Categories
Short Story

Not a right time!!!

Categories
Novels

બ્રમ્હાદ- The Warrior of Ancient History

  1. બ્રમ્હાદ- The Warrior of Ancient History
  2. બ્રમ્હાદ- The Warrior of Ancient History – 2
  3. બ્રમ્હાદ- The Warrior of Ancient History – 3

લોર્ડ, સેના તૈયાર છે…  તમે પરવાનગી આપો તો આક્રમણ કરીએ…  ” સેનાપતિ લોરિન…  ઉતાવળે તંબુમાં આવતા બોલ્યો…  બહાર હજારોની સંખ્યામાં નિર્દયી સૈનિકો રાડારાડી કરી રહ્યા હતા. કોણ જાણે દરેક સૈનિકે કેટલા ખૂન કર્યાં હશે..  અને કેટલા હારી ગયેલા બંધકોને સેકીને ખાઈ ગયા હશે. તેમની નસમાં માણસોનું જ લોહી ફરી રહ્યું હતું. પણ હતા એ બધા રાક્ષસ જેવા.

જેમના માટે માનવજાત એટલે કીડા મકોડા…  લોર્ડ તે બધું સાંભળી રહ્યો હતો. તેને વર્ષો પહેલા આ ચિચિયારી કરતા હેવાન વચ્ચે સમય વિતાવ્યો હતો. લોર્ડ એટલે કે એવો કાતિલ માણસ કે તેના માટે ગાદી મહત્વની ન હતી. પણ લોકોનું લોહી હતું. રસ્તામાં આવતા બધા જ રાજ્યો, જંગલ, માણસ વસતી ઝાપટી લેતો. કશુ ન છોડતો. ગમે તે આવે મારીને આગળ વધી જવું. કદાચ તે સમયમાં નર્કમાં વસતા રાક્ષસોને પણ સારો કહેવડાવે એવો અગોચરો માણસ. તેનુ નામ બ્રમ્હાદ હતું. 


તેને એક ઊંડો શ્વાસ લીધો…  અને પૂછ્યું..  ” બેલટીકની સેના કેટલે દૂર છે…  ?”  તેની વાત સાંભળીને લોરીને નકશા સામે જોયું..  ” એક દિવસ…  ચાલીને..  ” તે સમયે અંતર માપવા માટે કોઈ નામ ન હતા. ચાલતા અને દોડતા જેટલો સમય લાગે તેને અંતર તરીકે વર્ણવતા..  
“દોડીને…  ?” બ્રમ્હાદએ નકશા પર નજર કરીને પૂછ્યું..  “પોણો દિવસ..  ” લોરિન ડરીને બોલ્યો..  “કેમ..  ” બ્રમ્હાદ તમતમી ગયો..  
થોડો ચઢાણ વાળો વિસ્તાર છે..  લોર્ડ..  ” લોરિન બે ડગલાં પાછળ ખસી ગયો…  તે તેના રાજાને ઓળખતો હતો. તે આખી સેનાનો કેટલામો સેનાપતિ હતો તે પોતે પણ નહતો જાણતો.
“અડધો દિવસ…  ” બ્રમ્હાદ લાકડાના ગોઠવેલા ટેબલને લાત મારતા બોલ્યો..  તેના બોલતા જ લોરિન ઝડપથી બહાર નીકળી ગયો…  અને તેની નીચેના 4 ટુકડી સેનાપતિઓને જણાવી દીધું…  તે બ્રમ્હાદને ઓળખતો હતો. ગમે ત્યારે દિવસની સૂચના મળતી એટલે આક્રમણ જ કરવાનું હોય…  ટુકડી સેનાપતિને સૂચના મળતા જ દે બધા હડકાયા કૂતરાની જેમ ભાગ્યા.. 
તેમનું ભાગવું સ્વાભાવિક હતું…  ગરમા ગરમ બંધકોના શરીરથી બનેલું ભોજન જો મળવાનું હતું..  સાથે તે રાજ્યની બધી સ્ત્રીઓને ચૂંથવા પણ મળવાનું હતું. 


સૂચના મળી…  બધા રીતસર ભૂખ્યા કૂતરાની જેમ ભાગ્યા. તે સાથે જ લોરિન પણ ઘોડે સવાર થઈને ચાલ્યો. દિવસ થવાને હજુ થોડી વાર હતી પણ સવાર થઇ ગઈ હતી. બસ કિરણો ધારતી પર ન હતા પહોંચ્યા. આકાશી ભૂરો કલર વાતાવરણને અતિ મોહક બનાવી રહ્યું હતું. બધા લોકો પહાડી પરથી કૂદી કૂદીને જંગલના પ્રવેશી રહ્યા હતા. જંગલના પ્રાણીઓ આટલી જનમેદની જોઈને નાસીપાસ થઇ રહ્યા હતા. એટલામાં લોરિન સામે બે સિંહ અને 4 સિંહણનું ટોળું દેખાયું..  સાથે 5 નાના નાના બચ્ચા પણ હતા. 


જમીન ધ્રુજી રહી હતી. તે સિંહ અને સિંહણો પણ ભાગવા લાગ્યા. પણ આ ક્રૂર સેના…  પોતાના ભાલા ફેંકીને તેમને વીંધી નાખે છે..  તેમના બચ્ચા બિચારા જમીન પર બેસી જાય છે..  તે ધીમા અવાજે પોતાના માં બાપને પોકારી રહ્યા હતા. પણ અફસોસ તેમાંથી કોઈ જીવતું ન હતું. સેના તે ટોળીની નજીક જાય છે….  

બધા સૈનિકો..  પોતાની પાસે રાખેલી છરીથી સિંહ અને સિંહણના મરેલા શરીરને કાપી કાપીને ખાવા લાગે છે..  પેલા નાના નાના બચ્ચઓને તો બધા ખેંચી ખેંચીને ફાડી ખાય છે. લોરિન આ બધું જોતા આગળ વધી જાય છે. તેને પોતાના ઉપર જ ગુસ્સે આવે છે કેમકે પોતે શાકાહારી હતો. તે ફાળ અને શાકભાજી ખાઈને જ જીવતો..  તેને ક્યારેય માસ નહતું ખાધું. તેને ભૂખ પણ એટલી જ લાગી હતી. છતાં ધુંઆફુંઆ થઈને આગેકૂચ ચાલુ રાખે છે. 

વધુ આવતા અંકે……..
આગળના અપડેટ મેળવવા માટે મને follow કરી શકો છો. આભાર ?????
મારી બીજી નવલકથા,Social Love (લાઈવ)Never Loved Season 1 (સંપૂર્ણ)Never Loved Season 2 (લાઈવ)અતિરેક (સંપુર્ણ)કરુણ અંત (સંપુર્ણ)કશ્મકશ – વિંધયેલો પ્રેમ (લાઈવ)આ બધી વાર્તા digitalstory.in પર વહેલી પ્રકાશિત કરવામાં આવે છે.
Telegram channel : GujjuvartaWebsite : www.digitalstory.inPublic Profile : AuthorJaymin
નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લેખકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.
અમલ

Categories
Novels

કશ્મકશ – વિંધાયેલો પ્રેમ (ભાગ 16)

પાછળના ભાગમાં……..

અસી નુડલ બનાવીને બેડ પર બેઠી. “આ શુ લખે છે…  ” અસીને પહેલી વાર અવીને લખતા જોઈને ચકિત થતા પૂછ્યું. ” કઇ નહિ..  બસ એમ જ વાર્તા..  ” તેને પેન બુકમાં રાખીને તેને બાજુના ડ્રોવરમાં રાખી દીધી. અસીએ નુડલ્સ માટે આગ્રહ કર્યો પણ અવીએ ના પડી દીધી. કૂતરાની જેમ નુડલ્સ ચાવતી અસીને જોઈ રહ્યો.“કેટલી શાંતી છે અહીં..  ” કામ આટોપીને આવેલી અસી અવીને લપકીને સુઈ ગઈ..  “હમ્મ..  ” અવીને તેને પોતાની છાતીમાં સમાવી લીધી. વાતો કરતા બન્ને પંખીડા ઘસઘસાટ ઊંઘી ગયા. બીજે દિવસે સવારે ઉઠીને આવી તેને ઘરે છોડીને કોલેજ માટે નીકળી ગયો.

બીજી તરફ સુરતમાં અવીની હાજરીના પડઘા પડી ચુક્યા હતા. બધા બે નંબરી બિલ્ડરોના મોટો સમૂહમાં અવીને પોતાના રસ્તેથી હટાવાના કાવતરા ઘડાઈ રહ્યા હતા. તેમાં મુખ્ય પરમચંદ સૌથી મોટો વડો હતો… 

હવે આગળ……..“અતયારે પોલિસને આપણી તરફ કરતા વાર નહિ લાગે…  પણ બીજા ઘણા મોટા લોકો તેનો વાળ વાંકો નથી થવા દેવાના…  ” પરમચંદ ગુસ્સામાં બરાડી ઉઠ્યો.. 

“પણ આપણે અતયારે કઇ નહિ કરી શકીએ…  અવીને સમયે જ ઘા મારવો પડશે… બાકી આપણું પોપટ થતા વાત નહિ લાગે…  ” પરમચંદનો સાથી તેને સમજાવતા બોલ્યો.“અવી અહીં માત્ર એક વર્ષ માટે જ આવ્યો છે…  પણ શુ કરવા તે ખબર નથી…  બસ એટલી ખબર છે કે…  તે કંઈક બીજા કામથી આવ્યો છે…  અહીંની સરકારી કોલેજમાં જાય છે બસ…  ” એક સજ્જન માણસ પોતાના ખબરીના સમાચાર દર્શાવતા બોલ્યો.

“નઈ નઈ…  તે ભણવા જ ન આવ્યો હોય… સવારના મારા બે માણસો ગાયબ છે…  મેં તેને અવીનો પીછો કરવા મોકલેલા…  ” પરમચંદ એક માણસને ફોન કરવા લાગ્યો પણ હજુ સુધી તેને કઇ જવાબ નહતો મળ્યો. “તમારી છોકરી છેલ્લે તેની સાથે દેખાય હતી… મારા માણસોએ મને કહ્યું હતું…  તમારી જેમ મારા માણસો પણ ગાયબ છે…  ” તે સજ્જન માણસ બોલ્યો.“બાલાને આવતા વેંત મારી નાખ્યો…  વર્મા ગમે તેમ બચીને આવી ગયો…  તે હજુ હોસ્પિટલમાં બેભાન પડ્યો છે…  સાલું..  શુ થઇ રહ્યું છે એ નથી સમજાતું…  ” પરમચંદ પોતાની નાજાયદ દીકરીની વાતને ઉડાવીને પોતાના માણસોની ચિંતા કરતા બોલ્યો.

“અવી પાછળ કોઈક મોટું છે…  જે તેને બચાવી રહ્યું છે…અવી એકલો તો નથી તે દેખાઈ રહ્યો છે. ” પરમચંદનો સાથી કંઈક વિચારીને બોલ્યો.  પરમચંદ પણ વિચારે ચઢી ગયો..  પેલા સજ્જન માણસના બદલતા હાવભાવ કોઈ જોઈ ન શક્યું.

“આપણાથી પણ કોઈ મોટું હોઈ શકે ?? ” પરમચંદ ટેબલ પર હાથ પછાડતા બોલ્યો.“કોને ખબર…  બની શકે અવીએ કોઈકના મોટા મોટા કામ કર્યાં હોય તો બની શકે…  આમ પણ તે નિર્દયી માણસ..  શરીરના ગણી ન શકાય તેટલા કટકા કરીને પણ આરામથી મસાલો ચાવતો હોય છે…  ” પેલો સજ્જન વ્યક્તિ મોઢું બગાડતા બોલ્યો..  પરમચંદને પોતાની આંગળી યાદ આવી ગઈ…  અવીએ હસતા હસતા કાપી હતી જાણે કોઈ વાયર કાપી રહ્યો હોય અને પોતે અસહ્ય વેદનાથી પીડાતો હતો.

“તેને હટાવો પડશે…  બાકી મારો ધંધો ચોપટ કરી નાખશે…  ” પરમચંદ પોતાના સાથી સામે જોઈને બોલ્યો. “કોશિશ કરીએ…  મને નથી લાગતું કે તેના સુધી આપણા હાથ પહોંચી શકશે…  ” તેનો સાથી બોલ્યો અને બાજુમાં બેઠેલા સજ્જન માણસ સામે જોવા લાગ્યો.“આખી ફોજ પડી છે…  બસ એક જાળ બિછાવીને તેને પતાવી શકાય…  ” તે સજ્જન માણસે કોઈને કોલ કરીને વાત કરવા દૂર જતો રહ્યો. પરમચંદ, તેનો સાથી અને બીજા નાના નાના બિલ્ડરો કે જે આ વાતમાં બોલવા જેટલા પણ ન હતા એ બધાએ ચાલતી પકડી.

“માણસો મરતા હોય તો મરવા દે…  મને બસ તે જોઈએ જ…  મને ખબર છે… એજન્સી આમાં ઇન્વોલ છે…  પણ અવી મારે ગમે તેમ કરીને જોઈએ ” તે સજ્જન કડક શબ્દમાં બોલ્યો અને ફોન કાપી નાખ્યો.. 

બીજી બાજુ અવી આરામથી કોલેજમાં હરીફરી રહ્યો હતો. કોલેજમાં બહારના તત્વોનું આવનજાવન વધુ હતું. પણ તે બધું સમજી વિચારી રહ્યો હતો. તેને કોઈ નુકસાન પહોંચાડી શકે એમ ન હતું. પણ પોતાનાથી કોઈ વાંક વગરના વ્યક્તિને નુકસાન પહોંચે તેવું અવી ઈચ્છતો ન હતો.તેને ખબર હતી કે જો પોતે વિચાર્યા વગર પગલું ભરશે તો અસીને તકલીફ થઇ શકે એમ હતી. ત્રણ લોકો સિવાય કોઈ ન હતું જાણતું કે અવી અસી માટે સુરત આવ્યો છે. બિલ્ડરોની સાથે સાથે હીરાના વેપારીઓ પણ અંદરથી ખળભળી ઉઠ્યા હતા. કેમકે અવીએ એ લોકો સાથે તદ્દન નર્કમાં વસતા લોકો સાથે જે વ્યવહાર કરવામાં આવે તેવા વ્યવહાર કરેલા હતા.

અવીને જરા પણ ખબર પડે કે કોઈ વેપારીએ બહારનો વહીવટ કરીને ખુબ મોટો નફફો રળ્યો છે તો બીજા જ દિવસે અવીની ગાડી તેના ઘર કે શૉરૂમ બહાર ઉભી હોય. અવીના માણસો એટલી હદ સુધી સિસ્ટમમાં પેસેલા હતા કે કોણ ક્યાંથી શુ કરી રહ્યું છે અને કોણ ક્યા મોજુદ છે બધી રગેરગની માહિતી અવીને પળવારમાં મળી રહેતી.બીજો બાજુ tc સુરતમાં અવીની હાજરી બતાવવા માંગતી હતી. તેનુ માનવું હતું કે જો અવી ચુપચાપ સુરતમાં રહેવા લાગશે તો લંપટ લોકો તેને નબળો ગણી લેશે. અને નબળા લોકોને પહેલા દબાવાની કોશિશ કરવી એ દુનિયાનો આદત છે. જોકે બાલાની ગેરહાજરીની માહિતીની રજ ઘણા ઓછા લોકોને જ ખબર હતી કે તેને કોણે માર્યો. Tc એ નવા ઉપર દબાણ કર્યું એટલે તેને અવીને કોલ કરીને ઘરે બોલાવ્યો.તીજુ અવી તો હાંફતો હતો. ” કોલ મૂકીને નવો tc ની ટીખળી કરતા બોલ્યો. “તો….  ?? ” tc ધુંઆફુંઆ થઈને બોલી.

નવો : અરે તો શુ તો…  હું તો એમ જ બોલતો હતો…  ” tc ને પોતાની તરફ વાવાજોડાની જેમ આવતા જોઈને તે સજગ સજગ થઇ ગયો.

Tc : અરે પણ બોલને..  શુ એમ જ…બોલ  ” તેને ઉભા થઈને ભાગવાની તૈયારીમાં રહેલા નવાને કોલર પકડીને સોફા પર સુવાડીને તેના પેટ પર બેસતા બોલી. “તું મને જલાવે છે…  એમ ?? ” તેને પોતાનું ટીશર્ટ કાઢતા કહ્યું.“સવારમાં બાટલી ચઢાવીને રખડે છે કે શુ ?? ” tc ની આદતથી ટેવાયેલો નવો પોતાના શર્ટના બટન ખોલતી tc ના હાથ પકડતા બોલ્યો. “તો બટન તૂટતાં હોત બકા…  ” તેને હસીને નવાના હોઠ પર હોઠ રાખી દીધા. આમ અચાનક tc આમ વળગવાથી નવાને નવાઈ લાગી પણ પછી પડતું મૂકી દીધું.નવા અને tc જયારે લગ્નગ્રંથીથી જોડાયા હતા ત્યારે tc એ અવી પ્રત્યે પોતાના પ્રેમનો એકરાર નવા પાસે કરેલો. સામે નવાએ કઠણ મન રાખીને બધું સ્વીકારેલું. કેમકે તેને અવી પર વિશ્વાસ હતો કે એકના એક દિવસ અવી tc ને ડાઇવર્ટ જરૂર કરી દેશે. સાથે અવીએ બાહેંધરી પણ આપી હતી. લગ્ન પછીના દિવસો થોડા કશ્મકશ ભર્યા જરૂર હતા. આખરે અવીના ન આવવાના લીધે તેને નવા સામે સમર્પણ કર્યું.પતિ પત્ની વચ્ચે પ્રેમ ન હતો હંમેશા સમજણના બંધનથી જ બંધાયેલા હતા. સમાજમાં હસી ખુશીથી એક બીજા સાથે ભળીને રહેવા વાળું દંપતી ઘરમાં તદ્દન અજાણ્યું જ રહેતું. એવામાં એસ્ટેટના ધંધાએ રફ્તાર પકડી એટલે બન્ને કામમાં જ પોરવાયેલા રહેતા. કામ સિવાય વાત નહિ, પોતાના કામમાં જ વ્યસ્ત રહેવું, જીવનના કઇ ઠેકાણા જ નહતા રહ્યા. “ચલને આપણે ફેમેલી પ્લાનિંગ કરીએ..  ” tc ના બોલવાથી નવો તેની સામે અચરજથી જોવા લાગ્યો.

“આમ સામે ન જો..  મને વિચાર આવ્યો એટલે..  કહ્યું. ” નવા તરફથી કઇ જવાબ ન આવતા તે ઉભી થઈને કપડાં પહેરવા લાગી. “અવીનું મેટર પતવા દે…  પછી વાત. ” નવો બેઠો થઈને tc સામે જોવા લાગ્યો.


Tc : આપણે કશે દૂર ચાલ્યા જશુ. ” તેને નજર ચોરતા કહ્યું. નવો તેની હરકતો નિહાળતો હતો. “જ્યાં આપણે બન્ને જ હોય..  ” tc ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ. નવો થોડીવાર વિચારીને ફ્રેશ થયો અને હોલમાં આવીને બેસી ગયો.


