરેશન થઈ ગયું… મોહિતનું બારમું પણ પતી ગયું.. હજુ ખુશીને સચ્ચાઈ બતાવી હતી નહીં… ડોક્ટરે તેને દુઃખ થાય એવું કાંઈ પણ જણાવાની ના પાડી હતી..

રોજ રોજ ખુશી મોહિત સાથે વાત કરવાની જીદ કરતી અને રોજ બહાનું કરી વાત ફેરવી દેતા.. પણ ક્યા સુધી??  સાચું તો કહેવું જ પડશે… ખુશીને હવે લાગતું કે આ લોકો કંઈક છુપાવી રહ્યા છે પણ પૂછવું કોણે??  બધા એક જ જવાબ આપતાં.

” મમ્મી આજે કાંઈ પણ થાય મારે મોહિત સાથે વાત કરવી જ છે… અરે મહિનો થયો તેમની સાથે વાત કર્યે.. આજે હું કોઈ વાત નહીં સાંભળું… એક કામ કર ફોન પર વાત કરવી દેને… પ્લીઝ.. “

” અરે કાલે તો ઘેર જવાનું છે મળી લેજે… એક દિવસમાં કઈ બગડી નહીં જાયે… આરામ કર પછી બહુ લગ્નની ભાગદોડમાં આરામ નહીં મળે.. હું ડૉક્ટરને મળીને આવું… ક્યારે રજા આપશે પૂછી આવું… “

આ સાંભળી ખુશીની તો ખુશીનો પારના રહ્યો… કેટલા સમયે મોહિતને મળીશ, બહુ બધી વાતો કરીશ… આખી રાત ઊંઘ પણ ના આવી.. લગ્ન પછી પહેલીવાર મોહિતથી આટલી દૂર રહી.. પણ તેને ક્યા ખબર હતી આ જુદાઈ હંમેશાની હતી.

ડોક્ટર ઘેર જવાની પરમિશન આપી… બન્ને કુટુંબ ખુશીને લેવા આવેલું.. પણ હવે તો ખુશીને હકીકત બતાવવી જ પડશે.. પણ કોઈની હિમ્મત થતી ન હતી.. ડોક્ટર પણ આરવના મિત્ર હતા તમને સલાહ આપી તમે અહીં જ ખુશીને બધું બતાવી દો.. તો તેને  માથામાં હજુ રુઝ આવી છે કોઈ પ્રોબ્લેમ થાય તો અમે સંભાળી લઇ શું… નહિતર ઘેર જઈ બહુ મુશ્કેલી વધી જશે…

પણ હવે આ કહે કોણ… કોઈ બોલવા તૈયાર નહોતું.. બધાયે આનંદીને કહ્યું તમે જ વાત કરો.. આનંદી તો એના માંડ આંસુ રોકી સકતી હતી દીકરીને ક્યાથી સાંભળશે..પણ બીજા કોઈથી આ થઈ શકે એવુ નહોતું.. ખુશીની જીન્દગી વેરાન બની ગઈ હતી. પણ બધાને ડર હતો ખુશી આ આઘાત સહન કરી શકશે કે નહીં..??

આનંદી હિમ્મત કરી બોલી ” જો બેટા એકવાત કહું.. દુનિયામાં જે આવે એને એકદિવસ જવાનું જ છે.. તો આપણે એના વગર પણ જીવતા શીખવું પડે છે.. “
” પણ અત્યારે તું કેમ આવી વાત કરે છે… ચાલ ઘેર જઈએ. “

” તારી મમ્મી તમને છોડી ગયા તો પણ તમારી જીન્દગી ચાલે જ છે… તારા પપ્પાને જ જો… એમને હું મળી ગઈ.. મારો સાથ તમારી સાથે હતો… એટલે હું તમારી મમ્મી બની ગઈ.. “
” તું જ મારી મમ્મી છે મારે બીજું કઈ જાણવું નથી…તારે જે કેહવું હોય એ સીધે સીધું બોલ વાત ગોળ ગોળ ના ફેરવ  “

” મોહિત… ” બોલતા જ આનંદી રડી પડી..
” શું થયું મોહિતને..?? “

” એ આપણી વચ્ચે નથી રહ્યો… એક્સીડેન્ટમાં ત્યાં જ તેનું મોત થઈ ગયું હતું… “
” મમ્મી આવી મજાક ના હોય.. ” બોલી બધાના મોં સામે જોઈ રહી.. બધા રડી પડ્યા.. સાસુને આજે પહેલીવાર કાળી સાડીમાં જોયા..

” બેટા મેં મારો દિકરો ખોઈ દીધો અને તે તારો પતિ.. બોલતા ખુશીના સાસુ જોરથી રડી પડ્યા… “
આ સાંભળી ખુશીને તો જાણે પગ નીચેથી જમીન ખસી ગઈ… એક ભયાનક ચીસ પાડી… જોરથી રડવા લાગી.. તેના દુઃખનો કોઈ પાર ના રહ્યો.. તો મને કેમ બચાવી..?? મારે નથી જીવવું… મોહિત વગર હું શું કરીશ… ખુશીને જોઈએ આજુબાજુના બધા રડી પડ્યા… એક કરુણ દ્રશ્ય હતું… બધા સપના ખોવાઈ ગયા… ” એકવાર મને મોહિતનું મોં તો બતાવવું હતું.. છેલ્લી વાર… બધાયે મને મારાં પતિ પાછળ… ” બોલતા શ્વાસ ચડી ગયો…બોલીના શકી… તેની પરિસ્થિતિ ખરાબ થતા.. ડૉક્ટર બાજુમાં જ હતા તેમને બેહોશ કરી દીધી…

હવે બધાને થોડું સારું લાગ્યું ખુશીને  સચ્ચાઈ જણાવી દીધાનું.. હવે ખુશીને ક્યા ઘેર લઇ જવી…?  ખુશીના સસરાએ કહ્યું મારો દિકરો જતો રહ્યો પણ ખુશીની પુરી જીન્દગી તેની સામે છે… તેને તમારા ઘેર લઇ જાઓ… તેને કોઈ જ વિધવાની જિંદગી નથી જીવવાની…. હું તેના બીજા લગ્ન કરાવીશ, કન્યાદાન કરીશ … ખુશી મારી દીકરી જ છે હું તેનું દુઃખ નહીં જોઈ શકું.. તમારા ઘેર જ રાખો..

રસીકભાઇ આ વાત સાંભળી રડી પડ્યા ભગવાનનો આભાર માનું કે તેના પર ગુસ્સો કરું… તમારા જેટલુ સારુ ઘર દીકરીને મળ્યું અને અત્યારે આ દિવસ જોવો પડ્યો… પણ બધા પરિસ્થિતિ સામે લાચાર હતા…

ખુશીએ રસિકભાઈ સાથે જવાની ના પાડી… હવે તેનું સાસરું જ તેનું ઘર છે. અને તે મોહિતની પત્ની થઈ જ જીવવા માંગે છે. સૌના સમજવાથી ખુશી તેના પપ્પા સાથે તો ગઈ પણ જિંદગીમાં કોઈ રસ રહ્યો ન હતો. બસ જીવવા ખાતર મોહિતની યાદોમાં દિવસો પસાર કરતી, ક્યારેક રડતી પણ તેના હાથમાં કઈ હતું નહીં.

મોહિતના પપ્પાએ ખુશીને બહુ સમજાવી અને કહ્યું જયા સુધી મોટી દીકરીના લગ્ન નહીં થાય ત્યાં સુધી મિત ના લગ્ન એ નહીં કરે… બધાના બહુ સમજાયા પછી ખુશી લગ્ન માટે તૈયાર થઈ.. તેના સસરાએ જ તેના માટે છોકરો પસંદ કર્યો. ખુશીને તો બસ બધાને ખુશ કરવા જ લગ્ન કરવા હતા બાકી કોઈ રસ હતો નહીં… મોહિત સાથે તેનો પ્રેમ, લાગણી શોખ મરી પરવારયુ હતું.

છોકરો ખુશી સાથે લગ્ન કરવા તૈયાર હતો… આનંદીબેન તો મિહિરને જોતા જ રહી ગયા… એજ મિહિર જેને વર્ષ પહેલા મેં રિજેક્ટ કરેલો… ” વિધિના લખીયા લેખ લલાટે સાચા થાય થાય થાય . ” આ ભજન યાદ આવી ગયું. ખુશીની કિસ્મત તેની લેણદેણ મિહિર સાથે હતી અને હું કોણ રિજેક્ટ કરવાવાળી…?  જે થવાનું છે એ થઈને જ રહે છે…  ! ખુશીના સસરાએ મિત અને ખુશીનો સાથે માંડવો નાખ્યો.. ખુશીનું કન્યાદાન કર્યું અને એક પિતા તરીકેની બધી જ ફરજ પુરી કરી દીકરીની વિદાઈ કરી.

કહેવાય છે સમય સાથે બધું જ બદલાઈ જાય છે.. એમ સમય સાથે ખુશી પણ નવા ઘરમાં હળીમળી ગઈ… અને મિહિરને પણ પોતાનો માનવા લાગી. લગ્નના ત્રણ વર્ષે ખુશીની જિંદગીમાં ફરી આનંદનો દિવસ આવી ગયો… શ્રીમંત ભરી પિયર આવી… અને ભગવાને એક સાથે બે દીકરીઓ આપી. સૌ ખુશ હતા. મોહિતના મમ્મી પપ્પા પણ દીકરીઓને રમાડવા આવ્યા. એમના પ્રત્યે ખુશીને બહુ માન હતું તેમનાથી જ ફરી તેની જિંદગીના બગીચામાં ફૂલો ખીલ્યા હતા.

પણ હજુ ખુશી સમજીના શકી… જન્મી ત્યારથી આજ સુધી કેટલા દુઃખો જોયા… અને દુઃખ કરતા પણ બહુ સારા સબન્ધો મળ્યા.. પ્રેમ મળ્યો… આ પ્રેમ અને સાથ જે મોહિત અને મિહિરનીની સાથે જોડાયેલ છે..  એ શું હતું??? થોડો સમય માયા લગાડી છુટ્ટા પડી ગયા… એ શું હતું…?? 

બહુ સાંભળેલુ એક વાક્ય….ગયા જન્મની લેણદેણ…! કે વિધિતાના લેખ… !
આ શું લેણદેણ હતી કે બીજું કઈ…?

સંપૂર્ણ…..

**************

Categories
Short Story

બાળપણની એ ધૂંધળી યાદો

નાનપણ ની ઘણી યાદો હોય છે જે ધૂંધળી ધૂંધળી યાદ હોય છે આપણને, એમાંથી ઘણી યાદો એવી હોય છે જે હંમેશા આપડી સાથે રહે છે એમાંથી જ એક યાદ હું અહીં રજૂ કરવા જઈ રહી છું.

ગુજરાત ના એક નાનકડા ગામ થી મોટા શહેર માં અમે શિફ્ટ થયા, પપ્પા અમને ભાઈ બહેનો ને સારું શિક્ષણ આપવા માંગતા હતા માટે. શહેર ની મોટી શાળા માં એડમીશન પણ થઈ ગયું. બહુ ખુશ હતી હું સાથે ગભરાતી પણ હતી, મોટું શહેર મોટી શાળા કેવું હશે ત્યાંનું વાતાવરણ, શાળાના બાળકો અને શિક્ષકો. શાળાના હાઈ ફાઈ બાળકો મને એક ગામની છોકરી ને કેવી રીતે સ્વીકારશે મને હેરાન તો નઈ કરેને.

બહુજ નાની હતી હું ત્યારે કદાચ બીજા ધોરણ માં, નવી શાળાનો મારો પહેલો દિવસ હતો, થોડી ગભરાતી થોડી ચિંતા કરતી મારા ક્લાસ માં પ્રવેશી હું, ત્યાંજ મે એક માસૂમ નિર્દોષ બે આંખો ને મારા તરફ તાંકતી જોઈ, જાણે મને એના તરફ બોલાઈ ના રહી હોય, હું અજબ ખેંચાણ થી એની તરફ ખેંચાઈ અને એની પાસે જઈ ને બેસી ગઈ. બસ પછી મારી બધી જ ચિંતાઓ સમાપ્ત.

