ગામમાં નાનકડું એક બસ સ્ટેશન હતું. જે કેવા પૂરતું જ બસ સ્ટેશન હતું, બાકી અંદર તો જયારે “ગાયો માટેનો વાળો બનાવ્યો ના હોય સરકારે! એવી હાલતમાં હતું… પણ બેસવા માટે બહાર સરસ બાકડા હતા. બાકડા પર બેગ મૂકી આશ્રવી ત્યાં જ ઉભી રહી ગઈ.
આશ્રવીનું મન ધ્યાનની આવવાની રાહ જોવામાં જ હતું. હજુ ધ્યાન આવ્યો ન હતો અને બસ આવી જશે તો? એની રાહ નહીં જોઈશકાય.. બસ આવવાનો સમયલગભગથઈ જ ગયો હતો. ધ્યાન આવી જાય તો સાથે જઈશું અને વાતો કરતા મિત્ર સાથે જવાની મજા પણ કંઈ ઓર જ હોય.! આશ્રવી આ વિચારે રસ્તા સામે જોઈ રહી હતી, પણ ધ્યાન દૂર દૂર સુધી ક્યાય દેખાતો હતો નહીં.
રાજેશભાઈ સ્ટેશન આવેલા બીજા લોકો સાથે વાત કરવામાં મશગુલ હતા. આશ્રવીની જ વાત કરતા હતા. આશ્રવી વાતો સાંભળતા ઘડી ઘડી રસ્તા તરફ નજર કરી નાખતી.
“રાજેશભાઈ તમારી દીકરી ભણે છે કે નોકરી કરે છે? ” કનુભાઈએ પૂછ્યું,
“ના ના! આશુને ભણવાનું પતી ગયું છે અને નોકરી ! અમારે તો કરાવી હતી પણ જમાઈને નથી કરાવવી તો અમેય કહી દીધું. સારું, તમને ગમે એ ખરું. અમારે ક્યાં એનો પગાર લેવાનો હતો? “
“આપણે તો દીકરી ખુશ રહે એ જ મહત્વનું નોકરી નહીં” હંસાબેન વાતમાં ઉમેરો કરતા બોલ્યા.
“100% ની વાત કરી ભાભી તમે, દીકરીની ખુશીથી મોટુ સુખમાબાપ માટે બીજું શું હોય? ” કનુભાઈ આશુ સામે જોઈ બોલ્યા.
ત્યાંજ દૂરથી આવતી મોટરનો અવાજ સંભળાયો.. …બાજુમાં ઉભેલું કોઈ બોલ્યું ચલો બસ આવી ગઈ. આશ્રવીની નજર તો ગામથી આવતા રસ્તા પર ધ્યાનની રાહ જોતી હતી, પણ..…..?
“આશુ બસ આવી ગઈ, તું અંદર જઈને બેસી જા. કનુકાકા તારો થેલો લઈને ચડી જશે”
રાજેશભાઈની વાત સાંભળી આશ્રવી એ વિચાર્યું આજે નહીં મળાય આ પાગલને, હવે મારે રાહ નહીં જોવાય, એની રાહ જોવા રહીશ તો મારી પણ બસ છૂટી જશે. સમયની કોઈ કદર જ નથી બુધ્ધુને….! મનમાં ગુસ્સે થતા આશ્રવી રસ્તા સામે જોતા જોતા બસ તરફ ચાલવા લાગી.
આશ્રવી મમ્મી પપ્પાને આવજો કહી બસમાં ચડી ગઈ અને કનુકાકા પાસેની સીટમાં જ બેઠી. બારીમાંથી હાથ લંબાઈને આવજો પપ્પાને કહી રહી હતી… ત્યાં જ મોટા એવા હોનના અવાજ સાથે બસ અમદાવાદ તરફ રવાના થઈ.
