બન્નેની વાતો આગળ વધી રહી હતી તેમાં ખબર જ ના પડી કયારે બસે બહુ બધા સ્ટેશનનો પાછળ છોડી દીધા. વાતોમાં બન્નેને કંઈ ખ્યાલ જ ના રહ્યો અને બસ સાણંદ આવી ઉભી રહી. કંડક્ટરનો અવાજ સંભળાયો 10 મિનિટબસ ઉભી રહેશે જેને નાસ્તા પાણી કરવું હોય એ કરી આવો.
આ સાંભળી બન્ને એકબીજા સામે જોઈ રહ્યા, જયારે કોઈ સપનામાંથી જગ્યા ના હોય?
“અરે ચસમિસ આજે કંઈ બસ બહુ ઝડપથી જતી હોય એવું ના લાગ્યું? મને તો હજુ હાલ જ બેસી વાતો કરવાની શરૂ કરી, એવું લાગે છે અને છેકસાણંદ આવી ગયું ખબર જ ના પડી. “
” સાચું કહું તારી સાથે વાતો કરતા સમય ક્યારે પસારથઈજાય છે ખબર જ નથી પડતી. અમદાવાદ તો શું? અમેરિકા જવું હોયતોય સમયની ખબર ના પડે. શુ કેવું તારું? “
” તારી સાચી વાત છે “
“આજે એકલી છું કારણ કે કેયુરને સમય નહોતો, બાકી એ જ મને કાર લઈને લેવા અને મુકવા આવે. હું એકલી લોકોની ભીડવાળી જગ્યાએ જાઉં એ એમને નથી ગમતું, પણ આજે તને મળવાનું કિસ્મતમાં લખ્યું હશે… જવાનું જરૂરી હતું અને કેયુરને કંપનીમાં ઈમ્પોર્ટન્ટ મિટિંગ હતી તો છોડાય નહિં. એટલે આપણે આજ આઝાદ પંખી” મજાક સાથે હસતા આશ્રવી બોલી
” સરસ, મનાવો એક દિવસની આઝાદી. ચાલ કંઈક ખાવુ નથી, મને તો બહુ જ ભૂખ લાગી છે. તને મળવાની ઉતાવળમાં ખાધા વગર જ ઘેરથી નીકળી ગયો હતો. મારી મમ્મી તો ખાવાની બૂમ જ પાડતી રહી. એને બહુ ચિંતા મારી, કહીને જ મોકલ્યો છે નાસ્તો કરે એટલે વિડિઓ કોલ કરજે. જરાય વિશ્વાસ નથી એને મારી ઉપર… બોલ ” ધ્યાન બહાર જવા તેનું પાકીટ લઈને બોલ્યો.
” અલ્યા તારી નહિં બધાની મમ્મી આવી જ હોય, ગમે તેટલા મોટા થઈ જઇયે પણ એના માટે તો કાયમ નાના જ રહેવાના ” આશ્રવી એની મમ્મીને યાદ કરતા બોલી.
“બોલ હવે શુ ખાઈશ? તારે નીચે આવવું છે કે હું બસમાં લઈને આવું? ” ઉતાવળ કરતા ધ્યાન બોલ્યો.
” હું….. શું ખાઉ…? ” વીચારતા આશ્રવી બોલી.
” અરે મારી માં જલ્દી બોલ, તારા કાકાની ગાડી નથી કે આપણા માટે ઉભી રાખે? મારે તો પેટમાં ઉંદર બિલાડા જયારે કુસ્તી કરી રહ્યા હોય એવું લાગે છે. ચાલ જલ્દી બોલ શુ ખાવુ છે તારે? “
” હું શું ખાઉ….? એક કામ કર તારા માટે લાવે એજ મારાં માટે લેતા આવ.”
” હું લાવું એ ભાવશે તને? બોલને…. તું કે એ લાવું બન્નેનું “
” પણ યાર મને તો બધું જ ભાવે છે “
” તો, શું આખી દુકાન લઇ આવું.. જલ્દી કરયાર… “
” એમ નહિં, મને તું લાવીશ એ ગમશે એમ કહુ છું. જા જે ગમે એ લાવજે, પણ કોરો નાસ્તો હો. ઓઇલવાળું નહિં. “
” હા તો એમ ચોખ્ખું બોલને મને ખબર પડે. ખાવુ ખાવુને પાછા નખરા ઝાઝા ” બોલતા ધ્યાન બસ નીચે ઉતરી ગયો.
“ધ્યાન બસમાંથી ઉતર્યો ત્યારે આશ્રવીએ બસમાં જોયુ કેટલા બધા લોકો બસમાં સફર કરતા હતા. કેટલા વર્ષે તેને આજ બસમાં સફર કર્યો, હોસ્ટેલમાં હતી ત્યારે પપ્પા બેવાર હોસ્ટેલમાં મુકવા આવેલા પછી જાતે જ બસમાં આવતી અને જતી. પણક્યારેય પપ્પા કેયુરના જેવું વર્તન ના કરતા. હંમેશાએ આશ્રવીને આગળ વધતી જોવા માંગતા એટલે આશ્રવીને બધું જાતે જ કરવાની પ્રેરણા આપતાં. શુ પપ્પા મને પ્રેમ નથી કરતા? એમને મારી ચિંતા નથી?” આશ્રવી પોતાની સાથે જ જયારે વાતો કરી રહી હતી. તેની અંદર બહુ મોટું મનોમંથન ચાલી રહ્યું હતું.
