Categories
Poetry

મુક્તક શ્રેણી

ભાગતી આ દુનિયામાં ક્યાંક આરામ મળી જાય !
તારુંને મારું કરતા ક્યાંક પોતાનું મળી જાય !
ભીની નજરો દુર આવતી કેડી પર જોઈ રહી ….
દિલ ખોલી રડી શકાય એવો ક્યાંક ખભો મળી જાય !

એકલા સફરે થાકી હવે ક્યાંક કોઈ હાથનો ટેકો મળી જાય !
દિલ ખોલી હસી શકાય રસ્તે એવો ક્યાંક હમસફર મળી જાય !
આશા ભર્યા નયન ફરી રહ્યા દસે દિશા ….
હું છું ને ગાંડી સંભાળી લઈશ ક્યાંક કાને શબ્દો મળી જાય !

ડરતી, ગભરાતી અંધારાથી ક્યાંક અંજવાળું મળી જાય !
દિલ ખોલી જીવી શકાય એવો ક્યાંક મિત્ર મળી જાય !
સ્વાર્થી દુનિયાને નિરાશા ભરી નજરે જોઈ રહી …..
નિઃસ્વાર્થ પ્રેમ વરસાવતો એવો ક્યાંક હસતો ચહેરો મળી જાય !

Roshani Patel "સંસ્કૃતિ"

By Roshani Patel "સંસ્કૃતિ"

મારી કલમ જ મારી પહેચાન છે.
મારાં શબ્દો જ મારું જીવન છે.
હું રહી ગરવી ગુજરાતણ......
મારી "સંસ્કૃતિ" જ મારી ઓળખાણ છે.

error: Content is protected !!