” હા… હો…. ખબર જ છે બધાને તારી દ્રષ્ટિમાં સૃષ્ટિ વસે છે. સૃષ્ટિ બહુ નસીબદાર છે જેને તારા જેવો સમજદારહસબન્ડ મળ્યો. પણ હા, જોકે મારાં કરતા થોડી ઓછી જ છે, મારા કેયુર તારા કરતા કંઈ ઓછા નથી “
” દેખાય જ છે બધું ” આશ્રવીની આંખોમાં જોઈ ધ્યાન બોલ્યો.
“ના ધ્યાન તારે સમજવામાં ભૂલ થાય છે, એ મને બહુ પ્રેમ કરે છે, મારો ખ્યાલ પણ બહુ રાખે. મારે જોઈતું બધું મારાં કહ્યા પહેલા જ હાજર હોય. હું બીમાર પડી ત્યારે આખી રાતો જાગી મારી પાસે જ બેસી રહેલા જોયા છે મેં એમને……આપણી કેર કરે અને પ્રેમ કરે એનાથી વધારે શુ જોઈએ?”
“જો મારાં ઘેર મેં કૂતરો પડ્યો છે એના માટે અમે સ્પેશલ ખાવા બિસ્કિટ, નવડાવવા સાબુ બધું જ લાવીને મસ્ત રાખીયે છીએ, અરે સારા કપડાં પણ લાવ્યો છું બહાર જઈએ ત્યારે પહેરાવવા. ઘરમાં સૌનો લાડકો થઈ ગ્યો છે. અમે એને બાંધતા પણ નથી, સ્વતંત્ર છે. તું જ કે કેયુર તને આટલુ રાખે એમાં શુ નવાઈ ! તું તો માણસ છે. બોલ તારામાં ને મારાં કુતરામાં શુ ફેર છે?”
“દુનિયામાં બનતા કિસ્સા તું જોવે જ છે ને! એટલે જ એમને મારી સલામતી માટેની ચિંતા હોય જ ને? તું તો જો, યાર.. એ મારી ચિંતા નહિં કરે તો કોણ કરશે? મને એમનાથી કોઈ જ પ્રોબ્લેમ નથી, હું ખુશ છું એમની સાથે. “
“દેખાય છે તારી ખુશી તારું મોઢું જોઈ, કંઈ કેવાની જરૂર નથી. ના કેહવું હોય તો કંઈ નહિં. કહીશ તો હું કંઈ તારા ઘેર આવી કેયુરને કંઈ કેવાનો નથી કે આશ્રવી તારા વિશે આવું કેહતી હતી. સાચું કહું તું બદલાઈ ગઈ છે, પહેલા જેવી નથી. પેલાનો પૂરો રંગ ચડી ગયો છે તારા વિચારો ઉપર, તું કુવામાંના દેડકા જેવી થઈ ગઈ છે, જેને એવું જ છે હું સૌથી નસીબદાર છું, કુવામાંથી બહાર જો કુવાની બહાર પણ બહુ મોટી દુનિયા છે. શુ કહું યાર તને….” ધ્યાન સમજવાની કોશિશ કરતા બોલ્યો.
“બધા તારા જેવા સારા નથી હોતા, હું તને ઓળખું છું. બાકી મિત્રના નામે પણ લોકો છોકરીને વાપરીને જતા રહે જ છે. રોજ ન્યૂઝ પેપરમાં નથી જોતો. મેં એક બુક વાંચી હતી. બુક તો ના કેવાય જોકે હા ડાયરી કહી શકાય. એક છોકરી હતી, જેને લખવાનો શોખ હતો અને તેની કૉલેજની ડેઇલી લાઈફ લખતી.”
“હા તો? ” ધ્યાન બોલ્યો.
“સંભાળ તો ખરો પુરી વાત, પછી બોલ….બરાબર ” ધ્યાનને અટકાવી આશુ બોલી..
