પિઝાહટ જઈને ત્રણે બેઠા. ધ્યાનને પીઝા ઓડૅર કરાવ્યા.
“આશ્રવી તને બહુ ભાવે છે પીઝા નહિં!” કૉલેજ કેન્ટીનમાં બહુ પિઝા ખાધા.” સ્વરૂપ બોલ્યો.
” તું અને અનેરી સેન્ડવીચ પ્રેમી બરાબર ને? “
” હા યાર બહુ મજા કરેલી એ કેન્ટીનમાં, એક દિવસ તો યાદ છે હોળી નજીક આવતી હતી, તો કેન્ટીનમાં સોસથી હોળી રમેલા અને પછી જે સીન થયો..જોયા જેવો હતો. “
” એ દિવસ તો યાર ભુલાતો હસે… હોળી નજીક અને હું મારી બિરથડેની પાર્ટી આપવા આવી હતી. મારી જ પાર્ટી તમે કરી દીધેલી. જોવા જેવી સોસથી બગડેલી બધાયે મળીને “
” પણ મજા નહોતી આવી.? “
” શેની મજા? તમે બધા ખાઈ ને ફુરર થઈ ગયા.. ને મારે નાસ્તા સાથે સોસના એ પૈસા ચૂકવવા પડેલા. પાર્ટી બહુ મોંઘી પડી મને. એ તો જવાદે પણ હવે હોસ્ટેલમાં જવું કેવી રીતે એવું મોઢું લઈને. કપડાએ બહુ બગડેલા શુ કરવું? પુછજે અનેરીને ક્યારેક.. “
” ખબર છે મને અનેરી કેતી હતી… તમે કૉલેજથી સીધા શિવાનીના ધેર જઈને કપડાં ચેન્જ કરી હોસ્ટેલમાં ગયેલા. “
” હોસ્ટેલમાં હોળી રમવાની મનાઈ અને જો આવી રીતે મેડમ જોવે તો સીધા પેરેન્ટ્સને બોલવે. તને તો કેયુરની ખબર જ છે, કેટલા ડરી ગયેલા અમે.. ધ્યાન એ દિવસે અમે બચવાં બહુ મોટો કાંડ કરેલો.”
ધ્યાન એમની વાતો સાંભળી હસતા બોલ્યો ” એમ પણ કાંડ કરવામાં તારો કાયમથી પહેલો નંબર જ આવે છે. સ્કૂલમાં પણ ક્યાં ઓછા કાંડ કર્યા છે ચસમિસ? “
” આજ તો સ્કૂલ ફ્રેન્ડ અને કૉલેજ ફ્રેન્ડ ભેગા થઈ મારી પોલના ખોલો. હું બહુ સીધી ને સાદી છોકરી છું. “
” હા હો જલેબી જેવી “
” એના જલેબી જેવા સીધા હોવાના કારણે જ હું અને અનેરી સાથે છીએ ધ્યાન.” સ્વરૂપ ધ્યાન સામે જોઈ બોલ્યો.
” પણ અનેરી ક્યાં છે? બોલાવને એને પણ અહીં. એમ પણ મારે એની સાથે ઘણા ટાઈમથી કોઈ વાત થઈ નથી.”
” એને કહીશ કે તું અહીં છે તો ભાગીને તરત આવી જશે. પણ એની તબિયત થોડી સારી નથી.એક કામ કર એની સાથે ફોન પર વાત કરીલે. ફોન લગાવે છે કે લગાવી આપું? “
” અરે મારાં ફોનમાં તમારો નંબર ક્યાંથી હોય? અને મારાં ફોનમાં રેકોર્ડિંગ પણ છે તો તારા ફોનમાંથી જ ફોન કર.”
” લે ફોન તું જ વાત કર.”
