જમીને રોજ બપોરે અમે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ગપ્પા મારવા બેસતા, ક્યારેક અંદર લોબીમાં આંટા મારતા, હસી મજાક કરતા. પછી રૂમમાં જઈને કુંભકરણની જેમ સૂઇ જતા.
હોસ્ટેલમાં બપોરના 2 વાગ્યાંથી સાંજે 5 વાગ્યાં સુધીના સમયે તો જયારે વેરાન વગડો હોય એવું લાગતું. બધા જ સૂઇ જતા. જે જાગતા હોય એ પણ અંદર બેસી કંઈક એમનું કામ કરે. બહાર તો કોઈ જ ના દેખાય. સાંજે પડે તો જયારે સવારમાં પક્ષીઓનો કલરવ થતો હોય એવો શોર હોય. સાંજે તો કોઈ ગાર્ડનમાં બેઠા હોય, નાની છોકરીઓ જુદી જુદી રમતો રમતી હોય, કોઈ હિંચકા ખાતા હોય, બાકડે બેસી સમાચાર પત્ર વાંચતા. જયારે આઝાદ પારેવા ના હોય? બહુ જ દિલ ખુશ કરીદે એવું વાતાવરણ હોય. પણ અમને જ ખબર કે આ કેવી મજા હતી.
” હા એતો છે જ ને ! જે દેખાય એ સાચું ના પણ હોય. સાચો અનુભવ તો જે રહ્યા હોય અને જ ખબર હોય ” સ્વરૂપ બોલ્યો.
” ના, તું સાંભળ તો ખરો… અમે જરાય દુઃખી નહતા. પણ કદાચ મેડમ અમારાં લીધે દુઃખી થયાં હશે.. અને વિચરતા હશે, કે હવે એમનું ભણવાનું પતે અને જાય તો સારું “
” શુ તમે એટલી બધી મસ્તી કરતા? હું છોકરો છું પણ અમારે ક્યારે યે રેકટરની ફરિયાદ નથી આવી ” બોલી ધ્યાન આશ્રવી સામે નવાઈથી જોઈ રહ્યો… જયારે એનું કોઈ નવું રુપ ના જોતો હોય.
” આમ જોઈએ તો હોસ્ટેલ એક જેલ કેવાય વિદ્યાર્થીઓ માટે, નિયમોમાં જકડી રાખતી સાંકળ. પણ અમારે તો જયારે અમારાં ઘરના જ નિયમો હતા, એમ નિયમો તોડવાની આદત પડી ગયેલી. “
દિવસે જોઈએ તો રાત જેવું સુમસાન વાતાવરણ હોય અને રાત્રે પડે જેમ ચાંદો ખીલે એમ અમારી મસ્તી ચાલુ થતી. જમીને પ્રાર્થના થાય પછી મેડમ હાજરી પુરી રૂમમાં જવાદે. 10 વાગ્યાંને બેલ પછી કોઈએ બહાર આવવું નહિં. અને કામ ના હોય તો સૂઇ જવુ. જો કોઈ બહાર પકડાય તો સજા થતી. અમે દસ વાગ્યાં સુધી તો રૂમમાં જ હોઈએ બેલ પડે પછી મેડમ સૂઇ જાય એટલે ધમાલ કરતા.
આજે તો અનેરી નવી હતી તો કંઈ બોલી જ નહિં. એને તો અમારી વાતો પરથી એવુ જ લાગ્યું હશે આ જંગલી સાથે કેવી રીતે રહીશ. જમીને અમે રૂમમાં આવ્યા તો અનેરી એકલી બેઠેલી..
” અલિ આજે શું કરીશું? ” માનસી બોલી
” શું કરીશુ એટલે? ….. સૂઇ જવાનું રોજની જેમ બીજું છું હોય. ખાઈ પીને આરામ. ” માહી બોલી.
” અલિ તને સુવા સિવાય કંઈ સુજતું નથી..તારે કલાક થયો હજી ઉઠ્યાને.. અને સુવાની વાત. સમય છે તો કંઈક વાંચને. પછી એક્ષામમાં આશ્રવીનું મગજ ખાવાનું “.પરી ટકોર કરતા બોલી.
” સારું બસ, નથી સૂતી. તમે તો વેહલા ઉઠો એટલે સૂઇ જ જવાનાં પણ હું શું કરીશ……વિચારીને માહી બોલી હા, ચાલ એક પિકચર જોઈ લવું. કોઈને જોવું હોય તો આવી જવુ બરાબર. “
“આને જરાય શરમ છે મોબાઈલ નહિં રાખવો એવો નિયમ છે, એનો ભંગ કરી પાછી પિકચર જોવાની વાત કરે છે “.
” હા તો એમાં શેની શરમ. બોય ફ્રેન્ડએ થોડો આપ્યો છે. મારાં પપ્પાએ આપ્યો છે. અને જો બકા ‘ નિયમો તો તોડવા માટે જ હોય ‘ સમજી કે ડિપમાં સમજાવુ. “
” ના, બસ સમજી ગઈ મારી માં તારે કરવું હોય એ કર અમને સુવા દે એટલે બસ. “
” અનેરી તને આજ ઉંધ નથી જ આવવાની એક કામ કર મારી સાથે આવી જા પિકચર જોવા. “
” ના, મારે નથી જોવું ” પકડાઈ જવાનાં ડરે એને ના પાડી.
” અરે આવી જા કંઈ ના થાય, હું કાયમ જોવું જ છું. “
” હા જે દિવસ પકડાઈશ તે દિવસે ખબર પડશે. કર મજા અત્યારે ” મેં કીધું.
” પકડાઈશ ત્યારે જોયુ જશે, અત્યારે તો મજા કરવા દે ” એમ કહી અનુને પણ પિકચર જોવા બેસાડી દીધી.
હું તો અનુનું મોઢું જ જોતી રહી.પિકચરમાં જરાય મન નહિં, તેને તો પકડાઈ જવાનો ડર હતો. પહેલીવાર કંઈક નિયમ તોડો એટલે ખુશી કરતા ડર વધારે હોય પણ હા જયારે પકડાઈએ નહીં ત્યારે વધારે ખુશી થાય. અનેરીને તો હોસ્ટેલમાં પહેલા જ દિવસે માહીએ નિયમ તોડતી કરી દીધી.
વધુ આવતા અંકે……