સમયના વમળ એક નાનકડા સપનાઓથી પોતાનામાં જ મસ્ત રહેતી આશ્રવીની કહાની છે. આ એક સામાજિક નવલકથા છે. જે પ્રેમથી ભરપૂર, પોતાનાઓથી મહેકતી સ્ત્રીની આજુબાજુ વર્ણવાયેલી છે. એક સ્ત્રીનો પ્રેમ, તેનું જીવન અને સંઘર્ષ. સ્ત્રી બહુ શક્તિથી ભરભૂર હોય છે. આજના જમાનાની છોકરીઓના વિચારો, એની મોજ મસ્તીથી લગ્ન સુધીની સફર દર્શાવવામાં આવી છે. એક પિતાનો પ્રેમ, તેમનો એમની દિકરીને પ્રેમથી પગભર બનાવવાનું હિંમત ભર્યું પગલું અને દિકરીને જિંદગી જીવવાની કળા શીખવતો એ પ્રેમ ભર્યો હાથ, વહાલનો જોવા મળતો અદ્દભુત સમુન્દર નદી બની વહી રહ્યો છે. એક નિસ્વાર્થ મિત્રનો સાથ જિંદગી જીવવાની પ્રેરણા આપી જાય છે. મિત્રો જિંદગીનો અમૂલ્ય હિસ્સો છે, જે નિસ્વાર્થ મુસ્કાનનું કારણ બની આવતા હોય છે. આશ્રવી અને ધ્યાનની પવિત્ર મિત્રતાનું અતૂટ બંધન એક મહેકતી કળી બની મહેંકી રહ્યું છે.
*********************
શિયાળાની કડકડતી ઠંડીની ગુલાબી સવારમાં “આશુ બસ જતી રહેશે ઉઠ ! ” મમ્મીએ બુમ પાડી. પણ આશ્રવીને તો આટલી બધી ઠંડીમાં ગોદડાંમાંથી બહાર આવવાની ઈચ્છા જ થતી નહતી. એમાં પણ જવાનુ હતું ” સાસરે “.આમ પણ, “ઉંમર ગમે તેટલી થાય પણ પિયર આવ્યા પછી સાસરે જવાનું એક સ્ત્રીને હંમેશા આકરું જ લાગતું હોય છે”
આશ્રવીનાં લગ્નને બે વર્ષથઇ જ ગયા હતા પણ “પિયરનો તો મોહ થોડો છૂટે સ્ત્રીને ! ” અત્યારે આશ્રવીની આ જ પરિસ્થિતિ હતી. પણ, એને સાસરે ગયા વગર થોડો છૂટકો હતો ? “ગમે તેટલી અમીર બાપની લાડકી ઓલાદ કેમ ના હોય પછી..? સાસરે તો જવું જ પડે !”
“શું મમ્મી તુંયે ! યાર મસ્ત સ્વપ્ન જોતી હતી. હજુતો મેડલ લેવા જ જતી હતી લેવા તો દેવો હતો….? આ હંસા બેન કાયમ ખોટા ટાઈમે જ ટપકે છે. “
“હંસાબેનવાળીની સાસરે ગઈ, પણ હજુ એવીને એવી જ છે! મોટર જતી રહેશે તો? પછી ખબર પડશે બીજી કોઈ છેક અમદાવાદની મોટર નથી અને તારા પપ્પાને ખેતરમાં બહુ કામ છે તો એ મુકવા આજે નહીં આવી શકે.”
“જાય તો જવા દે બસને… સાસરું ક્યા ભાગી જવાનું છે? એક દિવસ રોકાઈ જવાનું બહાનું મળી જશે? તને હેરાન કોણ કરશે મારાં વગર? ને યારર મમ્મુળી અહીં મોડે સુધી સુવાની બહુજ મજા આવે છે ! ને ત્યાં…? ” આશ્રવી મોં બગાડતા બોલી.
” જો આશુ મને ખબર છે તું કુંભકરણ છે પણ, ઉઠવાનું તો વેહેલા જ હો ! અહીં મમ્મી ચલાવી લેશે સાસુ નહીં? ચાલ ગોદડાંમાંથી બોલવાનું બંધ કરીને ઉઠ. “
” આશ્રવી બહુ મજાકથઇ ઉઠીને તૈયાર થા. 5 વાગી ગયા છે, ને પાછી તૈયાર થતા તું બે કલાક કરે છે! આજ તો તારા પપ્પા બોલવાનાં જ છે? તું મોટર ચુકી જ જઈશ પાક્કું ! “
આશ્રવી એક સુખી ઘરની નખશીખથી નટખટ એવી દયાળુ સ્વભાવની સંસ્કારી છોકરી હતી. માતા પિતા ગામડે રહેતા પણ ભણેલા બહુ અને ધાર્મીક બાબતમાં તો ગામમાં તેમનાં તોલે કોઈ ના આવે. એમાં પણ આશ્રવીમાં સંસ્કાર રેડવામાં તેમને કોઈ જ કસર નહોતી રાખી.
ધાર્મિક ઘર ‘દિવસનાં કામની શરૂઆત દેવ દર્શન પછી જ કરતા બધા સભ્યો’ આશ્રવી પણ… , પપ્પા મંદિરથી આવીને તરત જ દીકરીને યાદ કરતા બોલ્યા. ” આશ્રવીની મમ્મી, આશુ ક્યા ગઈ? આજે તો અમદાવાદ જવાનું હતું એને? તૈયાર થયો કે નહીં મારો દીકરો? “
“હા ! હજુ ચડાવો મોઢે તમે જ બગાડી રાખી છે. આ છોકરીને, આમ જુઓ ક્યારની ઉઠી છે? અને હજુ નાહ્યા વગર ફરે છે, એના ગોદડાંય મારે જ લેવાનાં? “
“પપ્પા સમજાવોને એને થોડું કંઈક, ઉઠી ત્યારની પાછળ જ પડી ગઈ છે… હંસાબેન ! ” આશ્રવી તેના પપ્પાને ગળે લટકી વહાલ કરતા બોલી.
” હંસાબેનવાળી ! નખરાતો જુઓ એના, સાસરે જઈને તારી સાસુને કેજે ચંપાબેન બરાબર. ” મમ્મી મજાક કરતા બોલી.
“ના રે નાં એવુ કહેવાતું હસે ! ક્યાં મારી મ્મલીતું ને ક્યાં એ હિટલર?” વહાલથી એની મમ્મીનો હાથ પકડી આશ્રવી બોલી… આખોમાં એના મમ્મી પપ્પા પ્રત્યેનો પ્રેમ છલકાતો હતો.
માં દીકરીની મીઠી નોકઝોકજોઈ બાજુમાં ઉભેલા રાજેશભાઈ મનમાં હરખાતાં હતા. ” દીકરીને ખુશ જોઈ દરેક પિતાનું દિલ ઝૂમી ઉઠે”… એમ રાજેશ ભાઈ ખુશ તો હતા પણ દીકરીને આજે સાસરે જવાનું છે એ વિચારે અંદરથી દુઃખી થઇ ગયા. આશ્રવીનાં જતા મારું જીવંત ઘર વેરાન વગડા જેવું થઈ જશે, પણ મોં પરકોઈભાવ આવવા ન દેતા બોલ્યા ” જા બેટા, મોડું થશે તૈયારથઇ જા હવે, મોટર ચુકી ન જવાય ! “
ક્રમશ…
8 replies on “સમયના વમળ (ભાગ – 1)”
સાચે જ પિયર જેવું ક્યાંય ન ગોઠે..
હા સાચું જ છે. ધન્યવાદ મેમ ?
સાચેજ પિયર એ પિયર
આભાર આપનો… ??
Very nice……piyar te piyar
Thanks ?
ખૂબ જ સુંદર આલેખન
Thanks ?