Categories
Poetry social

Mr. Share bajar✒️

શેરબજારની લાક્ષણીકતા ~ ચંદ્રકાંત ગાલા

જો ‘ખરીદશો’ તો ‘ઘટશે’
જો ‘વેચશો’ તો ‘વધશે’
જો ‘સ્ટોપલોશ’ રાખશો તો ‘પાસ’ થશે…
જો ‘પ્રોફીટબુક’ કરશો તો ‘અફશોશ’ થશે…
જો ‘લોસ’ બુક કરશો તો ‘પસ્તાવો’ થશે….
જો કંઇ જ નહી કરો તો હું જ રહી ગયાની લાગણી થશે……

તો કરવુ શુ ? ? ?
શેરબજાર એટલે ‘અંધારામાં ભૂસકો’ મારવાની કળા.
અહીં વાયર ઉપર એક કાગડો બેસે એટલે બધા કાગડાઓ બેસી જાય.
અને……
એક કાગડો ઉડે એટલે બધા કાગડાઓ ઉડી જાય.

શેરબજારના લોકો આને ‘વક્કર’ કહે છે.

અહીં છીંક કોઈ ખાય અને તાવ બીજાને આવે છે.

*અહીં બુધ્ધિશાળીઓ પૈસા મૂકે છે અને મૂર્ખાઓ કમાઇ જાય છે.*
અહી કામ ‘કરનારા’ કરતાં ‘સલાહકારો’ વધારે છે.

મુકેશ અંબાણી કરતાં રીલાયન્સ વિષે વધારે જાણકારી અને ચિંતા તેના 5 શેર લેનારા રાખે છે.

*શેરબજારની વ્યાખ્યા*
શેરબજાર એ એક એવું ‘માધ્યમ’ છે.
જે ખુબ ‘અઘીરા’ લોકોનાં ‘નાણાં’, ખૂબ જ ‘ઘીરજવાન’ લોકોનાં ‘ખાતામાં ટા્ન્સફર કરી આપે છે.

Categories
Poetry Short Story social

Mahabharat?

પાંચ હજાર વર્ષ પહેલા થયુ’તું એમ કહેવાય છે,
હવે તો દર પાંચ વર્ષે મહાભારત થાય છે.

હવે ક્યાં કૌરવો કે પાંડવો ની વાત છે,
અહીં તો આ બધાની એક જ નાત છે.

કોણ ભિષ્મ, કોણ દ્રોણ ને ક્યાં કૃષ્ણની રાહ છે?
ઘડીમાં રંગ બદલતા કાચિંડાની અહીં ભરમાર છે.

હવે ક્યાં ગુરુ ખાતર અંગૂઠો કપાય છે ?
ગાદી ખાતર ગુરુ ને જ રસ્તા માંથી કઢાય છે.

ભિષ્મની પ્રતિજ્ઞા હજુ આજેય સંભળાય છે,
વચનો બધા હવે ભાષણ પૂરતાં જ પળાય છે.

ધર્મ કે અધર્મની હવે ક્યા આ લડાઈ છે?
કોણ કોને ઉલ્લુ બનાવે તેની હરીફાઈ છે.

દ્રૌપદીની ચીસ બહેરા કાને જઇ અથડાય છે,
અહીં તો ખેંચવાની શરતે જ ચીર પુરાય છે.

સાતમા કોઠા સુધી ક્યાં કોઈથી જવાય છે?
અભિમન્યુ બધા પહેલે કોઠે જ હણાય છે.

વરદાન લેવા ક્યાં ભગવાન પાસે જવાય છે ?
હવે તો વોટ દાન લેવા જ મંદિર જવાય છે.

શીખંડીના મહોરા પહેરી નિકળ્યા છે બધા,
અસલી ચહેરો કોઇનો ક્યાં ઓળખાય છે?

શંખ, ચક્ર, ગાંડીવ ને ગદા ક્યાં વપરાય છે?
હવે તો શબ્દોથી જ યુધ્ધ બધા ખેલાય છે.

કર્ણ ની જેમ હવે ક્યાં દાન અપાય છે  ?
હવે તો પ્રજા પાસેથી દાન લેવાય છે.

ખબર નહીં ક્યારે બનશે આપણું સતનું ભારત?
બાકી અહીં તો ચાલે જ છે ‘મતનું મહાભારત’.

– મારા મિત્ર એ લખેલ 6?

Categories
social Stories

Trully loved once ?part 3

  1. Trully loved once ?part 1
  2. Trully loved once ? part 2
  3. Trully loved once ?part 3

આગળ તમે જોયુ  કે ,?
અંજલિ ને એના ભૂતકાળ ની વાતો યાદ આવે છે ?આ એ વાતો હતી જે એના જન્મ થી પણ અગાઉ બની ચૂકી હતી ?ને હજુ પણ એ એના ભૂતકાળ ને જ વાગોળી રહી હતી.?
હવે આગળ.?
________________________________________________

તો બીજી બાજુ રોનિત રાવત ન લગ્ન જ્યારે ઈશા મહેરા સાથે થયા પછી ધીમે ધીમે ઈશા એ રોનિત માટે એક મોટો ડાંસ એકેડેમી ખોલી? . જેમાં રોનિત બધા નાના બાળકો થી લઈ ને મોટા એક્ટર ને  ડાંસ શીખવાડતો.?


બંને સારું એવું કમાઈ. લેતા હતા.?‍❤️‍?‍? સાથે બંને ને એકબીજા પર એટલો જ ભરોસો હતો જેટલો કે હોવો જોઈએ. !પણ એક દિવસ ઈશા અચાનક ચક્કર આવવા લાગ્યા ને કંઈ વિચારે કે બેડ નજીક પણ જાય એ પહેલાં ?જ બેભાન થઈ ને ઢળી પડી..ઈશા ને જ્યારે હોશ આવ્યો ત્યારે એને જોયું કે રોનિત એની પાસે હતો ને એમના ફેમિલી ડોક્ટર. એ રોનિત ને કઈક કહ્યું ….કે ને સાંભળી રોનિત ના હવ ભાવ j બદલાઈ ગયા…?.

બવ બધું મનાવ્યા ને રિસામણા પછી ઈશા ને ખબર પડી કે એ પોતે ? પ્રેગનન્ટ છે?…..એ તો ખુશ થવા માંગતી હતી પણ એને પોતાને જ ખબર હતી કે એ એનું ને રોનિત નું બાળક નહિ પણ એનું ને બીજા કોઈ નું છે? …જ્યારે બીજી બાજુ રોનિત ને ખબર આપડી કે ઈશા pregnant છે? એને તો.આ વાત ખબર પડતાં જ એ તો જાણે એક અલગ દુનિયા માં પહોચી ગયો હતો.?એને ઈશા ને  આખી એની ચૂમિયો (કિસ)?‍❤️‍?‍? થી નવરાવી દીધી હતી ….એક વખત ની વાત છે ત્યારે રોનિત ને અચાનક જ   બહારગામ જવાનું થયું. ઈશા એ બધો સામાન કેજે રોનિત ને જરૂરી હતો એ બધું એક બેગ માં બેગ માં પેક કરી દીધું.?

થોડા દિવસ માં રોનિત પાછો આવ્યો ને સાથે ઘણા બધા રમકડાં❤️ , કપડા , ને બધા ની શોપિંગ કરી ને આવ્યો.ઈશા તો આ બધું જોઈ ને ભાવુક થઈ ?ગઈ.ઈશા એ રોનિત ની ગેરહાજરી માં પણ રોનિત ની પરવાનગી થી એક મસ્ત એવો રૂમ તૈયાર કરાવ્યો .??

________________________________________________

એમ તો રોનિત નું એ કામ વહેલા પૂરું થઈ ગયું હતું એટલે એને ઈશા ને કહ્યા  વગર જ  એક સરપ્રાઈઝ આપવાનું? વિચાર્યું.એટલે એ એના નિયત તારીખ કરતા વહેલી ઘરે આવી ગયો? .એને આવી ને સૌથી પહેલા ઈશા ના મનપસંદ ફૂલ? નો જુડો ને એમની પહેલી pregnancy ને celebrate કરવા માટે કેક ?લીધી.રોનિત ઘરે આવ્યો ને એક્સ્ટ્રા કી થી ઘર નો દરવાજો ખોલી બધી સમાન અંદર મૂક્યો .?️

ને ઈશા ને બોલાવવા માટે એના રૂમ ના દરવાજા પાસે ગયો . ને એને સાંભળ્યું ??કે , “…તને કેમની સમજવું કે મારું આ આવનારું બાળક આપડા પહેલાં પ્યાર ની નિશાની છે?.     …..તું ભલે એમને રોનિત ના કારણ એ છોડી શકે પણ રોનિત મારો ના ચાહવા છતાં પણ મારો બીજો પ્રેમ છે? , ને મારો જીવન સાથી પણ !? મારા અંદર 2 નાની જાન જીવન પામી રહી છે?. …એક તારી ને મારી નિશાની છે જયારે બીજી મારી ને મારા રોનિત ની???….હું બેમાંથી એક પણ ને છોડવા નથી માંગતી..?…તું સમજતો કેમ નથી તું જો મારો શ્વાસ ?છે તો રોનિત મારી જિંદગી ?છે.  ..રોનિત મારો પ્રાણ છે? …..સારું રહેશે જો  તું મને સમજે તો…?.”ને હજુ વાત કરતા કરતા જેવું પાછળ ફરી , ઈશા એ જોયું કે રોનિત એની સામે બધી ગિફ્ટ ને બધું લઇ ને ઉભો હતો.       ….???

ઈશા ને લાગ્યું કે રોનિત એ એની વાતો સાંભળી નથી ?પણ રોનિત એ કહ્યું ,”કોણ છે એ !?????” ઈશા એ ધીરે રહી ને એને સમજવાની કોશિશ કરી પણ બધું વ્યર્થ?.રોનિત ખૂબ ગુસ્સામાં? હતો એને ઘરનો મોટા ભાગનો સમાન તોડી નાખ્યો??…….ને ઈશા એ જોયું તો …..?

_______________________________________________

તો શું લાગે છે ????
શું થશે આગળ ???
શું  રોનિત ઇશા ને કંઈ કરશે !????

ઘણા પ્રશ્ન હસે પણ જાણવા માટે વાચતા રહો?
trully loved once , ?
-✒️Mayra…..

Tme Mne innsta pr follow કરી શકો છો….@mayra123.5

Categories
social

ઈમાનદારી નો આઈસ્ક્રીમ

નામ એનું રાજુ, આમતો એના માંબાપે એનું નામ રાજકુમાર પાડ્યું હતું પણ એક મજદૂર ના છોકરાને કોણ એના ખરા નામે બોલાવે, એટલે ટુંકમાં એનું નામ રાજુ જ પડી ગયું.

એના માંબાપ નાના ગામથી રોજી રોટી કમાવા આ મોટા શહેર માં આવ્યા હતા, લાખો મજદૂરો ની જેમ એમનું પણ આ શહેર માં કોઈ રહેવાં માટે ઘર નહોતું, એક નવા બનેલા ગાર્ડનની આસપાસની ખાલી પડેલી જગ્યાએ બીજા કેટલાક થોડા ઘણા મજદૂરો ની જોડે એના માંબાપ એ પ્લાસ્ટિકના ટેંટ જેવું ઘર વસાવ્યું હતું.

બધા મજૂરો ની સાથે રાજુના માંબાપ વહેલી સવારે કામ ગોતવા નીકળી પડતાં અને રાજુ એના ભાઈ બહેનો સાથે ઘરે રહી આસપાસમાં રમ્યા કરતો.

એ વસાહત ની બિલકુલ સામે એક મોટુ આઈસ્ક્રીમ પાર્લર હતુ, રાજુ ની નાનકડી આંખોને દૂરથી એ ઠંડક આપતું,નાનકડી ઉંમરમાં એની ગરીબીએ એને એટલી સમજતો આપી દીધી હતી કે એના પિતા એને આઈસ્ક્રીમ ખવડાવી શકે એ હાલતમાં નથી, જ્યાં માંડ માંડ એક રોટલો દૂધ અને સૂકી ડુંગળી ખાવા મળતા અને ક્યારેક તો દૂધ ની જગ્યાએ પાણી માં બોળી રોટલો ખાવો પડતો, ત્યારે આઈસ્ક્રીમ ખાવાના તો સપના જ જોઈ શકે એમ હતો એ, પણ રાજુ ને ક્યારેય એ વાતનું દુઃખ નહોતું.

