દિલ મારું દરિયો, સાજન બાવરી હું આજ,
ખળખળ વહેતી નદી શોધું નિજ પથ આજ.
ઝરમર વરસતી વાદળી, ભીંજાઈ હું સાજન સંગ,
મહેકી ધરા, પતંગીયું બની ઉડી હું સાજન સંગ.
ચાલી કેડી કોરતી, દેખાયો સાજન આજ,
દિલખોલી મુસ્કાન કરતા ખીલ્યું ગુલાબ આજ.
ખુશનુમા આ ક્ષણ, દિલ ખોલી જીવીએ સાજન આજ,
અજવાશ આ રોશની, અંતરે ઉજાસ સાજન આજ.