આ વાર્તા મારી કલ્પના થી રચાયેલ છે મારી આ વાર્તા ને બીજા કોઈ લેખકને વાર્તા થી સંકલિત કરવી નહિ.તો તૈયાર થઈ જાઓ…એક જાદુના સફર માટે….આપની સમક્ષ મારી એક નવી જ કલ્પના પ્રગટ કરું છું . આશા છે આપને પસંદ આવશે ને જો પસંદ આવે તો follow કરી આપના પ્રતીભાવ આપવાનું ચૂક્તાનહિ. તો તૈયાર થઈ જાઓ એક જાદુના રહસ્ય થી ભરેલા સફર ને માણવા…:)
*************************
“આકાશ માં બવ બધા વાદળો વચ્ચે માયા નગર નામે એક શહેર હતું . આજુબાજુ પંખી ઓનો કલરવ હતો કારણ કે આ શહેર એ જમીન પર નહિ પરંતુ આકાશ માં વાદળો પ્ર બનવામાં આવ્યું હતું.શહેર નું બાંધકામ કરનાર એ એ શહેર ને બીજા બધા થી છુપાવી નાખ્યું હતું.એટલે ભર થી જોતા એ વાદળ j લાગતું.પણ હકીકતમાં એ જ વાદળ એ દુનિયા ના જાદુઇ વિદ્યા નું સ્થાપક શહેર હતું.

એ શહેર એના નામ મુજબ જ માયા થી ભરપુર હતુ. નાના થી લઈને મોટા દરેક કામ એક માટે રૂપી magic થી કરવામાં આવતા. એ માયા નગર ની સંસ્કૃતિ તે સો હજારો વર્ષ જૂના લોથલ અને હડપ્પાની સંસ્કૃતિને તાલ મેળવે અથવા એમ કહો એને પણ ટક્કર મારે એવો એક આધુનિક રચનાઓ વાળુ નગર હતું .

માયા નગરની શરૂઆત એક સુંદર એવા મોટા દરવાજા થી થતી હતી. આ દરવાજો પણ એક જાદુ થી બનાવેલો હતો ભલભલા જાદુગરી એ આકાશી દુનીયા થી અનજાન હતા..ખરેખર તો મયાંગર એ માયા ને છાયા એમ બે બહેનો એ મળીને બનાવેલું શહેર હતું.માટે એ સારી ભાવના ધરાવતી જાદુગરની હતી .ને એમ કહો કે પૃથ્વી પર જાદુ ની શરૂઆત કરનાર જ માયા હતી.
“
ઉહુ ઉહુ ઊહુ…. હાક થું….થું….કરીને કોઈ એ પહેલાં ઉધરસ ખાધી ને પછી મોમાં આવેલ થૂંક થુકી નાખ્યું….”લો દાદા પાણી પીલો” એ નાનકડા ભૂલકાં જેવા હાથ થી કબીર એ એના દાદુ ને પાણી આપ્યું.
દાદુ ને એક સાથે બહુ બધી ઉદરસ આવી.વર્ષો જૂની એ જ બીમારી.ગમે તેટલા દવાદારૂ કરાવ્યા પણ એની અસર થોડો સમય રહેતી ને પછી ફરીથી એ જ થઈ જતું.
કબીર એના દાદા ના મન ની વાત જાણે જની ગયો હોય એમ બોલ્યો…”બસ બસ દાદા, આજ હવે તમે આરામ કરો, બાકીની આગળ ની કથા પાછી કહેજો.”
“સારું દીકરા , હવે મને આરામ કરવા કીધું 6 તો મારે મારા કબીર ની વાત માનવી તો પડશે જ ”
ત્યાં જ ઘર માંથી અવાજ આવ્યો – ..”કબીર ooo કબીર…ચલ હવે , અખો દિવસ દાદુ ને આરામ કરવા દેતો નથી.બિચારા દાદુ થાક્યા હશે ચલ હવે…..જલદી થી સૂઈ જા દીકરા….”
આ હતો કબીર નો નાનકડો પરિવાર.પિયુષ નામના દાદા , પહમ નામે પિયુષ ને માયુ નો દીકરો. ને પંક્તિ નામે વહુ એટલે કે આપડા પહમ ની પત્ની…. .પિયુષ દાદુ ના પત્ની એટલે કે કબીર ના દાદી વર્ષો પહેલા…જ્યારે પહમ 5 વર્ષ નો હતો ત્યારે…..જ આ દુનિયા છોડી ગયા હતા.