ધારણા કેવો નાનકકો શબ્દ જયારે કોઈનું મસ્ત નામ હોય એવુ લાગે છે. નહી! ” ધૃ ” ધાતુ પરથી ઉતરી આવેલો શબ્દ એટલે આ ધારણા. જેનો અર્થ થાય સંભાળવું, સહારો આપવો. આપણા આષ્ટાંગ યોગમાં આ એક અવસ્થા છે. જેમાં ચિત્ત કોઈ એક જગ્યાએ સ્થિર કરવામાં આવે છે.
હવે આ યોગને બાજુમાં મૂકી આપણે સૌ એને જિંદગીમાં કેવી રીતે જોઈએ છીએ એ બાજુ નજર કરીએ…… તો આ નાનકડો શબ્દ આખી જિંદગી બદલી નાંખે છે……. ! વ્યક્તિને જોવાનો નજરિયો બદલી નાંખે છે.
આ શબ્દ મેં અને તમે જિંદગીમાં વારંવાર સાંભળેલ છે. આ શબ્દ મારાં એક મિત્રના મોં પર મને વારંવાર સાંભળવા મળ્યો…… એનું એક જ વાક્ય જે મારાં બહુ બધા પ્રશ્નના જવાબ આપી ગયું…. “તને ખબર હું ક્યારેય કોઈને ધારી નથી લેતી…. દરેક વ્યક્તિને જેવા છે એવા સ્વીકારી લઉં. મારી નજરમાં કોઈ સ્ત્રી નથી કે કોઈ પુરુષ નથી…..બસ એક માણસ માત્ર છે. ” શબ્દોમાં કેટલી સ્થિરતા હતી જેને મને આ શબ્દ પર વિચારવા મજબુર કરી.
આ નાનકડું વાક્ય કેટલી મોટી વાત કરી ગયું. ધારણા ! અંગ્રેજીમાં કહીએ તો Assumption કે Expectations. જિંદગીના મોટા ભાગના પ્રશ્ન જ આ ધારણાથી આવે છે. ક્યારેક સાચું વ્યક્તિ પણ કોઈની ધારણાના કારણે બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે, અરે ભલભલા સંબંધો વિખેરાઈ જતા જોયા છે મેં ! તમે પણ નજર કરી શકશો એક ધારણા ના શું શું પરિણામ હોઈ શકે? વિચાર કરી જુઓ….. તમે આ વાંચો છો એનો મતલબ જ એ છે કે તમે એક ઉલઝેલા સમજદાર માણસ હશો અથવા જિંદગીની આંટીઓ ઉકેલવા કે સમજવા મથી રહ્યા છો.
હવે મારાં પર આવું તો મારી સૌથી ખરાબ આદત રહેલી તો આ ધારણા…..! હું દરેક વ્યક્તિને ધારી લેતી કે આ સારુ જ અથવા આ ખરાબ. મારી બેસ્ટ ફ્રેન્ડ છે એને મેં મારી જિંદગીમાં બહુ ખરાબ નજરથી ધારેલી. આ એટલે બસ આવી જ! એક બિન્દાસ છોકરી જેને ક્યારેય કોઈની પડી નથી. બસ એ જ પોતાનામાં મસ્ત. કોણ શું કહેશે? શું વિચારશે? કોઈ જ ફર્ક નહી. જે ગમે એ દિલ ખોલી કરી લેવાનું. ઈચ્છા પડી બંક કરી મુવી જોઈ આવવાનું……. હું બહુ નીતિ નિયમોને માનવાવાળી, મેં ધારી લીધું આ કોઈની ના બની શકે. હવે સામે સેમ એને પણ મને સાવ નેરો માઈન્ડ દેશી ગર્લ ધારી લીધેલી. એક આખુ વર્ષ સાથે ભણવા છતાં કામ વગર બોલવાનું પણ નહી…. એકબીજાથી એક અંતર બનાવી રાખતા. એક સમયે અમારાં બે સિવાય અમારાં ગ્રુપમાં કોઈ હતું નહી અમે ત્રણ દિવસ સાથે રહ્યા…… ત્યારે મને તેના બિન્દાસ નખરાની અંદર એક પ્રેમાળ માણસ મળ્યું જે મારાથી પણ સારુ હતું. એ વ્યક્તિ મારી જિંદગીનો અમૂલ્ય હિસ્સો બની ગઈ. વર્ષો થયા પણ હજુ પણ સાથે જ છે એવુ લાગે. મારી ધારણામાં મેં એક વર્ષ તેને ખોટી નજરે જોઈ અને અમૂલ્ય પળો બરબાદ કરી નાખી.
તમે જોશો કે નાનકડો શબ્દ હું મોટી મુસીબત નોતરી શકે છે. કોઈને ધારતા પહેલા તેની પરખ કરી લેવી જરૂરી છે. ક્યારેક આપણે ખોટા પણ હોઈ શકીએ જરૂરી નથી કે સામેવાળું સારુ જ હોય, ખરાબ પણ હોઈ શકે…..જે તમારો ફાયદો ઉઠાવી શકે છે. આપણને સ્કૂલ અને કૉલેજમાં બહુ બધું ભણાવવામાં આવે છે પણ આ શબ્દ કોઈ સમજાવતું નથી. અને પેદા થાય છે બહુ બધા ભ્રમ……
કોઈ વ્યક્તિને સારુ કે ખરાબનો લેબલ લગાવનાર આપણે કોણ? ” દરેક સિક્કાની બે બાજુ હોય છે” એક જ બાજુમાં નજર કરવાથી ખોટું જ મળશે. તમારા કઠોળ બની ગુસ્સો કરતા પપ્પાને જ લઈલો….. એ ગુસ્સામાં કેટલો પ્રેમ હોય છે.
હવે જો તમે કોઈ વ્યક્તિને સારુ ધારી લીધું અને એ ખરાબ છે એ સમય જતા પાછળથી ખબર પડશે તો તમે સમજી શકશો શું થાય! ફરી કોઈને સારા ધારી પણ નહી શકો. જિંદગીભર એ વ્યક્તિની ધારણા દુઃખ આપી જાય.
કોઈ સારુ નથી કે કોઈ ખરાબ પણ નથી. જો ધારવું છે કોઈને તો બન્ને બાજુ ચેક કરીને જ…. જેથી પાછળથી પસ્તાવો કે દુઃખ ના થાય. અથવા જેવો છે એવો એક માણસ તરીકે સ્વીકારી લઈએ જેથી એ જેવું હોય, સારુ કે ખરાબ આપણને ખબર પડતા કોઈ ઠેસ નહી પહોંચે. કારણ કે તમે કોઈ તેના વિશે ધારણા જ નથી કરી.
ક્યાંક મેં એક વાક્ય વાંચેલું, પછીથી એને મેં સ્ટેટ્સમાં ઘણા સમય રાખેલું…. “Key of happiness…. no expectations, no demand “
આજ સમજવું છે….. કોઈ પાસેની અપેક્ષા તમને ધારણા સુધી લઈ જાય છે. ક્યારેક ઇમર્જન્સીમાં તમે કોઈ પોતાના માણસ પાસે હેલ્પ માંગો છો અને એની પાસે સમય નથી… હવે ચાલુ થઈ ધારણા ” મેં તને આવો નહોતો ધાર્યો. સ્વાર્થી માણસ, જરૂર પડે કામ ના આવે એવા સંબંધો શું કામના? ” પણ એવો વિચાર કેમ ના આવ્યો કે એ તમારાથી પણ મોટી મુશ્કેલીમાં હોઈ શકે? તમારા કરતા એને તમારી વધારે જરૂર હોઈ શકે? પણ નહી! આતો ધારણા…… બધું વિખેરાઈ ગયા પછી કઈ નહી મળે….
મારી નાનકડી જિંદગીમાં જે જોયુ તેના અનુભવો પરથી લખ્યું છે. ક્યારેય કોઈ ધારણા કરવી નહી. ધારણામાં સમય બગાડ્યા કરતા જે ક્ષણ છે એને મસ્ત બની જીવી લઈએ. એમ પણ પછી આ સમય ફરી નથી આવવાનો. મસ્ત બની, દિલ ખોલી જીવી લઈએ આજના આ પ્રકાશને…..!
– ” સંસ્કૃતિ “
4 replies on “ધારણા”
Aa example more time hu bharat ne aapu 6u mara padosh ne laine??
Thanks ??
Saru lakhe se roshni patel.
Thanks ??