” એક કામ કરું પેલા મારાં સાસુને કહી દઉં, હું અહીં છું નઈતર પ્રોબ્લેમ થઈ જશે “
” કેયુર ઘેર નથી કે શું? “
” હા, એટલે જ તારી સાથે શું, નહીંતર એકલી ક્યાય નથી જતી. “
” મારી યાદ આપજે આપણા સાસુમાં ને.” કહી સ્વરૂપ હસ્યો.
” હા, જરૂર ” કહી આશ્રવીએ ફોન હાથમા લીધો ત્યાં જ એના પપ્પાનો ફોન આવ્યો.
” આશુ ઘેર પહોંચી ગઈ? “
” ના, પપ્પા..ઘેર જ જવાની હતી પણ… “
” શુ થયું આશુ.. હજુ સુધી ઘેર કેમ નથી પહોંચી? બસ રસ્તામાં બગડી ગઈ છે કે શુ? એવું કંઈક તકલીફ જેવું હોય તો તારા સસરાને લેવા બોલાવી દેજે. કેટલે પહોંચી એતો કે પેલા. “
” પપ્પા તમેય બા જેવું કરો છો બોલવાનો વારો આવવા દો તો બોલુંને !”
” હા, બોલ “
” સરખેજ હું ઉતરી ગઈ “
“કેમ? “
” અનેરી અને સ્વરૂપ કુમારને જોયા તો મળવા. “
” અરે પણ કેયુરને ખબર પડશે કે તું એમને મળી છે તો તમારા બે વચ્ચે ઝગડો થશે, મારું માની જલ્દી ઘેર પહોંચી જા.”
” નથી બીક લગતી કેયુરની ક્યાં સુધી એમનાથી ડરવાનું? “
” બીકની વાત નથી, ઝગડા ના થાય એટલા માટે કહું છું. ભૂલી ગઈ એના પહેલા પણ આ લોકોના લીધે તારે અને જમાઈને કેટલા ઝગડા થયેલા છે. એની અસર તમારા સબંધમાં હજુ છે જ. હું નથી ઈચ્છતો કોઈ મોટી બબાલ થાય તમારા વચ્ચે. “
” નહિં થાય પપ્પા, ચિંતા ના કરો હું સાંભળી લઈશ..અરે હા પપ્પા હું મામી બનવાની છું. મારી સાસુ તો સાંભળી ગાંડા ગાંડા થઈ જશે. કેયુર ઘેર નથી. બે દિવસ બહાર છે એટલે ચિંતા નહિં. “
“તો વાંધો નહિં. પેલા ચંપાબેનને ફોન કરી કહીદે કે તું અનેરી સાથે છે, બરાબર. અને ઘેર ટાઈમે જતી રેજે, પહોંચી મને ફોન કરવાનું ના ભૂલતી. “
” પણ તમે મમ્મીને ના કેતા ખોટી ચિંતા કરશે અને બીપી વધી જશે “
” સારું. વાતો કરો ત્યારે. ઘણા ટાઈમે મળી બે બેનપણી તો વાતો ઘણી હશે નહિં? “
” હા પપ્પા પછી વાત કરું, મુકું ફોન . જય માતાજી. “
પપ્પાનો ફોન મૂકી આશ્રવીએ સીધો તેની સાસુને લગાવ્યો.
” મમ્મી મારે ઘેર આવતા થોડું મોડું થશે”
“કેમ? તારા પપ્પાને લેવા મોકલું ગીતામંદિર સ્ટેશને? “
” ના, ના એવું નથી. સ્વરૂપ કુમાર મળ્યા છે તો અનેરી સાથે વાત કરીને આવું “
“અનેરી? “
” હું હમણાં વાત કરાવું અનેરી સાથે તમારી, પણ કેયુરનો ફોન આવે તો સાંભળી લેજો “
” હા, એની ચિંતા ના કરીશ, મારે ફોન આવ્યો તો કેતો હતો કે પપ્પાને લેવા મોકલજે. એ મિટિંગમાં છે તો સાંજે ફોન કરશે. અનેરી કેમ છે એ તો કે? “
” મમ્મી હમણાં વાત કરાવું. એ મજામાં જ છે. અત્યારે ફોન મુકું.
જય માતાજી “
અનેરી સાથે વાત કરવાની ઉતાવળમાં આશ્રવીએ ફોન કાપી દિધો. સ્વરૂપ લાવ તારો ફોન હવે અનેરીને ફોન કરું. ત્યાં પીઝા આવી ગયા.
” આશ્રવી ખાઈલે પેલા પછી વાત કરજે ” ધ્યાન બોલ્યો.
” તમે બે મારાં ભાગનું ખાઈ જજો. મારે તો બસ અનેરી સાથે વાત કરવી છે. “
” અમે ખાઈસુ ને તું જોઈ રહીશ. એ મજા નહિં આવે. પછી ક્યારે મળવાના.? .ચલ ને યારર.. . ખાઈને કર વાતો.” સ્વરૂપ આશ્રવીને રોકતા બોલ્યો.
” હા ચલ. ” કહી આશ્રવી ફટાફટ બે પીસ ખાઈ ઉભી થઈ ગઈ.
” તમે શાંતિથી ખાઓ હું બહાર બગીચામાં બેઠી છું ” કહી ફોન લગાવતા બહાર નીકળી ગઈ.
” એક વાત પૂછું? ” ધ્યાન ખાતા ખાતા બોલ્યો.
” પૂછો. “
” સાચું કહું આશ્રવી અત્યારે કંઈ બોલતી નથી પણ મેં કેયુરની સાથે વાત કરતા હમણાં જોઈ. કેટલી ખરાબ રીતે એ આશ્રવીને ટ્રીટ કરે છે. ઘરમાં કોઈ કંઈ કેતુ નથી એને. “
” હું બધું જ જાણું છું પણ કંઈ કરી શકતો નથી.”
” ક્યાં સુધી આ સહન કરશે! મને આશ્રવીની બહુ ચિંતા થાય. પાછી કોઈને કંઈ પણ કેસે નહિં, ગમેતેટલી તકલીફ ભલે પડે. બીજાને ખુશ કરવામાં એનું કંઈ નઈ વિચારે. “
” બહુ દયાળુ છે પણ કેયુરએ સમય સાથે બદલાવું જોઈએ. જ્યાં સુધી આશ્રવી બોલતી નથી ત્યાં સુધી સારું છે પણ જયારે એની લિમિટ પુરી થશે ત્યારે કેયુરને પસ્તાવાનો સમય પણ નહિં રહે. પેલી કેહવત છે ને…
‘સ્પ્રિંગ જેટલી દબાવો એટલી જ ઉપર ઉછડે’
” પણ ત્યાં સુધી… “
” સાચું કહું હું જ આશ્રવીની આ હાલતનો જવાબદાર છું.અમારું સારું કરવામાં કેયુરના હાથે એની બલી ચડી ગઈ.?
” તમે કેમ જવાબદાર? “
” આશ્રવીની ખુશાલ જીંદગીમાં મારાં લીધે જ આ પ્રોબ્લેમ છે. બાકી આશ્રવી અને કેયુર તો બહુ મસ્ત કપલ હતા. “
” હતા? મતલબ. કંઈ સમજ ના પડી. તમને કંઈ વાંધોના હોય તો મને પુરી વાત કહોને મારે જાણવું છે. ” ધ્યાન ખાવાનું અટકાઈને બોલ્યો.
” વાંધો તો શુ હોય પણ સાચે તમને કંઈ જ ખબર નથી? પુરી દુનિયા જાણે છે અમારી પ્રેમ કહાની. “
” પણ તમારા પ્રેમ અને આશ્રવીને શુ લેવા દેવા? “
” એ જ તો છે જે છે એ મૂળ વાત ” ખાતા ખાતા સ્વરૂપ બોલ્યો.
વધુ આવતા અંકે…..