Categories
Novels

વાસ્તવીક જીવન નો સાચો પ્રેમ ( “THE ” fat love story of real life ) ભાગ 4

અને ધરા ઉભી થઇ ” Excuse me, i have to go “.. આટલુ જ બોલીને તે જતી રઈ.. ઊર્મિ : એય ધરા, wait yar.. Plz.. બોલતા એ પણ ઉઠી.. ને મને જોઈને બોલી : નસીબદાર છો, નઈતર પ્રસાદી મળી જ ગઈ હોત!ને ધરા સાથે જ પરી ને ઊર્મિ પણ નીકળી ગયા. રાજ : એલા ભાઈ આ શું હતું?? Are you serious ?! કાલ હજી કઉ છું તને કે કેવી માથાભારે છે પેલી ને તે સીધો પ્રપોઝ માર્યો એને..!!?? સાચું જ કીધું ઊર્મિયે કે બચ્યો ભાઈ…

હર્ષ : હા સાચી વાત છે… સીધું જ ધરાને પ્રપોઝ કરતા પેહલા અમને તો વાત કરવી હતી એક વાર!! કઈ ખબર પડે છે કે નઈ તને!? ખબર છે તે કઈ cast ની છે !!?? ભાઈ સાથે મળીને વેહચીને માર ખાઈશુંને તોય ખાટલો આવશે બધાને.. ડફોળ..હું માત્ર સાંભળી રહ્યો હતો, પણ મનમાં તો હું ધરા વિષે જ વિચારતો હતો.. જતી રઈ!!? કઈ બોલી પણ નઈ.. Hurt થઇ હશે!? ગુસ્સે થઈ હશે!?? મજાક સમજી હશે..?!
એને તો કહેલું કે નવરાત્રી તેની favourite છે, ને રમવામાં સમય પણ બગડે તે ના પોષાય.. તો સાવ જતી જ રઈ.. રમવાનું મૂકીને!!? મને મૂકીને…..ક્યાંક મેં ઉતાવળ કરી નાખી નથી ને?? શું એ વિચારતી હશે અત્યારે!!?? મારાં લીધે એનો વહાલો તહેવાર બગડ્યો યાર… ભૂલ થઈ ગઈ મારી!!? હવે……!!!????!!
રાજ : ઓ ભઈલા… જાગો!!! કાયદેસર ધણ ધણાવીને મને જગાડ્યો રાજે..” sorry યાર.. તમને જ કહેવાનો હતો હું આજે નીકળીને, પણ એણે પૂછી નાખ્યું ને મેં કઈ નાખ્યું યાર! ખબર નઈ કેમ આવું થઇ ગયું ભાયું “
હર્ષ : હશે ચાલ.. કદાચ બઉ seriously નઈ લીધું હોઈ.. પણ shocked હતી તે એટલે જતી રઈ હશે.. આપડે પણ જઇયે હવે..
ને અમે લોકો પણ નીકળ્યા.. રાજને ત્યાં જ હું રોકાઈ ગયો ને સવારે ફરી અમદાવાદ જવાનું મેં મનોમન નક્કી કર્યું.સવારે કાલના જ સમયે હું નીકળી ગયો… એ જ રસ્તો ને એ જ હું.. પણ આજે બધું ફિક્કું ફિક્કું!! ના કોઈ આનંદ કે ઉત્સાહ.. ને મનની ગળમથલ.. ભૂલ કરી નાખી યાર.. નોરતા પુરા થવા દીધા હોત તો એ બિન્દાસ રમી તો લેત! હેરાન કરી નાખી છોકરીને.. શું વિચારતી હશે.. મારાં જેવા છોકરાઓ તો હજારો મરતા હશે એના પર.. મને શું લેવા એ નોટિસ પણ કરે? ને મેં તો propose કરી નાખ્યું.. હસ્તી હશે મારાં પર!? કદાચ યાદ પણ નઈ હોઈ હું અત્યારે એને.. કે યાદ કરતી હશે!? ના ના યાર.. 5’8″ હાઈટ.. 76 kg વેઇટ.. સદંતર સામાન્ય દેખાવ.. છે શું મારાંમાં કે યાદ કરે..પણ મારાં જેટલો પ્રેમ તેને કોઈ ન કરી શકે.. કોણ સાચવશે એને જેટલી હું સાચવીશ.. એને કેમ સમજાવુ કે મારાં માટે તે જિંદગી છે મારી..

હશે.. હે ભોળાનાથ.. એને Happy રાખજો ભગવાન…!