” ના, ના. મારાં પપ્પા મને બહુજ પ્રેમ કરે છે એમની તો હું જીંદગી છું. તો કેયુરનું આ વિશ્વાસ વગરનું વલણ, એ મારાં પ્રત્યે છે કે દુનિયા પ્રત્યે? પ્રેમહોય ત્યા વિશ્વાસ હોવો જ જોઈએ. ધ્યાનની વાત તો સાચી છે, કેયુરના વિચારોને માન આપતાં હું મારી જાતને જ ભૂલી ગઈ છું. શુ મારો આ બદલાવ યોગ્ય છે? જ્યાં હું શું વિચારું, મને શું ગમે છે એની મને જ કોઈ કદર નથી. બસ કેયુર અને એમની પસંદ સિવાય મારી લાઈફમાં કંઈક જ નથી. ભણતી ત્યારે કેટલા સ્વપ્ન જોયેલા… એનું શુ આશ્રવી? ” આશ્રવીના મનમાં ધ્યાનની વાતોએ બહુ બધા પ્રશ્નો ઉભા કરી દીધા પણ આનો જવાબ તો એના અંદર જ હતો જે એને ખુદને ખબર નહોતી.
ધ્યાન કયારે બાજુમાં આવીને ઉભો રહી ગયો તેનો પણ આશ્રવીને ખ્યાલ ના રહ્યો. એક મિનિટ સુધી તો ધ્યાન એમ જ આશ્રવીને જોતો ઉભો રહ્યો પણ આશ્રવીને બહુ ઉંડા વિચારોમાં જોઈ બોલ્યો, “ચસમિસ કોની યાદોમાં ખોવાઈ ગઈ? અરે આજે જ મળવાનું છે તારા મનના માણીગરને.. હવે રોઈશ નહિં હો,….જો બકા હું તારા માટે શુ લાવ્યો છું જો જો..ખાઈશને.. ધ્યાન નાનું છોકરું મનાવતો હોય અમે બોલ્યો.. .”
“શુ ધ્યાન તું પણ…કોઈ જ મોકો જવા નથી દેતો મને પરેશાન કરવાનો, તને બહુ મજા આવે છે મને હેરાન કરવામાં… નહિં? ” આશ્રવી તેના મૂંઝવણ બાજુમાં મૂકી હસતા હસતા બોલી.
” હા, હવે હસી… હસતા જ સારી લાગે છે ચસમિસ, બહુ વિચારવાનું નહીં…અરે, શુ લઉં એની મૂંઝવણ હતી કંઈ સુજ્યું નહિં તો ટામેટાની વેફર અને આ બિસ્કિટ લાવ્યો. તને બહુ ભાવે છે, મને યાદ છે સ્કૂલમાં બહુ ખાતી. મારાંમાંથી ભાગ પડાવવાનો અને પોતાનું કોઈને આપવાનું નહિં. બહુ ચાલાક હતી. ” ધ્યાન હસીને બોલ્યો.
” પણ હવે હું મોટી થઈ ગઈ છું તો પિઝા ને બર્ગર ખાઈશ. આતો નાના છોકરા ખાય મોટા નહિં.”
” પિઝા અને બર્ગરવાળી… શું એ ઓઇલી ના હોય?. એનાથી શરીર ના વધે… શુ કેવું?… જાડી, તારું શરીર એનું જ ઉદાહરણ છે. હું તો ગમે તેટલી ઉંમર થાય પણ મને ગમે એજ ખાવાનો. બોલ ખાવુ છે કે એકલો ખાઈ લઉં. “
” ખાવાનું જ હોયને? એમાં પૂછવાનું થોડું હોય. તને તો ખબર જ છે આપણે પેલા પેટ પૂજા પછી બીજું કામ થાય. “
” હા તો પૂજારી પેટ પૂજા ચાલુ કરો તો અમારે પ્રસાદખવાય.” એમ બોલતા ધ્યાને વેફરનું પેકેટ તોડી આશ્રવીને હાથમાં આપ્યું.
ધ્યાન અને આશ્રવી જયારે શાળાના બગીચામાં નાસ્તો કરતા હોય એવી રીતે મજા કરતા ખાઈ રહ્યા હતા. કોઈ પેહલી નજરે બન્નેને જુએ તો એમને એવું જ લાગે જયારે ન્યૂ મેરિડ કપલ હશે. અને જોનાર પણ આમની ખુશી જોઈ એમના જવાનીના દિવસો યાદ કર્યા વગર રહી ના શકે, બન્ને આજે એટલા બધા ખુશ હતા.
” આશ્રવી અમદાવાદ પહોંચી પીઝા ખાઈને જઈશું. આજ પછી તું મને ક્યારે મળીશ, કોને ખબર ?”
” હું તો મજાક કરું છું મારે કોઈ પીઝા નથી ખાવા. મારે ઘેર પહોંચવામાં મોડું થઈ જાય. તારે તારી મમ્મીને વિડિઓ કોલ નહોતો કરવાનો? “
” ચાલશે, કંપનીએ પહોંચી ફોન કરી દઈશ. તું બોલ, આવીશ પીઝા ખાવા તો અડધી રજા મૂકી દઉં “
” હું… !”વિચરતા આશ્રવી કંઈ બોલી નહિં.
” હા જ તો તું… બીજું કોણ? “
” પણ કેયુર…? ” હજુ આગળ બોલે એ પેલા જ આશ્રવીના ફોનમાં રિંગ વાગી. આશ્રવી ફોન સામે જોઈ રહી.
” કેયુર છે ને? “
” હા, પૂછવા ફોન કર્યો હશે, કેટલે પહોંચી? ક્યારે ઘેરપહોંચીશ? “
” હા તો શુ વાંધો છે? જે હોય એ સાચું જ કેવાનું…. પણ પેલા ફોન તો ઉપાડ. ” બોલી, ધ્યાન આશ્રવી સામે તેના મોંની બદલાતી રેખા જોઈ રહ્યો.
ક્રમશ: