કરુણ અંત 1

karun ant

મારા પ્રિય વાંચક મિત્રો, “પ્રથમ” મારા “પ્રણામ”. “દ્રિતીય” “પ્રતિલિપિ”, “વહાલસોયા વાંચક”, “કોઈક”, “હેત” બધાને હૃદય સહઃ “આભાર”.

આ “કૃતિ” “વાર્તા” “કથા” “નોવેલ” ગમે તે કહો ચાલશે. મે મારી “અમલ”માંથી પ્રથમ “અંશ” એવો “સંઘર્ષ” રજૂ કર્યો. “લખાણ”માં ઘણી “ભૂલો” થઇ. સાચું કહું તો મારી પાસે “અનુભવ” “શુન્ય” છે. મારી પાસે “બે અઘરા કામ છે, એક તો “સુંદર લખાણ” અને બીજું “અમલ”માથી “વાર્તાને” “છુટ્ટી” પાડવી.

મને “વાંચવા”નો “અનુભવ” ઘણો. એટલે વાર્તાને “પૂરતો” ન્યાય આવપો એ સરળ છે. “પણ” વાર્તાને અલગ રીતે રજૂ કરવી “કઠણ”.

“અમલ”ને “અંગત” રાખીને તેના “ટુકડા” “રજૂ” થઇ રહ્યા છે. તમને “વાંચવા”માં “તકલીફ” ન થાય “માટે” મે “વચ્ચે વચ્ચે” થોડા “ખુલાસા” કાર્ય છે. “બધી” વાર્તાને “કોઈ” એક “વ્યક્તિ” અથવા “પ્રેમી જોડા” આધારિત “ઘડવાની” કોશિશ કરી છે, તમને ગમશે એવી અપેક્ષા સાથે.

આ “વાર્તા” “વિશે” વાત કરુ તો, આ વાર્તામાં એક “કિરદાર” “અવિનાશ” કે જે “અમલ”માં ઘણું “વજન” ધરાવે છે, તેના વિશે લખવામાં આવી છે. “અવિનાશ” એ “સંઘર્ષ” એટલે કે (આ વાર્તામાં) “અનંત”નો “અંત” રોકવા મારી “અમલ”માં “પ્રવેશે” છે અને, બીજુ “અનંત” અને “સંતવાણી”ની “લાગણી”નો “દરિયો” જેમાં “સમાય” એવી તેની “લાડકી” દીકરી “વનિષા”, આ “વાર્તા”માં મુખ્ય છે. ટૂંકમાં “આ વાર્તા “અવિનાશ” અને “વનિષા” બંને “વચ્ચે” ખીલેલા “પ્રેમ” ઉપર લખવામાં આવી છે.

જેટલું “વજન” અવિનાશનુ છે તેટલું વજન વનિષાનું છે. આ વાર્તામાં “અવિનાશ” કે જે “અનંત”ના અંતને રોકવામાં જજુમતો હોય, ને ક્યાંક તેના વિનાશને રોકતી અને તેના જીવનની આગળ “અ” લગાડતી “વનિષા”નો ઉલ્લેખ થયો છે.

આ વાર્તાના “અંતમાં” “ટિપ્પણી” “પ્રતિબંધિત” છે. કેમકે મને “વાર્તા” સરસ છે, તેના કરતા વધુ રસ, વાર્તા “”””””કેવી રીતે લખાઈ”””””” છે તેમાં રસ છે.

માટે મિત્રો “મને” તમારા “અમૂલ્ય” જેનું મૂલ્ય હું જીવનભર આંકી નહિ શકું, તેવા “”””””અભિપ્રાય””””””” ની “ખાસ” “જરૂર” છે.

તમે વાર્તાના “અંતમાં” સરસ, મસ્ત, મજા પડી, તેવી “ટિપ્પણી” ન દર્શાવશો. પણ “ભૂલ” અને માત્ર “ભૂલ” જે “લખાણ”માં થઇ છે, ક્યાંક “શબ્દો ખૂટી પડ્યા”, ક્યાંક “વાક્ય બંધ બેસતું નહિ”, ક્યાંક “શબ્દો ખોટા મુકાય ગયા”, ક્યાંક “વર્ણન” નાતું જામતું, વગેરેને “અભિપ્રાય” રૂપે દર્શાવશો. તેવો “વિનમ્ર” અને “વિનંતીભર્યો” “આગ્રહ” રાખું છું.

તમે “વાંચક” છો. એટલે “લેખક”ની “ભૂલ” દર્શાવવી, તે “તમારી” “નૈતિક” “ફરજ” અને “મૂળભૂત” “અધિકાર” છે. જે હું તમને “ખુલ્લા” મને, અને મોટા “હૃદય” સાથે “આપું” છું. “તમે” તમારા “અધિકારનો” ઉપયોગ કરશો, અને “નૈતિક” “ફરજ” બજાવસો એવી “અપેક્ષા” રાખું છું.

તમારું “સ્વાગત” કરુ છું, “અવિનાશ અને વનિષા”નો સુવર્ણકાળ દર્શાવતી કથા “અ”વિનાશમાં.

લેખક અમલ, પણ “પ્રથમ” એક “વાંચક” “અમલ”.

અવિનાશ,
ખુબ જ સોહામણો, તેજસ્વી અને ગુણવાન વ્યક્તિત્વ ધરાવતો છોકરો. ઉમર આશરે કંઈક 23 વર્ષની આજુબાજુ. પરિવાર થોડો માધ્યમ વર્ગીય પણ તેના માં બાપે કોઈ દિવસ પોતાના વહાલસોયા દીકરા પર “વ્યવસ્થા” નથી, નો પડછાયો ન પડવા દીધો. અને તેનો શ્રેય માત્ર અવિનાશની માં ને જતું. ગજબનુ “ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ”. કહેવાય માન્દ્યમ વર્ગીય પણ છતાં લક્ષ્મી તેના ઘરમાં હસ્તી રહેતી. અવિનાશના પપ્પા પણ ગજબની સૂઝબૂજ ધરાવતા. આમ અવિનાશના માં બાપની “અરેન્જ મેરેજ” પણ “મેરેજ” ના “અરેન્જ” થયા પહેલા બંને પાસે “ઠોકર”નો અનુભવ.

એટલે પહેલા બંને વચ્ચે “સમજણ” બની,  પછી “સમજૂતી”,  બાદમાં “લાગણી” જન્મી અને આખરે “પ્રેમ”.  બસ બંને “પ્રેમી પંખીડા” જ સમજીલો.

માતાના સંસ્કારોનુ સિંચન “અવિનાશ”ની રગ-રગમાં. એવું જ, પિતાનો કોઈ દિવસ ન ખસે એવો “ટેકો” આપતો હાથ અને કોઈ દિવસ “ખૂટે” નહિ તેવું “પાલન-પોષણ”. બંને માટે “એક નો એક”, પણ “લાડકો” નહિ,  એ થી પણ વધે એવો મહત્વનો પોતાના “વૃદ્વ કાળ” માટેનો “સ્તંભ”,  છતાં કયારેય “સ્વભાવ” “જિદ્દી” ન બની જાય તેવી રીતે પોતાના “વહાલસોયા”નુ “જતન” કર્યું.

એટલે જ તો, “માં બાપ” ના એ “જતન”ના લીધે, પોતે “સ્થિર”,  સમજણનો “અધ્યાય”. “સ્વભાવે” થોડો “ગંભીર”, પણ “પરિસ્થિતિ” પ્રમાણે “વર્તન” કરવાનો “અભિનય” જાણતો.

માં ના સંસકરે “લાગણી”ઓની “કદર” કરતા શીખવ્યું, તો બાપે “પરિસ્થિતિ” સામે “લડતા” સમજવ્યું. માં એ “સ્ત્રી”નુ “સન્માન” કરતા શીખવ્યું, તો બાપે “સ્ત્રી” ની “કિંમત” સમજાવી.

23 વર્ષનો “અવિનાશ” જાતે “ભવિષ્ય” નક્કી કરતો થઈ ગયો. “માં બાપ” ની સલાહ-સૂચન ખરા જ, પણ આખરી “નિર્ણય” પોતાને લેવાનો એવો બાપનો “ટેકો”.

12 સાઇન્સની પરીક્ષા પછી “સિવિલ એન્જીનીઅર” બન્યો હતો. પણ પોતાના “નિર્ણય” પ્રમાણે આગળ “માસ્ટર” કરવાની “ઇચ્છા” જાહેર કરેલી. બાપનો “ટેકો” મળ્યો. પોતે સામાન્ય એવા બેન્કમાં “ક્લાર્ક” હતા. “લોન” લીધી અને પોતાના “વહાલસોયા” જીવને મોકલ્યો “અમદાવાદ”. એક એવું શહેર જ્યાં “બધું” જ ભૂલી જવાય. “આંખો પર “ચમક”ની “પેટ્ટી” લાગી જાય. ગમે તેવો “માણસ” અહીં આવીને “પોતાને” જ “ભૂલી” જાય. “વાર્તાનો” મુખ્ય “નાયક”, “પૈસા” રૂપી “લોહી” રગ રગમાં લઈને ફરતા “કુત્રિમ માનવ” વચ્ચે પહોંચી ગયો હતો.

બીજી તરફ મુખ્ય “નાયિકા” “મૂળ” “અમદાવાદ”નુ જ “લોહી” એટલે “જન્મતા” જ “કુત્રિમ માનવ” (ખરેખર “નાયિકા” નો પરિચય આપવાની જરૂર છે ખરી? કેમ કે “અમદાવાદી”ને આખું “ગુજરાત” શુ આખું “ભારત” ઓળખે છે. તો પણ ચાલોને “પરિચય” કરાવી આપું બસ.) “સ્વરૂપે” જન્મી હતી. ઉંમર કહી શકાય 22 પુરા કરી ચુકી હતી ને 23 ની થઇ જવાની હતી.

“વનિષા” નામ જ “બસ” છે. “જેવું” નામ એવો જ “ઠાટ”. “શહેર”ના અથવા “ગુજરાત”ના???.. ના ના, રુકો જરા એક મિનિટ મારી “કલ્પના”ઓની “ઉડાન” માટે મારે “ગુગલ” રૂપી “દાનવ” માંથી ખુજ જ “ઉંચુ” પદ “શોધવું” પડશે. સારું ચાલો ફરી મારી “કલ્પના”ઓની “કથા”માં.

“વનિષા” નામ જ “બસ” છે…..  “ફોરવર્ડ”. “વનિષા”, “એશિયા-યુરોપ” “ખંડ”ની “સારી”માં “સારી”. અને “જગવિખ્યાત” “કન્સ્ટ્રક્શન” કંપની”ના “માલિક” એવા “અનંત વાર” (વાર એક કાલ્પનિક અટક છે) ની “એક” ની “એક”  “લાડકી”, “વહાલસોઈ”, “કાળજાનો કટકો” (વગેરે વગેરે શબ્દો ન મળે) એવી “દીકરી” અથવા “અનંત” માટે “લક્ષ્મી” સમાન.

ખરેખર મહિનામાં “એકવાર” તો દુનિયાના “કોઈક” ખૂણે ફરવું જ પડે, તેના વગર ચાલે જ નહિ એવી “વનિષા”. “બાપ”ના પૈસે “લીલા લહેર” કરવાની “મજાજ” બીજી.

“વનિષા” સ્વભાવે “પોતાને” “રાણી” સમજતી. એટલે “અભિમાન”નો અનંત “દરિયો”. “રસ્તે” વાગતો “પથ્થર” બીજી જ ક્ષણે “દળાઈ” જતો.

“વનિષા”ને “ના” ન ગમતું. જીવનના છેલ્લા “ચાર” વર્ષથી તેના “પહેરવાના” કપડાં “રિપીટ” નથી થયા. “પૈસા” પાણીની જેમ “વહાવતી” આ પોતાને “રાજકુમારી” નહિ સીધી “રાણી” જ સમજતી.

પણ તેનામાં “એક” ખાસિયત”, “કામની” “વસ્તુ”ને “જતી” ન કરે. “આખરે ગઈ તો “બાપ” પર. પણ માતા?

અરે માતા તો “અપ્સરા”. માની “સુંદરતા” વનિષાને  “કુદરતે” ભેટ કરી હતી. પણ પણ.. “એક” મજાક કર્યું “કુદરતે”. ડાબા “ગાલ” પર નાનુ એવું “જન્મેલા” બાળકની “કુમળી” “હથેળી” જેવડું “લાખું” “પધરાવી” દીધું હતું. પછી કુદરતે પણ “શાંતિ” અનુભવી હશે. કોઈની “નજર” ન લાગે એટલે આ “કુદરતી” “કાળો “ટીકો” જરૂરી હતો. તમે જોશો તો એમ જ લાગે “દિલ ગાર્ડન ગાર્ડન” થઇ ગયું.

“વનિષા” મગજે થોડી “ગરમી” ભરાવીને “ફરતી”. પણ તે “મગજ” “ભણવા”માં ન “ચાલતું”. એટલે એમ “પાસ” થઇ જવાય એટલું તો “ચાલતું”

બાપના “અતિ” “લાડ”થી બગડેલી “વનિષા”, પોતાની “માં”ને પોતાની “પ્રિય સખી” માનતી. આમ “ગરમ મિજાજી” છોકરી હંમેશા “પોતાની સખી”ના “કેન્ટ્રોલ”માં રહેતી. બંને વચ્ચે “તાલમેલ” અને “પ્રેમ” ઉપરથી “માં” ની સમજાવટ એટલે “પોતાની” “મર્યાદા” જાણતી.

આખી દુનિયામાં “ભણવા” જઈ શકે, પણ “પોતાની સખી” વહાલી હતી એટલે “કુત્રિમ માનવી” ના શહેર “અમદાવાદ” માં જ ભણવાનું નક્કી કર્યું.

12 સાઇન્સ તો “માંડ-માંડ” “1” “ફૂડળી” સાથે પાસ કર્યું. પછી “સિવિલમાં બાપાએ પોરવી દીધી. એમાં પણ “માંડ-માંડ” “પાસ” થઇ. હવે માસ્ટરમાં “અનંત”નુ જોર તેને “સારી” કોલેજમાં “પ્રવેશ” મેળવવા “કામ” લાગ્યું.

કેમ છો વાંચક મિત્રો? અહીં સુધીનુ વર્ણન તમને સારું લાગ્યું હશે એવી અપેક્ષા રાખું છું. વાર્તામાં દર્શાવવામાં આવેલ “અનંત” બીજું કોઈ નહિ “આપણો “સંઘર્ષ જ છે. અને માતાનું નામ દર્શાવ્યું નથી, “વનિષા”ની માતાનું નામ દર્શવતા ભૂલી ગયો પણ ચિંતા ન કરશો આગળ તમને જણાવી આપીશ. વનિષાની માતા બીજું કોઈ નહિ પણ “સંતવાણી”(ટૂંકમાં “વાણી”) જ છે. અને વનિષાનુ નામ પણ “વાણી” જ છે. આ વાર્તા “અમલ” નો દ્રિતીય “અંશ” છે.

જરૂરી એવા ફેરવાર કરીને મે આ પ્રેમ કથાને થોડી અલગ રીતે રજૂ કરવા પ્રયત્નો કર્યા છે. “બંને”ના પરિચય તો તમને આપી દીધો. હવે જ આપણી “સુંદર” “પ્રેમ કથા” ચાલુ થાય છે. ગુજરાતી ટાઈપિંગ ધીરે ધીરે મને ફાવવા લાગ્યું છે. પણ 100 ટાકા નહિ એટલે કદાચ ભૂલ પડે તો “માફ” કરશો. કેમ કે “આ મારી દ્રિતીય જ રચના છે”. ચાલો વાર્તાની શરૂઆત કરીએ. બેસ્ટ ઓફ લક.

અમદાવાદ.

“આહ, શુ વાત છે. વરસાદ!!!!” વનિષાએ સવાર સવારમાં આંખો ખોલી જ હતી કે સીધી પોતાના ટેરેસ પર જવા દોટ મૂકી. “યે… યે… વરસાદ… આવ રે વરસાદ..”

“અરે.. પણ પડી જઈશ મારી પરી!!!” અનંત છાપું વાંચવાનું પડતું મૂકીને ભાગ્યો તેની પાછળ. “વાણી, દીકરા પડી જઈશ ઉભી રહે.”

ડેડી, જોવો પહેલો વરસાદ.” વનિષા ટેરેસ પર પહોચીને હાથ પહોળા કરીને ગોળ ગોળ ફરી રહી હતી. “વાઉઉ, ડેડી કેટલી મજા આવે છે જોવો તો ખરા”

“તું મારુ માનીશ નહિ પણ છીક ખાતા ખાતા મારો શર્ટ બગાડવા બેસીસ” અનંત હજુ બહાર નહતો આવ્યો, ત્યાં ટેરેસના દરવાજા પાસે ઉભા ઉભા જ પોતાની વહાલસોઈ “લાડલી” પર અતિ મીઠો મીઠો ગુસ્સો કરી રહ્યો હતો. “જો પછી મને ન કેહતી, કે ડેડી નાક બંધ થઇ જાય પછી મજા નથી આવતી.”

ડેડી, જાવ, હું તમને બોલાવીશ જ નહિ.” વરસાદમાં થોડીવાર મન મૂકીને પલાળી લીધા બાદ “નીતરતી” જ નીચે ઉતારતી હતી. “મમ્મા, જોવો ને ડેડી મને ખીજાય છે.

“અરે મારો કાળજાનો ટુકડો, તું જોતી જા તારા ડેડીને ઘરમાંથી કાઢી મુકું બસ” વાણી ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગયેલ અનંત સામે મરક મરક હસતા બોલી. “હવે નીકળી જાઓ મારો ઘરથી. મારી જીવથી પણ વ્હાલી લાડલીને ખીજાતા તમને જરા પણ શરમ ન આવી?”

“સાચે બસ જો હવે ચાલ્યો જાવ છું. પોપટ, મારો બધો સામાન ગાડીમાં મૂકી દે. હવે તો મારે મારુ ઘર છોડવું જ પડે. “પરોઠાનું એક બટકું ઘળી સહ ગોઠવીને મોં માં મુકતા પોપટ સામે જોઈને ઈશારો કર્યો. પછી સહેજ વનિષા પર નજર કરી.

ડેડી, ખોટા નાટક ન કરો, સમજ્યા? અને તમને ખબર છેને મને વરસાદ કેટલો ગમે છે.? તો થોડીવાર ભીંજાઈ ગઈ તો શુ મોટી આફત ફાટી પડશે.” વનિષા અનંત સામે આંખ જીણી કરીને બોલી. “આજે પહેલો દિવસ છે કોલેજનો. તમારે મુકવા આવવું પડશે”.

“બેટા, મારી પરી સાચું કહું છું, તું માનીશ નહિ પણ આજે પહેલીવાર, પહેલાવાર મે અને તારા મમ્મા એ વિચાર્યું કે આજે તારા પ્રથમ દિવસે તને કોલેજ મુકવા હું નહિ તારા મમ્મી પોતે આવે. આફ્ટર ઓલ, તેનો પણ હક બને કે નહિ?” અનંત બધું પડતું મૂકીને પોતાની લાડલી પાસે જઈને ગોઠણ પર બેસ્યો. “તારા મમ્માને પણ હક મળવો જોઈએ, રાઈટ?”

“આહ હા, જોવો તો મમ્મા, આટલી ચાસણી તો મારી ચામાં પણ નથી હોતી, એટલી આજે ડેડીના ગાળામાં છે” વનિષા અનંતના થોડા સફેદ થઇ ગયેલા વાળને સહેલાવતી હતી. “નો પ્રોબ્લેમ ડેડી, હું સમજી શકું.”

“થેંક્યુ બેટા, આજે હું પણ થોડો દુઃખી છું. મે ઘણી ટ્રાઈ કરી પણ પહેલીવાર મારા સમયે મને સાથ ન આપ્યો.” અનંત પોતાની લાડલીના કોમળ હાથ પોતાના જ ગાલ પર ફેરવી રહ્યો હતો. “ડોક્ટરને મળીને જ કોલેજથી ઘરે આવજે. મને ખબર છે, સાંજ સુધીમાં તારી તબિયત હતી નતિ થઇ જવાની છે.

કોલેજના રસ્તામાં, બને માં દીકરી કમ, બહેનપણીઓ વાતુંના પડારા કરતી હતી….

“મમ્મા, મારે એક વાત કહેવી છે.” વનિષા થોડી સંકોચાય ગઈ. “હું જાણું છું, તું ચિંતા ન કર. પહેલીવાર આવું જ ફીલ થઈ. પછી બધું ર્નોમલ થઈ જશે.” વાણી પોતાની વ્હાલાસોઈ દીકરીની વ્યથા જાણતી હતી. કેમકે તે પણ આ સમયમાંથી પસાર થઇ ચુક્કી હતી. તેને વનિષાના હાથ પર હાથ રાખ્યો. “કોલેજમાં તારા પપ્પાનું નામ સહેજ અલગ રીતે સૂચવ્યું છે, જેથી તને તકલીફ ન થાય. તું સમજે છે ને મારી જાન?”

“મમ્મા, હું જાણું છું. આ દુનિયાથી તમે મને થોડી વાકેફ કરી છે. અને એટલે જ આજે થોડો ડર લાગે છે.” વનિષા પોતાનું કોલેજ બેગ ચેક કરતી હતી. તેનું ધ્યાન પોતાની ડાયરી તરફ ગયું. બેગમાંથી કાઢ્યા વગર જ તેને, તે ડાયરીના મખમલી પૂઠા પર હાથ ફેરવ્યો.

“હમ્મ, હું અને તારા ડેડી તારી સાથે જ છીએ. એ હંમેશા યાદ રાખજે હોને દીકરા. ” ગાડીમાંથી ઉતારીને પોતાની વહાલસોઈ એવી કાળજાના કટકાને ગળે વળગાડી લીધી.

વનિષા છૂટી પડીને “ક2” શોધતા શોધતા લોબીમાં ધીરે ચાલી રહી હતી.

વાણી ગાડીના ખુલા દરવાજા પાસે ઉભી હતી. કોલેજના ગેટમાં પ્રવેશતા એક સોહામણા ચેહરા તરફ તેની નજર ગઈ.

મરૂન ફૂલ સ્લીવ, કોલર ટાઈપ ટીશર્ટ પણ બાહને કોણી સુધી ખોસી રાખી હતી. ક્રીમ કેઝ્યુઅલ પણ ફોર્મલ લાગતું કોટનનુ પેન્ટ. એક હાથ ખીચામાં અને એક હાથની બે આંગળીને બેગના નકૂચમાં પોરવીને ખભા પર અવળો હાથ સેટ થયેલો હતો. એક દમ જૂની સ્ટાઈલમાં “ટાઇટેનિક” ના હીરો જેવા જ વાળ. બસ કલર સખત કાળો. પગમાં તદ્દન વાઈટ સૂઝ. ધીમી પણ ટટ્ટાર ચાલ જાણે એક એક કદમ ગણતો હોય. ચેહરા પર સહેજ ડોકું કાઢતી “ચિંતા”. કપાળ પર તંગ રેખા જાણે ઊંડા વિચારમાં ખોવાયેલો હોય તેમ પ્રતીત થતું હતું.

તે ધીરે ધીરે પોતાની ગાડી પાસેથી નીકળ્યો. ગાડી તેના રસ્તામાં આવતી હોય તેમ “સહેજ કમરથી પોતાના શરીરને વાળ્યું”. “આહ,  શુ અદા છે.” વાણીના મનમાં ઉદગાર પ્રવર્ત્યું. થોડો આગળ ગયો ત્યાં તેને પોતાનો એક હાથ ખિસ્સામાથી કાઢીને પોતાના “ડી’કેપ્રિઓ” સ્ટાઇલના વાળ સરખા કર્યા. આ શું? “હાથ કાઢવાની સાથે જ તેના ખિસ્સામાથી એક ઘળી કરેલ કાગળ નીચે પડી ગયો, પણ “સાહેબ”નુ ધ્યાન ન હતું.”

પોતાની ડિજિટલ “રિઅલમી” વોચમાં તેને ટાઈમ જોયો. પગલાં “વાવાજોડા”ની જેમ ઉપાડ્યા. હજુ વાણી તે કાગળ પકડે અને તેને “સોંપે”, ત્યાં તો તે એટલો આગળ નીકળી ગયો કે “બેટા તારા ખિસ્સ્માંથી કાગળ પડી ગયો છે” વાણીના શબ્દો માત્ર તેને જ સંભળાયા.

વાણીએ કાગળ ખોલ્યો. “ક1” વર્ગનો છોકરો હતો. નામ? “અવિનાશ અક્ષા”. વાણીના ચેહરા પર એક લહેર દોડી “રાજકોટ” વાંચીને. તેને ગાડીનો દરવાજો બંધ કર્યો. અને ધીમા પગલે કોલેજ બિલ્ડીંગના “એન્ટ્રસ” માં દાખલ થઇ.

“ક4… ક3… ક2.. ” વાણી સહેજ અટકી. તે રૂમના દરવાજે આવીને અંદર નજર કરી, તરત “મમ્મા” શબ્દ સંભળાયો. વાણીએ ત્યાં ઉભેલ પ્રોફેસર સામે નજર કરી. પ્રોફેસર સમજી ગયા હોય તેમ. “વનિષા, જા બેટા તમારા મમ્મીને કશુ કામ છે”. પ્રોફસર બોલીને પોતાના બૂકના પૂઠા ખોલવા લાગ્યા.

“હા, મમ્મા,  શુ થયું કઈ ભુલાઈ ગયું?”. વનિષા વાણીનો હાથ પકડીને તેને દરવાજાના આડે સુધી ખેંચી ગઈ.

અરે ના બેટા, આમ જો. તું તારા લેક્ચરથી ફ્રી થાય ત્યારે આ કાગળ જે છોકરાનો છે તેને સોંપી દેજે ને!!!” વાણી કાગળ વનિષા સામે ખુલો કરતા બોલી.  “મમ્મા, આ આ તો ક1 કલાસનો લાગે છે, ના ના, એવા ભણેશ્રી કિતાબી કીડાઓના ક્લાસમાં જવું એટલે ભડકે બળતી ભઠ્ઠીમાં જવું!! હું કઈ નઈ જવાની”. વાણી હજુ કાગળ પર બધી માહિતી વાંચી રહી હતી.

તું તો સાવ તારા ડેડી પર ગઈ છો. ” ભણવાની મજા શુ એ તું ક્યારે સમજીશ મારી પરી!!!” વાણીએ વનિષાના ગાલે ચીંટિયો ખણ્યો. “તેના માટે જરૂરી છે બેટા આ કાગળ. મારુ એટલું કામ નહિ કરે જીગરીજાન?”

મમ્મા તું બ્લેકમેઇલ પર ઉતારી ગઈ છો” વનિષાએ પગ પછાડ્યો અને કાગળ લઈને ક્લાસમાં જતી રહી. “”અવિનાશ અક્ષા” માય ગોડ 97.19%? ભારે હોશિયાર લાગે!!!! સાઇન્સમાં આ ફિગર એટલે “ઉચ્ચ કોટિનું સ્થાન ધરાવતો વિદ્યાર્થી. “ટ્રાવેલિંગ, ડ્રોઈંગ, હે હે આ શું “ખતરો કે ખેલાડી”? અરે આવું કોણ લખતું હશે પોતાની હોબીમાં. સાવ પાગલ લાગે છે. “રાજકોટ” ઓહ હો. પપ્પાનું શહેર.” વનિષા ક્યારની તે કાગળ ખોલીને બેન્ચ પર મૂકીને નજર દોડાવી રહી હતી.

“મે આઈ કમિંગ સર?” વનિષા ચોથા લેક્ચર પછી ક1 ક્લાસના દરવાજે ઉભી હતી. “ઓહ વનિષા, બેટા આવ આવ. બોલોને શુ કામ છે” પ્રોફેસર વનિષાને ઓળખતા હતા. “અવિનાશ અક્ષા” તેને કાગળને પ્રોફેસરના ટેબલ પર મૂક્યું પછી નજર ઉંચી કરીને જોવા લાગી કોણ છે તે “ઉચ્ચ કોટિનો વિદ્યાર્થી”.

અવિનાશ ઉભો થઈને થોડો ધીરે ધીરે આગળ વધ્યો. “બેક બેન્ચર?” નીચે જોઈને પ્રોફેસરના ટેબલ પરનો કાગળ ઉઠાવ્યો અને “વેરી વેરી થેંક્યુ” તે કાગળપર નજર કરીને ચાલ્યો ગયો. “માય પ્લેઝર” વનિષાને કઈ ફેર ન પડ્યો. તેને છોકરાઓમાં રસ જ ક્યાં હતો. “સ-સ્મિત” પ્રોફેસર સામે વહેરતી ચાલી નીકળી. “અરે બેક બેન્ચર છે. નક્કી પરીક્ષામાં ચોરી કરી હશે.” તે કોલેજના ગેટ પાસે આવીને સહેજ ડાબી બાજુએ પડેલી “બ્લેક bmw કારનો દરવાજો ખોલીને બેસી ગઈ”.

વાણીએ મોટી બધી “મુસ્કાન” પોતાની દીકરીનું સ્વાગત કર્યું. “મારી પરી!!! ઉફ તારુ આ “નેચરલ ગિફ્ટ” જોયને કેટલી ખુશી થાય. “એ જ ગિફ્ટમાં નાનુ એવું “ખંજન” આહ મારા ચંદનો ટુકડો” પોતાની દીકરીને વળગી પડી. “અરે પેલું કાગળ તે સોંપી દીધું?” વાણીએ તેના ચેહરા પર ધ્યાનની નિરીક્ષણ કર્યું. “હા મમ્મા, આપી દીધું”.

“અરે કઈ પણ ફેરફાર નહિ? તેને છોકરાને જોયો હશે કે નહિ? કે બીજા દ્વારા અપાવી દીધો હશે!!!!” “એક દમ અનંતની કોપી”. પણ પણ પેલા છોકરાએ વનિષાને જોય હશે ને” વાણીના ચેહરા પર આછું સ્મિત રેલાય ગયું. વિચારોના “છેલ્લા” વાક્યથી.

બેટા, ઓ બીજી વાણી, ચાલ જમી લઈએ!!!! પોતાના મમ્મા ની બૂમ સાંભળીને “મખમલી ડાયરી પર ચાલતી કલામ અટકાવીને પોતાના “ડ્રોવર” ના સિક્રેટ ખાનામાં મૂકી દીધી.” ચેહરા પર સ્મિત અને ગાલ પર કુદરતની ભેટ. ઘડીભર તો અનાયાસે વનિશાનુ ધ્યાન સામે અરીસા પર ગયું. “અવાચક”

ડેડી, જોવો મને કઈ નથી થયું.” ટેબલ પર ગ્લાસના ટેક સાથે પોતાનો ફોન સેટ કર્યું હતો, સામે અનંત વિડિઓ કોલ પર પોતાની બંને “વાણી”ને નિહાળતો હતો. “કેવો રહ્યો આજનો પહેલો દિવસ દીકરા” સામે છેડે અનંત પોતાના ચશ્માં ઉતારીએ હોટલ બેડના બાજુમાં પડેલા ટેબલ પર મુક્યા.

“નાખી દીધા જેવો, સાવ બોરિંગ કોલેજ છે ડેડી. પહેલા દિવસથી જ ભણાવાનું ચાલુ કરી દીધું.” પોતાના હાથની કોણીને ટેબલ પર ગોઠવીને તે હાથ પર પોતાનો ચેહરો ઢાળતા એક અણગમા સાથે કહ્યું. “થાય, થાય. તારા ડેડી તો બેગ પણ ન લાવતા પૂછ” વાણી હસી પડી.

“હા અને અમુકતો પહેલા દિવસથી જ લાઈન મારવાનું ચાલુ કરી દે” અનંત બેડ પર આડો પડ્યો. “આવો સોહામણો ચેહરો જોઈને ગમે તેના દિલમાં સંગીત વાગવા લાગે. તો મારા દિલમાં વાગ્યું તો શુ ખોટું.” વાણી વનિશાના ચેહરાનુ નિરીક્ષણ કરી રહી હતી. “પણ તને ખબર બેટા, અમુકને તો રસ જ ન હોય બોલો. આવો રૂપનો કટકો સામે હોય તો પણ પોતાની દુનિયામાં મસ્ત રહે”

“હા, હવે વનિશાના ચેહરાના ભાવ બદલાયા”. વાણી વાક્યો ગોઠવતી હતી. “એ તો સારું કર્યું. હું એક પરફેક્ટ લવર હતી. અને એ પણ “પ્રથમ પ્રેમ”, બેટા જીવનની બસ એ એક જ ક્ષણ હું રોજ યાદ કરી લવ. તો પણ થાકતી નથી”

વનિષાના નેણ ઉંચા થયા. આંખોમાં રહેલી કિકી પહોળી થઇ મતલબ “તે વિચારી રહી હતી” એક પલકાર ન પડ્યો. એટલી ખોવાય ગઈ. વાણીના હોઠ પર સ્મિત હતું. તે સ્ક્રીન સામે જોઈને નેણ નચાવી રહી હતી. “ચાલ બેટા હવે હું સુઈ જાવ. ચાલ દિક ગુડનાઈટ અને ડેડી લવ્સ યુ શો મચ” અનંત ચેહરા પર એક અસીમ ખુશી લઈને ઊંઘી ગયો.

વાણી વિચારોમાં મગ્ન હતી. “કાલે જાવ પ્રિન્સિપાલ પાસે. મળી તો લઈએ શુ છે શુ નઈ”. અનંતની તો કોઈ ચિંતા નથી. બસ વનિષાનું “અભિમાની” વ્યક્તિત્વ… અરે રે…  આ અનંત પણ…  બગાડી નાખી છે સાવ. આમ સમજણી પણ “મારકણી ગાય”. છોકરાનું તેજ “અમૂલ્ય” હતું. વાણી ક્યારે નિંદ્રાધીન થઇ ગઈ તેને પણ ખબર નહિ. અને હા “વનિષા” “કુમ્ભકર્ણ”ની મોટી બેન હો. “નો ટેન્શન, નો અટેન્શન, નો થીંકીંગ..  મોજમાં રહેવાનું મન પડે તે કરવાનું રાતે સુઈ જવાનું” વનિશા તો ગાઢ ઊંઘમાં હતી.

સમય વહેતો ગયો…… 

જોતજોતામાં પહેલા સેમેસ્ટરની મીડ આવીને ઉભી રહી. ખરું ટેન્શન તો હવે ચાલુ થયું હતું. “આપણી વનિષા, ઢગલાનો ઢ હતી.” 2 મહિના દરમિયા બધાને “વનિષા” નો પરચો થઇ ગયો હતો “ધ્રુજારી પ્રિન્સિપાલના પગ સુધી નઈ સીધી ટ્રસ્ટી સુધી પહોંચતી.” ક્લાસમાં ગમે ત્યારે આવવું. ગમે તેમ બોલવું, ગમે તેને ઉતારી પડવો કે ઉતારી પડાવી.

એકવાર વાત “કમિશનર ના છોકરા” સુધી પહોંચી ચુકી હતી. “ત્રણ કાળઝાર થપ્પડ ખાઈને કમિશનરનો છોકરો ખાઈ ચુક્યો હતો, કારણ? “ફ્રેન્ડશિપ નુ પ્રેસર” અને એ પણ વનિષા ઉપર?.

અશક્ય, “કમિશનરે 2 થપ્પડ વધુ ચોળી દીધી હતી, ‘નાલાયક આગ સાથે ન રમાય, તે બધાને બાળી મુકશે. ‘ “દૂર રહેજે તે છોકરીથી” તેનો ઓર્ડર છૂટી ચુક્યો હતો”. પણ અવિનાશ? “અરે તે પોતાના સપનામાં સેટ હતો. પોતાની આ બધાથી દૂર એક રૂમમાં મોટી શીટ લઈને ‘માપ’ લેવામાં મશગુલ”

બાય જાનુ” વાણીએ પોતાની કારનો દરવાજો ખોલ્યો. “પ્રફુલ્લિત, આહ,  શુ વાત છે. આટલો ખુશ? આજે તેની ચાલ થોડી અલગ કેમ હતી?, દૂરથી હોઠ ફફડાવતા આવે છે. મતલબ? હમ્મ ફોનમાં વાત ચાલુ છે. ‘પણ કોણ હશે ફોન પર?’. વાણી વિચારોમાં હતી અને તે બાજુમાંથી પસાર થયો. “હા મમ્મી, બધી તૈયારી એક દમ ટાઇમસર ચાલે છે. આ વાખે તો 9 ઉપર લાવીશ જ જોજે”

“હાશ!! તેની મમ્મી જ હતી” વાણી રાહતનો શ્વાસ છોડતા ગાડીનો દરવાજો બંધ કર્યો. “પણ મારી પરી કેટલા લાવશે? “પાસ” થાય તો પણ સારું.” વાણી વીલા મોંએ પોતાના હોલના સોફા પર બેઠી.

“ભણવામાં અત્યંત “જ્વાલનશીલ”. તેની મમ્મી હાઉસવાઈફ “મારી જેમ”. પપ્પા સ્ટેટ બેંકમાં “ક્લાર્ક”. 3 લાખની લોન લઈને તેના પપ્પાએ તેને અહીં “ભણવા” મોકલ્યો છે. “ક્લાસમાં તેનું પર્ફોમન્સ “ઉત્તમ” છે. “ક્રિએટિવ” માઈન્ડ છે. “કામ” સિવાય એક પણ “શબ્દ” નહિ. “હંમેશા” “નીચી” “નજર”. “એકલવાયો” અને “ખાસ” વાત “એક પણ “મિત્ર” નહિ.” વાણી શબ્દશઃ અનંત સાથે બેડરૂમમાં ખોળામાં રહેલા પતિના વાળ પર હાથ ફેરવીને જણાવી રહી હતી.

“તે હોશિયાર છે, અને આપણી પરી “ઢ” છે તને ખબરને?” અનંત પત્ની કમ “પ્રેમિકા” સાથે સોનેરી ક્ષણ વિતાવી રહ્યો હતો.

“મારી “પરી” ભલે ઢ રહી, પણ તે સાચવી લેશે. “સ્વભાવ” તેનો એવો છે કે “ઉંચનીચ” નો “ભેદભાવ” નહિ કરે”. વાણી ગાલ પરની લટને તેની “જગ્યા” એ ગોઠવતા બોલી.

“પ્લાનિંગ કર કંઈક. પછી મને જણાવ. તારી “નજર” હજારો પથ્થર માંથી “હીરા”ની પરખ જાણે છે, એટલે મને તારા ઉપર વિશ્વાસ છે. વળી તેના “માં બાપ” પ્રેમની ઠોકર ખાઈને બેઠા છે. એટલે “મંજૂરી” મળે તેના “ચાન્સ” નહિવત છે” અનંત પોતાનું માથું વાણીની છાતીમાં સંતાડીને સુઈ ગયો.

“મે આઈ કમિંગ સર” અવિનાશ પ્રિન્સિપાલની ઓફિસના બારણે ટકોર કરતો હતો. “અરે બેટા તારે પૂછવાનું ન હોય, તારા જેવા વિદ્યાર્થીઓને મારી પાસે આવવાની પરવાનગી ન મંગાય, બેસ બેસ ચાલ ફટાફટ” પ્રિન્સિપાલ પોતાની ખુરસી પર આવીને બેઠા. થોડું વધુ ઉમેર્યું “ઉલટાની અમારે પરવાનગી જોઈએ તને મળવા માટે”

અનંતે સ્ક્રીન પરથી “નજર” ઉંચી કરીને અવિનાશ પરના ચેહરા પર માંડી. “અનકંફટેબલ, ફીલ કર્યું તેને મતલબ “અભિમાન શુન્ય”. “પ્લીઝ સર તમે મને શરમાવશો નહિ” છાતી પણ હાથ રાખીને અવિનાશે “માફી” માંગવાના અર્થે બોલ્યો. “ખરેખર બેટા, તારા જેવા વિદ્યાર્થીનો સમય કેટલો “કિંમતી” છે તે “બેઠેલા વ્યક્તિ” જાણે છે.” પ્રિન્સિપાલે અનંત સામે ઈશારો કરતા કહ્યું.