તો એ બન્યો મારો પહેલો દોસ્ત આ અજાણ્યા શહેરમાં. એકદમ ગોળ મટોળ, કર્લી હેર, અને એની એ ગહેરી માસૂમ આંખો, નામ હતું એનું ઋષભ. અમારી દોસ્તી પછી તો એકદમ પાકી થઈ ગઈ, અમે આખી શાળામાં સાથે જ ફરીએ, રીસેસ માં પણ એકબીજાના ડબ્બામાંથી નાસ્તો કરીએ. ક્લાસ માં પણ અમે બંને એકબીજાના પર્યાય બની ગયા, મજાલ છે ક્લાસ માં કોઈની કે અમારા બંને માંથી કોઈ ને પરેશાન કરે? કોઈ સ્ટુડન્ટ ની હિંમત ના ચાલે અમને કઈ બોલવાની એવી અમારી ધાક, હંમેશા એકબીજાની પડખે ઊભા રહીએ.

એ ભણવામાં  હતો થોડો ડૂલ અને હું થોડી હોંશિયાર, હી થોડી વધુ હોંશિયાર, પણ મને તો એજ આખા ક્લાસ માં સૌ થી હોંશિયાર લાગે, મને એમ લાગે એના આટલા સારા અક્ષર ટીચર ને કેમ નઈ વાંચાતાં હોય, બસ એ કહે એ સાચું મારા માટે.

આમ હસતા ખેલતા દિવસો પસાર થતા રહ્યા અમારા માટે, અને પછી આવ્યો નવરાત્રી નો સમય. અમે બધા ક્લાસ ના બાળકો બહુ ખુશ હતા, અને કેમ ના હોઈએ અમારી પરિક્ષા ખતમ થઈ ને નવરાત્રિનું નાનું વેકેશન આવી રહ્યું હતું. વેકેશન પડવાના આગળના દિવસે અમે બેઉ દોસ્તો મળી બઉ વાતો કરી જાણે પછી મળવાના ના હોય એમ, અને થોડા ખુશ થતાં થોડા દુઃખી થતા છુટા પડ્યાં કેમ કે એ દિવસોમાં એમ મળી શકવાના નહોતા. પણ અમને ક્યાં ખબર હતી આ વેકેશન અમારા માટે શું દુઃખદ સમાચાર લઇ ને આવાની હતી, અમે બેઉ મિત્રો હવે ક્યારેય નતા મળી શકવાના.

વેકેશન ખુબજ સરસ પસાર થઈ ગયું, સૈાથી પસંદની  નવરાત્રિ જો હતી. બસ પછી બીજા દિવસે રોજ કરતા વહેલા તૈયાર થઈ ને સ્કૂલ મા પહોંચી ગઈ હું ? મારા પ્યારા દોસ્ત ને જો મળવાની હતી બઉ દિવસ પછી. કેટલી બધી વાતો કરવાની હતી અમારે, નવરાત્રી ના કિસ્સા એકબીજાને કહેવાના જો હતા. હું રાહ જોતી રહી એની પણ એ માં આવ્યો. વર્ગ શીક્ષક પણ આવી ગયા અને પ્રાથના પણ પૂરી થઈ ગઈ, હવે મારી અધીરાઈ ખૂટી ગઈ એ આવતો કેમ નથી હજી, ત્યાંજ…

ત્યાંજ વર્ગ શિક્ષકે કહ્યું એક જરૂરી સૂચના કરવાની છે તો બધા બાળકો શાંત થઈ જાઓ, અને ટીચર ની એ સૂચના એ મારી દુનિયા બદલી દીધી, ટીચર કહી રહ્યા હતા કે દસેરાં ના દિવસ અમારા વર્ગ માં ભણતા ઋષભ નું એક ગંભીર બિમારીથી મૃત્યુ થઈ ગયું છે, અને હું રડી પડી, મૃત્યુ એટલે શું એ સમજવા હું બહુ નાની હતી પણ એટલું સમજતી હતી કે મારો એ પ્યારો દોસ્ત હવે ક્યારે પાછો નઈ આવે, અમારી બાળપણ ની એ નિર્દોષ દોસ્તી ત્યાંજ ખતમ થઈ ગઈ. એના ઘરે જઈ થોડી તપાસ કરું એટલી મોટી પણ ના હતી હું.

સમય લાગ્યો મને વાપસ નોર્મલ થવામાં, એને ધીરે ધીરે ભૂલી પણ ગઈ, બસ ના ભૂલી શકી એની એ આંખો, ના ભૂલી શકી એની એ હસી જે મને જોઈ એના ચહેરા પર આવી જતી.
ત્યાર પછી બીજા ઘણા મિત્રો આવ્યા મારી લાઇફ માં પણ દરેક માં હું એની એ મુસ્કાન અને આંખોની નિર્દોષતા ઢુંધતી રહી પણ ક્યાંય ના મળી.

મારા એ દોસ્ત નો ચહેરો મને યાદ પણ નથી પણ અમારી એ દોસ્તી ક્યારે નઈ ભૂલી શકું, મારી આ પ્રથમ રચના હું મારા એ વહાલા મિત્ર ને સમર્પિત કરવા માંગુ છું, એનાથી મોટી કઈં ભેટ હોય મિત્રો.

✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Short Story

પ્રથમ પ્રેમનો પ્રથમ અહેસાસ

નૈના અને સમીર, બાળપણથી જ સાથે રહ્યા, આજુ બાજુમાં જ ઘર હોવાથી સાથે જ રમતા, ઝગડતા, સ્કૂલ જતા.
બંનેનું બાળપણ વીત્યું ને યૌવન આવ્યું, છતાં એમની દોસ્તી એવી ને એવી જ રહી.
કૉલેજના ત્રણ વર્ષોં પણ એક સાથે જ વિતાવ્યા પણ બંનેમાંથી કોઈ ને એક બીજા પ્રત્યે પ્રેમ ની લાગણી ના થઈ.

અને ત્યાંજ સમીર ને વધુ અભ્યાસ માટે વિદેશ જવા માટે તક મળી, બંને બહુ ખુશ થયા. આજે સમીરને મૂકવા બધા એરપોર્ટ પર આવ્યા હતા, સમીર અને નૈના એકબીજાને આખરી વાર મળી છૂટા પડ્યા, હવે વર્ષો પછી મળવાના હતા.
બંને ધીરે ધીરે વિરૃદ્ધ દિશામાં ચાલવા લાગ્યા, પણ આ શું થઈ રહ્યું હતું બંને ને, દિલ માં કેમ કંઇક ખૂંચી રહ્યું હતું, નાજાને કોઈ લાગણી બંનેના હૃદયમાં ઉમડી આવી, ધડકનો તેજ થવા લાગી, કેમ બંને ને છૂટા પડવાનું મન નહોતું કરતું, એક બીજાને રોકી લઉં કેમ એવું લાગવા લાગ્યું?

બંને ના પગ અટકી ગયા, પાછળ ફરી જોયું તો બંનેની વચ્ચે રહેલો ગેટ ધીરે ધીરે બંદ થઈ રહ્યો હતો, અને અચાનક બંને દોડીને એકબીજાને વળગી પડ્યાં.

આજ તો હતો બંનેના પ્રથમ પ્રેમ નો પ્રથમ અહેસાસ….

✍️ Dhruti Mehta (અસમંજસ)

Categories
Short Story

The Dark Room

I spoke to evil with immense grief,
Allowing it to stay in a dark room,

We were staring eachother from a distance,
Both thinking what if we could touch eachother,

Studying one another while maintaining the distance,
My eyes travelled through its body, suddenly it shapeshifted itself to a lady,

Her body was still as dark as space,
& her eyes were as shiny as a star,

Standing next to the window,
She watched me staring at her,

I didn’t stop looking, knowing that she knew,
Room was still dark excluding the moon light entering from the window where she stood,

Room was so silent we could hear eachother breathe,
I felt her predator instincts were turned on,

She skipped steps without walking and reached for me,
All I could do was just wait and stare,

I felt the touch of nothingness,
As she already held my soul captive,

The fact that I wasn’t struggling, caught her mind,
The evil wanted to feed on my pain,

My struggle would give her ride of joy,
But my expression were null and void,

The lady started loosing her grip,
Allowing me a chance to free myself,

I had already given up on everything,
Since I saw her for the first time,

The evil was having no fun with me,
It returned to its own form,

Leaving me alone in the same place,
The evil was gone…

<img class="wp-block-coblocks-author__avatar-img" src="https://www.digitalstory.in/wp-content/uploads/2020/12/IMG_1403.jpg" alt="<strong><em>Hitesh Dubey</em>
Hitesh Dubey

Hitesh Dubey also known as Vairagyi writes short stories in poetic form. This poetry is a short horror poetic story which metaphorically describes about a toxic relationship with an evil entity.

Categories
Short Story

એક હતા કાકા

પતિ પત્ની નો સંબંધ કંઇક એવો હોય છે જે ક્યારેય સમજી શકાતો નથી. થોડો ખાટો તો થોડો મીઠો, થોડો ગળ્યો તો થોડો કડવો, એકબીજા સાથે લડતા ઝગડતા ક્યારેક હાસ્યની છોળો ઉડાડતા બંનેના જીવનયાત્રા રૂપી રથ અવિરત આગળ વધતો રહે છે. એવાજ એક દંપતીની હું અહીં એક વાત રજૂ કરવા જઇ રહી છું


************

પતિ પત્ની નો સંબંધ કંઇક એવો હોય છે જે ક્યારેય પુરે પુરો સમજી શકાતો નથી. થોડો ખાટો તો થોડો મીઠો, થોડો ગળ્યો તો થોડો કડવો, પણ આ બંને જીવો ને એકબીજા વિના ક્યારેય ના ચાલે, એકબીજા સાથે લડતા ઝગડતા ક્યારેક હાસ્યની છોળો ઉડાડતા બંનેના જીવનયાત્રા રૂપી રથ અવિરત આગળ વધતો રહે છે. એવાજ એ

અરે કહું છું સાંભળે છે ક્યાં ગુડાઈ ગઈ છું, ક્યારની બૂમો પાડી     રહ્યો  છું પણ સાંભળતી જ નથી, ઉમંર ની સાથે સાથે તારા કાન પણ ઘરડા થઇ ગયા લાગે છે,આંખના ચશ્માં સરખા કરતા લાકડીના સહારે ઘર ની બહાર નીકળતા નીકળતા ચંપક કાકા એ એમની અર્ધાંગિની સમી ચંપા કાકીને બૂમો પાડતા કહી રહ્યા હતા, તો આ છે આપડી કહાની ના હીરો હિરોઈન ચંપક કાકા અને ચંપા કાકી.

ચોંકી ગયા ને, શું હીરો હિરોઈન બનવાનો અધિકાર યુવાનોને જ છે, પ્રેમ અને ઉંમર ને કઈ લેવાદેવા નથી હોતો મિત્રો, પ્રેમ તો માત્ર દિલમાં વસે છે.

ચંપા કાકી પોતાના વાળ અને સાડી સરખી કરતાં બહાર નીકળે છે એ જોઈ ચંપક કાકા પાછું બોલ્યા, અરે ચાલ ને ભાઈ જલ્દી આ ઉંમરે પણ તને સજવા ધજવા નો શું શોખ છે વળી.
ચંપા કાકી: અરે પણ સાંભળો તો ખરા, હુંતો ખાલી…

ચંપક કાકા: બસ હવે બહુ બોલી તું, આખો દિવસ બોલ બોલ ને બોલ, મારી તો કોઈ વાત જ નથી સાંભળતી, મારી તો કોઈ કિંમત જ નથી તને.

ચંપા કાકી: પણ મને બોલવાતો દો..

ચંપક કાકા: બસ બોલતા જ તો આવડે છે તને બીજું કઈ કામ છે તારે ઘર માં.
આજે કેટલા સમય પછી આપડે રેસ્ટોરન્ટ માં જઈ રહ્યા છીએ અને તને સમય ની કોઈ કિંમત જ નથી.

ચંપા કાકી: ના જોયા હોય મોટા કેટલો ઝગડો કર્યો તમારી સાથે ત્યારે જઈને આજે તૈયાર થયા તમે ક્યાંક બહાર લઇ જવા. અને એ પણ આપડી લગ્ન ની વર્ષગાંઠ છે માટે, બાકી ક્યારે લઇ ગયા છો મને, આપડા દીકરાઓ અને વહુ કેવા દર રવિવાર ફરવા જાય છે અને એક તમે, તમને યાદ પણ છે છેલ્લે ક્યારે ગયા હતા આપડે રેસ્ટોરાં માં.

ચંપક કાકા: જોઈ મોટી રેસ્ટોરન્ટ જવા વળી, પૂરું નામ પણ બોલી શકતી નથી ને નીકળી પડી રેસ્ટોરન્ટ જવા.
ચાલ હવે મોડું થઈ જશે રેસ્ટોરન્ટ બંદ થઈ જશે અને ઘરે આઇને ખીચડી ખાવી પડશે આપડે. તને તો ક્યારે સમયસર પહોંચવાની આવડત જ નથી.

ચંપા કાકી: અરે પણ સાંભળો તો ખરા મને કેમ મોડું થયું, હું તો ખાલી….

ચંપા કાકી ની વાત સાંભળ્યા વગર જ ચંપક કાકા પોતાનું બજાંજ સ્કૂટર નીકાળે છે.

ચંપા કાકી: આ બળ્યું તમારું ફટફટિયું, મને તો ભૈસાબ સરખું બેસતા પણ નથી ફાવતું, એના કરતાં કહું છું રિક્ષા જ કરી લઇ એ.

ચંપક કાકા: લઇ તો હું તને મારા આ ચેતક પર જ લઇ જઈશ, યાદ નથી નવા નવા પરણેલા હતા ત્યારે કેવા આ ચેતક પર ફરતા હતા આપડે, મજાના એ હાથો માં હાથ નાખી ને નદી કિનારે ફરવા જતા હતા અને તું મને કેવી કમરે વીંટળાઈ ને  આજ સ્કૂટર પર બેસતી હતી..

લાજો હવે નથી સારા લાગતા આ ઉંમરે, ચંપા કાકી શરમાતા શરમાતા બોલે છે, અને સ્કૂટર પર બેસી જાય છે.

અને કાકા અને કાકી ની આ સવારી નીકળી પડે છે, પોતાની લગ્ન ની વર્ષગાંઠ માણવા.

શહેર ના એક સરસ રેસ્ટોરન્ટ પાસે આવી ને બંને ની સવારી ઊભી રે છે.
કાકા અને કાકી બંને એક બીજાનો હાથ પકડી એકબીજાના સહારે રેસ્ટોરન્ટમાં પ્રવેશે છે.

કાકા એ એક સરસ ટેબલ રિઝર્વ કરાવી રાખ્યું હોય છે જે સુંદર ફૂલો થી સજાવેલું હોય છે, અને વચ્ચે સરસ નાની હાર્ટ શેપ કેક હોય છે, ચંપા કાકી આ જોઈ ને બહુ જ ખુશ થઈ જાય છે અને ચંપક કાકા ને જોઈ રહે છે, કાકા ધીરે ધીરે મુસ્કુરાઇ રહ્યા હતા.

કાકી ને હાથ પકડી ચંપક કાકા ખુરશી પર બેસાડી દીધા અને સામેની ખુરશી માં પોતે બેઠા. સરસ મજાની કાકી ની પસંદ ની વાનગી નો ઓર્ડર પણ આવી જાય છે, ત્યાંજ કાકાનું ધ્યાન ખિસ્સા માં જાય છે, ત્યાં એમના ચોકઠાંની ડબ્બી ના હતી, કાકા બધા ખિસ્સા તપાસી જોવે છે પણ એ ક્યાંય નથી મળતું.

ત્યાંજ એમની નજર ચંપા કાકી પર જાય છે, એ ચંપક કાકા સામે જોઈ મરમરક હસી રહ્યા હતા. અને કાકી પોતાના પર્સ માંથી કાકા ની ચોકઠાંની ડબ્બી નીકાળે છે, અને હસતા હસતા બોલી ઊઠે છે અરે મારા વહાલા હું તમને ક્યારની એ જ તો સમજાવવા માંગતી હતી કે મને ઘરે મોડું કેમ થઈ ગયું, મને ખબર હતી તમે ચોક્કસ ચોકઠાં ની ડબ્બી ભૂલી ગયા હતા, હું એ જ તો લેવા પાછી ગઈ હતી. સમજ્યા મારા પ્રાણ પ્રિય.

આ સાંભળી કાકા બોલી ઉઠ્યા તો તારે મને પહેલા કેવું જોઈતું હતું ને…

અને બંને ખડખડાટ હસી પડ્યા.કેવી લાગી મારી આ સ્ટોરી, તમારા પ્રતિભાવ જરૂર થી આપશો.


✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

error: Content is protected !!