સમય સાથે કદમ મિલાવી તું દોડ,
દોડી ના શકે તો પગલું ભર
પણ તું ચાલ…..
થાકી ગયો તો ધીમે ધીમે ચાલ,
પગ નથી તો ઢસડાઇને ચાલ,
પણ તું ચાલ……
આંખો નથી તો ભટકાતો ચાલ,
હાથ નથી તો હિંમતથી ચાલ,
પણ તું ચાલ…..
ચાલતું રહેવું તારું કર્મ છે
હારી ગયો બધું છતાં,
પણ તું ચાલ….
જિંદગી તારા વગર અટકતી નથી,
હાથ પગ નથી તો પેટે સરક,
પણ તું ચાલ……
સમય કોઈની રાહ જોતો નથી,
વારંવાર હાર, ફરી ફરી હાર,
પણ તું ચાલ…..
ભીડમાં તું ખોવાઈ જઈશ,
કોઈ સાથે નહી તો તું એકલો
પણ તું ચાલ…..
ક્યાંક તો મંજિલ મળશે દોસ્ત,
રોશની નથી ક્યાંય, છતાં અંધારાને ચીરીને,
પણ તું ચાલ…….
Categories
તું ચાલ….

8 replies on “તું ચાલ….”
એકદમ સરસ શબ્દો અને સુદર રજુઆત, લેખન શૈલી પણ રસસભર છે.?????
Thanks di.. ?
Vah Garvi gujaratan ekdam sachu kidhu Tu chal
Thanks dost ?
Wah gujaratan wah
Mast rachana kari se badhu sacchu kidhubse chalvuj joiye dareke
Thanks ??
સરસ મેડમ જીવનમાં ઉતરોતર પ્રગતિ સર કરો એવી હ્દયપૂર્વક શ્રી ઉમિયા માતા ને હ્દયપૂર્વક પ્રાર્થના કરતો રહીશ ,,, બસ આમ જ પટેલ ની દિકરી તરીકે નામ રોશન કરો અને આપણાં ગરવી ગુજરાત નું નામ સમગ્ર વિશ્વ માં ઉચ્ચ સ્તરે લાવો એવી હ્દયપૂર્વક પ્રાર્થના કરતો રહીશ…અસ્તુ…
ધન્યવાદ ??