“ગુજરાતી ભાષાના જાણીતા લેખક બિંદુ ભટ્ટ એમને લખેલી ડાયરી જેનું નામ છે ” મીરાં યાજ્ઞિકની ડાયરી ” મને આમતો જીવન ચરિત્ર કે કંઈક શીખવા મળે એવું જ વાંચવું ગમતું પણ હોસ્ટેલમાં કોઈએ આવીને હાથમાં પકડાવેલી કે વાંચ! આ કૉલેજ મિત્રો પર આધારિત છે.. વાંચવાની બહુ મજા પડે એવી નાની નવલકથા છે જે કંઈક અલગ જ અંદાજમાં છે. અને મારી આદત પ્રમાણે હું કોઈ બુક હાથમાં લઉં એટલે વાંચીને જ શાંતિ થતી….. “
“હા..ખબર જ છે મને, વાંચવાની શોખીન છે ચસમિસ.. આ ચશ્માં એની જ નિશાની છે… સારી ચોપડી હાથ લાગે એટલે મનેય ભૂલી જતી, રમવા પણ નહોતી આવતી. હવે બોલ શુ હતું એ ડાયરીમાં.” ધ્યાન જાણવાની અધીરાઈ સાથે બોલ્યો
ધ્યાનનો સારો એવો અનુભવ, આશ્રવી જયારે પણ કંઈ વાંચે તો એને એ પુરી બુક વાર્તા રૂપે કોઈને સંભળાવે તો જ ચેન પડતું. એને કંઈ પેટમાં ના રે અને એ સંભળાનાર મોટે ભાગે ધ્યાન જ હોતો. ધ્યાનને વાંચવાનો કંટાળો આવતો પણ એને કોઈ સ્ટોરી કહે તો સાંભળવાની બહુ મજા આવતી. આજે પણ જયારે એ ઓટલા પર વાર્તા કહેતી નટખટ આશ્રવી હતી એવું ધ્યાનને લાગ્યું.
આશ્રવીએ શરૂઆત કરી ” ટૂંકમાં કહું છું, કૉલેજમાં ભણતી મીરાં, તેની શિક્ષિકા મિત્ર વૃંદા અને હિન્દી કવિ મિત્ર ઉજાસ. મીરાં જેને શરીર પર બહુ કોડ હતા તો કૉલેજમાં સૌ કાળીધોળી કહી ને જ બોલવતા. આ કારણે મીરાં અકળાઈને લોકોથી દૂર રહેવાનું પસંદ કરતી. વૃંદા જે શિક્ષક હતી તેને મીરાં સાથેનું બીજા વિદ્યાર્થીઓનું વર્તન ગમતું નહિં. તે હંમેશા મીરાંને આગળ વધવા, કંઈક નવું કરવા પ્રોત્સાહિત કરતી. મીરાં અને વૃંદા વચ્ચે ઉંમરમાં બહુ કંઈ ખાસ ફેર નહોતો. તે મીરાંને પ્રોત્સાહન આપવા બોર્ડ પર સુવિચાર લખી, બીજા વિધાર્થીનું મીરાં પ્રત્યેનું વલણ બદલવા કોશિશ કરતી, એક દિવસ તેને લખેલુ ‘સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે ‘ પછી સમજાવતી શરીરની નહિં પણ માણસ મનથી સુંદર બને છે. મીરાંને આ ગમતું એના માટે કોઈ કંઈક કરતુ હતું. શિક્ષક અને વિદ્યાર્થી મિત્રો બની ગયા પછી તો આ મિત્રતા મીરાં અને વૃંદા વચ્ચે સજાતીય સંબંધોમાં ફેરવાઈ ગઈ, એકબીજા વગર એક દિવસ ના ચાલે. આમ ચાલતા વૃન્દા મીરાંને મૂકીને મુંબઈ ચાલી ગઈ. વૃંદા વગર રેહવું મીરાં માટે અઘરું થઈ ગયેલું પણ હિન્દી કવિ ઉજાસ જેને વૃંદાથી જ મળેલી તે પણ મિત્રો જ હતા. મીરાંને ઉજાસની કવિતાઓ બહુ આકર્શિત કરતી, સમય જતા બન્નેનો સંપર્ક વધતો ગયો. આ સમય દરમિયાન મીરાં ‘પ્રેમ એવંમ વિવાહ કી સમસ્યાએ,’ સબજેક્ટ પર PHD કરી રહી હતી. ઉજાસ થોડી ધણી મદદ પણ કરતો. સમય જતા બન્ને વચ્ચેના સંબંધ બહુ આગળ વધી ગયા અને ઉજાસ જેના પર મીરાં એ વિશ્વાસ કરેલો તેને તેની સાથે વિશ્વાસઘાત કર્યો. હા, મીરાંને આ આઘાત સહેવો બહુ અઘરો હતો પણ તેની સામે લડી.. અને એની સાથે મેરેજ પણ કરેલા, મીરાંની લડાઈ… તેની પોતાની જાત સાથેની અને બહાર લોકો સામેની હતી, તેમાંથી બહુ બધું શીખવા મળે છે… “
” તું જો, લોકો મિત્રના નામે બીજાનું જીવવું હરામ કરીદે છે, અને એ પણ કેવા લોકો જે ખુબ જ ભણેલા હોય, આ વાંચ્યા પછી કોઈ પર વિશ્વાસ આવે?” આશ્રવી ધ્યાન સામે જોઈ બોલી.
” અરે બધા એવા નથી હોતા, તારી અને મારી જ મિત્રતા જોઈ લે” ધ્યાન બોલ્યો.
“આપણી વાતઅલગ છે. હું તને ઓળખું છું તો મને તારી ઉપર વિશ્વાસ આવે, પણ કેયુરને તારો કોઈ જ પરિચય નથી તો….? . “
“તારી સાથે વાતોમાં જીતવું મારાં માટે મુશ્કેલ છે જ્ઞાની પંડિત.
હું હાર્યો ને તું ને તારા કેયુર સાચા, તમને ગમે એમ કરો બસ. મારો વિચાર કોઈ તમારા બન્ને વચ્ચે દખલ કરવાનો નહતો પણ હું તને આગળ વધતી જોવા માંગુ છું. તારામાં ઘણું બધું ટેલેન્ટ છે એને ના દબાવ, બસ આટલુ જ… “
“તારી વાત હું સમજુ છું. પણ…. “
” શું તું પણ યાર! આટલુ બધું ‘ભણી પણ ગણી નહિં ‘ તને ખબર હસે કૃષ્ણ અને દ્રૌપદી સારા મિત્રો હતા, કૃષ્ણએ હંમેશા કોઈસ્વાર્થવગર દ્રૌપદીની દરેક મુશ્કેલીમાં મદદ કરેલી, જયારે કોઈ વડીલ કે તેના પાંચ પતિ પણકંઈ ના કરી શક્યા ત્યારે કૃષ્ણએ દ્રૌપદીના ચીર પુરી લાજ રાખેલી. આ મિત્રતા છે. તારે જયારે પણજરૂરહોય ત્યારે યાદ કરજે હું હાજરથઈજઈશ, ભલે આપણે કોઈ કોન્ટેક્ટ નથી. તને મારો ફોન નંબર તો ખબર હશે..તારી યાદ શક્તિ બહુ સારી છે તો? “
” હા જ તો! તારો નંબર લગાવવાનો થતો નથી પણ યાદ જ છે. તું જયારે નવો ફોન લાવેલો ત્યારે મને તે જ નંબર મોઢે કરાવેલ, ક્યાંથી ભૂલું. એક વાત કહું હજુ મને આપણે સાથે જીવેલી એક એક પળ યાદ છે. કાસ… મોટા જ ના થયા હોત. આ જવાબદારી અને એમાં પણ ના ગમે તોય ફોર્માલિટી કરવી એ બહુ અઘરું છે “આશ્રવી કોઈ બોજ ઠાલવી રહી હોય એમ બોલી.
” અરે પણ, ના ગમે એ નહિં કરવાનું, આપણી જિંદગી કેવી રીતે જીવવી એનો નિર્ણય આપણે જ કરવાનો હોય, એ બીજાના હાથમાં ના હોવો જોઈએ. તું આજની નારી છે અને ઘણું ભણેલી પણ છે. તો બિચારી બાપડી ના બન. હું તને સિંહ જેવી જોવા માંગુ છું…..યાર તારી સાચી પહેચાન કેમ છુપાવે છે? “
” ધ્યાન હું ઘર લઈને બેઠી છું, દુનિયાનું, સમાજનું, મારાં બેય કુટુંબનું બધું વિચારવું પડે. એ તું છોકરો છે એટલે નહિં સમજે “.
” જો હું તારી લાગણીને માન આપું છું અને તારા લેવલનું વિચારી પણ ના શકું. પણ હા, હું એટલું કહું કે લોકોનો વિચાર કરવાનો, પણ આપણા ભોગે નહિં. જો તું અંદરથી ખુશ ના હોય તો લોકોને શું ખુશ રાખી શકવાની?
રહી વાત કેયુરની તો એને પણ સમજવુ જોઈએ, સ્વતંત્રતા તો સૌનો અધિકાર છે, સોનાના પાંજરામાં પુરાયેલ પોપટને પણ સોનાની નહિં સ્વતંત્રતાની કિંમત હોય છે. ચસમિસ મારી જોડે આટલી જ્ઞાનની વાતો કરે છે તો થોડું કેયુરને પણ આપી દે. તારી જિંદગી સુધરી જશે.” આશ્રવીનું મોં વાંચતો હોય એમ જોઈ.. ધ્યાન બોલ્યો.
” હું એમને ખોવા નથી માંગતી બસ… “
” યારપણ એમાં ક્યાં ખોવાનો પ્રશ્ન જ આવે છે? બોલ…! અને જો હું તો એવું માનું છું કે પ્રેમ તમે જેવા છો એવા જ સ્વીકારે તો સાચો, બાકી બદલી ને પરાણે પ્રેમ ના હોય. અને જો આવો પ્રેમ હોય તો બહુ સમય નથી ટકતો.. મહોબતે પિકચર જોયુ છે ને તો પછી… કેમ આવું? “
“તું નહિં સમજે “
” તો સમજાવ, ઘણો સમય છે આપણી પાસે. અમદાવાદ દૂર છે હજુ.”
ક્રમશ: