ઉડવું છે આકાશે આજ એક પતંગગિયું બની,
ભરવી છે બાહોમાં આજ વહેતી હવા બધી,
વહેવું છે ગગને આજ તેજ સમીરણ બની,
બનવું છે લહેર આજ મહેકતી જગ તણી,
દોડવું છે ધરા આજ ખળખળ રેવા બની,
પહોંચવું છે સમંદર આજ તારી ગહેરાઈ સુધી,
મહેકવું છે બગીચે આજ એક કળી બની,
રહેવું છે પ્રકૃતિ આજ તારો હિસ્સો બની,
ચીરવો છે અંધકાર આજ જ્યોત બની,
બુઝાવો છે તિમિર આજ રોશની બની.