થોડીવાર પછી અસીને ઘરે ડ્રોપ કરીને અવી નવા પાસે પહોંચ્યો… ” બહુ જલ્દી સમય મળી ગયો તને..  “. નવો અવીને આવકારતા બોલ્યો. અવી પણ તેને ઉષ્માભેર વળગી પડ્યો…  “ચલ તને કંઈક બતાવું…  ” નવો તેને સ્ટડીરૂમમાં લઈ ગયો.“આ બે લોકોને તું ઓળખે છે ?? ” ડ્રોવરમાંથી બે ફોટો કાઢતા નવો પ્રશ્નાર્થ નજરે અવી સામે જોવા લાગ્યો.

“ના…  કેમ શુ થયું…  ” અવી ફોટાનું ચહેરાનું નિરીક્ષણ કરતા બોલ્યો.

“તું જયારે tc ને ઘરે છોડવા આવ્યો ત્યારે આ બન્ને તમારો પીછો કરવા માટે બહાર આવ્યા.. ” નવો અદબ વાળીને બોલ્યો…

“તને કેમ ખબર ?? ” અવીએ સામે પ્રશ્ન કર્યો… વધુ આવતા અંકે……..આગળના અપડેટ મેળવવા માટે મને follow કરી શકો છો. આભાર ?????

મારી બીજી નવલકથા,
Never Loved Season 1 (સંપૂર્ણ)
Never Loved Season 2 (લાઈવ)
અતિરેક (સંપુર્ણ)
કરુણ અંત (સંપુર્ણ)
Social Love (લાઈવ)
આ બધી વાર્તા digitalstory.in પર વહેલી પ્રકાશિત કરવામાં આવે છે.

Telegram : TheSoulAmal
Website : www.digitalstory.in
Public Profile : AuthorJaymin

નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લેખકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.

અમલ

Categories
Novels

કશ્મકશ – વિંધાયેલો પ્રેમ (ભાગ 15)

પાછળના ભાગમાં……..

“અસી… ” અવી તેની બાજુમાં લગોલગ જઈને તેના કાનમાં બોલ્યો..  બિચારી અસી ઉછળીને દૂર ખસી ગઈ. “અવી… ” તેને અવીના પગમાં જોરથી લાત મારતા કહ્યું. પણ અવીને કઇ ફેર ન પડ્યો..  તે હસતો રહ્યો. ” તારા પપ્પા ક્યા..  ” અવી તેનો ગાલ ખેંચતા બોલ્યો. “તેની ઓફિસમાં હશે…  કેમ તેમનું શુ કામ પડ્યું..  ” અસી મોં ફુલાવતા બોલી.

અવી : તું કામ કર..  પતે પછી આવ..  હું ત્યાં હોઈશ..  આમ જો કલાકની વાર છે..  ” તેને ઘડિયાળ બતાવતા કહ્યું. તેને માથું હકારમાં ધુણાવ્યું એટલે અવી ત્યાંથી નીકળી ગયો… શોપની બહાર જઈને રાકેશની ઓફિસ શોધવા લાગ્યો…  મહામેહનતે તે ઓફિસ સુધી પહોંચ્યો. “હું આવું…  ” તેને સહેજ દરવાજો અધખૂલો કરીને પૂછ્યું…  રાકેશ અવીને જોઈને ભોંચક થઇ ગયો… 


હવે આગળ……..

રાકેશ : તું અહીં શુ કરે છે…  ” તેને ચકિત થઈને પૂછ્યું..  “દરવાજેથી જ જવાબ આપું કે અંદર આવું…  ” અવી સહેજ મજાકમાં બોલ્યો. “તારે પૂછવાનું હોય?? એવી ફોર્માલિટીની કઇ જરૂર નથી..  આવી જા અંદર ” તેને કપાળે હાથ દઈને કહ્યું. અવી હસતા હસતા અંદર આવીને ખુરસીમાં બેઠો.. “અસીએ કહ્યું તને અહીં આવવાનું ?? ” રાકેશ સીધો મેઈન ટ્રેક પર આવી ગયો.
અવી : હમ્મ..  ” તેને નિસાસો નાખતા હુંકારમાં માથું ધુણાવ્યું.

રાકેશ : તું તેની જીદ્દ સંતોષવાનું બંધ કર.. નહિતર તે જિદ્દી થઇ જશે.  ” તે ચિંતામાં બોલ્યો.
અવી : એ નહિ થવા દવ…  આમ પણ મારે થોડું કામ હતું. ” અવી દાંત બતાવતા બોલ્યો. “તારી કોલેજનું શુ કર્યું…  અને બિઝનેસનું શુ કરીશ? ” રાકેશ મુંજાઈને બોલ્યો.

અવી : કોલેજનું થઇ ગયું છે…  બિઝનેસનું સેટિંગ ચાલે છે…  પણ ચિંતા જેવું નથી…. થઇ જશે… ” અવી ઠંડા સ્વરે બોલ્યો.

રાકેશ : હમ્મ… અહીં રહેવાનું ગોઠવી લીધું ? ” તે ડેસ્ક પર બેસતા બોલ્યો.અવી : નવસારી રહીશ..  જાણીતા છે, તેમની વાડીએ રહીશ.
રાકેશ : અહીં આવી જ ગયો છો તો અમારા ઘરની બાજુમાં ગેસ્ટ હાઉસ છે ત્યાં રહેવાય ને… 

અવી : ના..  મારે તમારું ગેસ્ટ નથી બનવું…  હું જ્યાં રહું છું તે મસ્ત જગ્યા છે…  ” તે દાંત બતાવતા બોલ્યો.
રાકેશ : તને તો મારે ઘરજમાય બનાવીને રાખવો છે…  ” રાકેશે મસ્તીમાં તેનો કાન ખેંચતા કહ્યું.

અવી : એવા કઇ શોખ નથી મને… હું ભલો અને મારુ ઘર ભલું…  ” તેને પ્રેમથી રાકેશના હાથમાંથી પોતાનો કાન છોડાવતા કહ્યું. મનમાં તો સળગી ગયો હતો પણ અહીં રાકેશને કઇ કહી ન શકાય. બાકી તેની મરજી વગર કોઈ આ રીતે મસ્તી કરી જાય તે જરા પણ પસંદ ન હતું.રાકેશ : અસી કહેતી હતી કે તમે બન્ને આબુ ફરવા ગયા હતા…  ” તેને જીણી આંખ કરીને અવી સામે નજર કરી. અવી સહેજ ચમકી ગયો. “હમ્મ..  ” તેને ટૂંકમાં પતાવ્યું પણ તેની નજર રાકેશ તરફ જ હતી.

“હશે છોડ…  બિઝનેસનું કઇ ન થાય તો કહેજે…  હું કંઈક હેલ્પ કરીશ..  ઘણા હીરામાં વેપારી મારા ઓળખીતા છે. ” તે ઉભો થઈને ફરી પોતાની ખુરસી પર બેસતા બોલ્યો.

“એ તો થઇ જ જશે…  છતાં જરૂર પડી તો કહીશ..  ” અવી પ્રેમથી ઉભો થઈને ચાલ્યો ગયો. તે ફરી શોપમાં આવીને દરવાજા પાસે રાખેલી ખુરસી પકડીને બેસી ગયો…  લગભગ કલાક જેવો સમય વીત્યા પછી અસીના ઈશારે તે ઉભો થઈને હોસ્પિટલની બહાર નીકળ્યો. “આ તો પેલી tc ની ગાડી છે.. ” અવી બ્લેક કલરની મર્સીડીઝ પાસે આવીને અટક્યો એટલે અસી કતરાઇને બોલી.“હમ્મ..  ચલ..  હવે તો એમાં જ ફરવાનું છે…  ” તેને દરવાજો ખોલ્યો અને અંદર બેસવા ઈશારો કર્યો…  એટલે અસી ચુપચાપ બેસી ગઈ. “ક્યા જવું છે… તું કહે ત્યાં લઈ જાવ ” અવીએ અંદર બેસીને પૂછ્યું.

“તારા ઘરે…  જ્યાં તે રહેવાનું ચાલુ કર્યું છે..  ” અવીના મીઠા શબ્દોથી અસી એકદમ પીગળીને બોલી. અવીએ સહેજ મલકીને ગાડી નવસારી તરફ હંકારી મૂકી. બન્ને પ્રેમી પંખીડા તે નાની દુનિયામાં પહોંચી ગયા. અસી ત્યાંના બગીચા અને સુંદરતામાં જાણે ખોવાઈ ગઈ.

એકદમ સ્વચ્છ જગ્યા… નાના નાના ક્રમબદ્ધ છોડ મોટો મોટા વૃક્ષોના પ્રાંણગમા ખીલી રહ્યા હતા. જમીન માપસહઃ લીલા ઘાસથી ઢંકાયેલી હતી. આજુબાજુ ઉંચી ઉંચી દીવાલો, સાથે સાથે તે દીવાલ પર લગાવેલા નાના નાના બોક્સ જેમાં રીતસર જાતજાતના પંખીઓના બચ્ચા મધુર સંગીત વગાડી રહ્યા હોત તેવું લાગતું હતું.“કેટલી સરસ જગ્યા છે…  ” અસી ઉછળી પડી…  અવી તેને નિહાળીને મંદ મંદ હસી રહ્યો હતો… “અહીં કંઈક અલગ જ મજા આવે છે..  ” તે અવીને નાના બાળકની જેમ વળગી પડી. “આટલી સરસ જગ્યા તને રહેવા કોને આપી ?” તેને ચહેરો ઉંચો કરીને અવી સામે જોઈને પૂછ્યું…. 

“છોડને..  માલિકથી શુ ફેર પડે…  ” અવી તેના કપાળ પર કિસ કરતા બોલ્યો…  “tc નું ઘર છે ?? ” તે આંખ જીણી કરીને પૂછવા લાગી. “અરે યાર તું કેમ આવું કરે છે…  તને મારા પર ભરોસો ન હોય તેવી ફીલિંગ આવ્યા કરે..   ” એવી તેનો પોતાનાથી દૂર ખસેડીને ચાલવા લાગ્યો. “જો… એવું કશુ નથી… હું બસ એમ જ પૂછતી હતી. ” તેને દોડીને અવીની છાતીમાં છુપાઈને બોલી.

“તારે મનમાં જે હોય તે કેહવાની છૂટ આપી છે તેનો મતલબ એ નથી કે તું ગમે તે બોલ્યા કરે…  ” અવી તેના વાળ કસીને ખેંચતા બોલ્યો..  તેનો ચહેરો સહેજ ઉપર થયો કે અવીએ પોતાના હોઠ તેના તેના હોઠ પર ચિપકાવી દીધા…  અસીએ પણ સામે તેના વાળને મુઠીમાં ભરી લીધા…  “હવે નહિ કહું બસ..  ખુશ” તે સહેજ ઉછળીને અવીની કમરે ચોટી ગઈ.


અવી તેને ઉપાડીને જ દરવાજે પહોંચીને લોક ખોલવા લાગ્યો. અસી તેના ચહેરા પર ઠેક ઠેકાણે ચુમીઓ વર્ષાવી રહી હતી. ઘરમાં પ્રવેશીને અસીને સીધી સોફા પર પટકી દીધી. અસીને હંમેશા અવીનું આ પાગલપન ગમતું. કેમકે આ પળે અવી હંમેશા પોતાના અસલ રૂપમાં આવી જતો. કે જે તે અંદરથી છે. કેમકે સામાન્ય રીતે અવી હંમેશા મેચ્યોર બિહેવ કરતો. આમ પણ તે ઉંમરમાં પોતાનાથી ઘણો મોટો હતો.

જયારે પોતાએ હજુ હમણાં જ જુવાનીમાં પગલાં મંડ્યા હતા. અવી ભલે ગુસ્સેલ સ્વભાવનો હતો. પણ દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાળીને ચાલતો. ગમે તેવી પરિસ્થિતિનો સામે તે ઘણું વિચારીને લડતો. “શું થયું…  ” કિસ કરતા અવીની નજર તેના આસું પર પડી. “Carry on…  ” તે ફરીથી પોતાના હોઠ અવીના હોઠ પર રાખીને કિસ કરવા લાગી. અવીને કઇ સમજ ન પડી…  આમ પણ પ્રણય સમયે લોકો ભાનમાં ઓછા અને આકાશમાં વધુ ઉડતા હોય છે.“યાર તું જરા જોઈને બચકા ભરીને… ” અસી હાંફતા અવીને પોતાનો ખભો બતાવતા બોલી. અવી કઇ બોલ્યો નહિ બસ હસતો રહ્યો. ” હસે છે શુ…  આ લોકોને દેખાય..  ” અસી અવીને ધક્કો મારીને સોફા પરથી ફેંકતા બોલી. ” અરે યાર..  ચાલે.. થોડા દિવસ સ્લીવલેસ ટોપ નહિ પહેરવાના” તેને પોતાનો બચાવ કરતા બોલ્યો. “તું મને છોકરી સમજે છે કે નાસ્તો ?? ” અસી સોફા પર બેઠા બેઠા નીચે પડેલા અવીની છાતી પર ચીંટિયો ભરતા પૂછવા લાગી..

અવી : અતયારે તો મેં નાસ્તો ખાઈ લીધો…  ” અવીએ તેને સોફા પરથી ખેંચીને પોતાના પર સુવાડીને ખળખળાટ હતા બોલ્યો. “મારે કંઈક ખાવું હોય તો..  ?? અહીં મળી જશે ?? ” અસી અવીના ગાલ પર જોરદાર તમાચો મારીને ઉભી થતા બોલી. છતાં અવી હસતો જ રહ્યો. તે ચુપચાપ રસોડામાં ભાગી ગઈ. બધી જગ્યા ફફોરતા તેને આખરે મેગીનું જમ્બો પેકેટ હાથમાં આવી ગયું.“અક્કલ તો ભગવાને આપી નથી ને…  ” અવી ફ્રીઝમાંથી ફળ ભરેલું મોટું બાસ્કેટ પ્લેટફોર્મ ઉપર રાખતા બોલ્યો. “અરે વજન વધી જાય… બહુ ફેટ વાળું ન ખવાય..  ” અસી મોં બગાડતા બોલી. “હવે ફેટ વાળી..  ચુપચાપ ખાઈ લે..  ” તેને અસીની ખુલ્લો પીઠમાં જોરથી મુક્કો મારતા કહ્યું. તે આખી ખળભળી ગઈ. “Avi.. never hit me like that…  its painful.. ” અસી ચપટી વગાડતા બોલી. અવીને કશો ફેર ન પડ્યો. બે ચાર સફરજન લઈને બેડરૂમમાં ચાલ્યો ગયો.

અસી નુડલ બનાવીને બેડ પર બેઠી. “આ શુ લખે છે…  ” અસીને પહેલી વાર અવીને લખતા જોઈને ચકિત થતા પૂછ્યું. ” કઇ નહિ..  બસ એમ જ વાર્તા..  ” તેને પેન બુકમાં રાખીને તેને બાજુના ડ્રોવરમાં રાખી દીધી. અસીએ નુડલ્સ માટે આગ્રહ કર્યો પણ અવીએ ના પડી દીધી. કૂતરાની જેમ નુડલ્સ ચાવતી અસીને જોઈ રહ્યો.“કેટલી શાંતી છે અહીં..  ” કામ આટોપીને આવેલી અસી અવીને લપકીને સુઈ ગઈ..  “હમ્મ..  ” અવીને તેને પોતાની છાતીમાં સમાવી લીધી. વાતો કરતા બન્ને પંખીડા ઘસઘસાટ ઊંઘી ગયા. બીજે દિવસે સવારે ઉઠીને આવી તેને ઘરે છોડીને કોલેજ માટે નીકળી ગયો.

બીજી તરફ સુરતમાં અવીની હાજરીના પડઘા પડી ચુક્યા હતા. બધા બે નંબરી બિલ્ડરોના મોટો સમૂહમાં અવીને પોતાના રસ્તેથી હટાવાના કાવતરા ઘડાઈ રહ્યા હતા. તેમાં મુખ્ય પરમચંદ સૌથી મોટો વડો હતો… 


વધુ આવતા અંકે……..

આગળના અપડેટ મેળવવા માટે મને follow કરી શકો છો. આભાર ?????

મારી બીજી નવલકથા,
Never Loved Season 1 (સંપૂર્ણ)
Never Loved Season 2 (લાઈવ)
અતિરેક (સંપુર્ણ)
કરુણ અંત (સંપુર્ણ)
Social Love (લાઈવ)
આ બધી વાર્તા digitalstory.in પર વહેલી પ્રકાશિત કરવામાં આવે છે.

Telegram : Gujjuvarta
Website : www.digitalstory.in
Public Profile : AuthorJaymin

નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લેખકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.

અમલ

Categories
Novels

Never Loved : Back to Past – 3

પાછળના ભાગમાં……..

તે ચુપચાપ ગાડી ચાલુ કરીને ચલાવા લાગ્યો. અવની પ્રશ્નાર્થ નજરે તેને નિહાળી રહી હતી. પાછળ માહી સરી અને પરી તો ડરીને સંકોચાઈને બેઠા હતા. ગાડી રાજકોટમાં પ્રવેશી. “મારુ રાજકોટ હવે જાગ્યું છે…  ” તેને પોતાની બારીનો કાચ ખોલીને એક ઊંડો શ્વાસ લેતા કહ્યું. કેટલો સમય વિતી ગયો હતો રાજકોટમાં આવ્યાને. જન્માષ્ટમીના તહેવારને લીધે મ્યુન્સિપલ કોર્પોરેશનએ આખા રાજકોટને ટમટમતી લાઈટોથી શણગાર્યું હતું.

ગાડી પાઠક સ્કૂલના ખૂણે ઉભી રહી. “મમ્મીને કહી દે…  આપણે પહોંચી ગયા છી. ” અવીની વાત સાંભળીને અવની થોડી ગભરાઈ ગઈ. કેમકે અવીની સામે જ નીલાને ફોન કરવાનો હતો.

હવે આગળ……..

તેને ફોન હાથમાં લીધો પણ વારે વારે અવી સામે જોઈ લેતી. “પ્લાન બદલી નાખ્યો કે શુ ? તારે હવે સાસરે નથી જવાનું ? ” અવી સ્મિત સાથે બોલ્યો. ગાડીમાં બેઠેલા ચારેયના જીવ તાળવે ચોટી ગયા. અવનીની આંખમાં ઝર્ઝરિયા આવી ગયા.

“મને ખબર છે…  ચિંતા ન કરીશ… મમ્મીને ફોન કરીને જણાવી દે..  ” અવી પ્રેમથી બોલ્યો. તેથી અવની ધ્રૂજેલા હાથે નીલાને ફોન કરવા લાગી.

“કેટલી વાર છે હજુ..  ” સામે નીલાએ તરત પૂછી લીધું. “બસ અમે પહોંચી ગયા. રિંગરોડ પર જ છીએ. ” અવની નીચું જોઈને બોલી. પછી તરત ફોન કાંપી નાખ્યો. અવી થોડીવાર રોડ પર ચાલતા વાહનોને નિહાળતો રહ્યો. કદાચ તે પોતે જ હિમ્મત એકઠી કરી રહ્યો હતો. ગાડીમાં નીરવ શાંતી છવાયેલી હતી. હવે જે કરવાનું હતું એ અવીને જ કરવાનું હતું.