“પ્રશ્નાર્થ” નજર? “હેય “અવી” ગ્લેડ ટૂ સી યુ.” અનંત એ હાથ લાંબો કર્યો. “અવિનાશ સર, અવિનાશ અક્ષા” હાથ મળ્યા. “સોરી અવિનાશ, આઈ થિન્ક યુ ડોન્ટ લાઈક” અનંત પોતાની નજર અવિનાશની આંખમાં પોરવતા બોલ્યો.

ના સર, સવાલ પસંદ ન પાડવાનો નથી. બટ મારા મમ્મી પપ્પા સિવાય કોઈ મને મારા “હુલામણા” નામથી નથી બોલાવતું એટલે, હું થોડો અનકંફર્ટ થઇ ગયો.” તેને પોતાની દિલગીરી વ્યક્ત કરતા કહ્યું. “અરે બેટા, નો પ્રોબ્લેમ.” અનંતે સ્મિત વહેરીને પ્રિન્સિપાલ તરફ જોયું.

“બેટા, આ જગવિખ્યાત બિલ્ડર “અનંત વાર” છે, મારા જુના મિત્ર. તેમને ટેલેન્ટેડ “છોકરાઓને” સ્પોન્સર કરવાનો બહુ શોખ. આજે એ વિદ્યાર્થીઓ વિશે જાણવા આવ્યા હતા. વાતમાંથી વાત નીકળી તો મને તું યાદ આવી ગયો. એટલે થયું લાવ તમને મેળવી દવ” પ્રિન્સિપાલે પોતાની વાત પુરી કરે. “ચેહરા પર “એક પણ બદલાવ નહિ? ખરેખર?, આ છોકરો મને ઓળખે છે કે નહિ” અનંત “આશ્ચર્યમાં” ગરકાવ થઇ ગયો. સાથે સાથે પ્રિન્સિપાલ પણ.

“ઉત્તમ કર્યા છે, તમારો શોખ “લાજવાબ” છે. પણ સર!, મારા કરતા પણ સારા વિદ્યાર્થી છે. અને તેમને વધુ જરૂર છે.” તેને પહેલા અનંત તરફ નજર કરી “ઠરેલી મુસ્કાન” પછી પ્રિન્સિપાલ સામે જોયું “એક્સપ્રેસન ચેન્જ” શુ વાત છે “અભિનય” કરી જાણે છે “પરિસ્થિતિ પ્રમાણે “દરેક” સેકન્ડે. અનંત વિચારમાં ગરકાવ થઇ ગયો.

“સારું બેટા, મે તારુ ક્રિએટિવ માઈન્ડ જોઈને મારા મિત્રને સારું સજેશન કર્યું છે. આગળ તો તે જ વિચારવાના. તું જઈ શકે છે દીકરા” પ્રિન્સિપાલ સાહેબ ઉભા થઈને અવિનાશના ખભે હાથ મૂકીને બોલ્યા. “મને સપોર્ટ કરવા માટે થેંક્યુ સર” અવિનાશે છાતી પર હાથ રાખીને હૃદયશઃ આભાર માનીને ચાલતી પકડી.

આ બધી વાતોથી બે ખબર. વનિષા કેન્ટીંગના કાઉન્ટર પાસે ઉભી ઉભી પેમેન્ટ કરી રહી હતી અને અચાનક “હ હ હ..  છી” પાછળ ફરીને કોઈક છોકરાની છાતીમાં પોતાની છીક છોડી. તે બે ખબર હતી કે પાછળ કોઈક ઉભું હશે. “ઓહ સોરી મીસસસ…  ” તેને ઉંચી નજર કરી. સામે અવિનાશ!!!! પણ તેની નજર વનિષા પર ન હતી. “આટલી નજીકથી કોઈ વ્યક્તિ પસાર થાય તો પણ માણસને ખબર પડી જાય. પણ અવિનાશને તો જાણે આંખો હતી જ નહિ. ” વનિષા થોડીવાર સામે જોતી રહી.

“પણ આ શું? કઈ જ પ્રત્યુત્તર નહિ? “આટલી “સુંદર” છોકરી “સામે” ઉભી છે છતાં “નજર” ન કરી “મારા” પર?. હશે છોડને તેને શુ ફેર પડવાનો “કિતાબી કીડો”” વનિષાએ ચાલતી પકડી.

“અરે મમ્મા, આજે શું થયું ખબર? પેલો કિતાબી કીડો છેને અવિનાશ કરીને. “વાણીના કામ ચમક્યા, રસોડામાં હાથ અટકી ગયો” હું જયારે કેન્ટીંગમાં પેમેન્ટ કરતી હતીને ત્યારે મને અચાનક છીક આવીને તો હું પાછળ ફરી છીક ખાવા ગઈ તો તે મારી પાછળ જ હતો. મે તો તેની છાતીમાં છીક ચોપડી દીધી.. હા..હા.. ” વાણી રસોડામાં આવી પહોંચી.

“પછી શુ થયું” તેને પોતાનો હાથ ધીમેથી ચલાવ્યો. “પછી શુ, તેને તો ખબર પણ ન હતી. મે તેને સોરી કહ્યું પણ સાંભળ્યું કે નહિ એ તો નથી પણ મારી સામે નજર પણ ન કરી. “કિતાબી કીડા” ને હોશિયારીનું “અભિમાન” છે.” વનિષાએ બોટલ મૂકીને ફ્રીઝ બંધ કર્યું.

“તેને અભિમાન ન કેહવાઈ, “ડાહ્યો” છોકરો કેહવાઈ. તારા પપ્પાએ પણ મારી સામે ક્યાં જોયું હતું? અને પહેલા પણ તું કાગળ આપવા ગઈ હતીને ત્યારે તો તારી સામે જોયું હશે ને!” આજે તેને પોતાના સવાલનો જવાબ મળવાનો હતો તેમ તે એક એક વાત સરખી રીતે ગોઠવીને બોલી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!