” ધ્યાન તને ખબર છે આ સ્વરૂપ અને અનેરી અમારાંથી છુપાઈને પહેલો લેકચર ગાર્ડનમાં જ બેસી રહેતા. અમે આવીયે એ પહેલા ક્લાસમાં બેસી જતા. એમને એમ કે અમે પાગલ ખાનેથી આવ્યા તો ક્યાંથી ખબર પડશે? “
“બીજી કોઈ બીક નહીં, પણ તું કેયુરને ક્યાંક કઈ દે તો?….
એટલે છુપાવેલુ. “
“તો શુ લેકચર બંક કરો તે થોડું છુપાઈ રહે? “
” પણ માહી બહુ કામ આવી. અનુનું નામ સ્પોર્ટ્સના લિસ્ટમાં ઉમેરી દીધું એટલે તમારી જેમ એને પણ પહેલા લેકચરમાંથી છુટ્ટી મળી ગઈ. અમે રોજ કેન્ટીનમાં નાસ્તો કરતા. અરે પણ એ કામ ચોર અનુના પ્રોજેક્ટ અને બધી નોટ મારે બનાવી પડતી. મને એક તો મારું જ કરતા જોર આવતું હોયને….પણ ગર્લ ફ્રેન્ડને ના થોડી પડાય. ઈજ્જતનો સવાલ હતો. મારું બાકી મૂકી, એનું કરતો.”
” હા, ગર્લ ફ્રેન્ડ બનાવવાનો એટલો તો ફાયદો હોવો જ જોઈએ. ફ્રીમાં થોડું બધું મળે. પણ તું આવ્યો એટલે મારું કામ ઓછું થઈ ગયેલું. “
“કેમ? “
” તારા આવ્યા પેલા હું જ એના પ્રોજેક્ટ બનાવતી. મેડમને તૈયાર થવા સિવાય કઈ નહોતું આવડતું. પાસ પણ મારાં લીધે જ થતી. મારી તૈયાર નોટ વાંચી લેવાની. કોઈ જ મેહનત કરવાની નહીં.”
” હા, પણ સમય સાથે બધું બદલાઈ જાય છે, અત્યારે તો મારું એ ધ્યાન રાખે ત્યારે… “
” જોજે એવું ના માનતો લગ્ન થઈ ગયા હવે ક્યાં જશે? હું છું હજી એના માટે “
“ના, એવું નથી કહેતો, હું કામમાં હોઉં તો મારે ખાવા પીવાનો ટાઈમ જ ના હોય અને ક્યારેક આખી રાત કામ કરવું પડે કોઈ તાત્કાલિક પ્રોજેક્ટ હોય ત્યારે .તો એ જ મારું ધ્યાન રાખે. “
” હા, પણ હવે તારે અનુ ધ્યાન રાખવાનું છે. હું કેયુરને સમજાવવા ટ્રાય કરીશ જો માને તો એને અહીં રાખીશું. “
“જો જે તારે અમારા લીધે….???.. અરે મારાં મમ્મી પપ્પાને અહીં જ બોલાવી લેવા છે તું ચિંતા ના કર. “
” અત્યારે તો કેયુર પુના છે આવવું છે ધેર? “
” ના, કોઈક કહી દે ને પાછું તમારે ઝગડા. “
“અરે પ્રેમ હોય ત્યા જ ઝગડા હોય. ડોન્ટ વરી. તને ખબર જ છે અમારો ઝગડો થોડા ટાઈમ પૂરતો જ હોય, કેયુરને મારાં વગર ઘડીય ના ચાલે”
” સાચું કહું, માપમાં ખોટું બોલે તો સારું. બહુ પચ નથી પડતું તારું જૂઠું . હમણાં બસમાં જોયુ મેં ” ધ્યાન આશ્રવી પાસે સાચુ જણાવા મથતો હતો. પણ આશ્રવીને તો કઈ કેવું જ નહોતું.
” અરે ના એવું નથી, ક્યાંના ક્યાં પોહોચી ગયા. ધ્યાન તને ખબર આ બન્ને જે મુવી બહાર પડે તે બંક કરી જોવા જતા. એકવાર અમનેય લઇ ગયેલા. યાર હું તો પહેલીવાર બંક કરી મુવી જોવા ગયેલી તો એટલો ડર હતો મનમાં કે શરીરથી થિયેટરમાં અને મનથી હોસ્ટેલમાં”
” મેરે બ્રધર કી દુલ્હન ” હસતા સ્વરૂપ જયારે કંઈક યાદ આવ્યું હોય એમ બોલ્યો.
“કેમ હસ્યો? “
“ધ્યાન આ ડફોળ થિયેટરમાં જ્યારે પહેલીવાર આવી એમ પિકચર જોવાની જગ્યાએ ત્યા આવેલા લવરની હરકતો જોવામાં ઘડી આગળ અને ઘડી પાછળ જોતી હતી. અને હું પાગલ તે અનુ અને આની વચ્ચે બેઠેલો, એમાં મારી ઉપર આખુ પોપકોર્ન નમાવી લીધેલું. લોકો મુવીની જગ્યાએ અમારી ઉપર હસ્યાં એવું લાગ્યું મને. સિનેમેકસમાં લોકોને લાગ્યું હશે આ સ્માર્ટ છોકરો આ ગમારને ક્યાંથી ઉઠાવી લાવ્યો. મને બહુ ગુસ્સો આવેલો ત્યારે. પણ અત્યારે બહુ હસવું આવે છે. “
” તારી જેમ રોજ થોડા અમે જતા તે ખબર હોય? મારાં માટે તો આ કંઈક નવો જ અનુભવ હતો. “
” તો ક્યારેક કેયુરને લઈને જઈ અવાય. આ નોટો તો મંદિરમાં કે બગીચામાં જ ફરેલા…… નહીં….
અરે તું જ બોલ ધ્યાન, કોન ડફોળ હોય જે ગર્લ ફ્રેન્ડને મંદિરે લઇ જાય. “
” મારાં જીજુને ને તારા સાઢુભાઈ ” ધ્યાન હસતા બોલ્યો..
” જો અમે ડફોળ નથી. તમે નાસ્તિક છો અમે નહીં ! “
“અહીં વચ્ચે ક્યાંથી નાસ્તિક આવ્યું, કઈ ખબર ના પડી. તને ખબર પડી સ્વરૂપ? “
” ના જરાય નહીં “
” તમે નહીં સમજો જવાદે “
” અરે સમજાય મારે સમજવુ છે “
” દરેકની પોતપોતાની પસંદ હોય. મને ગમતું તો અમે જતા. એકવાર અમે સરિતા ઉદ્યાન પણ ગયેલા છીયે.”
” સરિતા ઉદ્યાન…… અને તમે????? “
” કેમ અમારે ના જવાય? “
“અરે તો લવર પોઇન્ટ કેવાય… ત્યાં તમે શુ સર્ચ કરવા ગયા હતા? “
“અરે ફરવા ગયાતા બહુ સાંભળેલુ તો, પણ મજા ના આવી તો પાછા આવી ગયા. કોઈને કંઈ શરમ જ નહીં. મૂડ ખરાબ થઈ ગયું ત્યાં જઈને. પછી અમે ત્યાંથી મહાત્મા મંદિરની આગળના ગાર્ડનમાં બેઠા. કેટલી મસ્ત ખુલ્લી જગ્યા છે. અહીં જ દર વર્ષે વાઈબ્રન્ટ સમિટ યોજાય છે. અમને કૉલેજમાંથી એનું પ્રદર્શન જોવા લઇ ગયેલા. કેટલુ મગજ વાપરતા હશે લોકો ત્યારે નવું ઇનોવેશન થાય, શુ રચનાઓ હોય છે! આપણે તો ટાઈમ પાસ સિવાય કઈ જ કરતા નથી. “
” તો વાપરને તારું મગજ કોને ના પાડી છે.? “
” મારે ભણવું હતું આગળ…પણ….. . “
“તો? “
” શુ તો?.. . કેયુરભાઈને નથી પસંદ તો છોડી દીધું… બરાબર બોલ્યોને હું. ” સ્વરૂપ બોલ્યો.
” પણ તું સમજાવને, નોકરી ના કરવી હોય તો નઈ કરવી પણ ભણેલું હોય તો ક્યારે પણ કામ આવે. અત્યારે ક્યારે શુ બની જાય કંઈ ખબર પડતી નથી.
ચેતતા નર સદા સુખી. “
” મેં બહુ ટ્રાય કર્યો પણ બધું ‘પથ્થર ઉપર પાણી’ એવું છે એમનું. “
” આજ ના જમાનામાં ય આવા લોકો છે નવાઈની વાત છે. પણ તું આટલુ એની સાથે રહેલી તો ખબર ના પડી.? “
” પેલા નહોતા એ આવા. અમે રોજ વાતો કરતા. પછી તો અમારાં રૂમમાં બધાને અમારું આકર્ષણ પ્રેમમાં ફેરવાઈ ગયુંએ ખબર પડી ગઈ. બધા મને રોકવાની જગ્યાએ પ્રોત્સાહન આપતાં. કેયુર સારો છોકરો તો હતો જ અને અનુનો ભાઈ પણ હતો. અનેરીએ તો નક્કી જ કરી રાખેલું તને જ ભાભી બનાવવી અને મને ભાભી કહીને જ બોલાવતી. મને પણ એ ગમતું. મારા માટે અત્યારે આ બધું ‘ ભાવતું હતું ને વૈદ્યએ કીધું’ એવું હતું. હું ખુબ ખુશ હતી. પછી તો વાલી દિવસ હોય એટલે અનેરી કેયુર એકલાને જ બોલાવતી. એમાં ફાયદો અમારાં બન્નેનો હતો. હું અને કેયુર એકલા બહાર જઈએ એટલે મેડમ માહી સાથે જવાનું બહાનું કરી સ્વરૂપ સાથે ફરવા જતી રહેતી. બહુ મજા કરેલી એ દિવસોમાં અત્યારે બહુ યાદ આવે છે એ બધું. “
ક્રમશ: