એક છોકરી છે
એના છે કેટલાય સપના
અને એ સપના જોડાયેલા છે એકથી પણ વધારે વ્યક્તિ સાથે….
એને ભાગવુ છે..
ચાર દિવાલમાં રહેલ તિરાડમાંથી પહેલા પાંખ કાઢી
પછી દબાવેલા વિચારોને ભેગા કરીને
એને ઘરમાંથી બહાર જવુ છે.
પણ એને નડે છે પુરુષનો સ્વભાવ…
એને વાતો કરવી છે
છત પર બેસી ને,
કોઇ એવી વ્યક્તિ સાથે
જે એને સમજે અને સમજાવે
એની પાસે બધુજ છે..
મિત્રો ,પરીવાર , ગમતી વ્યક્તિ,
પણ એને નડે છે વ્યસ્તતા.
એને રસોઇ પણ કરવી છે
નવી વાનગીઓ અને નિવેધ કરવા છે
એને જોઇએ છે એવો સાથ
જેને એ સ્વાદ ગમે માત્ર જમવાનું નહી.
એને કલાકો સુધી ફોન વાપરવો છે
એને ગમતા અપડેટ મુકવા છે
એને પણ ગેમ રમવી છે અને
અવનવા કેપ્શન મુકવા છે
પણ સમાજ ની વાતો ના ડરમાં
એની વાતો દબાઈ જાય છે
એ જે લોકો સાથે જોડાયેલી છે એ બધા માટે
એ ઉપવાસ કરશે
શણગાર સજશે.
માંડવે બેસશે
ફેરા ફરશે
ગર્ભ ધરશે
સહન કરશે
જતુ કરશે
સેવા કરશે
એને પોતાનાં માટે એના સપના માટે પણ જીવવુ છે..
એને કાર્યો કરવા છે
પણ માત્ર ઘરના નહી
એને શાળા કોલેજ મા પણ
કાર્યરત રહેવુ છે
એને ને પત્ની બનવુ છે
પણ માત્ર ધર્મ નીભાવી નહી
એના સપના સાથે જીવીને..
એને માં બનવુ છે
પણ માત્ર પુત્રની નહી
જે બાળક ગર્ભમાં છે એની.
એને સબંધો સાંચવવા છે
પણ માત્ર જતુ કરીને નહી
પોતા માટે બોલીને
એને મર્યાદામાં રહેવુ છે
પણ માત્ર લાજમા નહી
લજ્જાની સાથે.
એને જીંદગી જીવવી છે
માત્ર જાનવર થઈ ને નહી
પણ માણસાઈની રીતે.
એને એની ઓળખ બનાવી છે
માત્ર અભિમાન સાથે નહી.
પણ સ્વાભિમાન સાથે.
એને અવસર ,ચોપડા ,પરીવાર ,નોકરી ,લાગણી,ઘર ,સપના બધુ જ સાંચવતા આવડે છે.
માત્ર સંસ્કાર નહી એને ડિગરી પણ મેળવતા આવડે છે.
એને ઉંબરો, દિવાલ ,આંગણું ,ઓસરી બધુજ ગમે છે બસ કોઇ એને પુરી ના રાખે ત્યાં સુધી.
એને ચાલવા દો.. જીવવા દો..
એ બધુજ પાર પાડશે
એને પગલું તો ભરવા દો..
એને શોપિંગ કરવી છે
એને જન્મદિવસ ઉજવવો છે
એને સ્વજનોને ગિફટસ આપવા છે
ઘર ને શણગારવુ છે.
પણ પોતાના પૈસાથી
હાથ લંબાવતા બધુ મળી જશે
એને પણ ખબર છે
પણ એને હાથે કમાવુ છે
માંગવું નથી પણ મદદરુપ થવુ છે
એને થવા દો..
એ છોકરી એટલે
હું,તું અને આપણા જેવી ઘણી..
તારી નજરમાં જેટલી છોકરી એ બધીજ.

2 replies on “એક છોકરી ?”
વાહ ખુબ સુંદર ????
અદભૂત?