Categories
Novels

વાસ્તવીક જીવન નો સાચો પ્રેમ ( “THE ” fat love story of real life ) ભાગ 3

હર્ષ car ડ્રાઈવ કરી રહ્યો હતો, રાજ : ભાઈ હર્ષ… અલગ જ ફોર્મ માં ગાડી ચાલે છે ને કઈ આજ તો! શું લાગે છે રવિ?
” હા યાર ” મેં કહ્યું.. હર્ષ પહોંચાડી તો દઈશ ને???

હર્ષ : અરે યાર હવે તમે લોકો શરુ ન થઇ જાવ.. કેઝ્યુઅલ વાતો જ થઇ છે માત્ર! મનમા ને મન મા હરખાતા હર્ષે સહર્ષ કહ્યું,

હું પામી ગયેલો કે તે હજુ ઊર્મિ ની વાત જ કરવા માંગે છે.. ” તો ભાઈ… ઊર્મિ જ કઈએ કે ભાભી!!!??? મેં પૂછ્યું

હર્ષ : શું ભાભી એલા… One side ગાડી ચાલે જાય છે.. ખબર નઈ એના મન માં શું હશે!?? હા જ હોઈ ને હું ને રાજ hifi આપતાં સાથે જ બોલ્યા!!


“ચાલ ચા તો પીવડાય આજ..” મેં પ્રસ્તાવ મુક્યો ને હર્ષે ગાડી સૂર્યકાન્ત( રાજકોટ ની ફેમસ T સ્પોટ છે ) તરફ લઇ લીધી, 3 અડધી ચા, થેપલા ભાજી મંગાવી અમે ત્રણેય ભાઈબંધ બેઠા…

રાજ : પણ મજા આવી કેમ? “હાસ્તો યાર”.. મેં કહ્યું. હર્ષ : ઈ તો સાચું ભાઈ.. પણ તારે નીકળી જ જવું છે? રોકાઈ જા ને કાલ નો દીવસ…. હું : ના bro જવું પડે એમ છે સમજને યાર.. ખરેખર પીડા સાથે કીધું મેં.

રાજ : પેલી ધરા નઇ? રાજે વાત શરુ કરી.. એ સખત છોકરી હો… ડોન છે ડોન..!! હું ધ્યાન થી સાંભળી રહ્યો હતો..

હર્ષે વાત આગળ ચલાવતા કહ્યું ખબર છે ગઈ કાલે એના એક ફ્રેંડે તેને પ્રપોઝ કર્યું હતું… એસ્ટ્રોન ગાર્ડન માં…” હૃદય એક ધબકારો ચુકી ગયું મારું ને તરત જ મારાં થી બોલી જવાયું ” એમ? શું કીધું તો ધરાએ ?? “

હર્ષ : શું કીધું??? થપ્પડ બજાવી દીધી છડે ચોક બધા ની સામે!!! હાશ !!! મને મનમાં ખુબ શાતા વળી , “થપ્પડ મારી દીધી એમ??” મેં પૂછ્યું

“હા… સટાક કરતી આપીને કહ્યું કે આજ પછી ફરી કદી મને બોલાવી છે ને તો જોયા જેવી થશે સમજી લે જે…!!”

હર્ષે માંડીને વાત કરી .. “અરે કોઈ પણ છોકરો એની સાથે વાત કરતા પેલા વિચાર કરે… પરીયે કીધુંને કે ધરા પણ આવાની તો હું તો થોડો ટેન્શનમાં આવી ગયેલો!”

પણ મને ખબર નઈ આ વાત સાંભળી ધરા પ્રત્યે માન વધ્યું, કોણ જાણે કેમ પણ મને બઉજ ગમ્યું… ખુબ સારી છોકરી છે યાર મેં મનમાં જ વિચાર્યું… ને કહ્યું “રાજ સવારે હું નીકળી જવાનો છું યાર ચાલો જલ્દી પતાવો..” ને અમે લોકો ઘરે જવા નીકળી ગયા…

સવારે 7:30 વાગ્યે મેં self માર્યોને અમદાવાદ જવાની વાટ પકડી.. આજ રસ્તો ખુબ સુંદર લાગતો હતો… પારેવડી ચોક ના ફૂલ બજાર ને મેં જાણે આજ પેલ્લી વાર આટલુ નોટિસ કર્યું… મન માં માત્ર ને માત્ર ધરા… સારી છોકરી છે.. ડાહ્યી છે.. એવા જ વિચારો સાથે આગળ વધ્યે જતો હતો હું..

9:30 વાગ્યાં હશે લગભગ, લીંબડી પોહચી ગયેલો હું ને ત્યાં સ્ટોપ કર્યો, મન નોતું થતું અમદાવાદ જવા… રજા પણ પડી જ છે યાર મને થયું ને મેં કોલ કર્યો રાજ ને… હેય bro ગુડ મોર્નિંગ! ઉઠ્યો કે સૂતો જ છે હજી હે?? રાજ : ઉઠી ગયો ભાઈ.. બોલ બોલ.. કેટલે પોયચો? હું : લીંબડી… પણ આજે પણ જવાના કે તમે લોકો?
રાજ : હા… હજુ હર્ષને પૂછી જ રહ્યો હું.. એ કે છે કે જઇ યે તો… પ્લાન તો છે..
હું : તો ઊર્મિ લોકોને ભી બોલાય ને… જે વાત ચીત થઇ તે !

રાજ : હા બોલાવી લઈશ બસ… તું પણ હોત તો જામત….આવી જા ને યાર!!
મારાં મનમાં હતું જ કે આવું કંઈક બોલે!!! ” તું કે ને હું ના આવું?? બને કોઈ દી ? હાલ હું રીટર્ન થાવ છું બપોરે તારે ત્યાં જ જમી લઇશ ને રાતે બાર નો પ્લાન કરીયે ” મેં કહ્યું.
રાજ : આવી જ જા જલ્દી!! ને ફોન મૂક મારે પરીનો કોલ આવે છે!!!

મેં રાજકોટની તરફ જ ગાડી વાળી પાછી,મનમાં અનેરો આનંદ હતો, કોઈ જ કારણ નતું પણ ચેહરા પર સ્મિત રમી રહ્યું હતું… હે ભગવાન plz plz… Plz….. ધરા પણ આવે મનો મન પ્રાર્થના કરિ મેં તો…

સાંજ ઢળી ગયી છે હું ને ગ્રુપ… Flavours માં જમી ને સહિયર માં જવા ની તૈયારી માં છીએ.. ” રાજ.. પરી લોકો આવે છે ને? ” મેં વાત શરૂ કરી..

રાજ : હાસ્તો યાર.. હર્ષનું ઘર બંધાતુ હોઈ તો હું આટલુ ના કરી શકું.. એણે મજાક કરી.. પણ ધરા આવશે કે નઈ તે કઈ કહ્યું નઈ.. હું મનમાં જ વિચારતો રહ્યો.. કે ભગવાનની મરજી હશે તો આવશે પાક્કું, એમણે મારાં નસીબમાં લખી હશે તો જરૂર આવશે!!

ને આમ ને આમ રાતના નીકળવાનો સમય પણ આવી ગયો..

સહિયરમાં અમે stage ની પાસે જ હતા .. ને પરી નો અવાજ આવ્યો : કોની રાહ જુવો છો હે બધા?? હું તરત જ પાલટ્યો… પરી ને ઊર્મિ બંને હતા.. હું મૌન જ રહ્યો.. ધરા નતી… બઉ જ દુઃખ થયું…..Felt broken..

હર્ષ : તમારા લોકોની જ વળી.. વાતો ચાલી… ઊર્મિ : તમે જતા રહેવાના હતા ને? મારી બાજુ પ્રશ્ન આવ્યો…

“હા… જતું જ રેવું જોઈતું હતું” મનમાં જે હતું તે સાચ્ચું જ બોલાય ગયું મારાથી..

રાજ : કેમ લા… આવું બોલે? ” અરે.. ત્યાંથી પણ પરાગ નો કોલ હતો… એટલે.. કઈ નઈ છોડ ને ” મેં વાત વાળી પણ મનનો ઉલ્લાસ જેમ દેખાય આવે એ જ રીતે મનની ઉદાસી પણ!!

હર્ષે તો પૂછી પણ લીધું “દોસ્ત તબિયત તો ઓકે ને?? કેમ લંઘાઈ ગયું મોઢું તારું??”

“અરે એવુ કઈ નથી.. તને અત્યારે બધું અલગ જ દેખાય” મેં ટોપિક જ બદલી દીધો ને બધા હસી પડ્યા… ધરા કેમ ન આવી એ ન પૂછી શક્યો હું,ગરબા શરુ થયાં બધા રમવાની તૈયારીમાં હતા પણ હું side પર જઇ બેસી ગયો.. ને કહ્યું કે “guys તમે સ્ટાર્ટ કરો… મારે એક કોલ આવે એમ છે..”

મને થયું કે કદાચ ભોળાનાથનો સંકેત છે.. મારે પાછું વળી જવું જોઈએ..કદાચ હું ધરા ને પામી શકવાને લાયક નઈ હોઉં!! એ better deserve કરે છે કદાચ… એવા ઘણા તર્ક ઉઠ્યા….. આંખના ખૂણામાં ભીનાશ અનુભવી મેં….. ! ધરા નથી આવી તો કેમ આટલુ દુઃખ થાય છે એ મને સમજાયુ નઈ..અને માતાજી ના મંદિર તરફ જોઈ જ રહ્યો હું.. આવા પર્વના સમયમાં, આવી મસ્ત જગ્યાએ પણ મને ખુબ અકડામણ થઇ આવી…

“તમારે દર્શન કરવાનાં રઈ ગયા હતા એટલે રોકાય ગયા કે શું!!?” ધરા નો અવાજ મારાં કાને પડ્યો!!! ધક ધક ધક ધક ધક ધક…… મારાં હૃદયના ધબકારા DJ ના જોરદાર અવાજ વચ્ચે પણ મને સંભડાયા !!! હું પાછળ ફર્યો.. ધરા ઉભેલી!!!!!!!!

પાથી નતી પાડી એણે, બ્લેક અને ઓરેન્જ ચણીયા ચોળી હતી.. ને leggings.. પગમાં કઈ નતું પેર્યું..!હું નિહાળી જ રહ્યો..” હેલો!!તમને જ પૂછું છું હો!!!” એણે પાણી ની બોટલમાં થી સીપ લેતા લેતા ફરી કહ્યું…

“અરે.. ના ના દર્શન તો થયાં હતા… પણ.. મન નોતું ભરાયું..”
શું બોલું છું હું એ મને ધ્યાન જ નતું..

“એવુ એમ?? તો આજે મન ભરી ને દર્શન કરી લો બીજું શું..”
Smile સાથે કહ્યું એણે.., ” તો રમવું છે કે ભક્તિ જ કરવાની છે? ” સીધો સવાલ પણ પૂછી નાખ્યો! મેં કહ્યું હા હા રમીયે ચાલ.. પણ ઊર્મિ લોકો સાથે કેમ નોતી તું? મને થયું કે તું નઈ આવાની હોઈ આજ.. Conversation શરૂ કર્યું મેં..

ધરા : શું? હું ના આવું એમ?? આ season પાસ નતો જોયો? Just for your kind information હું લાસ્ટ યર princess હતી હો… નવરાત્રી મારી favourite છે!!!
ફ્રેશ થવા ગઈ હતી હું…

ઓહ !!! સમજાયું હવે ” Princess “!!!!! મેં કહ્યું, એ હસી પડી.. “ચાલો હવે…, મને રમવાનો ટાઈમ વેસ્ટ થાય તે ના ગમે ..” કહી તેને પગ ઉપાડ્યા… હું પણ તેની સાથે જ ચાલ્યો ને ગરબા ની રમઝટ ચાલી..

રમતા રમતા હું માત્ર તેને જ જોઈ રહ્યો હતો… તેની અદા.. તેનો grace… The way she carried herself.. તેનું સ્ટેપ્સ સાથે આવતું એક દમ મીઠુ smile, આહ શું કેહવું… શબ્દોનું સામર્થ્ય ક્યારેક ટૂંકું પડે.. ને આમ જ ફર્સ્ટ બ્રેક આવ્યો.. અમે લોકો રાબેતા મુજબ નાસ્તો ને ડ્રિન્ક લઇ ને બેઠા.. Discuss કરી રહ્યા હતા કે માણસો ખોટું કેટલું બોલે..!!


મેં કહ્યું : ખોટું બોલવું પડે ક્યારેક એમાં ના નઈ… પણ સાચું બોલીયે તો હળવા રેવાય…

હર્ષ : પણ સાચું બોલીયે ને તો ઘણી વાર ફસાઈ પણ જવાય દોસ્ત… તારું ખબર નઈ ભગવાન ભરોસે ચાલે છે પણ બધા સાથે સરખું ન થાય…

ધરા : એટલે? શું કેહવા માંગો છો?

હર્ષ : રવિ જે મન માં હોય તે કઈ દે છે… સાચે સાચું.. મે જ્યાં સુધી માર્ક કર્યું છે ત્યાં સુધી એ ખોટું નથી બોલતો..વાત બદલી નાખશે એવુ લાગે તો..

ધરા : એમ!!!?? ખુબ સારુ કે વાય તો તો.. જે મન માં હોઈ તે કઈ જ દો તમે એમ??

મારી બાજુ જોઈ ને એ બોલી..

” હા.. કીધું નઈ મેં સાચું બોલી એટલા હળવા રેવાય!!”

મારી વાત પર હું વળગી રહ્યો..

ધરા : ચાલો test કરી જોઈએ એક નાનો??

હું : હા નો પ્રોબલેમ..

ધરા : ચાલો એક વાતનો જવાબ આપો.. What do you think about me? મારાં વિશે શું વિચારો તમે !! Simple સવાલ સાથે શરુ કરીયે..

ના.. મેં કહ્યું.. બીજું કઈ ક પૂછ ને…કેહતા હું મુંજાયો!

મને ખોટું નઈ લાગે… બોલો બિન્દાસ… ને મને કઈ પણ કહેશોને મને ફરક નહિ પડે.. I dont care u know.. બિન્દાસ રીતે બોલી

ના ના એમ વાત નથી… પણ બીજું કંઈક પૂછને plz .. મેં હજુ એક વાર વિનંતી કરી..

ના ના ના.. Tell me what do u think about me???ક્યાં હવે એવો એઘરો પ્રશ્ન છે?? મારે જાણવું છે… ધરાએ જીદ કરીને કહ્યું …

સ્ત્રી હઠ ..!!! મારે ઝુકવુ જ પડ્યું..

સાંભળ તો… તને જોઈને મેં ગઈ કાલે, તે જ ક્ષણે મને વિચાર આવ્યો કે સાડી પેહરાવીને તને મમી પાપા સાથે મળાવવા લઇ જવી છે … તું જ મારી LIFE છે ને lifepartner તરીકે પણ તું જ જોઈએ યે…

ખુબ ડાહ્યી… Sensetive અને સમજુ છોકરી છે તું… ને આખા world ની સૌથી શ્રેષ્ઠ બધી વસ્તુઓ તું deserve કરે છે, જોઈને તને…એ સાથે જ એવુ લાગેલું કે બઉ પેલાથી ઓળખું છું તને.. કંઈક ઋણાનુબંધ હોવો જોઈએ… હું શું કરુ કે તને સાચવું, તને ખુશ રાખું..

તારા સપનાઓ માં તને જીવાડુ .. તું કેટલી સ્પેશ્યિલ છે… આવું વિચારું છું હું તારા વિશે…અને મને ખબર નઈ કેમ પણ… એવુ લાગે કે ભગવાને મારાં માટે જ ઘડી છે તને.. મારાં જેટલું તને કોઈ નઈ સાચવી શકે… કોઈ નઈ સમજી શકે… મારી wify તું જ હશે…. મનમાં જેટલું હતુંએ બધું જ મેં કહી દીધું..!!

હર્ષ, રાજ… બંને અવાક હતા… ઊર્મિની તો pepsi ની bottle પડી ગયી તેના હાથમાં હતી તે

પણ અમારી આંખો એક બીજા માં પરોવાયેલી જ હતી.. મારાં હૃદયના ઊંડાણ માંથી નીકળેલા શબ્દો કદાચ સીધા એના હૃદય સુધી પોહ્ચ્યા હશે!!??!!? … એ વખતે Soul connection અનુભવ્યુંમેં… કદાચ અમે બંનેએ!!!!!વિસ્મયથી ધરાની આંખો પોહળી થઇ ગયેલી……અને…..

( ક્રમશ : )

મિત્રો આજના પાર્ટ સાથે મારાં મનમાં શું છે… શું સંદેશ આપવા માંગુ છું તે પણ લખવાનું મેં વિચાર્યું છે… વાર્તા આગળ જતી જશે તેમ મારાં મનના ભાવો પણ તમારી સાથે share કરતો જઈશ.. આપને ગમશે તેવી અપેક્ષા છે..

અત્યાર સુધીની વાર્તામાં હું એવુ કેહવા માંગુ છું કે મિત્રો પ્રભુ નું આપેલું વરદાન છે… મિત્રો હોઈ ને સાથે તો સ્વર્ગની કામના પણ ના કરું હું…

ને જે વ્યક્તિ સાથે તમને લાગણી હોઈને સાચી… તે વ્યક્તિ સાથે તમે સહજ જ જોડાણ અનુભવો.. અંદરનો જે ” માંયલો ” હોઈ ને એ કઈ જ દેં કે આ માણસ આપણું અંગત જ છે…

ને અંતિમ વાત.. કોઈ પણ સંબંધમાં જેટલી સ્પષ્ટતા.. એટલો સંબંધ પાકો!!??

14 replies on “વાસ્તવીક જીવન નો સાચો પ્રેમ ( “THE ” fat love story of real life ) ભાગ 3”

Wah ekdam mast..have ધારા શું કહે તે માટે next part ni wait કરીશુ..??

Comments are closed.

error: Content is protected !!