ઘણા વર્ષ વિતી ચૂક્યા હતા. તેને ઘરની બધી જવાબદારીઓ નિભાવી હતી પણ દૂર રહીને. તેનાં ગયા પછી નીલા એક દમ ભાંગી પડી હતી તે જાણવા છતાં તે ઘરે ન હતો આવ્યો. તેની નજર ઘરની દરેક સ્થિતિ પર કાયમ મંડાયેલી રહેતી. તેની નજર રોડની બીજી તરફ નવી બની રહેલી બિલ્ડિંગો ઉપર ફરતી હતી. રિંગરોડ ખાસ્સો પહોળો થઇ ગયો હતો. રાજકોટ નો આ વિસ્તાર ખરેખર તેના ગયા પછી ઘણો વ્યવસ્થિત લાગતો હતો.

અવનીએ ધીમેથી ગિયરબોક્સ પર રહેલા અવીના હાથ પર હાથ મુકતા કહ્યું…  “ચાલો… ” અવીએ એક ઊંડો શ્વાસ લઈને ગાડીના સ્ટીયરીંગને શેરીમાં વાળ્યું. પહેલી..  બીજી..  અને આખરે ત્રીજી શેરીમાં ગાડી વળી. ગાડી એક દમ ધીમી ચાલી રહી હતી. અવનીનો હાથ હજુ પણ અવીના હાથ પર હતો. ઘરના આંગણામાં મહેશ ખુરસી નાખીને બેઠો હતો. બાજુમાં કદાચ કોઈ પાડીસી હશે તેમની સાથે વાર્તાલાપ ચાલુ હતા.

ગાડી બરાબર અવીના ઘરની સામે ઉભી રહી. મહેશ ઉભો થઈને ડ્રાઈવર સીટ પાસે આવીને ઉભો રહ્યો. થોડીવાર અવીને તાક્યા પછી બોલ્યો. “જમવાનું બહાર છે… તમે આવવાના હતા એટલે બહારનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. ” તેનો અવાજ એકદમ સ્થિર હતો.

“તારા બાપનો રોડ છે… અમારી ગાડી અમે ક્યાં રાખીશુ ?  ” અચાનક તાન્યા અજાણ્યે મહેશ પાસે પોતાની એક્ટિવા થોભાવીને બોલી…  તેને અવી સામે નજર કરી. “ભઈલું..  ” તે ચાલુ ગાડી પડતી મૂકીને અવીને બહારથી જ વળગી પડી. મહેશ અંદર ચાલ્યો ગયો. તાન્યા ખાસી એવી મોટી થઇ ગઈ હતી. બધા તાન્યાના હીબકાંથી ઢીલા પડી ગયા. પણ અવી એમ જ જડની જેમ ચોટી રહ્યો. 

“હવે બહાર આવું તું કહે તો…  બાકી આખી રાત અહીં જ લપકી રહીશ ?” અવી તેના વાળ પર હાથ ફેરવતા બોલ્યો. તાન્યા દૂર ખસીને ગાડીનો દરવાજો ખોલવા લાગી પણ તે ખુલ્લી નહતો રહ્યો. “ઘરમાં જા…  આવા ભવાડા શેરીમાં ન શોભે…  ” અવીની વાત સાંભળીને તે ગાડીના એક લાત મારીને ઘરમાં દોડી ગઈ.

“તારા જેવો નુગરો માણસ આજ સુધી નથી જોયો..  ” પાછળથી સારી ઢીલા અવાજે બોલી. “ક્યાંથી જોવે…  હું એકલો જ દુનિયામાં એવો છું…  જે કમનસીબે તારી સામે છે. ” અવી હસીને બહાર આવ્યો. પહેલા તો તેને ઘરના આગળના ભાગમાં નજર દોડાવી. બધા ગાડીમાંથી ઉતર્યા. માહી સિવાય બધા જ ઘરમાં ચાલ્યા ગયા. “સાલું…  ઘરનો આખો ફ્રોન્ટ લુક બદલી કાઢ્યો…  મારી બાલ્કની પણ આ લોકા ખાઈ ગયા…  ” અવી માહી સામે જોઈને બોલ્યો.

“એ બધું છોડ…  આ સામેના ઘરમાં પેલી છોકરી દેખાય…  તે કોણ છે ?? ” માહીએ ઇસારેથી પૂછ્યું. અવીને એ દિશામાં નજર ફેરવી. “શર્લિન… ” અવી બાલ્કનીમાં બેઠેલી તે છોકરી સામે જોઈને બોલ્યો. તે શરૂઆતથી બધું નિહાળી રહી હતી. તેને અવી સામે જોઈને ઉંચા અવાજે કહ્યું. “આખરે પરણીને જ આવ્યો ને.. ” તેનો અવાજ અને ટોન્ટ એવા હતા કે જાણીજોઈને તે અવીને સંભળાવી રહી હતી. “તેરી ડોલી ભી ઉઠેગી એક દિન દેખ લેના…  કસમસે ઇસ ગલી મેં સબસે જ્યાદા મેં હી નાચુન્ગા…  ” અવી સણસણતો જવાબ આપીને ઘરમાં પ્રવેશ્યો. અવનીના ગૃહ પ્રવેશની વિધિ પણ થઇ ગઈ હતી. બન્ને તેના કંકુના પગલાંથી સાચવતા હોલમાં આવીને ઉભા રહ્યા. હોલમાં સોફા પર ફાઇલોના ઢગલા હજુ એમના એમ જ હતા જે રાતે તે આખરી વાર જોઈને ગયો હતો.

નીલા સામે આવી…  તેની આંખોમાં ગુસ્સો ભયાનક હતો…  માહી હળવેકથી સાઈડમાંથી ખસીને અંદર ચાલ્યો ગયો. કેમકે તે નીલના ચેહરા પરથી વર્તી ગયો હતો કે નક્કી અવી મોટી ગાળો ખાવાનો હતો. “એ…  તું તો ખાઈ ખાઈ ને જાડી પાડી થઇ ગઈ…  ” અવી હસીને બોલ્યો. “એકલો આવ્યો હોત તો…  તારા ટાંટિયા ભાંગી નાખ્યા હોત પણ હવે તારી બૈરી સામે તને ક્યાં કઈ કહેવું…  ” નીલા દાંત કચડીને બોલી. “સપનું જો…  તેના માટે તો તારા સાતભવ પણ ટૂંકા પડશે..  ” અવી ચપટી વગાડીને ઉપરની તરફ ભાગ્યો. સામસામે બન્ને દરવાજા બંધ હતા. તે પોતાના રૂમના દરવાજે ઉભો રહ્યો. તે અંદરથી બંધ હતો. “ચોર…  મારો જ રૂમ મળ્યો તને…  બહાર નીકળ..  ” અવી જોરથી દરવાજો ખખડાવીને બોલ્યો. પણ અંદરથી કઈ જવાબ ન આવ્યો…  “ખોલે છે કે તોડી નાખું…  ” અવી ચેતવણીના સૂરમાં બોલ્યો.

“શુ ગમે ત્યાં રીઢા ઢોરની જેમ વર્તો છો…  ક્યારેક પ્રેમથી વાત કરી લેશો તો તકલીફ નહિ પડે..  ” પાછળથી અવની બોલી.

“જો…  આ મારો રૂમ છે…  ” અવીને વચ્ચેથી જ અટકાવીને અવની બોલી..  “હતો…  “. તેના શબ્દો સાંભળીને અવીની બોલતી બંધ થઇ ગઈ. તે દરવાજા સામે જોવા લાગ્યો. “તનુ…  ચલ તૈયાર થઇ જા…  આપણે બહાર જવાનું છે…  ” અવની તેને દૂર ખસેડીને દરવાજે હળવો ટકોર કરતા બોલી.

“મારે નથી આવવું… તમે લોકો જાવ..  ” તાન્યા રડતા રડતા બોલી. અવી ઉપરથી નીચે સુધી સળગી ગયો. ધીમે ધીમે…  હવે તેમાં જૂનો અવી માથું ઉંચકાવી રહ્યો હતો. “ચાલને…  તારા વગર મજા નઈ આવે…  ” અવી ધીમા અવાજે બોલ્યો.

“પણ મને તારી સાથે મજા નઈ આવૅ…  તું જા..  ” તાન્યા લગભગ ચીસ પાડી ઉઠી. “અચ્છા હું નથી આવતો બસ…  તમે લોકા જઈ આવો..  હું અહીં જ રહીશ..  ” અવીની વાત પર અવનીની આંખો પહોળી થઇ ગઈ.

“ના…  તું જા…  ” તાન્યા કઈ ફેંકીને બોલી. બંને અવાજ સાંભળીને એક બીજા સામે જોવા લાગ્યા.

“ના એમ નહિ…  તું બોલ એમ કરુ બસ… આમ પણ તને તો ખબર ને…  મને મમ્મી પપ્પા સાથે જમવામાં રસ નથી…  તું જઈ આવ…  તારી નવી નક્કોર ભાભી સાથે…  ” અવી આંખ મારતા બોલ્યો. “ચલ બહાર નીકળ તારી બધી જ તક હવે પુરી થઇ ગઈ છે…  No more chance or try..  “

અવીના શબ્દોથી તરત દરવાજો ખુલ્યો. “પીઝા…  ” તાન્યા ચપટી વગાડતા બોલી. અવની બન્નેને નિહાળવા લાગી. “હવે મોટી થઇ…  પીઝા તો નાના છોકરા ખાય યાર…  ” અવી કમરે હાથ રાખીને બોલ્યો.

“ખવાશે તો પીઝા જ…  બાકી કઈ નઈ..  ” તાન્યા હજુ પણ ધીમું ધીમું રડી રહી હતી. “છેલ્લે ક્યારે ખાધા હતા પીઝા…  ” અવી રૂમ પ્રવેશીને બધું જોવા લાગ્યો…  “તું ગયો ત્યારે…  ” તાન્યાની વાત સાંભળીને અવી તેને જોવા લાગ્યો…  “હટ ખોટીની…  હજુ 23 દિવસ પહેલા તારા બોયફ્રેન્ડ જોડે  કોણ પેરી પેરી લઈ ચાપટતું હતું ? ” અવી આંખ જીણી કરીને બોલ્યો.

અવીની વાત સાંભળીને તાન્યા થોથવાઇને બોલી. “એ…  હું..  એ મારો બોયફ્રેન્ડ નથી… તે બસ ફ્રેન્ડ છે.” અવની મૂક પ્રેક્ષકની જેમ બધું સાંભળી રહી હતી.

“અચ્છા…  ફ્રેન્ડ જોડે કોઈ બેડ શેર ન કરે..  ” અવીની વાત સાંભળીને અવની બોલી ઉઠી…  “અવી…  તે તેનુ પર્સનલ છે…  એવું ન બોલો…  ” તાન્યા નીચું જોય ગઈ…

વધુ આવતા અંકે……..

મારી બીજી નવલકથા વાંચી શકો છે અને ભવિષ્યમાં વધુ વાર્તા વાચવા માટે મને ફોલો કરી શકો છો.
કશ્મકશ (લાઈવ) (આ વાર્તામાં રહેલા અવીનો લોહિયાળ ભૂતકાળ)
Social Love (લાઈવ)
કરુણ અંત (the two legendary mind) (સંપૂર્ણ)
અતિરેક (સંપુર્ણ)

Telegram channel : @gujjuvarta
Website : www.digitalstory.in (મારી બધી લાઈવ વાર્તા સમય પહેલાં વાંચવા માટે મુલાકાત લો)
Public Profile : AuthorJaymin

નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લોકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.

અમલ
www.digitalstory.in

Categories
Novels

કશ્મકશ (ભાગ -14)

પાછળના ભાગમાં……..

“પણ મોરબી બાજુની છું તે કેમ ખબર પડી…  ” તેને અવીનું ધ્યાન પોતાના તરફ દોરવા પોતાનો ફોન ટેબલ પર સહેજ અવાજ કરીને મુક્યો… 

“અંધારામાં તિર માર્યું…  ” તેના આવા વર્તનથી તેને પોતાનો ફોન ખુસ્સામાં મૂકી દીધો.
“અરે…  તમે શુ જોબ કરો છો ?? ” તેને કાઉન્ટર ઉપર બે ચાનો ઓર્ડર આપ્યો…  અવીને નવાઈ લાગી…  એટલે બોલ્યો..  “બ્રેક તો પૂરો થવા આવ્યો.  “

“હમ્મ, મારે ફ્રી ટાઈમ છે…  હવે એક જ લેક્ચર છે છેલ્લો..  3 વાગ્યા પછીનો…  તમારે પણ ફ્રી જ હશે…  ” તેને હસીને કહ્યું…  “જોબ શુ કરો છો..  ” તેને ફરી પોતાનો પ્રશ્ન પૂછ્યો..

હવે આગળ……..

“હું તો આજે આવ્યો છું…  ખ્યાલ નથી… અને હું જોબ નથી કરતો..  ઘરનો બિઝનેસ છે…  ” અવી જાણી ગયો હતો કે.. આ આઝાદ પંછી છે…  “તમારું નામ શુ છે…  ” તેને વાતમાં છૂટો દોર મેળવતા વધુમાં પૂછ્યું… 

“સલોની…  ” તેને હસીને કહ્યું…  અવી તેના દરેક હાવભાવને નીરખી રહ્યો હતો…  “પેલી સાત ફેરે વળી ને !!! ” અવી મજાકમાં બોલ્યો..  સલોની હસીને સામે જોવા લાગી…  પણ કઇ જવાબ ન આપ્યો.. 

“તે સહેજ શ્યામ હતી…  પણ તમે તો સરસ સફેદ છો…  અને સ્કિન પણ ખુબ મુલાયમ છે…  ” અવી પોતાના અંદાજમાં ધીમે ધીમે સલોની પોતાના તરફ વધુ ઢાળતા બોલ્યો…  અને હસવા લાગ્યો…  પોતાના વખાણ કઇ છોકરીને ન ગમે…  તે અવી જાણતો હતો… વળી સલોની પરણેલી હતી..  પણ હજુ તેના વિશે વધુ જાણીને જ તેને પોતાની તરફ ખેંચી શકાય… 

“થેન્ક્સ..  તમારે શુ બિઝનેસ છે…  ” તેને પોતાના ગાલ બન્ને હાથ વડે દબાવતા પૂછ્યું….  ” નવી કંસ્ટ્રક્ટ થતી બિલ્ડીંગ અને શૉરૂમમાં કુલિંગ સિસ્ટમનું ફિટિંગ કરુ છું…  ” અવીને અચાનક એક ચમકારો થયો અને પોતાનો ફોન કાઢીને તેને “શોરૂમ” શબ્દ પોતાની નોટમાં ઉમેરીને વળી સલોની સામે નજર કરીને હસતા બોલ્યો…  “તમે અહીં એકલા રહો છો કે ફેમેલી સાથે ?? “

“તે બધા મોરબી છે.. હું અહીં એકલી જ રહું છું…  હસબન્ડ ક્યારેક ક્યારેક અહીં આવે…  નહિતર હું રજામાં ક્યારેક મોરબી જઈ આવું.  ” તેને ઉતાવળમાં કહ્યું… અવી ખાસ્સું બધું સમજી ગયો હતો..  “નહીંતર…  મતલબ..  ” તેને શબ્દ પકડીને તરત કહ્યું… 

“અરે..  મતલબ..  તેમને સમય ન હોય તો હું રજા ગાળવા ચાલી જાવ એમ…  ”  તેને હસીને કહ્યું અને તેની પાસે ચા લઈને આવેલી જાડી બાઈની ટ્રે માંથી બે ચાની પ્યાલી લઈને અવી સામે રાખી…  “તમારા હસબંડ શુ કરે છે..  ” અવી હવે સંપૂર્ણ પોતાના ફ્લર્ટિંગના અંદાજમાં લુચ્ચું હસતા બોલ્યો… 

“મારા સસરા અને મારા કાકાજી વચ્ચે પાર્ટનરશીપમાં ટાઇલ્સની બે ફેક્ટરી છે…  તે બસ કંપની સંભાળે છે…  ” તેનુ મોં બગાડીને જવાબ આપ્યો.. 

“લે..  એમાં મોઢું બગાડવાની શુ જરૂર… તમને તમારા હસબન્ડનું કામ પસંદ નથી પડતું લાગતું” અવી નેણ ઉંચો કરીને બોલ્યો…  તેને ખબર પડી ગઈ હતી કે આ મુરઘી પૈસા પાછળ દોડે એવી નથી… 

“અરે એવું તો કઇ નથી…  પણ ક્યારેક બન્ને ભાઈ વચ્ચે ચાલતા વિવાદમાં…  તમે સમજી ગયા ને..  ” તેને વાક્ય અધૂરું જ છોડીને અવી સામે જોઈને સ્માઈલ કરી.

“હમ્મ…  સમજી ગયો..  બિચારા તમારા હસબન્ડ..  ” તેને હસીને કહ્યું સામે સલોની પણ ખળખળાટ હસવા લાગી.

“તમે રાજકોટથી અહીં કેમ આવ્યા…  આ પોસિબલ નથી…  મને લાગે છે કે તમારી ઓળખાણ ઘણી ઉપર સુધી છે…  ” સલોનીના પ્રશ્નથી અવીના મગજમાં ચમકારો થયો…  “હમ્મ…  પાવર..  ઓળખાણ..  “

“ઘણી છે… ” અવીએ ઝૂકીને પોતાનો ચહેરો સલોનીના ચહેરા તરફ લઈ જઈને ધીમેથી કહ્યું…  અને તેના હોઠ સામે સહેજ અટકીને નજર કરી અને સ્મિત ફરકાવતો દૂર થઇ ગયો…  સલોની હજુ તેને નિહાળી રહી હતી…  સામે અવી લુચ્ચું હસી રહ્યો હતો…  દુનિયાની દરેક સ્ત્રીમાં પુરુષની નજર અને અમુક હાવભાવ પારખવાની આવડત સાથે જ જન્મે છે.

“ઓહો…  તો મિસ્ટર અવિનવ..  કેટલે સુધી ઓળખાણ ધરાવો છો..  ” તે અવીના આવા વર્તનથી પીગળી ગઈ. તેને એમ હતું કે તે અવીને પોતાની તરફ ખેંચે છે પણ હકીકતમાં તો તે જાતે જ અવી તરફ ખેંચાતી હતી.. 

“ઊંડે સુધી…  ઘણી ઊંડે સુધી..  ” અવી ચાલાક હતો…  તે પુરે પૂરો સલોનીને ઓગાળી ચુક્યો હતો…  ” અરે…  તમારા નંબર તો આપો..  ક્યારેક કંઈક કામ હોય તો કોન્ટેક્ટ કરવા થાય..  ” તેને ડર્યા વગર પોતાનો ફોન સલોની સામે ધર્યો….

“તમે અહીં ક્યા રહો છો…  ” તે અવીના ફોનમાં હસતા હસતા પોતાના નંબર લખવા લાગી..  “શુ નામ રાખું..  ” તેને અવી સામે ફોનની સ્ક્રીન બતાવતા પૂછ્યું.  “તમને જે સારું લાગે તે રાખી દો…  ” અવીએ આંખ મારતા કહ્યું. સલોનીથી હસી જવાયું…  “સલોની મેમ” અવીએ પ્રેમથી કહ્યું.

