” એક વાત પૂછું? ” ધ્યાન નવાઈ સાથે બોલ્યો.
“બોલ “
” ફોન અલાઉ નહતો તો તમે રાખતા ક્યાં? “
“રૂમમાં “
“અરે એમ નહીં કોઈ જોઈ જાય તો? “
” ઈન્ક્મટેક્સની જેમ રેડ પડે બીજું શું થાય “
” તો? “
” પણ એમ અમે પકડાઈએ જ નહિં, હોસ્ટેલમાં બધા જ રાખતા કોઈ કોઈની ચાડી ના કરે. તેરી યે ચૂપ મેરી એ ચૂપ આ નિયમ. “
” પણ ક્યાંક મેડમ આવે ને ફોન વાપરતા હોય તો? “
” એક બુક હતી ઇનકમટેક્સની બહુ જાડી હતી, તો એને કાપીને વચ્ચે ફોન રહે એવી જગ્યા કરેલી. બુકમાં ફોન બહાર જ હોય પણ કોઈને ખબર જ ના પડે.”
” તમે જબરા હો..કોઈ વિચારી પણ ના શકે રેડ પડે તો પણ ચોપડી થોડી ચેક થાય “
” હું નહોતી ને એને બુક કાપેલી, મને ના ગમે ચોપડી સાથે કોઈ છેડછાડ કરે.. પણ થઈ ગયા પછી છું એટલે જ કહું છું આ માહી મહામાયા હતી. ક્યારે શું કરે કઈ જ ખબર ના પડે. સ્વરૂપને પૂછ કૉલેજમાં પણ બહુ આગળ પડતી નખરા કરવામાં, અને હું રેન્કર. ક્યાય મેળ નહોતો અમારે પણ તોય બેસ્ટ ફ્રેન્ડ હતા.”
” અરે એકવાર તો માહીએ કૉલેજમાં એક છોકરાને લાફો મારી દીધેલો, અમે તો જોતા જ રહી ગયા… એ છોકરાએ એને પ્રપોઝ કરેલો. મેડમે કઈ બોલ્યા વગર આપી દીધી બે. ” સ્વરૂપ હસતા બોલ્યો.
“એ જ ખાસીયત હતી એની.. નખરા કરે પણ કેરેકટરની ખરાબ નહિં. દિલની સારી એટલે જ મારે એની સાથે બનતું. “
“હવે એની કંપનીમાં અનેરીનો ઉમેરો થયો. દિવસો જતા અનેરી માહી જેવી જ થતી ગઈ. એમાં પણ આ શિષ્ય ગુરુ કરતા પણ આગળ નીકળી ગઈ. મસ્તી ખોર તો હતી જ. “
” આ માહીના કારણે જ અમે પાસે આવેલા ” સ્વરૂપ બોલ્યો.
” એક વાર રાત્રે અમે ટ્રુથ અને ડેર રમતા હતા. આપણે ટ્રુથ જ લઈએ અને માહી અનેરીને ડેર જ હોય. એક વાર માહીએ અનેરીને મેડમના દરવાજે લોક કરવાનું ડેર આપ્યું. પરી અને માનસીએ ના પાડી આવું ના કરાય પણ… એ કોઈની માને ખરા અને રાત્રે 3 વાગ્યે ઉપડ્યા… ઘોર અંધારું, બધા ગેહરી ઉંધમાં હતા..કોઈને વિચાર પણ ના આવે કે આવું પણ કોઈ કરી શકે.. અમને ત્રણેને તો બીક લાગતી, અમે બહુ રોક્યા પણ આ તો સાચે જ લોક કરી આવ્યા..આખી રાત અમને ઉંધ ના આવી. એ તો બેય ઘસઘસાટ સૂઇ ગયા જયારે કઈ બન્યું જ નથી. “
” ક્યાંથી ઉંધ આવે કર્યું જ એવું તો ” મોટેથી હસતા ધ્યાન બોલ્યો.
” પણ આમાં અમારો શું વાંક? હું તો તોય પેલા બે કરતા ઓછી ડરી.. પરીને તો વાલીને બોલાવે તો ભણવાનું પણ બંધ થઈ જાય સાસરીમાં ખબર પડે તો, અને પકડાઈ જઇયે તો એડમિશન રદ થાય એ જુદું. અમે તો સુતા જ નહોતા. સવાર પડી, બહાર કંઈક હલચલ થઈ રહી હતી પણ અમે બહાર નીકળ્યા નહિં જયારે કઈ ખબર જ ના હોય એમ”
” પછી ” જાણવાની ઉતાવળ સાથે ધ્યાન બોલ્યો.
” શું યાર પછી છું… જે થયું એ જોવા જેવું હતું.
મેડમ તૈયાર થઈ બહાર આવવા નીકળ્યા પણ બહાર લોક હતું ક્યાંથી ખુલે?.. ફોન કરી મોટા મેડમને બોલાવ્યા. લોક તોડી એમને બહાર નીકળ્યા. હવે પ્રશ્ન એ હતો આ કર્યું કોને? અને મોટા મેડમ એટલે આગનો ગોળો જ જોઈ લો એવા. એમનાથી તો ભલભલા ડરતા. બધી છોકરીઓને નીચે બોલાવી. માઈકમાં જાહેર થયું… બધી જ ગર્લ્સ તાત્કાલિક નીચે આવી જાય”
માનસી ડરીને બોલી ” પરી આજે તો ગ્યા સમજ “
” જો એક વાત ધ્યાનથી સાંભળી લો, ડર તો મનેય લાગે છે પણ આપણા સિવાય કોઈ જ જાણતું નથી તો મોં પરની આ રેખા દૂર કરી. કઈ ખબર જ નથી એમ જ બધા સાથે ભળી જવાનું બરાબર. બાકી હવે કર્યું જ છે તો જોયુ જશે. “મેં કીધું.
પછી અમે નીચે ગ્યા. આમ તો રોજ નીચે જતા પણ આજ એક એક પગથિયાંનો અવાજ દિલની ધડકન જેવો લાગ્યો. પરિસ્થિતિ વિચિત્ર હતી ગુનેગાર હતા પણ બચવાંનું હતું અજાણ બની. પકડાઈ જશું તો ક્યાયના નહિં રહીયે એ અમે સારી રીતે જાણતા હતા. પણ….
” કોઈ ને ક્યાં ખબર હતી તો ડરો છો. બધાનું થશે એ આપણું પણ થશે. માહી બોલી. “
” અલિ આશુ એને કંઈક સમજાવને નહીંતર આજે મારાં હાથનો માર ખાસે નાલાયક. તને ખબર છે એનું પરિણામ શું આવશે. તારે તો ઠીક પણ અમારું તો જો ” પરી ગુસ્સા સાથે બોલી.
” અહીં આવું કરશો તો તમને જોઈને જ ખબર પડી જશે કે આપણો હાથ છે આમાં. રૂમમાં જઈ ઝગડો કરજો.”
નીચે મેદાનમાં બધા લાઈન બંધ બેઠેલા. એકદમ શાંતિ હતી. બધાને એક જ પ્રશ્ન હતો આવું કોને કર્યું. પણ કોઈ કઈ બોલ્યું નહિં, હેમા મેડમનો ડર જ એટલો હતો. અમે સૌથી છેલ્લે આવેલા. અમને જોઈ તરત જ હેમાબેન ગુસ્સેથી ધુઆપૂવા તો હતા જ… તો અમેને મોડા જોઈ બોલ્યા ” આવો મહાસય તમારી જ રાહ જોવાતી હતી. સરસ આજે તો બહુ વેહલા ઉઠ્યા નહિં? “
અમે નીચું મોં કરી લાઈનમાં ગોઠવાઈ ગ્યા.
હેમાબેને બોલવાનું સારું કર્યું ” બહુ મોટા થઈ ગ્યા નહિં કે મેડમેને પુરસો રૂમમાં. કોણ હતું એ બોલો…. “
કોઈ કઈ બોલ્યું નહીં.
મેડમ અમારાં નીચા મોઢા જોઈ બોલ્યા.. ” સાચું કહી તો તમારામાંથી જ કોઈ છે. બહારનું તો કોઈ આવે નહિં. એક છોકરીનો હાથ ના હોય આમાં આખી રૂમના જ હોય. કહી દો હું જવા દઈશ. “
સ્મશાનમાં હોય એવી શાંતિ જ રહીને કોઈ કઈ બોલ્યું નહિં.