“આશ્રવી એના પપ્પાની જીંદગી હતી. યશ કરતા મોટી હતી પણ ઘરમાં બધાની સૌથી વધારે વહાલી હતી.” આશ્રવીને બસમાં બેસાડી રાજેશભાઈ તો જયારે પહેલીવાર દિકરી વળાવતા હોય એમ લાગણીશીલ થઈ ગયા. અને થાય જ ! આશ્રવી હતી જ એવી નટખટ કે તેના જતા ઘર સૂનું લાગતું. આશ્રવી જયારે ગામડે આવતી ત્યારે દસ પંદરેક દિવસનું વેકેશન સાસરીમાં પાડીને જ આવતી.
“આશુનાં આવતા જ આપણું ઘર કેટલું જીવંત લાગે છે. કલબલાટ કરતા પક્ષીઓના માળા જેવું અને એના જતા બે દિવસ તો વેરાન વગડા જેવું લાગે છે. શું કેહવું આશુની મમ્મી તારું? ” રાજેશભાઈ તેમના દિલની લાગણી ઠાલવતા બોલ્યા.
“તમારી વાત સાચી છે પણ દિકરી તો સાસરે જ શોભે, લગ્ન પછી એ પારકી થઈ ગઈ, ચાર દિવસની મેહમાન કેવાય. આતો ચંપાબેન સારા છે કે આટલા દિવસો રોકવા દે છે. બાકી અત્યારે આટલા માયાળુ સાસુ મળવા મુશ્કેલ છે. આપણી દિકરી નસીબદાર છે કે બહુ સારુ સાસરું મળ્યું છે. એ ખુશ રહે આપણે બીજું શું જોઈએ ! “
રાજેશભાઈને હંસાબેન વાતો કરતા ઘરતરફ જવા નીકળ્યા. ઘરતરફ જતા રસ્તામાં સામે ઉતાવળે આવતો ધ્યાન મળ્યો.
“જયશ્રી કૃષ્ણ હંસાબા.” ધ્યાન હંસાબેન સામે જોઈ બોલ્યો.
ધ્યાનને રસ્તામાં આશ્રવીનાં મમ્મી પપ્પાને જોઈ ખબર પડી જ ગઈ કે તે બસ ચુકી ગયો અને આશ્રવીની સાથે વાતો કરવાનો સુહામણો મોકો જતો રહ્યો.
“જયશ્રી કૃષ્ણ બેટા. અમદાવાદ જવાનું છે? મોટર તો હાલ જ ગઈ, હવે શેમા જઈશ?” હંસાબેન બોલ્યા.
“મારે અમદાવાદ જ જવાનું છે પણ મોડું થઈ ગયું. કંઈ નહીં, બે ત્રણ બસ બદલતા પોહોચીશું, બીજું શું થાય હવે? ” ધ્યાન તેની અકળામણ ઠાલવતા બોલ્યો.
“સારું હંસાબા આશ્રવીનાં ઘેર આવો ત્યારે મારાં ઘેરપણ આવજો. આશ્રવીનાં ઘરથી નજીક જ મારું ઘર છે “. ધ્યાન જવાની ઉતાવળ સાથે બોલ્યો.
“હા, જરૂર. અમદાવાદ આવશું ત્યારે તારા ઘેર પણ આવશું. જા તારે મોડું થશે”. ધ્યાનની જવાની ઉતાવળ જોઈને હંસાબેને કહ્યું.
ધ્યાન અને આશ્રવી શાળા સમયના બહુ સારા એવા મિત્રો હતા. સાથે ભણતા, સાથે રમતા સવારથી લઈને સાંજ સુધી સાથે જ જોવા મળે. ગામડાની ભાષામાં કહીયે તો ” લંગોટિયા યાર “.પણ ગામનાં લોકો માટે તો બે ભાઈબંધ જ મિત્ર હોય! છોકરી અને છોકરાની મિત્રતા ક્યારેય સ્વીકારાય જ નહીં પછી ભલે એ ગમે તેટલી નિ:સ્વાર્થ હોય.
ધ્યાનનું મૂડ ખરાબ થઈ ગયું કેટલી ઉતાવળે આશ્રવી સાથે વાતો કરવા મળશે એવા વિચારે ભાગતો સ્ટેશન સુધી આવ્યો હતો અને દિલનું દિલમાં જ રહી ગયું.
ગામથી અમદાવાદ સુધી 100 કિલોમીટરનો સફર મિત્ર સાથે ક્યારે પૂરો થઈ જાત ખબર જ નાં પડેત અને હવે આ રસ્તો જલદી પૂરો જ નહીં થાય. ધ્યાન આવા વિચારે રસ્તા પર આવતા જતા નાના બાઈકો અને છકડા જોઈ રહ્યો હતો.
ગામ નાનું કોઈ મોટા સાધનોની અવરજવર રસ્તે બહુ જ ઓછી થતી. આજ સવારે તે કાલે સવારે એક બસ અમદાવાદની આવતી. ધોળકા તાલુકો નજીક તો ત્યાં જવા કોઈ વિહીકલ મળી જાય તો બસ સાથે કદાચ થઈ જવાય આવો વિચારઅચાનક જ ધ્યાનને આવ્યો, પણવિહીકલ મળે તો ?
તારા નસીબમાં આજે આશ્રવીને મળવાનું નથી લખ્યું. એવો નિસાશો નાખતા ધ્યાન મૂંઝાયો.
ના, આજે તો કંઈ પણ થઈ જાય આશ્રવીની સાથે જ અમદાવાદ જવું છે. આવું વિચારી તેના ખીચ્ચામાંથી ફોન નીકાળી એક ગામમાં રહેતા મિત્રને ફોન કર્યો.
“નિત્યા મારે તારું એકઅર્જન્ટકામ છે. તું તારું બાઈક લઈને ગામનાં સ્ટેશન આવી જા, હું ત્યાં જ ઉભો છું. જલ્દી કરજે પાછો મારે મોડું થાય છે.” ધ્યાનનાં બોલવામાં પણ ઉતાવળ દેખાઈ રહી હતી.
“પણ, હજુ હું હાલ જ ઉઠ્યો છું. ઘડિયાળમાં ટાઈમ તો તું જો?એવી તો શું ઇમર્જન્સી આવી પડી ગઈ તારે? ” નીતિન માથું ખન્જવાળી વિચાર કરતા બોલ્યો. તેને ધ્યાનની વાતકંઈ ગળે ના ઉતરી.
“વિચારવાનું બંધકર નિત્યા અને બાઈક લઈને સ્ટેશન આવી જા. કામ છે મારે ! ત્યારે જ તો અત્યારે કીધું હોય તને નાલાયક. એકવારના કીધે ક્યારેય કંઈ સમજતો જ નથી. ” ધ્યાન તેના મિત્રપરહક જતાવતા બોલ્યો. ” બોલ આવે છે તું? કે રજની ને કહું.. “
“હા, સાહેબ તમારો હુકમ ના માનવાની હિંમત અમારા જેવાની ક્યાંથી? ” મજાક કરતા નીતિન બોલ્યો..
“જો મારે આજે ઈમ્પોર્ટન્ટમિટિંગ છે ને બસ ચુકી ગયો છું, તો બસ પકડવી છે. વાતો પછી કરીશું , અત્યારે મને બસ ભેગા કરીદે, તોયે ઘણું છે. “
“હા, ચાલએક જ મિનિટમાં આ આવ્યો જો ” એમ કહી નીતિન ફોન મૂકી તરત જ બાઈક લઈને સ્ટેશન આવી પહોંચ્યો.
એના આવતા તરત ધ્યાન ધબકતા હ્રદયે બાઈક પર બેસી ગયો. મનમાં તો બહુ મોટુ મનોમંથન ચાલતું હતું બસ નહીં ભેગી થાય તો? બસ ભેગી થશે તો આટલા વર્ષો પછી આશ્રવી સાથે શું વાતો કરીશ? ઘણા વિચારીમાં અટવાયેલો હતો.
“અલ્યા એવી તો શેની મિટિંગ છે? તે મને ન્હાયા વગર અત્યારે સવારના પહોરમાં લાંબો કર્યો ! ” બાઈક ચલાવતા નીતિન પાછળ ધ્યાન સામે જોઈ બોલ્યો.
“તારે બહુ બધી પંચાતહોય આખા ગામની નઈ! આગળ જો અને બાઈક ભગાવ, અમદાવાદ પોહોચીને શાંતીથી બધી વાત કરીશ. અત્યારે તો મને બસ સિવાય કાંઈ જ દેખાતું નથી.” આગળ દ્રષ્ટિ કરતા ધ્યાન બોલ્યો.
“હા ભાઈ હા પહોંચાડી દઈશ તારી બસે તને. ચિંતાના કર, નિત્યાના રહેતા તારે શું ચિંતા કરવાની હોય ? ” મજાક કરતા નીતિન બોલ્યો.
વાતો કરતા બે ગામઆગળ પહોંચી ગયા ત્યાં બસ પહોંચવા જ આવી હતી. બસ પહેલા નીતિને ધ્યાનને આગળના સ્ટેશન ઉતારી દિધો.
“નિત્યા તું ના હોત તો આજ મને આ બસમાં જવા ના મળત. ચાલ, હું બસ આવે તો બેસી જઈશ. તારે ખેતરે જવાનું હશે તો તારે પણ મોડું થશે? તું જા હવે…” ધ્યાનની આંખમાં ખુશી દેખાઈ રહી હતી, પણ એ બસ મળશે અને મિટિંગમાં ટાઈમસર પહોંચશે એની હતી કે પછી બીજી કોઈ? નીતિનને કાંઈસમજ પડી નહીં.
“મારે ! ને મોડું? ” હસતા નીતિન બોલ્યો.. “અમે તો ખુદના માલિક, અમારે કોઈ તમારી જેમ ટાઈમ ના હોય. ઈચ્છા પડે ત્યારે જઇયે અને ઇચ્છા પડે ત્યારે ઘેર. મજાની જિંદગી છે…. રામ રાજ ને પ્રજા સુખી “.
ત્યાં બસ નો હોન સંભળાયો નીતિન બોલ્યો “લે ભાઈ તારી બસ આવી ગઈ હું જાઉં. આવજે અને મિટિંગ કેવી રહી સાંજે ફોન કરી કેજે પાછો ભૂલી ના જતો.” બોલતા નીતિનબાઈક લઈને જે રસ્તે આવ્યો તે જ રસ્તે પાછો જવા નીકળ્યો અને ધ્યાન ત્યાંથી તેની તરફ આવતી બસ સામે જોઈ રહ્યો. દિલથી ખુબ જ ખુશ હતો. વર્ષો પછી આશ્રવી સાથે વાતો કરવા મળશે.
પહેલા કહ્યું તેમ ધ્યાન અને આશ્રવી સમજણા થયાં ત્યારથી જ સાથે ભણતા અને સંબંધ તો એવો ગાઢ બન્નેનો કે બોલ્યા વગર જ એકબીજાની વાતો સમજી જાય. એકબીજા વગર એકઘડી ના ચાલે બન્નેને. ગામ આખુ એમની મિત્રતાને જાણે. પણ કેવાય છે ને ઉંમર સાથે ઘણું બધું બદલાઈ જાય છે. એમ આ મિત્રોને પણ લોકો અલગ નજરથી જોવા લાગ્યા. મોટા થયાં તો ઘરના લોકો પણ આ મિત્રતાના વિરોધી થઈ ગયા.
ક્રમશ: