આશ્રવી તૈયાર થવા ગઈ તેને જતા જોઈ ભરાયેલા હૈયે રાજેશભાઈથી બોલ્યા વગર ના રહેવાયું “આશુની મમ્મી આપણી આશ્રવી આટલી મોટી ક્યારે થઈ ગઈ ખબર જ નાં પડી, ને જો જોતજોતામાં તો તેના લગ્નને બે વર્ષ પણ થઈ ગયા ! દીકરી ક્યારે મોટી થઈ ને પરાઈ થઈ ગઈ કંઈ ખબર જ નાં પડી. “
“તમારી વાત સાચી છે એટલે જ તો કહ્યું છે કોઈએ… દીકરી વહાલનો દરિયો છે પણ પારકું પારેવું ક્યારે ઉડી જાય! ખબર જ નથી પડતી, પણ દીકરી તો સાસરે જ શોભે”
રાજેશભાઈ અને હંસાબેન હજુ વાતો જ કરતા હતા ત્યાં આશ્રવી તૈયાર થઈને આવી ગઈ, એને જોતા બન્ને બંધ થઈ ગયા અને જયારે આશ્રવીને પહેલી જ વાર જોતા હોય એમ એક નજરે જોઈ રહ્યા.
“શું હું સારી નથી લગતી કે શું આજે? ” આશ્રવીએ કહ્યું.
“મારી દીકરી જેવી તો દુનિયામાં દિવો લઈને શોધવા જઈએ તોયે કોઈ છોકરી ના મળે.. ! ” રાજેશભાઈ બોલ્યા.
“બસ પપ્પા હવે, મને ચણા નાં ઝાડ પર નાં ચડાવો ” મીઠાં હાસ્ય સાથે આશ્રવી બોલી.
“સારુ મમ્મી હું પેલા મંદિર જઈને આવું પછી મારી બેગતૈયાર કરું” કહી આશ્રવી મંદિરતરફ જવા નીકળી.
“અરે..! દિવો તો લેતી જા મંદિરે દિવો કરીને પ્રાથના કરજે ભગવાન તને બધી જ મુશ્કેલી સામે લડવાની તાકાત આપે.”
“પપ્પા મમ્મીને સમજાવો હું હવે કંઈ નાની નથી! મને બધી ખબર પડે છે. મંદિર જવું છું એટલું ઘણું છે, ચાલે દિવા વગર..”
“જવા દે હંસા બીજાનાં બાળકો કરતા આપણા બન્ને બાળકો બહુ સંસ્કારી જ છે, તેને ગમે તે કરવા દે, જા જલ્દી હવે મોડું થઈ જશે.”
આશ્રવીનો નિયમિત ક્રમ મંદિર દર્શન કરીને જ દિવસની શરૂઆત કરતી. મંદિર અને ઘર વચ્ચે કોઈ વધારે અંતર નહીં. પાંચ છ ઘર છોડીને મંદિર..
મંદિરથી આવતા આશ્રવીને કોઈ બુમ સંભળાઈ ” આશ્રવી અમદાવાદ જાય છે આજે? મારે પણ આવવાનું જ છે.”
પાછળ ફરીને જોયુ તો આશ્રવી જોતી જ રહી ગઈ. ” અરે ધ્યાન તું?… અહીં?… અત્યારે? તું અમદાવાદ રહે છે ને? “
” તું મારી રાહ જોજે… હું ન્હાઈને તરત જ આવું છું, બસમાં સાથે જઈએ. ” ધ્યાને કહ્યું
“પણ જલ્દી કર તારે હજુ નાહવાનું છે, અને બસનો ટાઈમ થઈ જ જવા આવ્યો છે, જો બસ આવી જાય તો પછી હું તારી રાહ નહીં જોઈ શકું. જા જલ્દી પછી બસમાં વાતો કરીશું, મારે પણ મોડું થાય છે હું જાઉં” કહી આશ્રવી તેના ઘરતરફ ઝડપીની જતી રહી.
ઘેર મમ્મીયે તેને પસંદ મલાઈવાળું દૂધ તૈયાર રાખેલું.. “આશુ દૂધ પી ને બેગતૈયાર કરીદે 7 વાગવા આવ્યા છે.. “
આશ્રવી અને યશ બન્નેને તેના મમ્મીએદૂધ જ પીવાની આદત પાડેલી ક્યારેય ચા તો ચખાડેલી પણ નહીં. હંસાબેન ઘરના બધાની તબિયતનું બહુ ધ્યાન રાખતા.
આશ્રવી તૈયાર થઈ સૌથી પહેલા તેના દાદી પાસે ગઈ જેમને એ બા કહેતી.. ” બા જયશ્રી ક્રિષ્ન. હું જાઉં છું અમદાવાદ, આવજો. “
“બેટા પછી ફરીથી ક્યારે આવીશ? તું આવે તો ગમે છે પણજાય એટલે ઘર ખાલી થઈ જાય છે એમાંયે યશ હોસ્ટેલમાં છે તો જરાય નથી ગમતું.”
“બા હું હવે જન્માષ્ટમીએ આવીશ, વચ્ચે ઈચ્છા થાય તો બોલાવજો આવી જઈશ.. આપણે ક્યાં કોઈ ફેક્ટરીઓ ચાલે છે જે આપણા વગર બંધ થઈ જાય… શુ કેવું મમ્મી ” વાત બદલવા મજાક કરતા આશ્રવી બોલી.
“ચલો હવે બીજી વાતો ફોન પર કરજો” . રાજેશભાઈએ કહ્યું.
“આશ્રવી ફોન યાદ કરીને લઈ લેજે નહીંતર ભૂલી જઈશ, અને ઘરે પહોંચીને તરત જ ફોન કરી દેજે.. તારો ફોન આવે કે તું પહોંચી ગઈ પછી જ મનને શાંતિ થાય છે.” ગંગામાં બોલ્યા.
“સારું બા પણજઈશ તો ફોન કરીશને ! અહીં આ રીતે વાતો જ કરીશુ તો પાછી જ આવવાની છું… પેલા બસવાળા મારાં કાકા નથી કે મારી રાહ જોઈ બસ ઉભી રાખશે”. આશ્રવી મજાક સાથે બોલી..
“હા જા, જા, જલ્દી, જયશ્રી કૃષ્ણ.. ” કહી ગંગાબા એ આશ્રવી ને પહેલીવાર સાસરે જતી દીકરીને આપે એવા ભારે હૈયે વિદાય આપી..
રાજેશભાઈ અને હંસાબેન આશું ને મુકવા ગામના બસ સ્ટેશને આશ્રવી સાથે આવ્યા.
એક નાનકડું ધોળકા તાલુકામાં આવેલું ગામ. ગામ નાનું પણ ધાર્મિક પટેલોનું ગામ, 5000 જેટલા મકાન હસે ગામમાં અને લોકો બહુ માયાળુ ગામના, પણ ઝઘડા ક્યાં નથી હોતા? અહીં પણ હતા જ… કહેવત છે ને ” ઘર હોય ત્યાં વાસણ ખખડે ” એમ અહીં પણ આવું જ કંઈક હતું. “ઘેર ઘેર માટીના ચૂલા”
ક્રમશઃ
2 replies on “સમયના વમળ (ભાગ-2)”
ખૂબ સરસ સ્ટોરી છે?
Thanks ??