“તે નામ માં શુ રાખ્યું છે. બોલો શુ નામથી નંબર સેવ કરુ..  ” નેણ નચાવતા બોલી. “તો તમને ઠીક લાગે તે નામ રાખી દો” અવી હસીને બોલ્યો.

“મને તો બેબી નામથી બોલાવે તે ગમે છે…  બોલો નાખી દવ..  ” સલોની આજુબાજુનું વાતાવરણ ભૂલીને અવીના કાન પાસે જઈને ધીમેથી બોલી.  “બેબી તો મારી પાસે છે…  એક કામ કરો સલુ રાખી દો.  ” અવી પણ તેના કાનમાં ધીમે થી બોલ્યો..  સલોની હસીને દૂર ખસી ગઈ… 

“અરે તું ક્યા રહે છે…  એ કહ્યું નહિ…  ” સલોની પોતાનો સવાલ બીજી વાર પૂછી રહી….  ” વાહ..  તમે છોડી ને તું..  સરસ…  ” અવી આંખ જીણી કરીને બોલ્યો.. 

સલોની : જવાબ નહિ આપે…  તદ્દન ફ્લર્ટિંગ જ કરીશ કે શુ !!! ” સલોની આંખ મારીને બોલી. અવી હસવા લાગ્યો. કેમકે તે છોકરીઓના આવા સ્વભાવથી પરિચિત હતો.  “નવસારી…  ભીડભાડથી દૂર…  શાંત જગ્યા એ..  જ્યાં કોઈ ન હોય..  “

સલોની : મતલબ તું અપડાઉન કરે છે…  ” તેને નવાઈ લાગી.
અવી : હમ્મ…  મને માણસો વધુ પસંદ નથી..  ” અવી ફરી પોતાના મૂળ અંદાજમાં પાછો ફર્યો… 
સલોની : નંબર તો તારો ભારે ખતરનાખ છે..  “તેને અવીના ફોનમાંથી પોતાનો નંબર ડાયલ કર્યો અને પોતાના ફોનની સ્ક્રીન અવીને બતાવતા બોલી.

“હમ્મ…  માણસ પણ ખતરનાખ છું..  દૂર રહેજો..  ” અવી ભારપૂર્વક બોલ્યો અને પોતાનો ફોન પ્રેમથી સલોનીના હાથમાંથી લઈ લીધો..  તેને એટલી તો ખબર પડી ગઈ હતી કે આ વ્યક્તિને પાવરફુલ લોકોની સંગત ગમે છે…  અને આરામથી તેની સાથે ભળી શકે છે.

“શુ ફર્ક પડવાનો…  નંબર તો હવે અપાય ગયો…  ” સલોની આંખ મારતા બોલી..  ” ઘણું આપી દીધું તે.. ” અવીએ તેના તિર લગાવતા બોલ્યો.

“ચલ હું નીકળું..  મારે થોડું કામ છે..  ” સલોની હસતા હસતા ઉભી થઈને ચાલવા લાગી. અવી પણ ઉભો થઈને કાઉન્ટર પર બિલ ચૂકવીને નીકળી ગયો.
“ક્યારે કરીશ..  ” સલોનીએ ઘડિયાળમાં નજર કરીને પૂછ્યું…  ” હમણાં જ કરીશ… કામ પતાવી લો..  પછી કહેજો..  હું તેડી જઈશ..  ” અવીએ તક ઝડપીને કહ્યું… 
“આજે નહિ…  કાલે..  મળીએ..  રજા છે ને…  ” સલોની ઉતાવળમાં બોલી… ” કાલે તો મારે કામ છે..  કહેતા હોય તો રાતે ફોન કરુ..  ” અવી પોતાની ચા એક જ ઘૂંટમાં પીને બોલ્યો..  “ઠીક છે..  પણ પહેલા મેસેજ કરજે… ” સલોની તરત ચાલી ગઈ…  અવી કાઉન્ટર પર જઈને પૈસા આપીને અસી પાસે જવા નીકળ્યો.

સલોની તેને કોલેજમાં કઇ કઇ રીતે કામ આવી શકે તે બધું વિચારતો અવી… અસીની હોસ્પિટલે જઈ પહોંચ્યો. આમ તેમ આંટા મર્યા બાદ માંડ માંડ તેને હોસ્પિટલનો મેડિકલ શોપ મળ્યો. ત્યાં ત્રણ ચાર લોકો આમ તેમ બોક્સમાંથી દવાના પેકેટ્સ ખાનામાં ગોઠવી રહ્યા હતા. ખૂણામાં અસી એક કાગળ પકડીને બધા ખાના પર નજર કરી રહી હતી.

“અસી… ” અવી તેની બાજુમાં લગોલગ જઈને તેના કાનમાં બોલ્યો..  બિચારી અસી ઉછળીને દૂર ખસી ગઈ. “અવી… ” તેને અવીના પગમાં જોરથી લાત મારતા કહ્યું. પણ અવીને કઇ ફેર ન પડ્યો..  તે હસતો રહ્યો. ” તારા પપ્પા ક્યા..  ” અવી તેનો ગાલ ખેંચતા બોલ્યો. “તેની ઓફિસમાં હશે…  કેમ તેમનું શુ કામ પડ્યું..  ” અસી મોં ફુલાવતા બોલી.

અવી : તું કામ કર..  પતે પછી આવ..  હું ત્યાં હોઈશ..  આમ જો કલાકની વાર છે..  ” તેને ઘડિયાળ બતાવતા કહ્યું. તેને માથું હકારમાં ધુણાવ્યું એટલે અવી ત્યાંથી નીકળી ગયો… શોપની બહાર જઈને રાકેશની ઓફિસ શોધવા લાગ્યો…  મહામેહનતે તે ઓફિસ સુધી પહોંચ્યો. “હું આવું…  ” તેને સહેજ દરવાજો અધખૂલો કરીને પૂછ્યું…  રાકેશ અવીને જોઈને ભોંચક થઇ ગયો… 

વધુ આવતા અંકે……..

આગળના અપડેટ મેળવવા માટે મને follow કરી શકો છો. આભાર 

મારી બીજી નવલકથા,
Never Loved Season 1 (સંપૂર્ણ)
Never Loved Season 2 (લાઈવ)
અતિરેક (સંપુર્ણ)
કરુણ અંત (સંપુર્ણ)
Social Love (લાઈવ)
આ બધી વાર્તા digitalstory.in પર વહેલી પ્રકાશિત કરવામાં આવે છે.

Telegram : TheSoulAmal
Website : www.digitalstory.in
Public Profile : AuthorJaymin

નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લોકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.

અમલ

Categories
Novels

Never Loved : Back to Past – 2

પાછળના ભાગમાં……..
“અરે ના ના…  સારી જ લાગે છે…  સારી નહિ બહુ સારી લાગે છે. ” અવી થોથવાઇને બોલ્યો. ત્યાં હાજર બધા જ અવીના તિમુરાઇ ગયેલા અવાજ પર હસી પડ્યા. ત્યાર પછી બધા રાજકોટ જવા માટે રવાના થયા.

આ સમયે તો સારી પણ ગાડીમાં હતા. તે ગાડીની ધીમી ગતિ જોઈને બોલી. “ગાડી કેમ ધીમે ચલાવે છે. થોડી સ્પીડ વધાર તો જલદી પહોંચી જઈશું. ” તેની વાત અવી ઉડાવતા બોલ્યો. “મને મન પડે એમ ગાડી ચલાવું તારે જલ્દી પહોંચવું હોય તો પ્લેનમાં ચાલી જા…  ” અવીની વાતથી સારી ગુસ્સામાં ભરાય ગઈ પણ અવનીના મુખમંડલ પર રહેલા હોઠ તરત ફરકી ગયા.

હવે આગળ……..

“જદલી ચલાવો તો મારુ પિયર વહેલું આવી જશે. ” અવની ટહુકી.

“તારુ પિયર છે પણ મારુ તો સાસરું છે ને ?? અને સાસરે જવાની ઉતાવળ કોને હોય ??? ” અવી હસતા બોલ્યો. “ફિલહાલ ગાડી મારા હાથમાં છે અને હું મારા સાસરે જાવ છું તો ગાડી ધીમે જ ચાલવાની. ” અવની મોં ફુલાવતા બોલી. “બહુ સારું”.

ગુજરાતની બોર્ડરમાં દાખલ થતા જ ત્રણ કાળા કલરની હોન્ડાસીટી અવી પાછળ આવવા લાગી. અવીની નજર સતત ત્યાં જ હતી જયારે બાકીના બધા રેડિયોમાં ચાલતા ગીતના તાલમાં તલ્લીન થઇ ગયા હતા. પરી અને માહી વચ્ચે એ જૂનું સારા ગીત બાબતે જગડો ચાલતો હતો. સારી બંનેને સંભાળી રહી હતી. અવની ચોરી છુપે અવી ને જોઇ લેતી. પછી તરત પોતાની નજર ફેરવી લેતી.

તે જાણતી હતી આજે બંને વચ્ચે કદાચ અંતર આવી શકે એમ હતુ કેમકે અવી માટે તેની મરજી વગર કઇ પણ પગલું ભરતા તે ગુસ્સે થઇ જતો. અવની લાગણીના પ્રવાહમાં બંધાઇ ચૂકી હતી. નીલાએ તેને તાન્યા કરતા પણ વઘુ સાચવી હતી. નીલા હંમેશા કહેતી કે અવી એક દિવસ પાછો આવી જશે. બીજા બધા અવી ને ભુલીને આગળ વધવા સલાહ કરતા જ્યારે નિલા તેને સલાહ ન કરતી પણ તેને માનસિક અશ્રો જરૂર આપતી.

અવીની ઘણી લખેલી ચોપડી હજુ પણ તેના રૂમમાં હાજર હતાં. જ્યારે પણ તેને અવીની યાદ આવતી ત્યારે તે અહી તેના જ રૂમમાં તેના જ ડેસ્ક પર બેસી ને વાચતી. ઘણી મોટી વાર્તા તો તેને ક્યારેય પ્રકાશિત જ નહતી કરી એમ જ લખેલી અહી પડી હતી. બધી વાર્તામાં તેનો પ્રેમ સાફ સાફ ઝલક્તો હતો. તેને ઘણી વાર કોશિશ કરી લખવાની પણ કયારેય લખી ન શકતી.

એ સિવાય તેને બીજી પણ ઘણ વાર્તા વાંચી પણ અવી નુ લખાણ સાવ અલગ જ પડતું. એવું ન હતુ કે તે ખૂબ સારું લખતો પણ તેના જેવું લખાણ અત્યાર સુધી તેને બીજી કોઈ વાર્તામાં ન હતુ વાચ્યું. જાણે વાર્તાનો એક એક પળ તેને ખાસ રીતે લખ્યો હોય એવું લાગતું.

અચાનક તે ત્રણ ગાડી માંથી એક ગાડી ઓવર ટેક કરીને આગળ થઇ. ઓવર ટેક ઘણું અસામાન્ય હતુ. કેમકે ગાડી રોંગ લેન પર ચાલીને અવીનિ બાજુમાંથી ખૂબ નજીકથી નીકળી ગઇ હતી. ગાડીમાં બેઠેલા બધાનું ધ્યાન તે તરફ ગયું.

અવી માટે નવું ન હતું પણ અતયારે બધા તેની સાથે હોય તેને આગળ જનારી ગાડીનો ટેક ઓવર કરીને સડસડાટ ભગાવી. રસ્તો એક દમ નવો બનેલો હોવાથી ગાડી આરામથી પોતાની મહત્તમ ગતિથી દોડવા લાગી. જોત જોતામાં ગાડી 230 પ્રતિ કલાકે પહોંચી ગઈ. અવની અને પરીને આ ગતિ શરીરમાં અનુભવાતી હતી. તેને અવી સામે જોયું પણ અવીનું ધ્યાન પાછળ આવતી ગાડી તરફ હતું. “સીટબેલ્ટ..  ” તેને ઇસારેથી જ અવની સામે જોયા વગર કહ્યું.

પાછળ ગાડી પણ નજીક આવી રહી હતી. અવીને પોતાની સીટ નીચેથી લોડ કરેલી પિસ્તોલ કાઢી. અવનીનો જીવ અધર થઇ ગયો. “અવી…  ” તેના શબ્દો અવીએ પિસ્તોલને પોતાના હોઠ ઉપર રાખીને જ અટકાવી દીધા. “માહી…  પગ ભરાવી દેજે સીટમાં…  હમણાં હૅન્ડબ્રેક મારીશ…  ” માહીએ તરત પગને મજબુતીથી બન્ને સીટમાં ભરાવ્યા. પરી અને સરી એ સીટબેલ્ટ પકડી લીધા. અવની હજુ અવીના આ રૂપને જોઈને ડરી ગઈ હતી. એક હાથમાં ગન અને તે હાથેથી પકડેલું સ્ટિયરિંગ…  એક હાથ હેન્ડબ્રેક પર…  તણાયેલું અવીનું કપાળ… 

બે આચકા લાગ્યા અને ત્રીજા આચકે ગાડીના વહીલ ઘસાવાનો અવાજ આવ્યો. પાછળથી આવતી ત્રણ ગાડી માંથી બે ગાડી સ્ટિયરિંગને નિયંત્રણમાં રાખવા નિષ્ફળ રહી. તેથી તરત રોડ ઉપરથી ઉતરી ગઈ. ત્રીજી ગાડી અસંતુલિત રીતે માંડ માંડ અવીની ગાડીને તારવી આગળ ઉભી રહી. અવીની ગાડી એક દમ ઉભી રહી ગઇ.

દરવાજા લોક કરીને તે બહાર આવ્યો. રસ્તા પર આવતા જતા બધા લોકો અવીને જોઈ પોતાની ગાડીની ગતિ વધારતા ત્યારથી દૂર જઈ રહ્યા હતા. કેમકે આવી રીતે જાહેરમાં હાથમાં પિસ્તોલ લઇને ચાલી રહેલો અવી બધાના મનમાં ડર ઉપજાવી રહ્યો હતો.

અવી પિસ્તોલનું લોડિંગ ચેક કરતો આગળ ચાલી રહ્યો હતો. બધા જ તેને જોઈ રહ્યા હતા પણ તેની નજર બસ આગળની ઉભી રહેલી ગાડી પર હતી. અવની બધું સમજવા મથી રહી હતી. એટલામાં જ એક જોરદાર ગોળી છૂટવાનો અવાજ આવ્યો. અવની હજુ પણ કઈ પ્રતિક્રિયા આપી નહતી શકતી. આગળ ઉભેલી હોન્ડાસીટીનું પાછળનું એક વહીલ પંચર થઇ ગયું હતું. “બોલ… કઈ તકલીફ છે ??” અવી તે ગાડીનો દરવાજો ખોલતા ગુસ્સામાં બોલ્યો. અંદર બે પુરુષો પણ અવી સામે પિસ્તોલ બતાવીને બેઠા હતા.

“અમે તને નુકસાન પહોંચાડવા નથી આવ્યા.” ડ્રાઈવરે પિસ્તોલને અવી તરફ રાખીને કહ્યું.

“મારી મરજી વગર કોઈ મારી પાછળ ફરેને!!! તે પણ મને નથી ગમતું. ” અવીએ સેફટી લોક ખોલીને તેમને ડરાવવા રોડ પર વધુ એક વખત ફાયરિંગ કર્યું.

“ભાઇ.. અમને જવા દે…  આગળથી ધ્યાન રાખીશુ…  ” ફાયરિંગના અવાજથી ડ્રાઇવરના હાથમાંથી પિસ્તોલ છટકી ગઈ, તે ગભરાઈને બોલ્યો. અવીએ પિસ્તોલને ઉઠાવીને ધ્યાનથી જોઈ. “આ સરકારી ગલકું ક્યાંથી આવ્યું તારી પાસે ?? ” કઈ જવાબ ન મળતા અવી છંછેડાઈને બોલ્યો. “બોલ, નહિતર અહીં જ પોરવી દઈશ…  ” તેને ટ્રિગર પર આંગળી ટાઇટ કરી.

“અ… અ.. અમે…  સેન્ટ્રલ બ્યુરોમાંથી આવ્યા છીએ…  ” બીજો માણસ કે જે પચાસ વટાવી ચુકેલો હતો તે ડરીને પોતાનું આઈડી કાર્ડ બતાવતા બોલ્યો. અવીએ ચેક કર્યું. પછી પિસ્તોલને પોતાની પાસે રાખી લીધી અને કાર્ડને ગાડીમાં ફેંકતા કહ્યું. “રાજકોટ જાવ છું…  મારા સાસરે…  તું જે હોય તે…  અને જેને મોકલ્યો હોય..  મારે કઈ લેવા દેવા નથી…  હું બસ ગેધરિંગ માટે જાવ છું… બીજા કોઇ પાછળ લાગેલા હોય તો તેને જણાવી દેજે કે હવે મને કોઇ પાછળ દેખાયું તો જીવતો નહિ મૂકું. મને કોઇ કાયદો નથી નડતો સમજાઈ ગયું? ” તે પિસ્તોલ બતાવતા બોલ્યો. પેલા બંને માણસોએ હકારમાં માથું ધુણાવ્યું એટલે તે ગાડીનો દરવાજો બંધ કરીને પોતાની ગાડી તરફ ઘસી ગયો.

તે ચુપચાપ ગાડી ચાલુ કરીને ચલાવા લાગ્યો. અવની પ્રશ્નાર્થ નજરે તેને નિહાળી રહી હતી. પાછળ માહી સરી અને પરી તો ડરીને સંકોચાઈને બેઠા હતા. ગાડી રાજકોટમાં પ્રવેશી. “મારુ રાજકોટ હવે જાગ્યું છે…  ” તેને પોતાની બારીનો કાચ ખોલીને એક ઊંડો શ્વાસ લેતા કહ્યું. કેટલો સમય વિતી ગયો હતો રાજકોટમાં આવ્યાને. જન્માષ્ટમીના તહેવારને લીધે મ્યુન્સિપલ કોર્પોરેશનએ આખા રાજકોટને ટમટમતી લાઈટોથી શણગાર્યું હતું.

ગાડી પાઠક સ્કૂલના ખૂણે ઉભી રહી. “મમ્મીને કહી દે…  આપણે પહોંચી ગયા છી. ” અવીની વાત સાંભળીને અવની થોડી ગભરાઈ ગઈ. કેમકે અવીની સામે જ નીલાને ફોન કરવાનો હતો.

વધુ આવતા અંકે……..

મારી બીજીવાર, વાંચી શકો છે અને ભવિષ્યમાં વધુ વાર્તા વાચવા માટે મને ફોલો કરી શકો છો.
કશ્મકશ (લાઈવ) (આ વાર્તામાં રહેલા અવીનો લોહિયાળ ભૂતકાળ)
Social Love (લાઈવ)
કરુણ અંત (the two legendary mind) (સંપૂર્ણ)
અતિરેક (સંપુર્ણ)

Telegram : TheSoulAmal
Website : www.digitalstory.in (બધી વાર્તા સમય પહેલાં વાંચવા માટે મુલાકાત લો)
Public Profile : AuthorJaymin

નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લોકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.

અમલ
www.digitalstory.in

error: Content is protected !!