” દિલ મેરા દેખો, ના મેરી હેસિયત દેખો…. ખબર છે આ જ હતું એ સોન્ગ્સ જેના પર આપણે ડાન્સ કરેલો….”
“હા પણ હવે મને આવી બાબતોમાં કોઈ જ રુચિ નથી ” બોલતા અદિતિનો ગોરો ચહેરો લાલ ઘુમ થઈ ગયો.
” એ જોગમાયા હું ક્યાં પ્રેમની વાત કરું છું? આતો યાદ કરું છું….સારી યાદો યાદ કરવાથી ખુશી મળે, અને આપણે ક્યાં કઈ ખોટું કર્યું છે તો વગર કારણે ગુસ્સો કરે છે? “
” જવાદે એ બધું ચલ આપણે કોઈ પ્લાનિંગ કરીએ જ્યાં કોલેજના સૌ મિત્રો સાથે મળી એક દિવસ એન્જોય કરીએ. બોલ શું કહેવું છે તારું? “
” સારો જ વિચાર છે આપણે આપણા ફ્રેન્ડ સાથે વાત કરીએ….બધા એકબીજા સાથે જોડાયેલા જ હશે. તો બધા સાથે મળીએ ક્યાંક………..બરાબર ” બોલતા રાજન ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો એની આદત પ્રમાણે. ” કોલેજનો એ છેલ્લો દિવસ…..બધા લાસ્ટ ટાઈમ એ પાર્ટીમાં બહુ મજા કરેલી અને ત્યાં જ અદિતિ….. ” આગળ વિચારો કરે તે પહેલા જ અદિતિ બોલી….
” જો અભય ના આવવો જોઈએ…”
” પણ કેમ? ” અચાનક જ વિચારોમાંથી ઝબકી રાજન બોલ્યો.
” બસ…..મને એને જોઈ પ્રેમ થઈ જાય છે એટલે…. ખબર છે છતાં પૂછે છે. મને લાગે…. સાંભળીવાનો થયો છે મારાં મોઢાની ” ગુસ્સો કરતા અદિતિ બોલી.
” કેટલો ગુસ્સો કરે છે પાગલ…. ” હસતા રાજન બોલ્યો.
” બસ હવે પતિદેવ વાતો મુકો અને કોઈ પ્લાનિંગ કરો. “
” હા, યાર મને બહુ ઈચ્છા થઈ છે બધાને મળવાની….ચલ કંઈક કરીએ….” બોલતા રાજન બહાર જતો રહ્યો.
બહાર હિંચકા પર બેસી એ બધાને ગ્રુપમાં મેસેજ કરી ક્યારે મળવું એ નક્કી કરી રહ્યો હતો. બધા બે વર્ષમાં પોતપોતાની લાઈફમાં સેટ થઈ ગયા હતા. પણ હજુ સ્વભાવે એવાને એવા જ હતા. જિંદગીનો આ કોલેજનો સમય બહુ મસ્ત હોય છે પણ દરેક સમયની કિંમત તેના વહી ગયા પછી જ થાય છે. અહીં સૌએ મળવા નક્કી કર્યો એક સ્પેશ્યલ ડે….અને બધા સાથે મળી રાજને અદિતિ માટે બર્થડે પાર્ટી પણ એના તરફથી પ્લાન કરી.
આખરે ખુબ તૈયારી કરી અને આવી ગયો એ દિવસ 14 ફેબ્રુઆરી અને સંજોગ વસાત રવિવાર પણ હતો તો સૌ સમય કરતા પહેલા આવી ગયા અને પોતાની જુની વાતો કરતા હસી રહ્યા હતા…..એકબીજાની મજાક ઉડાવતા, છુટા પડ્યા ત્યારે કેવા હતા અને અત્યારે કેવા બની ગયા એકએક બદલાવ જોઈ હસી રહ્યા હતા. કૉલેજમાં મોટી મોટી વાતો કરતા અત્યારે જયારે અત્યારે સૌ જવાબદારી ના બોજ નીચે કચડાઇ રહ્યા હતા. હસતા ચહેરાઓ પાછળ ક્યાંક મસ્તી ખોવાઈ ગઈ દેખાઈ…
દરેકની હસી પાછળની મૂંઝવણ જોઈ રાજન બોલ્યો
“આજને જીવી લઈએ
ચિંતા છોડો થોડું હસી લઈએ….”
અતુલ એની આદત પ્રમાણે બોલ્યો ” કવિ સાહેબ હજુ પણ કવિ જ છે લાગે દાલ મેં કુચ કાલા હે “
” અરે યાર દાલ મેં કુચ કાલા નહી મુજે તો પુરી દાલ હી કાલે મેં લગતી હે…. ” નુપૂર બોલી અને સૌ હસી પડ્યા.
” અદિને તારી સાથે પ્રેમ થઈ ગયો કે શું? ” બોલતા અતુલ એના બેસ્ટ ફ્રેન્ડના મોંની બદલાતી રેખાઓ સામે જોઈ રહ્યો.
” હમકો માલુમ હે જન્નત કી હકીકત લેકિન,
દિલ કે ખુશ રખને કો ‘ગાલિબ’ યે ખયાલ અચ્છા હે”
” વાહ વાહ મિર્ઝા ગાલિબ…. ” બોલતા સૌ તાળીઓથી રાજનને વધાવવા લાગ્યા….. પણ આ શબ્દો અતુલના દિલની આરપાર નીકળી ગયા…… એ ફેરવેલનો દિવસ એની નજર સામે ફરી આવી ગયો….
” કૉલેજનો છેલ્લો દિવસ અદિ અને અભય એક કપલ તરીકે ઓળખાતા પ્રેમી પંખીડા હંમેશા માટે અલગ થઈ ગયા અને આ જુદાઈમાં ફસાઈ ગયો અદિતિને એકતરફી પ્રેમ કરતો આ મારો પાગલ રાજન…… ” હજુ તે આગળ કાંઈ વિચારે તે પહેલા જ સૌ રાજનને ગઝલ ગાઈ આજના દિવસને યાદગાર બનાવા બૂમો પાડી મસ્તી કરતા રીઝવવા લાગ્યા…..
રાજને ફરી ભરેલા હૈયે એના મધુર આવજે ગાવાનું શરૂ કર્યું…..
” ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો,
જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો… “
અતુલ ગઝલના એકએક શબ્દોમાં રહેલ રાજનને જોઈ રહ્યો…આખરે બધાએ આ ગઝલ વચ્ચે જ અટકાવી બોલ્યા ” ઓ દુઃખી આત્મા કંઈકદિલખુશ કરે એવુ ગાને રોમિયો…..”
રાજન કોલેજ સમયનો સારો એવો ગાયક હતો છોકરીઓ તેના અવાજ પર પાગલ હતી અને એ આ અદિતિ પાછળ, જે તેની ક્યારેય નહોતી એને ખબર હતી છતાં એ એકતરફી પ્રેમ કરતો રહ્યો…….
રાજને ફરી બોલ્યો “ચલો મારાં પ્રિય કવિ હરીન્દ્ર દવેની ગઝલ સાંભળવું ” અને તેને ગાવાનું શરૂ કર્યું….
” પાન લીલું જોયુને તમે યાદ આવ્યા
જાણે સાવનનો પહેલો વરસાદ ઝીલ્યો રા…..
એક તરણું તોડ્યું ને તમે યાદ આવ્યા
તમે યાદ આવ્યા…. “
આ શબ્દોની સાથે દરેક પોતાની કૉલેજની યાદોમાં ખોવાઈ ગયા.
પાન લીલું ….. તો અત્યારે હતું નહી પણ સૌ એકબીજાના ચહેરા જોઈ પોતાના કોલજના પહેલા ક્રશને યાદ કરી મનમાં મનમાં હરખાઈ રહ્યા હતા. એમાં અદિતિને પણ એના પ્રેમ અભય સાથે જીવેલી એક એક ક્ષણ એની નજર સામે આવી રહી હતી.
” અભય અને અદિતિએ આખી જિંદગી સાથે જીવવાનું નક્કી કરેલું. બન્ને એકબીજા સાથે બહુ ખુશ હતા. પણ અદિતિની એક મસ્તી એને આખી જિંદગીનો બોજ આપી ગઈ. કોલેજના એ છેલ્લા દિવસોમાં અદિતિ અને અભય વચ્ચે મીઠો ઝગડો ચાલી રહ્યો હતો. ત્યાંરે મિત્રોની મસ્તીમાં આવી અદિતિએ અભયને કહી દીધું …..જા જા મને તો તારા જેવા બહુ પ્રેમ કરવાવાળા છે……. “અને અભયે પણ સામે ચેલેન્જ આપી દીધી “ચલ એક તો પોતાનો બનાવી બતાવ!”
જવાની ના જોસમાં અદિતિએ અભયે દગો કર્યો એવા દુઃખ સાથે રાજનને પ્રપોઝ કરી દીધું. અને રાજન તો અદિતિને નિસ્વાર્થ પ્રેમ કરતો હતો તો અદિતિને આ દુઃખમાંથી નીકાળવા એક હમદર્દ તરીકે અદિતિ સાથે જોડાઈ ગયો. કૉલેજમાં સૌ જોતા રહી ગયા, ક્યાં આ હોરોઇન લાગતી અદિતિ અને ક્યાં આ સાદગીથી રંગાયેલો ગઝલકાર રાજન. ‘મિયાં બીવી રાજી તો ક્યાં કરે કાજી’ કોઈ કાંઈ બોલ્યું નહી. અદિતિ તરત જ અભયને શોધવા લાગી પણ એ પાર્ટી પછી કે ક્યાંય દેખાયો નહી. આટલા વર્ષો થયા પણ એ ક્યાં હતો એ કોઈ જાણતું નહોતું. અદિતિ પણ હારીને રાજન સાથે મિત્ર તરીકે જિંદગી જીવવાનું સ્વીકારી લીધું. બંને મિત્ર તરીકે જ સાથે રહેતા. દેખાવે જ ખાલી દુનિયાની નજરમાં પતિ પત્ની હતા. અદિતિ હજુ અભયને બહુ પ્રેમ કરતી હતી અને રાજન અદિતિને !
ગઝલ પુરી થઈ સાથે જ બધી લાઈટો પણ બંધ થઈ ગઈ. અને અચાનક જ સ્ટેજ બાજુમાં ઉભેલી અદિતિ પરએક લાઈટનો ફોકસ પડ્યો, જેમાં અદિતિ એક જ શોભી રહી હતી. બ્લેક કલરનું પહેરેલું એનું ગાઉન અને કમર પર ડાયમંડ જડેલ પતલો કંદોરો તેના પર ચમકી રહ્યો હતો સાથે મોટી મોટી એની કાજળ કરેલી આંખો એના દરિયામાં જાણે સૌને ડુબાડતી હતી, ગોળ ઘડાયેલ એનું ચંદ્રની ચાંદની જેવું મુખ ખરેખર એટલું મનમોહક હતું કે સૌ તેને જોતા જ રહી ગયા. ત્યાં જ બધાની નજર અદિતિ સામે ગુલાબનો બુકે લઈ ઘૂંટણ પર વળી પ્રોપોઝ કરતો કોઈ વ્યક્તિ દેખાયો. સૌ ખુશ થઈ ગયા ચલો આજે રાજને હિંમત તો કરી.
અતુલને હજુ માન્યામાં આવતું નહોતું કે આ જ રાજન છે. રાજન તો અદિતિ માટે રાધાના પ્રેમ જેવો હતો. જેને ક્યારેય એને પામવાની કોશિશ નહોતી કરી. પણ આજે કાંઈ સમજ ના પડી. રાજન બદલાઈ ગયો કે પછી આ કોઈ બીજું વ્યક્તિ હતું?
આખરે સૌને ફરી એક ગઝલ સંભળાઈ પણ અવાજ કંઈક અલગ હતો.
” તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી,
તારા રુપની પૂનમનો પાગલ એકલો,
તારા રુપની પૂનમનો પાગલ એકલો…..”
અદિતિ બુકે જોઈ ગુસ્સે થઈ ઉતાવળે બોલી ” તને ખબર છે મને આ બધું પસંદ નથી છતાં ……શા માટે આવું કરે છે ? તું જાણે જ છે હું અભ…..” અદિતિ આગળ બોલે એ પહેલા જ બધી લાઈટો ચાલુ થઈ ગઈ.
” મારી જીવનસાથી બનીશ ?” એક જ વાક્યમાં બધું જ એ વ્યક્તિ બોલી ગયું.
અદિતિ આભાની જેમ જ જકડાઈ ગઈ તેને કાંઈ સમજ નહોતું આવતું કે આ શું હતું….કોઈસ્વપ્ન કે હકીકત ?
આખરે અદિતિની આંખો વહી ગઈ અને વર્ષોની જુદાઈદુર કરી અભયને ભેટી પડી. તે અભયને જોઈ બધું જ ભૂલી ગઈપણ થોડી સ્વસ્થ થતા એ એનાથી દુર ખસી ગઈ …..અને બોલી “સોરી હું બીજા કોઈની થઈગઈ છું ….તે બહુ મોડું કર્યું “
ત્યાં જ રાજન તેને અટકાવતા બોલ્યો “અદિ પેલા મારી બર્થડે ગીફ્ટ તો લઈલે પછી બોલ….” કહેતા રાજને અદિતિને એકફાઈલ પકડાવી.
સૌ જોતા જ રહ્યા આ કેવી ગીફ્ટ? પણ અદિતિ એ જોયા પહેલા જ ગુસ્સે થઈ બોલી ” અભય તું અત્યાર સુધી ગાયબ ક્યાં હતો? એ બોલ. મને ફસાવી છટકી ગયો. હરામી છે તું …..” આટલુ બોલતા અદિતિ રડી પડી.
અભયે તેને શાંત કરતા બોલ્યો ” એ જ દિવસે u.s.થી ફોન આવ્યો ડેડઇઝ નો મોર …..અને હું બધું મૂકી સીધો ત્યાં જવા નીકળી ગયો…..મારું માઈન્ડટોટલઓફથઈ ગયું હતું કાંઈ સુજતુ નહોતું. ત્યાં જઈ ડેડના ટોટલબિઝનેસ મારાં હાથમા આવી ગયો તેની જવાબદારીમાંથી નીકળી તારી સાથે વાત કરવાનું વિચાર્યું ત્યાં ખબર પડી તે રાજન સાથે મેરેજ કરી લીધા….. રાજન બહુ સારો માણસ છે એટલે મેં પછી તારી સાથે વાત કરવાનું માડી વાળ્યું અને ત્યાં જ સેટલથઈ ગયો. એમપણ મારું તારા સિવાયકોણ હતું? ” બોલતા અભય ગળગળો થઈ ગયો.
બન્નેને શાંત કરી રાજન બોલ્યો ” જે થયું એની ભૂલી આજે નવી શરૂઆત કરો અને લે ભાઈ આ તારી અમાનત હવે મારાથી નહી સંભાળાય…..” બોલતા એને અદિતિનો હાથ અભયના હાથમા આપી દીધો.
અદિતિ એ એની વાતો સાંભળી ફાઈલ ખોલી તો એમાં ડાઇવોર્સપેપર હતા …..રાજને આજે એના બર્થડે પર તેને એની જિંદગી આપી હતી. તે રાજનને રડતા રડતા ભેટી પડી. “સોરી તું મને કેટલો પ્રેમ કરે છે અને હું ? “
” અરે પાગલ હું તો રાધા કૃષ્ણના પવિત્ર પ્રેમમાં માનું છું તને પામ્યા વગર જ ખુશ છું. મેં તને ક્યારેય પામવા પ્રેમ નથી કર્યો. રાધા કૃષ્ણનો પ્રેમઅમરથઈ ગયો. પણ એ સાથે નહોતા પણ સાથે હતા મારું પણ એવુ જ છે. તું ખુશ હું પણખુશ. ” સૌ મિત્રોએ દિલથી રાજનના પ્રેમને સલામ કરી તાળીઓથી વધાવી લીધો.
” ચલો હવે બસ આ બધું મૂકી કેકકાપીએ ” અતુલ રાજનના ખભે હાથ મૂકી બોલ્યો.
અભય અને અદિતિએ સાથે કેક કાપી સૌના મોં મીઠા કરાવ્યા અને પછી સૌએ સાથે મળી કપલડાન્સ કર્યો અને ખુબ મજા કરી. અદિતિએપણ આજે રાજન સાથે દિલ ખોલી ડાન્સ કર્યો. રાજન માટે તો આ ઘડી જ જિંદગી જીવવા માટે કાફી હતી. અને છેલ્લે બધાના કહેવાથી ફરી એક છેલ્લી ગઝલ રાજને શરૂ કરી ….
” હું ક્યાં કહું છું આપને હા હોવી જોઈએ
પણ, ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.”
અદિતિ રાજનને ભેટી પડી. જતા જતા રાજન અદિતિનું દિલ ચોરી ગયો. દિલમાંથી નીકળતા એકએક શબ્દો એના સૌના દિલની આરપાર નીકળી ગયા.
સંપૂર્ણ.