હમેશ થાકેલી હું તારા પાસે આવુ અને કૈં કહેવા પહેલા જ
મારા મૌન ને તું વાંચી લે છે ને…
ત્યારે સમજાય કે ..તારુ હોવુ કેટલુ જરુરી છે.
સબંધોમાં આવતી અડચણોમાં હવે મેં પીછેહઠ કરી લીધી છે..
માણસ જાત ને પહોંચવુ ખરેખર અઘરુ છે…
ક્યારેક તો મને વિચાર આવે કે ..
આ જન્મદિવસે મારા નામે મુકાતા અવનવા caption અને tags બધાને એજ દિવસે યાદ આવે??
એ બધુ તો ઠીક હવે તો એમ થાય કે સબંધીઓ કોણ છે એ જાણ પણ હવે દિવાળી ના રામ રામ માટે રીંગ આવે ત્યારે ખબર પડે..
પણ આપણા બન્ને વચ્ચે એવુ ક્યારે કૈં બન્યુજ નથી ને… અને બનશે પણ નઈ હો .
રોજ મારા વિચારો હું તારી સમક્ષ લાવીશ..
રોજે રોજ મારી વ્યથા તને જણાવીશ
મારી આંખો માથી વહેતા આંસુ છે ને એ પણ તારી સામે આવીને છલકાઇ છે.
મન ને મોકળાશ પણ તારી હાજરીથી થાય છે..
અને સાંભળ તારી ગેરહાજરી મને બીમાર કરી દે છે..
હું મારી માનસિક્તા ગુમાવી બેસું છું જો તું હાજર ના હોય તો…
તને ખ્યાલ તો હશે કેટલા જુના હિસાબો તારી પાસે ચુકતા કરું છું
મારી વાતો .. મારી ચિંતા … મારી ફરિયાદ આ બધુજ જણાવામાં તારો વિચાર તો ક્યારે આવ્યોજ નહિ …
એ માટે માફી હોને.,!!
જીવનના દરેક પ્રસંગે તારી હાજરી મને જોઇએ છે..
અને તને ખબર છે ને…
તારુ હોવુ એજ મારી ઓળખાણ છે..
તારા વગર મારુ અસ્તિત્વ હમેશ અધુરુ રહેશે
પોતાપણા નો લાગણીનો ભાવ તારા સાથે જોડાયેલ છે
ગમે તેટલી હું પોતાને વ્યસ્ત રાખી લઊ ને આ મુવી, સીરીઝ કે સોંગ કે પછી ફરવામાં તોય તારા પાસે ના આવું ત્યા સુધી હળવાશ કે શાંતી અનુભવાતીજ નથી ..
આ છેલ્લા 7 થી 8 વર્ષનો જે સંગાથ છે એ આજ રિતે બન્યો રહે તો સારુ
મારી અકળામણના લીધે જાણે કોઇ વસ્તુ ઘા કરી હોય એમ તને કેટલીક વાર તરછોડ્યાનો અફોસોસ રહ્યો છે..
મારી સામે તું બળીને રાખ થઈ જાય ત્યારે તને પોતાની બાહોશમાં ના લઈ શકવાનો વસવસો આજીવન રહેશે…
Purple તકીયા વગર જેમ ઉંઘ ના આવે એમ તારા વગર તો ઉજાગરા જ થાય છે
કેટલાય મારા વિચારો , મારી વાતો , મારા સુખ દુખ તે સાંચ્વ્યા છે અને મારા જીવનનો જે ભાર તે ઓછો કર્યો છે.
તે માટે તારો જેટલો આભાર માનુને ઓછો જ છે…
મેં મારી લાગણીઓ ને તારા સફેદ પાનામાં જાંબલી રંગથી જે રિતે ગોઠવ્યા છે…
એ રીતે કદાચ મારા સ્વપ્ન મારા વિચારો મારા સબંધો ને ગોઠવી શકી હોત તો સારુ હોત ને..
પણ સારુ છે ને સમય જતા બદલાતા સબંધો અને લોકોમાં તારુ હોવુ અને અક્બંધ રહેવુ મને ગમ્યું…
તારી સાથે વાત કરવા મેસેજ કે ફોનની ગરજ નથી પડતી…
તારી પાસે તો લાગણીઓ ઠલવવાની જ હોય ને…
જીવનના દરેક પ્રસંગ તારા પાને ઉતારુ અને તને શણગારુ ..
એવી મારી ઇરછા છે,.
મારી પ્રિય ડાયરી ??

3 replies on “તું છે તો સારુ છે… ??”
ખૂબ સુંદર અભિવ્યક્તિ.. ડાયરી સાથેની કેટલી સુંદર અનોખી લાગણી જોડાય છે..તે અહી છલકાય છે..??
Very good and nice
Amazing words, it always touches my heart ❤️