“હું પકડીશ તો બહુ ખરાબ થશે એના કરતા કહી દેશો તો ઓછી સજા થશે… ” મેડમ બોલ્યા જતા હતા પણ બધા એમ જ પૂતળાની જેમ જ બેસી રહ્યા.
” તને કઈને શું અમારે કુવામાં પડવું છે હિટલર ! “. માહી મનમાં ધીમેથી બોલી.
મેં કોણી મારી બંધ રેવા ઇસારો કર્યો. આ મરાવશે આજે.
બે કલાક બેસાડી રાખ્યા કોઈ કઈ બોલ્યું નહીં.
” બહુ સારો સંપ છે કેવું પડે કોઈ કઈ ના બોલ્યું. જાઓ રૂમમાં હું મારી રીતે શોધી લઈશ. પછી જોવો જે નીકળે એનું શું કરું છું. હજુ છેલ્લીવાર કહું છું, કહી દો તો માફ કરી દઈશ…. “
કોઈને ક્યાં કઈ ખબર હતી કે કોને કર્યું તે કહે, અને અમે તો એકે બોલવાના હતા નહીં. અમે સારી રીતે જાણતા હતા મેડમ ક્યારેય શોધી નહિં શકે. બધા પોતપોતાના રૂમમાં વાતો કરતા જતા રહ્યા કોને આવું કર્યું. અમે પણ કઈ ખબર ના હોય એમ બધા સાથે કોણ હસે? કોણ હસે? કરતા રૂમમાં જતા રહ્યા. અંદર જઈ પેલા રૂમનો દરવાજો બંધ કર્યો.. પછી જયારે જંગ જીત્યા હોય એમ ખુશ થયા.
” જો હવે પછી આવું નહીં કરવું. આજે તો બચી ગ્યા કાયમ નહિં બચીએ.. થોડું સમજ માહી કરિયરનો સવાલ છે. ” ચિંતા કરતા પરી બોલી.
“જો હજુ બચ્યા નથી. મેડમ શોધવા પુરી કોશિશ કરશે. હોસ્ટેલમાં એમની ચમચી પણ ધણી છે તો હવે વધારે સાવધાન રહેવું પડશે.” ટાઢી બોલી.
” રાત ગઈ બાત ગઈ, આજ પછી આપણે પણ આ વાત નહિં કરવી બરાબર. ક્યાંક કોઈ સાંભળેને પ્રોબ્લેમ થાય”.મેં કહ્યું.
સાંજે હોસ્ટેલમાં બહુ ઘોઘાટ સાંભળી નીચે આવ્યા તો જોયુ, હોસ્ટેલમાં cctv કેમેરા લગાવવાનું કામ ચાલુ હતું.
” હવે કર જે કાંડ, બરાબર, હેમાબેને પ્રશ્નનું કાયમી સમાધાન કરી દીધું જો. તારા લીધે હવે આખી હોસ્ટેલની છોકરીઓની જે થોડી સ્વતંત્રતા હતી એ પણ છીનવી જશે” માનસી બોલી.
” સારું થયું યાર, હવે આ થોડી સુધરશે… ” પરી બોલી.
” સુધરે એ બીજા, આપણામાં તો કોઈ સુધરવાનું બટન જ નથી. આનો પણ કોઈક ઈલાજ શોધી લઈશુ, શું કહેવું અનેરી? “
હસતા માહી બોલી.
” રેવા દે આ નહિં સુધરે ‘ કુતરાની પૂંછડી ગમે તેટલી ભોમાં દાટો, વાંકી ને વાંકી જ રે ‘ આપણે જ સુધરી જઇયે એને કોઈ મદદ નહિં કરવાની આવા કામમાં બરાબર”. પરી બોલી.
” ચલ કઈ નહીં વરે આમાં, ભણવાનું કરીયે બહુ સમય બગાડ્યો” પરી સાથે હું પણ વાંચવા બેસી ગઈ.
આગળ આવતા અંકે….