નોન સ્ટોપ હું સીધો જ અમદાવાદ પહોંચ્યો, ફ્લેટ પર જઈ ફ્રેશ થયો ને મારાં કામ પર જતો રહ્યો…સાંજે રીટર્ન થતા પેહલા નહેરુનગર પાસે હું ઉભો રહ્યો.. લગભગ પાછલા ત્રણ કે ચારેક વર્ષથી હું અહીંયા ગાંઠિયા ખાવ છું.. તે રૂટિન મુજબ જ મેં નાસ્તો લીધો.. આટલા વર્ષમાં પેહલી વાર.. 21 વર્ષની ઉંમરમાં પેહલી વાર.. મને કઈ મજા ન આવી ખાવામાં.. મન જ નોહ્તું થતું ને.. બહુંજ નવીન લાગ્યું મને… પેલી વાર આવું feel થયેલું.. ત્યાં 2rs નો સિક્કો નાખીને digital વજન કાંટામાં મેં વજન કર્યું.. 75.8kg આવ્યું.. ( હવે તમે clear હશો કે કેમ આ “The” fat love story chhe ?) આજ પેહલી વાર મને physical appearance નો વિચાર આવ્યો ને ફ્લેટ પર જતા પેહલા જ મેં જિમ જોઈન કર્યું!! પેહલા જ દિવસે જિમ માં કાર્ડ વગેરે કઢાવી બેઝિક exersise કરી હું ઘરે આવ્યો..Still not feeling hungry!! Strange!!! મને થયુ.. ને night ડ્રેસ પેહરીને મેં સુવાનું વિચાર્યું.. 230km ડ્રાઇવિંગ.. આખા દિવસની ઓફિસની કળાકુટ.. ને જિમ પણ.. ઊંઘ તો આવી જવી જોઈયે.. પણ નઈ..

કાલ તો યાર ભગો વાળ્યો.. ભૂલ થઇ ગઈ.. આજે ગઈ હશે કે નઈ એ.. વિચારો મને સુવા ક્યાં દેવાના હતા!! મારાં કારણે હેરાન ના થતી હોઈ તો બસ યાર.. કઈ ના જોઈ બીજું.. અત્યારે જ જાવ પાછો? Sorry કઈ આવું!!? ના ના.. પાછું રાજકોટ ત્યાં તો પૂરું થઈ ગયું હશે.. રાજને call કરી એના નંબર લઇને ફોન કરું?? હા એ કરાય.. ના હવે કદાચ એને હું યાદેય નઈ હોઉં ને ફોન કરીશ હું તો એનું ફટકશે તો… કઈ કે તર્ક વિતર્ક કરતા કરતા ક્યારે સુઈ ગયો હું. મને યાદ નથી…સવારે ઉઠીને એ જ Routine.. ફ્રેશ થયો.. પ્રભુને પ્રાર્થના કરી.. ને ઓફિસે જવા હું નીકળયો.. આખો દિવસતો કામની વ્યસ્તતામાં પસાર થયો ને સાંજે નવું શરુ કરેલ જિમ.. ” તું મુસ્કુરા જહાં ભી હે તું મુસ્કુરા ” સોન્ગ વાગ્યું.. મને બઉ ખાસ શોખ નતો music નો પણ આ song ને હું સીધો ધરા સાથે relate કરી રહ્યો!! અનાયાસે જ..

મનમાં જ મેં નક્કી કર્યું હતું કે six pack abs ના બને તો કઈ નઈ પણ body થોડું attractive તો લાગવું જોઈયે.. આ વખતે ધરાને મળું ત્યારે થોડો સારો દેખાવ એવી ઈચ્છા હતી.. પણ ધરાને ફરી કદી મળીશ ખરો? એ આવશે ખરી કદી મારી સામે?? આ એક માત્ર વિચાર માનસમાં સતત ચાલ્યા કરતો હતો…આમ ને આમ થોડા દિવસો પસાર થઈ ગયા… ને હું લગભગ દરરોજ.. ધરાને કઈ રીતે મળીશ.. કઈ રીતે સોરી કઈશ.. એ વાતની હજારો સંભાવનાઓ મનમાં જ બનાવતો ને મનમાં જ ફોક!!

શનિવાર હતો તે મને બરાબર યાદ છે.. હું રાત્રે as usual વિચારો ને ગોઠવણ કરી જ રહ્યો હતો.. 10:00 વાગ્યાં હતા ને મારાં સેલ માં રિંગ વાગી… આજે પણ એ “Unknown” નંબર યાદ છે…મને થયું અત્યારે કોણ હશે? લાવ receive તો કરું કોઈક ને કઈ કામ હશે તો જ કર્યો હશે ફોન.. એ સમયે mobileમાં કોલ્સ અત્યાર જેટલાં સસ્તા ના હતા..

“હેલો..!!”

મેં ફોન ઉપાડ્યો..

“હેલો.. હું… ” એટલું જ બોલી હતી એ


” ધરા!!!!!!!!!! “

ને મેં ઓળખી લીધી એને.. મારી ધરાનો અવાજ હું ન ઓળખી શકું એવુ તો કેમ બને!!??( ક્રમશ: )મિત્રો, જીવનમાં એક સમય એવો પણ આવે છે કે આપડે કોઈના માટે આપડી જાત કરતા પણ વધુ વિચારીયે!! આપડે આપણા looks ને લઈને પણ concern લઈએ.. Its very normal.. it happens!અને મેં જે વસ્તુ તમને વાર્તામાં જણાવી તેમ મ્યુઝિકથી હું પેહલા બહુ દૂર હતો.. પણ હવે સમજાય છે કે સંગીત અમૂલ્ય છે… તમને ગમતું music દિવસ માં એક વાર તો 10 minutes સાંભળવું જોઈ યે..

ને વાર્તા માં નાયક ના routine માં મેં લખ્યું છે પ્રાર્થના કરી..

પ્રાર્થનામાં ખરેખર અપાર શક્તિ છે.. પ્રાર્થના કરવી અને વિશ્વાસ રાખવો ??

6 replies on “વાસ્તવીક જીવન નો સાચો પ્રેમ ( “THE ” fat love story of real life ) ભાગ 4”

Comments are closed.

error: Content is protected !!