ક્યારેક રમતા રમતા એ આઈસ્ક્રીમ ની શોપ આગળ પહોંચી જતો ત્યારે અમુક ભલા લોકો એને ગરીબ ભિખારી સમજી આઈસ્ક્રીમ ખવડાવાની ઓફર કરતા, પણ નાનકડા રાજુ ને ક્યારેય મહેનત વગર કોઈ જ વસ્તુ લેવાની મંજૂર નહોતું, એ ખૂબ પ્રેમ થી સામેવાળા ની ઓફર ઠુકરાવી દેતો, એના માબાપે એને મહેનત નો રોટલો ખાતા શીખવાડ્યું હતું. એ લોકો ભીખ માંગવાના બદલે મહેનતથી રોટી કમાવાં માંગતા હતા.

ઉનાળાના એક દિવસે ધોમધખતી ગરમીથી ત્રસ્ત થઈ ગયેલાં લોકો પેટને ઠંડક આપવા એ આઈસ્ક્રીમ પાર્લર પર લાઈન લગાઈ ને ઉભા હતા. નાના નાના ભૂલકાઓ પોતાના માતા પિતાની આંગળી પકડી ને પોતાનો નંબર ક્યારે આવશે અને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ક્યારે ખાવા મળશે એની ઇન્તેજારી માં ઊંચા નીચા થઇ રહ્યા હતા.
રાજુ અને એના ભાઈ બહેન એ શોપ ની છાયામાં રમી રહ્યા હતા, ત્યાંથી પસાર થતા શોપ ઓનર ભાઈના વાલેટ માંથી એક ૨૦૦ રૂપિયાની નોટ ભૂલ થી નીચે પડી જાય છે, એ ભાઈને એની ખબર નથી રહેતી પણ પાસમાં રમતા રાજુની નજર એના પર પડે છે. રાજુ એ તરત ઉપાડી લેછે અને નોટ ને ફેરવી ફેરવીને જોવા લાગે છે. રાજુ ને એક ક્ષણ માટે લાલચ થઈ જાય છે કે લાવને આ મળેલ પૈસામાંથી મારા અને મારા ભાઈ બહેન માટે આઈસ્ક્રીમ ખરીદી લઉ, બાકી અમારા નસીબમાં તો ક્યારેય એ ખાવાનું નઈ બને.

પણ ત્યાંજ રાજુને એના પિતા એ આપેલી શિખામણ યાદ આવે છે કે મેહનત વિના મળેલો પૈસો હરામ નો હોય છે અને હરામ ની કમાઈ આપડા જેવા માણસોને ક્યારે ના ખપે દીકરા.
એટલે રાજુ દોડતો જઈને દુકાન ના માલિકને મળેલા પૈસા વાપસ કરી દે છે.
શોપ ઓનર રાજુ અને એના પરિવાર ને જાણતો હતો કેમ કે એ લોકો ઘણા સમય થી એની આઈસ્ક્રીમ પાર્લર સામે રહી રહ્યા હતા અને એ રાજુ ની  એ વાત પણ જાણતો હતો કે રાજુ ક્યારે ભીખમાં આપેલી વસ્તુ સ્વીકારતો નહિ. રાજુ ની પ્રમાણિકતા થી ખુશ થઈને એ રાજુ અને એના ભાઈ બહેનોને પોતાની શોપ માં બોલાવી ને આઈસ્ક્રીમ ખાવાની ઓફર કરે છે, રાજુ એ લેવા માટે ના પાડવા જાય છે ત્યાંજ શોપ નો માલિક એને કહેછે દીકરા આ આઈસ્ક્રીમ તને ભીખમાં નથી આપતો, એતો તારી ઈમાનદારી નો આઈસ્ક્રીમ છે, પ્લીઝ એ લેવાં માટે ના નઈ કહેતો.

અને રાજુ પોતે કમાયેલા ઈમાનદારી ના આઈસ્ક્રીમ ખાતો ખુશ થઈ જાય છે. શોપ ઓનર નાનકડા રાજુ ની આ ઈમાનદારી પર વારી જાય છે અને વિચારે છે….

લોકો પૈસાથી જ અમીર નથી બની જતા, ઘણા લોકો ભલે તનથી ગરીબ હોય પરંતુ મનથી તો અમીર હોય છે. જ્યારે કેટલાય લોકો પાસે ખૂબ પૈસા હોવા છતાં મનથી તો ગરીબ જ રહે છે. ધન્ય છે એ માતા પિતા જે પોતાનાં નાના બાળકોને ઈમાનદારી ના પાઠ શીખવે છે અને મહેનત મજૂરી કરી ખુમારી થી પોતાનું જીવન વ્યતીત કરે છે.

✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
social

ધારણા

ધારણા કેવો નાનકકો શબ્દ જયારે કોઈનું મસ્ત નામ હોય એવુ લાગે છે. નહી! ” ધૃ ” ધાતુ પરથી ઉતરી આવેલો શબ્દ એટલે આ ધારણા. જેનો અર્થ થાય સંભાળવું, સહારો આપવો. આપણા આષ્ટાંગ  યોગમાં આ એક અવસ્થા છે. જેમાં ચિત્ત કોઈ એક જગ્યાએ સ્થિર કરવામાં આવે છે.
      
    હવે આ યોગને બાજુમાં મૂકી આપણે સૌ એને જિંદગીમાં કેવી રીતે જોઈએ છીએ એ બાજુ નજર કરીએ…… તો આ નાનકડો શબ્દ આખી જિંદગી બદલી નાંખે છે……. ! વ્યક્તિને જોવાનો નજરિયો બદલી નાંખે છે.
      
      આ શબ્દ મેં અને તમે જિંદગીમાં વારંવાર સાંભળેલ છે. આ શબ્દ મારાં એક મિત્રના મોં પર મને વારંવાર સાંભળવા મળ્યો…… એનું એક જ વાક્ય જે મારાં બહુ બધા પ્રશ્નના જવાબ આપી ગયું….  “તને ખબર હું ક્યારેય કોઈને ધારી નથી લેતી…. દરેક વ્યક્તિને જેવા છે એવા સ્વીકારી લઉં. મારી નજરમાં કોઈ સ્ત્રી નથી કે કોઈ પુરુષ નથી…..બસ એક માણસ માત્ર છે. ” શબ્દોમાં કેટલી સ્થિરતા હતી જેને મને આ શબ્દ પર વિચારવા મજબુર કરી.

        આ નાનકડું વાક્ય કેટલી મોટી વાત કરી ગયું. ધારણા ! અંગ્રેજીમાં કહીએ તો Assumption કે Expectations. જિંદગીના મોટા ભાગના પ્રશ્ન જ આ ધારણાથી આવે છે. ક્યારેક સાચું વ્યક્તિ પણ કોઈની ધારણાના કારણે બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે, અરે ભલભલા સંબંધો વિખેરાઈ જતા જોયા છે મેં ! તમે પણ નજર કરી શકશો એક ધારણા ના શું શું પરિણામ હોઈ શકે? વિચાર કરી જુઓ….. તમે આ વાંચો છો એનો મતલબ જ એ છે કે તમે એક ઉલઝેલા સમજદાર માણસ હશો અથવા જિંદગીની આંટીઓ ઉકેલવા કે સમજવા મથી રહ્યા છો.

        હવે મારાં પર આવું તો મારી સૌથી ખરાબ આદત રહેલી તો આ ધારણા…..! હું દરેક વ્યક્તિને ધારી લેતી કે આ સારુ જ અથવા આ ખરાબ. મારી બેસ્ટ ફ્રેન્ડ છે એને મેં મારી જિંદગીમાં બહુ ખરાબ નજરથી ધારેલી. આ એટલે બસ આવી જ! એક બિન્દાસ છોકરી જેને ક્યારેય કોઈની પડી નથી. બસ એ જ પોતાનામાં મસ્ત. કોણ શું કહેશે? શું વિચારશે? કોઈ જ ફર્ક નહી. જે ગમે એ દિલ ખોલી કરી લેવાનું. ઈચ્છા પડી બંક કરી મુવી જોઈ આવવાનું……. હું બહુ નીતિ નિયમોને માનવાવાળી, મેં ધારી લીધું આ કોઈની ના બની શકે. હવે સામે સેમ એને પણ મને સાવ નેરો માઈન્ડ દેશી ગર્લ ધારી લીધેલી. એક આખુ વર્ષ સાથે ભણવા છતાં કામ વગર બોલવાનું પણ નહી…. એકબીજાથી એક અંતર બનાવી રાખતા. એક સમયે અમારાં બે સિવાય અમારાં ગ્રુપમાં કોઈ હતું નહી અમે ત્રણ દિવસ સાથે રહ્યા…… ત્યારે મને તેના બિન્દાસ નખરાની અંદર એક પ્રેમાળ માણસ મળ્યું જે મારાથી પણ સારુ હતું. એ વ્યક્તિ મારી જિંદગીનો અમૂલ્ય હિસ્સો બની ગઈ. વર્ષો થયા પણ હજુ પણ સાથે જ છે એવુ લાગે. મારી ધારણામાં મેં એક વર્ષ તેને ખોટી નજરે જોઈ અને અમૂલ્ય પળો બરબાદ કરી નાખી.

      તમે જોશો કે નાનકડો શબ્દ હું મોટી મુસીબત નોતરી શકે છે. કોઈને ધારતા પહેલા તેની પરખ કરી લેવી જરૂરી છે. ક્યારેક આપણે ખોટા પણ હોઈ શકીએ જરૂરી નથી કે સામેવાળું સારુ જ હોય, ખરાબ પણ હોઈ શકે…..જે તમારો ફાયદો ઉઠાવી શકે છે. આપણને સ્કૂલ અને કૉલેજમાં બહુ બધું ભણાવવામાં આવે છે પણ આ શબ્દ કોઈ સમજાવતું નથી. અને પેદા થાય છે બહુ બધા ભ્રમ……

      કોઈ વ્યક્તિને સારુ કે ખરાબનો લેબલ લગાવનાર આપણે કોણ? ” દરેક સિક્કાની બે બાજુ હોય છે” એક જ બાજુમાં નજર કરવાથી ખોટું જ મળશે. તમારા કઠોળ બની ગુસ્સો કરતા પપ્પાને જ લઈલો….. એ ગુસ્સામાં કેટલો પ્રેમ હોય છે.

     હવે જો તમે કોઈ વ્યક્તિને સારુ ધારી લીધું અને એ ખરાબ છે એ સમય જતા પાછળથી ખબર પડશે તો તમે સમજી શકશો શું થાય! ફરી કોઈને સારા ધારી પણ નહી શકો. જિંદગીભર એ વ્યક્તિની ધારણા દુઃખ આપી જાય.

    કોઈ સારુ નથી કે કોઈ ખરાબ પણ નથી. જો ધારવું છે કોઈને તો બન્ને બાજુ ચેક કરીને જ…. જેથી પાછળથી પસ્તાવો કે દુઃખ ના થાય. અથવા જેવો છે એવો એક માણસ તરીકે સ્વીકારી લઈએ જેથી એ જેવું હોય, સારુ કે ખરાબ આપણને ખબર પડતા કોઈ ઠેસ નહી પહોંચે. કારણ કે તમે કોઈ તેના વિશે ધારણા જ નથી કરી.

      ક્યાંક મેં એક વાક્ય વાંચેલું, પછીથી એને મેં સ્ટેટ્સમાં ઘણા સમય રાખેલું…. “Key of happiness…. no expectations, no demand “

          આજ સમજવું છે….. કોઈ પાસેની અપેક્ષા તમને ધારણા સુધી લઈ જાય છે. ક્યારેક ઇમર્જન્સીમાં તમે કોઈ પોતાના માણસ પાસે હેલ્પ માંગો છો અને એની પાસે સમય નથી… હવે ચાલુ થઈ ધારણા ” મેં તને આવો નહોતો ધાર્યો. સ્વાર્થી માણસ, જરૂર પડે કામ ના આવે એવા સંબંધો શું કામના? ” પણ એવો વિચાર કેમ ના આવ્યો કે એ તમારાથી પણ મોટી મુશ્કેલીમાં હોઈ શકે? તમારા કરતા એને તમારી વધારે જરૂર હોઈ શકે? પણ નહી! આતો ધારણા…… બધું વિખેરાઈ ગયા પછી કઈ નહી મળે….

     મારી નાનકડી જિંદગીમાં જે જોયુ તેના અનુભવો પરથી લખ્યું છે. ક્યારેય કોઈ ધારણા કરવી નહી. ધારણામાં સમય બગાડ્યા કરતા જે ક્ષણ છે એને મસ્ત બની જીવી લઈએ. એમ પણ પછી આ સમય ફરી નથી આવવાનો. મસ્ત બની, દિલ ખોલી જીવી લઈએ આજના આ પ્રકાશને…..!

– ” સંસ્કૃતિ “

Categories
social

બંધ દરવાજા


મારી આજના માતા પિતા ને વિનંતી છે, પ્લીઝ જાગી જાઓ, તમારા બાળકોના દિલ અને મન ના દરવાજા બંધ થાય તે પહેલાં તમારી આંખોના દરવાજા ખોલો.

***************************************

નાનકડો સોનું એની કિટ્ટી પાર્ટી માટે તૈયાર થતી મમ્મી પાસે જઈને કહેવા લાગ્યો, મમ્મી મને આ સબજેક્ટ માં થોડી સમજ નથી પડતી પ્લીઝ સમજાવને.

અરે બેટા સ્કૂલ માં કેમ ટીચર ને ના પૂછ્યું?
મમ્મી લિપસ્ટિક લગાવવામાં વ્યસ્ત થતી બોલી.

મમ્મી પણ મેમ એ હોમવર્કમાં આપ્યુ છે.

તો પછી ટ્યુશન સાના માટે રાખ્યા છે દીકરા, ટ્યુશન સરને પૂછી લેજે, મમ્મી વાળ ઓળવામાં વ્યસ્ત થતી બોલી.

મમ્મી આજે સાયન્સ ના ટ્યુશન નથી અને મારે એમાં જ પ્રોબ્લેમ છે અત્યારે.

અરે બેટા મારે પાર્ટી માં જવાનું ખૂબ મોડું થાય છે, તું તારા ફ્રેન્ડ પીન્ટુ જોડેથી શીખ કંઇક, એ કેવો એનું બધું સ્ટડી જાતે કરે છે, અને કાયમ ફર્સ્ટ આવે છે સ્કૂલ માં, કહેતી મમ્મી નીકળી જાય છે કિટ્ટી પાર્ટીમાં.

પાછળ સોનું બોલે છે, પણ મમ્મી પીન્ટુ ને તો એની મમ્મી પાસે ભણે છે. પણ ત્યાં સુધી ઘરનો દરવાજો બંધ…

******************
આજે સોનું ની સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે છે માટે સોનુ તૈયાર થઈ મમ્મી પપ્પા પાસે જઈ બોલે છે, ચાલ ને જલ્દી ફંકશન સ્ટાર્ટ થઈ જશે, પપ્પા ક્યાં ગયા?
બેટા ડ્રાઇવર અંકલ આવે છે તારી સાથે અમારે એક મિટિંગમાં જવાનું છે માટે સોરી હું અને પપ્પા નહિ આવી શકીએ, પણ તારે ધ્યાન થી દરેક સ્પોર્ટ્સ માં ભાગ લેવાનો છે, પેલા રોહનને જો લાસ્ટ યર કેટલા બધા મેડલ લઇ આવ્યો હતો, તારે પણ એક મેડલ તો આવવો જોઈએ, ચાલ અમે નીકળીએ, તું ડ્રાઇવર અંકલ આવે એટલે ટાઈમ પર નીકળી જાજે.

પણ મમ્મી એ રોહન ના મમ્મી પપ્પા એવરી યર રોહનને ચિયર અપ કરવા આવે છે, જેનાથી રોહન નો ઉત્સાહ વધે છે, તમે લોકો તો કોઈ વખત આવો મને ચિયર અપ કરવા. પણ સોનું ની અવાજ પહેંચે તે પહેલાં એની મમ્મી પપ્પા ના કાર નો દરવાજો બંધ.

*********************

પપ્પા મારી સાથે ક્રિકેટ રમવા ચાલોને પ્લીઝ, આજે સન્ડે છે, સોનું પપ્પા ના ખોળામાં બેસતા બોલ્યો.
અરે બેટા મને આજેતો આરામ મળે છે, અને તો પણ બીઝનેસ ના ઘણા કામ બાકી પડ્યાં છે, તું હવે મોટો થઈ ગયો છે, જાતે રમતા શીખ, આ બાજુ વળી પિન્કી, અમર અને એ બધા ને જો, એ લોકો કેવા રમ્યા કરે છે.
પણ પપ્પા પિન્કી, અમર અને એ બધાને તો ભાઈ બહેન છે બધા, હું તો એકલો છું.
પણ એના શબ્દો પપ્પા ના કાને પહોંચે તે પહેલાં એનાં પપ્પાની  ઓફિસ નો દરવાજો બંધ.

******************

અરે સોનું આ શુ આખો દિવસ ટીવી અને મોબાઇલ જોયા કરે છે , સોનું ને ટીવી જોતા મમ્મી લડવા લાગી.
સુઇજા વહેલા હવે સવારે સ્કૂલ જવાનું છે, પેલા અયાન ને જો કેવો વહેલો સૂઈ જાય છે, અને તું જો??
પણ મમ્મી અયાન પાસે તો એના દાદા દાદી છે, જે એને વાર્તાઓ સંભળાવી સુવડાવે છે. પણ મને કોણ સ્ટોરી સંભળાવે છે, સૂતી વખતે??
પણ ત્યાં સુધી તો સોનું ના રૂમ નો દરવાજો બંધ.

તે સાથે જ સોનું ના દિલ નો દરવાજો પણ બંધ થઈ ગયા હશે..


*****************
મિત્રો મારે પહેલા આ એક નાનકડી સ્ટોરી માં લખવું હતું પણ પછી આમ અલગ અલગ ઘટના પરથી એજ કહેવા યોગ્ય લાગ્યું કે તમારા બાળકોની સરખામણી બીજા બાળકો સાથે કરતા પહેલા શું આજના માતા પિતા પોતાની સરખામણી કરવાનું ભૂલી રહ્યા છે?
બાળકોને જિંદગીની રેસ માં હારવાનું શીખવવાનો બદલે કેમ એમને આમ ફક્ત જીતવાનું શીખવે છે???

મારી આજના માતા પિતા ને વિનંતી છે, પ્લીઝ જાગી જાઓ, તમારા બાળકોના દિલ અને મન ના દરવાજા બંધ થાય તે પહેલાં તમારી આંખોના દરવાજા ખોલો.

તમારા મંતવ્યો જરૂર આપશો..

✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
social

ફુગ્ગોપપ્પા મને બઉ ભૂખ લાગી છે કઈ ખાવાનું ખવડાવો ને, સવારે પણ ખાલી તમે થોડા બિસ્કિટ ખવડાવ્યા હતા, હવે તો નથી રહેવાતું. જલ્દી કંઇક પેટ ભરાય એવું કંઇક ખવડાવો હવે.

બેટા આ બાકી રહેલા થોડા ફુગ્ગા વેંચાઈ જાય એટલે એના પૈસાથી જરૂર તને ખવડાવું હો, મારા વહાલા દીકરા બસ થોડી રાહ જોઈ લે.

આ સંવાદ શહેરની એક પોશ રેસ્ટોરન્ટની બહાર ફુગ્ગા વેંચવા ઊભા રહેલા બાપ અને એના દીકરા વચ્ચે ચાલી રહ્યો હતો ત્યાંજ એક લક્ઝુરિયસ કાર એ બાપ દીકરાની આગળ આવી ને ઉભી રહી હતી, એમાંથી નીકળતા ધનવાન દંપતીના કાન પર આ સંવાદ ટકરાયો, એક અણછાજતી હીનતા ભરી નજર નાખી બંને પોતાના નાનકડા દીકરાને સડસડાટ લઇ ને રેસ્ટોરન્ટ માં લઇ ને ચાલ્યા ગયા.

જ્યારે એ ધનવાન દંપતી ભરપેટ જમી પોતાની અમીરીનો ઓડકાર ખાતા બહાર નીકળે છે, ત્યારે અચાનક એમનો બાળક રડવા લાગે છે, એ જોઈ એના પિતા એને ઊંચકી વહાલ કરવા લાગે છે અને રડવાનું કારણ પૂછે છે, રડતો બાળક એની કાલી કાલી ભાષામાં ફુગ્ગો ફુગ્ગો કરતા પેલા ફુગ્ગાવાળા તરફ ઈશારો કરે છે, દીકરાને ફુગ્ગા માટે રડતો જોઈ એનો પિતા તરતજ એ ફુગ્ગાવાળા પાસે જઈ એની પાસે થી બધા જ ફુગ્ગા ખરીદી લે છે. એ સાથેજ ચાર નાની આંખો ચમકીં ઊઠે છે.

અને પોતાની લક્ઝુરિયસ કાર માં બેસતા એની માં વિચારવા લાગી કે ક્યારેય આમ ફુગ્ગા લેવા માટે ન રડતો એનો દીકરો આજે કેમ આમ ફુગ્ગા માટે જીદ કરી રડી પડ્યો??


✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

error: Content is protected !!