” એવું તો શુ બન્યું કે આ મેડ ફોર ઈચ અધર કપલ વચ્ચે આટલી બધી નફરત આવી ગઈ? ” ધ્યાન અચરજ સાથે બોલ્યો.
” આશ્રવી અને અનેરી એક જ હોસ્ટેલમાં સાથે ભણતા એતો ખબર હસે તમને? “
” હા “
” અનેરીને દુનિયાદારી શું છે? એ શીખવાના ઇરાદે કેયુરે એના મમ્મી પપ્પાના વિરોધમાં જઈને હોસ્ટેલમાં મુકેલી, બાકી તો અમદાવાદમાં ધણી કૉલેજ હતી. “
” દુનિયાના લોકો તો બહાર નીકળવાથી સમય સાથે સિખાઈ જ જાય. એમાં હોસ્ટેલમાં જવાની શુ જરૂર? “
” એમાં કેયુરનો ઈરાદો બસ એટલો જ હતો કે અનેરી એના કરતા નાની, તો મમ્મી પપ્પાએ બહુ મોઢે ચડાવેલી, માંગે એ હાજર કરતા. એમાં એ બહુ જિદ્દી થઈ ગયેલી. “
“બરાબર એટલે હોસ્ટેલમાં મુકેલી! એમ તો હોસ્ટેલમાં ભલભલા સીધા થઈ જાય. ખાવાનું ના ભાવે, ટાઈમેના આવો તો ખાવા ના મળે, ટાઈમસર પ્રાર્થનામાં હાજર ના થાઓ તો સજા થાય, જુદા જુદા સ્વભાવવાળા લોકો સાથે રેવાનું, કોઈ વાર તો ઝગડાએ થાય અંદરોઅંદર, આ બધી જ મુશ્કેલી સામે લડતા આવડી જાય.”
“હું તો રહેલો નથી એટલે, પણ અનેરી બધી વાતો કરે એટલે ખબર “
” ઘેર મમ્મી પપ્પાના લાડકવાયા હોસ્ટેલમાં તો સૌ સરખા હોય ‘અમીર હોય કે ગરીબ’ બાળકોમાં બહુ સારા સઁસ્કારનું સિંચન થાય અને જાતે પોતાનું કામ પણ શીખી જાય”
“સાચી વાત છે તમારી. આ વિચારે કેયુરે અનેરીને હોસ્ટેલમાં મુકેલી “
” અનેરી શહેરી છોકરી અને આશ્રવી ગામડાની બન્ને એક જ રૂમપાર્ટનર હતા. અનેરીને તો જરાય ગમે નહિં. નવી હતી ત્યારે તો આખો દિવસ રોયા જ કરતી. ખાવાનું ભાવે નહિં, કામ કરતા જોર આવે ક્યારેય કરેલું નહી એટલે. સારો ચોટલો વાળતા પણ ના આવડે.”
” શહેરના છોકરાને આજ તકલીફ થાય અને અમારે તો ગામડાવાળા નક્કી જ હોય, ભણવું હોય તો રેવું જ પડશે.તો રોવાનો કોઈ પ્રશ્ન જ ના આવે. એમ પણ ગામડાવાળા બહુ માયાળુ હોય તો બધે ભળી જાય. “
” આશ્રવીના કારણે અનેરી હોસ્ટેલમાં ટકી ગઈ. આશ્રવી અનેરીને બહુ મદદ કરતી. બન્ને ખાસ મિત્ર બની ગયા. એકબીજા વગર ક્યાય ના જાય. રજાઓમાં બન્ને એકબીજાના ઘેર પણ જતા.”
“કેયુરના મમ્મી પપ્પાને આશ્રવીનો માયાળુ સ્વભાવ બહુ ગમતો.” આશ્રવી એવું કેતી હતી એક વાર ધ્યાન બોલ્યો.
” કેયુર વાલી દિવસે અનેરીને હોસ્ટેલમાં મળવા આવતો. કેયુર ગુસ્સે થતો એટલો જ પ્રેમ પણ અનેરીને કરતો. તે હંમેશા અનેરીને હોસ્ટેલમાંથી રવિવારે ફરવા લઇ જાય, સાથે આશ્રવીને પણ લઇ જાય. “
” મતલબ આ બન્નેના લવ મેર્રેજ હતા? “
” એવું જ કંઈક. હમેશા આશ્રવી એમની સાથે ફરવા જતી. સાથે નાસ્તો કરતા. એક બે રજાઓ હોય એટલે અમદાવાદ અનેરી સાથે એમના ઘેર પણ જતી. ક્યારે આ બધામાં કેયુર સાથે લગાવ થઈ ગયો એની આશ્રવીને પણ ખબર ના પડી.
પછી તો અનેરીને આ વાતની ખબર પડી તો. એ દર રવિવાર બહાનું કરી ફરવા ના જતી. કેયુર અને આશ્રવી ફરતા એમાં પણ ગાંધીનગર એટલે ફરવામાં મજા કંઈક ઓર જ આવે.બહુ મજા કરતા. “
* * * *
આ બાજુ આશ્રવીએ અનેરી ને ફોન લગાવ્યો.” હાય અનુ કેમ છે? “
” અલિ આશુ તું? સ્વરૂપ સાથે ક્યાંથી? “
” હું ઘેર જતી હતી અને સ્વરૂપને જોયો એટલે બસ માંથી ઉતરી ગઈ. “
” પણ, ભાઈ? “
” અરે એ નથી હું એકલી જ છું “
” ભાઈને ખબર પડશે કે તું અમને મળી તો? “
” કોઈ નહિં કે, તું બોલ ને? જબરી છે ખુશ ખબર પણ નથી આપતી? “
” યાર મારે ક્યારની તારી સાથે વાત કરવી હતી પણ મારાં લીધે તારેને ભાઈને બહુ ઝગડા થયેલા છે. તો…. “
” જવાદે. બોલ તારી તબિયત કેવી છે? ડોક્ટર શુ કહેશે? બેબી હેલ્થી તો છે ને? દવા અને ચેકઅપ ટાઈમે કરાવજે પાછી. નહીંતર દવા ખાતા બહુ જોર આવે તને. “
” હવે ક્યાં તમે બધા હતા કે પાછળ ફરી દવા પીવડાવો. હવે તો હું બધું જ ધ્યાન રાખતી થઈ ગઈ, સંસ્કારી ગૃહિણી. સાચું કહું મને જ નવાઈ લાગે છે હું આટલી હોશિયાર કેવી રીતે બની ગઈ “
” અમે બધા હતા એટલે તું કંઈ નહોતી કરતી બાકી તને બધું આવડતુ જ હતું. સ્વરૂપ તો બરાબર ધ્યાન રાખે છે ને તારું? “
” એની તો તું વાત જ ના કર. તારાથીય જાય એવો છે, દવા ના ખાઉ ત્યાં સુધી પાછળ ફરે. હું કહું હમણાં પીસ તો જ્યાં સુધી પીવું નહિં ત્યાં સુધી સામે જ બેસી રહે. બહુ પરેશાન કરે છે.”
” સરસ. મારે એક ચિંતા ઓછી. ” આશ્રવી હસતા બોલી.
” શુ યાર તું પણ. સાચું કહું તમારા બધાની બહુ યાદ આવે છે મને કહેતા અનેરી રડી પડી “
” અરે ગાંડી રોઈસ નહિં મને પણ રડાવીશ કે શુ… અમે પણ તને બહુ યાદ કરીયે છીએ. “
“ભાઈ પણ !”
” એ કંઈ બોલતા નથી. પણ હું જોઉં છું અંદરથી તો તને એ પણ યાદ કરતા જ હોય છે “
” મેં બહુ ખોટું કર્યું નઈ “
“ના, ના તું ખુશ છે આનાથી મોટી ખુશી અમારાં માટે બીજી શું હોય. તારા ભાઈ તો જોજેને આ વાત સાંભળીને તને ઘેર બોલાવ્યા વગર નહિં રેવાનાં.”
“તું ખોટી છે, ભાઈ નો સ્વભાવ તને નથી ખબર. એકવાર નક્કી કરે પછી કોઈનું ના સાંભળે. “
” એતો મારાંથી વધારે કોણ જાણે? “હસતા આશ્રવી બોલી.
” કેમ કંઈ થયું? હજુ ભાઈએ તને માફ નથી કરી?”
” ના ના એવું કંઈ નથી, હું મમ્મીને કોન્ફરનસમાં લઉં વાત કર. અને મેં કંઈ કીધું નથી તું જ ખુશ ખબર આપ બહુ ખુશ થઈ જશે.”
” હેલો મમ્મી અનેરી બોલું છું” આટલુ બોલતા તો અનેરીની આંખોમાં પાણી આવી ગયું આગળ બોલી ના શકી.
” અનુ ” વર્ષ બાદ આજ દિકરીનો અવાજ સાંભળી ચંપાબેન પણ તેમની ખુશી રોકી ના શક્યા.
” બસ હવે મૂંગા જ રહેશો કે કંઈક બોલશો પણ ” આશ્રવી બન્નેનું મૌન તોડવા બોલી.
” મમ્મી કેમ છે તું અને પપ્પા શુ કરે છે? “
” અમે બધા મજામાં છીએ પણ તારી ખોટ છે. તારા વગર ઘર ખાલી લાગે છે. અને તારા ગયા પછી કેયુર પણ બહુ ગુસ્સે રહેતો હોય છે. “
” અરે મમ્મી આ આશુ છેને તારી દિકરી, મારી જગ્યાએ, હું તમારી સાથે જ છું એમ માન, હું સ્વરૂપ સાથે બહુ ખુશ છું. “
” એ બિચારી કેટલું કરે? અમે નસીબદાર છીએ કે આશ્રવી આપણા ઘરમાં છે. એ બહુ પ્રયત્ન કરે અમને બધાને સાચવવાનો પણ કેયુરે તો તારા ગયા પછી એનું જીવવું હરામ કરી દીધું છે. તોય એક શબ્દ નથી બોલતી. હસતી રહે અમારાં માટે…. “
” તમે ભાઈને સમજવો ને કંઈક. “
” એ કોઈનું સાંભળે ખરો? “
“પણ ક્યાં સુધી આશ્રવી આ ત્રાસ સહન કરશે ભાઈનો? “
આશ્રવી ફરી વાત અટકાવી બોલી “ મારી વાત મૂકીને અનુ મમ્મીને ખુશ ખબર તો આપ.”
” મમ્મી તું નાની અને આશુ મામી બનવાની છે “
” શુ કહ્યું… હું દાદી બનવાની છું. ભગવાન તને ખુશ રાખે. સ્વરૂપ શું કરે છે.? “
“મારી દવા લેવા આવ્યા હતા ને આશુ મળી તો એની સાથે જ છે. “
” તબિયત સાચવજે બેટા, આમ તો તને અમારે ખોરોભરી અહીં રાખવાની હોય પણ બેટા…. ” ચંપાબેન બોલીના શક્યા ‘દીકરીને જોઈ પણ નથી શકતી કેવી માં છું હું વીચારે રડી પડ્યા.’
” અરે મમ્મી હજુ શ્રીમંતને વાર છે ત્યાં સુધી તો હું કેયુરને મનાવી લઈશ. ચિંતા ના કરો અત્યારે. ખુશ ખબર છે તો ખુશ થાઓને. “
આશ્રવી વાત બદલવા બોલી.
બાકી બધા જાણે જ છે કે કેયુર અનેરીને ક્યારેય માફ કરી ઘેર નહિં બોલાવે. અનેરીનું નામ પણ નથી બોલતું એની સામે તો ઘેર લાવવાની તો વાત જ ક્યાંથી કરાય.
બે મિનિટ ત્રણે વચ્ચે ખુશની વાત હોવા છતાં જયારે કોઈ બેસણાનું મૌન હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ.
“એક કામ કરો તમે માં દિકરી વાતો કરો હું સ્વરૂપ સાથે ઘડી બેસું નહીંતર મને સંભળાવશે બેનપણી મળે એટલે અમને ભૂલ જ જવાનું.. ” નકલી હાસ્ય ઉપજાવતા.. આશ્રવી બોલી.
“સારું હું મમ્મીને ફોન કરું, તું કટ કરી દે. આપણે સાંજે વાત કરીયે એમ પણ ભાઈ તો છે નહિં.. ચલ બાય. “
” બાય ” કહી ફોન લઈને આશ્રવી પિઝાહટ આવી.
આશ્રવીને જોઈ ધ્યાન બોલ્યો ” આવ આવ.. છુપેરુસ્તમ નીકળી તું તો બાકી!”
” કેમ મેં શુ કર્યું? “
” શુ નથી કર્યું એમ બોલ. “
” પણ થયું શું એતો કે ખબર પડે મને? ‘
” સ્વરૂપ તમારી પ્રેમ કહાની કહે છે મને… તે તો મને કંઈ કીધું નથી આવું.. મને તો એમ હતું.. તારા પપ્પા એ જ શોધ્યું છે. “
” અરે એવું કંઈ નથી સ્વરૂપ તો નવરો છે ” આશ્રવી શરમાઈને બોલી.
” તારું મોઢું જો અરીસામાં? બધું દેખાય છે. “
” શુ સ્વરૂપ તું યે યારર !”
” ધ્યાન તારો બેસ્ટ ફ્રેન્ડ છે તો એને ખબર જ હશે એટલે મેં કીધું “
” જો મારે કંઈ નથી સાંભળવું તે મારી ઉપર વિશ્વાસ ના કર્યો, મને બહુ ખોટું લાગ્યું ચસમિસ. ” ધ્યાન મોં બગાડી બોલ્યો.
” મારે તને કેહવું હતું પણ બધું અચાનક જ થઈ ગયું અને તું ક્યાં મને મળે જ છે કે કહું? ” ધ્યાનને માનવતા આશ્રવી બોલી.
” હા, હું બધું માનું પણ એક શરત પર “
” બોલ, શુ શર્ત છે તારી? “
” મારે તારી પ્રેમ કહાની તારા મોઢે જ સાંભળવી છે..એ પણ આજે… બોલ મંજુર. “
” સ્વરૂપ તે મને ફસાવી દીધી યાર.. હા મંજુર. બોલ શુ જાણવું છે તારે? “
“પહેલેથી બધું જ, તમારી પહેલી મુલાકાતથી, બરાબર. છુપાવતી નહિં કંઈ સ્વરૂપ સાક્ષી છે હો. “
” હા બોલ. કૉલેજ દિવસો મને પણ સંભાળવા બહુ ગમે. શુ દિવસો હતા યાર…. ” સ્વરૂપ બોલતા અટકી ગયો.
” એટલે તમે નક્કી કર્યું છે બન્નેએ કે પિઝાથી પેટ નહિં ભરાયું તો મારું દિમાગ ખાવાનું..? “
વધુ આવતા અંકે….