તકલીફ દુઃખોને ભૂલ હવે, આજને આજ જીવી લઈએ.
ગયા તેને ભૂલી હવે, નવા મિત્રોનું સ્વાગત કરીએ.
સ્વાર્થી બનવાનું છોડ હવે, મસ્ત બની મોજ કરી લઈએ.
મુરઝાયેલ કળી ભૂલી હવે, ઉગતા ગુલાબનું સ્વાગત કરીએ.
વહેતી આંખોને લુસ હવે, અમીથી આંખોને આંજી લઈએ.
વ્યર્થ પ્રયત્નો ભૂલી હવે, એક નવા ઉત્સાહથી પ્રયત્ન કરીએ.
દુઃખી થવાનું છોડ હવે, થોડી હસી મજાક કરી લઈએ.
ના ગમતા શબ્દો ભૂલી હવે, આવ ગમતાનો ગુલાલ કરીએ.
દુનિયાને સમજવાનું છોડ હવે, ‘હું’ને આજ સમજી લઈએ.
ના સમજાયું તેને ભૂલી હવે, નવેસરથી એકડો કરીએ.
દુશ્મનોને ભૂલ હવે, પોતાની જાતને પ્રેમ કરી લઈએ.
સ્વાર્થી લોકોને ભૂલી હવે, પ્રકૃતિને ખોળે આનંદ કરીએ.
તારું અને મારું છોડ હવે, સૌને આપણા બનાવી લઈએ.
2020ના કાળને ભૂલી હવે, 2021નું ખુશીથી સ્વાગત કરીએ.
4 replies on “સ્વાગત કરીએ… !”
????
Thanks ???
ખુશીઓથી સ્વાગત ??
આભાર મેમ ??