” જીંદગીનું કંઈક આવું જ છે. જયારે જે પાસે હોય એની કદર નથી હોતી અને કદર થાય ત્યાં સુધી એ બહુ દૂર જતું રહ્યું હોય છે. નાના હતા ત્યારે થતું ક્યારે મોટા થઈએ. હવે મોટા થયા તો એવું થાય નાના જ રહ્યા હોત તો સારું હતું. “
” સાચી વાત છે. સમયથી મોટું શિક્ષક કોઈ જ નથી. પણ અમારો સમય અમારી સાથે રમત કરી રહ્યો હતો. એક બાજુ મારી અને કેયુરનો, બીજી બાજુ અનુ અને સ્વરૂપનો પ્રેમ પાંગરી રહ્યો હતો. એનું શુ પરિણામ આવશે એનો જવાબ સમય પાસે હતો. અમે તો ભવિષ્યનો વિચાર કર્યા વગર મજા કરી રહ્યા હતા.
બહાર ફરવાનું, મૂવી જોવાની, મસ્તી કરવી, નિયમો તોડવાના અને એનો પાછો આનંદ કરવાનો. આ સમય દરમિયાન અમે પૂરું ગાંધીનગર અને અમદાવાદ આજુ બાજુના જોવાલાયક બધા સ્થળો ફરી વળેલા.અમદાવાદ બાજુ અડાલજની વાવ, ત્રિમંદિર, ભાગવત વિદ્યાપીઠ, સાયન્સ સીટી, કાંકરિયા તળાવ,અમદાવાદનો સૌથી સારો આલ્ફા વન મોલ…. લગભગ આખું અમદાવાદ અમે લગ્ન પેલા જ ફરી વળેલા. “
” અમારાં કરતા વધારે ફરતા તમે, અમે તો ગાંધીનગરમાં જ ફરતા. “
“પણ અમે મુવી જોવાના શોખીન નહીં એટલે. તમે ઓછા પિકચર જોયા હોત તો ફરવા થાય ને?.. અમને તો બેયને નવી નવી જગ્યા જોવાનો બહુ શોખ એટલે એક જ દિવસે બે ત્રણ જગ્યાએ ફરી લેતા. “
” તારી વાત સાંભળી મને તો એવું લાગે છે જયારે મેં તો સૃષ્ટિને ક્યાય ફેરવી જ નથી “. ધ્યાન બેય સામે જોઈ બોલ્યો.
” તમને કોને ના પાડી?…. હવે ફરી લેવાનું. તમને ક્યાં કોઈ રોકવાવાળું છે?. મિયાં બીવી બે જ તો છો, કરો જલસા. “
” એમ જલસા ના થાય, ઘરની જવાબદારી હોય, તમારે ચિંતા નહિં તારા સાસુ સસરા હોય એટલે. ખાલી કમાવીને આપી દેવાનું. “
” હા એ છે ઘરમાં વડીલો હોય તો ફેર પડે. પણ તમારી જેમ અમારે સ્વતંત્ર ના રહેવાય. પપ્પા કે એમ જ કરવું પડે. પણ પપ્પાએ અમને ક્યારેય ક્યાંય જતા રોક્યા નથી. એતો અમારાથી પણ વધારે શોખીન છે.”
” તો કેયુર કેમ આવો છે? “
” કેયુર પણ પપ્પા જેવા જ શોખીન છે. કહું તો છું અમે કંઈ જ ફરવાનું બાકી નથી રાખ્યું. એકવાર અમે મહુડી, અમરનાથ ગયેલા. મહુડી જૈન મંદિરો છે ત્યાં દર્શન કરી ત્યાં સુખડી ખાધેલી. બહુ જ મસ્ત સુખડી ત્યાંની હોય છે, ગમે તેવી બનાવીયે પણ ઘેર આવી નથી બનતી. પણ ત્યાંથી બહાર ના લઇ જવાય, ત્યાં જ ખાવાની એવો નિયમ છે. આવું કેવું….?? .કહેવાય છે અહીંથી પ્રસાદ બહાર લઇ જવાની મનાઈ છે અને લઇ જાય એની સાથે કોઈ ખરાબ ઘટના ઘટે છે. “
” મેં પણ સાંભળ્યું છે, કોઈ એક વાર ભૂલથી પ્રસાદ લઇ ગયેલું તો રસ્તામાં એમનો એક્સીડંટ થયેલો અને પછી પાછા આવી દર્શન કરી પ્રસાદ અહીં જ ખાધો. ત્યારે ઘેર જઈ શક્યા. સાચું છે કે ખોટું ખબર નથી પણ નાનો હતો ત્યારે સાંભળેલુ. અમારે તો ગાંધીનગરમાં રહેવાનું એટલે બહુ દર્શન કરવા જતા. “
“સાચું ખોટું તો ભગવાન જાણે પણ આ તો શ્રદ્ધાનો વિષય છે.
શ્રદ્ધાનો હોય જ્યાં વિષય, પુરાવાની શી જરૂર,
કુરાનમાં ક્યાં પયગંબરની સહી છે. “
” વાહ, વાહ,….. અરે જ્ઞાનમાં તો આશુની પાસે બધા પ્રશ્નના જવાબ મળે ” ધ્યાન હસતા બોલ્યો.
” પણ મારાં જ પ્રશ્નોના જવાબ મારી પાસે નથી…. શુ કામનું આવું જ્ઞાન જે પોતાના જ કામમાં ના આવે? “
” કેમ મહુડી ના ગમ્યું? ” મશ્કરી કરતા સ્વરૂપ બોલ્યો.
” ના, ના… મહુડી તો મસ્ત જગ્યા છે. અને ત્યા એક ઘંટ છે. એવી માન્યતા છે કે તે સીડી પર ચડીને ઘંટ વગાડતા જે માંગોએ મળે છે. સ્વરૂપ તને તો ખબર જ હશે… પણ ધ્યાન તને ખબર છે? “
” ના, આજે જ સાંભળ્યું. પણ તું શુ માંગતી એતો કે? “
” કેયુર… “
” એટલે જ લવ વિથ અરેન્જ મેરેજ થયાં નહીં! “
” હા, એવું જ કંઈક.. પ્રભુ કૃપા… પણ તું ક્યારેક સૃષ્ટિને લઇ જજે. રસ્તામાં અમરનાથ આવે છે એ પણ મસ્ત જગ્યા છે. ગુફાઓમાં 12 જ્યોતિલિંગ છે. કાશ્મીર અમરનાથ તો ના જઈ શકીયે પણ આતો નજીક છે. એકવાર તો જવુ જ જોઈએ, ત્યાં તો મોટું વોટરપાર્ક પણ છે. ઉનાળામાં જજો મજા આવશે. “
” એટલે તમે જાત્રા પણ કરી લીધી એમ? ” હસતા ધ્યાન બોલ્યો. “કેમ? “
” મંદિર જ ફર્યા તો શુ કહું બીજું.? “
” તો બીજે ક્યાં જવાય. ઈંદ્રોડા પાર્ક પણ ગયેલા. અરે ત્યાં તો સાયકલ ફરવા લીધેલી તો કેયુર ચલાવે અને આપડે પાછળ ફરવાની બહુ મજા આવેલી… જયારે જંગલમાં ફરતા હોય એવું લાગેલું. બહુ ફોટા પણ પડેલા. ત્યાં તો ડાયનોસોરના પૂતળા કેટલા મોટા બનાવેલ છે. અત્યારે ફોટા જોવું એટલે દિલ ખુશ થઈ જાય. ક્યાં એ દિવસો હતા ને ક્યાં આજ….
પેલા કેયુરને એક ઘડી ના ચાલતું મારાં વગર અને અત્યારે મારાં ઉપર ગુસ્સે જ હોય આખો દિવસ…. શુ પ્રેમ આટલો જ ખોખરો હતો અમારો. “
” એતો સમય સાથે બધું સુધરી જાય. ચિંતા ના કરીશ. ” સ્વરૂપ બોલ્યો.
ધ્યાન આ સાંભળી કંઈ ખબર ના પડી એમ બોલ્યો ” થયું છે શું? એતો કો??…. મને કંઈ જ ખબર નથી પડતી. સવારનો આશ્રવીને પૂછું છું પણ વાત બદલી કંઈ બોલતી જ નથી.
સ્વરૂપ તું જ કે સાચી વાત, હું સાંભળ્યા વગર નથી જવાનો. ચલ બહાર બગીચામાં બેસીયે. “
સ્વરૂપ આશુ સામે જોઈએ બોલ્યો ” શુ કરું બોલ? “
” કહી દે એમ પણ હવે ટૂંક સમયમાં આખી દુનિયા જાણવાની જ છે ” અચાનક આ વાક્ય આશ્રવીના મોંથી નીકળી ગયું.
સ્વરૂપ અને ધ્યાન તો જાણે આશ્રવી શુ બોલી ગઈ સમજી જ ના શક્યા. અને બોલ્યા… ” મતલબ?? “
“સમય આવે જોઈ લેજો “
” તું શુ કરવાની છે? “
” હું કંઈ નથી કરવાની પણ કેયુર કરશે એવો મને આભાસ થાય છે “
” કંઈક સમજાય એવી વાત કર તો ખબર પડે મને ” ધ્યાન બોલ્યો.
” સ્વરૂપ પાસેથી જાણીલે બધું જ સમજી જઈશ”.
વાતો કરતા અમે બહાર નીકળ્યા.
“આપણે અનેરીને લઈને ઘેર જઈએ..ઘર સુધી રીક્ષા કરીલે. ત્યાં સુધી તમારે વાતો પણ થશે. “
” ચલ પેલા મારાં ઘેર, અમારું ઘર જોઈલે. અમે હવે અમદાવાદ જ રેવાનાં છીયે. ધ્યાન તુંય ચલ હું તને બધી વાત કરું. પણ તારે મોડું તો નહીં થાય? “
” ના, ના. મિત્રો રોજ થોડા મળશે, આજે રજા મૂકી દઉં. તું રીક્ષા શોધ હું કંપનીમાં કોલ કરી રજા મૂકી દઉં. “
રીક્ષા કરી અમે ગોતા જવા નીકળ્યા.
“આ રોડ અમે બહુ ફરેલા, સોલા રોડ…., સિવિલ હોસ્પિટલ, હાઈકોર્ટ, ભાગવત” હું રોડ જોઈ બોલી. ધ્યાન અને સ્વરૂપ મારી સામે જોઈ રહ્યા.
ક્રમશ :