Categories
Novels

વાસ્તવીક જીવન નો સાચો પ્રેમ ( “THE ” fat love story of real life ) introduction

નમસ્કાર  મિત્રોને!

ઘણા સમયથી વિચાર હતો કે એક સ્ટોરી  લખવી… આજ હિમ્મત કરી જ નાખી!! આશા  છે આ વાર્તા  તમને બધાને ખુબ ગમશે અને વાર્તા પાછળનો જે સંદેશ  છે એ પણ ..!

આજ ફક્ત પ્લોટ મુકુ  છું.. આપના પ્રતિભાવો કેવા છે તે આધાર પર આગળની સ્ટોરી  આવશે…

2008 ના વર્ષ ની  નવરાત્રિ  નો જાજરમાન અવસર  છે.. 3 મિત્રો  રાજ, રવિ અને હર્ષ ટ્રેડિશનલ  કપડાંમાં સજ્જ  થઇ ને અનેરા ઉત્સાહ સાથે તૈયાર થઈ  રહયા છે, ઉત્સાહ  નોરતા નો, ઉત્સાહ સોળે કળાયે ખીલી રહેલી જુવાની નો ને ઉત્સાહ હર્ષ માટે  જોવા જવાનુ છે તે ઊર્મિ ને મલવાનો પણ !
રાજની ગર્લફ્રેન્ડ પરી.. આજ ના નોરતા માં હર્ષ ને માલાવવા માટે તેની પાક્કી બેનપણી ઊર્મિ ને લઇ ને સહિયર માં આવાની હતી!! હર્ષની જ્ઞાતિની જ હતી ઊર્મિ અને રાજ દ્વારા  આજ નું આયોજન હતું કે બધા સહિયર માં રમવા જઈશું.. પરી ઊર્મિને લઇ આવશે ને ગરબા રમતા રમતા જ બંનેનો intro  કરાવી દેશું!!!!!
હું ( રવિ ) રાજ અને હર્ષ મારી કારમાં જવાનુ નક્કી કરી ચુક્યા હતા ને હર્ષ માટે ટ્રેડિશનલ કપડાં ગોતવાની પ્રક્રિયા ચાલુ હતી… રાજકોટમાં variety પણ ઘણી તો ફરવામાં ને ફાઇનલ કરવામાં જ સાંજ થઈ  ગઈ..

ને જે અવસરની રાહ હતી તે સમય આવી ગયો હું રાજ ને હર્ષ… જાણે રાજકોટ સ્ટેટના રાજકુમાર  હોઈ તેવા વટ્ટમાં  હો.. સહિયરમાં એન્ટરી મારી છે.. મને ક્યાં ખબર હતી કે હર્ષ માટે  જે આયોજન છે તે પ્રસંગ મારી  જિંદગીનો સૌથી  સુંદર ને ખાસ  પ્રસંગ બની જવાનો છે!!
આખરે પરી ઊર્મિ ને લઇ ને આવી જ ગયી ને સાથે હતી ધરા  ?? રાજ તો સ્વાભાવિક રીતે જ પરી સાથે વાતો કરવા લાગી ગયો ને તેણે  હર્ષ ને ઊર્મિ નો intro પણ કરાવ્યો… ને મને પણ મેળવ્યો બધા સાથે…
તે દિવસે મેં પેહલી વાર જોઈ ધરા… સેન્સ  અને સિમ્પલિસિટી… નાની પણ પાણી દાર આંખો… Littraly  ગુલાબ ની પાંખડી  જેવા જ હોંઠ  ને size  પણ એટલી જ.. સાદા પણ સુઘડ સ્વચ્છ કપડાં… ચણીયા ચોળી પેરી હતી એણે… કોઈ  મેક અપ નો તામ જામ  નઈ પણ ભોળાનાથે રૂપ જ એટલું આપેલું કે એની સામે ભલ ભાલી એકટ્રેસ પાણી ભરે… કે atleast મને તો એમ જ લાગ્યું હતું….

આ વાત થઇ  મેં અને પેહલી વાર જોયાની .. જો આપને આગળ ની સ્ટોરી જાણવાની ઈચ્છા હોઈ તો આગળ ચોક્કસ લખીશ…

15 replies on “વાસ્તવીક જીવન નો સાચો પ્રેમ ( “THE ” fat love story of real life ) introduction”

ખુબ ખુબ આભાર… તામારી પેહલી comment છે… ખુબ સ્પેશ્યિલ ને યાદગાર રેહશે ?

Comments are closed.

error: Content is protected !!