સમય સમય બળવાન, નહીં મનુષ્ય બળવાન,
કાબે અર્જુન લૂંટીયો, વહી ધનુષ વહી બાણ.
“સમયથી મોટું બળવાન કોઈ જ નથી, અર્જુને જે ધનુષથી મહાભારતનું યુદ્ધ જીત્યું, એજધનુષ હાથમાં હતું છતાં કાબા નામના લૂંટારાના હાથે એ મહાનધનુર્ધર લુંટાયો. સમય સાથે બધું જ બદલાઈજાય છે. હું પણ એ જ સમયની બંધાયેલી છું. પણ તું એતો કે મારાં લગ્નમાં કેમ ના રોકાયો? આગલા દિવસે મળ્યો ને બીજા દિવસે ગાયબ? બહુ સારી મિત્રતા નિભાવી હો.” આશ્રવી નારાજગી સાથે ધ્યાન સામે જોઈ બોલી.
“સાચું કહું તને, મારું બહુ જ મન હતું તારા લગ્નમાં રેવાનું પણખબર નહીં દિલમાંથી તને કોઈ સાથે જોવાનું દુઃખ હતું, એટલે તારા લગ્ન સમયે જાતે કરીને જ જતો રહ્યો હતો. હવે તું કોઈ બીજાની થઈજઈશ, આ વિચાર મને અકળાવતો હતો એટલે રજા નથી એવુ બહાનું કરી અમદાવાદ આવી ગયો.” દિલમાં દુઃખ ભરેલું જયારે છલકાઈ ના રહ્યું હોય એમ નિશાસો નાખતા ધ્યાન બોલ્યો.
“તું એ હજુ નાના છોકરા જેવો જ છે! લાગતું નથી કે તારા પણ લગ્ન થઈ ગયા હોય ” આશ્રવી વાત બદલતા બોલી. આશ્રવીને પણ ધ્યાનની સાથે ગમતું જ હતું પણ બન્નેના રસ્તા અલગ હતા. મિત્રને છોડવા નહોતી માંગતી તો જૂનું ભૂલી આગળ વધવામાં જ બન્નેની ભલાઈ હતી.
આશ્રવી અને ધ્યાન બહુ સારી રીતે જોડાયેલા હતા. લગભગ કહી શકાય એવો પૂરો દિવસ સાથે જ રહેતા. એકબીજા વગરએક ઘડી પણ ના ચાલે, એવી ગાઢ મિત્રતા હતી. ગામમાં પણ બધા આ વાત જાણે, શાળામાં હતા ત્યાર સુધી તો ઠીક પણ બન્ને હોસ્ટેલમાં ગયા તો સંપર્ક છૂટવાની જગ્યાએ વધી ગયો. હોસ્ટેલથી આવી સૌથી પેહલા એકબીજાને મળતા. રાત્રે મોડા સુધી ઘરના ઓટલે બેસી એકએક પળની હોસ્ટેલની વાતો કરતા. બન્ને ને બધુ જ એકબીજાને કેહવા જોઈએ. અરે નવા કપડાં પણ લાવ્યા તો પેહરીને કેવા લાગે છે એકબીજાને પૂછ્યા વગર ના પહેરે. એકબીજા પ્રેત્યે બન્નેને બહુ લગાવ હતો. એમની શેરીમાં અમિતભાઈનું કુટુંબ જે કચ્છમાં રહેતું હતું, તે ગામમાં રહેવા આવ્યું. સરકારી નોકરી હતી તો બદલી કરાવી ગામમાં રહેવા આવેલા. તેમને એક નટખટ દિકરી જ હતી. જેનું નામ હતું કાવ્યા. કાવ્યા એકનીએક દિકરી અને એમાં પણ શહેરની હવામાં મોટી થયેલી….કાવ્યા સ્વભાવે બહુ દયાળુ, કોઈ જ કપટ કે ઝગડો એવું કંઈ જ ના આવડે. પણ હા માબાપની એકલોતી ઓલાદ, તો ખુબ મોઢે ચડાવેલી.. કોઈ નો ડર નહીં અને એક નંબરની કહી શકાય એવી સેતાન હતી.
કાવ્યા ધ્યાન અને આશ્રવી સાથે એજ કલાસમાં દાખલથઈ અને ઘરપણ બાજુમાં હતા તો ત્રણે મિત્રો બની ગયા. બે મિત્રોની વાતોની મહેફિલ જામતી એમાં એ પણ દિવસો જતા બેસતી થઈ ગઈ. કાવ્યા તેના શહેરની અને સ્કૂલની વાતો કરતી, પણ આ બંનેને તો કાવ્યાની વાતમાં કોઈ જ સમજ પડે નહિં, એની વાતો મોટી મોટી હોય અને આ રહ્યા ગામડિયા.. તો બન્ને એનું નામ પાડ્યું પકાઉં.
ધ્યાન આશ્રવી નજીક જઈને કાવ્યા બોલવાનું શરૂ કરે એટલે મોં બગાડી કહેતો, હવે પકાવશે પાક્કું, કંટાળીને ભાગી ના જાઓ ત્યા સુધી! કાવ્યા આ જોઈ કાયમ ધ્યાન સાથે ઝગડતી ” તું આશ્રવીને બધી વાત કરે અને મને કાંઈજ કેતો નથી? .”
ધ્યાન અને આશ્રવી કાવ્યાને બહુ પરેશાન કરતા.
કાવ્યાને ધ્યાનની મસ્તી, મજાક અને સ્માર્ટનેસ બહુ ગમતી. કાવ્યા ધ્યાનને જયારે પટાવવાની કોશિશ ના કરતી હોય! એવું વર્તન કરતી. એ ધ્યાન અને આશુને દૂર રાખવાની કોશિશ કરતી પણ આ બન્નેને તો દિલથી બંધાયેલ હતા.
“અરે ધ્યાન પેલી કાવ્યા તને બહુજપસંદ કરતી હતી. તેને તે પસંદ કરી લીધી હોત તો.? તમારી જોડી જોરદાર લાગેત. એક હરણ અને બીજું હાથી. ” હસતા આશ્રવી બોલી.
“અરે એ પકાઉં જાડી જોડે શુ મારે પાગલ થવાનું?. મને તો એને જોઈને જ ભાગી જવાનું મન થાય. એની સાથે લગ્ન એટલે પાગલખાનાનું સરનામું શોધવા બરાબર છે.” ડરાવણા ચહેરે ધ્યાન બોલ્યો.
ધ્યાનની વાત અને મોં જોઈ આશ્રવીથી મોટેથી હસ્યાં વગર ના રહેવાયું…એની નમણી આંખોમાં આંજેલકાજલ, ગોળચંદ્ર જેવું મુખ, કપાળમાં સોહાગની નિશાનીરૂપ લલાટે કરેલતિલક અને સેંથામાં પૂરેલસિંદૂર, ગળામાં મંગળસૂત્ર..જયારે કોઈ અપ્સરા પૃથ્વી પર આવી હોય એવી લાગતી..આશ્રવી કોઈપણ મોહી જાય એવી સુંદર લાગતી હતી અને એમાં પણ દિલ ખોલી હસ્તી હોય ત્યારે તેના ગાલમાં પડતા ખંજન જોઈએ તો હિરોઈન પણ કદાચ બાજુમાં મૂકી એને જ જોયા કરવાનું મન થઈ જાય. બારી પાસે બેઠેલી તો પવનથી તેના વાળની લટ ઘડી ઘડી ઉડી તેના મોં પર આવતી, તેનાથી તો તેની સુંદરતામાં જ્યારે ચારચાંદ કુદરતે લગાવી દીધા, એવી સોહામણી લાગતી હતી.
ધ્યાન અને આશ્રવી વાતો કરવામાં એવા મસ્ત હતા કે કોઈ અજાણ્યું માણસ જોવે તો નવું લગ્ન કરીને આવેલા કપલ છે.. એવું જ સમજે …. અને સમજે જ ! ધ્યાન પણ આશ્રવીથી દેખાવે કંઈ ઓછો નહોતો.’
ધ્યાન આશ્રવીને હસતા જયારે પહેલીવાર જોતો હોયએમજોઈ જ રહ્યો અને બોલ્યો ” ચસમિસ તું હસે ત્યારે બહુ જ મસ્ત લાગે છે.” આશ્રવી તેની ઊડતી લટ ઘડી ઘડી તેના કાનપાછળલઇ રહી હતી યે જોઈધ્યાન બોલ્યો ” અરે તારી લટ ઉડવા દે સરસ લાગે છે. નસીબદાર છે કેયુર જેને તારા જેવી હિરોઈન મળી. બસ આવી જ રીતે કાયમ હસતી રહેજે. “
“નજર ના લગાડ મને, તારી સૃષ્ટિ પણ મારાથી કંઈ કમ નથી હો! મેં જોઈ નથી પણ બધાના મોઢે બહુ વખાણ સાંભળ્યા છે ” આશ્રવીથી બોલ્યા વગરના રહેવાયું.
“હા.. મોટી ફેક્ટરીઓના માલિક..! તમાંરે ક્યાં ટાઈમ હોય જ કે સૃષ્ટિને જોવા આવો. તને મેં કંકોત્રી લખી હતી તોય તું મારાં લગ્નમાં ના આવી સ્વાર્થી… “
” અરે, આવવું તું પણ સાચું કહું તું અમારાં લગ્નમાં નહોતો રોકાયો એટલે કેયુરે જ ના આવવા દીધી. અને એમ પણ તું જાણે જ છે એમને હું છોકરા સાથે બોલું એ પસંદ નથી. આજે તું મળ્યો બાકી…….”આશ્રવી અડધું જ બોલી શકી.
“અરે બોલ જે કેહવું હોય એ કહીદે. હું ક્યાં કોઈને કેવાનો છું, હું બધું જ જાણું છું. એટલે, એટલો નજીક જ રહેવા છતાં ક્યારેય મેં તારી સાથે કોઈકોન્ટેક્ટ કરવાની કોશિશ નથી કરી. મારે રોજ તારી સોસાયટીના દરવાજા પાસેથી નીકળવાનું થાય જ.. એટલે તને યાદ કરું ને સૃષ્ટિને આપણી મસ્તીની વાતો પણ કરું. અરે પણ આટલા બધા જુનવાણી છે, તો તું રહે છે કંઈ રીતે તેની સાથે..?” ધ્યાન અકળાઈને બોલ્યો.
” એવું નથી….. જુનવાણી નહિં પણબસ મને છોકરા બોલાવે કે જુવે એ એમને પસંદ નથી, બાકી તો મને બહુ રાખે. એમને ફરવા જવુ, હોટેલમાં જમવાનું, મુવી જોવી, આવા બીજા ઘણા બધા શોખ છે. પણ એ સાથે હોય તો જ એકલી મને ક્યાય દુકાને પણ ના જવાદે. નસીબદાર છું ઘેર જ બધી જરૂરિયાત પુરી થઈજાય. કેયુર મારી કેટલી બધી કેર કરે છે કે હું કાળી ના પડી જાઉં એટલે બહાર પણ નથી જવા દેતા. બોલ આટલો પ્રેમ કરે કોઈ.? ” પરાણે મોં પર હાસ્ય લાવી આશ્રવી બોલી.
“જો હું પાગલ નથી, બધી જ વાતો સમાજમાં રહીયે તો મળે જ બરાબર. તું મારાથી કંઈ છુપાવ નહિં. આ પ્રેમ છે કે કુતરા જેવી જીંદગી? અમારે તો બન્નેને એકબીજાને ગમે તે કરવાની પુરી સ્વતંત્રા છે. આપણી મિત્રતા સૃષ્ટિ જાણે જ છે એને કોઈ જ પ્રશ્ન નથી તારા કે મારાં મળવા કે બોલવાથી. સંબંધો પ્રેમથી ટકે કોઈ દબાણથી નહિં. સોટીના ડરે તો જંગલનો રાજા કહેવાતો સિંહ પણ સરકસમાં નાચે જ છે.” ગુસ્સાથી ધ્યાન બોલ્યો.
” ના, ના. એવું કંઈ નથી. એમનું એવું કહેવું છે કે હું સારી છું મારાં પર વિશ્વાસ પણ એમને ઘણો છે પણ દુનિયા પર વિશ્વાસ નથી એટલે બાકી બીજું કોઈ કારણ નથી.” આશ્રવી કંઈક છુપાવતી હોય એમ બોલી.
” મિત્રતા એ છે જે પાણીમાં પડેલ આસુંને પણ ઓળખી જાય “
‘સાચો મિત્ર એ છે જે દોસ્તના હસતા ચેહરા પાછળનું દુઃખપણ તેને જોઈને જ સમજી જાય.’
ધ્યાન બધું જ આશ્રવીને જોઈ સમજી જ ગયો હતો. એ બોલ્યા વગર આશ્રવીની દિલની વાત જાણી લેતો, સમજણા થયા ત્યારથી અત્યાર સુધી સાથે જ મોટા થયેલા, સુખ દુઃખની વાતો કરતા, હસી મજાક કરતા પણ ધ્યાનને આજે આશ્રવીના મોઢે જ જાણવું હતું, જે બીજા પાસે સાંભળ્યું હતું. ધ્યાનને જોયુ આશ્રવીમાં બહુ બદલાવ હતા. તે તેની મિત્ર આશ્રવીને તેના મૂળ સ્વભાવમાં લાવવા માગતો હતો.
આશ્રવીના મોં સામે જોઈ ધ્યાન બોલ્યો “જો હું તને બહુ સારી રીતે ઓળખું છું. ક્યાં સુધી જૂઠું બોલીશ?. તું દિલ ખોલી મારી સાથે વાત કરી શકે છે. બોલ હવે કેટલું માનખાઈશચસમિસ? “
” અલ્યા તું વીચારે એવું કાંઈ જ નથી. સમય બહુ ખરાબ છે તો ચેતતા રહેવું સારું. પેલી કેહવત છે ને..
‘ ચેતતા નર સદા સુખી ‘….”
” સમય નહિં તારા વિચારો પેલા જેવા થઈ ગયા લાગે છે… ચેતતા રેહવું એટલે શું ઘરમાં પુરાઈ રેવાનું? જો દુનિયામાં કોઈ જ ખરાબ નથી, બધું તમારા વિચારો ઉપર નિર્ભર છે. ‘ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ ‘ જો એક વાત કહું ‘જેની આંખમાં પીળીયો હોય એને બધું પીળું જ દેખાય ‘ સમજી…. “
ક્રમશ :